ન્યાય વિરુદ્ધના ગુનાઓ અંગે પ્રકરણ-11માં, ક. 191 થી 229 દ્વારા કહેવામાં આવ્યું છે. તેમાં ‘ખોટી સાક્ષી આપવી તથા ખોટો પુરાવો બનાવવો' વગેરે ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગુનાઓ ને નીચે પ્રમાણે દસ પેટા વિભાગ કરવામાં આવ્યા છે, જેમ કે -
1 . ખોટો પુરાવો અને તે સંબંધક ગુનાઓ : ક, 191 થી 200 (આ પેટાવિભાગમાં નીચે જણાવેલ ગુનાઓનો સમાવેશ થાય છે.)
(ક) ખોટી સાક્ષી આપવી : કલમ. 191.
(ખ) ખોટો પુરાવો બનાવવો : ક. 192.
(ગ) ઉપરોક્ત બંને ગુનાઓના વધુ ગંભીર પ્રકારો : ક. 194-195.
(ઘ) ખોટી સાક્ષી આપવી અથવા ખોટો પુરાવો બનાવવાના ગુનાઓની રીતે જ શિક્ષાને પાત્ર થતા ગુનાઓ : ક. 196 થી 200
2. પુરાવો ગુમ કરવો. ખોટી માહિતી આપવી અને દસ્તાવેજી પુરાવાનો નાશ કરવો : ક. 201 થી 204.
3. ખોટું રૂપ ધારણ કરવું : ક. 205, 229, 140, 170, 171, અને 416.
4. અદાલતની કાર્યવાહીનો દુરુપયોગ : ક. 206 થી 210.
5. ગુનાનો જૂઠો આરોપ : 8. 211.
6./7. ગુનેગારોને છુપાવવા અગર આશ્રય આપવો : ક. 201, 215, 213 થી 212 અને 216-એ અને 216-બી
8. કાયદેસરની ધરપકડ કરવામાં સામે થવું : ક. 224-225 અને 225-બી.
9. શિક્ષાનું ઉલ્લંઘન કરવું : ક. 227.
10. અદાલતનો તિરસ્કાર : ક. 228.
હવે તે દરેક વિષે વિસ્તારથી જોઈએ.
1. ખોટો પુરાવો અને તે સંબંધક ગુનાઓ (False Evidence and Cognate Offences) (5. 191 थी 200)
(ક) ખોટી સાક્ષી અથવા પુરાવો આપવો (Giving False Evidence) [ક. 191]:
ક. 191 અગત્યની છે. તેનો સંભાળપૂર્વક અભ્યાસ કરવાનું જરૂરી છે. આથી તેનું વિશ્લેષણ કરીને જોઈએ,
જે કોઈ (વ્યક્તિ), કે જે કાયદેસર રીતે
(ક) સોગંદથી, અથવા
(ખ) કાયદાની કોઈ સ્પષ્ટ જોગવાઈ અનુસાર સત્ય કહેવા અથવા
(ગ) કોઈ વિષય પરત્વે કાંઈ એકરાર કરવા બંધાયેલા હોય- (અને)
એવી હકીકત જણાવે (મૌખિક અથવા બીજી કોઈ રીતે)
કે જે ખોટી હોય, અને તે-
(1) ખોટી છે એમ તે જાણતો હોય, અથવા માનતો હોય, અથવા
(2) તે ખરી છે એમ માનતો હોય નહિ-
તે ખોટી સાક્ષી યાને કે પુરાવો આપે, એમ કહેવાય . 191.
આ ઉપરાંત, આ કલમની બીજી સમજૂતીમાં જણાવાયું છે કે કોઈ માણસ પોતે જ હકીકત જાણતો ન હોય અથવા માનતો ન હોય, તે જાળે છે અથવા જાને છે એવું જણાવે તો તે ખોટી સાક્ષી આપે છે એમ કહી શકાય. સમજૂતી -2 તથા નીચેના પાંચ દષ્ટાંતો અગત્યના છે.
દષ્ટાંતો :
(એ) મ વિરૃદ્ધના ક ના એક હાજર રૂપિયાના એક સાચા દાવાના સમર્થનમાં ક સોગંદ ઉપર ખોટી જબાની આપે છે અને જણાવે છે કે તેણે મ ને ચના લહેણાનો સ્વીકાર કરતાં સાંભળ્યો હતો. ક ને ખોટી સાક્ષી આપી છે. એમ કહેવાય.
(બી) સોગંદ ઉપર સત્ય કહેવાની પ્રતિજ્ઞા લઈને બ જણાવે છે કે તે માને છે કે તે અમુક સહી મ ના હસ્તાક્ષરમાં છે. હકીકતમાં તે મ ના હસ્તાક્ષરમાં છે એમ માનતો નથી. અહીં, બ એવી હકીકત જણાવે છે કે જે ખોટી છે એમ તે પોતે જાણે છે. તેથી બ તેની ખોટી સાક્ષી આપે છે.
(સી) બ મ ના હસ્તાક્ષર વિષે સામાન્ય રીતે જાણતો હોઈ શુદ્ધબુદ્ધિથી જણાવે છે કે અમુક સહી મેં ના હસ્તાક્ષરમાં છે એમ માને છે. બ નું આ વિધાન તેની માન્યતા છે કે જે તેના માનવા મુજબ ખરું છે અને તેથી એ સહી તેના હસ્તક્ષારમાં ન હોય છતાં, બ એ ખોટી સાક્ષી આપે છે. એમ કહી શકાય નહિ.
[નોંધ: ઉપરોક્ત દૃષ્ટાંતમાં જણાવેલ 'શુદ્ધબુદ્ધિથી' શબ્દ નોંધપાત્ર છે. તેથી ઘણો જ તફાવત પડે છે. સોગંદ ઉપર ખોટી જુબાની આપવાનું તહોમત મૂકવામાં આવેલ આરોપીના ઈરાદા પ્રત્યે લક્ષ્ય આપવું જરૂરી છે, એટલે કે તે . સહી ગ્નની હતી નહિ છતાં જવાબદાર થતો નથી.]
(ડી) સોગંદ ઉપર સાચું કહેવા 37 બંધાયેલ હતો. છતાં, તે એવું વિધાન કરે છે કે મેં અમુક દિવસે અમુક સ્થળે હતો એવું તે જાણે છે. હકીકતમાં 37 તે વિશે કાંઈ જ જાણતો નહોતો. તેથી જણાવેલ દિવસે મેં અમુક સ્થળે હતો કે કેમ તે બાબતમાં ખોટી સાક્ષી આપે છે.
(ઈ) બ દુભાષિયા અથવા અનુવાદક કોઈ નિવેદનનો અર્થ ખરો છે અથવા ભાષાંતર ખરું છે એવું પ્રમાણપત્ર આપે છે, કે જેનો સાચો અર્થ અથવા ભાષાંતર કરવા તે સોગંદ ઉપર બંધાયેલો હતો. પણ તે સાચું છે અથવા ખરું છે એમ માનતો ન હતો. તેથી બ એ ખોટી જુબાની આપી છે : ક. 191. સોગંદ ઉપર ખોટી સાક્ષી આપવી (Perjury)ના ગુનાનાં મુખ્ય તત્ત્વો : ખોટી સાક્ષી આપવાના ગુનાને ઈંગ્લિશ કાયદામાં પર્જરી (Perjury) કહેવામાં આવે છે. ક. 191માં જણાવ્યા મુજબના ગુનામાં મુખ્ય ચાર આવશ્યક તત્ત્વો છે.
અર્થાત્- તે
(1) સોગંદ અથવા કાયદાની સ્પષ્ટ જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિ સત્ય કહેવાને બંધાયેલ હોવી જોઈએ. સંબંધમાં ચાર મુદ્દાઓ ધ્યાનમાં રાખવા યોગ્ય છે, જેમ કે-
(ક) સોગંદ લેવડાવવાને અધિકૃત વ્યક્તિઓએ સોગંદ લેવડાવેલ હોવાનું આવશ્યક છે. જો (સોગંદ આપવાનો) અધિકાર યોગ્ય અધિકૃત સત્તા પાસેથી મેળવેલ ન હોય તો સોગંદ લઈને ખોટું નિવેદન કર્યું હોય છતાં, કોઈ જવાબદારી ઊભી થતી નથી.
દા. ત.. હુકમનામાની બજવણીના એક કામમાં જ નામના એક દેવાદારે- કોર્ટમાં ખોટું નિવેદન કરીને બનાવટી પહોંચ રજૂ કરી હતી. પણ તે હુકમનામા અંગેનું કામ ચલાવવાનો એ અદાલતને હુકમ નહોતો તેથી તે કેસ સાંભળવાનો એ અદાલતને અધિકાર નહિ હોવાથી, બ એ ખોટી સાક્ષી આપવાનો અપરાધ કર્યો નહોતો એમ નક્કી થયું હતું. આ બનાવમાં ઘણું કરીને ક. 191 (ખોટી સાક્ષી આપવી) અને ક. 471 (ખોટો બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરવો) લાગુ પડી શકે; પરંતુ એ બંને કલમો માટે આવશ્યક છે કે સોગંદ યોગ્ય સત્તાવાળાએ લેવડાવેલ હોય. જો તેને એવો અધિકાર ન હોય, તો સોગંદ આપ્યા હોય તથા ખોટું વિધાન કર્યું હોય તે છતાં, ગુના માટે જવાબદારી ઊભી થતી નથી. આથી બ એ કોઈ ગુનો કર્યો નથી.
વળી, અદાલત ભારતીય હોવી જોઈએ, નહિ તો ભારતમાં જવાબદાર થઈ શકે એવો કોઈએ ગુનો કર્યો છે એમ કહેવાય નહિ.
(ખ) બીજું, સોગંદ લેવડાવ્યા હોય કે નહિ, અથવા અયોગ્ય રીતે લેવડાવ્યા હોય તેમ છતાં આ ગુનો સંપૂર્ણ
ભારતમાં સોગંદ વિવિધ પ્રકારો પૈકીનો એક છે, કે જે દ્વારા કોઈ વ્યક્તિને મત્ય કહેવાની ફરજ પડે, આ સોગંદ અયોગ્ય રીતે આપવામાં આવ્યા હોય તો પણ આ ગુનો બની શકે.
(ગ) ત્રીજું. તે માટે જરૂરી નથી કે આપવામાં આવેલ ખોટી જુબાની જે મુકદમામાં આપવામાં આવી હોય તે માટે અગત્યની હોય. આ કલમના શબ્દો ઘણા જ વિશાળ છે અને કરવામાં આવેલ ખોટા વિધાનોને બનાવની સાથે સબંધ હોવો જોઈએ એવી કોઈ મર્યાદા બાંધવામાં આવી નથી.
(ઘ) છેવટે કહેવાનું કે (સોગંદ ઉપર) ખોટું નિવેદન કરવા માટે ખારોપી વિરુદ્ધ કામ ચલાવી શકાય નહિં. કારણ કે આરોપીને સોગંદ આપવાના હોતા નથી.
(2) કોઈ વ્યક્તિ કોઈ વિષય પરત્વે એકાર કરવા કાયદેસર રીતે બંધાયેલ હોવી જોઈએ. 'એકશર' એટલે ઔપચારિક લેખિત નિવેદન કે જે લેખિત આપવાનું કાયદા મુજબ આવશ્યક હોય. કાયદાની આજ્ઞા અનુસાર જ્યારે કોઈ એકરાર કરવામાં આવે અને જો તે ખોટો હોય તો તે શિક્ષાને પાત્ર ઠરે છે; પરંતુ એવો એકરાર, જો કોઈ ખાતાના નિયમ અગર હુકમ અનુસાર કરવામાં આવ્યો હોય તો, એવો ખોટો એકરાર કરનાર આ કલમ અન્વયે ગુનેગાર બનતો નથી.
(3) તેણે ખોટું નિવેદન આપ્યું હોવું જોઈએ. અસત્ય હોવાની સીધી સાબિતી હોવાનું જરૂરી છે; પરંતુ સાક્ષીના બે વિરુદ્ધ જવાબો - કે જે બંને કદી સત્ય હોઈ શકે નહિ- રજૂ કરીને આ હકીકત પરોક્ષ રીતે પૂરવાર કરી શકાય. (4) તે-(ક) એ નિવેદન ખોટું છે એમ જાણતો અથવા માનતો હોવો જોઈએ, અથવા (ખ) સત્ય છે એમ માનતો હોવો ન જોઈએ.
પર્જરીનો ઈંગ્લિશ કાયદો : ખોટી સાક્ષી આપવાનો ગુનો ઈંગ્લિશ કાયદામાં પર્જરી તરીકે ઓળખાય છે. આથી જો પર્જરીની વ્યાખ્યા આપો એમ પૂછવામાં આવે તો ક્ષણભર તો મુંઝાઈ જવાય. ખોટી સાક્ષી આપવાની કે પછી પર્જરીની વ્યાખ્યા આપવી એ નક્કી કરવાનું કવચિત્ મુશ્કેલ જણાય પણ આવી શંકા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે બંનેનો જવાબ ટૂંકમાં આપવાનું સલાહ ભરેલું છે. ભારતીય કાયદા કરતાં પર્જરીનો ઈંગ્લિશ કાયદો કંઇક અંશે જુદો છે. તે કાયદા અનુસાર સોગંદ ઉપર કોઈ ન્યાયની કાર્યવાહીમાં અથવા તે અંગે ન્યાયાધીકરણ (Tribunal) સમક્ષ પુરાવો આપ્યો હોવો જોઈએ, કે જે પુરાવો કાર્યવાહીના સંબંધમાં આધાર રાખતા કોઈ પ્રશ્ન અંગે કોઈ મહત્ત્વનો હોય તથા સાક્ષીની જાણ મુજબ તે ખોટો હોય અથવા તે સાચો નથી એમ તે માનતો હોવો જોઈએ.
આથી, ઈંગ્લિશ કાયદા મુજબ સોગંદ પર અથવા પ્રતિજ્ઞા પર કહેવામાં આવેલ કોઈ વિધાન પર્જરીનો ગુનો બને તે માટે સાબિત કરવું જોઈએ- (1) એ ન્યાયની કાર્યવાહી દરમિયાન કરવામાં આવ્યું હતું. (2) યોગ્ય ન્યાયાધીકરણ (ટ્રિબ્યુનલ) સમક્ષ કરવામાં આવ્યું હતું. (3) પ્રસ્તુત પ્રશ્ન પરત્વે તે મહત્ત્વનું હતું. તથા
(4) સાક્ષી તે ખોટું છે એમ જાણતો હતો અથવા તે સાચું નથી એમ માનતો હતો.
તદુપરાંત, ઈંગ્લિશ કાયદા મુજબ પર્જરીનો ગુનો સાબિત કરવા માટે ઓછામાં ઓછા બે સાક્ષીઓની આવશ્યકતા છે, જ્યારે ભારતમાં પુરાવાના કાયદાની કલમ 134 અનુસાર અમુક ચોક્કસ સંખ્યામાં સાક્ષીઓ રજૂ કરવાની જરૂર નથી.
ભારતીય અને ઈંગ્લિશ પર્જરીના કાયદાનો ભેદ : તો પછી ખોટી સાક્ષી આપવાના ગુના અંગે ભારતીય અને ઈંગ્લિશ કાયદા વચ્ચે ભેદ ક્યાં છે ? બંને તફાવતના પ્રથમ લક્ષણ વિશે ઉપર જણાવ્યું છે. બીજો મુદ્દો એ છે * કે પર્જરીના ગુનામાં, સોગંદ ઉપર કહેવામાં આવેલ હકીકત તે મુકદ્દમા માટે અગત્યની હોવી જોઈએ પણ ક. 191 મુજબ એ પ્રમાણે હોવું જરૂરી નથી. વળી પર્જરીના ગુના માટે સોગંદ અથવા પ્રતિજ્ઞા એ આવશ્યક અંગ છે. જ્યારે 8. 191 અનુસાર તેમ નથી.
'ખોટી માહિતી આપવી' અને 'ખોટી સાક્ષી આપવી'ના ગુનાઓ વચ્ચેનો તફાવત : આ બંને ગુનાઓ વચ્ચે દેખીતો અને ચોખ્ખો તફાવત રહેલો છે. જેમ કે –
(1) ખોટી માહિતી કોઈને પણ-કોર્ટને સુદ્ધાં-આપી શકાય: જ્યારે ખોટી સાક્ષી ફક્ત ન્યાયની અદાલત સમક્ષ ન્યાયની કાર્યવાહી ચલાવતા કોઈ જાહેર નોકર સમક્ષ આપી શકાય.
અથવા (2) ખોટી માહિતી, સોગંદ ઉપર અથવા તે સિવાય પણ આપી શકાય છે; જ્યારે ખોટી સાક્ષી સોગંદ ઉપર અપાયેલ હોવી જોઈએ.
(3) ખોટી માહિતી જેને આપવામાં આવી હોય એ જાહેર નોકર હોય છે તથા એવી માહિતી એ જાહેર નોકર પોતાની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરીને બીજી કોઈ વ્યક્તિને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી આપવામાં આવી હોય છે, જ્યારે પ્લેટો સાહી આપવા માટે એ હરીકત જરૂરી નથી કે જેની વામાં આવ્યું હોવાનું પણ જોવા જેવા છે - કાન કોઈ વિનિષ્ટ ઈરાદાથી કરવામાં આવ્યા નું પણ જરૂરી નહી" (ત) ઓટી સાહી આપવાના ગુનામાં, આરોપી ભયદેસર રીતે સન્ય કહેવાતી પાવિતી આ વાવ પરી વશ્વશા કરવા બંધાયો હાથી, વાર ખોટી માહિતી આપવાના ગુના માટે આરોપી એવી માહિતી આપવાને કાયદેસર રીતે બંધાયેલો હોતો નથી.
(ખ) ખોટો પુરાવો બનાવવો (Fabricating False Evidence) (8. 192]:
આ પ્રકરણનો બીજો અગત્યનો ગુનો ખોટો પુરાવો બનાવવાનો છે. આ કુલપ અને તેના ત્રણ દષ્ટાંતો ધાણા જ અગત્યના છે. તેનો ચોકસાઈથી અભ્યાસ કરવો યોગ્ય છે. તેનું પૃથક્કરણ કરીને અત્રે સમજાવવામાં આવેલ છે.
કોઈ વ્યક્તિ ખોટી પુરાવો બનાવે છે એમ ત્યારે કહેવાય કે જ્યારે તે-
(1) કોઈ સંજોગ ઉત્પન્ન કરે, અથવા
(2) કોઈ પુસ્તક યા દફતરમાં અથવા ઈલેક્ટ્રોનિક દફતરમાં (રેકર્ડમાં) ખોટી નોંધ કરે. અથવા
(3) ખોટી હકીકત ધરાવતો કોઈ દસ્તાવેજ અથવા ઈલેક્ટ્રોનિક રેકર્ડ બનાવે. અને
(4) એમ કરવામાં તેનો ઇરાદો એવો સંજોગ, ખોટી નોંધ અથવા હકીકત-
(ક) પુરાવા તરીકે, (1) ન્યાયની કાર્યવાહીમાં અથવા (2) કાયદા અનુસાર જાહેર નોકર સમક્ષ ચાલતી કોઈ
કાર્યવાહીમાં અગર કોઈ લવાદ સમક્ષ રજૂ કરવાનો હોય. અને
(ખ) એવા પુરાવાના આધારે કોઈ વ્યક્તિ કે જેને તે કાર્યવાહીમાં અભિપ્રાય બાંધવાનો છે તેને એ કાર્યવાફીના પરિણામને સ્પર્શતા કોઈ અગત્યના મુદ્દા પરત્વે ખોટો અભિપ્રાય બાંધવાને પ્રેરવાનો હોય : 8. 192.
દૃષ્ટાંત : (એ) 'અ', 'મ'ની માલિકીની પેટીમાં કેટલુંક ઝવેરાત મૂકે છે, એમ કરવામાં તેનો ઇરાદો એવો હોય છે કે ઝવેરાત તેની પેટીમાંથી મળી આવે તે હકીકતના કારણે 'મ'ને ચોરીના ગુના માટે ગુનેગાર ઠરાવી શકાય. 'અ'એ ખોટા પુરાવાની રચના કરી છે એમ કહેવાય. (ગુ. યુ.. ઑક્ટો. 84. '80, એપ્રિલ '86, '77: દ. ગુ. યુ.. '82, ઑક્ટો. 76)
['મ'ને ચોરી માટે શિક્ષા થાય એવા ઇરાદાથી 'અ'એ ખોટી પરિસ્થિતિ (અર્થાત્ 'મ'ની પેટીમાં ઝવેરાત મૂકવાની) ઉત્પન્ન કરેલ છે. કારણ કે ઝવેરાત તેની પેટીમાંથી મળી આવ્યાની હકીકત ન્યાયની કાર્યવાહીમાં પુરાવા તરીકે રજૂ થાય અને તે હકીકત ‘મ'ને શિક્ષા કરવા ન્યાયાધીશોને ખોટી રીતે પ્રેરે, આથી ક. 192 મુજબ ખોટો પુરાવો
બનાવવાનો ગુના માટે 'અ' જવાબદાર છે.] (બી) અદાલતમાં સાંયોગિક પુરાવા તરીકે ઉપયોગ થાય એવા ઇરાદાથી 'અ' તેની દુકાનના ચોપડામાં ખોટી નોંધ કરે છે. 'અ' એ ખોટો પુરાવો બનાવ્યો છે.
(સી) 'મ' ગુનાહિત કાવતરાના ગુના માટે જવાબદાર થાય એવા ઈરાદાથી 'અ' તેના હસ્તાક્ષરનું અનુકરણ કરીને એક પત્ર લખે છે. આ પત્ર જાણે કે કાવતરાના બીજા સાથીદારોને ઉદ્દેશીને લખાયો હોય એવો દેખાવ ઉત્પન કરે છે. તે પત્ર એવા સ્થળે મૂકવામાં આવે છે કે જ્યાં પોલીસ જડતી કરવાની હોય. આથી 'અ'એ ખોટા પુરાવાની રચના કરી છે એમ કહી શકાય : ક. 192.
પ્રશ્ન : 'અ''પ'ની જગ્યામાં એક ખાડો ખોદે છે, તેનો ઇરાદો ગેરકાયદેસર દારૂ મૂકવાનો હોય છે, જેથી તે મળી આવતાં 'પ' ગુનેગાર ઠરે. તો 'અ'એ ગુનો કર્યો છે એમ કહી શકાય ?
ઉત્તર : 'અ'એ ખોટો પુરાવો બનાવવાનો પ્રયત્ન કરવાનો ગુનો કર્યો છે. મુખ્ય તત્ત્વો: આરોપીને ખોટો પુરાવો બનાવવાના માટે જવાબદાર ઠરાવવા માટે નીચે જણાવેલ મુદ્દાઓ સાબિત કરવા જરૂરી છે :
(1) આરોપીએ કોઈ સંજોગ યાને પરિસ્થિતિ ઉત્પન્ન કરી હતી અથવા કોઈ પુસ્તક યા દફતરમાં ખોટી નોંધ
કરી હતી અથવા તે ખોટી હકીકત ધરાવતો કોઈ દસ્તાવેજ બનાવ્યો હતો. (2) આમ કરવામાં તેનો ઇરાદો ઉપર જણાવેલ કોઈ વસ્તુઓને કાર્યવાહીમાં અથવા કાયદા અનુસાર જાહેર નોકર સમક્ષ ચાલતી કોઈ કાર્યવાહીમાં અથવા કોઈ લવાદ સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવાનો હતો.
પણ ખોટી પુરાવો. પુરાવા તરીકે ગ્રાહ્ય થાય એવો હોવાનું જરૂરી છે. ખોટી નોંધ, ખોટો દસ્તાવેજ વગેરે પુરાવા તરીકે ગાહ તથા ઉપયોગના હોવા જોઈએ. રજૂ કરવામાં આવેલ પુરાનો જો પુરાવાના કાયદા અનુસાર ગ્રાહ ન હોય અને તેથી તેનો ઉપયોગ કરી શકાય એમ ન હોય, તો એ ખોટો પુરાવો બનાવવાના ગુના થયા છે મારી શકાય નહિ.
તે સરકાર વિ. ચેડાલાલ ((1907) 29 All 3511-5 નામની વ્યક્તિનો ભાઈ ૪ એક મુક્તમામાં આરોપી હતો. અંગે આરોપી વતી ાએ કોર્ટને અરજી કરી હતી કે સૌ પ્રથમ ફરિયાદ પક્ષના સાક્ષીઓએ કની ઓળખ બાધવી જોઈએ અદાલતે તેની માગણીનો સ્વીકાર કરતાં હું એ આથી બાર પાણસો અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. સાક્ષીઓ પૈકી કોઈ તેઓમાંથી 5ની ઓળખ આપી શક્યા નહોતા, ત્યારબાદ અદાલતે ઋને પૂછ્યું હતું કે કે કયો છે ? તેના જવાબમાં નએ એક વ્યક્તિ બતાવી હતી કે જે ખરેખર 5 નહોતો. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ને ખોટી પુરાવો બનાવવા માટે ગુનેગાર છે.
(૩) એ કાર્યવાહીમાં બેસનાર વ્યક્તિને એવા પુરાવાના આધારે અભિપ્રાય બાંધવાનો હતો. ખોટો દસ્તાવેજ. ખોટો અભિપ્રાય બાંધવા તરફ દોરી જતો હોવો જોઈએ. જો એ દસ્તાવેજ વડે મોટો અભિપ્રાથ બાંધવાનું શક્ય હોય નહિ અને સાચો અભિપ્રાય બાંધી શકાય એમ હોય તો આ ગુનો બનતો નથી.
(4) આરોપીઓ ઉપર (1)માં જણાવ્યા પૈકી કાર્ય કોઈ ઈરાદાપૂર્વક કર્યું હતું કે તેથી કાર્યવાહી ચલાવનાર વ્યક્તિ ખોટો અભિપ્રાય બાંધવા પ્રેરાય.
(5) અને તે ખોટો અભિપ્રાય, કાર્યવાહીના પરિણામને લગતાં મહત્ત્વના મુદ્દાને સ્પર્શતો હતો.
રચવામાં આવેલ પુરાવો જે તે બનાવ સંબંધમાં મહત્વનો હોવો જોઈએ. વળી, તે એવો હોવો જોઈએ કે જેથી સંબંધકર્તા અધિકારી બનાવના મહત્ત્વના મુદ્દાને તે અંગે ખોટો અભિપ્રાય બાંધવાને દોરાય. પુરાવો મહત્ત્વનો છે એમ ત્યારે જ કહેવાય કે તે એવા પ્રકારનો હોય કે તેથી સીધી યા પરોક્ષ રીતે કોઈ મુદ્દાની શક્યતા નક્કી કરી શકાય એમ હોય. પરંતુ બનાવવામાં આવેલ પુરાવો કોઈ ગૌણ મુદ્દા અંગેનો હોય અને તેની મન ઉપર અસર થાય એમ ન હોય, અથવા ખોટો અભિપ્રાય બાંધી શકાય એમ ન હોય, તો આ ગુનો બનતો નથી.
તદુપરાંત, આ બે મુદ્દા પણ નોંધપાત્ર છે :
(1) ખોટો પુરાવો બનાવવાના ગુનાનું ખરું હાર્દ ઈરાદામાં રહેલું છે. ખોટી નોંધ, ખોટો દસ્તાવેજ વગેરે કોઈ વિશિષ્ટ ઇરાદાથી બનાવવામાં આવેલ હોવાનું જરૂરી છે. અર્થાત્ તેના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. આવા પ્રકારના ઈરાદા સિવાય, ફક્ત ખોટાં દસ્તાવેજ વગેરે બનાવવાના કાર્યથી, ખોટો પુરાવો બનાવવાનો અપરાધ થતો નથી. તેને માત્ર તૈયારી જ કહી શકાય.
(2) ખોટો પુરાવો બનાવામાં આવે કે તરત જ આ ગુનો સંપૂર્ણ બને છે. એવા પુરાવાનો ખરેખર ઉપયોગ કરવાનું જરૂરી નથી. એવો ઉપયોગ ક. 196 મુજબ શિક્ષાને પાત્ર છે.
ટૂંકમાં, નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા કે –
(1) કાર્યવાહી ગેરકાયદેસર હોય,
બનાવટ થતી નથી, જો
(2) બનાવવામાં આવેલ પુરાવો અગ્રાહ્ય હોય,
(3) બનાવવામાં આવેલ પુરાવો મહત્ત્વનો ન હોય અને
(4) મહત્ત્વના મુદ્દા પૂરતો ખોટો અભિપ્રાય બાંધવાનું શક્ય ન હોય તો.
હવે ક. 192ના થોડાંક વધુ ઉદાહરણાત્મક મુકદ્દમાઓ જોઈએ :
સરકાર વિ. રાજારામ [22 Bom. L. R. 1229)- આરોપી ફરિયાદીના મકાનનો વાર્ષિક ભાડવાત તરીકે
કબજો ધરાવતો હતો. ભાડાની મુદત પૂરી થાય તે દરમિયાનમાં આરોપીએ ફરિયાદીની જાણ બહાર વધુ ચાર વર્ષ માટે ભાડાચીઠ્ઠી બનાવીને તેની નોંધણી (registration) કરાવી લીધી હતી. તે કેસમાં એવો નિર્ણય થયો હતો કે આરોપીએ ખોટો પુરાવો બનાવ્યો છે, કારણ કે આ ભાડાચીઠ્ઠી તેના દ્વારા પુરાવા તરીકે રજૂ કરી શકાઈ હોત.
સરકાર વિ. વલ્લભરામ [27 Bom. L. R. 1031]- આરોપી નં. 1 એ ચોરીછૂપીથી સરકારી પત્રવ્યવહારના કાગળો મેળવીને નં. 2 અને 3 નાં વકીલને આપ્યા હતા. પાછળથી તે કાગળો આરોપી નં. 1 દ્વારા પાછા મૂકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એવું માલૂમ પડ્યું હતું કે તે કાગળો પૈકી કેટલાક કાગળો કાઢી લેવામાં આવ્યા હતા તથા કેટલાકમાં છેકછાક કરવામાં આવી હતી અને સુધારા કરવામાં આવ્યા હતા. તે કેસમાં નક્કી થયું હતું કે આરોપી નં. 2 અને 3 ક, 466 અને 194 મુજબનાં ગુનાઓ માટે જવાબદાર છે. આ ગુનાનું ગંભીર રૂપ ક. 193માં જોવા મળે છે. જો ન્યાયની કાર્યવાહીમાં ખોટો પુરાવો આપવામાં આવ્યો હોય અથવા તેમાં ઉપયોગ કરવાના ઈરાદાથી બનાવવામાં આવ્યો હોય તો ? વર્ષ સુધીની કેદ અને દંડની શિક્ષા થઇ શકે; જ્યારે બીજા કિસ્સાઓમાં ૩ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. ક. 193
પ્રશ્ન: મને ઇન્સાફ માટે મોકલી આપવો કે કેમ એ નક્કી કરવા અંગેની તપાસ દરમિયાન, 5 મેજિસ્ટ્રેટ સમક્ષ ખોટું નિવેદન કરે છે. તે જાણતો હતો કે તે ખોટું હતું. તે સંજોગોમાં જો કોઈ ગુનો ગ એ કર્યો હોય તે કયો ગુનો છે ?
જવાબ : જે કોઈ ન્યાયની કાર્યવાહીના કોઈપણ તબક્કે ઈરાદાપૂર્વક ખોટી સાક્ષી આપે તે ક. 193 મુજબ શિક્ષાને પાત્ર છે. એ તપાસ ન્યાયની અદાલત રૂબરૂ ન હોય તેમ છતાં તેવી કાર્યવાહી અંગેની કાયદાની ફરમાવેલ પ્રાથમિક તપાસ (ઈન્સાફી મેજિસ્ટ્રેટ રૂબરૂ) હોઈને તેને (Proceeding) કાર્યવાહી કહી શકાય : સમજૂતી - 2. કલમ. 193
તેથી તે તપાસ ન્યાયની કાર્યવાહીનો એક તબક્કો હોવાથી અ એ ખોટી સાક્ષી આપવાનો (ક. 191) ગુનો કર્યો છે. જે ક. 193 મુજબ શિક્ષાને પાત્ર છે : ક. 193ની બીજી સમજૂતીનું દૃષ્ટાંત.
ખોટી સાક્ષી આપવી' અને ખોટો પુરાવો બનાવવો'ના ગુનાઓનો તફાવત :
આ તફાવત અગત્યનો છે. તે આ પ્રમાણે છે :
(1) પ્રથમ તો ઈરાદાપૂર્વક ખોટી સાક્ષી આપવી અથવા ખોટો પુરાવો બનાવવાનું કાર્ય શિક્ષાને પાત્ર છે. અજાણતાથી, ભૂલથી, બેદરકારીથી અથવા ગફલતમાં રહીને મૂર્ખાઈભર્યું ખોટું નિવેદન કરવા માટે સાક્ષીને કાયદો શિક્ષા કરતો નથી. આ બંને ગુનાનું સાચું હાર્દ તે અંગેના ઈરાદામાં રહેલું છે; પરંતુ ઈરાદાના પ્રકાર સંબંધમાં બંને ગુનામાં તફાવત રહેલો છે. ખોટી સાક્ષી આપવાના ગુના માટે સામાન્ય ઇરાદો હોવાનું પૂરતું છે. જો ખોટી સાક્ષી ઈરાદાપૂર્વક આપવામાં આવી હોય તો તે પૂરતું ગણાય. એટલે ખોટી સાક્ષી આપનાર એ ખોટું છે એમ જાણી સમજીને તથા કાર્યવાહી ચલાવનાર વ્યક્તિને છેતરવાના ઇરાદાથી અને તે જે કહે છે તે સાચું છે તેમ માનવા પ્રેરાય એવ ઈરાદાથી કહ્યું હોવું જોઈએ. જ્યારે ખોટો પુરાવો બનાવવાના ગુના માટે વિશિષ્ટ ઈરાદો હોવાનો મુદ્દો ધ્યાનમા લેવાવો જોઈએ. તે ગુનો બનતો નથી, સિવાય કે આરોપીએ કોઈ વિશેષ ઇરાદાથી પુરાવો બનાવ્યો હોય અર્થાત્ ખોટી હકીકત, નોંધ અથવા દસ્તાવેજ કોઈ કાર્યવાહીમાં વાપરવાનો તથા તે સંબંધમાં મહત્ત્વના પ્રશ્ન અંગે ખોટો અભિપ્રાય બાંધવામાં આવે એવી ઇરાદો હોવાનું આવશ્યક છે.
(2) બીજું, ખોટી સાક્ષી આપવાનો ગુનો એવી વ્યક્તિથી થઈ શકે જે સોગંદ ઉપર અથવા કાયદાની કોઈ વ્યક્તિ જોગવાઈ અનુસાર સત્ય કહેવાને અને કોઈ વિષય ઉપર એકરાર કરવા બંધાયેલ હોય. જ્યારે ખોટો પુરાવો બનાવવામાં આ તત્વ હોવાનું જરૂરી નથી.
(૩) ખોટી સાક્ષી આપવાનો ગુનો બને તે માટે એવું નિવેદન કોઈ મહત્વના મુદ્દા પરત્વે થયું હોવાનું જરૂરી નથી. ખોટું નિવેદન કરવામાં આવે કે તરત જ આ ગુનો સંપૂર્ણ થાય છે; જ્યારે ખોટો પુરાવો બનાવવાનો ગુનો થાય તે માટે, બનાવવામાં આવેલ પુરાવો મહત્ત્વના પ્રશ્નો અંગેનો હોવાનું જરૂરી છે. તે વિના આ ગુનો થતો નથી.
(4) જે અધિકારી સમક્ષ સાક્ષી આપવામાં આવી હોય તેની ઉપર એવા પુરાર્વાની શી અસર થઈ હતી તે જોવાનું ખોટી સાક્ષી આપવાનો ગુનો થાય તે માટે અગત્યનું નથી, પણ ખોટો પુરાવો બનાવવાના ગુના માટે આ હકીકત મહત્ત્વની છે અને યોગ્ય રીતે વિચારવી જોઈએ.
(5) છેવટમાં, ખોટી સાક્ષી આપવામાં આવી હોય તે સમયે, કોઈ કાર્યવાહી-ન્યાયની અથવા બીજી કોઈ- ચાલતી હોવી જોઈએ. જ્યારે ખોટો પુરાવો બનાવવા માટે તે જરૂરી નથી કે કોઈ કાર્યવાહી ચાલુ હોય અથવ ચાલવાની બાકી હોય, પણ તે માટે એ પૂરતું છે કે બનાવના સંજોગો જોતાં એવી કાર્યવાહીની વાજબી સંભાવન હોય અને તે બનાવટી પુરાવાનો એવી કાર્યવાહીમાં ઉપયોગ કરવાનો ઇરાદો હોય.
(ગ) ઉપરના બંને ગુનાઓના ગંભીર સ્વરૂપો (ક. 194-195) :
(1) મહાઅપરાધ (Capital Offence)ને (ક. 194). અથવા (2) આજીવન કેદ અથવા સાત વર્ષ કે તેથી વધુ કેદની શિક્ષાને પાત્ર થતો ગુનો સાબિત કરાય એવા ઇરાદાથી ખોટો પુરાવો (સાક્ષી) આપવો અથવા બનાવવો, બીજા પ્રકારના ગુનાનાં કિસ્સાઓમાં આરોપીને, જાણે કે તેણે જે ગુનાનો બીજા ઉપર આરોપ મૂક્યો હોય તે જ ગુનો કર્યો હતો તેમ સમજીને શિક્ષા કરવામાં આવશે. - ક. 195.
દૃષ્ટાંત : 'મ'ની વિરુદ્ધ ધાડ પડવાનો ગુનો પુરવાર થાય એવા ઇરાદાથી 'અ' અદાલતમાં ખોટો પુરાવો આપે છે. પાડના ગુના માટે આજીવન કેદ, અથવા દંડ સાથે અગર તે સિવાય, દસ વર્ષ સુધીની સખત કેદની જોગવાઈ છે. તેથી 'અ' આજીવન કેદ અથવા દંડ સાથે અગર તે સિવાય, દસ વર્ષ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર થાય ક. 195.
પ્રશ્ન : 'અ' સ્વેચ્છાએ રેલ્વેની ચોરાયેલી પીનો 'ક'નાં ઘરમાં છુપાવવામાં 'ખ'ને મદદ કરે છે. આમ કરવામાં, તેમનો ઇરાદો 'ક' જેવા નિર્દોષ વ્યક્તિને શિક્ષા કરવાનો હોય છે. આથી જો 'અ'એ કોઈ ગુનો કર્યો હોય તો કયો ગુનો કર્યો છે ?
ઉત્તર : ક. 194 અને 195 મુજબના ગુનાઓ માટે 'અ' જવાબદાર છે.
આ સંબંધમાં વધુમાં નોંધવાની જરૂર છે કે ફોજદારી સંહિતા અંગે ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ અધિનિયમ, 2005નાં સુધારાથી ક. 195ની પછી નવી કલમ 195એ ઉમેરવામાં આવી છે.
આ કલમ ઉમેરવાનો હેતુ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ખોટો પુરાવો આપવાની ધમકી આપે તેને શિક્ષા કરવાનો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ખોટો પુરાવો આપે તેવા ઈરાદાથી એ વ્યક્તિના શરીર, પ્રતિષ્ઠા અથવા મિલકતને કે પછી એ વ્યક્તિને કે જેનામાં હિત હોય તેના શરીર અથવા પ્રતિષ્ઠાને હાનિ કરવાની ધમકી આપશે તો તે નીચે મુજબ શિક્ષાને પાત્ર થશે.
અર્થાત્ તે વ્યક્તિ ગુનેગાર ઠરશે તો તેને સાત વર્ષ સુધીની કોઈપણ વર્ણનની કેદની અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકશે. પરંતુ જો ખોટો પુરાવો આપવાના પરિણામે કોઈ નિર્દોષ વ્યક્તિ ગુનેગાર ઠરે અને તેને દેહાંત દંડ અથવા સાત વર્ષ કરતાં વધુ કેદની સજા થશે તો આવી ધમકી આપનારને પણ જાણે કે તેણે પણ એ ગુનો કર્યો હોય એ જ રીતે અને એ જ પ્રમાણમાં તેટલી જ સજા કરવામાં આવશે.
(આ સુધારાને 2006નાં જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે.)
(ધ) ખોટી સાક્ષી આપવી તેમજ ખોટો પુરાવો બનાવવો વગેરે ગુનાઓની જેમ જ શિક્ષાને પાત્ર થતા ગુનાઓ (કલમ. 196 થી 200) :
ખોટો પુરાવો આપવો અથવા બનાવવાના ગુનાની જેમ નીચે દર્શાવેલ પાંચ ગુનાઓ શિક્ષાને પાત્ર છે : -(1) કોઈ પુરાવો ખોટો છે અથવા બનાવટી છે એમ જાણવા છતાં, તે ખરો છે એમ ગણીને તેનો ઉપયોગ કરવો ક.195
પુરાવો ખોટો છે અથવા બનાવટી છે એમ જાણવા છતાં, એવો પુરાવો સાચો હોય તે પ્રમાણે ઉપયોગ કરવામાં આવે, તો તે (કાર્ય) ખોટો પુરાવો આપવો અથવા બનાવવાના ગુનાની જેમ જ શિક્ષાને પાત્ર છે : ક. 196 આ કલમ સંબંધર્મા, સરકાર વિ. રામા નાના (23 Bom. L. R. 987)નો એક મુકદ્દમો છે. હુકમ કરવાનાં તોહમતનો બચાવ કરવા માટે આરોપી તે સ્થળે હાજર નહતો તેમ દર્શાવવા વેચાણની રસીદ રજૂ કરે છે અને ગુનો બન્યો હતો તે સમયે આરોપી તે ગામમાં હતો તે સાબિત કરવા માટે, જે અધિકારીએ તેને રસીદ આપી હતી તેને સાક્ષીમાં બોલાવે છે. આરોપીનો એ બચાવ માનવામાં આવ્યો નહતો પણ તેની અને ગામના એ અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટતાથી ખોટા પુરાવા(રસીદ)નો ઉપયોગ કરવાના સંબંધમાં કામ ચલાવવામાં આવ્યું હતું. તેમાં ઠરાવવામાં આવ્યું હતું કે તેઓ ક. 196 મુજબના ગુના માટે જવાબદાર છે, કારણ કે આરોપીના બચાવમાં ખોટા પુરાવા આપવામાં આવે એવો ગામના અધિકારીનો ઇરાદો ભ્રષ્ટ હતો.
(2) કોઈ સર્ટિફિકેટ આપવાનું અથવા તેમાં સહી કરવાનું કાયદાથી ફરમાવવામાં આવ્યું હોય. અથવા કાયદા અનુસાર પુરાવામાં લઈ શકાય એવી કોઈ બાબત અંગેનું હોય તથા કોઈ મહત્ત્વના મુદ્દા પરત્વે તે ખોટું છે એમ જાણીને અથવા માનવા છતાં, એવું પ્રમાણપત્ર (સર્ટિફીકેટ) આપવામાં આવે અથવા તેમાં સહી કરવામાં આવે : 3. 197
(૩) મહત્ત્વના મુદ્દા પરત્વે ખોટું છે એવું જાણીને, પ્રમાણપત્રનો, એ સાચું હોય એ રીતે ગણીને તેનો ઉપયોગ કરવો ક. 198.
(4) કોઈ એકશરમાં ખોટું વિધાન કરવું, કે જે કોઈ મહત્વના મુદ્દાને સ્પર્શતું હોય અને કાયદા અનુસાર પુરાવા તરીકે સ્વીકાર થઈ શકે તેવું હોય : કલમ. 199
(5) કોઈ મહત્વના મુદ્દા પરત્વે ખોટું છે એમ જાણવા છતાં, કોઈ એકશરનો એ સાચો હોય એ પ્રમાણે ઉપયોગ કરવો ક.200. ઉપર જણાવેલ કે, 197 થી 200 વિશેષ મહત્ત્વની નથી.
આ રીતે પેટાવિભાગ 1 અર્થાત્ ખોટા પુરાવાને લગતો કાયદો અહીં પૂરો થાય છે.
2. પુરાવાનો નાશ કરવો, ખોટી માહિતી આપવી વગેરે (Causing Disappearance of Evidence, Giving False Information etc.)
પુરાવાનો નાશ કરવાના ગુનાઓ, તેમાંય ખાસ કરીને અનૌરસ બાળકોને જન્મ આપતી સ્ત્રીઓના સંબંધમાં, સામાન્ય રીતે ઘણા જ બનતા હોય છે. ક. 201 કંઈક અંશે અગત્યની છે.
1. જો કોઈ વ્યક્તિ, ગુનેગારને કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના ઈરાદાથી-
(ક) ગુનાને લગતા પુરાવાનો નાશ કરે, અથવા
(ખ) ખોટી માહિતી આપે, કે જે ખોટી છે એમ તે જાણતો હોય અથવા માનતો હોય,
-તે શિક્ષાને પાત્ર છે.
(1) જો નાશ કરવામાં આવેલ પુરાવો અથવા આપવામાં આવેલ માહિતી દેહાંતદંડની સજાને પાત્ર થતા ગુના સંબંધમાં હોય તો વધુમાં વધુ સાત વર્ષ સુધીની સખત કેદની સજા અને દંડ થઈ શકે છે. (2) જો એ ગુનો આજીવન કેદની શિક્ષાને પાત્ર થતો હોય તો ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડ, અને (૩) જો એ ગુના માટે દસ વર્ષથી ઓછી શિક્ષાની જોગવાઈ હોય. તો આવા ગુનાની સૌથી વધુ કેદની શિક્ષાની 1/4 ભાગની કેદ અને દંડ.
દૃષ્ટાંત : 'બ'એ 'મ'નું ખૂન કર્યું એમ જાણીને તથા તેને શિક્ષામાંથી બચાવવાના ઇરાદાથી, 'અ' મૃત શરીરને છુપાવવામાં 'બ'ની મદદ કરે છે. તેથી 'અ' સાત વર્ષ સુધીની કોઈ પણ પ્રકારની કેદ અને દંડની સજાને પાત્ર થાય : 5. 201.
ક. 201ના મુખ્ય તત્ત્વો :
સાબિત કરવાના મુદ્દાઓ આ પ્રમાણે છે :
(1) ગુનો થયો છે.
(2) આરોપીએ ગુનાના કૃત્યનો કોઈ પુરાવો ગુમ કર્યો છે કે તેનો નાશ કર્યો છે અથવા પોતે ખોટી હોવાનું જાણતો કે માનતો હોવા છતાં તેણે (આરોપીએ) ગુનાને લગતી કોઈ માહિતી આપી છે.
(૩) આરોપી જાણતો હતો અથવા તેને માનવાને કારણ હતું કે આવો ગુનો કરવામાં આવ્યો હતો, અને છેલ્લે
(4) આરોપીઓ ઉપર (2)માં જણાવ્યા પ્રમાણેનું કૃત્ય ગુનેગારને કાનૂની શિક્ષામાંથી છાવરવા (બચવવા) નાં ઇરાદાથી કર્યું હતું. જે ગુના સંબંધી ક. 201 હેઠળ આરોપીએ ગુનો કર્યો હોવાનો આક્ષેપ મુકાયો હોય તે ગુનો દેહાંતદંડ, આજીવન કેદ કે દસ વર્ષ સુધીની કેદની સજાને પાત્ર હોય તો તે ગંભીર સંજોગ પુરવાર કરતું મુખ્ય તત્ત્વ ગણાશે.
સરકાર વકીલ વિ. મુનીસામી (1914 Mad. 503) - આરોપીએ ખૂનના ગુનેગાર પાસેથી મરનાર વ્યક્તિની માલિકીનું એક રત્ન મેળવ્યું હતું. પ્રથમ તો તેણે એ સંતાડી રાખ્યું હતું, પાછળથી રજૂ કર્યું હતું. આમ ગુનેગારને શિક્ષામાંથી બચાવવાનો આરોપીનો ઇરાદો હતો, તેથી તેણે ક.201 મુજબનો ગુનો કર્યો હતો.
(5) માહિતી આપવાને બંધાયેલ વ્યક્તિ, બનેલ ગુનાની માહિતી આપવા ઈરાદાપૂર્વક કસૂર કરે (શિક્ષા-છ માસ સુધીની કેદ અથવા દંડ અગર બંને) ક. 202.
(6) કોઈ ગુનો થયો હોય તેને લગતી ખોટી માહિતી આપવી (2 વર્ષ સુધીની કેદ, દંડ) ક. 203.
(7) પુરાવા તરીકે અદાલતમાં રજૂ કરી શકાય નહિ તે માટે કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડનો નાશ કરવો અગર છુપાવવો અથવા તેમાં છેકછાક કરવી એ શિક્ષાને પાત્ર છે: ક. 205.
3. ખોટું સ્વરૂપ ધારણ કરવું (False Personation) (ક. 140, 170-171, 205, 229 અને 416)
ખોટું રૂપ ધારણ કરવા અંગેની સાત કલમો. કોજદારી ધારામાં જુદા જુદા સ્થળે આપવામાં આવી છે. તે બધી અહીંયા એક જગ્યાએ આપેલ છે જે નીચે મુજબ છે.
(1) સૈનિકનું રૂપ ધારણ કરવું : ક. 140
(2) જાહેર નોકરનું રૂપ ધારણ કરવું : ક. 170.
(3) જાહેર નોકરની પોશાક પહેરવો અથવા તેનું ચિહ્ન ધારણ કરવું : ક 171.
(4) ચૂંટણીમાં બીજાનો વેશ લેવો. ક. 171-ડી
(5) જ્યુરર અથવા એસેસરનો વેશ લેવો : ક. 229.
(6) દાવાની અથવા ફરિયાદની કોઈ કાર્યવાહી દરમિયાન કાંઈ કાર્ય કરવાના હેતુથી ખોટું સ્વરૂપ ધારણ કરવું : ક. 205 જેમ કે 'અ' નામનો કોઈ સાક્ષી બીજાના નામે સોગંદ ઉપર ખોટી સાક્ષી આપે છે, તેથી 'આ' ક. 205 મુજબનો ગુનો કરે છે. માત્ર બીજાના નામે ઠગાઈ કરવાથી આ કલમ અનુસાર શિક્ષા કરી શકાય નહિ; પરંતુ અસ્તિત્વમાં હોય એવી બીજી ખરી વ્યક્તિનું ખોટી રીતે રૂપ ધારણ કરીને, એ સ્વરૂપે ગ્રાહ્ય હોય તેવું નિવેદન કરવા, યુકાદો સ્વીકારવા અથવા કોઈ વિધિ કરવા પ્રેરવા વગેરેથી તે બને છે. દા. ત. 'અ' નામનો એક સાક્ષી સૌગંદ ઉપર બીજાના નામે અદાલતમાં ખોટી સાક્ષી આપે છે. તો 'અ'એ કયો ગુનો કર્યો છે ? 'અ' ઠગાઈ માટે નહિ પણ આ કલમ 205 અન્વયે ગુનેગાર બને છે.
વળી, કોઈ ગુનેગારને કપટયુક્ત લાભ અથવા ફાયદો થાય એ આ ગુના માટેનું આવશ્યક તત્ત્વ નથી. દા. ત., 'બ'ને કોઈ મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર થવાની મુશ્કેલીમાંથી બચાવવાનાં ઇરાદાથી, તેની સંમતિથી 'અ'એ એક કેસમાં 'બ'નું રૂપ ધારણ કર્યું હતું. તેમાં નક્કી કર્યું હતું કે 'અ' આ કલમમાં જણાવ્યા મુજબના ગુના માટે જવાબદાર હતો, જ્યારે 'બ'એ તે ગુનામાં મદદગારી કરવાનો ગુનો કર્યો હતો.
(7) બીજાનો વેશ લઈ ઠગાઈ કરવી : ક. 416 (આગળ યોગ્ય સ્થળે આ કલમ વિશે ચર્ચા કરવામાં આવી છે.)
4. અદાલતની પ્રક્રિયાનો દુરુપયોગ (Abuse of Process of Court) (206 थी 210)
ક. 206 થી 210 માં લેણદારનાં હક્ક ડૂબાડવાના આશયની કાયદેસરની કાર્યવાહી પ્રપંચયુક્ત રીતે શરૂ કરવા અંગે કહેવામાં આવ્યું છે. જોકે આ કલમો ખાસ અગત્યની નથી.
(1) હુકમનામાની બજવણી વગેરેમાં કોઈ મિલકત જપ્ત થતી અટકાવવા માટે દગલબાજીથી તે અંગે હક્ક કરવો, ખસેડવી અથવા છુપાવી દેવી વગેરે : ક. 206-207.
(2 ) કાયદેસર રીતે લેણી ન હોય એવી રકમનું હુકમનામું થવા દેવું અથવા તેની બજવણી થવા દેવી.કલમ. 208.
દૃષ્ટાંત : 'અ' એ 'મ'ની સામે દાવો કર્યો છે. 'મ' જાણે છે કે 'અ' તેની વિરુદ્ધ હુકમનામું મેળવશે. તેથી તે 'બ'નાં તેની સામેના દાવામાં મોટી રકમનો ચુકાદો તેની વિરુદ્ધ આવે તે માટે તેમાં સહાય કરે છે. હકીકતમાં 'બ'નું કોઈ વાજબી લેણું તેની સામે હતું નહિ, પરંતુ તેની પાછળ આશય એવો હતો કે 'અ'એ તેની વિરુદ્ધ મેળવેલ હુકમનામાની બજવણીમાં 'મ'ની મિલકતનું વેચાણ થાય ત્યારે 'બ' તેના માટે અથવા 'મ'નાં હિતમાં તેમાંથી ભાગ મેળવે. આથી ‘મ’એ આ કલમ મુજબ ગુનો કર્યો છે : કલમ.208
(૩) દગલબાજી અથવા અપ્રમાણિકતાથી કોઈની વિરુદ્ધ અદાલતમાં ખોટો દાવો કરવો : ક. 209
(4) ખરેખર લેણી ન હોય તેવી રકમનું હુકમનામું, દગલબાજીથી મેળવવું અથવા ભરપાઈ થઇ ગયેલ હોય એવા હુકમનામાની કોઈ વ્યક્તિ વિરુદ્ધ બજવણી કરવી : ક. 210.
5. ગુનાનો ખોટી આરોપ (False Charge of Offence) (ક.211)
જાહેર ન્યાય વિરુદ્ધની આ પાંચમાં પ્રકારનો ગુનો કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર અપ્રમાણિક ઇરાદાથી ગુનાનું ખોટું તોફમંત મૂકવા અંગેનો છે. તે વિશે ક. 211માં ચર્ચા કરવામાં આવી છે. આ કલમ અગત્યની છે. આ અગાઉ જણાવેલ ક. 182 સાથે તે ઘણી જ મળતી છે; છતાં તેઓ વચ્ચે મોટો તફાવત રહેલો છે. હવે આ કલમ વિશે વિસ્તારથી જોઈએ જેમ કે-
જો કોઈ, કોઈ વ્યક્તિને હાનિ (1) તે વ્યક્તિની વિરુદ્ધ કોઈ ફીજદારી કાર્યવાહી ચાલુ કરે (અથવા ચાલુ કરાવે) અથવા (2) કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એવું
પહોંચાડવાના ઇરાદાથી- અને આમ કરવામાં એ જાણતો હોય કે એ વ્યક્તિની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ કાર્યવાહી અથવા તેવી તોહમત માટે વાજબી અથવા ખોટું તોહમત તેના ઉપર મૂકે- કાયદેસરનું કારણ નથી. -તો તેને બે વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે : ક. 211,
મુખ્ય તત્ત્વો : આ કલમના મુખ્ય ચાર તત્ત્વો છે?
(1) કોઈ ફોજદારી કાર્યવાહી ચાલુ કરે અથવા કરાવે : એટલે ફોજદારી કાર્યવાહી આરોપી પોતે શરૂ કરે અથવા તેનાં પ્રયાસથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે, પણ શરૂ કરવામાં આવેલ કાર્યવાહી ફોજદારી પ્રકારની હોવી જોઈએ; પરંતુ જો કોઈ મેજિસ્ટ્રેટ રૂબરૂ જઈને દીવાની પ્રકારના સંજોગો અંગે માહિતી આપે અને તેણે જણાવેલ હકીકતો ખોટી હોય તો, તેની વિરુદ્ધમાં આ કલમ અન્વયે કામ ચલાવી શકાય નહિ. વળી, એ જરૂરી છે કે એવી કાર્યવાહી આરોપીએ પોતે જ શરૂ કરાવી હોય, પરંતુ જો કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીએ પૂછેલ પ્રશ્નોના જવાબ .. આપે. તો તેથી એમ કહી શકાય નહિ કે તેણે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે અથવા કરાવી છે.
(2) કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એવું ખોટું તહોમત મૂકવામાં આવે : વગર વોરન્ટે પકડી શકાય એવા ગુના માટે પોલીસને રૂબરૂ ખોટું તહોમત મૂકવાથી પણ ફોજદારી કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે એમ કહેવાય, કારણ કે કોગ્નિઝેબલ.ગુના માટે પોલીસને કામગીરી શરૂ કરવાનો અધિકાર છે. પણ વોરંટ વિના પકડી શકાય નહિ એવા ગુના મેજિસ્ટ્રેટનાં હુકમ સિવાય પોલીસને કાર્યવાહી શરૂ કરવાની સત્તા નથી, તેથી એવા નોન-કોગ્નિઝેબેલ ગુના અંગે પોલીસ રૂબરૂ ખોટું તહોમત મૂકવાથી ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એમ કહેવાય નહિ: પરંતુ કોઈ ગુના અંગે મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવેલ ખોટા આરોપ સંબંધમાં આવો કોઈ તફાવત નથી.
તદુપરાંત,આરોપીએ સાચે જ ખોટો આરોપ મૂક્યો હોવો જોઈએ. માત્ર શંકા દર્શાવવી તેને આરોપ કહેવાય નહિ.
(૩) આમ કરવા માટે કોઈ વાજબી અથવા 'કાયદેસરનું કારણ હતું નહિં' એવું તેને જ્ઞાન હતું; તથા
(4) એમ કરવા પાછળ કોઈ વ્યક્તિને 'હાનિ પહોંચાડવાનો ઇરાદો હતો.
'ખોટો આરોપ મૂકવો' અને 'ફોજદારી કાર્યવાહી શરૂ કરવી' એ બે વચ્ચેનો તફાવત: ઉપર જણાવેલ મુદ્દાઓ પૈકી (1) અને (2) ધ્યાનપૂર્વક જોવામાં આવશે તો ક. 211ના દેખીતા જ બે ભાગ હોવાનું જણાશે. પહેલા-ફોજદારી કાર્યવાહી શરૂ કરવી, અને બીજો-ગુનાનો ખોટો આરોપ મૂકવો. આ બે તદ્દન જુદી બાબતો છે. તેઓ વચ્ચેનો તફાવત નીચે પ્રમાણે છે. ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં, ખોટું તહોમત મૂકવાના કાર્યનો સમાવેશ થઇ જાય છે. કારણ કે કોઈ જાતના આરોપ મૂક્યા વિના ફોજદારી કાર્યવાહી સાચી કે ખોટી શરૂ થઇ શકે નહિ અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો ગુનો થયો છે એમ કહેવાય નહિ; પરંતુ ખોટું તહોમત મૂકવાનો ગુનો, તેના આધારે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે કે નહિ, તેમ છતાં બની શકે. તહોમત મૂકવાનું કાર્ય જેવું પૂરું થાય કે તરત જ આ ગુનો સંપૂણ થાય છે. તે સંબંધમાં આગળ કોઈ પગલાં ભરવામાં આવ્યા છે કે નહિ તે જોવાની જરૂર રહેતી નથી, પણ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના ગુના માટે આવશ્યક છે કે પ્રથમ તહોમત મૂકવામાં આવ્યું હોય અને ત્યારબાદ તેના આધારે ખરેખર કોઈ પગલાં ભરવામાં આવ્યા હોય. જો આ પ્રમાણે બન્યું ન હોય તો ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે એમ કહી શકાય નહિ. તેથી, ફોજદારી કાર્યવાહી શરૂ કરતાં ખોટું તહોમત મૂકવાનું શક્ય છે જ્યારે ખોટું તહોમત મૂક્યા વિના પોલીસ કે મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનું શક્ય નથી.
ખોટું તહોમત મૂકવું' અથવા 'ફોજદારી કાર્યવાહી શરૂ કરવી'નો ગુનો તથા ખોટી માહિતી આપવી નાં ગુના વચ્ચેનો તફાવત :
ક. 182 (જાહેર નોકર પોતાના અધિકાર કોઈ વ્યક્તિને હાનિ કરવા માટે વાપરે એવા ઇરાદાથી ખોટી માહિતી આપવી) મુજબના ગુનામાં ચરિયાણીયો બદઇરાદો અથવા વાજબી અથવા સંભવિત કો રહેવા અવાયી ભારને માહિતી કરવાનું જરૂરી નથી. સિવાય, કે ખોટી માહિતી આપવાના કાર્યમાં ગર્ભિત રીતે તેનો સમયે અથવા એ વાત વાત મોટું તહોમત મૂકવું અથવા કોજદારી કાર્યવાહી શરૂ કરવી'ના ગુના માટે વાજબા અને જવો સર ની કારણાનો અભાવ હોવાનું અને સાબિત કરવાનું ઘણું જ અગત્યનું છે. બીજાને હાનિ પહોંચાડવાનો ઇરાદો હોવાનું બંને ગુનામાં સામાન્ય છે. ક. 182 અનુસાર આપવામાં આવેલ માહિતી. હકીકતમાં ખોટી હોય તે પૂરતું નથી. પરંતુ માહિતી આપનારની જાણ અને માન્યતા મુજબ તે ખોટી હોવી જોઈએ. જ્યારે ક. 211 મુજબનો ગુનો થવા માટે માહિતી આપનાર વ્યક્તિ, વાજબી કારણ સિવાય અથવા યોગ્ય સંભાળ અને સાવચેતી લીધા સિવાય તેમ કરે, તો એ પૂરતું છે. બીજું ક. 182 દ્વારા કોઈપણ જાહેર નોકરની ખોટી માહિતી આપવાનું સૂચવવામાં આવ્યું છે. જ્યારે ક. 211 કોજદારી કાયદાને ગતિમાં મૂકવાનું સૂચવે છે.
ત્રીજું ક. 182 મુજબનો ગુનો સંપૂર્ણ થાય તે માટે આપવામાં આવેલ માહિતીના આધારે સંબંધકર્તા જાહેર નોકરે કોઈ કાર્ય કર્યું હોવાનું આવશ્યક નથી. માહિતી આપવામાં આવે છે કે તરત જ તે ગુનો સંપૂર્ણ થાય છે. પણ ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માટે ફોજદારી કાયદાને ગતિમાં લાવવો જોઈએ, એટલે કે જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવે અને તેનો આંરભ થાય ત્યારે ક. 211 મુજબનો ગુનો સંપૂર્ણ બને છે. ચોથું ક. 182 મુજબ ખોટી માહિતી આપવામાં આવે છે. જ્યારે ક. 211 અનુસાર ખોટું તહોમત મૂકવામાં આવે છે, અથવા ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.
મુંબઈની હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે કે ફોજદારી કાયદાએ આ બંને કલમો વચ્ચે સ્પષ્ટ તફાવત રાખ્યો છે. પોલીસને આપવામાં આવેલ માહિતીથી જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ થાય અથવા કોઈ વ્યક્તિ ઉપર ખોટું તહોમત મૂકવાનું બને તો.એવી માહિતી આપનાર વ્યક્તિ-ન્ક: 211 મુજબ ગુનેગાર બને છે. એ સંજોગોમાં તહોમત મૂકવા માટે ક. 182 નહિ પણ ક. 211 યોગ્ય કલમ છે. તેથી ક. 182ને જ્યારે ક. 211 સાથે વાંચવામાં આવે ત્યારે સમજવું કે તે એવા સંદર્ભમાં છે કે જ્યાં જાહેર નોકરને આપવામાં આવેલ માહિતી, ફોજદારી ધારાની વ્યાખ્યા મુજબના ગુનાનો ખોટો આરોપ મૂકવાના તથા ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનું કાર્ય બનવાથી કંઇક અંશે સહેજ ઓછી હતી..
6. ગુનેગારો છુપાવવા (Screening Offenders) (ક. 201 અને ક. 213 થી 215)
એકંદરે ચારેક ગુનાઓનો આ વિભાગમાં સમાવેશ થાય છે અને તે નીચે મુજબ છે :
1. ગુનેગાર છુપાવવાના ઇરાદાથી ખોટી માહિતી આપવી અથવા ગુનાના પુરાવાનો નાશ કરવો : ક. 201
2. ગુનેગારને શિક્ષામાંથી બચાવવા બક્ષિસ વગેરે મેળવવી : ક. 213
૩. ગુનેગારને છુપાવવાના બદલા તરીકે કોઈને પુરસ્કાર સ્વીકારવા અથવા કોઈ મિલકત પાછી સોંપવા જણાવવું અથવા એમ કરવા પ્રેરવું અગર એવો પ્રસ્તાવ કરવા કબૂલ થવું : ક. 214
4. ફોજદારી ગુનાના કોઈ કાર્ય દ્વારા કોઈ વ્યક્તિની પડાવી લેવામાં આવેલ મિલકત તેને પાછી સોંપવા
માટે બદલો મેળવવાનું શિક્ષાને પાત્ર છે- સિવાય કે એવી બક્ષિસ લેનાર વ્યક્તિ પોતાની શક્તિ મુજબના બધા જ સાધનોનો ઉપયોગ કરીને એવા ગુનેગારને પકડાવીને દોષિત ઠરાવવાની કોશિશ કરે : ક. 215. સરકાર વિ. હરગોવન [(1922) 45 All. 159)- ફરિયાદીની ભેંસો ચોરાઈ હતી. તે સંબંધુમાં આરોપીએ ફરિયાદીને એવું જણાવ્યું હતું કે, જો તે રૂ. 200 તેને આપે અને ચોરોની વિરુદ્ધ કાંઈ પગલાં નહિ ભરવાની બાંયધરી આપે તો તેના ચોરાયેલાં ઢોર તેને પાછા મેળવી આપશે. ફરિયાદીએ આ માગણીનો સ્વીકાર નહિ કરતાં એ વાત પોલીસમાં જાહેર કરી હતી. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું ક. 215 માં જણાવ્યા મુજબના ગુનાની પ્રયત્ન કરવા માટે આરોપી ગુનેગાર હતો.
7. ગુનેગારોને આશ્રય આપવો (Harbouring Offenders) (ક. 52-એ 212 અને 216, 216-એ)
1. કોઈ વ્યક્તિ ગુનેગાર છે બેમ જાણવા છતાં, તેને કાયદેસરની શિક્ષામાંથી બચાવવાના ઇરાદાથી આશ્રય આપવો અથવા છુપાવવો : ક. 212
2. અટકાયતમાંથી નાસી ગયેલ અપરાધીને અથવા જેને પકડવાનો હુકમ થયેલ હોય તેને આશ્રય આપવો અથવા છુપાવવો : ક. 216,
૩. લૂંટ અથવા ધાડ પાડવાની તૈયારીમાં હોય અથવા (લૂંટ અથવા ધાડનો) ગુનો કર્યો હોય એવી વ્યક્તિઓને જાણીજોઈને આશ્રય આપવો : ક. 216-એ
'આશ્રય' શબ્દમાં કોઈ વ્યક્તિને રહેવાનું, ખાવાનું, પીવાનું, પૈસા, કપડા, હથિયાર, દારૂગોળો અથવા વાડન આપીને તેની ધરપકડ થતી અટકાવવા માટે તેને કોઈ પણ રીતે મદદ કરવાના કાર્યોનો સમાવેશ થાય છે :ક. 52-એ
અપવાદ : પરંતુ ગુનેગારની 'પત્ની અથવા પતિએ' આશ્રય આપ્યો હોય તેવા કિસ્સામાં આ કલમ લાગુ પડતી નથી : ક. 52-એ
ઉપરોક્ત ત્રણે કલમોમાં ગુનેગારોને આશ્રય આપવા સંબંધમાં જણાવવામાં આવ્યું છે. ગુનેગારોને આશ્રય આપવાનું કાર્ય તેઓને છુપાવવાના જેટલું જ શિક્ષાને પાત્ર છે. ગુનેગારને છુપાવવા (screening)માં ફક્ત તેને સંતાડવાનો અર્થ રહેલો છે; જ્યારે આશ્રય આપવો એટલે તેને સંતાડવાનો એટલું જ નહિ, પણ તેને ખોરાક વગેરે આપીને સતત રક્ષણ આપવાનો અર્થ થાય છે. હકીકતમાં તે એક પ્રકારનું ગુનેગારને ઉતેજન છે. માત્ર પતિ અને પત્નીના સંબંધમાં અપવાદ રાખવામાં આવ્યો છે. જો પતિએ ગુનો કર્યો હોય તો તેની પત્ની તેને આશ્રય આપી શકે છે. તેવો જ અપવાદ પતિ માટે પણ છે. તેમની વિરુદ્ધ ગુનેગારોને આશ્રય આપવા માટે કામ ચલાવી શકાય નહિ, જેમ કે ચના ઉપર તેના નોકરનું ખૂન કરવાનો આરોપ હતો. મને પકડવા પોલીસ આવી છે એમ જાણવા છતાં તેની પત્ની 3। એ તેને સંતાડયો હતો. પરિણામે ય ની ધરપકડ કર્યા વિના પોલીસ પાછી ગઈ હતી. ક. 52-એના અપવાદ અનુસાર ગુનેગારની પત્ની અથવા પતિ તેને આશ્રય આપે, છુપાવે તો ક. 212ની જોગવાઈ તેના સંબંધમાં લાગુ પડી શકે નહિ. તેથી 31 એ મને સંતાડવાથી ક. 212 મુજબ ગુનો કર્યો નથી, કારણ કે મેં તેની પત્ની હતી. (પરંતુ 31, 4ની પ્રેયસી હોત તો આ ગુના માટે જવાબદાર બની હોત.)
સરકાર વિ. તેરાસીંગ [(1927) 7 LAH 30] આરોપી એક જાહેર કરવામાં આવેલ ગુનેગાર સાથે એક જ ખાટલામાં સૂતેલો માલુમ પડયો. પોલીસે તમામ તપાસ કરતાં તેણે જણાવ્યું હતું કે એ તેનો મહેમાન છે અને ભત્રીજો છે. આ માહિતી ખોટી હતી અને ગુનેગાર પકડાય નહિ એવા આશયથી આપવામાં આવી હતી. તેમાં ઠરાવવામાં આવ્યું હતું કે ક. 216-એમાં જણાવ્યા મુજબનો 'આશ્રય' આપવાનો ગુનો આરોપીએ કર્યો છે.
8. કાયદેસરની ધરપકડ કરવામાં સામા થવું (Resisting the Lawful Apprehension) (ક. 244 થી 225-બી)
[આ અગાઉ, (જાહેર નોકરોએ કરેલ ગુનાઓ) ક. 217 થી 223 વિશે ચર્ચા કરવામાં આવી છે.]
રાજ્યના પ્રતિનિધિની સત્તાનો વિરોધ કરવા અંગેના ત્રણ ગુનાઓ છે, જેમ કે-
1. ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા ગુનેગાર ઠરાવવામાં આવી હોય એવી કોઈ વ્યક્તિ (તેની) કાયદેસર રીતે થતી ધરપકડ કરવામાં સામે થાય અથવા અંતરાય કરે અથવા કાયદેસરની અટકાયતમાંથી નાસી જવાનો પ્રયત્ન કરે : ક. 224.
મુખ્ય તત્વો - આ કલમ ઉપર બે પ્રકારના ગુના વિશે કહેવામાં આવ્યું છે- (ક) કોઈ વ્યક્તિ તેના ઉપર મુકવામાં આવેલ તહોમત ના સબંધ માં તેની કાયદેસરની રીતે થતી ધરપકડનો ઈસદાપૂર્વક સામનો કરે અથવા ગેરકાયદેશર અંતરાય કરે.
(ખ) મૂકવાઈ વ્યક્તિ નાસી જાય થવા વીખિત હરાવવામાં આવેલ કોઈ ગુનાના સંબંધ પરત્યેની કાયદેસરની અટકાયતમાંથી કોઈ વ્યક્તિ નાસી જાય અથવા નાસી જવાનો પ્રયત્ન કરે.
2. કોઈ ગુનાની એ હકીય વ્યાયો ની પયદેસર રીતે કરવામાં આવતી ધરપકડ નામે થાય અથવા અંતરાય કરે. અગર કાયદેસરની અટકાયતમાંથી તેને છોડાવવાનો પ્રયત્ન કરે અથવા છોડાવે.ક.225
3. બીજી કોઈ જોગવાઈ કરવામાં આવી ન હોય એવા કિસ્સાઓમાં કાયદેસરની રીતે કરવામાં આવતી પરપકડનો સામનો કરે અથવા અંતરાય નાખે, અથવા નાસી જવા દે અથવા છોડાવે : ક. 225-બી.
9. શિક્ષાની માફીની શરતનું ઉલ્લંધન (Violation of Condition of Remission of Punishment) (ક. 227)
શિક્ષાનું ઉલ્લંધન એટલે શિક્ષાની શરતનો ભંગ કરવો. શિક્ષા માફીની શરતનો ભંગ કરવો : ક. 227 જો કોઈ, તેને જે શરતે શિક્ષામાંથી માફી આપવામાં આવી હોય તે વિષે જાણતો હોય અને એવી શરતોનો ભંગ કરે, તો આ કલમની મર્યાદામાં તેનો સમાવેશ થાય છે. તે માટે મૂળ શિક્ષા અથવા ભોગવવાની બાકી રહેલ શિક્ષા કરવાની જોગવાઈ છે.
10. અદાલતનો તિરસ્કાર (Contempt of Court) (ક.228)
જાહેર ન્યાય વિરુદ્ધનો દસમો અને છેલ્લો અપરાધ અદાલતનો તિરસ્કાર કરવા અંગેનો છે. અદાલતનો તિરસ્કાર કરવા સંબંધમાં ફોજદારી ધારામાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ જાહેર નોકરનું કે જે ન્યાયની કાર્યવાહી ચલાવવા બેઠેલ હોય; તેનું ઈરાદાપૂર્વક અપમાન કરે અથવા વિક્ષેપ કરે, તો આ ગુના માટે જવાબદાર બને છે. (શિક્ષા-6 માસ સુધીની કેદ ₹ 1,000 સુધીનો દંડ અથવા બંને) : ક. 228. વિસ્તાર : અદાલતની કાર્યવાહીના કોઈપણ તબક્કે બેઠેલા જાહેર નોકરના સંદર્ભમાં જ અદાલતી તિરસ્કારના કિસ્સાઓ પૂરતી આ કલમ મર્યાદિત છે. એ નોંધવું જોઈએ કે અદાલતના તિરસ્કારનો કાયદો નીચલી અદાલતોના બદલે સજા કરવાની સત્તા ઉપલી અદાલતોને આપે છે. અદાલતનો તિરસ્કાર કરવાના ગુના માટે શિક્ષા કરવાની વિધિ ફોજદારી કામ ચલાવવાના કાયદાની ક. 480માં નિર્દિષ્ટ કરવામાં આવી છે. આ ગુનો પુરવાર કરવા માટે આરોપીએ ઇરાદાપૂર્વક અદાલતનું અપમાન કર્યું હતું એમ બતાવવું જરૂરી છે.
મુખ્ય તત્ત્વો:
(1) અપમાન કરવું અથવા કંઈક હરકત કરવી:
(2) એવું અપમાન અથવા હરકત કોઈ જાહેર નોકરને કરી હોવી જોઈએ;
(૩) એ અપમાન અથવા હરકત ઈરાદાપૂર્વકની હોવી જોઈએ; અથવા
(4) જાહેર નોકર જ્યારે ન્યાયની કાર્યવાહી ચલાવવા બેઠેલ હોય તેના કોઈપણ તબક્કે એવું અપમાન અથવા હરકત કરી હોવી જોઈએ.
હવે આ કલમ પરત્વેનો મુકદ્દમો જોઈએ :
વેંકટરાવ (24 Bom.L. R. 386)- 37ની વિરુદ્ધ હુલ્લડ કરવાના ગુના માટે કામ ચાલતાં, તે દરમિયાન તેને ફો. કામ ચલાવવાની રીતના કાયદા ક. 342 મુજબ નિવેદન કરવાનું જણાવવામાં આવતાં તેણે સેશન્સ જજને ‘પૂર્વગ્રહી જજ' હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અદાલત વિરામ માટે ઊઠી હતી. વિરામ પછી કાર્યવાહીની શરૂઆતમાં, ન્યાયાધીશે મને તેની એ ટીકા પાછી ખેંચી લેવાનું જણાવ્યું હતું; પરંતુ મએ તેમ કરવાની ના પાડી હતી. તેથી બ એ આ કલમ મુજબનો ગુનો કર્યો છે એમ કહેવાય કારણ કે ન્યાયાધીશે તેને તેની ટીકા પાછી ખેંચવા જણાવ્યા છતાં તેણે ના પાડી હતી. અને એમ કરવામાં ન્યાયાધીશનું અપમાન કરવાનો તેનો ચોખ્ખો ઇરાદો જણાતો હતો.
કલમ 229એ જામીન અથવા બોન્ડ ઉપર છોડવામાં આવેલી વ્યક્તિ દ્વારા કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળતા- જે કોઈના ઉપર ગુનાનું તહોમત મૂકવામાં આવ્યું હોય અને જામીન અથવા બોન્ડની શરતી અનુસાર કોર્ટમાં હાજર થવામાં નિષ્ફળ નીવડે (તે પુરવાર કરવાનો બોજો તેના શિરે રહેશે) તો તેને કોઈપણ વર્ણનની કેદની સજા, કે જે એક વર્ષ સુધી વિસ્તરી શકશે. દંડ સહિત અથવા બંનેની સજા કરવામાં આવશે.
ખુલાસો : આ કલમ હેઠળ સજા છે-
(એ) અપરાધી, કે જેનો તેના ઉપર આરોપ હોય તે માટેના ગુના માટે દોષિત ઠરે, જવાબદાર બને તે સજા ઉપરાંતની છે, અને
(બી) કોર્ટની બોન્ડ જપ્ત કરવાની સત્તાને બાધ આવ્યા વગરની છે. (આ કલમ 2005ના 25માં અધિનિયમની ક. 44 (સી)થી ઉમેરવામાં આવી છે.)
જાહેર નોકર સિવાયની વ્યક્તિઓનું અપમાન :
જાહેર નોકરો સિવાયની વ્યક્તિઓનું અપમાન કરવા સંબંધમાં ફોજદારી ધારામાં નીચે પ્રમાણેની જોગવાઈઓ કરવામાં આવી છે :
1. કોઈ વર્ગની વ્યક્તિઓના ધર્મનું અપમાન કરવામાં ઇરાદાથી અથવા એમ કરવાથી કોઈ વર્ગના ધર્મનું અપમાન તરીકે સમજાવાનો સંભવ છે એવું જાણવા છતાં, કોઈ વર્ગની વ્યક્તિઓએ પવિત્ર ગણેલ કોઈ વસ્તુ અથવા ધાર્મિક સ્થળનો નાશ કરવો, નુકસાન કરવું અગર તેને અપવિત્ર કરવું : ક. 295.
2. કોઈ વર્ગની લાગણી દુભાવવાના અથવા તેઓના ધર્મ યા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાના હેતુપૂર્વકના બદઇરાદાથી કરવામાં આવેલ કૃત્યો : ક. 295-એ.
૩. કોઈ વ્યક્તિની લાગણી દુભાવવાના અથવા કોઈ વ્યક્તિના ધર્મનું અપમાન કરવાના ઇરાદાથી અંતિમ ક્રિયા કરવાના સ્થળે પ્રવેશ કરવો વગેરે : ક. 297.
4. જે વ્યક્તિ કબજો ધરાવતી હોય તેનું અપમાન કરવાના ઇરાદાથી એવી બીજી વ્યક્તિઓની મિલકતમાં પ્રવેશ કરવો અથવા ગેરકાયદેસર રીતે ત્યાં રહેવું : ક. 441.
5. સુલેહશાંતિનો ભંગ કરવાના ઇરાદાથી કોઈનું ઇરાદાપૂર્વક અપમાન કરવું : ક. 504.
6. કોઈ સ્ત્રીના શીલનું અપમાન કરવાના ઇરાદાથી શબ્દો ઉચ્ચારવા, અવાજ કરવો અથવા ચાળો કરવો અગર કોઈ પદાર્થ પ્રદર્શિત કરવો : ક. 509.
[ક. 229, જ્યુરર અથવા એસેસરનો વેશ લેવાના સંબંધમાં છે, તે વિષે ખોટું સ્વરૂપ ધારણ કરવાની કલમોની ચર્ચા કરતી વખતે આ અગાઉ કહેવામાં આવેલ છે.]