ભારતીય દંડ સંહિતા હેઠળ સજાઓ અંગેની વિવિધ જોગવાઈઓ
દેહાંત દંડ (ફાંસીની સજા અથવા મૃત્યુ દંડ) (Capital Punishment) :
ફોજદારી ધારા મુજબ, નીચેના કેસોમાં ફાંસી ની સજા ફરમાવી શકાય.
(1) રાજ્ય વિરુદ્ધ લડાઈ (યુદ્ધ) જાહેર કરવી. (ક. 121)
(2) ખરેખર થયેલ બળવામાં મદદગારી. (ક. 122)
(3) ખોટો પુરાવો ઊભો કરવો કે આપવો કે જેથી નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ નીપજે. (ક.194)
(4) ખૂન. (ક.302)
(5) ગાંડો અથવા નશો કરેલ વ્યક્તિની આત્મહત્યામાં મદદગારી. (ક. 305)
(6) ખૂન સહિત ધાડ. (ક.396)
(7) આજીવન કેદની શિક્ષા થયેલ કેદી દ્વારા ખૂનનો પ્રયાસ કે જેમાં ઈજા થયેલ હોય. (ક.303)
શું કોઈ કિસ્સામાં દેહાંત દંડની સજા ફરમાવવાનું ફરજિયાત છે ? :
ભારતીય ફોજદારી ધારાની ક. 303માં એમ જોગવાઈ કરાયેલ હતી કે જો કોઈ આજીવન કેદ ભોગવતી વ્યક્તિ ખૂન કરે, તો તેને દેહાંત દંડની સજા કરવાનું ફરજિયાત હતું. એટલે કે આવા પ્રસંગે અદાલતને અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. આવા કિસ્સામાં દેહાંત દંડની સજા ફરમાવવી જ પડે, પરંતુ સર્વોચ્ચ અદાલતે મીથુ વિ. સ્ટેટ ઑફ પંજાબ કેસમાં ક. 303 ગેરબંધારણીય ઠરાવેલ છે. એટલે હવે આજીવન સજા ભોગવતાં કેદી ખૂન કરે, તો પણ દેહાંત દંડ સજા કરવાનું ફરજિયાત નથી.
સજામાં પરિવર્તન અથવા ઘટાડો :
ક. 54 અને ક. 55 મુજબ, ઉચિત સરકાર, ગુનેગારની સંમતિ સિવાય સજામાં નીચે મુજબ પરિવર્તન યાને કે ઘટાડો કરી શકે.
(1) દેહાંત દંડના બદલે આજીવન કેદની સજા,
(2) આજીવન કેદની સજાના બદલે 14 વર્ષથી વધુ નહીં તેવી કોઈપણ પ્રકારની કેદ.
કેદ (Imprisonment):
કેદની સજા કોર્ટ ઉઠતાંથી લઈ, એક દિવસની કે આજીવન કેદની સજા હોઈ શકે. સર્વોચ્ચ અદાલતે ગોપાલ વિનાયક ગોડસે વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર કેસમાં ઠરાવેલ છે કે આજીવન કેદની સજા પામેલ કેદી પોતાનું શેષ જીવન કેદમાં સજા ભોગવવા બંધાયેલ છે. આવી સજાને કોઈ નિશ્ચિત મુદતની સમકક્ષ મૂકી ન શકાય.
કેદની સજા સખત અને આસાન (હળવી) હોઈ શકે, વળી તે અંશત: સખત અને અંશતઃ આસાન પણ હોઈ શકે, પરંતુ મહાઅપરાધ (capital offence) માટે દોષિત કરાવવાના ઇરાદાથી ખોટો પુરાવી બનાવવાના તથા ખોટી સાક્ષી આપવાના ગુનામાં તથા દેહાંત દંડ સજાને પાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશના અપરાધ
કરવાના બે કિસ્સાઓમાં સખત સજા કરવાનું ફરજિયાત છે.
નીચેના ગુનાઓમાં માત્ર આસાન કેદની સજા થઈ શકે.
(1) સોગંદ લેવાનો ઇન્કાર કરવો. (8.178)
(2) જાહેર નોકર દ્વારા યોગ્ય રીતે ફરમાવાયેલ હુકમનો અનાદર. (3.188)
(3) ગેરકાયદેસર અટકાયત. (ક. 341)
(4) બદનક્ષી. (ક. 500)
(5) છાકટા (પીધેલ) માણસનું ગેરવર્તન. (ક. 510)
એકાંત કરાવાસ (Solitary Confinement):
કલમ.73 અને ક. 74 થી એકાંત કેદ પર નીચે મુજબનાં નિયંત્રણો મૂકાયેલ છે.
(1) સખત કેદની સજાને પાત્ર ગુનાઓ માટે જ આ શિક્ષા ફરમાવી શકાય.
(2) સજાના સમગ્ર સમય દરમ્યાન ત્રણ માસથી વધુ સમય માટે એકાંત કેદની સજા થઈ શકે નહીં. વળી આવી સજા એકી સાથે ત્રણ માસની ફરમાવી શકાતી નથી, પરંતુ એક જ સમયે ફક્ત 14 દિવસ ભોગવવાની સજા કરી શકાય. જો મુખ્ય શિક્ષા ત્રણ માસથી વધારે સમયની હોય. તો જ એક માસમાં એકી સાથે સાત દિવસની આવી શિક્ષા થઈ શકે.
(3) જો કેદની મુદત 6 માસ સુધી હોય, તેવા કિસ્સામાં વધુમાં વધુ 1 માસ અને કેદની મુદત એક વર્ષ સુધીની હોય, તો વધુમાં વધુ બે માસ તથા કેદની મુદત એક વર્ષ ઉપરાંતની હોય. તો વધુમાં વધુ ૩ માસ એકાંત કેદની સજા ફરમાવી શકાય.
(4) ભારતીય ફોજદારી ધારા હેઠળ થયેલ ગુનાઓ માટે જ એકાંત કેદની શિક્ષા થઈ શકે. જ્યાં કેદ મુખ્ય સજાનો ભાગ ન હોય, ત્યાં એકાંત કેદની શિક્ષા થઈ શકે નહીં.
(6) કેદની સજાના પૂરેપૂરા ભાગ માટે એકાંત કેદની સજા કરી શકાતી નથી, ભલે આવી સજા 14 દિવસથી વધારે ન હોય.
(7) દંડના બદલે કરાયેલ કેદની શિક્ષામાં એકાંત કેદની સજા થઈ શકે નહીં.
(8) સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટ એકાંત કેદની સજા ફરમાવી શકતા નથી.
મિલકતની જપ્તી (Forfeiture of Property):
માત્ર નીચે જણાવેલ ગુનાઓમાં જ મિલકતની જપ્તી કરી શકાય. તે સિવાયના ગુનાઓમાં આ સજા થઈ શકતી નથી.
(1) રાજ્યની સાથે સુલેહ રાખતી કોઈ સત્તાના પ્રદેશમાં લૂંટફાટ, (ક. 126)
(2) જે કોઈ, ઉપર જણાવેલ લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત તે એવી છે તેમ જાણીને મેળવે. (8.127)
(3) કોઈ જાહેર નોકર અયોગ્ય રીતે મિલકત ખરીદ કરે, કે જે ખરીદ કરવા સામે તેના હોદ્દાની રૂએ પ્રતિબંધ હોય. (8.169)
દંડ (Fine):
આ સંબંધમાં કલમો 63 થી 70 માં જોગવાઈ કરાયેલ છે.
ક. 63 જણાવે છે કે દંડની રકમની મર્યાદા નિશ્ચિત કરાયેલ ન હોય, તેવા પ્રસંગે ગુનેગાર અમર્યાદિત રકમ માટે જવાબદાર છે. નીચેના ગુનાઓમાં ફક્ત દંડની શિક્ષાની જ જોગવાઈ કરાયેલી છે.
(1) વહાણનો કોઈ અધિકારીએ નાસી ગયેલા ગુનેગારને બેદરકારીથી છુપાવા દીધો હોય. (ક.137)
(2) જે સ્થળે હુલ્લડ થયેલ હોય તેના માલિક અથવા કબજેદારે તેને અટકાવવા કાંઈ પ્રયત્ન ન કરેલ હોય (ક. 154)
(3) પીણાં વગેરે દ્વારા કોઈ વ્યક્તિને લાંચ આપવી. (ક. 171-E)
(4) ચૂંટણી સંબંધમાં ખોટું નિવેદન.
(5) ચૂંટણીને લગતા હિસાબો રાખવાની નિષ્ફળતા.
(6) જાહેર સહાયક ફાય કરવું.
(7) ઈરાદાપૂર્વક વાતાવરણ દ્રષિત કરવું.
દંડ ભરવામાં કસૂર કરનારને ક્યાં પ્રકારની સજા થઈ શકે તે અંગે ભારતીય ફોજદારી ધારાની જોગવાઈઓ
કેદ અને દંડની સજાને પાત્ર થતા દરેક ગુનેગારને કેદની શિક્ષાની સાથે અથવા તે સિવાય દંડની શિક્ષા કરવામાં આવી હોય અથવા જ્યાં ગુનેગારને માત્ર દંડની શિક્ષા કરવામાં આવી હોય, ત્યારે અદાલતને એવો હુકમ કરવાની પણ સત્તા છે કે જો દંડની રકમ ભરવામાં ન આવે, તો ગુનેગાર અમુક સમય સુધીની કેટલી સજાને પાત્ર બનશે. આવી કેદની સજા કરવામાં આવેલ કેદની શિક્ષાના ઉપરાંતનો અથવા જે પટાડેલી શિક્ષાને પાત્ર બનતો હોય તે શિક્ષાના ઉપરાંતની સમજવાની છે.
દંડ ન ભરવા માટે કેદ
આ સંબંધી નિયમો કલમો 65 થી 70 માં આપવામાં આવેલ છે અને તેનો સાર નીચે મુજબ છે. જો ગુનો કેઇ અને દંડની શિક્ષાને પાત્ર હોય, તો દંડ ન ભરવા માટે કેદની શિક્ષા તે ગુના માટે મુકરર કરાયેલી કેદની શિક્ષાના 1/4 ભાગથી વધવી ન જોઈએ.
ઉદાહરણ
એ ને ચોરીના ગુના માટે દોષિત ઠરાવાયો છે અને તેને 1 વર્ષની કેદની સજા ફરમાવાયેલ છે. ઉપરાંત તેને રૂ. 500 દંડની શિક્ષા પણ કરવામાં આવી છે. ચોરીના ગુના માટે વધુમાં વધુ ત્રણ વર્ષની સજા નિયત કરાયેલ છે. હવે માની લો કે અ રૂ. 500/- દંડની ૨કમ ભરપાઈ કરતો નથી. તો તેને દંડ ન ભરવા માટે ત્રણ વર્ષના ચોથા ભાગની એટલે કે નવ માસની કેદની શિક્ષા કરી શકાય, પરંતુ નવ માસની સજા કરવાનું ફરજિયાત નથી. નવ માસ સુધીની ગમે તેટલી મુદતની સજા થઈ શકે. આ સજા પંદર દિવસથી લઈ નવ માસ પણ હોઈ શકે. જો ગુનો એવો હોય કે જે માટે માત્ર દંડની શિક્ષા થઈ શકે તેમ હોય. તો તેવા પ્રસંગે દંડ ન ભરવા માટે કેદની સજા નીચેનાં ધોરણો મુજબ કરી શકાય :
(એ) રૂ. 50 સુધીના દંડ માટે બે માસ સુધીની (બી) રૂ. 200 સુધીના દંડ માટે ચાર માસ સુધીની, અને
(સી) તેથી વધુ ગમે તેટલી રકમ હોય. તો વધુમાં વધુ 6 માસ સુધીની કેદની સજા કરી
ઉદાહરણ
(એ) અ ને જાહેર ત્રાસદાયક કૃત્ય બદલ રૂ. 80 ના દંડની શિક્ષા ફરમાવવામાં આવે છે. આ ગુના માટે રૂ. 200 સુધીના દંડની શિક્ષાની જોગવાઈ છે. અ ને ચાર માસ સુધીની કેદની શિક્ષા કરી શકાય. કારણ કે તેને રૂ. 100 થી ઓછી રકમનો દંડ કરાયેલ છે. અદાલત, ચાર માસની પૂરેપૂરી સજા ન પણ કરે અને ચાર માસથી ઓછી ગમે તેટલી મુદતની સજા કરી શકે. જો એ ને રૂ. 40 દંડ કરાયો હોત, તો તેને બે માસ સુધીની સજા કરી શકાય. જો તેનો દંડ રૂ. 150 કરાયો હોત તો તેને છ માસ સુધીની સજા કરી શકાય. એક મહત્ત્વની હકીકત યાદ રાખવાની છે તે એ કે દંડ ન ભરવા માટે ફક્ત આસાન કેદની સજા કરી શકાય.
(બી) અને રૂ. 100 દંડ અથવા દંડ ન ભરે તો ચાર માસની કેદની શિક્ષા કરવામાં આવેલ છે. અ દંડ ભરતો નથી. જો એક માસની મુદત વીત્યા પહેલા રૂ. 75 દંડ ભરવામાં આવે, તો એક માસ પૂરો થયેથી આ નો છૂટકારો થાય. પણ રૂ. 75 પહેલો માસ પૂરો થતાં જ અથવા પૂરો થયા પછીથી તે કેદમાં હોય ત્યારે ભરવામાં આવે. તો તરત જ અ નો છૂટકારો થાય, પરંતુ જો બે માસની મુદત પૂરી થયા અગાઉ રૂ. 50 દંડ ભરવામાં આવે, તો બે માસ પૂરા થયે અ નો છૂટકારો થાય.
દંડ વસૂલ લેવાની મહત્તમ સમયમર્યાદા :
કલમ.70 જણાવે છે કે દંડ અથવા દંડની ભરપાઈ નહી થયેલી બાકી રકમ, શિક્ષા થાય ત્યારથી છે વર્ષની મુદતમાં અથવા કેદની શિક્ષાનો સમય પૂરો થાય તે અગાઉ, બેમાંથી વધુ સમય હોય તે સમથમાં ગમે તે સમયે વસૂલ લઈ શકાય. ગુનેગારનું મૃત્યુ થાય તોપણ તેની મિલકતમાંથી દંડ વસૂલ લઈ શકાય છે. એ ધ્યાનમાં લેવા સરખું છે કે દંડ ન ભર્યા બદલની કેદની શિક્ષા દંડ ભર્યાની અવેજીમાં ગણવાની નથી. તે માત્ર દંડ ન ભર્યાની કસૂરની જ શિક્ષા છે. ગુના માટેની નહીં. દા.ત.. અ ને રૂ. 50ના દંડની શિક્ષા થાય છે. દંડ ન ભરવા બદલ તેને બે માસની શિક્ષા થાય છે. તેથી એમ સમજવાનું નથી કે તે દંડ ભરવાની જવાબદારીમાંથી મુક્ત બન્યો છે. તેણે ભોગવેલ બે માસની સજાને લક્ષમાં લીધા સિવાય દંડનાં રકમ તેની મિલકત જપ્ત કરીને તથા વેચાણ કરીને વસૂલ કરી શકાય.