05/02/2024

પ્રકરણ-14 : હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેની જોગવાઈઓ

હવા પ્રદૂષિત થવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો
હવા પ્રદૂષણ નિયંત્રણ ધારાના હવાના પ્રદૂષણો અટકાવવા અંગેના અગત્યના પ્રબંધો 
હવાને પ્રદૂષિત કરનારા પરિબળો 

હવા પ્રદૂષણ નિયંત્રક અને નિવારણ ધારા, 1981 હેઠળ ઔદ્યોગિક પ્લાન્ટસના ઉદ્યોગના નિયંત્રણ અંગેની જોગવાઈઓ કેસ-લૉ સહિત 

વાયુ પ્રદૂષણ



સજીવો માટે મુખ્ય ત્રણ આવશ્યકતાઓ છે : હવા, પાણી અને ખોરાક. આજે દરેક સ્થળોએ આપણને ગંદકી જોવા મળે છે. એ ગંદકીના કારણે હવા. પાણી અને ખોરાક સજીવો માટે પૂર્ણપણે યોગ્ય રહ્યા નથી. વૈજ્ઞાનિક શોધોને પરિણામે આજે યાંત્રિક શક્તિનો બહોળો ઉપયોગ થાય છે. યાંત્રિક શક્તિ ઉત્પન્ન કરવા વપરાતા પદાર્થોના દહનથી ઉત્પન્ન થતા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે અને આપણી આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમજ ઔદ્યોગિક ક્રાંતિને કારણે પણ નીકળતા પદાર્થો વાતાવરણને પ્રદૂષિત કરે છે. દુનિયામાં દરેક સ્થળે આ સમસ્યા ઊભી થઈ રહી છે.

ભારતમાં પણ આ સમસ્યા છે. ભારત આજે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. લગભગ બધા જ પ્રકારના ઉદ્યોગો ભારતમાં શરૂ થઈ ગયા છે. વળી. મોટા શહેરોમાં પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહનોનો વપરાશ પણ વર્તમાન યુગમાં ખૂબ જ વધી ગયો છે. તેથી હવાનું પ્રદૂષણ મોટાં શહેરોમાં ખૂબ જ વધી ગયું છે. તેને અંકુશમાં લેવા માટે ભારતમાં પણ કાયદા જરૂરી બન્યા. આથી ભારતની સંસદે હવા પ્રદૂષણને અટકાવવા અને નિયંત્રણમાં લેવા (Air Prevention and Control) Act, 1981 પસાર કર્યો. આ ધારો બંધારણનાં અનુચ્છેદ 253ની જોગવાઈ મુજબ ઘડાયો છે.

આ ભાયદા મુજબ, જ્યારે વાતાવરણા, જય પાણીમાં અથવા વના તાની જલદ પ્રમાણમાં હોય કે તે ાનળી દેદુ જીવતા નઈ ત્યારે તે પદાયમ વિઓને કે વિવાહ બેટાવા, જવાબ અાનકારક હોય કે અનિકારક હોવાની ની બજરી હોય તો તે પરિસ્થિતિને વૃષક યુગમ હું પન કરવાને હવામાં ખોવા કોઈપણ હવા પદપકની કહેવામાં આવે છે. હવાનું પત્રમાં સ્વાભામ, આ કાયદામાં 'હવાનું પષણ ની વ્યાખ્યd is it was called Absol વ્યાખ્યા આપેલ નથી. પ્રદ્રષિત હવા એટલે એવી હવા કે જેમાં શમાં આ પવાથી કે, વાયુ સ્વરૂપના પદાર્થ જેમાં પાપાછો ગદકી વગેરેનો પણ સમાવેશ થાયી એટું (પસ્પતિનું કે મિલકતરા બાત હોય કે જેના કા તે હેવા માનવીઓ અથવા અન્ય કોઈ પણ મજીવોને કે વનસ્પતિને કે મિલકતને માટે બનિકારક લેથટરો

હવાને પ્રદૂષિત કરતાં પરિબળો

હવાને પ્રદૂષિત કરતાં બે પ્રકારના પરિબળો છે:

(1) કુદરતી પરિબળો.

(2) માનવસર્જિત પરિબળો

કુદરતી પરિબળો

(1) જ્વાળામુખી :

જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે દૂર દૂર સુધી ગરમ લાવા ઊડે છે. આસપાસની વનસ્પતિ કે મિલકતો ગરમ લાવામાં બળી જાય છે. યોતરફ રાખ છવાઈ જાય છે. રાખના રજકણો હવામાં ભળી જઈ કેટલીકવાર મોટા વાદળો રચી દે છે. જ્વાળામુખી ફાટવાના સ્થળથી અનેક કિલોમીટર સુધીની હવામાં કાર્બનના રજકરો ભળી જાય છે અને હવાને પ્રદૂષિત કરી દે છે. જ્વાળામુખીમાંથી કેટલીકવાર લાવા લાંબો સમય સુધી નીકળતો રહે છે. પરિણામે લાંબા સમય સુધી હવા પ્રદૂષિત રહે છે. આસપાસની વનસ્પતિ બળી જવો હવાને શુદ્ધ કરતાં કુદરતી પરિબળોનો નાશ થાય છે.

(2) દાવાનળ :

જંગલમાં જ્યારે દાવાનળ ફાટી નીકળે છે ત્યારે અસંખ્ય વૃક્ષો તેમાં બળી જાય છે. લાંબા સમય સુધી કેટલીકવાર દાવાનળની જાણ થતી નથી તો કેટલીક દાવાનળને કાબૂમાં લઈ શકાતો નથી. આ દાવાના વનમાં અનેક કિલોમીટર સુધી ફેલાઈ જાય છે તો કેટલીકવાર માનવવસ્તી નજીક પણ આવી જાય છે ને માનવવસ્તી ખાલી કરવાની પણ ફરજ પડે છે. આ દાવાનળમાં જંગલના અનેક વૃક્ષો સળગી જાય છે. આ દહનને પરિણામે હવામાં કાર્બનના રજકણો ભળતાં હવા પ્રદૂષિત બને છે. વળી બળી ગયેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો ઉગાડાતા નથી અને આ વનની ખાલી પડેલી જગ્યામાં સિમેટ કૉકીટના જંગલો ઊભા થઈ જાય છે. જેના પરિણામે કુદરતી રીતે હવાનું શુદ્ધિકરણની પ્રક્રિયામાં ઘટાડો થાય છે.

માનવસર્જિત પરિબળો

(1) ઔદ્યોગીકરણ :

માનવજીવનને સરળ અને સુખમય બનાવવા માટે વિજ્ઞાનની અનેક શોધો થતી રહે છે અને આ શોધો મુજબના નવા નવા યંત્રો-સાધનોના બહોળા ઉત્પાદન માટે ઉદ્યોગો સ્થપાતા રહે છે. જેવાં કે વિવિધ પ્રકારના કાપડ માટે કાપડ ઉદ્યોગો, વિવિધ સાધનો માટે ધાતુના અને પ્લાસ્ટીકના ઉદ્યોગો, સુંદર અને વૈવિધ્યપૂર્ણ રહેઠાણ માટે સિમેટ ઉદ્યોગ કેટલીકવાર પ્લાસ્ટીકના ઉપયોગથી ટકાઉ છત બનાવવા માટેના ઉદ્યોગો જેવાં અનેક મોટા મોટા કારખાના કાર્યરત થઈ રહ્યા છે. આવા કારખાનામાંથી નીકળતો ધુમાડો અને બાકીના બગાડથી તેમજ કારખાનામાં ચાલતા મશીનોના અવાજથી પ્રદૂષણ થતું રહે છે. કારખાનાના માલિકો કારખાનામાંથી નીકળતા અશુદ્ધ, રાસાયણિક પદાર્થોવાળા પાણીનો યોગ્ય નિકાલ કરવાનું ગોઠવતાં નથી. તેથી આ પાણી ખુલ્લું છોડી 2 છે જે વાતાવરણને પ્રદ્રષિત કરે છે. વળી ધાતુ પીગાળવાની બહી કે રાસાયણિક પદાર્થોના કારખાનામાંથી જે-તે પદાર્થના નાના રજકણો હવામાં બળી હવાને પ્રદૂષિત કરે છે.

(2) વાહનવ્યવહાર :

માનવને એક જગ્યાએથી બીજી જગ્યાએ મહેલાઈથી જવા માટે શોધાયેલા સાધનોમાં ખાજે ખૂબ જ -વધારો થઈ ગયો છે. મોટા શહેરોમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું વાહન છે અને આ વાહનોમાં વપરાતા પેટ્રોલ, ડિઝલને કારણે હવામાં કાર્બનનું પ્રમાણ વધતું રહે છે ને હવા પ્રદૂષિત થતી રહે છે. વળી વર્તમાન યુગમાં અવકાશી સફર પણ સુગમતાથી મળતી થતાં અનેક વિમાનો, ખાનગી વિમાનો કે હેલીકોપ્ટરોનો વપરાશ વધ્યો છે. જેને પરિણામે પણ હવા પ્રદૂષિત થતી રહે છે.

(3) વસ્તીવધારો - ગરીબી :

માનવવસ્તીમાં દિવસે ને દિવસે વધારો થતો રહ્યો છે. વધતી વસ્તીને કારણે રહેઠાણના પ્રશ્નો ઊભા થાય છે. નાની નાની ઝૂંપડપટ્ટીમાં અનેક લોકો રહે છે. જેઓ માટે શૌચાલયો, સ્નાનગૃહો હોતા નથી. તેઓ ખુલ્લામાં જ પોતાના આ કાર્યો કરે છે. જેથી હવા પ્રદૂષિત થાય છે. વસ્તીવધારાને કારણે ગરીબી પણ વધે છે. જેથી આ ઝૂંપડપટ્ટી વધતી જાય છે. વળી આ લોકો ખોરાક બનાવવા માટે લાકડા, કોલમાં જેવા પદાર્થો વાપરે છે. જેનો ધુમાડો હવામાં ભળતાં હવા અશુદ્ધ બને છે. આ ઝૂંપડપટ્ટીમાં વીજળીની સગવડ હોતી નથી. તેઓ દીવા વાપરે છે. જેને લીધે પણ હવા પ્રદુષિત બને છે. આ લોકો નશો કરવાના આદિ હોય છે ને નશાના કારણે કોઈપણ કારણ વગર કે નકામી બાબતોમાં ઝઘડા કરી ઘોંઘાટ ફેલાવે છે, જે પણ એક પ્રદૂષણ જ છે.

(4) બેકારી - શહેરીકરણ :

અપૂરતા અને નબળા આયોજનને કારણે દરેક વ્યક્તિને નોકરી કે રોજગાર મળતા નથી, તો કેટલીકવાર પ્રાદેશિક મજૂરોને બદલે અન્ય રાજ્યોમાંથી મજૂરોને બોલાવવામાં આવે છે. જેના રહેઠાણના પ્રશ્નો ઉદ્દભવે છે જેને કારણે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. વળી આજના યુગમાં ખેતીમાં બેફામ રાસાયણિક ખાતરોનો ઉપયોગ સમય જતાં જમીનને ઓછી ફળદ્રુપ કરી નાંખે છે. જેથી ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર થતું રહે છે. જેથી રહેઠાણના પ્રશ્નો સર્જાય છે ને પ્રદૂષણ વધે છે.

(5) રસાયણોનો ઉપયોગ :

ખેતીમાં વધુ પેદાશ મેળવવા તેમજ ઊભા પાકને જંતુઓથી બચાવવા અનેક રસાયણોનો ઉપયોગ થાય છે. આ બધા રસાયણો અંતે પર્યાવરણમાં ભળે છે અને પ્રદૂષિત કરે છે. વળી આવા રસાયણોવાળું અનાજ મનુષ્યના ઉપયોગમાં જાય છે અને માનવને અનેક નવી વિકૃતિઓ લાગુ પડતી જાય છે.

(6) પશુપાલન :

ખેતી માટે તેમજ દૂધ મેળવવા માટે મોટા પાયે પશુપાલન કરવામાં આવે છે. આ પશુઓના મળમૂત્રની યોગ્ય નિકાલની વ્યવસ્થા હોતી નથી. જેને કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. વળી ગાયના મળ વિસર્જન વખતે હવામાં અનેક ગણો મિથેન ગેસ ભળે છે. જે ઝેરી છે અને હવા પ્રદૂષિત કરે છે.

(7) બંધો બાંધવા :

પાણીની જરૂરિયાતને પહોંચી વળવા મોટા મોટા બંધો કે સરોવરો બાંધવામાં આવે છે. આને કારણે કેટલીક જમીનો હબાણમાં જવાથી ત્યાં રહેતા લોકોને અન્ય સ્થળે વસાવવા પડે છે ને તે માટે કેટલીકવાર જંગલો કાપી નાંખવા પડે છે જેથી કુદરતી રીતે હવાને શુદ્ધ કરતાં વૃક્ષોનો નાશ થતાં હવા પ્રદૂષિત થતી રહે છે. વળી નદીના પ્રવાહને રોકવાથી કે અન્યત્ર વાળવાથી જળસૃષ્ટિ પણ નાશ પામે છે ને તેનું પ્રદૂષણ પણ હવામાં ભળે છે. વિસ્થાપિતો માટે યોગ્ય વ્યવસ્થા ન થાય તો તેમની ગંદકી પણ હવાને પ્રદૂષિત કરે છે.

(8) વૃક્ષ છેદન :

કેટલીકવાર હાઈવે બનાવવા તો કેટલીકવાર એરપોર્ટ બનાવવા નો રેલવે લાઈન નાંખવા વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. આ વૃક્ષોની જગ્યાએ અન્ય સ્થળે નવા વૃક્ષો ઉગાડવામાં આવતાં નથી. વૃક્ષોનું આડેધડ છેદન હવાને શુદ્ધ કરવામાં અંતરાય બને છે.

(9) શસ્ત્રોના પરીક્ષણ :

આજે દુનિયાના દરેક દેશો પોતાની સૈન્ય તાકાત વધારવા માટે નવા નવા શસ્ત્રો વિકસાવતા રહે છે અને તેનું પરીક્ષણ કરતાં રહે છે. આ પરીક્ષણ દરમિયાન અનેક ઝેરી વાયુઓ હવામાં ભળે છે ને હવાને પ્રદૂષિત કરે છે. વળી અણુ પરીક્ષણ પણ થતાં રહે છે અને સમગ્ર દુનિયાનું વાતાવરણ પ્રદૂષિત થતું રહે છે.

(10)નિકાલ થયા વગરનો કચરો :

દરેક ગામ કે શહેરમાં કચરાના ઢગલા હોય જ છે. તેનો યોગ્ય નિકાલ થતો નથી. સમય જતાં તે સડે છે અને અનેક ઝેરી ગેસો હવામાં ભળી હવાને પ્રદૂષિત કરે છે.

ગામ કે શહેરની હોસ્પિટલો પણ તેમના કચરાનો યોગ્ય નિકાલ કરતી નથી અને હોસ્પિટલની આસપાસ જ હોસ્પિટલના કચરાના ઢગલા હોય છે જેમાં માનવના મળ. મૂત્ર કે શરીરના કપાયેલા અંગો, લોહી, પરૂ વિગેરે વાળા રૂ પણ હોય છે, જે દુર્ગંધ તેમજ જંતુઓ પણ ફેલાવે છે.

મોટી શાકભાજી માર્કેટની આજુબાજુ પણ બગડેલા શાકભાજીનો ઢગલો હોય છે. જે પણ ઝેરી ગેસ તેમજ દુર્ગંધ ફેલાવી હવાને પ્રદૂષિત કરે છે.

જોખમી કચરો તો હવા. પાણી અને જમીન ત્રણેને પ્રદૂષિત કરે છે.

હવા પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ધારાના હવાના પ્રદૂષણ અટકાવવાના પ્રબંધો

(1) હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવો :

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ નિયત સ્વરૂપમાં સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડી રાજ્યના કેટલાક વિસ્તાર કે વિસ્તારોને આ કાયદાના હેતુઓ માટે હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર કે વિસ્તારો જાહેર કરી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ, સરકારી ગેઝેટમાં જાહેરનામું બહાર પાડી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં વધારો કે ઘટાડો કરી શકે છે; કે કોઈ નવા વિસ્તાર કે વિસ્તારોને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરી શકે છે. આ નવો વિસ્તાર ક્યાં તો આગળ જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં સમાવિષ્ટ હોઈ શકે અગર તદ્દન નવો પણ હોઈ શકે.

રાજ્ય સરકાર, રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય બાદ, એવો અભિપ્રાય ધરાવતી થાય કે રાજ્યમાં જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં અથવા તેના કોઈ ભાગમાં, જો મંજૂર કરવામાં આવેલ બળતણ સિવાયનું અન્ય કોઈ બળતણ વાપરવા દેવામાં આવે તો હવા પ્રદૂષિત થઈ શકશે અથવા થવાને સંભવ રહેશે. તો રાજ્ય સરકાર સરકારી ગેઝેટમાં જાહેરાનામું પ્રસિદ્ધ થયાની તારીખથી, ઓછામાં ઓછા ત્રણ મહિના બાદની કોઈ પણ તારીખથી એવું કોઈ પણ બળતણ એવા વિસ્તાર કે તેના ભાગમાં વાપરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય બાદ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર અથવા તેના ભાગમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી તારીખથી મંજૂર કરેલ સાધન સિવાયનું અન્ય સાધન વાપરવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આ માટે રાજ્યના જુદા જુદા હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર માટે તેમજ જુદાં જુદાં સાધનો માટે અલગ અલગ તારીખ નક્કી કરી શકે છે.

રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ એવો અભિપ્રાય ધરાવતી હોય કે રાજ્યના હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર કે તેના કોઈ ભાગમાં બળતણ સિવાયના અન્ય કોઈ પણ વસ્તુ કે પદાર્થને બાળવાથી હવા પ્રદૂષિત થઈ શકશે કે થવાનો સંભવ રહેશે, તો તે સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી હવા પ્રદુષણ નિયંત્રિત વિસ્તાર અથવા તેના કોઈ ભાગમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી તારીખથી એવી વસ્તુ કે પદાર્થ બાળવા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.

આ મુજબનું રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલ જાહેરનામું ફક્ત સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થાય તે આ જોગવાઈના સંદર્ભમાં બનાવેલા નિયમો હેઠળ પૂરનું ગણાતું નથી. આવું જાહેરનામું બઓછામાં ઓછા બે સ્થાનિક સમાચારપત્રકોમાં પ્રસિદ્ધ કરવું જોઈએ. એક કેસમાં અદાલતે કરાવ્યું છે કે આવું જાહેરનામું સરકારી ગેઝેટની સાથે સાથે જ અથવા ત્યારબાદ વાજબી સમયમાં સ્થાનિક સમાચારપત્રમાં પ્રસિદ્ધ થવું જોઈએ

કારણ કે તેનો હેતુ સંબંધિત લોકોને તેઓની જવાબદારી વિશે જાગૃત કરવાનો છે. (2) સ્વયંસંચાલિત વાહનોમાંથી નીકળતા ધુમાડા અંગે સૂચના આપવાની સત્તા :

આ કાયદા હેઠળના રાજ્ય મંડળે નિયત કરેલાં ધોરણો મુજબના જ હવા પ્રદૂષકો સ્વયંસંચાલિત વાહનોમાંથી હવામાં બહાર ફેંકાય તેની કાળજી રાખવા માટે મોટર વાહન અધિનિયમ, 1939 હેઠળ મોટર વાહનોની નોંધણીનો હવાલો સંભાળતા મંડળને યોગ્ય પગલાં લેવા રાજ્ય સરકાર રાજ્યમંડળ સાથે વિચાર- વિનિમય કર્યા બાદ સૂચનાઓ આપી શકે છે અને એ સૂચનાઓનું પાલન કરવું તે સંસ્થા માટે બંધનકર્તા છે.

એમ. સી. મહેતાના કેસમાં જ એવું તારણ નીકળ્યું હતું કે મોટર વાહનો જ હવામાં સૌથી વધુ પ્રદૂષણ

ફેલાવે છે. હવામાં પ્રદૂષણ ફેલાવવામાં તેમનો ફાળો 50% થી પણ વધુ હોય છે.

(3) ઔદ્યોગિક પ્લાન્ટના ઉપયોગ પર નિયંત્રણ લાદવાની સત્તા :

આ કાયદાની કલમ 19 (1) હેઠળ રાજ્યમંડળે જાહેર કરેલ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં આ કલમની જોગવાઈને આધીન રહીને રાજ્યમંડળની પૂર્વસંમિત વિના કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ સ્થાપી શકશે નહિ કે ચલાવી શકશે નહિ, પરંતુ જો કોઈ વ્યક્તિ. હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા કાયદો, 1987ની કલમ-9નો અમલ શરૂ થયાના તુરત પહેલાંના સમયથી, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ કે જેના માટે આ સુધારા કાયદો પહેલાં કોઈ સંમતિની જરૂર ન હતી, તે ચલાવતી હોય તો તે તેનો પ્લાન્ટ ચાલુ રાખી શકશે: પરંતુ તેણે આ કાયદો અમલમાં આવ્યાની ત્રણ મહિનાની મુદતમાં આવી સંમતિ માટે અરજી કરી દેવી જોઈએ. જો તેણે આવી અરજી કરી દીધેલ હોય તો, જ્યાં સુધી તેની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી તે પ્લાન્ટ ચાલુ રાખી શકે છે.

જેઓ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં જે કોઈ નવો ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માંગતા હોય તેમણે મંડળની પૂર્વસંમતિ માટે કરવાની અરજી અને જેઓ, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો તે પહેલાંના સમયથી જ એ વિસ્તારમાં ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતી હોય તે વ્યક્તિઓએ અરજી કરવાની હોય છે.

જેઓ નવો ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માગતા હોય તેમને માટે મંડળની પૂર્વસંમતિ લેવી એ મુખ્ય શરત છે, જ્યારે જેમનો પ્લાન્ટ ચાલુ છે. તેમણે એ વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવામાં આવે ત્યારથી ત્રણ મહિનાની મુદતમાં સંબંધિત મંડળને સંમતિ માટે અરજી કરી દેવાની હોય છે. આવી અરજી તેના નિયત સ્વરૂપમાં, નિયત ફી સાથે કરવાની હોય છે.

મંડળને આવી સંમતિ માટેની અરજી મળતાં મંડળ આ કાયદાની કલમ 58 (2) (એમ) હેઠળ રાજ્ય સરકારે ઘડેલા નિયમો મુજબની તપાસ કરશે. મંડળને સંમતિ માટેની અરજી મળ્યાની તારીખથી ચાર માસની મુદતની અંદર, રાજ્યમંડળે લેખિત હુકમ કરીને, અને હુકમનાં કારણોની નોંધ કરીને, હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ હોય તે શરતોને આધીન અને નિર્દિષ્ટ કરવામાં આવેલ મુદત સુધીના સમય માટે, જે તે અરજી મંજૂર કરશે અગર નામંજૂર કરી શકશે. મંડળે આપેલી સંમતિ, જેટલી મુદત માટે આપી હોય તે મુદત પૂરી થતાં પહેલાં પણ મંડળ પોતે ધારે તો રદ કરી શકે છે. વળી, જે શરતોને આધીન રહી સંમતિ આપવામાં આવી હોય, તે શરતોનું પાલન કરવામાં ન આવ્યું હોય. તો નિર્દિષ્ટ મુદત પૂરી થયા પછી, નવી મુદત માટે સંમતિ આપવાની મંડળ ના પાડી શકે છે. પરંતુ આવી રીતે સંમતિ રદ કરતાં કે નવી મુદત માટે સંમતિ આપવાની ના પાડતાં પહેલાં, મંડળે સંબંધિત વ્યક્તિને સાંભળવાની વાજબી તક આપવી જોઈએ. આ રીતે સંમતિ મેળવનાર વ્યક્તિએ નીચેની સામાન્ય શરતોનું પાલન કરવું આવશ્યક છે. વળી જો મંડળે સંમતિ આપતી વખતે કોઈ વિશિષ્ટ શરત લાદી હોય તો તેનું પણ પાલન કરવું જે તે વ્યક્તિ માટે બંધનકારક છે.

સામાન્ય શરતો (ક. 21 (5)|

(1). જે સ્થળે ઇન્ડસ્ટ્રી શરૂ કરી હોય અથવા કરવાની હોય, ત્યા રાજ્યમંડળે નિયત કરેલા પારાધોરણ મુજબનાં જ નિયંત્રિત સાધનો ગોઠવવા જોઈએ અને વાપરવા જોઈએ.

((8) વિદ્યમાન નિયંત્રિત સાધનોમાં રાજ્યમંડળના આદેશો મુજબ ફેરફાર કરવો જોઈશે. (3) ઉપર જણાવેલ નિયંત્રિત સાધનો હંમેશાં સારી અને ચાલુ હાલતમાં રાખવાં જોઈશે.

(4) જરૂરિયાત હોય તો ચીમની રાજ્યમંડળના ધારાધોરણ મુજબની જ બાંધવી જોઈશે. જો

વિદ્યમાન ચીમની એ મુજબની ન હોય તો ફરી બાંધવી જોઈશે. (5) રાજયમંડળે નિર્દિષ્ટ કરેલ અન્ય શરતોનું પાલન કરવું જોઈશે.

ઉપર જણાવેલ શરતો (1), (2) અને (4)નું પાલન, રાજ્યમંડળ નિર્દિષ્ટ કરી આપે તેટલી મુદતમાં કરવું જોઈશે, પરંતુ જો કોઈ વ્યક્તિ જે તે વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તેના તુર્ત પહેલાં જ તે હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં કોઈ ઉદ્યોગ માટે કોઈ ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતો હોય તો તેને માટે શરતોનું પાલન કરવાની સમયમર્યાદા, તે વિસ્તારને હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવાની તારીખથી ઓછામાં ઓછી છ માસની રહેશે.

 ઉપર જણાવેલ શરત (1) ના ધારાધોરણ મુજબનાં નિયંત્રિત સાધનો ગોઠવ્યા બાદ:

અથવા

(all) ઉપર જણાવેલ શરત (2) મુજબ રાજ્યમંડળની સૂચના મુજબ નિયંત્રિત સાધનોમાં ફેરફાર કર્યા બાદ કે બદલ્યા બાદ; અથવા

(સી) ઉપર જણાવેલ શરત (4) મુજબ, ચીમની બાંધી હોય કે ફરીથી બાંધી હોય તો; તેવાં નિયંત્રિત સાધનો કે ચીમનીમાં રાજ્યમંડળની પૂર્વપરવાનગી વિના યથાપ્રસંગ ફેરફાર કરી શકાશે નહીં કે બદલી શકાશે નહીં કે ફરી બાંધી શકાશે નહીં.

જો કોઈ પ્રૌદ્યોગિક વૈજ્ઞાનિક (Technological) સુધારણાને કારણે અથવા અન્ય કોઈ કારણે, જો રાજ્યમંડળનો એવો અભિપ્રાય થાય કે, ઉપર જણાવેલ સામાન્ય શરતો પૈકીની તમામ અથવા કોઈ પણ શરત (એટલે કે સમગ્ર નિયંત્રિત સાધન અથવા તેના કોઈ ભાગ)માં ફેરફાર કરવાની કે બદલવાની જરૂર છે. તો તે સંબંધિત વ્યક્તિને તેના બચાવની વાજબી તક આપ્યા બાદ. ક્યાં તો બધી જ શરતો અથવા તો તેમાંથી કોઈ પણ શરતમાં ફેરફાર કરી શકે છે. આ રીતે બદલાયેલી શરતોનું પાલન કરવું સંબંધિત વ્યક્તિ માટે ફરજિયાત છે.

જો કોઈ વ્યક્તિએ ઉદ્યોગ માટે આ જોગવાઈ મુજબ સંમતિ લીધી હોય અને ત્યારબાદ તે વ્યક્તિ તે ઉદ્યોગમાંનું પોતાનું હિત બીજી કોઈ વ્યક્તિને હસ્તાંતરિત કરી દે તો, હસ્તાંતરગૃહિતાને સંમતિ આપવામાં આવી હતી એવું માની લેવામાં આવે છે અને તે હસ્તાંતરગૃહિતા અસલમાં તેને જ સંમતિ આપવામાં આવી હતી તેમ ગણી બધી જ શરતોનું પાલન કરવા બંધાયેલો રહેશે.

કોઈ નવો નિર્દિષ્ટ ઔદ્યોગિક પ્લાન્ટ શરૂ કરવા માટે મંડળની સંમતિ એ પૂર્વવર્તી શરત છે. જો મંડળની સંમતિ મળે તો જ તે નવો ઉદ્યોગ શરૂ કરી શકાય. વળી, જો સંમતિ બાદ પણ કોઈ શરતોનું પાલન ન કરવામાં આવે તો. મંડળ બચાવની વાજબી તક આપ્યા બાદ, ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરી શકે છે.

(4) હવાને પ્રદૂષિત કરતી વ્યક્તિને તેમ કરતાં અટકાવવાની સત્તા :

કલમ-22ની જોગવાઈ મુજબ હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં આ કાયદાના પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરેલ ઉદ્યોગ કે ઔદ્યોગિક પ્લાન્ટ ચલાવતી કોઈ વ્યક્તિ આ કાયદાની કલમ 17 (1) (જી) હેઠળ રાજ્યમંડળે નિયત કરેલા ધોરણ કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો બહાર ફેંકી શકશે નહીં અથવા બહાર કઢાવી શકશે નહી કે બહાર કાઢવાની પરવાનગી આપી શકશે નહીં.

(5) હવાને પ્રદૂષિત કરતી વ્યક્તિ સામે અદાલતમાં અરજી કરવાની મંડળની સત્તા :

આ કાયદા હેઠળ મંડળે નિયત કરેલાં ધોરણો કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો હવામાં ફેંકવા એ આ કાયદાની કલમ 37 નીચે ગુનો બને છે. 1987ના સુધારાથી ઉમેરાયેલી આ કલમ 22 મંડળને પોતે નિયત કરેલા ધોરણના કરતાં વધુ માત્રાના હવા પ્રદૂષકો બહાર ફેંકનાર સામે એક વધારાનો ઉપાય આપે છે. જે મુજબ મંડળ મેટ્રોપોલીટન્ટ મેજિસ્ટ્રેટ કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટને તેને તેમ કરવા ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવા અરજી કરી શકે છે.

કલમ 37 જજ્યારે બહાર ફેંકવાનું કાર્ય થઈ ગયું હોય ત્યારે લાગુ પડે છે. જ્યારે આ કલમ 22-એ

એવું બહાર ફેંકવાનું કાર્ય થવાનો સંભવ હોય ત્યારે લાગુ પડે છે. જ્યારે કૃત્ય ચાલુ રહેતું હોય ત્યારે આ

બંને કલમ લાગુ પડે છે. આવી અરજી મળતાં અદાલત કેસની હકીકત, પુરાવા તપાસી યોગ્ય હુકમ આપી શકે છે.

એક કેસમાં અદાલતે ઉદ્યોગ બંધ કરવાના બદલે તેમાંથી પ્રદૂષણ ન ફેલાય તેવા ઉપાયાત્મક પગલાં લેવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

(6) પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા :

હવાનું પ્રદૂષણ થતું અટકાવવા અને નિયંત્રણમાં રાખવા રાજ્યમંડળે અધિકૃત કરેલ વ્યક્તિ કે વ્યક્તિએ વાજબી સમયે કોઈપણ સ્થળે હવાના પ્રદૂષણની તપાસ કરવા પ્રવેશ કરી તપાસ કરી શકે છે.

(7) હવા અથવા બહાર નીકળતા ધુમાડાના નમૂના લેવાની સત્તા :

રાજ્યમાં કોઈપણ સ્થળે ચીમની કોઈ નળી અથવા છિદ્રમાંથી બહાર ફેંકાતા ધુમાડા, કોઈ પદાર્થ અથવા હવાના નમૂના પૃથક્કરણ માટે લેવાની સત્તા છે.