આ પ્રકરણ મહત્વનું છે. અને તેને મુખ્ય ચાર પેટા વિભાગમાં વહેંચેલું છે ?
(એ) ગેરકાયદેસર મંડળી (તથા તેના આનુષંગિક ગુનાઓ) : કલમ 141 થી 145, 149 થી 151 અને 157-158.
(બી) હુલ્લડ : કલમ 146 થી 148 અને કલમ 152-153.
(સી) જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટ જન્માવવી : ક. 153-એ, અને
(ડી) બખેડો: કલમ.159 -160.
ગેરકાયદેસર મંડળી (Unlawful Assembly) (કલમ. 141. थी 145, 149 थी 151 ने 157-158.)
વ્યાખ્યા : [કલમ 141]:
કલમ. 141માં ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપવામાં આવી છે. તે ઘણી જ અગત્યની છે. તેનાં મુખ્ય તત્ત્વો ધ્યાનપૂર્વક સમજવા યોગ્ય છે. સરળતા માટે તેનું વિશ્લેષણ કરીને આપેલ છે;જેમ કે :
(1) પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓની મંડળી, જો તેનો સામાન્ય ઉદ્દેશ-
મધ્યસ્થ અથવા કોઈ રાજ્ય સરકારને અથવા સંસદને, અગર રાજ્યની વિધાનસભાને, અથવા કોઈ જાહેર નોકરને તેની કાયદેસરની ફરજ બજાવવામાં ધમકી આપવાનો હોય, (બળ અથવા ગુનાહિત બળના પ્રદર્શન દ્વારા)
2) કોઈ કાયદાનો અથવા કાયદેસરની વિધિનો અમલ કરવામાં અટકાયત કરવાનો હોય, અથવા
(૩) (ક) બગાડ (ખ) ગુનાહિત પ્રવેશ કે (ગ) બીજો કોઈ ગુનો કરવાનો હોય, અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે ગુનાહિત બળ દાખવીને અથવા એવા બળના પ્રદર્શન દ્વારા-
(4) કોઈ મિલકતનો કબજો લેવાનો હોય, અથવા મેળવવાનો હોય, અથવા કરવાના હકથી,
અથવા
(5) કોઈ વ્યક્તિને તેના (ક) રસ્તાનો ઉપયોગ (ખ) પાણીનો ઉપયોગ કરવાના હકથી, અગર (ગ) બીજા કોઈપણ અમૂર્ત હકથી, કે જેનો તે કબજો ધરાવતો હોય યા ભોગવતો હોય તેનાથી વંચિત કરવાનો હોય,
અથવા
(6) કોઈ હક્ક અથવા માની લીધેલ હકનો અમલ કરવાનો હોય;
(7) કોઈ વ્યક્તિને - (ક) તે જે કરવા બંધાયેલ ન હોય તે કરવા, અગર (ખ) તે જે કરવા કાયદેસર રીતે અધિકૃત હોય તે નહિ કરવાની ફરજ પાડવાનો હોય, તો તે ગેરકાયદેસર મંડળી બને છે : ક. 141.
- કોઈ મંડળી ભેગી થઈ હોય ત્યારે ભલે કાયદેસર હોય છતાં પાછળથી ગેરકાયદેસર બની શકે છે ક. 141ની .
કોઈ મંડળી કે જે તેની શરૂઆતથી ગેરકાયદેસર ન હોય. તે વિખેરાઈ જવાના હુકમનો અનાદર કરવલ માત્રથી ગેરકાયદેસર થતી નથી. વળી, એ મંડળીના કાયદેસરના કૃત્યને લીધે બીજાઓને બિનકાયદેસરના કૃત્ય કરવા ઉશ્કેરણી થતી હોવાના કારણે પણ તે ગેરકાયદેસર બનતી નથી. સાથે સાથે એ પણ નોંધવું જોઈએ કે મંડળી એની શરૂઆતમાં ગેરકાયદેસર ન હોય પરંતુ તે પાછળથી ગેરકાયદેસર બની શકે. મોતીલાલ વિ. બિહાર રાજ્ય (A. I. R. (1954) S. C. 657માં સર્વોચ્ચ અદાલતે હરાવ્યું છે કે 'કોઈ મંડળી તેના પ્રારંભે કાયદેસર હોય પરંતુ પાછળથી તેના સભ્યોનાં કૃત્યો દ્વારા ગેરકાયદેસર બની શકે તે એકાએક જ અને તેના સભ્યોની અગાઉથી એકત્રપણે સંતલસ વગર પણ ગેરકાયદેસર મંડળીમાં ફેરવાઈ જાય. પરંતુ અન્ય સભ્યોએ ન ચલાવી લીધા હોય એવાં એકાદ-બે સભ્યોનાં ગેરકાનૂની કૃત્યોને કારણે મંડળીના સ્વરૂપનું પરિવર્તન થતું નથી.' (અર્થાત્ એવા કારણસર મંડળી ગેરકાયદેસર બની જતી નથી.)
સામસામે લડતા બે જૂથોના સભ્યો ગેરકાયદેસર મંડળીના સભ્ય થતા નથી. કારણ કે તેઓનો કોઈ સામાન્ય ઉદ્દેશ હોતો નથી તથા બે વિરુદ્ધ પક્ષો હુલ્ડ કરીને લડતા હોય તેથી ક. 141માં જણાવ્યા પ્રમાણે ગુનો બનતો નથી, કેમ કે તેઓ સામાન્ય ઉદ્દેશ ધરાવતા હતા એમ કહી શકાય નહિ.
ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવું [ક. 142 અને 143] :
ગેરકાયદેસર મંડળીઓ સભ્ય કોને કહેવાય ? તે વિશે ક. 142માં વ્યાખ્યા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે : કોઈ મંડળી ગેરકાયદેસર બને છે એવી હકીકતથી વાકેફ હોવા છતાં, જો કોઈ ઈરાદાપૂર્વક તેમાં સામેલ થાય અથવા ચાલુ રહે, તો તે ગેરકાયદેસર મંડળીનો સભ્ય છે એમ કહી શકાય : ક. 142.
-ગેરકાયદેસર મંડળીના સભ્ય હોવા માટે છ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે : ક. 143.
ગેરકાયદેસર મંડળીના સભ્યની જવાબદારી (ક. 149] :
ક. 34ની ચર્ચા કરતી વખતે પરોક્ષ ગુનેગારી વિશે પૂરતું કરવામાં આવ્યું છે. પરોક્ષ ગુનેગારી એટલે કોઈ વ્યક્તિએ પોતે કાઈ કર્યું ન હોય. છતાં બીજાના કાર્ય માટેની જવાબદારી, આ કલમ (ક. 149) પરોક્ષ ગુનેગારીનું બીજું દૃષ્ટાંત છે. તેમાં જણાવાયું છે કે- ગેરકાયદેસર મંડળીના કોઈ એક સભ્યે કોઈ | (1) તે મંડળીનો સામાન્ય ઉદ્દેશ બર લાવવા માટે, અથવા ગુનો કર્યો હોય-અને (2) એવો ઉદ્દેશ પાર પાડવા માટે ગુનો થવા સંભવ છે એમ તે મંડળીના સભ્યો જાણતા હોય, -તો એવી દરેક વ્યક્તિ કે જે ગુનો બન્યો હોય ત્યારે તે મંડળીનો સભ્ય હોય તો એ ગુના માટે જવાબદાર છે.કલમ. 149.
બીજા શબ્દોમાં કહીએ તો, જો બીજા સભ્યો દ્વારા તેઓનો સામાન્ય ઉદેશ પાર પાડવા માટે ગુનો કરવામાં આવે. તો બીજા સહચોના કાઈ માટે ગેરકાયદેસર મંડળીનો દરેક સભ્ય જવાબદાર થાય છે. એક વાત જો સામાન્ય હરાનું અસ્તિત્વ રહે નહિ. તો કલમ લાગુ થઈ શકે નહિ.
જેમ કે સરકાર વિ. કબીલ (1869) 8 Hong L.. R. 11માં એક જૂથના માણસોએ બીજા પક્ષના માણસીને અટકાવતા તેઓ વચ્ચે લડાઈ થઈ હતી. દરમિયાનમાં પ્રથમ જૂથનો એક માણસ ઘવાતાં, રસ્તાની એક બાજુ ઉપર જતો રહ્યો હતો. ત્યારબાદ તેણે એ બખેડામાં વધુ ભાગ લીધો ન હતો. તેના જતા રહ્યા બાદ બીજા જૂથના એક માણસનું મરણ થયું હતું. તે મુકદ્દમામાં ચુકાદો આવ્યો હતો કે પાયલ થઈને જ્યારે તે માણસ જતો રહ્યો તે જ ક્ષણથી તે વ્યક્તિ ગેરકાયદેસર મંડળીનો સભ્ય મટી ગયો હતો. અને તેથી કરીને, ત્યારબાદ થયેલ ખૂન માટે તેને આ કલમ હેઠળ જવાબદાર ગણી શકાય નહિ.
પરંતુ. સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપેલ એક બીજા કેસની હકીકત એવી હતી કે આરોપીઓએ મરણ પામનાર અને તેમના સાથીદારોને મારી નાખવાની ગુપ્ત યોજના કરીને તેમની વચ્ચેના લાંબા સમયના ઝઘડાનું ઘરમેળે સમાધાન કરવાના બહાના હેઠળ એક રાત્રે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરી જનારા અને તેમના સાથીદારો જેવા તે સ્થળે પહોંચ્યા કે તુરત જ આરોપીઓએ તેમના ઉપર ગોળીબાર શરૂ કર્યો તથા ગુજરી જનારાઓના શબીને દૂર કરવામાં પણ તેઓ તમામે ભાગ લીધો હતો. આ સંજોગોમાં અદાલતે ઠરાવ્યું હતું કે આ હકીકતો એવી ધારણા કરવા તરફ દોરી જાય છે કે, આ તમામ આરોપીઓએ તેમની પૂર્વયોજના અને સામાન્ય ઉદ્દેશ અનુસાર કાર્ય કર્યું હતું અને તેથી તેઓ ક. 149 હેઠળ જવાબદાર હતા. દીલાબાગસીંધ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય, (1980) 4 S.C.C. 402). परोक्ष ४वाहारी (Constructive Liability):
પોતે ખરેખર નહિ કરેલ ગુના માટે કોઈ વ્યક્તિની જવાબદારી ઊભી થાય તેને ફોજદારી કાયદામાં પરોક્ષ જવાબદારી કહે છે. જો એવું કાર્ય બધાનો સામાન્ય ઈરાદો અથવા સામાન્ય ઉદ્દેશ બર લાવવા કરવામાં આવ્યું હોય, તો બીજી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કાર્યનું આરોપણ એ આરોપી ઉપર કરવામાં આવે છે. તેને પ્રતિનિધિની જવાબદારી તરીકે (Vicarious Liability) ગણવાની ભૂલ કરવી નહિ. પ્રતિનિધિની જવાબદારી એ એક એવી જવાબદારી છે કે જે કોઈ વ્યક્તિ, પોતાના, નોકર, અથવા પ્રતિનિધિના, તેની નોકરી દરમિયાનના કૃત્યને કારણે વહોરે છે. તે માટે સામાન્ય ઈરાદો અથવા ઉદ્દેશ સાબિત કરવાની જરૂર નથી. પ્રતિનિધિની જવાબદારીનો સિદ્ધાંત, ફોજદારી કાયદાનો નિયમ નથી, પણ એક અપવાદ છે. જ્યારે, પરોક્ષ જવાબદારીનો સિદ્ધાંત ફોજદારી કાયદામાં સારી રીતે માન્ય થયેલો છે.
સામાન્ય ઈરાદો અને સામાન્ય ઉદ્દેશ પાર પાડવા માટે (In furtherance of Common Intention and in the Prosecution of Common Object):
ક. 34ની જોગવાઈઓ અનુસાર એક કરતાં વધુ વ્યક્તિઓ પોતાનો સામાન્ય ઈરાદો બર લાવવા ગુનાહિત કાર્ય કરે, તો એવી દરેક વ્યક્તિ, જાણે કે તેણે એકલાએ જ એ કૃત્ય કર્યું હોય એ રીતે જવાબદાર બને છે. તે માટે સાબિત કરવાનું આવશ્યક છે કે કરવામાં આવેલ કૃત્ય ઘણા માણસોનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે કરવામાં આવ્યું હતું. વળી એવું કૃત્ય કરવા માટે પૂર્વરચિત યોજના અથવા તે અગાઉ મનની એકદિલી હોવાનું જરૂરી છે. જ્યારે ક. 149ની જોગવાઈ એવી છે કે ગેરકાયદેસર મંડળીના કોઈ સભ્ય દ્વારા તેમનો સામાન્ય ઉદ્દેશ બર લાવવા અર્થે જો કોઈ ગુનાનું કૃત્ય કરવામાં આવે, તો તે મંડળીના બધા જ સભ્યો, તેમણે એ કૃત્ય કરવામાં ખરેખર લીધેલ. ભાગને ગણતરીમાં લીધા સિવાય જાણે કે એ કરવામાં તેણે ખરેખર ભાગ લીધો છે એમ માનીને એવા કૃત્યો માટે પરોક્ષ જવાબદાર બને છે, પણ તે માટે બે શરતોનું પાલન થવું જરૂરી છે-
(1) ગેરકાયદેસર મંડળી હોવી જોઈએ, અને
(2) તે મંડળીના કોઈ સભ્યે તેમનો (મંડળીનો) સામાન્ય ઉદ્દેશ પાર પાડવા અર્થે ગુનો કર્યો હોવો જોઈએ. ક. 34 અને ક. 149 વચ્ચેનો ભેદ :
34મી કલમ મુજબ કૃત્ય પૂર્વરચિત યોજના અથવા સામાન્ય ઈરાદાનું પરિણામ હોવાનું જરૂરી છે, જ્યારે 149મી કલમ મુજબ, જ્યાં સુધી એ વિશેષ ગુનાનો સંબંધ છે ત્યાં સુધી સામાન્ય ઇરાદાની જરૂર રહેતી નથી. જો મંડળીનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવા માટે ગુનો કરવામાં આવ્યો હોય, તો એ મંડળીનો દરેક સભ્ય તે માટે જવાબદાર છે. દરેકનો સામાન્ય ઈરાદો હોવાનું અથવા દરેક જણે તે કરવામાં ભાગ લીધો હોવાનું આવશ્યક નથી.
બીજું 34મી કલમ અનુસાર સામાન્ય ઈરાદો ધરાવતી વ્યક્તિઓની સંખ્યા મહત્વની હકીકત નથી. જ્યારે 149મી કલમ અનુશાર ગેરકાયદેસર મંડળીના સભ્યો-એટલે કે પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓ સામાન્ય વિશ ધરાવતા હોવાનું સાબિત કરવાનું જરૂરી છે. કે. 34થી કોઈ ગુનો બનતો નથી પણ એ કલમ જવાબદારીના સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. જ્યારે છે. 149થી વિશિષ્ટ ગુનો બને છે.
ગેરકાયદેસર મંડળીનો સામાન્ય ઉદ્દેશ છે. 141માં દર્શાવેલ દિશમાંનો એક હોવો જોઈએ, જ્યારે ક. 34ના હેતુ માટે સામાન્ય ઇરાદો કોઈપણ ઇરાદો હોઈ શકે. ભા. ફોજદારી ધારામાં, પરોક્ષ જવાબદારી વધુ બે સ્થળીએ સ્વીકારવામાં આવી છે. પ્રથમ તો ક. 369 હેઠળ જો પાડ પાડવાનું કૃત્ય કરતી વખતે ખૂન કરવામાં બાવ્યું હોય, તો એ ધાડ પાડવામાં ભાગ લેનાર દરેક વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે. તેવી જ રીતે કે 460 હેઠળ ગુપ્ત-ગુપ્ત ગૃહપ્રવેશ અથવા પર કોડવાનો ગુનો કરવાનો ગુનો કરતી વખતે જો ખૂન અથવા મહાવ્યથા માટે-જે બન્યું હોય તે મુજબ-જવાબદાર બને છે.
આ પ્રકરણ હેઠળના બીજા આનુષંગિક ગુનાઓ :
(1) ભયંકર હથિયાર સાથે ગેરકાયદેસર મંડળીમાં સામેલ થવું : ૭. 144.
(2) ગેરકાયદેસર મંડળીને વિખેરી નાખવાનો હુકમ થયો છે એમ જાણવા છતાં, તેમાં સામેલ થવું અથવા ચાલુ રહેવું : ક. 145.
(3) ગેરકાયદેસર મંડળીમાં જોડાવા ભાડેથી માણસો રાખવા : 8, 150.
(4) ગેરકાયદેસર મંડળીમાં ભાગ લેવા ભાડેથી રાખવામાં આવેલ વ્યક્તિઓને આશ્રય આપવો : ક. 157.
(S) ગેરકાયદેસર મંડળીમાં ભાડેથી જોડાવા રોકાવું : ક, 158.
@ હુલ્લડ કરવું (Rioting) (5. 146 थी 148, 152-153)
આ કલમ ઘણી અત્યની છે.
વ્યાખ્યા (. 146]:
(1) ગેરકાયદેસર મંડળી અથવા મંડળીનો સામાન્ય ઉદ્દેશ બળ અથવા હિંસાનો ઉપયોગ
(2) તે પૈકીના કોઈ સભ્ય દ્વારા બર લાવવા માટે
કરવામાં આવે- ત્યારે (મંડળીનો) દરેક સભ્ય હુલ્લડ કરવાનો ગુનો કરે છે : ક. 146 [શિક્ષા-2 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને :: ક. 147. જો ભયંકર શસ્ત્રો સાથે હોય તો 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને : 3. 148]
(હુંલ્લડ કરવાની' વ્યાખ્યા પૂછવામાં આવે ત્યારે 'ગેરકાયદેસર મંડળી'ની વ્યાખ્યા આપવાનું જરૂરી છે.)
2 હુલ્લડ કરવાના ગુનાનું મુખ્ય તત્ત્વ : 'ગેરકાયદેસર મંડળી'ની અમુક સ્થિતિના વિશિષ્ટ કૃત્યને હુલ્લડ કરે છે. હુંલ્લડ કરવાનો ગુનો બને તે માટે સાબિત કરવું આવશ્યક છે કે-
(1) આરોપીઓ પાંચ કે તેથી વધુ સંખ્યામાં હતા અને કાયદા વિરુદ્ધ મંડળી બનાવવામાં આવી હતી.
(2) તેઓ સામાન્ય રીતે કાયદા વિરુદ્ધનો ઉદ્દેશ ધરાવતા હતા.
(3) એ કાયદા વિરુદ્ધની મંડળીએ અથવા તેમના કોઈક સભ્યે બળ અથવા હિંસાનું કૃત્ય કર્યું હતું. અને
(4) એ બળ તેઓનો સામાન્ય ઉદ્દેશ પાર પાડવા માટે વાપરવામાં આવ્યું હતું.
મંડળીનો સામાન્ય હેતુ જો ગેરકાયદેસર ન હોય તો કોઈ સભ્ય બળ વાપરે છતાં પણ હુલ્લડ થતું નથી. વળી, કોઈ ઉદ્દેશ માટે કાયદેસર રીતે એકઠા થયેલ લોકો જો એકાએક લડવા માંડે તો પણ તેઓ હુલ્લડ કરે છે તેમ કહેવાય નહિ.
હુલ્લડ અને ગેરકાયદેસર મંડળી વચ્ચેનો ભેદ :
હુલ્લડ અને ગેરકાયદેસર મંડળી વચ્ચેનો ભેદ કેવી રીતે સમજાવશો ? તે ઘણો જ અગત્યનો પ્રશ્ન છે. હુલ્લડ= ગેરકાયદેસર મંડળી + બળ. ગેરકાયદેસર મંડળીનું વિશેષ પ્રકારનું કૃત્ય કે જેમાં બળ અથવા હિંસાનો સહયોગ થયો હોય તેને હુંલ્લક કહે છે. સૌ પ્રથમ જો ગેરકાયદેશર મંડળી જ ન હોય તો કૂદવા સંભવી શકે નહિં. કસુરકાયદેસર મંડળીનું ફુલ્લકમાં પરિવર્તન થાય તે માટે તથા સભ્યોને કુમ્બક કરવાના ગુના માટે ગુમેગાર હરાવવા માટે બે વસ્તુની આવશ્યકતા રહે છે. અર્થાત-
(1) મંડળી અથવા તે પૈકીના કોઈ સભ્ય દ્વારા બળનો ઉપયોગ થવો અથવા હિંયા થવી, અને (2) એવા બળ અથવા હિંસાનો ઉપયોગ, મંડળીનો સામાન્ય ઉઊશ પાર પાંડવા ખર્ચે થયો હોવો જોઈએ.
બળનો ઉપયોગ હુલ્લડને ગેરકાયદેસર મંડળીથી જુદો પાડે છે. મંડળીની ઉદ્દેશ બર લાવવા મહેજ પણ અળનો ઉપયોગ થતા ગેરકાયદેસર મંડળીનું હુલ્લડમાં રૂપાંતર થઈ જાય છે.
'હુલ્લડ' અને યુદ્ધ કરવું:
(1) 'હુલ્લડ' જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો ગુનો છે, જયારે 'યુદ્ધ' કરવું એ રાજ્ય વિરુદ્ધની અપરાધ છે.
(2) હુલ્લડનો ગુનો 'યુદ્ધ કરવાના' અપરાધ જેટલો ભયંકર નથી. પરિણામે તેના માટે યુદ્ધ કરવાના જેટલી ભારે શિક્ષા કરવામાં આવતી નથી.
(3) હુલ્લડ સામાન્ય રીતે અંગત હેતુઓ માટે થતું હોય છે. જ્યારે યુદ્ધ કરવાનો ઉદ્દેશ વ્યાપક હોય છે. વળી, ક. 121 હેઠળ કરેલ ચર્ચા પણ જુઓ.
સ્વરૂપો [કલમ. 148, 150-153, 157-158]:
ભયંકર હથિયારોની સાથે હુલ્લડ મચાવવું : ક. 148; ગેરકાયદેસર મંડળીમાં સામેલ કરવા કોઈને ભાડેથી રાખવું કે ભાડે રાખનારના કૃત્યને પ્રોત્સાહન આપવું. એમ કરનાર જાણે કે ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોય એ રીતે ગુનેગાર ઠરશે : ક. 150; પાંચ કે વધુ શખ્સોની મંડળી બરખાસ્ત કરવાનો આદેશ અપાયો હોવાની જાણ છતાં એમાં સામેલ થવું અથવા એમાં ચાલુ રહેવું (શિક્ષા-6 માસની કેદ અથવા દંડ અથવા બંને) : ક. 151; હુલ્લડને શાંત કરતાં જાહેર નોકર ઉપર હુમલો કરવો અથવા તેને અડચણ કરવી : ક. 152: દુરાશયથી કે નિરંકુશ સ્વૈરાચાર-(Wantonly થી હુલ્લડ જગાવવા ઉતેજન આપવું : ક. 153; ગેરકાયદેસર મંડળી માટેના ભાડૂતી માણસને સંતાડવા- આશ્રય આપવો (શિક્ષા - 6 માસ સુધીની કેદ અથવા દંડ અથવા બંને) : ક. 157; ભાડૂતી સભ્ય બનીને ગેરકાયદેસર મંડળી કે હુલ્લડમાં ભાગ લેવો (શિક્ષા - 6 માસ સુધીની કેદ અથવા દંડ અથવા બંને) જો ભયંકર હથિયારોથી સજ્જ હોય તો (શિક્ષા બે - વર્ષની કેદ અથવા દંડ અથવા બંને) : ક. 158.
ગેરકાયદેસર મંડળી હોય અથવા હુલ્લડ થયું હોય તે સ્થળના માલિકો વગેરેની જવાબદારી (ક. 154 થી 156) : જે સ્થળે ગેરકાયદેસર મંડળી મળી હોય અથવા હુલ્લડ થયું હોય તે સ્થળના માલિક વગેરેની જવાબદારી અંગેનો કાયદો ક. 154 થી 156માં નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે. જે વ્યક્તિઓ ખરેખર હુલ્લડખોર હોય નહિ, છતાં હુલ્લડ થતું અટકાવવા સાવચેતીના પગલાં લે નહિ તેમને શિક્ષા કરવા અંગે આ કલમમાં કહેવામાં આવ્યું છે. તેનો ટૂંક સાર નીચે મુજબ છે :
1. જે સ્થળે કાયદા વિરુદ્ધની મંડળી હોય અથવા હુલ્લડ થયું હોય, તે સ્થળના માલિક વગેરે, જો તેઓ એ ગુના અંગે જાણતા હોવા છતાં એ બાબતમાં પોલીસને ખબર આપે નહિ. અથવા તે વિખરવા અથવા હુલ્લડ થતું અટકાવવા કાયદેસરના ઉપાયો યોજે નહિ, તો રૂ. 1,000 સુધીના દંડની શિક્ષાને પાત્ર થાય છે : ક, 154.
2. ક. 155 અને 156 દ્વારા એવા સ્થળના માલિકો અથવા તેના પ્રતિનિધિ અગર મેનેજરને જો તેઓ હુલ્લડ થતું અટકાવવા કાયદેસરનાં સાધનોનો ઉપયોગ કરવામાં નિષ્ફળ નીવડે, તો તે શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવ્યા 5. 155-156
(ગ) જૂથો.વચ્ચે દુશ્મનાવટ જમાવવી (નવી કલમો 153-એ 153-એએ અને 153-બી)
જૂની કલમ 153-એની જગ્યાએ ભા. ફોજદારી ધારાનો (સુધારો) કાયદો 1961 વડે, નીચે પ્રમાણે નવી કલમ દાખલ કરવામાં આવે છે :
(બી) વિવિધ ધાર્મિક, જાતિય, ભાષાકીય, અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ કે કોમની વચ્ચે સુમેળની જાળવણીને હા કારક કૃત્ય કરે અને જાહેર સુલેહશાંતિમાં ખલેલ પહોંચાડે, અથવા ખલેલ પહોંચાડવાને માટે સંભવિત હોય, અથવા
(સી) કોઈ ધાર્મિક, જાતિય, ભાષાકીય, અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ કે કોમ વિરુદ્ધમાં કોઈ વ્યાયામ, આંદોલન, કવાયત અથવા તેવી જ પ્રવૃત્તિ ગોઠવે, ઈરાદાથી કે લે પ્રવૃત્તિમાં ભાગ લેનારાઓ ગુનાહિત બળ અથવા હિંસા વાપરશે અથવા તેનો ઉપયોગ કરવાને તાલીમબદ્ધ થશે અથવા જાણીને કે તે તેથી સંભવ છે કે એવી પ્રવૃત્તિમાં ભાગ લેનારાઓ ગુનાહિત બળ અથવા હિંસા વાપરશે અથવા ઉપયોગ કરવાને તાલીમબદ્ધ થશે અથવા જાણીને કે તેથી સંભવ છે કે એવી પ્રવૃત્તિમાં ભાગ લેનારાઓ ગુનાહિત બળ અથવા હિંસા વાપરશે અથવા ઉપયોગ કરવાને તાલીમબદ્ધ થશે અને તેવી પ્રવૃત્તિ કોઇપણ કારણોસર એવા ધાર્મિક, જાતિકીય, ભાષાકીય અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ કે કોમના સભ્યોમાં દહેશત કે ભીતિ અથવા અસલામતીની લાગણી જન્માવે અથવા જન્માવવાનું સંભવિત હોય- તો કેદની કે જે ત્રણ વર્ષ સુધી વિસ્તરી શકશે અથવા દંડ અને બંનેની શિક્ષા કરવામાં આવશે.
(2) જે કોઈ, પેટા કલમ (1)માં દર્શાવેલ ગુનો કોઈ પ્રાર્થનાના (પૂજા કે ઉપાસનાના) સ્થળમાં અથવા ધાર્મિક પૂજા અથવા ધાર્મિક વિધિઓ કરવાને રોકાયેલ સભામાં કરશે તો કેદની કે જે પાંચ વર્ષ સુધી વિસ્તરી શકશે. શિક્ષા કરવામાં આવશે અને વળી દંડ માટે પણ જવાબદાર બનશે. આમ ઉપરની કલમ તેમાં જણાવેલ કૃત્યો થતાં અટકે તે હેતુથી રચવામાં આવી છે. અને ધાર્મિક વિખવાદો થવાની સંભાવનાને કારણે ધાર્મિક ઉપાસના કરતાં અથવા તે માટેના સ્થળમાં બનવાનું થાય તો તેની ગંભીરતા જોતાં શિક્ષાનું પ્રમાણ વધારવામાં આવેલું છે. આ કલમમાં વ્યાખ્યા કરવામાં આવેલ ગુનાનું મૂળ દ્વેષયુક્ત ઈરાદામાં છે.
જો દ્વેષયુક્ત ઇરાદો હોય નહિ. તો હેતુની શુદ્ધતાની તારવણી થઇ શકે :
એક મુકદ્દમાની વિગતો આ પ્રમાણે છે : ભારત સેવક સભા (Servant of India Society)ના એક સભ્ય 'અ'એ કલ્યાણ તાલુકાના ખેડૂત સંઘના સભ્યો સમક્ષના પોતાના વક્તવ્ય દરમિયાન ત્યાંના જમીનદારો અને શાહુકારો ખેડૂતોને પીડે છે અને સરકાર આ જમીનદારો અને શાહુકારોને પીઠબળ આપે છે. તથા સિવાય કે સરકારથી મુક્ત થવાય (અર્થાત્, સરકારને ફગાવી દીધા સિવાય) જમીનદારો અને શાહુકારોના ચંગુલમાંથી મુક્ત થઈ શકાય નહિ એમ કહી ત્યાંના જમીનદારો, શાહુકારો અને સરકારની સખત ઝાટકણી કાઢી. નીચલી અદાલતે આરોપીને ક. 153- એ હેઠળ ગુનેગાર ઠરાવ્યો; પરંતુ અદાલતે (High Court) ઠરાવ્યું કે આરોપીને ક. 124-એ હેઠળ રાજદ્રોહ માટે ગુનેગાર ઠરાવવો જોઈએ.
પૂર્વ પંજાબની હાઈકોર્ટે મા તારાસીંગ[(1951) 5 Punj. 1930)ના મુકદ્દમામાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 19માં નિર્દિષ્ટ કરવામાં આવેલ મૂળભૂત અધિકારોનું આ કલમ (જૂની) નિયંત્રણ કરતી હોઈને કાયદેસર નથી અને અમલમાં રહી શકે નહિ. પણ 1951નો બંધારણનો (પ્રથમ સુધારો) કાયદો થતાં
જેજોઅને વર્ગો વચ્ચે વિવાદો મતભેદોને મરણે પણા પમંગો જાહેર મદીઠ શાંતિના પસે ઊભા થતા કોયકે નિહપાન 13 અને અવિનિયમ ટકની ભગદને પાછી 2005 ના અધિનિયમ 25ની કલપ 44 (એ) દ્વારા આ નવી $. 133 બે બેને આઈ પી શ્રી મા ઉમેરવાનું બન્યું છે. એટલે કે મનાઈ કે પ્રતિબંધ હોવા છતાં સરઘસમાં કે સામૂહિક કવાયત અથવા સામૂહિક તાણીમમાં જાહેર સ્થળે શસ્ત્રો લાઈ જવાનું કેદ અને દંડને પાત્ર ગુનો બને છે. 8. 153-1ને એ મુખ્ય તત્વો - (1) કોઈ જાણીજોઈને જાહેર સ્થળમાં સરધસમાં શસ્ત્રો લઈને આવેલો હોય. અથવા કોઈએ જાણીજોઈને શયો સહીત સામુહિક કવાયત, અથવા સામૂહિક તાલીમ યોજી હોય. રાખી હોય અથવા તેમાં ભાગ લઈ રહ્યો હોય. (2) અને તે પ્રમાણે કરવાનું સી. આર. પી. સી. ની 1973ની કલમ 144એ હેઠળ બહાર પાડેલ હુકમ અથવા
નોટિસનું ઉલ્લંઘન કરીને થવા પામેલ હોય, તો તે ગુનો બને છે. શિક્ષા 6-મહિના સુધી વિસ્તરી શકે તેટલી કેદ અને ३. 2,000 સુધી નો દંડ ખુલાસો : આ કલમના હેતુ માટે શસ્ત્રો એટલે તેમાં ફોડવાનાં શસ્ત્રો, તિક્ષણ ધારવાળાં શસ્ત્રો, લાઠીઓ. કડા અને લાકડીઓ સહિત આક્રમણે કે બચાવનાં શસ્ત્ર તરીકે બનાવવામાં આવતી અથવા સ્વીકારાયેલી કોઈપણ વર્ણનની વસ્તુઓનો સમાવેશ થાય છે.
153-બી રાષ્ટ્રીય એકતાને હાનિકારક આક્ષેપો, વિધાનો-
(1) જે કોઈ, કાં તો બોલેલા અથવા લેખિત શબ્દોથી અથવા નિશાનીઓ દ્વારા અથવા દૃશ્ય રજૂઆતો દ્વારા અથવા
અન્ય રીતે-
(એ) કોઈ આક્ષેપ કરે અથવા પ્રગટ કરે કે વ્યક્તિઓનો કોઈ વર્ગ તેઓ કોઈ ધાર્મિક, જાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ અથવા કોમના સભ્યો હોવાના કારણે, કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે ખરી શ્રદ્ધા અને વફાદારી ધરાવતા નથી અથવા ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરતાં નથી, અથવા
(બી) પ્રતિપાદન કરે, ભલામણ કરે, સલાહ આપે, પ્રચાર કરે, અથવા પ્રગટ કરે કે વ્યક્તિઓના કોઈ વર્ગને, તેઓ કોઈ ધાર્મિક, જાતિય, ભાષાકીય અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કરણે ભારતના નાગરિકો તરીકે તેમના હકોથી ઈનકારવામાં અથવા વંચિત કરવામાં આવશે, અથવા
(સી) કોઈ વ્યક્તિઓના વર્ગની ફરજને લગતું. તેઓ કોઈ ધાર્મિક, જાતિય. ભાષાકીય, અથવા પ્રાદેશિક સમૂહ અથવા જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કારણે કોઈ વિધાન, ભલામણ, કથન અથવા અનુરોધ કરે અથવા પ્રગટ કરે, અને એવું વિધાન, ભલામણ, કથન અથવા અનુરોધ, સભ્યો અને બીજી વ્યક્તિઓની વચ્ચે વિસંવાદિતા, દુશ્મનાવટની લાગણી, ધિક્કાર અથવા વેર-વૃતિ જન્માવે અથવા જન્માવવાનું સંભવિત હોય-
તો કેદની કે જે ત્રણ વર્ષ સુધી વિસ્તરી શકશે અને દંડ અથવા બંનેની શિક્ષા કરવામાં આવશે. (2) જે કોઈ પેટા કલમ (1)માં દર્શાવેલ ગુનો કોઈ પ્રાર્થનાના (પૂજા કે ઉપાસનાના) સ્થળમાં અથવા ધાર્મિક
પૂજા અથવા ધાર્મિક વિધિઓ કરવામાં રોકાયેલ સભામાં કરશે તો કેદની કે જે પાંચ વર્ષ સુધી વિસ્તરી શકશે. શિક્ષા કરવામાં આવશે અને વળી દંડ માટે પણ જવાબદાર બનશે.
આ અગાઉની કલમ 153-એમાં ધર્મ, જાતિ વગેરે કારણોસર વિવિધ સમૂહો વચ્ચે દુશ્મનાવટ, ધિક્કાર, વિસંવાદિતા, જન્માવવી તથા જાહેર સુલેહ શાંતિમાં ડખલ કરવા તરફ દોરી જતી પ્રવૃતિઓને ગુનો બનાવવામાં આવી છે. જ્યારે આ કલમ 153-બી દ્વારા તેવા જ કારણોને કેન્દ્રમાં રાખીને ત્રણ પ્રકારની અભિવ્યક્તિઓને કે જે રાષ્ટ્રીય અખંડિતતાને હાનિરૂપ આક્ષેપો, વિધાનોના સ્વરૂપની હોય તેને અપરાધીની કક્ષામાં મૂકવામાં આવી છે.
આર્થી અભિવ્યતિઓને ખંડ (એ), (બી) અને (સી)માં વિભાજીત કરવામાં આવી છે અને તેમના માટે ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષા પ્રયોજાયેલ છે. જો તે પ્રમાણેનો ગુનો ઉપાસનાના સ્થળે અથવા ધાર્મિક ઉપાસના માટેની સભામાં કરવામાં આવ્યો હોય તો પાંચ વર્ષ સુધીની શિક્ષાને પાત્ર બનાવેલ છે.
બખેડો (Affray) (કલમ. 159 અને 160)
જાહેર શાંતિ વિરુદ્ધનો ચોથો અને છેલ્લા પ્રકારનો ગુનો 'બખેડાં'નો છે. તેની વ્યાખ્યા કે, 159માં આપવા આપી છે. જેમ કે-
જ્યારે બે અથવા વધુ વ્યક્તિ
(1) જાહેર સ્થળે લડાઈ કરીને,
ત્યારે, તેઓ બખેડો' કરે છે એમ કહી શકાય : કલમ. 159. (શિક્ષા - એક માસ સુધીની કેદ, અથવા રૂ. 100 ts
અથવા બંને : 8, 160)
(2) જાહેર સુલેહશાંતિનો ભંગ કરે-
બખેડાના ગુના માટે આરોપીને ગુનેગાર ઠરાવવા નીચેના મુદ્દાઓ સાબિત કરવાનું જરૂરી છે :
(1) આરોપી અને બીજી વ્યક્તિઓ લડતા હતા.
(2) તે લડાઈ જાહેર સ્થળે થઈ હતી, અને
(3) તે લડાઈથી જાહેર સુલેહશાંતિનો ભંગ થયો હતો,
એક રાત્રિએ 'અ'અને 'બ' પતિ-પત્ની વચ્ચે તેમના પોતાના ઘરમાં મારામારી થાય છે. આના કારણે પડોશીઓને ઘણી ખલેલ પહોંચે છે અને તેમને ઊંઘવિહોણી રાત્રિ પસાર કરવાની ફરજ પડે છે. 'અ' અને 'બ' બખેડાના ગુના માટે જવાબદાર છે. આ ખરું છે કે ખોટું તે કારણો આપી જણાવો.
ઉતર : ખોટું. કારણ કે બખેડો ફક્ત જાહેર સ્થળે જ થઈ શકે છે.
'જાહેર સ્થળ' એ એવું સ્થળ છે કે જ્યાં લોકો જતા હોય છે, તે સારું એ અગત્યનું નથી કે તેમને ત્યાં જવાનો હક છે કે નહિ. દા. ત. બસ, રેલ્વે પ્લેટફોર્મ જાહેર શૌચાલય, રેલ્વે સ્ટેશનનો ગુફઝ થાર્ડને જાહેર સ્થળો તરીકે ઠરાવવામાં આવ્યાં હતા.
'ગેરકાયદેસર મંડળી', 'હુલ્લડ' અને બખેડા'ના ગુનાઓ વચ્ચેનો તફાવત: આ ભેદ સમજવાનું અગત્યનું છે. 'હુલ્લડ' અને 'ગેરકાયદેસર મંડળીના' તફાવત વિષે આ અગાઉ વિસ્તારથી કહેવામાં આવ્યું છે. ટૂંકમાં ગેરકાયદેસગ મંડળી બળ અથવા હિંસાનો ઉપયોગ કરે એટલે હુલ્લડમાં ફેરવાઈ જાય છે.
'ગેરકાયદેસર મંડળી' અને 'બખેડા' વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
1. કાયદા વિરુદ્ધ મંડળી થવા માટે પાંચ અથવા તેથી વધુ વ્યક્તિઓ હોવી જોઈએ. ઓછામાં ઓછાં પાંચ
જણ હોવાનું આવશ્યક છે. જ્યારે બે અથવા વધુ વ્યક્તિઓ દ્વારા 'બખેડો' થઈ શકે, સૌથી ઓછા બે જણ હોવાનું
આવશ્યક છે. 'બખેડા'માં રફેલ લડાઈના અંશને લીધે, જો ગેરકાયદેસર મંડળી દ્વારા બખેડો કરવામાં આવે તો એ
ફુલ્લડ બની જાય છે. 2. બીજું ગેરકાયદેસર મંડળી કોઈ પણ સ્થળે- ખાનગી જગામાં પણ-થઈ શકે, જ્યારે બખેડો માત્ર જાહેર સ્થળે જ બની શકે છે.
૩. ગેરકાયદેસર મંડળીના ગુના માટે 'વધુ કડક શિક્ષાની જોગવાઈ છે. (શિક્ષા - 6 માસ કેદ અને દંડ) જ્યારે બખેડાની ગુનાની ગંભીરતા તેથી ઓછી છે. (શિક્ષા - 1 માસ કેદ અને દંડ)
હવે, હુલ્લડ અને બખેડાના તફાવત વિષે વિચારીએ. જો કે સરળ છે છતાં મહત્ત્વનો છે.
(1) 'બખેડો' બે અથવા તેથી વધુ વ્યક્તિઓ દ્વારા થઈ શકે; તે માટે ઓછામાં ઓછી બે વ્યક્તિઓની જરૂર
રહે છે, જ્યારે હુલ્લડ પાંચ અથવા વધુ વ્યક્તિઓ દ્વારા જ થઈ શકે; તે માટે ઓછાંમાં ઓછાં પાંચ જણ હોવાનું આવશ્યક છે.
(2) બખેડો માત્ર જાહેર સ્થળે જ થઈ શકે છે, પણ હુલ્લડ કોઈપણ જાહેર અથવા ખાનગી સ્થળે થઈ શકે.
(3) બંને જાહેર સને સુપતિ વિરકના ગુનાઓ છે. તેમાં 'બબેકા'નો ગુનો 'હુલ્લક'ના જેટલો ગંભીર નથી. અમેડાના ગુના પાત્રોનો પણપ ધુણીની કેદ અથવા રૂ. 100 દંડની જોગવાઈ છે, જ્યારે આ વર્ષ સુધીની કેદની
(4) આ ઉપરાંત એક વધુ ભેદ આ બંને ગુનાઓ વચ્ચે રહેલો છે. અર્થાત બખેડામાં ખરેખર ભાગ લેનાર ત્યક્તિઓ જ શિક્ષાને પાત્ર ખરખ્યારે ફુલ્લડના ગુના માટે ગેરકાયદેસર મંડળીનો દરેક સભ્ય તેણે પોતે હુલ્લડ માટે જરૂરી બળ અથવા હિંસાનો ખરેખર ઉપયોગ કર્યો ન હોય છતાં શિક્ષાને પાત્ર બને છે.
આ પ્રમાણે અહીં જાહેર શાંતિ વિરુદ્ધના અપરાધોની હકીકત પૂરી થાય છે. આ દરેકમાં જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવું વલણ છે. જેમ મનુષ્યને સુખી થવા માટે માનસિક શાંતિની જરૂર છે, તેવી જ રીતે રાજ્યમાં પણ જાહેર સુલેહશાંતિ જળવાઈ રહેવી જોઈએ. જે કોઈ તેમાં વિક્ષેપ કરે તો તે કાયદાનો ભંગ કરે છે એમ કહેવાય અને તેથી જ એ હેતુસર ક. 142 થી 160ની રચના કરવામાં આવે છે.