ભારતીય ફોજદારી ધારા હેઠળ એવાં કાર્યો જે ગુનો બનતા નથી
ભારતીય દંડ સંહિતા હેઠળ એવાં કૃત્યો જેમને ગુનો માનવામાં આવ્યા નથી
ભારતીય ફોજદારી ધારાની કલમો 76 થી 106 માં સામાન્ય અપવાદો (General Exceptions) નિર્દિષ્ટ કરાયા છે. એટલે કે ઉપર્યુક્ત કલમોમાં એવાં કૃત્યોની યાદી અપાયેલ છે કે જે કૃત્યો સામાન્ય રીતે (અથવા પ્રથમ દૃષ્ટિએ) ગુનાહિત હોવાનું જણાતાં હોવા છતાં, કાનૂની દૃષ્ટિએ તે ગુનો બનતો નથી. ઉપયુક્ત કલમોમાં નિર્દિષ્ટ કરાયેલ કૃત્યો પૈકી જો કોઈ કૃત્ય કરવામાં આવે, તો કાયદો તેને ગુનો (અપરાધ-llera)
ગણતો નથી અને તે બદલ કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. આ અપવાદોના મુખ્ય સાત વિભાગો છે અને જે નીચે પ્રમાણે છે :
1. વસ્તુસ્થિતિ અથવા હકીકતની ભૂલ (Mistake of fact)
- જે કૃત્ય કરવા તે કાયદા થી બંધાયેલ હોય (કલામ 76)
- જે કૃત્ય કરવાનું કાયદા અનુસાર ન્યાયી હોય. (3.79)
2. અદાલતી કૃત્યો; અર્થાત્
- ન્યાયાધીશનું કૃત્ય (ક.77)
- ન્યાયાધીશના હુકમ અનુસાર કરવામાં આવેલ કૃત્યો. (9.78)
3. અકસ્માત
- ક. 80 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં બનેલ અકસ્માતથી જો કોઈનું મૃત્યુ થાય, તો તે ગુનો બને નહીં.
4. ગુનાહિત ઇરાદાનો અભાવ
- કલમો 81 થી 86 અને 92 થી 94 માં નિર્દિષ્ટ કરાયેલ કૃત્યોમાં "નાહિત ઇરાદાનો અભાવ હોવાથી તે ગુનો બનતા નથી. આ કૃત્યો નીચે પ્રમાણે (ક થી
જ) છે.
(ક) અન્ય હાનિ થતી અટકાવવા કરેલ કૃત્ય. કલમ.81 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં કરાયેલ કૃત્ય ગુનો બનતું નથી.
(ખ). બાળકનું કૃત્ય - સાત વર્ષથી નીચેની વથના બાળકનું કૃત્ય કલમ 8ર મુજબ સંપૂર્ણ માફીને પાત્ર છે , અને સાત વર્ષથી વધુ પરંતુ બાર
વર્ષથી નીચેની વયના બાળકના કૃત્યના બાધાર તેની સમજશક્તિ અને પરિપકવતા પર આધારિત છે. (ક. 83)
(ગ) દીવાના માણસનું કૃત્ય - કલમ 84 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં થયેલ કૃત્ય ગુનો બનતું નથી.
(ઘ) નશો કરેલ વ્યક્તિનું કૃત્ય - આવું કૃત્ય અપવાદમાં ઠરાવવા માટે કલમો 84 અને 85 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં બનેલ હોવું જોઈએ.
(ચ) અન્યના લાભ માટે શુદ્ધબુદ્ધિથી કરાયેલ કૃત્ય - આવાં કૃત્યને અપવાદનો લાભ મળવા માટે જુઓ ક.92
(છ) શુદ્ધબુદ્ધિથી કહેવામાં આવેલ - આવા કૃત્યને અપવાદનો લાભ મળવા માટે જુઓ ક. 93
(જ) બળજબરી અથવા ધમકી હેઠળ કરાયેલ કૃત્ય - આવાં કૃત્યને અપવાદનો લાભ મળવા માટે જુઓ ક. 94
5. સંમતિથી કરવામાં આવેલ કૃત્યો -
આવાં કૃત્યો કલમો 87 થી 91 માં નિર્દિષ્ટ કરાયા છે. જુઓ નીચે.
(ક) "સંમતિ આપનારને હાનિ થતી નથી. નો સિદ્ધાંત - કલમ. 87 મુજબ મૃત્યુ અથવા મહાવ્યથાનો ઇરાદો ન હોય તેવાં
કૃત્યથી 18 વર્ષથી ઉપરની વ્યક્તિને હાનિ થાય અને તેવાં કૃત્ય માટે તેણે પોતાની સ્પષ્ટ કે ગર્ભિત સંમતિ આપેલ હોય.
(ખ) હાનિ થયેલ વ્યક્તિના લાભ માટે થયેલ કૃત્ય - ક. 88 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં થયેલ હોવું જોઈએ.
(ગ) બાર વર્ષથી નીચેની વયના અથવા દીવાની વ્યક્તિનાં હિત માટે કરાયેલ કૃત્ય - - કલમ. 89 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં થયેલ હોવું જોઈએ.
(ઘ) સંમતિનો અર્થ - ક.90 માં સમજાવવામાં આવ્યો છે.
(ચ) કલમો 87, 88 અને 89 હેઠળ થયેલ કૃત્યો - કે જે કૃત્યો સંમતિ આપનારને થયેલ હાનિ સિવાય બીજી રીતે સ્વતંત્ર ગુનો હોય. તેને ઉપર્યુક્ત કલમો લાગુ પડતી નથી. જુઓ ક.91.
6. નજીવા કૃત્યો (Trilling acts) -
ક. 95 મુજબ એવું કોઈ કૃત્ય ગુનો બનતું નથી કે જેથી થયેલ હાનિ એટલી નજીવી હોય કે સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિ તેની ફરિયાદ કરે નહીં.
7. સ્વાબચાવ) રક્ષણનો અધિકાર -
શરીર નો કલામ 96 થી 102, 104 અને 106. , - મિલકતનો કલમો 97 થી 99, 101. 103 થી 105
અપવાદ સાબિત કરવાની જવાબદારી :
ભારતીય પુરાવા ધારી, 1882, 8. 105 મુજબ, જે કોઈ વ્યક્તિ ઉપરનામાંથી કોઈ ઠએક અપવાદનો લાભ લેવા ઇચ્છતી હોય, તેણે પોતાની તરફેણનો અપવાદ પુરવાર કરવો જોઈએ, એટલે કે અપવાદ સાબિત કરવાની જવાબદારી આરોપીની છે. બીજા શબ્દોમાં કહીએ તો તેની હકીકતનો ઉપર્યુક્ત અપવાદોમાં સમાવેશ થાય છે તે સાબિત કરવાની જવાબદારી આરોપીની છે. સામાન્ય રીતે ફરિયાદ પક્ષો આરોપીનો ગુનો નિઃશંક પુરવાર કરવો જોઈએ. આરોપીએ પોતાની નિર્દોષતા સાબિત કરવાની હોતી નથી. કારણ કે ભારતીય ન્યાયશાસ્ત્રનું સૂત્ર છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી તે નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે.*
આરોપી પોતાની સામેનાં તહોમત બાબત કોઈ નિવેદન કે ખુલાસો આપવા બંધાયેલ નથી. તેને દોષિત પુરવાર કરવામાં ન આવે ત્યાં સુધી તે અદાલત સમક્ષ નિર્દોષ વ્યક્તિ છે. આરોપીને દોષિત પુરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે. જો આરોપી ક.76 થી 106 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગો (અપવાદો)માંથી કોઈ સંજોગ(અપવાદ)નો લાભ લેવા ઇચ્છતો હોય, તો તે અપવાદ તેણે પુરવાર કરવો જોઈએ.
ઉદાહરણ :
(એ ) અ પર બ ના ખૂનનો આરોપ છે. તેનો બચાવ એવો છે કે ગાંડપણની અસર હેઠળ થયેલ કૃત્ય વિશે તેને કાંઈ ભાન નથી. આ બચાવ અ એ સાબિત કરવો જોઈએ.
(બી) અ પર બ નાં ખૂનનો આરોપ છે. અ નો બચાવ એવો છે કે તેની ઉંમર 10 વર્ષની ગુના સમયે હતી અને પોતાની નાસમજ અને અપરિપક્વતાનાં લીધે તેણે શું કર્યું તેની તેને ખબર ન હતી. આ બચાવ અ એ પુરવાર કરવો જોઈએ.
હકીકતની ભૂલ અને કાયદાની ભૂલ.
પોતે કરેલ કૃત્ય કરવાને કાયદેસર બંધાયો છે તેવી માન્યતાથી અથવા હકીકતથી ભૂલનાં કારણે
વ્યક્તિએ કરેલ કૃત્ય
કાયદાનું અજ્ઞાન બચાવ નથી. , “હકીકતની ભૂલ એ સારો બચાવ છે, જ્યારે કાયદાની ભૂલ સારો બચાવ નથી.
હકીકતની ભૂલ (mistake of fact) સંબંધમાં કલમો 76 અને 79 માં જોગવાઈ કરાયેલ છે. 3.76 જણાવે છે કે એવું કોઈ કૃત્ય ગુનો બનતું નથી, કે જે, કોઈ વ્યક્તિએ એમ માનીને શુદ્ધબુદ્ધિથી કરેલ હોય કે
(એ) પોતે તે કૃત્ય કરવા કાયદાથી બંધાયેલ છે, અથવા
(બી) હકીકતની ભૂલનાં લીધે અને નહીં કે કાયદાની ભૂલનાં લીધે પોતે કાયદાનુસાર તે કૃત્ય કરવા બંધાયેલ છે.
ઉદાહરણો :
(એ) અ નામનો પોલીસ કાયદાના આદેશો અનુસાર પોતાના ઉપરી અધિકારીના હુકમથી એક ટોળા પર ગોળીબાર કરે છે. અ એ કોઈ ગુનો કરેલ નથી, કારણ કેં કાયદા અનુસાર તે કૃત્ય કરવા બંધાયેલ છે.
(બી) અ અદાલતનો એક અધિકારી છે. અદાલત તરફથી તેને બ ની ધરપકડ કરવાનું ફરમાન થયેલ છે. આ પૂરતી તપાસ કર્યા બાદ ક ને બ માનીને ક ની ધરપકડ કરે છે. એ એ કોઈ ગુનો કરેલ નથી. તેણે શુદ્ધબુદ્ધિથી હકીકતની ભૂલ કરેલ છે.
સરકાર વિ. ગોપાલિયાના કેસમાં એક પોલીસ અધિકારીએ પૂરતી તપાસ કર્યા બાદ વાજબી શંકાને આધારે આ ની ઘરપકડ કરી હતી. પાછળથી એમ જણાયું હતું કે તેણે ખોટી વ્યક્તિની પરપકડ કરી હતી. આ કેસમાં હરાવાયેલ કે પોલીસ અધિકારીનું તે કૃત્ય કે. 76ની મર્યાદામાં આવતું હોઈને તેની વિરુદ્ધ ગેરકાયદે અટકાયત માટે કામ ચલાવી ન શકાય.
કાયદાની ભૂલ:
માત્ર હકીકતની ભૂલનો બચાવ ચાલી શકે. કાયદાની ભૂલનો બચાવ માન્ય કરાતો નથી. એટલે કે -કાયદાનું અજ્ઞાન બચાવ નથી. કારણ કે દરેક વ્યક્તિને પોતાના દેશનો કાયદો જાણવાની કરજ છે. નથી કોઈ વ્યક્તિ કોઈ ગુનામાં એવો બચાવ ન લઈ શકે કે પોતે જાણતો ન હતો કે પોતાનું કૃત્ય કાયદા વિરુદ્ધ છે. પરદેશથી પ્રથમ વખત ભારતમાં આવેલ વ્યક્તિને પણ આ નિયમ લાગુ પડે છે. સ્વાભાવિક રીતે વિદેશથી આવેલ વ્યક્તિને આપણા દેશના કાયદા વિશે કાંઈ ખબર ન હોય, તો પણ ભારતમાં કોઈ વિદેશી વ્યક્તિ પ્રવેશે, એટલે આ નિયમ તેમના માટે પણ બંધનકર્તા બને છે.
હકીકતની ભૂલનો બચાવ :
હકીકતની ભૂલ યોગ્ય બચાવ છે. પરંતુ હકીકતની ભૂલ સ્વયં ગેરકાયદેસર હોય. ત્યારે આ બચાવ ચાલી શકતો નથી. દા. ત., રેક્ષ વિ. પ્રિન્સના કેસમાં આરોપી એક છોકરીને તેણીના પિતાની દેખભાળમાંથી ઉપાડી ગયો હતો. તે છોકરી સગીર વયની હતી, પરંતુ દેખાવ પરથી તે પુખ્ત વયની જણાતી હતી. આરોપીનો બચાવ એવો હતો કે પોતે શુદ્ધબુદ્ધિથી તે છોકરી પુખ્ત વયની હોવાનું હકીકતની ભૂલથી માની લઈ ગયેલ હતો. આ કેસમાં ઠરાવાયું કે છોકરી ઉપાડી જવાનું તેનું કાર્ય મૂળથી જ ગેરકાયદેસર હોવાથી હકીકતની ભૂલનો બચાવ ખોટો હતો. આથી આરોપીને અપહરણના ગુના માટે જવાબદાર ઠરાવવામાં આવેલ.
ક. 79 માં હકીકતની ભૂલના બચાવનો બીજો પ્રકાર જણાવાયો છે. આ કલમ જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિએ પોતે કાયદાની રૂએ ન્યાયોચિત હોવાનું માની શુદ્ધબુદ્ધિથી કોઈ કૃત્ય કરેલ હોય, ત્યારે તે ગુનો બનતું નથી.
ઉદાહરણ :
અ જુએ છે કે બ ખૂન કરી રહ્યો છે. આથી અ શુદ્ધબુદ્ધિથી તેને પોલીસને સોંપવાના ઇરાદાથી બ ને પકડે છે. પાછળથી એમ જણાય છે કે બ પોતાના સ્વ-બચાવમાં વર્તી રહ્યો હતો. અહીં અ એ કોઈ ગુનો કરેલ નથી. કારણ કે તે શુદ્ધબુદ્ધિથી વર્યો હતો અને પોતે એમ માન્યું હતું કે તેનું અ ને પકડવાનું કૃત્ય કાયદાથી ન્યાયોચિત હતું.
ક.76 અને ક.79 વચ્ચે તફાવત એ છે કે ક.76માં કોઈ વ્યક્તિ પોતે કાયદાથી બંધાયેલ હોવાનું માનીને વર્તે છે. જ્યારે ક. 79માં તે કરવાનું. પોતાના માટે કાયદાથી ન્યાયોચિત હતું તેમ ધારવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો. આ તફાવત કોઈ કૃત્ય કરવામાં ખરી અથવા ધારવામાં આવેલ ફરજ અથવા માનવામાં આવેલ કાયદેસરની યોગ્યતા વચ્ચે રહેલો છે. બંને કલમો હેઠળ કાયદાનો અમલ કરવાનો શુદ્ધબુદ્ધિપૂર્વકનો ઇરાદો રહેલ છે.
*રાજ્યનાં કૃત્ય* (At of state) નો સિદ્ધાંત ક.79 સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. *રાજ્યનું કૃત્ય એટલે રાજ્યની નાગરિક ન હોય તેવી વ્યક્તિને અથવા તેની મિલકતને હાનિ થાય તેવું કૃત્ય. આવું કૃત્ય રાજ્યના મુલ્કી (civil) અથવા લશ્કરી પ્રતિનિધિ દ્વારા થયેલ હોય અને જે માટે અગાઉથી મંજૂરી મળેલ હોય અથવા તે થયા બાદ સરકારે તે સંબંધમાં પોતાની સંમતિ આપેલ હોય. આમ 'રાજ્યનાં કૃત્ય નો સિદ્ધાંત પરદેશીઓને સ્પર્શતા કૃત્યને જ લાગુ પડે છે. રાજ્ય અને તેના પ્રજાજનો વચ્ચે 'રાજ્યનું કૃત્ય સાંભળી શકે નહીં.
ભારતીય દંડ સંહિતામાં ગુનાની અંદર રહેલા માનસિક તત્ત્વો જેવા કે ગુનાહિત માનસ, ઇરાદો
દૂષિત (દુષ્ટ) (અપરાધી) (ગુનાહિત) માનસ.
ગુનાહિત માનસ, અથવા ઇરાદો (Criminal Intention or mens reà):
કોઈ કૃત્ય ગુનાહિત કૃત્ય બને તે અગાઉ જો વિચારમાં તેનું અસ્તિત્વ રહેલું હોય, તો તે ઇરાદાપૂર્વકનું કૃત્ય (intentional act) કહેવાય. દા. ત., ચોરી કરતાં અગાઉ, ચોરી કરવાનો વિચાર મનમાં ઉદભવ્યો હોય અને ત્યારબાદ ચોરી કરવામાં આવે. તો ઇરાદાપૂર્વક ચોરી કરેલ કહેવાય. ઇંગ્લેન્ડના કોજદારી કાયદાનો એક સિદ્ધાંત એવો છે કે કૃત્ય કરનાર વ્યક્તિનું માનસ (ઇરાદો) નિર્દોષ હોય. તો ગુનાનું કૃત્ય બનતું નથી. ઇંગ્લેન્ડના કાયદાનું સૂત્ર છે. "ગુનો બનવા માટે ઇરાદો અને કૃત્ય, બંને એકત્ર થવા જોઈએ.. (The intere and the act must both concur to constitute the crime).
એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે ભારતીય ફોજદારી ધારા હેઠળના ગુનાઓ સંબંધમાં ઇંગ્લેન્ડન કાયદાનું આ સૂત્ર લાગુ પડતું નથી, કારણ કે ભારતીય ફોજદારી ધારા હેઠળ વિવિધ ગુનાઓની વ્યાખ્યાઓમાં ગુનેગારનાં માનસ (મનની સ્થિતિ) અંગે સ્પષ્ટ જોગવાઈ કરાયેલ છે જેમ કે, જાણીબૂઝીને’, 'ઇરાદાપૂર્વક". *સ્વેચ્છાએ", "અપ્રમાણિકતાથી અથવા 'કપટપૂર્વક વગેરે શબ્દો જે તે ગુનાની વ્યાખ્યા આપતી વખતે પ્રયોજાયેલ છે.
ઇરાદો અને હેતુ (ઉદ્દેશ) :
આપણે જોયું કે ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનાની વ્યાખ્યા વખતે ગુનેગારનાં માનસની સ્થિતિ
સ્પષ્ટ કરાયેલ હોય છે. કોઈ ગુનાની વ્યાખ્યામાં જાણીજોઈને", ઇરાદાપૂર્વક', 'અપ્રમાણિકતાથી', 'સ્વેચ્છાએ,
-કપટપૂર્વક શબ્દ પ્રયોજાયેલ ન હોય, તો તેનો મતલબ એ થયો કે ગુનાહિત કૃત્ય કોઈ ગુનાહિત માનસ (કે ઇરાદા) વગર થયેલ છે. એટલે કે ગુનાહિત કૃત્યમાં ગુનાહિત ઇરાદાનો અભાવ રહેલો છે, પરંતુ ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનાહિત ઇરાદાનો અભાવ ધરાવતાં ગુનાઓ (કલમો 81 થી 86, 92 થી 94) આવીએ, તે પહેલાં ઇરાદો (Intention) અને હેતુ (motive) વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ. દા. ત.. અ નાં મનમાં બ ને ત્યાં ચોરી કરવાનો વિચાર આવે છે. તે અનુસાર તે બ ને ત્યાં ચોરી કરે છે. આ ઇરાદાપૂર્વકનું ગુનાહિત (ચોરીનું) કૃત્ય છે. કારણ કે ગુનાહિત કૃત્ય કરતાં અગાઉ તે કરવાનો ઇરાદો (વિચાર) તેનાં મનમાં પ્રગટ થયો હતો. અહીં ચોરીનાં કૃત્ય કરવાના ઇરાદા(intention)ને તેના હેતુ (motive) સાથે ભેળવી દેવાની જરૂર નથી. ચોરી કરવાનો ઇરાદો પ્રગટ થાય પણ તેની પાછળ અન્ય કોઈ કારણ (હેતુ) હોઈ શકે. જેમ કે, પ્રસ્તુત કેસમાં અ નાં ઘરમાં ભૂખમરો પ્રવર્તતો હોય, તો ભૂખમરો અટકાવવા તેણે ચોરી કરવાનો ઇરાદો સેવેલ હોય તેમ બની શકે. કોઈ કાર્ય કરવા પાછળનો હેતુ શુદ્ધ હોય, છતાં તે માટે કરાયેલ કૃત્ય ગુનાહિત હોઈ શકે. જે કૃત્ય ગુનાહિત હોય. તો તેની પાછળ રહેલ શુદ્ધ હેતુ તે માટેની જવાબદારીમાંથી મુક્તિ અપાવી શકે નહીં. જેમ કે, પ્રસ્તુત કેસમાં, અ નો હેતુ તેના કુટુંબને ભૂખમરાથી બચાવવાનો હતો, તો પણ તેણે કરેલ ચોરી માટે તે જવાબદાર તો છે જ.
એવાં પણ કેટલાંક કૃત્યો હોય છે કે જે ગુનાહિત જણાય. પરંતુ ગુનાહિત ઇરાદા વગર કરાયેલ હોવાથી તેના માટે શિક્ષા કરવામાં આવતી નથી. કારણ કે તેને ગુનાહિત ગણવામાં આવતા નથી. ગુનાહિત ઇરાદા વગર થયેલાં આવાં કૃત્યો સામાન્ય અપવાદોના વિભાગમાં (કલમો 81 થી 86 અને 92 થી 94) આવે છે. આવાં સાત પ્રકારનાં આવા અપવાદો છે અને તેનું વર્ગીકરણ પ્રશ્ન નં. 23 હેઠળ જોઈ ગયા છીએ. તેથી તે (વર્ગીકરણ)નું અત્રે પુનરાવર્તન કરતા નથી. આ અપવાદો એક પછી એક જોઈએ.
બીજી હાનિ અટકાવવા કરેલ કૃત્ય :
ક. 81 માં આ સંબંધી જોગવાઈ કરાયેલ છે. ક. 81 જણાવે છે કે જ્યારે કોઈ કૃત્ય-
(એ) શુદ્ધબુદ્ધિથી અને
(બી) હાનિ પહોંચાડવાના ગુનાહિત ઇરાદા સિવાય, અથવા તેનાથી હાનિ થવા સંભવ હોવાનું જાણવા છતાં,
(સી) કોઈ શરીર કે મિલકતને અન્ય હાનિ થતા અટકાવવા કે નિવારવા કરાયેલ હોય.
- તો આવું કૃત્ય ગુનો બનતું નથી.
ઉદાહરણ
(A) * નામની એક સ્ટીમરનો કપ્તાળ, અધામક પોતાના વાંક અથવા બેદરકારી વિના પોતાને એવી સ્થિતિમાં મુકાયેલ જુણે છે કે તેની સ્ટીમરને અટકાવે તે 30 ઉતારુઓવાળી એક હોડી માથે ટકરાશે, મિવાય 20 સે તેની સ્ટીમરનો મારી બદલે પણ આ રીતે પાળ બદલતી ક નામની ત્રણ ઉતારુઓવાળી હોડી સાથે અથડાવવાની મંાવ હતો. પણ તેનાથી કદાચ ઉગરી જવાની સંભવ હતો. આથી જો અ. કે નામની હોડીને અથડાવવાના ઇરાદા વગર શુદ્ધબુદ્ધિથી બે હોડીના ઉતારુખોને હાનિ થતી અટકાવવાના હેતુથી પોતાની માર્ગ બદલે અને જો તેમ કરવાથી કે નામની હોડી સાથે અથડાય, તો પણ ગુનેગાર થતી નથી. કારણ કે આવું પરિણામ આવવાની સંભવ હોવાનું જાણવા છતાં, હકીકતમાં તેણે કરેલ કૃત્ય એક ગંભીર અને મોટી હાનિ થતી અટકાવવાનું હતું અને તેથી કે હોડીને અથડાવવાનું સાહસ કરવાનું ક્ષમ્ય હતું. ગુની બનતું ન હતું.
(B) એક મોટી આગ લાગતા તે આગ વિસ્તરે નહીં તે માટે અ અમુક મકાનો તોડી નાબે છે. અ આ કાર્ય શુદ્ધબુદ્ધિથી માણસો અને મિલકત બચાવવા તે કાર્ય કરે છે. આ નો હેતુ પ્રગ્ન તાંડવ વિસ્તરતું અટકાવવાનો હતો. વળી તેની શુદ્ધબુદ્ધિ અને ગુનાહિત માનસની ગેરહાજરી સ્પષ્ટ તરી આવતી હતી. તેણે માનવ અને મિલકતને નુકસાન થતું અટકાવવા માટે જ આ કાર્ય કરેલ હતું. આથી અ એ કોઈ ગુનો કર્યો નથી.
ગુનાહિત ઇરાદા વગર થયેલ કૃત્યને જ 8. 81 હેઠળનું રક્ષણ મળી શકે. તેથી કોઈ વ્યક્તિ, ઇરાદાપૂર્વક બીજી હાનિ થતી અટકાવવા કોઈ ગુનાહિત કૃત્ય કરી શકે નહીં. દા. ત., સરકાર વિ. ધનિયા દાજીના કેસમાં આરોપીએ જાણીજોઈને તેના તાડીના માટલામાં ઝેર ભેળવ્યું હતું. આમ કરવામાં તેનો ઇરાદો, માટલામાંથી ાઈયુ સાડીની ચોરી કરવાને ટેવાયેલ ચોરને શોધી કાઢવાનો હતો. એક અજાણ્યા વેચનાર પાસેથી કેટલાપી સૈનિકોએ તાડી ખરીદીને પીધી હતી. આથી તેમને ઈજા થઈ હતી. આ કેસમાં ઠરાવાયું કે આરોપીને સાચી રીતે જ ક. 328 (ઝેર વગેરે દ્વારા ઈજા) મુજબ ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. ક. 81 આ સંબંધમાં લાગુ પડે નહીં. આ કલમ એવા સિદ્ધાંત પર રચાયેલી છે કે જ્યારે એકાએક અત્યંત ગંભીર કટોકટીનાં કારણે એક અથવા બીજું નુકસાન અનિવાર્ય હોય ત્યારે ઓછી હાનિ થાય તેવો પ્રયત્ન કરવાનું કાયદેસર છે. આવો પ્રયત્ન ગુનો બનતું નથી.
પોતાની જાત ને સુરક્ષિત રાખવાનો ગુનો (Doctrine of self-preservation):
કલમ.81 અનુસાર કરવામાં આવેલ કોઈ કાર્ય ગુનાહિત ઇરાદા વગર થયેલ હોવાનું જરૂરી છે. હેતુ ગમે તેટલો શુદ્ધ હોય તો પણ જ્યાં ગુનો થયેલ હોય, ત્યાં ગુનાહિત જવાબદારીમાંથી છટકી શકાતું નથી. દા. ત.. ચોરી કરનાર એવો બચાવ ન લઈ શકે કે પોતાના કુટુંબને ભૂખમરાથી બચાવવા તેણે ચોરી કરી હતી. કારણ કે પહોંચાડેલ છે. તેણે ગેરકાયદેસર સાધન દ્વારા અન્યાયી લાભ મેળવેલ છે અને સામા પક્ષને અન્યાયી હાનિ પહોચાડેલ છે
ડડલી વિ. સ્ટીફન્સના કેસમાં બે પુખ્ત વયના તેમજ એક સગીર બાળક વહાણમાં નીકળ્યા હતા. ૫ તેમનું વહાણ ભાંગી ગયું હતું. તેમનો ખોરાક, પાણી વગેરે ખૂટી પડયા હતા. સાત દિવસ તેઓ ખોરાક વગર રહ્યા હતા. ત્રણે જણાને મૃત્યુ નજીક લાગતું હતું. તેમાંના બે પુખ્ત વયના ખલાસીઓએ નક્કી કર્યું કે ત્રણે જણા ભૂખ્યા મરી જાય તેના કરતાં તેઓ બાળકને મારી નાખે અને તેનું માંસ ખાઈને પોતે જીવતા રહે. આ નિર્ણય મુજબ તેમણે બાળકની હત્યા કરી. તેમની સામેના ખૂનના મુકદ્દમામાં તેમનો બચાવ એવો હતો કે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે તેમણે બાળકની હત્યા કરી હતી. જો તેમણે તેમ ન કર્યું હોત તો ત્રણે જણા મૃત્યુ પામત. આ કેસમાં ઠરાવાયેલ કે તેઓ ખૂનના ગુના માટે ગુનેગાર હતા.
બીજા એક કેસમાં એક વહાણ તૂટી જતાં અ અને બ દરિયામાં તરી રહ્યા હતા. દરમ્યાનમાં તેઓને એક પાટિયું મળ્યું હતું. પરંતુ આ પાટિયું બે જણાનો ભાર ઝીલી શકે તેમ ન હતું. આથી અ એ બ ને ધક્કો માર્યો હતો અને બ ડૂબી ગયો હતો. આ બનાવમાં સર જેમ્સ સ્ટીફન્સના મત અનુસાર અ એ કોઈ ગુનો કર્યો ન હતો, કારણ કે અ એ બ ને કોઈ સીધી ઈજા પહોંચાડેલ નથી. તેને બીજું પાટિયું મેળવવાના નસીબ પર છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ આ અભિપ્રાય સ્વીકારી શકાય તેવો નથી.
બાળકનું કૃત્ય :
બાળકનું કોઈ કૃત્ય -
(1) જો તે સાત વર્ષથી નીચેની વથનું હોય, તો કે. કર મુજબ તેનો કોઈ કૃત્યથી ગુનો બનતો. નથી. તેને સંપૂર્ણ માફી છે.
(2) જો તે સાત વર્ષથી વધુ ઉંમરનું હોય, પણ બાર વર્ષથી નીચેની વચનું હોય, પરંતુ જો તે કરવામાં આવેલ કૃત્યનો પ્રકાર અને તેના પરિણામો સમજવા જેટલી પરિપક્વ સમજરશક્તિ ધરાવતું ન હોય, તો તેનાં કોઈ કૃત્યથી ગુનો બનતો નથી. (5.83)
કલમ.83 જણાવે છે કે સાત વર્ષથી નીચેની વયનું કોઈ બાળક ગુનેગાર થઈ શકતું નથી. કારણ કે કાયદાનું અનુમાન એવું છે કે તેટલી બાળક ગુનો કરવા અસમર્થ (doll incapat) છે. એટલે કે તે સારું-નરસું સમજવાની પરખશક્તિ ધરાવતું હોતું નથી. તેથી તેના વડે કોઈ ગુનો થઈ શકે નહીં. સાત વર્ષથી નીચેના બાળકની ગુનાહિત જવાબદારીમાંથી મુક્તિ ફક્ત આ કાયદા પૂરતી મર્યાદિત નથી. આ સિદ્ધાંત અન્ય કાયદાઓને પણ લાગુ પડે છે. બાળકની જવાબદારી અન્ય રીતે સમજવાનો પ્રયત્ન કરીએ.
સાત વર્ષથી નીચેનું (જવાબદાર નથી.)
બાર વર્ષથી ઉપરનું (જવાબદાર છે.)
સાત વર્ષ અને બાર વર્ષ વચ્ચેનું જો અપરિપક્વ સમજશક્તિ હોય (જવાબદાર નથી.) , જો પરિપક્વ સમજશક્તિ હોય (જવાબદાર છે.)
નીચેના સંજોગોમાં બાળકની ગુનાહિત જવાબદારી થતી નથી.
(1) જો બાળકની ઉંમર 7 વર્ષથી નીચે હોય, અથવા
(2) જો બાળકની ઉંમર 7 વર્ષથી વધુ. પરંતુ 12 વર્ષ હેઠળની હોય પણ તે અપરિપક્વ સમજશક્તિ. સારું-નરસું પરખવાની સમજશક્તિ ધરાવતું ન હોય તો.
ઉદાહરણો :
(A) અ એક દસ વર્ષની છોકરી છે. તેણીના પતિની હયાતીમાં તેનું બીજું લગ્ન થાય છે. તેણીનું આ બીજું લગ્ન તેની માની પેરવીથી થયેલ હતું. પણ જો એમ પુરવાર કરવામાં આવે કે તેણી પોતાનાં કૃત્યનાં પરિણામો વિશે જાણવાની પૂરતી સમજશક્તિ ધરાવતી હતી, તો તેણી દ્વિપતિકરણના ગુના માટે જવાબદાર બનશે.
(B) નવ વર્ષના એક બાળકે ગળાના હાર(નેકલેસ)ની ચોરી કરી હતી. ત્યારબાદ તે બાળક અ ને તે હાર માત્ર આઠ આનામાં વેચી દે છે. કેસમાં રજૂ થયેલ પુરાવાથી એમ સૂચિત થતું હતું કે બાળકે પોતાનાં કૃત્યનાં પરિણામો વિશે જાણવાની પૂરતી સમજશક્તિ પ્રાપ્ત કરી હતી. આથી બાળક ચોરીના ગુના માટે જવાબદાર બને છે અને અ ચોરીનો માલ હોવાનું જાણવા છતાં તેનો સ્વીકાર કરવા બદલ જવાબદાર બનશે.
દીવાનો માણસનું કૃત્ય :
આ સંબંધમાં છે. 84માં જોગવાઈ છે. દીવાના (ગાંડા-પાગલ) માણસે કલમ. 83 માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગો હેઠળ કરેલ કૃત્ય સંપૂર્ણ માફી ને પાત્ર છે. કલમ 84 જણાવે છે કે જયારે કોઈ વ્યક્તિએ કરેલ કૃત્ય તેનાં મગજની અસ્થિરતાનાં કારણે કરવામાં આવેલ કૃત્યનું-
(એ) સ્વરૂપ સમજવા, અથવા
(બી) તે જે કરે છે તે ખોટું અથવા કાયદા વિરુદ્ધનું છે. - એમ જાણવા તે અસમર્થ હોય. તો તેનું કૃત્ય ગુનો બનતું નથી.
ઉદાહરણ :
અ ગાંડપણની અસર હેઠળ બ ને મારી નાખવાનો પ્રયાસ કરે છે. અ એ ગાંડપણની અસર હેઠળ આ કૃત્ય કરેલ હોવાથી તે જવાબદાર બનતો નથી. કારણ કે તે કૃત્યનું સ્વરૂપ માણસલા તેણે કરેલ કૃત્યનું કાંઈ કરે છે તે ખોટું અથવા કાયદા વિરુદ્ધનું છે તે જાણવા અસમર્થ સ્વરૂપ તે સમજવા અથવા તે જે કરે છે તે ખોટું અથવા કાયદા વિરુદ્ધનું છે તે સમજવા અસમર્થ હોય તેવા કિસ્સાઓમાં જ કૃત્યને માફી બક્ષવામાં આવી છે. મગજની અસ્થિરતા યાને કે મનોવિક્ષેપ સાબિત કરવાનો નિર્ણાયક સમય વાસ્તવમાં ગુનો થયો હોય ત્યારનો છે. તે પુરવાર કરવાનો બોજો આરોપી પર રહેલો છે. આવી વ્યક્તિ જો ગુનો કરે, તો દેખીતી રીતે તેને જવાબદાર ગણી શકાય નહીં. કારણ કે ગુનાહિત માનસનો તેનામાં સદંતર અભાવ હોય છે.
ઉન્માદી ભ્રમણા :
ગાંડપણ નજીકની બીજી અવસ્થા ઉન્માદી ભ્રમણાની છે. ઉન્માદી ભ્રમણા સેવતી વ્યક્તિ કોઈ ગુનો કરે તો માફ થઈ શકે કે કેમ તે બાબતનો આધાર તેણે સેવેલ ભ્રમણાના પ્રકાર પર રહેલો છે. જો કોઈ વ્યક્તિ અંશતઃ ભ્રમણાની અસર હેઠળ કાર્ય કરે અને અન્ય બાબતો પરત્વે તે સ્વસ્થ હોય. ત્યારે તે પોતાનાં કાર્ય માટે જવાબદાર બને છે. દા. ત., અ એવી ઉન્માદી ભ્રમણાથી પીડાય છે કે બ અને ક તેને હેરાન કરી રહ્યા છે. તેમની સામે વેર લેવા માટે અ એક ભ્રમણાથી છરી બજારમાંથી ખરીદ કરે છે અને બ અને ક જે ક્લબ પર હોય છે ત્યાં જઈ તેમને મારી નાખે છે. આ કેસમાં અ એ બજારમાંથી છરી ખરીદ કરી અને તેઓની ક્લબ પર જઈ તેમની હત્યા કરી તે હકીકત દર્શાવે છે કે તેના ઇરાદા વિશે તે સભાન હતો અને તેણે ઇરાદાપૂર્વક કૃત્ય કરેલ હતું.
મેકનોટનનો કેસ :
દાક્તરી વિદ્યામાં જાણીતા Persecution mania ના રોગથી મી. મેકનોટન વર્ષોથી પીડાતો હતો. તેના મનમાં એમ ઘર કરી ગયેલ કે અમુક વ્યક્તિઓની ટોળી તેની પાછળ પડી છે, તેની નિંદા કરે છે અને તેની પ્રગતિમાં અવરોધ કરે છે. એક દિવસ તેણે એરીંગ ક્રીસ રેલ્વે સ્ટેશને એક મી. ડ્રગમોન્ડને તે ઇંગ્લેન્ડનો વડોપ્રધાન સર રોબર્ટ પીલ જ તેની તમામ તકલીફોનાં મૂળમાં છે છે અને તે તેમ સમજીને ગોળીથી વીંધી નાખેલ હતો. તપાસવામાં આવેલ કેટલાક સાક્ષીઓએ એમ નિવેદન કર્યું હતું કે આરોપી બનાવ સમયે અનિયંત્રિત લાગણીના આવેશમાં હતો. નક્કી કરવાની કસોટી એ હતી કે જ્યારે ગુનો થયો તે સમયે આરોપી સમજદાર તરીકે વર્યો હતો કે તેણે પોતાની જાત પરનો સંપૂર્ણ કાબૂ ગુમાવી બેઠો હતો. અંતે તેનાં ગાંડપણને ધ્યાનમાં લેતાં નિર્દોષ ઠરાવાયો હતો.
નશો કરેલ વ્યક્તિનું કૃત્ય :
આ સંબંધમાં કલમો 85, 86 માં જોગવાઈ કરાયેલ છે. ગાંડપણ એ રોગ છે. . જ્યારે છાકટાપણું દુર્ગુણ છે અને તેથી નિંદનીય છે. જે કોઈ વ્યક્તિ નશો કરી છાકટા બનવાનું પસંદ કરે, છે. ક. 85 જણાવે છે કે નશો કરવાથી પોતાનાં કૃત્યનું – ર દુ તો તે તેનું સ્વૈચ્છિક કાર્ય
(એ) સ્વરૂપ સમજવા, અથવા
(બી) પોતે જે કરે છે તે ખોટું અથવા કાયદા વિરુદ્ધનું છે, તે સમજવા અસમર્થ વ્યક્તિનું કોઈ કૃત્ય ગુનો બનતું નથી, પરંતુ શરત એ છે કે જે વસ્તુથી તેને નશો ચડેલ હોય તે વસ્તુ
(એ) તેની જાણ બહાર, અથવા
(બી) તેની ઇચ્છા અને સંમતિ વિરુદ્ધ
-તેને અપાયેલી હોવી જોઈએ. આમ કાયદામાં સ્વેચ્છાથી કરાયેલ નશા માટે તથા એવાં છાકટાંપણાંનો પરિણામે કરવામાં આવેલ ગુનો ક્ષમ્ય નથી
નશો કરેલ સ્થિતિ અથવા છાકટાપણું
↓
સ્વૈચ્છિક (ક્ષમ્ય નથી.)
અનૈચ્છિક એટલે કે બળથી અથવા કપટથી થયેલ હોય, તદુપરાંત, કૃત્ય કરતી વેળાએ કૃત્યનું (એ) સ્વરૂપ (બી) અયોગ્યતા કે (સી) ગેરકાયદેસરતા વિશે જાણવા વ્યક્તિ અસમર્થ હોવી જોઈએ.
↓
(તો તેનું કૃત્ય ક્ષમ્ય છે.)
જે વ્યક્તિએ પોતાની મેળે નશો કરેલ હોય અને તે કોઈ ગુનો કરે તો તેને આ કલમનું રક્ષણ પ્રાપ્ત થતું નથી. પોતાના ગુના માટે તે જવાબદાર છે, પરંતુ જો કોઈની દગલબાજી અથવા કપટથી તેને નશો કરાવાયેલ હોય અને તેથી કરીને તે પોતાનાં કૃત્યનું સ્વરૂપ અને તે ખોટું અથવા કાયદા વિરુદ્ધનું કરે છે તે સમજવા અસમર્થ હોય, તો આ કલમ હેઠળ તેનું કૃત્ય ગુનાહિત નહીં. પરંતુ ક્ષમ્ય ગણવામાં આવે છે. નશો કરેલ સ્થિતિ અથવા છાકટાપણાંની ખરી કસોટી એ છે કે આરોપી છાકટાપણાંને લીધે ગુનો કરવા માટેનો ઇરાદો ધરાવવા સમર્થ હતો કે કેમ. ક. 86 જણાવે છે કે જો કોઈ નશો કરેલ વ્યક્તિ ગુનો કરે અને તે ગુનો થવા માટે વિશેષ ઇરાદો કે જ્ઞાનની જરૂર હોય, ત્યારે તે એવો ઇરાદો અથવા જ્ઞાન ધરાવતો હતો તેમ અનુમાન કરવામાં આવશે, સિવાય કે તેને જે વસ્તુથી નશો થયેલ હોય તે તેની જાણ વિના અથવા તેની મરજી વિરુદ્ધ તેને અપાયેલ હોય.
ઉદાહરણો :
(A) અ એ અતિશય નશો કર્યો હતો, પરંતુ તે જાણતો હતો કે પોતે શું કરી રહ્યો છે. તે પોતાના ઘેર જાય છે અને તલવાર ઉઠાવે છે. તે રસ્તે તલવાર લઈ દોડે છે અને બૂમ પાડી જણાવે છે કે તે તેના દુશ્મન બને મારી નાખવાનો ઇરાદો ધરાવે છે. રસ્તે જનાર ક નામની વ્યક્તિએ તેને શાંત પાડવા પ્રયત્ન કરતાં અ તેના પર તલવારનો ઘા કરે છે. ક નું મૃત્યુ થાય છે. અ સાપરાધ મનુષ્ય વધના ગુના માટે જવાબદાર છે.
(B) અ, બ ને કહે છે “આજે તહેવાર છે અને તેથી તું દારૂ પી.* બ તેનું માનીને દારૂ પીવે છે. તેની અસરના લીધે બ, ક ને તમાચો મારે છે. બ એ ક. 350 મુજબ ગુનાહિત બળ વાપરવાનો પ્રયત્ન કર્યો છે. બ એ સ્વેચ્છાપૂર્વક નશો કરેલ હોવાથી ક. 85 હેઠળનું રક્ષણ તેને મળી શકે નહીં.
બીજાનાં હિત માટે શુદ્ધબુદ્ધિથી કરાયેલ કાર્ય :
આ સંબંધમાં ક. 92 માં જોગવાઈ કરાયેલ છે. ક. 92 જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ -
(A) પોતાની સંમતિ આપવા અસમર્થ હોય, અથવા
(B) તેના વાલીની સંમતિ મેળવવા જેટલો સમય ન હોય, (સી) ત્યારે તે વ્યક્તિનાં હિતમાં અથવા તેના સારા માટે,
(D) શુદ્ધબુદ્ધિથી.
(E) તેને ઈજા થાય તેવું કૃત્ય કરવામાં આવે,
તો આવું કૃત્ય ગુનો બનતું નથી, પરંતુ આયુ હાય તેને મીત અથવા મહાવ્યાધિમાંથી ઉદરવા અથવા કોઈ સંગ નિવારણના હેતુ અંશે કરેલ હોવું જોઈએ.
ઉદાહરણ
(A) અ નામની વ્યાઉત્ત પીડા પરથી પડી જાય છે અને તેને શીલ ઈજાનાં કારણે એ બેભાન થઈ ગયેલ છે. ડોક્ટર માને છે કે તેના પર શસ્ત્રક્રિયા કરવી જરૂરી છે. એ બાનમાં ન હોવાથી તેની સંમતિ મેળવી શકાય તેમ નથી. તેમજ તેના વાલીની સંમતિ મેળવવા જેટલો સમય પણ નથી. ડૉક્ટર શુદ્ધબુદ્ધિથી અને તેનું પોત ન થવાના હેતુથી અ પર શસ્ત્રક્રિયા કરે છે. તેનાથી કદાચ આ ને કોઈ ઈજા થાય, ની ડૉક્ટર જવાબદાર નથી.
(B) એ નામની વ્યક્તિને વાઘ પકડીને લઈ જતી હતો. તેને બચાવવાના ઇરાદાથી બ શુદ્ધબુદ્ધિથી વાઘ તરફ ગોળીબાર કરે છે. જો કે બ જાણે છે કે તેનાથી અ ને ઈજા થવા સંભવ છે. ગોળી અ ને વાગવાથી આ મૃત્યુ પામે છે. બ બે કોઈ ગુનો કરેલ નથી. તેનામાં ગુનાહિત ઇરાદાનો અભાવ છે. શુદ્ધબુદ્ધિથી અ ને બચાવવાની તેની ઇાદી હતો. આગ લાગી હતી તેવા એક મકાનમાં અ હતો. તેની સાથે ડ નામનું બાળક પણ હતું. નીથ
(સી) લોકો ધાબળો પાથરી બાળકને ઝીલી લેવા તૈયાર ઊભા હતા. અ જાણતો હતો કે બાળકને ઉપરથી નીચે ફેંકવાથી તેનું મૃત્યુ પણ નીપજી શકે છે. આમ છતાં તે બાળકનાં હિતમાં શુદ્ધબુદ્ધિથી અને તેને મારી નાખવાના ઇરાદા સિવાય ઉપરથી નીચે ફેંકે છે. જો આમ ફેંકવાથી બાળકનું મૃત્યુ થાય, તો અ જવાબદાર નથી. અ પોતાની મોટર સાયકલ પરથી ફેંકાઈ જઈ મૂર્છિત થઈ રસ્તા પર પડે છે. બ નામના સર્જનને એમ લાગે છે કે અ પર તાત્કાલિક શસ્ત્રક્રિયા કરવી જરૂરી છે. અ સંબંધીઓ પાસે રજા માગવા જેટલો સમય રહ્યો નથી. બ, અ પર શસ્ત્રકિયા કરે છે. તેમાં આ ને ઈજા કે તેનું મૃત્યુ થાય તો બ જવાબદાર નથી. ક. 12 નું રક્ષણ બ ને પ્રાપ્ત થાય.
શુદ્ધબુદ્ધિથી કહેવામાં આવેલ ફકીકત :
આ સંબંધમાં કલમ. 93માં જોગવાઈ કરાયેલ છે. ક. 93 જણાવે છે કે કોઈ વ્યક્તિએ શુદ્ધબુદ્ધિથી બીજી વ્યક્તિનાં હિતમાં કોઈ હકીકત કરેલી હોય અને તેનાથી બીજી વ્યક્તિને ઈજા થાય, તો હકીકત કહેવાથી કોઈ ગુનો બનતો નથી.
ઉદાહરણ :
અ તેના દર્દી બ ને જણાવે છે કે તેનો રોગ એવો છે કે કદાચ તેનું મૃત્યુ થાય. આ હકીકત સાંભળી આઘાતથી બ નું મૃત્યુ થાય છે. બ ના સગાં-સંબંધીઓનો દાવો છે કે જો ડૉક્ટરે આ હકીકત કહી ન હોત. તો બ નું મૃત્યુ થાત નહીં. અ એ આ હકીકત 'બ નાં હિતમાં શુદ્ધબુદ્ધિથી કહેલ હોવાથી અ એ કોઈ ગુનો કર્યો નથી.
બળજબરી અથવા ધમકી હેઠળ કરાયેલ કૃત્ય :
આ સંબંધમાં ક. 94 માં જોગવાઈ કરાયેલ છે. ક. 94 જણાવે છે કે -
(1) ખૂન (પ્રયત્ન અને મદદગારી નહીં), અને
(2) દેહાંત દંડની શિક્ષાને પાત્ર થતા રાજ્ય વિરુદ્ધના ગુનાઓ સિવાયનું કોઈ કૃત્ય જો કોઈ વ્યક્તિએ ધમકી હેઠળ કરેલ હોય ગનો બનતું ગુની બનતું નથી, પરંતુ ધમકી એવી હોવી જોઈએ કે જેથી તે વ્યક્તિને તે જ ક્ષણે મૃત્યુ થવાની વાજબી રીતે ભીતિ ઉત્પન્ન થયેલ હોય, પરંતુ કૃત્ય કરનાર વ્યક્તિએ -
(1) પોતાની મેળે, અથવા (2) તેને તત્ક્ષણ મૃત્યુથી ઓછી હાનિ થવાના ભયથી
- પોતાની જાતને તે રીતે અટકાયતમાં મૂકેલ હોવી જોઈએ નહીં.
ખુલાસો-1 (Explanation-1):
કોઈ વ્યક્તિ, પોતાની મેળે અથવા માર પડવાના ભયથી લૂંટારુઓની ટોળીમાં, તેઓની પ્રકૃતિ જાણવા છતાં, સામેલ થાય, તો તે આ અપવાદનો લાભ મેળવવા હક્કદાર નથી.
ખુલાસો-2 (Explanation-1):
લૂંટારૂઓની ટોળી કોઈ વ્યક્તિને પકડીને તેને તત્ક્ષણ મારી નાખવાની ધમકી આપીને કોઈ ગુનાહિત કૃત્ય કરવાની ફરજ પાડે, તો તે વ્યક્તિ આ અપવાદના લાભ માટે હક્કદાર છે. ઉદાહરણ
લૂંટારૂઓની એક ટોળી કોઈ ગામમાં ધનિકના ઘેર લૂંટ કરવા જાય છે. તે ધનું બારણું તોડવા માટે તે ગામમાંથી એક લુહારને અર્ધી રાત્રિએ ઉઠાવી લાવી, તેને તત્ક્ષણ મૃત્યુની ધમકી આપી, ઘરનું, તોડવા (ગુનાહિત કૃત્ય કરવા) કરજ પાડે છે. આ લુાર આ અપવાદનો લાભ મેળવવા હક્કદાર કરવામાં આવેલ ગુના જો બળજબરી અથવા તત્ક્ષણ મૃત્યુની ધમકીથી કરવામાં આવેલ હોય. ક્ષમ્ય છે. પરંતુ ખૂન અથવા દેહાંત દંડની શિક્ષાને પાત્ર થતા રાજ્ય વિરુદ્ધના બળજબરી અથવા તત્કાનું મૃત્યુની ધમકી હેઠળ કરવામાં આવેલ હોવા છતાં, ક્ષમ્ય બનતા નથી. ધમકી અથવા બળજબરીના કારણે કરવામાં આવેલ ગુનો ત્યારે જ ક્ષમ્ય છે કે જો તે તત્ક્ષણ મૃત્યુના ભયની ધમકીથી કરવામાં આવેલ હોય. દા. ત.. કોઈ વ્યક્તિ ભરેલી બંદ્રકથી બીજી વ્યક્તિના ગળા સમક્ષ ધરીને તેને ધમકી આપવામાં આવે કે જો તે ક ને મારશે નહીં, તો તે જ ક્ષણે તેને મારી નાખવામાં આવશે. આવા કિસ્સામાં અપવાદનો લાભ મળી શકે. માત્ર ભવિષ્યમાં મૃત્યુ થવાના લયથી અથવા મૃત્યુથી ઓછી ઈજા કરવાની ધમકીથી ક ને મારવાનું કૃત્ય ક્ષમ્ય બની શકે નહીં.
આ અપવાદનો લાભ મેળવવા માટે એ જરૂરી છે કે એ વ્યક્તિ પોતે તે સ્થિતિમાં આપમેળે મૂકાવેલ હોવી ન જોઈએ. દા. ત., અ નામનો લુહાર, લૂંટમાં ભાગ મેળવવાના ઇરાદાથી લૂંટારૂઓની ટોળીમાં જોડાય છે. લૂંટારુઓના સરદારે તેને તત્ક્ષણ મૃત્યુની ધમકી આપતાં તેણે બ નામની ધનિક વ્યક્તિના પરનો દરવાજો તોડયો હતો. અ ને આ અપવાદનો લાભ મળી શકે નહીં, કારણ કે તે સ્વેચ્છાએ લૂંટારુઓની ટીળીમાં અપ્રમાણિક ઇરાદાથી જોડાયો હતો.
ફોજદારી ધારામાં અકસ્માત કઈ હદ સુધી બચાવ છે,
કાયદેસરનું કૃત્ય કરતાં અકસ્માતમાં થયેલ ઈજા.
આ સંબંધમાં કં. 80 માં જોગવાઈ કરાયેલ છે. ક. 80 જણાવે છે કે - જ્યારે કોઈ કૃત્ય, અકસ્માત અથવા કમનસીબીથી,
(A) કોઈપણ જાતના ગુનાહિત જ્ઞાન અથવા ઇરાદા વગર,
(B) કોઈ કાયદેસર કૃત્ય - (1) કાયદેસર રીતે, (2) કાયદેસરનાં સાધનો વડે, અને (3) યોગ્ય કાળજી અને સંભાળપૂર્વક કરતાં બનવા પામેલ હોય.
- તો આવું કૃત્ય ગુનો બનતું નથી.
ઉદાહરણ :
અ કુહાડી વડે કામ કરી રહ્યો છે. દરમ્યાનમાં કુહાડીનું પાનું ઉછળે છે. તેથી પાસે ઉભેલ માણસને તે વાગતાં તેનું મૃત્યુ થાય છે. અહીં અ કાયદેસર કૃત્ય કાયદેસર સાધનથી કરી રહ્યો હતો. અ એ યોગ્ય સાવધાની રાખી હોય, તો તેનું આ કૃત્ય ક્ષમ્ય છે અને ગુનો બનતું નથી. અકસ્માતમાં કાંઈક આકસ્મિક અને અણચિંતવ્યું બનવાનો અર્થ રહેલો છે. કોઈ ઈજા અકસ્માતમાં થઈ છે એમ ત્યારે જ કહેવાય કે જ્યારે તે અજાણપણે અને બેદરકારી વિના થયેલ હોય.
કલમ. 80 લાગુ પાડવા માટે આવશ્યક તત્ત્વો:
કોઈ કૃત્ય અકસ્માતનાં કારણે ક્ષમ્ય ઠરાવવું હોય. તો એમ પુરવાર થવું જોઈએ કે –
(એ) તે કૃત્ય અકસ્માત અથવા કમનસીબીથી થયેલ હતું.
(બી) તેમાં કોઈ ગુનાહિત ઇરાદો ન હતો,
(સી) તે કૃત્ય,
(1) કાયદેસર હતું. (2) કાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું.
(3) કાયદેસરનાં સાધન વડે કરવામાં આવી રહ્યું હતું. અને (4) યોગ્ય સંભાળ અને સાવચેતીથી કરવામાં આવ્યું હતું.
ઉદાહરણો :
(A) અ અને બ જંગલમાં શાહુડીનો શિકાર કરવા જાય છે. તેઓ આ રમતમાં રાહ જોતાં અમુક સ્થાનમાં પડી રહેવાને સંમત થાય છે. થોડીકવારમાં ખડખડાટ થતાં તે શાહુડી છે એમ સમજીને અ તે દિશામાં ગોળીબાર કરે છે. તે ગોળી બ ને વાગે છે. તેથી બ નું મૃત્યુ થાય છે. અ કોઈ ગુના માટે જવાબદાર નથી.
(B) બે વ્યક્તિઓ કુસ્તીબાજ છે. તેમણે કુસ્તીનું દંગલ ગોઠવેલ. તે દંગલ દરમ્યાન એક કુસ્તીબાજનું પડી જવાથી તેની ખોપરી ભાંગી જતાં. તેનું મૃત્યુ થાય છે. આ અકસ્માતનો કેસ છે.
(C) આ એક બંદૂક લે છે. તે ભરેલી છે કે નહીં તે જોયા વિના રમતમાં બ તરફ તાકે છે. દરમ્યાન ધડાકો થતાં, બ મરણ પામે છે. આ મૃત્યુ અકસ્માત નથી, કારણ કે તેમાં પૂરતી સંભાળ અને સાવચેતીનો અભાવ હતો.
(5) બ નાં મકાનમાં રહેલ એક પક્ષીની ચોરી કરવાના ઉદ્દેશથી અ તેની સામે ગોળીબાર કરે છે. અહીં અ તેનાં કૃત્ય માટે જવાબદાર છે, કારણ કે તેનું કૃત્ય કાયદેસરનું ન હતું.
(D) અ અને બ વચ્ચે રસ્તામાં લડાઈ થઈ રહી છે. ક તેમને છોડાવવા જાય છે. અ પાસે ભાલો હોય છે. ક એ છોડાવવા દરમ્યાન અ નો ભાલો તેને વાગે છે. આ અકસ્માત નથી. કારણ કે ભાલો રાખવાનું કાર્ય કાયદેસરનું ન હતું.
"સંમતિ આપે છે તેને હાનિ થતી નથી."
ઇરાદા વગર અને મોત વગર મહાવ્યથા જેનાથી પરિણમવાની સંભાવના છે તે જાણકારી વગર પરંતુ સંમતિ સહિત કરેલાં કૃત્યો.
ફોજદારી ધારાની કલમો 87 થી 9 માં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે અમુક મકાસના કાર્યો સાપી વ્યક્તિની સંમતિ મેળવી લિધી વાત થી આવ્યા હોય તો ગુનો બનતા નથી. સૌવપ્રથમ સંમતિ' નો અર્થ સમજીએ. કે. 90 માં ભવીને રાખ થપાયેલી છે. આ વ્યાખ્યા નકારાત્મક સ્વરૂપની છે. કલમ. 90 જણાય
(A)જ્યારે કોઈ સંમતિ કોઈ વ્યક્તિ દ્વારા ઈજાના ભયથી અથવા હકીકતની ગેરસમજૂતીથી આપવામાં આવી હોય અને સંમતિ મેળવનાર વ્યક્તિ જાણતી હોય (અથવા તેને માનવામે કારણે હોય આવી આપવા અને આવેલ સંમતિ એવા ભય અથવા ગેરસમજૂતીનું પરિણામ છે.
(B) જ્યારે કોઈ સંમતિ મગજની અસ્થિરતાને લીધે અથવા નશો કરવાનાં કારણે તે વ્યક્તિ જ બાબતમાં પોતાની સંમતિ આપે છે તેનું સ્વરૂપ અથવા પરિણામ સમજવાને અસમર્થ હોય
(C) જ્યારે બાર વર્ષથી નીચેની વ્યક્તિએ સંમતિ આપેલ હોય,
- તો આવી સંમતિ આ ધારા મુજબની સંમતિ નથી.
'સંમતિ' ની વ્યાખ્યા જોયા બાદ, સંમતિ મેળવીને કરાયેલ કૃત્યો કેવી રીતે ગુનો બનતા નથી તે સમજાવા કોશિષ કરીએ. સૌ પ્રથમ ક. 87 જોઈએ. કલમ. 87 જણાવે છે કે મૃત્યુ અથવા મહાવ્યથા પહોંચાડવાને ઇરાદો ન હોય, અથવા તેમ થવા સંભવ છે એવું જ્ઞાન ન હોય. અને જે કૃત્ય માટે 18 કૃત્ય વર્ષથી ઉપરની વ્યક્તિએ પોતાની સ્પષ્ટ કે ગર્ભિત સંમતિ આપેલ હોય, અને તે કૃત્યથી હાનિ થાય, તો આવું કૃત્ય ગુને બનતું નથી.
ઉદાહરણ :
અ અને બ આનંદ માટે એકબીજા સાથે પટ્ટાબાજી કરવા સંમત થાય છે. આ સંમતિનો અર્થ એ છે કે પટ્ટાબાજી દરમ્યાન બંને જણ પૈકી કોઈને રમતનાં કારણે (ખોટી રીતે નહીં) હાનિ થાય, તો સહન કરવી આથી રમત રમતાં જો બેમાંથી કોઈને હાનિ થાય, તો કોઈ ગુનો બનતો નથી. કલમ. 87 દ્વારા રમતગમત વગેરેને રક્ષણ આપવામાં આવેલ છે.
‘સંમતિ આપનારને હાનિ થતી નથી. (Volinti non fit injuria) ના સિદ્ધાંત પર આ કલમની રચના થયેલ છે. વળી, આ નિયમનો આધાર નીચેન બે સૂત્રો પર રહેલો છે.
(A) દરેક વ્યક્તિ પોતાનું હિત જોવા માટે યોગ્ય ન્યાયાધીશ છે. અને
(B) કોઈ વ્યક્તિ પોતાને નુકસાનકારક બાબતમાં બિલકુલ સંમતિ આપશે નહીં.
ઉદાહરણો :
(A) આરોપી પોતાને મદારી વિદ્યામાં પ્રવિણ કહેવડાવતો હતો. તેણે કેટલીક વ્યક્તિઓને એમ માનવાને પ્રેરેલ કે તેને ઝેર ઉતારવાની કળા સાધ્ય છે. આ પ્રમાણે સમજાવીને તેણે ઝેર સાપ કરડાવવા અંગે સમતિ મેળવી હતી. સાપ કરડાવવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હત અહીં હકીકતની ગેરસમજૂતીથી સંમતિ આપવામાં આવી હતી. કાયદાના અર્થમાં તે સમ કહેવાય નહીં. આથી આરોપી સાપરાધ માનવવધના ગુના માટે જવાબદાર હતો.
(B) અ શાળા અને બ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે હુતૂતૂ મેચ રમાય છે. આવી મેચ રમવા કાયદેસર છે. તમામ વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ ઉપરની છે. આ કાયદેસર રમત રમતાં શાળાને એક વિદ્યાર્થીને ઈજા થાય છે. અહીં કોઈ ગુનો બનતો નથી.
સંમતિ આપનારને હાનિ થતી નથી. સિદ્ધાંત પર આધારિત બીજો અપવાદ ક. 88માં જણાવાયો કલમ. 88 જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિના લાભ માટે તેની સ્પષ્ટ કે ગર્ભિત સંમતિથી શુદ્ધબુદ્ધિથી કોઈ કૃત્યથી તેને હાનિ થાય, ત્યારે આવું કૃત્ય ગુનો બનતું નથી, પરંતુ આવું કૃત્ય તેનું મૃત્યુ નિપજાવવા ઈરાદાથી અથવા જ્ઞાનથી થયેલ હોવું જોઈએ નહીં.
ઉદાહરણ :
અ સર્જન છે. બ અમુક દર્દથી પીડાતો હોય છે. તેના લાભ માટે અને તેની સંમતિથી અ તેના પર શસ્ત્રક્રિયા કરે છે. અ જાણે છે કે તેનાથી બ નું મૃત્યુ થવા સંભવ છે, પરંતુ તેનો ઇરાદો બ નું મૃત્યુ નિપજાવવાનો હોતો નથી. તેથી શસ્ત્રક્રિયાથી જો બ નું મૃત્યુ થાય, તો પણ અ એ કોઈ ગુનો કર્યો નથી. આ કલમથી શસ્ત્રવિદ્યા તેમજ શિક્ષકોનાં વાજબી કૃત્યોને રક્ષણ અપાયેલ છે. રાજ્ય વિ. ઘાટગેના કેસમાં અ એક માધ્યમિક શાળાનો વિદ્યાર્થી હતો. તે તોફાન કરતો હોવાથી વર્ગશિક્ષકે તેને વર્ગમાંથી કાઢી - મૂક્યો હતો. શાળાના આચાર્યે વિદ્યાર્થીને વર્ગખંડ શિક્ષકની માફી માંગવા જણાવેલ. આ એ તેમ કરવાનો -૧ ઈન્કાર કરતાં આચાર્યે તેને પાંચ સોટીઓ મારી હતી. આ કેસમાં ઠરાવાયું કે આવાં કૃત્યનો ક. 88માં --* સમાવેશ થતો હોવાથી આચાર્યે કોઈ ગુનો કર્યો નથી. આ કેસમાં ઠરાવાયેલ કે શાળાની શિસ્ત જાળવવાના
હેતુથી વિદ્યાર્થીને શુદ્ધબુદ્ધિથી વાજબી શારીરિક શિક્ષા કરવાનાં કાર્યને આ કલમથી રક્ષણ અપાયેલ છે. ત્રીજા પ્રકારના સંમતિથી કરાયેલ કૃત્ય વિશે ક. 89 માં કહેવામાં આવ્યું છે. ક. 89 જણાવે છે કે બાર -: વર્ષથી નીચેની વયના અથવા દીવાના માણસનાં હિત માટે તેના વાલી દ્વારા અથવા તેના વાલીની સ્પષ્ટ અથવા ગર્ભિત સંમતિથી, શુદ્ધબુદ્ધિથી કરાયેલ કૃત્યથી, હાનિ થવાનો સંભવ છે તેવું જ્ઞાન તથા ઇરાદો હોય
તો પણ, હાનિ થાય, તો તે કૃત્ય ગુનો બનતું નથી. પરંતુ તે કૃત્ય - (1) ઇરાદાપૂર્વક મોત નિપજાવવાનું, તેવો પ્રયત્ન કરવાનું અથવા તેમાં મદદગારી કરવાનું.
અથવા
મૃત્યુ અથવા મહાવ્યથા થતી અટકાવવા, કે કોઈ ગંભીર રોગ અથવા નબળાઈનો ઇલાજ કરવાના હેતુ સિવાય, તેનાથી મૃત્યુ થવા સંભવ છે તેમ જાણીને અથવા સ્વેચ્છાએ મહાવ્યથા કરવાનું અથવા તેવો પ્રયત્ન કરવાનું અગર તેમાં મદદગારી કરવાનું ન હોવું જોઈએ.
ઉદાહરણ :
(1) અ નામની વ્યક્તિ શુદ્ધબુદ્ધિથી, તેના 10 વર્ષનાં બાળકને, તેનો બાળકનાં હિતમાં, બાળકની સંમતિ વિના તેને થયેલ પથરીના ઇલાજ માટે શસ્ત્રવૈદ્ય પાસે શસ્ત્રક્રિયા કરાવડાવે છે. તે જાણતો હતો કે તેનાથી કદાચ બાળકનું મૃત્યુપણ થાય, પરંતુ તેમ કરવાનો તેનો ઇરાદો ન હતો. તેથી તેનાં આ કાર્યનો આ અપવાદમાં સમાવેશ થાય છે. કારણ કે તેનો ઇરાદો બાળકની પથરીનો ઇલાજ કરાવવાનો હતો.
(2) અ ને ઈજાઓ સહિત બેભાન હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. તેનો જાન ઓપરેશન વગર બચી શકે તેમ નથી. બ નામનો સર્જન તેનો જાન બચાવવા તેના પર સંપૂર્ણ કાળજીથી ઑપરેશન કરે છે. ઑપરેશન ટેબલ પર જ અ નું મૃત્યુ થાય છે. બ એ કોઈ ગુનો કર્યો નથી.
નજીવાં / ક્ષુલ્લક કૃત્યો
આ સંબંધમાં છે.95 માં જોગવાઈ કરાયેલ છે. ક. 95 જણાવે છે કે કોઈ કૃત્યથી એવી હાનિ ઘટ હોય કે જે હાનિ માટે સામાન્ય બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય કરિયાદ ન કરે, તો આવું કૃત્ય ગુનો બનતું નથી કાયદાનું સૂત્ર છે કે "કાયદો નજીવી બાબતોને લક્ષમાં લેતો નથી.* (De minimin now curat le માણસોના વ્યવહારમાં, સામાન્ય જીવનમાં રોજબરોજ એવા અનેક ઉદાહરણી બનતા હોય કે જે કાયાની ચુસ્ત નજરે ગુનો બનતા હોય. દા. ત., ટ્રેન કે બસમાં ભીડમાં ચડતી વખતે કોઈ હાથ કે બેગ બીજી વ્યક્તિને લાગી જાય. તે જ રીતે, પ્રવાસ દરમ્યાન, કોઈ એક પ્રવાસી, બીજા પ્રવાસીની તેની બાજુમાં પડેલ દિવાસળીની પેટીમાંથી તેના માલિકને પૂછ્યા વગર, એક દિવાસળી લઈ પોતાની બીડી સળગાવે છે. ઉતાવળે ચાલતી બે વ્યકિતઓ સામસામી ભટકાઈ જાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. એક ખંડમાં 100 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એક વિદ્યાર્થીની પેનમાંથી શાહી ખૂટી જાય છે. તે વિદ્યાર્થી બાજુન વિદ્યાર્થીની તેની નજીકમાં પડેલ પેન, તેને પૂછ્યા વિના જ પોતાને લખવા માટે લઈ લે છે. કાયદાની ચુસ્ત નજરે આ તમામ ગુનાહિત કૃત્યો છે. આમ છતાં આ કૃત્યથી થતી હાનિ એટલી નજીવી કે ક્ષુલ્લક છે. સામાન્ય સમજદાર વ્યક્તિ તેની ક્યારેય ફરિયાદ કરશે નહીં.
આ કલમ એવા બનાવો માટે રચવામાં આવી છે કે જેનો ફોજદારી ધારામાં શબ્દાર્થ ધ્યાનમાં લેતા સમાવેશ થાય, છતાં તાત્ત્વિક રીતે વિચારતાં ગુનામાં તેનો સમાવેશ થતો નથી. આપવામાં આવી છે જે રીતે ગુનાઓની વ્યાખ્ય તે જોતાં બીજાના ખડિયામાં કલમ બોળવી ચોરી ગણાય, બીજાની વેફર ખાઈ જવાનું બગાડ કહેવાય તથા બીજાની નજીકમાં પસાર થઈ ધૂળ ઉડાડવાનું કૃત્ય હુમલો ગણાય. બીજાને દબાવીને ટ્રેનમાં જગા મેળવવાનું કૃત્ય ઈજા (હાનિ) ગણાય. આવાં કાર્યો માનવ જીવનમાં સતત બન્યા કરે છે. પા કૃત્યો ગુનાઓથી અમુક અંશે જુદા પડે છે.
જયકિશ્ન સામંત કેસમાં સ્થાનિક રહેવાસીઓની કૂવો ખોદવા માટે આર્થિક સહાયની માગણી કરતી અરજીના સંબંધમાં એક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ સ્થાનિક તપાસ માટે ગયા હતા. દરમ્યાન તે સ્થળે એકઠા થયેલ લોકો સાથેની ચર્ચામાં તેમણે એવી ટકોર કરી હતી કે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પૈકી કેટલાક સારી સ્થિતિમાં હોવાથી તેઓએ સ્વખર્ચે કૂવો બનાવવો જોઈએ. આથી હાજર રહેલ એક વ્યક્તિએ ટકોર કરી કે તો પછી તમે શા માટે તપાસ કરો છો ? શાંતિથી ચાલ્યા જાવ. આ કેસમાં ઠરાવાયું કે આરોપીનાં આ કથનનો 8. 95 હેઠળ સમાવેશ થાય.
કયાં કૃત્યો નજીવાં છે અને કયાં કૃત્યો નજીવાં નથી તે હંમેશાં હકીકતનો સવાલ છે. દા. ત., અ કોઈના ઝાડ પરથી એક ચીકુ તોડે તો તે નજીવું કૃત્ય ગણાય, એક કેસમાં એક પોલીસને છૂટો કરવામાં આવતી. તેણે નિર્ણયની પુર્નવિચારણા માટે પોલીસ અધિક્ષકને અરજી કરી. તેની અરજી નામંજૂર થતાં, તેણે પોલીસ અધિક્ષકની છાતીમાં છત્રીનો ગોદો માર્યો. આ કેસમાં ઠરાવાયું કે આ નજીવું કૃત્ય નથી અને ક. 95 હેઠળ તેનો સમાવેશ થાય નહીં.
સ્વ-બચાવ - સ્વ-રક્ષણનો અધિકાર
વ્યક્તિ અને મિલકત પરત્વેના ખાનગી બચાવ, શરીરનો બચાવ
સ્વ.રક્ષણ અધિકારનો સિદ્ધાંત અને તેનું સ્વરૂપ :-
સ્વ-રક્ષણ (અથવા સ્વ-બચાવ કે ખાનગી બચાવ)નો અધિકાર એટલે બીજાઓ ગેરકાયદેસર આક્રમણ કરે ત્યારે પોતાના શરીર અને મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર, દરેક વ્યક્તિનો આ જન્મસિદ્ધ અધિકાર છે. પોતાની જાતને મદદ કરવાની દરેક વ્યક્તિની ફરજ છે તેવા સિદ્ધાંત પર તે રચાયો છે.
કોઈ નાગરિક, તે ગમે તેટલો કાયદાને માનનાર હોય, પરંતુ તેના પર હુમલો થાય તેવા પ્રસંગે તે કાયરની જેમ વર્તે તેમ કાયદો ઇચ્છતો નથી. સ્વ-રક્ષણનો અધિકાર એ ગેરકાયદેસર સ્વ-પ્રતિરોધથી પોતાની જાતનું રક્ષણ કરવા નાગરિકોને મળેલ મહામૂલી દેન-બક્ષિસ છે. હુમલો થાય ત્યારે નાસી જવાની અપેક્ષા કાયદો રાખતો નથી. દરેક વ્યક્તિને ગુનાહિત હાનિ અથવા અટકાયતની સામે શરીરનું રક્ષણ કરવાનો અધિકાર છે. તે જ રીતે, ચોરી, લૂંટ, બગાડ તથા ગુનાહિત પ્રવેશના કિસ્સાઓમાં પોતાની મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર છે. સ્વ-રક્ષણ અર્થે કરવામાં આવેલ કૃત્ય ગુનો બનતું નથી. તેથી આવા કૃત્યની સામે સ્વ-રક્ષણનો વળતો અધિકાર ઉત્પન્ન થતો નથી.
ભારતીય ફોજદારી ધારાની કલમો 96 થી 106 માં સ્વ-રક્ષણ અધિકારને લગતી જોગવાઈઓ છે. સ્વ-રક્ષણનો અધિકાર શરીર તેમજ મિલકત બંને સંબંધમાં છે.
શરીરના સ્વ-રક્ષણનો અધિકાર :
ક. 97 જણાવે છે કે દરેક વ્યક્તિને, માનવ શરીરને લગતા ગુનાઓ વિરુદ્ધમાં પોતાના અથવા બીજાનાં
શરીરનું રક્ષણ કરવાનો અધિકાર છે. આ કલમથી શરીર સ્વ-રક્ષણનો અધિકાર દરેક વ્યક્તિને અપાયેલ છે. ઉપરાંત, તેમાં પોતાના ઉપરાંત, અન્ય કોઈપણ વ્યક્તિના શરીરના રક્ષણનો પણ સમાવેશ થાય છે. તાજ વિ. રોઝના કેસમાં આરોપીના પિતા તેની માતાનું ગળું કાપી રહ્યો હોવાનું માનીને આરોપીએ
તેને ગોળીથી વીંધી નાખ્યો હતો. આ કેસમાં ઠરાવાયું કે આરોપીને તેના બાપની સામે પોતાની માનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર હતો. પરમસુખના કેસમાં કેટલીક ચોરાયેલી વસ્તુઓ અ ના કબજામાં હોવાની ખોટી માહિતી મળતાં એક સબ-ઇન્સ્પેક્ટર પોલીસને લઈને અ ના ઘરે જડતી કરવાના હેતુથી જાય છે. અ ઘરમાં ગેરહાજર હતો. તેથી સબ-ઇન્સ્પેક્ટરે અ ની પત્ની પાસે તે વસ્તુઓની માગણી કરી. આ સંબંધમાં તેણી કાંઈ જાણતી નથી અને તેના પતિ થોડા સમયમાં જ ઘરે આવવાના હોવાથી અ ની પત્નીએ સબ- ઇન્સ્પેક્ટરને રાહ જોવાનું કહ્યું. સબ-ઇન્સ્પેક્ટરે રાહ જોવાનો ઇન્કાર કરી સોટી બતાવી, ધમકાવીને અ ની પત્નીને મારવા લીધી. આથી તેણીએ બૂમો પાડતાં, અ નો ભત્રીજો (આરોપી) ત્યાં આવી પહોંચ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટર તેમજ પોલીસે આરોપી પર હુમલો કરતાં, તેણે પોલીસ પાસેથી લાઠી છીનવી લઈ સબ- ઇન્સ્પેક્ટરના માથામાં લાકડીના બે ઘા માર્યા હતા. પરિણામે તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ઠરાવાયું હતું કે આરોપીને દ્વિવિધ હુમલા વિરુદ્ધ પોતાનું રક્ષણ કરવાનો અધિકાર હતો.
ક.98 જણાવે છે કે જ્યારે કૃત્ય કરનાર વ્યક્તિ ગાંડી, બાળક અથવા નશો કરેલ હોય અથવા ગેરસમજૂતીનાં કારણે કૃત્ય થયેલ હોય, અને આવું કૃત્ય અન્ય રીતે ગુનો બનતું હોય. તો પણ આવા દરેક કૃત્ય સામે સ્વ-રક્ષણનો અધિકાર છે.
ઉદાહરણો :
(1) અ ગાંડપણની અસર હેઠળ બ ને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. અહીં અ ગાંડપણની અસર હેઠળ હોવાથી તેનું કૃત્ય ગુનો બનતું નથી, પરંતુ જાણે અ શાણો માણસ હોય તે રીતે બ ને સ્વ-રક્ષણનો અધિકાર છે.
(2) અ રાત્રે એક ઘરમાં પ્રવેશ કરે છે. તે ઘરમાં પ્રવેશવાનો તેને અધિકાર હતો, પરંતુ બ શુદ્ધબુદ્ધિથી તેને ચોર સમજી તેના પર હુમલો કરે છે. આ પ્રકારની ગેરસમજૂતી ન હોય તો જે પ્રકારનો સ્વ-રક્ષણનો અધિકાર અ ને હોય તે અધિકાર અ ધરાવે છે.
આ રીતે જોઈએ તો સ્વ-રક્ષણના અધિકારના ઉપયોગ માટે, સ્વ-રક્ષણનો અધિકાર જે વ્યક્તિ સામે વાપરવાનો હોય, તેની માનસિક કે શારીરિક શક્તિનો બાધ આવતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો, શરીરના સ્વ-રક્ષણનો અધિકાર બધા જ હુમલાખોરો, ગુનાહિત વૃત્તિ ધરાવતા હોય કે નહીં, ની સામે રહેલો છે.
શરીર સ્વ-રક્ષણનો અધિકાર જ્યાં લાગુ પડતો નથી તેવા પ્રસંગો અથવા શરીર સ્વ-રક્ષણ અધિકારની મર્યાદાઓ :
આ સંબંધમાં ક. 99 માં જોગવાઈ કરાયેલ છે. ક. 99 અનુસાર, બે પ્રસંગો એવા છે કે જ્યાં શરીર સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરી શકાતો નથી.
(એ) જાહેર નોકર :
જાહેર નોકર દ્વારા અથવા તેની સૂચનાથી શુદ્ધબુદ્ધિથી, તેના હોદ્દાની રૂએ, અથવા તેને અધિકાર હોવાના
અથવા
આભાસના લીધે કરવામાં આવેલ કાર્ય, અથવા એવા કાર્યનાં પ્રયત્નથી, મૃત્યુ અથવા મહાવ્યથા થવાની
ભીતી વાજબી રીતે ઉત્પન્ન થાય તેમ ન હોય. તો તે વિરુદ્ધ શરીરનું સ્વ-રક્ષણ કરવાનો અધિકાર ઉત્પન્ન થતો નથી. ભલે પછી તે કાર્ય અથવા સૂચના ચુસ્તપણે તપાસતાં કાયદાની દ્રષ્ટિએ વાજબી ન પણ હોય. પરંતુ સ્વ-રક્ષણના અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિને એવું જ્ઞાન ન હોય અથવા માનવાને કારણ ન હોય કે હુમલાખોર વ્યક્તિ જાહેર નોકર હતો, તો તે સંજોગોમાં તે સ્વ-રક્ષણના અધિકારનો ઉપયોગ કરી શકે છે.
જ્યારે જાહેર નોકરની સૂચનાથી કાર્ય કરાયેલ હોય અને તે કાર્ય કરતી વખતે તે કરવા માટેનું અધિકારપત્ર માગવા છતાં રજૂ કરવામાં ન આવે, અથવા તે વિશે જણાવવામાં ન આવે, તો તેવા પ્રસંગ સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરવાનો હક્ક રહે છે.
શરીર કે મિલકત સંબંધી સ્વ-રક્ષણનો અધિકાર જાહેર નોકર સામે નીચેના સંજોગોમાં વાપરી શકાય :
(A) જ્યારે જાહેર નોકરનાં કૃત્યથી મૃત્યુ અથવા મહાવ્યથાની વાજબી સંભાવના ઉત્પન્ન થતી હોય, અથવા
(B) જ્યારે જાહેર નોકર પોતાના હોદ્દાની રૂએ શુદ્ધબુદ્ધિથી વર્તતો ન હોય, અથવા
(C) જ્યારે સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિ એમ જાણતી ન હોય કે સામી વ્યક્તિ જાહેર નોકર છે, અથવા જાહેર નોકરની સૂચનાથી કાર્ય કરી રહેલ છે.
સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિ, સામી વ્યક્તિ જાહેર નોકર પોતાની સત્તાની મર્યાદામાં રહી કામ કરતી હોવાનું જાણતી હોય, તો તેને તેવા જાહેર નોકરનાં કાર્ય સામે સ્વ-રક્ષણના અધિકારનો હક્ક રહેતો નથી. જાહેર નોકર શુદ્ધબુદ્ધિથી કાર્ય કરતો હોવો જોઈએ. દા. ત., અદાલત અદાલતનો કોઈ અધિકારી મુદત બહાર થયેલ વોરંટ હેઠળ કાર્ય કરે, તો તેણે શુદ્ધબુદ્ધિથી કાર્ય કરેલ હોવાનું કહી શકાય નહીં.
(બી) જાહેર સત્તાવાળાઓનું રક્ષણ :
સ્વ-રક્ષણ અધિકારના ઉપયોગની બીજી મર્યાદા એ છે કે જ્યાં જાહેર સત્તાવાળાઓ (Public authorities)નું રક્ષણ મેળવવા જેટલો સમય હોય, ત્યાં શરીરના સ્વ-રક્ષણનો અધિકાર રહેતો નથી. ક. 99 માં વધુમાં જણાવાયું છે કે શરીર સ્વ-રક્ષણ અધિકાર હેઠળ બચાવના હેતુ માટે જરૂરી હાનિ કરતાં વધુ હાનિ પહોંચાડવાનો હક્ક ઉત્પન્ન થતો નથી. કોઈપણ સંજોગોમાં બચાવના હેતુ માટે જરૂરી હોય તેવી લેશમાત્ર વધુ ઈજા કરવાનો સ્વ-રક્ષણ અધિકાર મુજબ હક્ક નથી. એટલે કે, સ્વ-રક્ષણનું પ્રમાણ હુમલો કરનાર વ્યક્તિએ વાપરેલા બળનાં પ્રમાણમાં તથા તેનો સામનો કરવાની જરૂરિયાત મુજબનું હોવું ખાનગી બચાવનો અધિકાર આક્રમણનો નહીં, પરંતુ રક્ષણનો અધિકાર જોઈએ. છે. આવો અધિકાર બચાવના
હેતુ માટે જરૂરી હોય તે કરતાં વધુ ઈજા પહોંચાડવાના હક્ક સુધી વિસ્તરી શકે નહીં. જો આવા અધિકારના . અંચળા હેઠળ અધિકાર વાપરવા માટે કાયદામાં નિયત કરાયેલ મર્યાદા ઓળંગવામાં આવે ત્યારે આવું કૃત્ય ગુનો બને છે. જેમ કે સરકાર વિ. મમ્મુનના કેસમાં પાંચ આરોપીઓ લાઠીઓ સાથે ચાંદની રાતે બહાર ગયા હતા. તેમણે એક માણસ (મરનાર) પર હુમલો કર્યો હતો. આ માણસ તેમનાં ખેતરમાંથી ડાંગર વાઢતો હતો. તેઓએ કરેલ ઈજાથી તેની ખોપરીનાં છ હાડકાં ભાંગી ગયા હતા. પરિણામે સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. તેમની વિરુદ્ધ ખૂનના ગુનાનું તહોમત મૂકાતાં, તેમણે એવો બચાવ કર્યો કે તેમણે પોતાની મિલકતના સ્વ-રક્ષણના અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ કેસમાં કમલાયલ જઈ જાહેર સંશયાળાઓની સંપર્ક સાધીને રક્ષણ મેળવવાનો સમય હોય, ત્યારે સ્વ-રક્ષણની બધિકાર રહેતા નથી. તેમજ બમાત માટે જરૂરી હોય તેના કરતાં વધુ ઈજા કરવાની હાક પણ સ્વ-રક્ષણના અધિકાર હેઠળ પ્રાપ્ત થતો નથી. મરનાર સાથે તેઓ પાંચ વ્યક્તિઓ હતા. તેઓ ડાંગૌથી સુમજજ્જ હતા. મરનાર પામે કોઈ હથિયાર ન હતું, તેની િ પોલીસમાં ફરિયાદ આવ્યા સિવાય અથવા તેને બેતરમાંથી હાંકી કાઢવાના બદલે તેમણે જરૂર વગરની માટે જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા, કારણ કે તેમણે જરૂર કરતાં વધુ ઈજાઓ પહોંચાડી હતી. સ્વ.બચાવના અધિકારની શરૂઆત ।
આ સંબંધમાં 8. 102 માં જોગવાઈ કરાયેલ છે. કે. 102 જણાવે છે કે ગુનો કરવાના પ્રયત્ન અથવા ધમકીથી જે સમયે શરીર પર જોખમ હોવાની વાજબી દહેશત (ભીતિ) ઊભી થાય, તે ક્ષણે આ અધિકારની શરૂઆત થાય છે. તે માટે એ જરૂરનું નથી કે તે ગુનો ખરેખર બન્યો હોય.
વાજબી દહેશત :
શરીરને જોખમ હોવાની દહેશત (ભીતિ) આભાસી અથવા તરંગી નહીં, પરંતુ વાજબી (re monate) હોવી જોઈએ. દા. ત.. અ અને બ વચ્ચે દુશ્મનાવટ છે. અ પાસે તલવાર છે અને તે બ ને મારી નાખવાની - છરાદો ધરાવે છે. છતાં જો અ, બ થી ઘણો જ દૂર હોય અને તેવા સંજોગોમાં તેનાથી બ પર હુમલો થવાની શક્યતા ન હોય, અથવા હુમલો થવાની વાજબી ભીતિ લાગતી ન હોય. તો તેવા રાજોગોમાં બ ને અ સામે ગોળીબાર કરી સ્વ-રક્ષણનો અધિકાર ઉત્પન્ન થતો નથી. હકીકતમાં કોઈ હુમલો થયેલ ન હોવાથી અથવા હુમલો થવાની કોઈ વાજબી દહેશત અસ્તિત્વમાં ન હોવાથી, સ્વ-રક્ષણનો અધિકાર ઉત્પન્ન થતો નથી. વાસ્તવમાં હુમલો થવાનો તત્કાળ ભય ઝઝુમતો હોવો જોઈએ. પછી ભલે હુમલો ન થાય.
ઉદાહરણ :
અં મજબૂત બાંધાનો અને હિંસક પ્રકૃત્તિનો હતો. અગાઉ તેણે એક વ્યક્તિની હત્યા કરેલ હોવાની હકીકત પ્રચલિત હતી. જ્યારે આરોપી દુર્બળ શરીરનો હતો. અ અને આરોપી વચ્ચે તકરાર થતાં. અ લાકડી લઈને આવ્યો અને આરોપીને ભોંય પર પટકી, તેનું ગળું દબાવી માર માર્યો. દરમ્યાનમાં આરોપીને તક મળતાં, તે અ ની પકડમાંથી નાસી છૂટ્યો અને તરત જ કુહાડી લઈ આવી. અ પર ત્રણ ઘા માર્યા. અ ત્રણ દિવસ બાદ મરણ પામ્યો હતો. અહીં મરનાર આક્રમક સ્વભાવની હતી અને જો તેમ નહીં કરવામાં આવે તો પોતાને મારી નાખવામાં આવશે તેવી વાજબી ભીતિ આરોપીનાં મનમાં ઊભી થઈ હતી.
સરકાર વિ. ધનજીના કેસમાં એક ચોર ઘર ફોડવાની તૈયારીમાં છે. તેવો ભય જણાતા ઘણાં માણસોએ તેને પકડી બેહદ માર માર્યો હતો. આ સમયે ચોર તેમના સંપૂર્ણ કબજામાં હતો. આ કેસમાં સ્વ-બચાવની દલીલ સ્વીકારવામાં આવી ન હતી. રેક્ષ વિ. હોલેવોના કેસમાં ચોકીદારે પોતાના માલિકના બગીચામાંથી એક છોકરાને ચોરી કરતા જોયો. તેણે તે છોકરાને ઘોડાની પૂંછડીએ બાંધી માર માર્યો. આથી ઘોડો ભડકીને ભાગ્યો. પરિણામે છોકરો પણ તેની સાથે ઘસડાયો અને તે મરણ પામ્યો. આ કેસમાં સ્વ-રક્ષણનો બચાવ સ્વીકારવામાં આવ્યો ન હતો.
ક. 102 વધુમાં જણાવે છે કે શરીર સ્વ-બચાવનો હક્ક, વાજબી દહેશત ચાલુ રહે ત્યાં સુધી રહે છે. જેવી આ વાજબી દહેશતનો ભય પૂરો થાય, એટલે તે સાથે જ સ્વ-બચાવ અધિકારનો ઉપયોગ કરવાના હક્કનો અંત આવે છે.
સ્વ-બચાવના અધિકારના ઉપયોગ અન્વયે મૃત્યુ અથવા અન્ય પ્રકારની હાનિ કરવાના સંજોગો :
આ સંબંધમાં ક. 100 માં જોગવાઈ કરાયેલ છે. ક. 100 માં સાત પ્રકારના સંજોગો વર્ણવાયા છે કે જેમાં સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિને હુમલાખોરનું મોત નિપજાવવા સુધીની હાનિ કરવાની સત્તા આપવામાં આવેલ છે. નીચે નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં હુમલાખોરનું મોત નીપજાવવા સુધી શરીર સ્વ-રક્ષણનો અધિકાર વિસ્તરે છે.
1. થયેલ હુમલાથી મૃત્યુ નીપજરો તેવી વાજબી રીતે પ્રતીતિ થયેલ હોય.
(A) એ એક કડીવાળી જાડી ડાંગ લઈ બ ને મારવા ઘસે છે. બ ખસી જાય છે અને પરિણામે સમ ડાંગ તેને વાગતી નથી. બ પાસે ભાલો હોય છે. તેનાથી તે અ ને ઈજા પહોંચાડે છે. પહે પર બ એ સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરેલ છે. કારણ કે અ પાસે ડાંગ હોવાનાં કારણે તેના જ હુમલાથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાની બ ને વાજબી ભીતિ હતી.
(B) એક ટોળું અ ને મારી નાખવા અ પર હુમલો કરે છે. બ પાસે બંદુક હતી. તેનાથી તે ટોળાં પર ગોળીબાર કરે છે. ટોળામાંની કેટલીક વ્યક્તિઓ ઘાયલ થાય છે. અહીં અ એ કોઈ ગુન કરેલ નથી, કારણ કે કેસની હકીકત જોતાં પ્રતીતિ થાય છે કે જો અ એ ગોળીબાર કર્યો ન હોત. તો તેનું મરણ થાય તેવી વાજબી ભીતિ થવા માટે પૂરતું કારણ હતું. ઉપરાંત, ક. 106 જણાવે છે કે જો બચાવ કરનાર વ્યક્તિ એવી પરિસ્થિતિમાં મૂકાયેલ હોય કે નિર્દોષ મિ વ્યક્તિને હાનિ પહોંચાડવાનું જોખમ લીધા સિવાય પોતાના સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ થઈ શકે તેમ નથી, તો તેને આવું જોખમ લેવાનો પણ અધિકાર છે.
ઉદાહરણ :
અ નું ખૂન કરવાનો પ્રયત્ન કરતાં એક ટોળાએ અ પર હુમલો કર્યો હતો. ટોળા પર ગોળીબાર કર્યા સિવાય, અસરકારક રીતે અ પોતાનું રક્ષણ કરી શકવાની સ્થિતિમાં નથી. ટોળામાં કેટલીક નિર્દોષ વ્યક્તિઓ ઉપરાંત બાળકો પણ સામેલ હતા. ગોળીબાર કરવાથી કોઈપણ નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હતું. અ પોતાની જાન બચાવવા ટોળાં પર ગોળીબાર કરે છે અને એક બાળકને ઈજા થાય છે. અ એ કોઈ ગુનો કરેલ નથી.
ગુરુલિંગપ્પાના કેસમાં એક હથિયારધારી ટોળી બે વ્યક્તિઓને મારી નાખવાનો ઇરાદો જાહેર કરી તેમની શોધમાં હતી. આ બંને વ્યક્તિઓએ એક રસોડામાં છુપાઈને આશ્રય મેળવ્યો હતો. પરંતુ ટોળાંએ રસોડામાં પેસીને તેમના પર હુમલો કરતાં આરોપીઓએ પ્રતિહુમલો કરતાં ટોળા પૈકી એકનું મોત થયું હતું. આ કેસમાં ઠરાવાયેલ કે આરોપીઓએ કોઈ ગુનો કરેલ નથી. તેઓ પોતાના જાનની સલામતી માટે ખૂની ટોળકી સામે લડતા હતા.
2. કરવામાં આવેલ હુમલાથી મહાવ્યથા થવાની વાજબી ભીતિ હોય.
3. બળાત્કાર.
4. સૃષ્ટિક્રમ વિરુદ્ધનું કૃત્ય.
5. મનુષ્યહરણ.
6. મનુષ્ય નયન
7. ગેરકાયદેસર કૃત્ય કરવાના ઇરાદાથી હુમલો કરાયો હોય અને સંજોગો જોતાં, બચાવ કરનાર વ્યક્તિને પોતાના છુટકારા માટે જાહેર સત્તાવાળાઓનો સંપર્ક સાધી શકશે નહીં તેવી વાજબી પ્રતીતિ થઈ હોય. અહીં શરીરના સ્વ-રક્ષણને લગતી જોગવાઈઓ પૂર્ણ થાય છે. હવે પછી મિલકતના સ્વ-રક્ષણના અધિકારોને લગતી જોગવાઈઓ જોઈએ.
મિલકતના સ્વ-રક્ષણનો અધિકાર :
કલમો 97 અને 98 માં આ વિશે જોગવાઈ કરાયેલ છે. ક.97 જણાવે છે કે દરેક વ્યક્તિને-
(એ) પોતાની અથવા બીજા કોઈની મિલકત(સ્થાવર કે જંગમ)ની ચોરી, લૂંટ, બગાડ કે ગુનાહિત પ્રવેશના ગુનાઓ અથવા તેના પ્રયત્નના ગુના સામે રક્ષણનો અધિકાર છે.
(બી) પછી તે કૃત્ય, ગાંડા, સગીર, નશો કરેલ અથવા હકીકતની ગેરસમજૂતીને લીધે વર્તતી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય.
ઉદાહરણ :
આ રાત્રે એક ઘરમાં પ્રવેશ કરે છે. તે ઘરમાં પ્રવેશવાને તેને કાયદેસર અધિકાર હતો. બ તેને ચૌર સમજી તેના પર હુમલો કરે છે. આ રીતે ગેરસમજૂતીના કારણે અ પર હુમલો કરનાર બ ગુનેગાર નથી. સ કે પરંતુ જો બ આવી ગેરસમજૂતી ધરાવતો ન હોત અને જે પ્રકારનો સ્વ-રક્ષણનો અપિકાર અ ને હોત, તેવા જ અધિકાર ધરાવે છે. એટલે કે બ ના હુમલા સામે અ ને સ્વ-રક્ષણનો અધિકાર છે.
કરીમ બક્ષના કેસમાં એક મધ્યરાત્રિએ બાજુની દીવાલમાં પાડવામાં આવેલ બાકોરામાંથી પોતાનાં મકાનમાં અ એક ચોરને પ્રવેશતાં જુએ છે. તે જોતાં જ તેનો વધુ પ્રવેશ થતો અટકાવવાના ઇરાદાથી તેનું માથું જમીનમાં રહે તે રીતે અ તેને પકડી રાખે છે. પરિણામે ગૂંગણામણથી ચોરનું મૃત્યુ નીપજે છે. આ કેસમાં સ્વ-રક્ષણના બચાવને માન્ય રખાયો હતો.
મિલકતનો સ્વ-રક્ષણનો અધિકાર જ્યાં લાગુ પડે નહીં તેવા કેટલાક પ્રસંગો :
આ સંબંધમાં ક.99 માં જોગવાઈ કરાયેલ છે. નીચેના બે પ્રસંગોમાં મિલકત સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરી શકાતો નથી. ક. 99 જણાવે છે કે -
(એ) જાહેર નોકર દ્વારા અથવા તેની સૂચનાથી, શુદ્ધબુદ્ધિથી, તેના હોદાની રૂએ અથવા તેને અધિકાર હોવાના આભાસને લીધે કરવામાં આવેલ કાર્યથી અથવા તે કાર્યનાં પ્રયત્નથી, મૃત્યુ અથવા મહાવ્યથા થવાની વાજબી ભીતિ ઉત્પન્ન થાય તેમ ન હોય, તો તે વિરુદ્ધ સ્વ-રક્ષણનો અધિકાર પ્રાપ્ત થતો નથી. ભલે પછી તે કાર્ય અથવા સૂચના ચુસ્તપણે તપાસતાં કાયદાની (ષ્ટિએ વાજબી ન હોય.
કલમ.99 વધુમાં જણાવે છે કે પરંતુ સ્વ-રક્ષણના અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિને એવી જાણ ન હોય અથવા એમ માનવાને કારણ ન હોય કે આક્રમણ કરનાર વ્યક્તિ જાહેર નોકર હતો. તે તેવા સંજોગોમાં સ્વ-રક્ષણ બચાવના અધિકારનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, જ્યારે જાહેર નોકરની સૂચનાથી કોઈ કાર્ય કરવામાં આવ્યું ન હોય, અને તે કરતી વેળાએ તે માટેનું અધિકારપત્ર માગવા છતાં રજૂ કરવામાં ન આવે અથવા તે વિશે કાંઈ જણાવવામાં ન આવે, તો તે સંજોગોમાં આ બચાવનો હક્ક અબાધિત રહે છે.
(બી) જ્યારે જાહેર સત્તાવાળાઓનું રક્ષણ મેળવવા માટે સંપર્ક કરવા જેટલો સમય હોય, તો તેવા રસંજોગોમાં પણ સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરી શકાતો નથી. કલમ.99 વધુમાં જણાવે છે કે બચાવના હેતુ માટે હાનિ કરવાની જેટલી જરૂર હોય તેથી વધુ હાનિ કરવાનો સ્વ-રક્ષણ અધિકારનો હક્ક પહોંચતો નથી. આ નિયમ શરીર તેમજ મિલકત બંનેના સ્વ-રક્ષણ અધિકારને લાગુ પડે છે.
મિલકત સ્વ-રક્ષણ અધિકારની શરૂઆત :
કલમ.105 જણાવે છે કે જ્યારે મિલકતને જોખમ હોવાની વાજબી દહેશત ઉત્પન્ન થાય, ત્યારે આ અધિકારની શરૂઆત થાય છે.
મિલકત સ્વ-રક્ષણ અધિકાર ક્યા સુધી ચાલુ રહે છે
1. ચોરીના ગુના સામે
(એ) ગુનેગાર મિલકત સાથે નાસી જાય.
(બી) જાહેર સત્તાવાળાઓની મદદ મેળવવામાં આવે, અથવા
(સી) ચોરાયેલ મિલકત પરત મેળવવામાં આવે ત્યાં સુધી, ચાલુ રહે છે.
2. લૂંટના ગુના સામે
(એ) જ્યાં સુધી ગુનેગાર કોઈ વ્યક્તિનું મોત નીપજ અથવા ઈજા કરે અથવા ગેરકાયદેસર અટકાયત || અથવા તે પ્રમાણે કરવા પ્રયત્ન કરે, અથવા
(બી) જ્યાં સુધી કોઈ વ્યક્તિને તત્ક્ષણ મૃત્યુનો અત તત્ક્ષણ ઈજાને અથવા તત્ક્ષણ ગેરકાયદે ભય ચાલુ રહે, ત્યાં સુધી ચાલુ રહે છે.
3. ગુનાહિત પ્રવેશ અથવા બગાડના ગુના સામે
જ્યાં સુધી ગુનેગાર તે ગુનો કરવાનું ચાલુ રાખે ત્યાં સુપે ચાલુ રહે છે.
4. રાત્રે ઘર ફોડવાના ગુના સામે
જ્યાં સુધી તેવો ગૃહપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રહે છે.
ઉદાહરણ :
આ એ બ ને રાત્રે પોતાનાં ઘરમાં ઘરફોડી કરતાં જોયો. ત્યાં સુધી અ કોઈ પગલાં લેતો નથી ઘરફોડીનો ગુનો પૂરો થયા બાદ અ તેની પાછળ જઈ દોડી. બ ને પકડી એક ખુલ્લાં મેદાનમાં બ ને મારી નાખ્યો. અહીં અ ખૂનના ગુના માટે જવાબદાર છે. મિલકત સ્વ-રક્ષણ અધિકારનો બચાવ ચાલી શકે ના કારણ કે જ્યાં સુધી રાત્રે ઘરફોડીના ગુનામાં ગૃહપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી જ મિલકત સ્વ-રક્ષણ અધિકાર ચાલુ રહે છે. અહીં અ એ ઘરફોડીનો ગુનો પૂરો થયા બાદ બ ને મારી નાખેલ છે.
મિલકત સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરતી વેળાએ ગુનેગારનું મોત અથવા અન્ય કોઈ હાનિ પહોંચાડ શકવાના સંજોગો :
ક. 103 માં આવા સંજોગો નિર્દિષ્ટ કરાયા છે અને તે નીચે મુજબ છે. એટલે કે મિલકત સ્વ-રક્ષણ અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિ, નીચેના સંજોગોમાં ગુનેગારનું મોત નીપજાવી શકે અથવા અન્ય
હાનિ પહોંચાડી શકે.
(1) લૂંટ
(2) રાત્રે ઘરફોડી
(3) માનવ રહેઠાણ અથવા મિલકત રાખવાના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતાં કોઈ મકાન, તંબુ કે વહાણને આગ લગાડીને બગાડ, અને
(4) ચોરી અથવા બગાડ અથવા ગૃહપ્રવેશ એવા સંજોગો હેઠળ થાય કે જેનાથી મૃત્યુ અથવા મહાવ્યથા થવાની વાજબી ભીતિ પેદા થયેલ હોય.