સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ
OFFENCES RELATING TO COINS AND GOVT. STAMPS
સિક્કા તથા સરકારી સ્ટેમ્પને લગતા ગુનાઓ વિષે આપણે વિગતવાર માહિતી આપીશું જેના સંબંધના ગુનાઓના મુખ્ય ત્રણ વિભાગ થઈ શકે, જેમ કે...
(1) ખોટા સિક્કા બનાવવા : કલમ. 231 થી 243,
(2) સિક્કાઓમાં ફેરફાર કરવો : ક. 246 થી 254; અને
(3) ટંકશાળના નોકરોનાં અપ્રમાણિક કૃત્યો : કલમ. 244-245.
ચલણી સિક્કા સબંધે મુખ્ય ગુનાઓ
સિક્કા તથા સરકારી સ્ટેમ્પની વ્યાખ્યા -
આ ઘણા જ ગંભીર પ્રકારના ગુનાઓ છે, છતાં પરીક્ષાની દૃષ્ટીએ ખાસ અગત્યના નથી. પણ 'સિક્કાઓ'ની વ્યાખ્યાઓનો સંપૂર્ણ અભ્યાસ કરવાનું આવશ્યક છે. આ અગાઉ કલમ. 28માં 'ખોટી બનાવટ' કરવાની વ્યાખ્યા અંગે જણાવવામાં આવ્યું છે. સિક્કાઓ સંબંધેનો ઘણો જ સામાન્ય ગુનો ખોટા સિક્કા બનાવવાનો છે. હવે 'સિક્કો' એટલે શું તે વિશે જોઈએ, રૂ. 230માં તેની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમ કે- કે જે. તે સમયે નાણા તરીકે વપરાતો હોય અને એ રીતે વપરાય તે માટે કોઈ રાજ્યની સિક્કો એ ધાતુ (નો ટુકડો) છે. સાર્વભૌમ સત્તાએ આપેલ અધિકાર અન્વયે છાપીને ચલણમાં મૂકવામાં આવેલ હોય છે. "ભારતીય સિક્કો" એટલે એવો સિક્કો કે જે ભારત સરકારની આજ્ઞાથી છાપીને ચલણમાં મૂકવામાં આવ્યો હોય. જોકે આ સિક્કા નાણાં તરીકે વપરાતા બંધ થાય, તો પણ ઉપર જણાવ્યા મુજબ છાપીને બહાર પાડવામાં આવેલ સિક્કાઓ, આ પ્રકરણના હેતુ માટે, ભારતીય સિક્કા તરીકે ચાલુ રહેશે :'ક, 230.
દૃષ્ટાંત :
સિક્કાનાં મુખ્ય તત્ત્વો નીચે પ્રમાણે છે :
1. ખોટું બનાવવું (Counterfeiting) (કલમ. 231 थी 243) :
1. ખોટો સિક્કો બનાવવો : ક. 231
2. ખોટો ભારતીય સિક્કો બનાવવો : ક. 232.
દા. ત., ખરા રૂપિયાના સિક્કા તરીકે વપરાય એ ઈરાદાથી 'અ' બનાવટી રૂપિયાનો સિક્કો બનાવે છે. આ રૂપિયામાં ખરા રૂપિયાના સિક્કા કરતાં વધારે ચાંદી હતી તેમ છતાં 'અ' ખોટો ભારતીય સિક્કો બનાવવા માટે ગુનેગાર છે. બનાવટી સિક્કામાં વધુ ચાંદી હતી એ બચાવ વાજબી નથી.
3. મોટા સિક્કા બનાવવા માટેનું સાધન બનાવવું અથવા વિચવું S. 20)-234,
4. ખોટા સિકકા બનાવવાનાં સાધનોનો કબજો ધરાવવો ક, 235.
5. ભારતમાં રહીને ભારત બહાર ખોટો સિક્કો બનાવવામાં મદદગારી કરવી ક 236.
6 ખોટા બનાવેલ સિક્કાઓ આયાત અથવા નિકાસ કરવી. ક.237. ક.238.
7. કોઈ સિક્કો ખોટો છે એમ જાણીને બીજાને આપવો : ક. 239-240-
8. કોઈ સિક્કો પ્રથમ આવ્યો હોય ત્યારે તે ખોટો છે એમ નહિ જાણતા બીજાને આપવો -ક. 241,
9. કોઈ સિક્કો ખોટો છે એમ જાણી ને પાસે રાખવો. ક. 242-243
2. : સિક્કાઓમાં ફેરફાર કરવો (Alteration of Coins) (ક. 246 થી 254) :
1. કોઈ સિક્કા નું વજન ઓછું કરવું અથવા તેની મેળવાની માં ફેરફાર કરવો. ક. 246-247-
2. કોઈ સિક્કો. બીજા સિક્કા તરીકે ચાલી જાય એવા ઇરાદાથી તેનું રૂપ બદલવું ક. 248-249
3. કોઈ સિક્કામાં ફેરફાર થયેલ છે એમ જાણીને તે બીજાને આપવો : ક. 250-251
4. કોઈ સિક્કામાં ફેરફાર થયેલ છે એમ જાણવા છતાં, તે પાસે રાખવો : કે. 252-253.
5. કોઈ સિક્કો પ્રથમ કોઈની પાસે આવે ત્યારે તેમાં ફેરફાર થયેલો છે એમ નહિ જાણીને તે બીજાને આપવો ક. 254.
3 ટંકશાળના નોકરોનાં કાર્યો (ક. 244-245) :
(1) ટંકશાળમાં નોકર તરીકે રહેલ વ્યક્તિએ. કાયદામાં ઠરાવેલ વજન અથવા મેળવણીથી જુદાં વજન અને મેળવણીનો સિક્કો બનાવવો : ક. 244.
(2) ગેરકાયદેસર રીતે સિક્કો પાડવાનું ઓજાર ટંકશાળમાંથી લઈ જવું. ક. 245.
(ખ) સરકારી સ્ટેમ્પ
1. ખોટો સ્ટેમ્પ બનાવવો : ક. 255.
2. ખોટો સ્ટેમ્પ બનાવવા માટેનું ઓજાર પાસે રાખવું : ક. 256.
3. સ્ટેમ્પ બનાવવા માટેનું કોઈ ઓજાર બનાવવું અથવા વેચવું : ક. 257.
4. બનાવટી સ્ટેમ્પનું વેચાણ કરવું : ક. 258.
5. બનાવટી સ્ટેમ્પ પાસે રાખવા : ક. 259.
6. બનાવટી સ્ટેમ્પ છે એમ જાણવા છતાં, ખરા તરીકે તેનો ઉપયોગ કરવો : ક. 260.
7. સરકારને હાનિ કરવાના ઇરાદાથી, સરકારી સ્ટેમ્પ હોય એવી વસ્તુ ઉપરથી. કોઈ લખાણ ચેકી નાખવું અથવા કોઈ દસ્તાવેજ ઉપર વાપરેલ સ્ટેમ્પ કાઢી લેવો: ક. 261.
8. પ્રથમ વપરાયો છે એમ જાણવા છતાં કોઈ સ્ટેમ્પનો ઉપયોગ કરવો : ક. 262.
9. સ્ટેમ્પ વપરાયો છે એમ દર્શાવતું કોઈ ચિહ્ન ભૂંસી નાખવું : ક. 263.
10. કોઈ બનાવટી સ્ટેમ્પ બનાવવો, પ્રસિદ્ધ કરવો યા તેનો વ્યવહાર કરવો અથવા વેચવો અગર ટપાલના હેતુ માટે ઉપયોગ કરવો, અથવા એવો બનાવટી સ્ટેમ્પ પાસે રાખવો, અથવા બનાવટી સ્ટેમ્પ ઉત્પન્ન કરવાનું કોઈ ઓજાર બનાવવું અથવા પાસે રાખવું : ક. 263-એ.