આરક્ષિત વન (Protected Forests)
1927ના ભારતીય વન્ય ધારા હેઠળ રક્ષિત વન સંબંધી જોગવાઈઓ
સુરક્ષિત વન વન્ય ધારા હેઠળ.
ભારતીય વન ધારો, 1927 અન્વયે રક્ષિત વનો માટે નિયમો કરવાની સત્તા અને પ્રતિબંધિત કાર્ય માટે શિક્ષાની જોગવાઈઓ
રક્ષિત વનોની રચના
રાજ્ય સરકારની મિલકત હોય અથવા જેની પર રાજ્ય સરકારની માલિકી હોય અથવા જેની તમામ વનપેદાશ કે તેના કોઈ ભાગ ઉપર રાજ્ય સરકારનો અધિકાર હોય, તે વન જમીન કે પડતર જમીનને (ખરાબાની જમીન)ને જો રાજ્ય સરકારે અનામત વનમાં સમાવેલી ન હોય. તો તેવી વનજમીન તથા પડતર જમીનને રાજ્ય સરકાર કલમ 29 હેઠળ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી રક્ષિત વન તરીકે જાહેર કરી શકે છે. આ રીતનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં. તે જાહેરનામામાં જણાવેલ વનજમીન અને પડતર જમીન રક્ષિત વન તરીકે ઓળખાય છે. આવું રક્ષિત વન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાતાં અગાઉ એ રક્ષિત વનમાં સમાવવા ધારેલી વનજમીન અથવા પડતર જમીનમાં કે તેની ઉપર સરકારના તથા ખાનગી વ્યક્તિઓના અધિકારના પ્રકાર તથા તેના પ્રમાણની માપણી કરીને અથવા રાજ્ય સરકારને યોગ્ય જણાય તેવી બીજી કોઈ રીતે તપાસ કરી નોંધણી કરવી જરૂરી છે. આ નોંધણીનું કાર્ય થયા બાદ જ રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે. જ્યાં સુધી વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી આવી દરેક નોંધણી સાચી જ છે એમ મનાય છે, પરંતુ જો રાજ્ય સરકારને એમ લાગે કે કોઈ વનજમીન કે પડતર જમીનની બાબતમાં. આવી તપાસ અને નોંધણી જરૂરી છે, પરંતુ તેમ કરવામાં લાંબો સમય જાય તેમ છે અને એ વચગાળાના સમયમાં સરકારના અધિકાર જોખમાય તેમ છે. તો રાજ્ય સરકાર એવી તપાસ તથા નોંધણીની કાર્યવાહી થાય તે દરમિયાનના સમયગાળામાં સંબંધિત વ્યક્તિઓના કે ગામલોકોના કોઈ વિદ્યમાન હકોમાં કોઈ વધઘટ નહીં થાય એ રીતે વનને રક્ષિત વન જાહેર કરી શકે છે. રક્ષિત વનોનું જાહેરનામું બહાર પડતાં જો કોઈ ખાનગી વ્યક્તિને રક્ષિત વનમાં સમાવાયેલ વનજમીન પર અધિકાર હોય કે તેનો કબજો હોય તો તે રાજ્ય સરકારને સોંપી દેવાનો હોતો નથી.
જ્યારે કોઈ વનજમીન સગીરની હોય અને સરકાર તેનો વહીવટ કરતી હોય તો એમ ન કહી શકાય કે સરકારને તેના પર Proprietory Right છે અથવા તો સરકાર તેની સંપૂર્ણ પેદાશ માટે અધિકારી છે અને તેથી સરકાર તેવા વનને રક્ષિત વન જાહેર ન કરી શકે.
સરકાર કલમ 29 હેઠળનું જાહેરનામું માત્ર બહાર પાડે તેટલાથી સરકારને કબજો મળશે નહિ.
રક્ષિત વનોમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા
આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકાર કોઈ વનજમીન કે પડતર જમીનને રક્ષિત વન તરીકે જાહેર કરી શકે છે. આવા રક્ષિત વન જાહેર કરેલા વિસ્તારમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા રાજ્ય સરકારને કલમ 30 દ્વારા મળેલ છે. જે મુજબ, રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું
પ્રસિદ્ધ કરી તેમાં નિર્દિષ્ટ કરે તે તારીખથી; (1) રક્ષિત વનમાં કોઈ વૃક્ષ કે કોઈ વર્ગના વૃક્ષોને અનામત જાહેર કરી શકે છે.
(2) તે વનનો કોઈ ભાગ બંધ કરી શકે છે.
સય સરકાર પીતાને યોગ્ય લાગે તે પાણે વાતા મા પાણી જાહેરનામામ નિર્દિષ્ટ વનની કોઈ ભાગ બંધ કરી છે. આવા કરેલા ખાનગી ઘેટ અવિમારી હોય તો તે ખવિકારી તે મુદત સુધી સ્થગિત રહે 3. પરંતુ વાજપાયી કરેલા ભાગ ઉપરન સ્વામિત થયેલા અવિકારી ભોગવવા માટે વનની બાકીની ભાગ પૂરતી તથા વાજબી રીતે અનુકૂળ વિસ્તારમાં
હોવો જરૂરી છે. (3) તે વનમાં કેટલાંક કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.
રાજ્ય સરકાર એવા વનમાં ખાણ ખોદી, પથ્થર કાઢવાની કે ચૂના પકાવવાની કે કોલસા પાડવાની ! કોઈ વનપેદાશ એકઠી કરવાની કે તેની પર કોઈ પ્રક્રિયા કરવાની કે તેને બહાર લઈ જવાની અને બાવા વનની જમીનમાં ખેતી કરવા માટે કે મકાન બાંધવા માટે કે હોર બાંધવા માટે કે બીજા કોઈ હેતુ માટે ખોદકામ કરવાની કે તેને સારું કાંઈ કરવાની મનાઈ ફરમાવી શકે છે.
રાજ્ય સરકારે કલમ 30 હેઠળ સરકારી ગેઝેટમાં જાહેર કરેલા આવા જાહેરનામાની લોકોને જાણ થાય તે માટે કલેક્ટરે તે જાહેરનામું સ્થાનિક લોકભાષામાં ભાષાંતર કરી તે ભાષાંતર જાહેરનામામાં જણાવેલા વનની આસપાસના દરેક નગર તેમજ ગામમાં સહેલાઈથી દેખાઈ આવે તેવી જગ્યાએ લગાડવું જોઈએ.
રક્ષિત વનો માટે નિયમો બનાવવાની સત્તા
રાજ્ય સરકાર કલમ 29 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી કોઈ વનભૂમિ કે પડતર જમીનને રક્ષિત વન જાહેર કરી શકે છે. તેમજ કલમ ૩૦ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી રક્ષિત વનનાં કેટલાંક વૃક્ષો કે કોઈ વર્ગનાં વૃક્ષોને અનામત જાહેર કરી શકે છે. તો રક્ષિત વનના કેટલાક ભાગને બંધ કરી શકે છે. તેમજ કેટલાંક કાર્યો પર પ્રતિબંધ મૂકી શકે છે. એ જ રીતે, રાજ્ય સરકારને કલમ 32 હેઠળ, રક્ષિત વનો માટે નિયમો બનાવવાની સત્તા છે. જે મુજબ રાજ્ય સરકાર નીચેની બાબતો માટે નિયમો બનાવી શકે છે :
(1) રક્ષિત વનમાંથી વૃક્ષો તથા ઈમારતી લાકડું કાપવા, વહેરવા, રૂપાંતરિત કરવા અને બહાર લઈ જવા માટે તેમજ વનપેદાશ ભેગી કરવા, તેમાંથી કંઈક બનાવવા અને તેને રક્ષિત વનમાંથી બહાર લઈ જવા બાબત. (2) રક્ષિત વનોની નજીકનાં શહેરો અને ગામના રહેવાસીઓને તેમના પોતાના ઉપયોગ માટે
રક્ષિત વનના વૃક્ષો, ઈમારતી લાકડું કે બીજી કોઈ વનપેદાશ લેવા માટે પરવાનો આપવા
બાબત અને એ વ્યક્તિઓએ તે પરવાનો રજૂ કરવા બાબત તેમજ પરત કરવા બાબત.
(3) વેપારના હેતુ માટે રક્ષિત વનમાંથી વૃક્ષો કે ઈમારતી લાકડું કાપવા માટે કે બીજી વનપેદાશ પાડવા માટે અને બહાર લઈ જવા માટે પરવાનો આપવા બાબત અને એ વ્યક્તિઓને તે પરવાનો રજૂ કરવા બાબત તેમજ પરત કરવા બાબત.
(4) ઉપર જણાવેલી વ્યક્તિઓએ, વૃક્ષો કાપવા માટે તેમજ ઈમારતી લાકડું અને અન્ય વનપેદાશો ભેગી કરવા તેમજ બહાર લઈ જવાની પરવાનગી માટે ભરવાની હોય તે રકમો.
(5) આવાં વૃક્ષો, ઈમારતી લાકડું અને પેદાશ માટે, જો તેમણે ભરવાપાત્ર થતી હોય તેવી બીજી રકમો અને તે રકમો ભરવાનું સ્થળ.
(6) તે વનમાંથી બહાર લઈ જવાની વનપેદાશોની તપાસ કરવા બાબત. (7) આવા વનમાં ખેતી માટે કે બીજા કોઈ હેતુ માટે જમીન સારુ કરવા કે ખોદવા બાબત.
(8) આવા વનોમાં પડેલા ઈમારતી લાકડાં તથા કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલાં વૃક્ષોનું આગથી રક્ષણ કરવા બાબત.
(9) આવા વનોમાં થતું ઘાસ કાપવા બાબત અને ત્યાં ઢોર ચરાવવા બાબત.
(10) આવા વનોમાં શિકાર કરવા, ગોળી ચલાવવા, માછલાં પકડવા, પાણી ઝેરી બનાવવા તથા છટકા ગોઠવવા કે જાળ પાથરવા બાબત અને જ્યાં હાથીઓની જાળવણી બાબતનો અધિનિયમ, 1879 અમલમાં ન હોય તે વિસ્તારના વનમાં હાથી મારવા કે પકડવા બાબત.
(11) કલમ 30 હેઠળ બંધ કરેલા વનના કોઈ ભાગના રક્ષણ અને વ્યવસ્થા બાબત.
(12) કલમ 29માં દર્શાવેલ અધિકારોના ભોગવટા બાબત.
જ્યારે મજુરીની અછતને ભરણી રક્ષિત વનમાં વૃથી આપવા માટેમાં કારની મુદન લંબાવી આપવામાં આવી હોય. અને જો લાયન નિગમે વૃક્ષોના પુરુપા નાણાં લઈ લીધા હોય તો, મુદત વધારવાની અરજાની અસ્વીકાર કરવી એ ગેરવાજબી ગ
પ્રતિબંધિત કાર્યો માટે શિક્ષા
રાજ્ય સરકારે જજ્યારે કોઈ વનજમીન કે પડતર જમીનને કલમ 29 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરી રશ્ચિત વન તરીકે જાહેર કરી હોય અને તે ક્ષિત વન માટે કલમ 32 અન્વય નિયમો બનાવ્યા હોય તેમજ કલમ 30 મુજબ રક્ષિત વનમાંના કોઈ વૃક્ષ કે વૃક્ષોના સમૂહને અનામત જાહેર કર્યા હોય, તો તેનું કોઈ વ્યક્તિ ઉબાન કરે તો તેને માટે શિક્ષાની જોગવાઈ કલમ ૩૩માં કરેલ છે જે મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ-
(1) કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલ કોઈ વૃક્ષ પાડે, તેના પર ગોળ કાપા પાડે, તેની ડાળીઓ કાપે, તેમાં કાણાં પાડે, અથવા તેને બાળે અથવા તેની છાલ ઉતારે કે તેના પાંદડા તોડી નાંખે કે કોઈ બીજી રીતે તેને નુકશાન પહોંચાડે,
(2) soil 30 હેઠળ લાદેલા પ્રતિબંધ વિરુદ્ધ કોઈ ખાણ ખોદી પથ્થર કાઢે, ચૂનો પડાવે, કોલસો પાડે, કે કોઈ વનપેદાશ તેના પર ઉત્પાદન પ્રક્રિયા કરવા ભેગી કરે અથવા વનમાંથી બહાર લઈ જાય
(3) કલમ ૩૦ હેઠળ લાટેલા પ્રતિબંધ વિરુદ્ધ કોઈ રક્ષિત વનમાંની કોઈ જમીનને ખેતી કરવા માટે કે બીજા કોઈ હેતુ માટે કાંઈ કરે કે ખોદે.
(4) એવા વનને આગ લગાડે અથવા કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલા કોઈ ઊભેલા, પડી ગયેલા કે પાડેલા વૃક્ષને કે આવા વનના કોઈ બંધ કરેલા ભાગ સુધી આગ ફેલાય નહીં તે માટે તમામ વાજબી સાવચેતી રાખ્યા વિના અગ્નિ સળગાવે;
(5) પીતે સળગાવેલો અગ્નિ એવા કોઈ વૃક્ષ અથવા વનના બંધ કરેલા ભાગ નજીક સળગતી છોડી જાય,
(6) કલમ 30 હેઠળ અનામત જાહેર કરેલ વૃક્ષને નુકસાન થાય તે રીતે બીજું કોઈ વૃક્ષ પાડે અથવા ઈમારતી લાકડું ઘસડી જાય;
(7) એવા કોઈ વૃક્ષને ઢોર દ્વારા નુકસાન થવા દે. (8) કલમ 32 હેઠળ બનાવેલા કોઈ પણ નિયમનો ભંગ કરે, તો તે વ્યક્તિને છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની સજા અથવા બંને થઈ શકે છે.
જ્યારે રક્ષિત વનમાં જાણીબુઝીને કે ગંભીર બેદરકારીથી આગ લગાડવામાં આવી હોય ત્યારે, આ કલમ હેઠળ કોઈ શિક્ષા થઈ હોય તો પણ રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલી મુદત માટે, તે વનમાં અથવા તેના કોઈ ભાગમાં, ઢોર ચરાવવાના અથવા વનપેદાશના કોઈ અધિકારના ભોગવટા સ્થગિત કરી શકે છે.
પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ વન અધિકારીની લેખિત પરવાનગીથી અથવા કલમ 32 અન્વયે બનાવેલા
નિયમોની જોગવાઈ મુજબ અથવા કલમ 29 અન્વયે મંજૂર થયેલા હક રૂએ કોઈ કૃત્ય કર્યું હોય તો તે
શિક્ષાપાત્ર ન બને તેમજ કલમ 30 અન્વયે બંધ કરાયેલ ભાગ સિવાયના વનના બીજા કોઈ ભાગમાં અથવા
કલમ 33 અન્વયે સ્થગિત ન કરાયેલ અધિકારની રૂએ જો કોઈ કૃત્ય કર્યું હોય તો તે પણ શિક્ષાપાત્ર ન બને. કોઈ પણ વ્યક્તિ કલમ 33 હેઠળ શિક્ષાપાત્ર ત્યારે જ બને જ્યારે રાજ્ય સરકારે સરકારી ગેઝેટમાં કલમ 29 અને 30 હેઠળનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોય.
વળી કલમ 33 મુજબની જવાબદારી વ્યક્તિએ પોતે કરેલા ગુના માટે જ ઊભી થાય. આવી જવાબદારી પ્રતિનિધિજન્ય સિદ્ધાંતથી ઉદ્દભવી ન શકે.
જ્યારે કલમ 30 (એ) હેઠળના જાહેરનામામાં કઈ તારીખથી વૃક્ષો અનામત ગણાશે એ જણાવ્યું ન હોય, તો યોગ્ય નથી અને તેવા વૃક્ષો કાપવા માટે કલમ ૩૩ હેઠળની સજા ગેરકાયદેસર ગણાય.
કલમ 30 હેઠળનું જાહેરનામું ફક્ત સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તે પૂરતું નથી. કલમ 31ની જોગવાઈ મુજબ તેની પ્રસિદ્ધિ જરૂરી છે.
વન પેદાશની વ્યાખ્યા આપી, વનપેદાશની તરકુર પર નિયંત્રણ, લાકડા તેમજ બીજી વનપેદાશના હેરફેર પર નિયંત્રણ બાબત ભારતીય વન અધિનિયમની જોગવાઈઓ
વનપેદાશ (Forest Produce):
નીચેની વસ્તુઓનો વનપેદાશમાં સમાવેશ થાય છે : (એ) ઈમારતી લાકડું. લાકડાનો કોલસો, કંચુક (કાચુ રબર) ના ઉવ વ્યાપાદ એલ રાળ, કુદરતી
વાર્નિશ, ઝાડની છાલ, લાખ, મહુડાના ફૂલી, મહુડાના બી, કવચ, સીંદરાના પાન, તમરુના
પાન, સર્પગંધા, કાચો ગુંદર, હરડે, રોશા ધારા. આ વસ્તુઓ વનમાંથી મેળવવામાં આવી
હોય અથવા લાવવામાં આવી હોય કે નહીં. તો પણ વનપેદાશ કહેવાય છે. (બી) જ્યારે નીચેની વસ્તુઓ વનમાંથી મેળવવામાં આવી હોય અથવા લાવવામાં આવી હોય તો જ વનપેદાશ કહેવાય છે.
(1) ઝાડ અને પાંદડાંઓ, ફળો અને ફૂલો અને અહીં આગળ ન જણાવેલ હોય એવા ઝાડના કોઈ ભાગો અથવા ઝાડની પેદાશો:
(2) ઝાડ ન હોય તેવા કોઈ પણ છોડો (ઘાસ, વેલીઓ, બરૂ અને લીલ સહિતના) તેમજ તેમના કોઈ ભાગો કે તેમની પેદાશો;
(3) જંગલી પ્રાણીઓ અને તેમના ચામડાં, દંતશૂળ (હાથીદાંત), શીંગડા, હાડકાં, રેશમ, રેશમના કીડાનો કોશેટો, મધ, મીણ અને પ્રાણીના શરીરના બીજા ભાગો અથવા તેની પેદાશો:
(4) પીટ (ભેજવાળી જમીનમાં વનસ્પતિ કોહવાઈને સખત બનેલું ઉપલું પડ), સપાટી ઉપરની માટી. ખડક અને (ચૂનાના પથ્થર, છારૂ, ખનિજ તેલ અને ખાણની તથા પથ્થરની ખાણની તમામ પેદાશ સહિત)
ખનિજ પદાર્થો.
વનપેદાશની વ્યાખ્યાને બે ભાગમાં વહેંચી દેવામાં આવેલ છે.
પહેલા ભાગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલ છે કે જે તેના વિશિષ્ટ સ્વરૂપને કારણે વનની પેદાશ ગણાય, પછી ભલે તે વનમાંથી મેળવવામાં આવી હોય કે નહિ અથવા વનમાંથી લાવવામાં આવી હોય કે નહિ.
વિભાગ બેની વસ્તુઓ જો વનમાંથી લાવવામાં આવી હોય, કે વનમાંથી મેળવવામાં આવી હોય તો જ વનની પેદાશ ગણાય. આ વ્યાખ્યા સંપૂર્ણ નથી, કોઈ પણ વસ્તુ કે જે સામાન્ય રીતે વનમાંથી મળે તેને વનપેદાશ કહેવાય.
અહીં વ્યાખ્યામાં વાપરેલ શબ્દ "વનમાંથી મેળવવામાં કે પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તે" - તો તેનો અર્થ તે વસ્તુ વનમાંથી કોઈ વ્યક્તિએ શોધી કાઢી હોય એવો નથી થતો. પરંતુ તે વસ્તુ જંગલમાં ઉગતી હોય - પેદા થતી હોય, જેમ કે ઈમારતી લાકડું, ઝાડ, ફળો, ફૂલો વગેરે માટે વપરાયો છે. વળી તે વનમાંથી લાવવામાં આવી હોય એટલે તેને વનમાંથી મેળવી પ્રાપ્ત કરી ત્યાં જ તેને લાવવામાં આવી હોવી જોઈએ. જો માછલી વનમાં આવેલા તળાવ કે પાણીના વહેળામાંથી મેળવાવમાં આવી હોય તો તે વનપેદાશ ગણાય. વળી સરકારી મિલકતમાંથી ભેગી કરેલ 'વનપેદાશ' જ વનપેદાશ ગણાય એવું નથી. ખાનગી વ્યક્તિની મિલકતમાંથી મેળવેલ વનપેદાશ પણ આ કાયદા નીચે વનપેદાશ ગણાય.
એક કેસમાં ઠરાવવામાં આવ્યું કે કાથો અને કચ (Katha and Cutch) એ જંગલનાં ઉત્પાદનો ન ગણાય.
જો કોઈ વ્યક્તિને વનમાં ઢોર ચરાવવાનો પરવાનો હોય અને તે આધારે તે ઢોર ચરાવતો હોય તો તેમનું ભેગું કરેલું છાણ વનપેદાશ ગણાતી નથી.
કલમ 2 (4) (બી) મુજબ વનમાંથી મેળવેલ અથવા વનમાંથી લાવેલ કાજુ-બદામ વનપેદાશ ગણાય નથી. વાંસ એ વનપેદાશ છે, પરંતુ વાંસની ચીપમાંથી બનાવેલ ટોપલા, મુપડા અને પલાસ વનપેદાશ એક ચુકાદા મુજબ વાંસમાંથી બનાવેલ સાદડી (Bamboo mang) વનપેદાશ છે. લાકડાનું તેલ (Wood Oil) જે ઉત્પાદન પ્રક્રિયા પારા બનાવેલ હોય તે પણ વનપેદાશ છે. કાથો પણ વનપેદાશ છે.
વનવિસ્તારમાં હોરને ચરાવવાનો પરવાનો હોય તો તે હોરનું વનવિસ્તારમાં પડેલું છાણ આ વ્યાખ્યાના
અર્થમાં વનપેદાશ ને ગણાય. વન એ રાષ્ટ્રીય સંપત્તિ છે. ઈમારતી લાકડાં તેમજ વનપેદાશ પણ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે. તેથી તેની હેરફેર પર જકાત લાદવાની સત્તા સરકારને છે.
ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ ઉપર જકાત લાદવાની સત્તા
ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ ઉપર જકાત લાદવાની કેન્દ્ર સરકારને સત્તા છે. જેની જોગવાઈ કલમ 39માં કરવામાં આવેલ છે. જે મુજબ, કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી જાહેરનામામાં નિર્દિષ્ટ રીતે, જણાવેલા સ્થળે અને તેમાં નિયત કરેલા દરે
(1) આ કાયદો જ્યાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં પેદા થયેલા અને જેની ઉપર સરકારનો કોઈ અધિકાર હોય તેવા;
(2) આ કાયદો જ્યાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં બહારથી લાવવામાં આવેલ હોય તેવા તમામ ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશ ઉપર જકાત લાદી શકે છે. કેન્દ્ર સરકાર આવી જકાત જો કિંમત પ્રમાણે લેવાનું ઠરાવે તો. તે વખતે કેન્દ્ર સરકાર જાહેરનામામાં જકાત નક્કી કરવા માટે તેની કિંમત નક્કી કરી શકે છે.
જ્યારે આ કાયદો કોઈ વિસ્તારમાં અમલમાં આવે, તે વખતે તે વિસ્તારની રાજ્ય સરકારની સત્તાને આધીન રહીને ઈમારતી લાકડાં ઉપર અથવા બીજી કોઈ વનપેદાશ ઉપર જકાત લેવામાં આવતી હોય. તો તે તમામ જકાત આ કાયદાની જોગવાઈઓ મુજબ જ યોગ્ય રીતે લેવામાં આવતી હતી અને લેવામાં આવી રહી છે એમ મનાય છે.
આ કલમમાં ગમે તે જોગવાઈ હોય તે છતાં, જ્યાં સુધી સંસદમાં વિરુદ્ધની જોગવાઈ પસાર ન થાય ત્યાં સુધી, બંધારણના આરંભ પહેલાં રાજ્ય સરકાર આ કલમ તે સમયે જે રીતે અમલમાં હતી. તે મુજબ
કાયદેસર રીતે જે જકાત લેતી હતી તે લેવાનું ચાલુ રાખી શકે છે. પરંતુ રાજ્યના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ તેમજ રાજ્ય બહારના પ્રદેશોની તેના જેવી જ પેદાશ, એ બે વચ્ચે રાજ્યની પેદાશની તરફેણમાં ભેદભાવ કરતો અથવા રાજ્યની બહારના પ્રદેશોના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશની બાબતમાં, એક પ્રદેશના ઈમારતી લાકડાં અને બીજી વનપેદાશ અને બીજા પ્રદેશના તેના જેવા જ ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ વચ્ચે ભેદભાવ ભરેલો જકાત લેવાનો અધિકાર આ પેટાકલમની જોગવાઈથી મળતો નથી.
વનપેદાશની હેરફેરના નિયમન માટે નિયમો કરવાની સત્તા
ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની જમીનમાર્ગે અથવા તો જળમાર્ગે હેરફેર કરી શકાય છે. નદીઓ તથા તેમના કાંઠાનું તેમજ માર્ગોનું નિયંત્રણ રાજ્ય સરકારમાં સ્થાપિત થયેલ હોય છે. તેથી રાજ્ય સરકાર જમીનમાર્ગે કે જળમાર્ગે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશોની હેરફેર કરવા માટે નિયમો બનાવી શકે છે. રાજ્ય સરકાર પૂર્વવર્તી સત્તાની વ્યાપકતાને અવરોધ્યા વિના નીચે મુજબના નિયમો બનાવી શકે છે.
(1) ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશની રાજ્યમાં બહારથી આયાત માટે કે રાજ્યમાંથી બહાર નિકાસ માટે કે રાજ્યમાં અંદર હેરફેર કરવા માટેના માર્ગો નિર્દિષ્ટ કરી શકે છે.
(2) રજાચિઠ્ઠી આપવાનો યોગ્ય રીતે અધિકાર ધરાવતા અધિકારીની રજાચિઠ્ઠી લઈને જ તેમજ તેવી રજાચિઠ્ઠીની શરતો મુજબ જ ઈમારતી લાકડાં કે વનપેદાશની આયાત, નિકાસ કે અંદર હેરફેર કરી શકાય એમ ઠરાવી શકે.
(3) આવી રજાચિટ્ટી આપવા. રજૂ કરવા તથા પરત કરવા બાબત તેમજ એવી રજાચિઠ્ઠી મેળવવા માટે ભરવાની કીની રકમ બાબત જોગવાઈ કરી શકે.
(4) જેની ઉંમત તરીકે અથવા તેના ઉપરના કોઈ કર. કી. રોયલ્ટી કે લાગત તરીકે મરકારને નાણાં ભરવાનું હોવાનું માનવાને કારણ હોય. તે ઈમારતી લાકડા કે બીજી વનપેદાશ અથવા આ(થરાના હેતુઓ માટે જેના પર નિશાની કરવી યોગ્ય હોય્ ને ઈમારતી લાકડા ! બીજી વનપેદાશને લઈ જવાતી અટકાવવા, તેનો રીપોર્ટ કરવા કે તેને તપાસવા કે તેની ઉપર નિશાની કરવા અંગે નિયમો બનાવી શકે છે.
(5) એવા ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ તપાસવાનો તેના પર એવાં નાણાં લેવાનો કે તેના પર નિશાનીઓ કરાવવાની જેને સત્તા છે, તેવી વ્યક્તિએ તે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ તપાસવા, એવા નાણાં ભરવા કે તેના પર નિશાની કરાવવા જે સ્થળે લઈ જવી જોઈએ તે ડિપીની સ્થાપના કરવા અંગે તેમજ તેના સંચાલન માટે નિયમો કરી શકે છે. વળી આવા ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશને ડિપોમાં લઈ જવાની, તેનો સંગ્રહ કરવાની કે ત્યાંથી ખસેડવા માટેની શરતો નક્કી કરી શકે છે. (6) ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશની હેરફેર માટે વપરાતો નદીનો માર્ગ કે કાંઠો બંધ કરવા ઉપર અથવા તેમાં અવરોધ ઊભો કરવા ઉપર અને એવી નદીમાં ઘાસ, ઝાંખર, ડાળીઓ કે પાંદડા નાંખવા ઉપર અથવા એવી નદીને બંધ કરે અથવા તેમાં અવરોધ ઊભો કરે એવાકોઈ કાર્ય પર પ્રતિબંધ મૂકી શકે છે. (7) એવી નદીના માર્ગમાં કે કાંઠામાં થતો અવરોધ અટકાવવા કે તેને દૂર કરવા અંગેની જોગવાઈઓ કરી શકે છે. વળી જેના કાર્ય કે બેદરકારીને કારણે એવો અવરોધ અટકાવવા કે દૂર કરવાની જરૂર પડી હોય. તે વ્યક્તિ પાસેથી તે અવરોધ અટકાવવા કે દૂર કરવા થયેલો ખર્ચ વસૂલ કરવા અંગેની જોગવાઈ કરી શકે છે.
(8) નિર્દિષ્ટ કરેલી સ્થાનિક હદમાં લાકડાં વહેરવા માટે ખાડા પાડવાની, ઈમારતી લાકડાનું રૂપાંત કરવાની, કાપવાની, બાળવાની, સંતાડવાની કે તેની ઉપર નિશાની પાડવાની, તેની ઉપરની કોઈ નિશાની બદલવાની કે ભૂંસી નાખવાની અથવા ઈમારતી લાકડાં ઉપર નિશાની પાડવા માટેના હથોડા કે બીજા સાધનો રાખવાની કે સાથે લઈ જવાની સંપૂર્ણ મનાઈ કરી શકાશે અથવા તે અંગેની શરતો મૂકી શકાશે.
(9) ઈમારતી લાકડાં માટે માલિકી-ચિહ્નોના ઉપયોગનું અને આવા ચિહ્નોની નોંધણીનું નિયમન કરવા અંગેના નિયમો બનાવી શકે છે. વળી આવી નોંધણીની કાયદેસરતાની સમયમર્યાદા, તેમજ નોંધણી માટેની ફી નક્કી કરી શકે છે. વળી એક જ વ્યક્તિ કેટલી સંખ્યાના માલિકી ચિહ્નો નોંધાવી શકે તેની મર્યાદા નક્કી કરી શકે છે.
(10) આ રીતે બનાવેલો કોઈ નિયમ કોઈ નિર્દિષ્ટ કરેલી જાતના ઈમારતી લાકડાંને અથવા બીજી કોઈ વનપેદાશને કે નિર્દિષ્ટ સ્થાનિક વિસ્તારમાં લાગુ પડશે નહીં એવું પણ રાજ્ય સરકાર ઠરાવી શકે છે.
આ રીતે રાજ્ય સરકાર ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની પોતાના રાજ્યમાં હેરફેર માટે તેમજ પોતાના રાજ્યમાં આયાત માટે કે રાજ્યમાંથી નિકાસ માટે નિયમો બનાવી શકે છે. તે જ રીતે કેન્દ્ર સરકારને પણ નિયમો બનાવવાની સત્તા છે.
કેન્દ્ર સરકાર પોતે ઠરાવે તે પ્રમાણેની જકાત સરહદ પાર કરીને, ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ.
આ કાયદો લાગુ પડતો હોય તેવા પ્રદેશોમાં અથવા તેવા પ્રદેશોમાંથી આયાત કરવા કે નિકાસ કરવા અથવા તેની અંદર હેરફેર કરવાના માર્ગો, કેન્દ્ર સરકાર નિયમો બનાવી નિયત કરી શકે છે. કેન્દ્ર સરકારે આ રીતે કરેલા નિયમ રાજ્ય સરકારે કરેલા નિયમની ઉપર રહેશે. એટલે કે કલમ 41 હેઠળ રાજ્ય સરકારે બનાવેલ નિયમોનો અમલ, કેન્દ્ર સરકારે કરેલા નિયમોને આધીન રહીને થઈ શકે.
એક કેસમાં જમીન વન અનામત તરીકે જાહેર કરવામાં આવેલ ન હતી. પરંતુ ક. 20 હેઠળ તે બાબત વિચારણા હેઠળ હતી. આ કેસમાં હેરફેર ફ્રી (transit fee) વસૂલ કરી શકાય કે કેમ તે પ્રશ્ન હતો. આ કેસમાં ઠરાવાયું કે જમીન અનામત વન જાહેર કરાયેલ ન હોવાથી હેરફેર ફી વસૂલ કરી શકાય નહીં.
એક કેસમાં એવું કલવાયું છે કે જયારે કોઈ વ્યક્તિ antiદાશ બહારથી લાગેલ હોય એવું ગિલ અને પુરાતાથી સાબિત કરી આપે ન આપવાની ના ન પાડી શકાય. તેને તે રાજ્યમાંથી બહાર લાઈ જવા માટેની પરવાનગી (Yame Perma)
ખાનગી વનની વનપેદાશની હેરફેર માટે પણ પરવાનો (રજાપેિઢી) હોવી કોઈર એવો નિયમ બનાવી શકાય. આવા નિયમીને કારણે વ્યક્તિના બંધારણીય અધિકાર ઉપર ઊરવાજબી પ્રતિબંધ આવો નથી કે તેને હાનિ થતી નથી. આવા નિયમો લોકોના હિત માટે જરૂરી છે.
નિયમોના ભંગ બદલ શિક્ષા
રાજ્ય સરકાર ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની હેરફેર માટે નિયમો બનાવી શકે છે. રાજ્ય સરકારે પીતે બનાવેલા આવા કલમ 41 હેઠળના નિયમોના ઉલ્લંઘ માટે છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા બંને શિક્ષા નક્કી કરી શકે છે.
વળી જો આવો કોઈ ગુનો સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી કરવામાં આવ્યો હોય અથવા કાયદેસરના સત્તાધિકારીનો સામનો કરવાની તૈયારી કર્યા પછી કરવામાં આવ્યો હોય અથવા ગુનેગાર તેવા જ ગુના માટે અગાઉ પણ દોષિત ઠર્યો હોય ત્યારે, ઉપર જણાવેલ શિક્ષા કરતાં બમણી શિક્ષા કરવાની જોગવાઈ કરી શકે છે.
વનપેદાશને થયેલ નુકસાન બાબત
જ્યારે કોઈ ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશ આ કાયદાની કલમ 41 હેઠળ બનાવેલા નિયમો પૈકીના કોઈ નિયમ મુજબ સ્થપાયેલ ડિપોમાં હોય ત્યારે અથવા આ કાયદાના હેતુઓ માટે બીજા કોઈક સ્થળે રોકી રાખેલ હોય ત્યારે, તે ઈમારતી લાકડાં કે બીજી વનપેદાશને થયેલ કોઈ હાનિ કે નુકસાન માટે સરકાર જવાબદાર રહેશે નહીં. વળી વન અધિકારી પણ જવાબદાર રહેશે નહીં, પરંતુ જો વન અધિકારીની ઉપેક્ષાથી કે તેણે દ્વેષપૂર્વક કે કપટથી હાનિ કે નુકસાન પહોંચાડેલ હોય તો તે જવાબદાર બનશે.
આ કાયદાની કલમ 41 હેઠળ કરાયેલા નિયમો પૈકીના કોઈ નિયમ મુજબ સ્થપાયેલ ડિપોમાંની કોઈ મિલકત જોખમમાં મૂકાય એવો કોઈ અકસ્માત થાય કે આફત આવે, ત્યારે એવું જોખમ ટાળવા માટે અથવા તેવી મિલકતને નુકસાન કે હાનિથી બચાવવા માટે કોઈ વનઅધિકારી અથવા કોઈ પોલીસ ઑફિસર મદદ માંગે, ત્યારે તે ડિપોમાં, સરકારે કે ખાનગી વ્યક્તિએ કામ કરવા રાખેલ દરેક વ્યક્તિએ, તેને મદદ કરવી જોઈએ.
ઈમારતી લાકડાની માહિતી
તણાઈ આવેલા તથા વેરવિખેર થયેલ ઈમારતી લાકડાં ભેગા કરવા અંગેની જોગવાઈઓ
સામાન્ય રીતે અનામત વનમાંના ઈમારતી લાકડાં તથા બીજી વનપેદાશની માલિકી સરકારની ગણાય છે. કેટલીકવાર ડિપોમાં રાખેલા ઈમારતી લાકડાં કે જળમાર્ગ દ્વારા વહન માટે લઈ જતાં સરકારી માલિકીના કે ખાનગી વ્યક્તિની માલિકીના ઈમારતી લાકડાં કોઈ અકસ્માત કે તોફાનને કારણે કે કોઈ અન્ય અણધાર્યા કારણને લીધે ક્યાંક ફેંકાઈ જાય છે તે તણાઈ જાય છે તો તેવે વખતે તેની માલિકી નક્કી કરવી જરૂરી બને છે.
ઈમારતી લાકડાની માલિકી
(1) તણાઈ આવેલા, કાંઠા ઉપર ફેંકાઈ આવેલા, વેરવિખેર થઈ ગયેલા અથવા તળિયે બેસી ગયેલા હોય તેવા તમામ ઈમારતી લાકડા;
(2) કલમ 41 હેહન કરાયેલા નિયમ મુજબ, જેની નોંઘણી બીજા કારણે બદલાઈ ચન્દો ધરાવના અવાય કેશા ઉપરથી વિભે અગ્નિને કારણે કે કોઈ બીજા કારણે બદલાઈ ગયેલ બેથ કે અગડતો ગયેલ હોય કે ભૂંસાઈ ગયેલ હોય તેવા તમામ લાકડી કે ઈમારતી લાકડા અને કે (૩) સજયી સરકાર સૂચના આપે તે વિસ્તારમાં આવેલા ચિહ્ન વિનાના તમામ લાકડા તથા
ઈમારતી લાકડાં. આ કાયદામાં જોગવાઈ કર્યા પ્રમાણે. તેમની ઉપર કોઈ વ્યક્તિ પોતાનો હક તથા ઈલાખો (માલિકી) સાબિત ન કરે ત્યાં સુધી સરકારની મિલકત હોવાનું ગણાશે.
આવા ઈમારતી લાકડાં વનઅધિકારી અથવા આ કાયદાની કલમ કા હેઠળ બનાવેલા નિયમો મુજબ,
તેવા લાકડા ભેગાં કરવાનો જેને હકક હોય તેવી અન્ય વ્યક્તિ, તેવા ઈમારતી લાકડાં ભેગા કરે છે. આવા ભેગા કરેલા ઈમારતી લાકડા, વન અધિકારીએ તણાઈ આવેલા ઈમારતી લાકડાં ભરવા માટે જે ડિપો નક્કો કર્યો હોય તેમાં લઈ જવામાં આવે છે. (ક. 45) આવા ભેગા કરેલા ઈમારતી લાકડાંના માલિકને શોધી કાઢવા માટે. વન અધિકારી વખતોવખત જાહેર નોટિસ આપે છે. જેમાં ઈમારતી લાકડાનું વર્ણન દર્શાવે છે તેમજ તે નોટિસની તારીખથી બે મહિનાથી ઓછી નહિ તેટલી નિર્દિષ્ટ મુદત દર્શાવે છે. આવી નિર્દિષ્ટ મુદતમાં તે ઈમારતી લાકડાં માટે હક્કદાર વ્યક્તિએ
તે વન અધિકારી સમક્ષ પોતાના હક્ક અંગે લેખિત રજૂઆત કરવાની હોય છે. (ક. 46)
જ્યારે કોઈ વ્યક્તિ આવી માંગણી કરતી રજૂઆત કરે છે ત્યારે વન અધિકારી પોતાને યોગ્ય લાગે તે તપાસ કરે છે પછી તે અંગેનાં કારણોની નોંધ કરી માંગણી મંજૂર કે નામંજૂર કરે છે. જો તે માંગણી મંજૂર કરે તો તે, ઈમારતી લાકડાં માંગણી કરનારને સોંપી દે છે. જ્યારે આવા ઈમારતી લાકડાં માટે એકથી વધુ વ્યક્તિઓ માંગણી કરે ત્યારે, વન અધિકારી –
(1) તેઓ પૈકી જે વ્યક્તિનો તે ઈમારતી લાકડાં પર હક્ક હોવાનું તેને લાગે તેને સોંપી દે અથવા દઈ શકે છે, અથવા
(2) માંગણી કરનારાઓને દીવાની કોર્ટમાં જઈ તે ઈમારતી લાકડાંનો માલિકીહક્ક નક્કી કરાવી આવવા જણાવી શકે છે અને જ્યાં સુધી કોર્ટનો હુકમ ન આવે ત્યાં સુધી તે ઈમારતી લાકડાં પોતાની પાસે રાખી મૂકી શકે છે.
જ્યારે કોઈ વ્યક્તિએ ઈમારતી લાકડાની માંગણી કરતી રજૂઆત કરી હોય. પણ તેની માંગણી જો નામંજૂર કરવામાં આવી હોય તો, તેવી વ્યક્તિ, પોતે માંગણી કરેલા ઈમારતી લાકડાંનો કબજો મેળવવા માટે, એવી નામંજૂરીની તારીખથી ત્રણ મહિનાની અંદર દાવો માંડી શકે છે.
પરંતુ આવી નામંજૂરીને કારણે અથવા ઈમારતી લાકડાં રોકી રાખ્યા હોવાને કારણે કે ખસેડવાને કારણે અથવા આ કલમ હેઠળ અન્ય કોઈ વ્યક્તિને સોપવાને કારણે સરકાર અથવા વન અધિકારી પાસેથી કોઈ પણ વ્યક્તિ, કંઈ પણ વળતર કે ખર્ચ વસૂલ કરી શકતી નથી. આ કલમની જોગવાઈ મુજબ, જ્યાં સુધી ઈમારતી લાકડાં સોંપી દેવામાં ન આવે અથવા તેને માટે દાવો માંડવામાં ન આવે ત્યાં સુધી એ લાકડાંને કોઈ દીવાની, ફોજદારી કે મહેસૂલી કોર્ટનો કાર્યવાહી હુકમ લાગુ પડતો નથી. (ક. 47)
જ્યારે કલમ 45 હેઠળ ભેગા કરેલા લાકડાં અંગે વખતોવખત જાહેર નોટિસ આપવા છતાં,
(1) કોઈ દ્વારા માંગણી ન કરવામાં આવે; અથવા
(2) કલમ 46 હેઠળ કાઢેલ જાહેર નોટિસમાં જણાવેલ રીતે તેમજ તેમાં નિર્દિષ્ટ કરેલ મુદતમાં હક્કદાર પોતાની માંગણી રજૂ ન કરે; અથવા
(3) તેણે માંગણી કરી હોય, પરંતુ વન અધિકારીએ તે નામંજૂર કરી હોય અને કલમ 47થી નક્કી કરેલ વધારાની મુદતમાં આવા ઈમારતી લાકડાંનો કબજો મેળવવા માટે હક્ક દાવો ન કરે;
ત્યારે એવા ઈમારતી લાકડાંની માલિકી સરકારમાં સ્થાપિત થશે અથવા જો આવા ઈમારતી લાકડાં, કલમ 47 હેઠળ અન્ય વ્યક્તિને સોંપવામાં આવ્યા હોય. તો પોતે ઊભા ન કરેલા તમામ બોજાથી મુક્ત રીતે તે અન્ય વ્યક્તિને તેની માલિકી પ્રાપ્ત થશે. (ક. 48)
જ્યારે આ કાયદાની કલમ 15 હેઠળ, કોઈ ઈમારતી લાકડાં ભેગા કરવામાં આવ્યા હોય, તો તેવા ઈમારતી લાકડાને કોઈ હાનિ કે નુકસાન થયું હોય તો તે માટે સરકાર કે કોઈ વન અધિકારી જવાબદાર બનતા નથી. પરંતુ જો કોઈ વન અધિકારીની બેદરકારી, દ્વેષ કે કપટથી તે ઈમારતી લાકડાને બાનિ કે નુકસાન પહોંચ્યું હોય તો, તે માટે તે વન અધિકારી જવાબદાર બને છે. (ક. 49)
આવી રીતે ઈમારતી લાકડાં મેળવનારે તે મેળવવા માટે જેટલી રકમ ભરપાઈ કરવાનું ઠરાવેલું હોય. તેટલી રકમ ભરપાઈ કરવી પડે છે. પછી જ તેને ઈમારતી લાકડાનો કબજો મળે છે.
વન અધિકારી
વન અધિકારીની સત્તાઓ અને અસમર્થતાઓ
રાજ્ય સરકારે અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલા અધિકારીએ, આ કાયદાના બધા જ અથવા કોઈ પણ એક હેતુ પાર પાડવા માટે અથવા આ કાયદા નીચે કે તે નીચે બનાવેલ નિયમો મુજબ જે કરવું હોય
તે કરવા માટે નીમેલ વ્યક્તિને વન અધિકારી કહેવામાં આવે છે. તમામ વન અધિકારીઓ ભારતીય ફોજદારી ધારાની કલમ 21 મુજબ જાહેર નોકરો ગણાય છે. (कलम 73)
જાહેર નોકરોએ શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો માટે તેમની સામે દાવો થઈ શકતો નથી. વન અધિકારીઓ પણ જાહેર નોકરો હોઈ તેમણે શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો માટે તેમની સામે દાવો થઈ શકતો નથી. શુદ્ધબુદ્ધિથી કરેલાં કાર્યો એટલે પ્રમાણિકતાથી કરેલાં કાર્યો એવું જનરલ ક્લોઝીઝ એક્ટ મુજબ કહી શકાય. (કલમ 74)
વન અધિકારીની સત્તાઓ
વન, વનપેદાશના રક્ષણ માટે તેમજ વનપેદાશ અને ઈમારતી લાકડાંની હેરફેર નિયંત્રિત રાખવા તેમજ તેના પર જકાત લેવા જેવા કાર્યો કરવા વન અધિકારીને કેટલીક સત્તાઓ હોવી જરૂરી છે. તેથી આ કાયદાએ વન અધિકારીને એ માટે કેટલીક સત્તાઓ આપી છે જે મુજબ વન અધિકારીઓને નીચેની સત્તાઓ મળેલ છે.
(1) મિલકત કબજે લેવાની સત્તા (ક. 52) :
આ કાયદાની જોગવાઈ મુજબનો જો કોઈ વન અંગેનો ગુનો અથવા વનપેદાશ સંબંધી ગુનો કરવામાં આવ્યો હોવાનું માનવાને કારણ હોય ત્યારે, વન અધિકારી તેવો ગુનો કરવામાં વપરાયેલ તમામ સાધનો. હોડીઓ, ગાડા, ઢોર, વાહનો સહિત તે વનપેદાશનો કબજો લઈ શકે છે.
અહીં વન અધિકારી વન અંગેનો ગુનો કે વન પેદાશ સંબંધી ગુનામાં વપરાયેલ સાધનો કબજે લઈ શકે છે. એટલે ખરેખર હકીકતમાં વપરાયેલાં સાધનો હોય તે જ કબજે લઈ શકે છે. જો વપરાયેલા છે એવું માનતો હોય તેટલા માત્રથી સાધનો કબજે લઈ શકે નહીં.
એક કેસમાં અદાલતે ઠરાવ્યું છે કે વન અંગેનો ગુનો કરવામાં વપરાયેલાં સાધનોને જપ્ત કરવાની વન અધિકારીને સત્તા છે તો તેમાં ખરેખર વપરાયેલાં સાધનો જ તે જપ્ત કરી શકે છે. વપરાયેલા હોવાની શક્યતા હોય તેવાં નહીં.
(2) કબજે લીધેલ મિલકત મુક્ત કરવાની સત્તા (ક. 53) :
આ કાયદાની જોગવાઈ મુજબનો જે કોઈ વન અંગેનો ગુનો અથવા વનપેદાશ સંબંધી ગુનો કરવામાં આવ્યો સેવાનું માનવાને કારણ હોય ત્યારે વન અધિકારીએ તેવો ગુનો કરવામાં વપરાયેલ તમામ સાધનો સહિત તે વનપેદાશનો કબજો લીધેલ હોય ત્યારે જો તે મિલકતનો માલિક, તેવા ગુનો સાંભળવાની હકુમત પરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે માંગવામાં આવે ત્યારે, તે મિલકત રજૂ કરવાનો મુચરકો લખી આવે તો. રેન્જરના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ વન અધિકારી અથવા તેની નીચેના વન અધિકારી, તેવી કબજે લીધેલ મિલકત મુક્ત કરી શકે છે.
3) વોરંટ વગર પકડવાની સત્તા (ક. 64) : (
આ કાયદાની જોગવાઈ મુજબ એક મહિના કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર થવાય તેવા કોઈ વન અંગેના ગુનામાં સંકળાયેલ હોવાનો જે વ્યક્તિ પર શક હોય, તે વ્યક્તિને મેજિસ્ટ્રેટના હુકમ વગર વન અધિકારી પકડી શકે છે. જ્યારે આ રીતે વન અધિકારીએ કોઈની ધરપકડ કરી હોય. ત્યારે તેવી વ્યક્તિને તેણે વિનાવિલંબે આ કાયદાની જોગવાઈઓ મુજબ જો તેને મુચરકાને આધારે છોડી શકાતો હોય તો. એ ગુનો સાંભળવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ. અથવા નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ રજૂ કરવો જોઈએ. પરંતુ આ કાયદાની કલમ 30 (સી) હેઠળ જેની મનાઈ કરવામાં આવેલ હોય તે સિવાયના આ કાયદાના પ્રકરણ-4 હેઠળના કોઈ ગુનાહિત કૃત્ય માટે આ રીતે ધરપકડ કરવાનો અધિકાર આ કલમની જોગવાઈથી મળતો નથી.
(4) પકડેલ વ્યક્તિને મુચરકાને આધારે છોડવાની સત્તા (ક. 65) :
જ્યારે કોઈ વન અધિકારીએ કોઈ વ્યક્તિની કલમ 64ની જોગવાઈ મુજબ વોરંટ વગર ધરપકડ કરી હોય તો તેવી વ્યક્તિને જો તે વ્યક્તિ તેને હુકમ કરવામાં આવે તો અને ત્યારે તે ગુનો સાંભળવાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ કે સૌથી નજીકના પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી સમક્ષ હાજર રહેવાનો મુચરકો લખી આપે તો, રેન્જરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા કોઈ વન અધિકારી અથવા તેની સત્તા નીચેના અધિકારી તે પકડેલ વ્યક્તિને છોડી શકે છે.
(5) ગુનો થતો અટકાવવાની સત્તા (ક. 66) :
દરેક વન અધિકારીએ વન અંગેનો ગુનો થતો અટકાવવો જોઈએ. એ માટે તે કોઈ પણ રીતે દરમિયાનગીરી કરી શકવાની સત્તા ધરાવે છે.
(6) ગુના અંગે સમાધાન કરવાની સત્તા (ક. 68) :
આ સત્તા વન અધિકારીને રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી આપી શકે છે. જે મુજબ,
(1) જ્યારે આ કાયદાની કલમ 62 અથવા 63માં નિર્દિષ્ટ કરેલા ગુના સિવાયનો બીજો કોઈ વનસંબંધી ગુનો કર્યો હોવાનો વાજબી શક જેના પર હોય તે વ્યક્તિ પાસેથી, જે ગુનો કર્યાનો તેની ઉપર શક હોય તે ગુના બદલ વળતર તરીકે નાણાંની રકમ અથવા તે વન અધિકારીના સ્વવિવેક અનુસાર એવી નાણાંની રકમ ભરવાની લેખિત બાંયધરી સ્વીકારવાનો; અને
(2) સરકાર દ્વારા જપ્ત થવાને પાત્ર હોય તેવી કોઈ પણ મિલકત જ્યારે વન અધિકારીએ કબજે લીધેલ હોય તો, તે વન અધિકારી તેવી મિલકતની જે કિંમત ઠરાવે તે કિંમત ભરવામાં આવે ત્યારે અથવા વન અધિકારીની વિવેકબુદ્ધિ અનુસાર, તેની કિંમત ભરવાની લેખિત બાંયધરી આપવામાં આવે તો, તે મિલકત છૂટી કરવાની સત્તા વન અધિકારીને મળેલ હોય છે. જે મુજબ જ્યારે તેને નાણાં ભરપાઈ કરી આપવામાં આવે કે લેખિત બાંયધરી આપવામાં આવે ને તે જો તે સ્વીકારે તો તેણે, શકદાર વ્યક્તિને જો કસ્ટડીમાં રાખેલ હોય તો મુક્ત કરવી પડે છે. તેમજ મિલકત પણ માળા મળતા અથયા હોખિત બાંયધરી સ્વીકારતા છૂટી કરવી પડે છે. વળી આ રીતે કરવી પછી, જરૂર પડે તો આ કાયદાની કલમ કર મુજબ સરકારના લેણાં વસૂલ કરવા માટે જે કાર્યવાહી દર્શાવેલ છે તે મુજબ સર્યવાહી કરી શકે છે એ સિવાયની બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે મિલકત કે તે વ્યક્તિ વિરુદ્ધ ક શકાતી નથી. આ કલમની જોગવાઈ મુજબ ગુનામાં સમાધાન કરવાની મત્તા રેન્જરથી ઉતરતા દરજ્જાના ઊંથ તેવા કોઈ વન અધિકારીને મળતી નથી. એટલે કે રેન્જરથી ઉપરના દરજ્જાના વન અધિકારી જ વન અંગેના ગુના અંગે આ કલમની જોગવાઈ મુજબ સમાધાન કરી શકે છે. વળી, શકદારને મુક્ત કરવા માટે, વળતર તરીકે સ્વીકારવાની રકમ કે તેની લેખિત બાંયધરીમાં પણ મહત્તમ મર્યાદા બે હજાર રૂપિયાની છે. તેથી વધુ રકમ તે સ્વીકારી શકતો નથી, જ્યારે બાંયધરી મુજબનાં નાણાં ન આપવામાં આવે તો વન અધિકારી બીજી કોઈ પણ દીવાની કે કોજદારી કાર્યવાહી કરી શકતો નથી. તેણે તો ફક્ત કલમ 82 મુજબ સરકારી લેણાની વસૂલી માટે જે કાર્યવાહી છે તે જ કરવાની રહે છે.
જ્યારે કલમ ૩૩ હેઠળના ગુના માટે જવાબદાર વ્યક્તિઓમાંથી જો કોઈ આ કલમ 68 (1) નીચે સમાધાન કરે તો, તેની સાથેના બીજા આરોપીઓ અદાલતમાં હાજર થાય તેની રાહ જોયા વિના તે વ્યક્તિ સામેનો કેસ પાછો ખેંચી લઈ શકાય.
જ્યારે આ કલમ નીચે સમાધાન કરવામાં આવ્યું હોય તો જ્યારે સંપૂર્ણ રકમ ભરપાઈ થાય તો જ તે સંપૂર્ણ થાય છે. જો કોઈ વ્યક્તિ પોતે કરેલા ગુના માટે વળતર ભરે, પરંતુ કબજે લીધેલ મિલકત માટે વન અધિકારીએ નક્કી કરેલ રકમ ન ભરે તો વન અધિકારી તેની સામે સમાધાન ન થયું હોય તે જ રીતે કામ ચલાવી શકે તેવી કાર્યવાહી કરી શકે છે. પરંતુ તેને નક્કી કરેલ રકમ ભરી મિલકત છોડાવવા ફરજ ન પાડી શકે.
(7) પ્રાણીઓને ડબામાં પૂરવાની સત્તા (ક. 70) :
જ્યારે અનામત વન કે રક્ષિત વનનો કોઈ ભાગ ઢોરોને (પ્રાણીઓને) ચરવા માટે કાયદેસર રીતે બંધ કર્યો હોય તો, તેમાં જો કોઈ ઢોર અનધિકૃત રીતે દાખલ થઈ જાય તેવા ઢોર સામે ઢોર અતિક્રમણ धारी, 1871 (Cattle Trespass Act, 1871) नी कसम 11 मु४५ वा डोरने वन अधिकारी पकडीने डनामां પુરવાની સત્તા ધરાવે છે.
(8) રાજ્ય સરકારે આપેલી સત્તાઓ (ક. 72) :
રાજ્ય સરકાર વન અધિકારીને નીચેની તમામ કે કોઈ સત્તા આપી શકે છે :
(1) કોઈ જમીનમાં પ્રવેશ કરવાની અને તેની માપણી કરવાની, તેમાં નિશાનીઓ કરવાની અને તેનો નકશો બનાવવાની;
(2) સાક્ષીઓને હાજર થવાની અને દસ્તાવેજો તથા મહત્ત્વની વસ્તુઓ રજૂ કરવાની ફરજ પાડવાની દીવાની અદાલતની સત્તા;
(3) ફોજદારી કાર્યવાહી પદ્ધતિ હેઠળ ઝડતીનું વોરંટ કાઢવાની સત્તા;
(4) વન અંગેના કોઈ ગુનાની તપાસ કરવાની અને તે તપાસ દરમિયાન પુરાવા સ્વીકારવાની અને તેની નોંધ લેવાની સત્તા, જ્યારે આવા પુરાવા આરોપીની હાજરીમાં - તેની સામે લીધા હશે તો તેવા પુરાવા પછીની કોઈ પણ મેજિસ્ટ્રેટ સામેની કાર્યવાહીમાં પુરાવા તરીકે ગ્રાહ્ય ગણાય છે.
વન અધિકારીની અસમર્થતાઓ
વન અધિકારીને આ કાયદાએ કેટલીક સત્તાઓ આપી છે. તો તેની સાથે કેટલીક કાર્યવાહી કરવા માટે તેની સાથે મનાઈ પણ કરમાવી છે. જે મુજબ કેટલાંક કાર્યો વન અધિકારી કરી શકતો નથી અને જો સે તેવા કાર્યો કરે તો તેને શિક્ષા થાય છે.
(1) વન અધિકારીઓને વેપાર કરવાની મનાઈ (8. 75) :
રાજ્ય સરકારની લેખિત પરવાનગી સિવાય, કોઈ પણ વન અધિકારી, માલિક તરીકે કે કોઈના પ્રતિનિધિ તરીકે, ઈમારતી લાકડાનો કે બીજી કોઈ પણ વનપેદાશનો વેપાર કરી શકતી નથી. તેમજ આ કાયદો જે વિસ્તારમાં લાગુ પડતો હોય તે વિસ્તારમાં કે તેની બહારના કોઈ પણ વિસ્તારમાં આવેલ વનનો ભાડાપટ્ટો કે વનમાં કામ કરવાના કોઈ કરારમાં હિત રાખી શકશે નહિ કે કોઈ રીતે હિતાધિકારી થઈ શકશે નહિ.
(2) ગેરકાયદેસર કબજે લેવા બદલ શિક્ષા (ક. 62) :
આ કાયદાની જોગવાઈ મુજબ સરકાર જપ્ત થવાને પાત્ર મિલકત કબજે લેવાને બબને જો કોઈ વન અધિકારી ત્રાસદાયક અને બિનજરૂરી રીતે મિલકત કબજે લે તો. તે વન અધિકારી છ મહિના સુધીની કેદની સજા અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની સજા અથવા બંનેને પાત્ર થાય છે.
(3) પકડેલ વ્યક્તિને છોડવા બાબત (ક. 65) :
આ કાયદાની કલમ 64 હેઠળ પકડેલ વ્યક્તિને, રેન્જરથી ઉતરતા દરજ્જાનો વન અધિકારી મુક્ત કરી શકતો નથી.
(4) વન અંગેના ગુનામાં સમાધાન કરવા બાબત :
આ કાયદાની કલમ 68 મુજબ વન અંગેના કલમ 62 અથવા 63માં નિર્દિષ્ટ કરેલ ગુના સિવાયના કોઈ ગુના અંગે સમાધાન કરવાની સત્તા રેન્જરથી ઉતરતા દરજ્જાના વન અધિકારીને નથી.
વન અધિકારીઓને મદદ કરવા બંધાયેલ વ્યક્તિઓ (ક. 79)
અનામત વનમાં કે રક્ષિત વનમાં કોઈ પણ પ્રકારનો અધિકાર ધરાવનાર અથવા એવા વનમાંથી કોઈ પણ વનપેદાશ લઈ જવાની અથવા ઈમારતી લાકડું કાપવાની અને ખસેડવાની અથવા ઢોર ચરાવવાનો અધિકાર ધરાવનાર વ્યક્તિ તેમજ તેણે એ વનમાં નોકરીએ રાખેલ તમામ વ્યક્તિઓ અને આવા વનની લગોલગ આવેલા કોઈ ગામમાં સરકારે નોકરીએ રાખેલ અથવા લોકોની સેવા બજાવવા માટે સરકાર તરફથી મળતર મેળવનાર દરેક વ્યક્તિને.
જો કોઈ વન અંગેનો ગુનો થયાની અથવા કરવાના ઇરાદાની માહિતી હોય તો તે, તે માહિતી વિના-વિલંબે સૌથી નજીકના વન અધિકારી કે પોલીસ અધિકારીને આપવા બંધાયેલ છે. વળી તેને વન અધિકારીએ કે પોલીસ અધિકારીએ કરવા કહ્યું હોય કે નહિ કહ્યું હોય. તો પણ તે વ્યક્તિ નીચેના કાર્યો કરવા બંધાયેલ છે.
(1) પોતાને જાણ કે માહિતી હોય તેવો. તે વનમાં લાગેલ દાવાનળ ઓલવવા (બુઝાવવા),
(2) તેને જાણ કે માહિતી હોય તેવી વનની આસપાસની આગને, પોતાના કાબુ હેઠળના કાયદેસરના કોઈ પણ સાધનો વડે તે વનમાં ફેલાતી અટકાવવા.
વળી જ્યારે કોઈ વન અધિકારી કે પોલીસ અધિકારી તેવી વ્યક્તિની –
(1) એ વનમાં કોઈ વન અંગેનો ગુનો થતો અટકાવવા માટે; અને
(2) એ વનમાં જો કોઈ વન અંગેનો ગુનો થયો હોવાનું માનવાને કારણ હોય તો, ત્યારે તેવા ગુનેગારને શોધી કાઢવા તથા તેને પકડવા માટે: મદદ માગે તો તેણે મદદ આપવી પડે છે. જો આવી કોઈ વ્યક્તિ
(1) વન અંગેનો ગુનો થયાની કે કરવાના ઇરાદાની પોતાને જાણ હોય છતાં માહિતી ન આપે.
(2) કોઈ અનામત વન કે રક્ષિત વનમાં લાગેલ દાવાનળ ઓલવવા યોગ્ય પગલાં ન લે. અથવા
(3) વનની આસપાસ લાગેલી આગને વનમાં ફેલાતી અટકાવવા યોગ્ય પગલાં ન લે, અથવા
(4) એ વનમાં કોઈ વન અંગેનો ગુનો થતો અટકાવવામાં અથવા એવા વનમાં એવો કોઈ ગુનો કરવામાં આવ્યો છે એમ માનવાને કારણ હોય ત્યારે તેવા ગુનેગારને શોધી કાઢવામાં કે તેને પકડવામાં પોલીસ અધિકારી કે વન અધિકારી જે મદદ માંગે તે ન આપે તો તે, એક મહિના સુધીની કેદની શિક્ષા અથવા બસો રૂપિયા સુધીના દંડની શિક્ષા અથવા બંનેને પાત્ર થાય છે. આ શિક્ષા ત્યારે જ થાય જો તે વ્યક્તિ આવી મદદ આપવા બંધાયેલ હોય. પોતે આવી મદદ આપવા બંધાયેલ નથી એવું સાબિત કરવાનો બોજો જે તે વ્યક્તિ ઉપર રહેલ છે.