લેબલ News સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ News સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

02/07/2024

कहीं से भी जीरो एफआईआर दर्ज होगी

कहीं से भी जीरो एफआईआर दर्ज होगी

इन तीन नए कानूनों के लागू होने के बाद आपराधिक कानून व्यवस्था में काफी

बदलाव देखने को मिलेंगे. उदाहरण के लिए, जैसा कि अभी देश में है। जीरो एफआईआर दर्ज

होगी. कुछ मामलों में, आरोपी की गिरफ्तारी के लिए वरिष्ठों की अनुमति की आवश्यकता

होती है। अब कुछ मामलों में पुलिस आरोपियों को हथकड़ी लगाकर गिरफ्तार कर सकती

है. अब आप देश में कहीं भी जीरो एफआईआर दर्ज करा सकते हैं. इसमें स्ट्रीम भी जोड़ी

जाएंगी. अभी तक जीरो एफआईआर में धाराएं नहीं जोड़ी जाती थीं। जीरो एफआईआर

को 15 दिन के अंदर संबंधित थाने में भेजना होगा. नए कानून में पुलिस की जिम्मेदारी

भी बढ़ा दी गई है. अब हर राज्य सरकार को हर जिले के हर थाने में एक ऐसे पुलिस अधिकारी

की नियुक्ति करनी होगी, जो किसी भी व्यक्ति की गिरफ्तारी से जुड़ी सारी

जानकारी रखने के लिए जिम्मेदार होगा। अब पुलिस को मामले से जुड़ी जांच की प्रगति

रिपोर्ट भी 90 दिन के भीतर पीड़ित को देनी होगी. पुलिस को 90 दिन के अंदर चार्जशीट

दाखिल करनी होगी. परिस्थितियों के आधार पर अदालत 90 दिन का अतिरिक्त समय दे सकती

है। 180 दिन यानी छह महीने के अंदर जांच पूरी कर ट्रायल शुरू करना होगा. कोर्ट को

60 दिन के अंदर आरोप तय करना होगा. सुनवाई पूरी होने के 30 दिन के भीतर फैसला

देना होगा. फैसला सुनाने और सजा सुनाने के लिए सिर्फ 7 दिन का वक्त दिया जाएगा.


गिरफ्तारी से पहले डीसीपी या उच्च अधिकारी की अनुमति लेनी होगी


गिरफ्तारी के नियमों में ज्यादा बदलाव नहीं किया गया है. भारतीय नागरिक सुरक्षा

संहिता की धारा 35 में एक नई उपधारा 7 जोड़ी गई है। जिसके चलते छोटे अपराधियों और

बुजुर्गों की गिरफ्तारी को लेकर नियम बनाया गया है. धारा 35(7) के मुताबिक,

तीन साल या उससे कम सजा वाले अपराधों के लिए आरोपी को गिरफ्तार करने से पहले

डीएसपी या उससे ऊपर रैंक के अधिकारी की अनुमति लेनी होगी। 60 साल से अधिक उम्र के आरोपियों

की गिरफ्तारी के लिए भी यही करना होगा. हालाँकि, नए कानून में पुलिस हिरासत

को सख्त कर दिया गया है। अभी तक आरोपी को गिरफ्तारी की तारीख से अधिकतम 15

दिनों के लिए पुलिस हिरासत में भेजा जा सकता है. जिसके बाद कोर्ट आरोपी को न्यायिक

हिरासत में भेज देता है. लेकिन अब पुलिस गिरफ्तारी के 60 से 90 दिन के भीतर कभी भी 15

दिन की हिरासत मांग सकती है.


दया याचिका के नियम बदले गए


मौत की सजा पाने वाले अपराधी के लिए दया याचिका उसकी सजा कम कराने या कम कराने का

अंतिम विकल्प है। जब सभी कानूनी रास्ते खत्म हो जाते हैं तो दोषी को राष्ट्रपति के समक्ष

दया याचिका दायर करने का अधिकार होता है। अभी तक सभी कानूनी रास्ते खत्म होने

के बाद दया याचिका दायर करने की कोई समय सीमा नहीं थी। लेकिन अब भारतीय नागरिक

सुरक्षा संहिता की धारा 472 (1) के तहत दोषी को सभी कानूनी विकल्प खत्म होने

के 30 दिन के भीतर राष्ट्रपति के समक्ष दया याचिका दायर करनी होती है। दया याचिका पर

राष्ट्रपति जो भी फैसला लेंगे, उसकी जानकारी केंद्र सरकार को 48 घंटे के अंदर राज्य सरकार

के गृह विभाग और जेल अधीक्षक को देनी होगी.


19/02/2024

પોલીસ ધરપકડ સમયે મળતા અધિકારો

આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ કે કોઈ એ કરેલા ખોટા કેસ ના લીધે નિર્દોષ વ્યક્તિ ને કારણ વિના હેરાન થતા હોય છે. પરંતુ આવા સમયે જો તે વ્યક્તિ પોતાની ધરપકડ સમયે જયારે આરોપી ને મળતા અધિકારો બાબતે સજાગ હોય તો તેને આ જાણકારી ઘણી જ રીતે મદદરૂપ બને છે. જો તે નિર્દોષ હશે તો તેને પોતે નિર્દોષ છે તેવું  સાબિત કરવું ઘણું જ સરળ બની શકશે. વિના કારણે કોઈએ કરેલા કેસ બાબતે વધુ હેરાન થવાનો વારો નહિ આવે.

તો ચાલો આપણે જાણીયે કે બંધારણ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિને મળતા અધિકારો અને રક્ષણો બાબતે શું શું જોગવાઈ કરવામાં આવી છે ? 


ગુનાનો આરોપ મૂકાયેલ વ્યક્તિઓને બંધારણના અનુચ્છેદ 20થી 22 થી કેટલાંક રક્ષણો આપવામાં આવેલ છે. અનુચ્છેદ 20થી અપાયેલ ત્રણ રક્ષણો નીચે મુજબ ત્રણ ભાગોમાં વહેંચી શકાય.

  • પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ, 
  • એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા માટે રક્ષણ,  
  • સ્વદીપ રોપણ સામે રક્ષણ.

હવે દરેક વિશે. આપશે થોડી વિગત જોઈએ.

1. પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ


કોઈ કૃત્ય બન્યા બાદ કોઈ કાયદો ઘડાય અને આવા કાયદા હેઠળ તે કૃત્યને ગુનાહિત જાહેર કરી તેના માટે સત્ત નિયત કરાય, તો આવો કાયદો પશ્વlદવર્તી (Retrospective) કાયદો છે. જે કૃત્ય ગુનાહિત હોય તે કૃત્ય કરતી વખતે જે કાયદો અમલમાં હોય તે કાયદા હેઠળ જ તે કૃત્ય બદલ ગુનેગારને સજા કરી શકાય છે. કૃત્ય બનવાના સમયે તે કૃત્ય નિર્દોષ હોય (એટલે કે ગુનાહિત ન હોય) અને ત્યારબાદ પડાયેલ કાયદા હેઠળ તેને પશ્વાદવર્તી આપી તેને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કૃત્ય કરતી વખતે પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કરેલ હોય, તો જ તેને દોષિત કરાવી શકાય. પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કર્યો ત્યારે કહેવાય કે જયારે તે વ્યક્તિએ કોઈ શિલાપાત્ર કૃત્ય કરેલ હોય. કૃત્ય થઈ ગયા પછી પડાયેલ કાયદાથી આવો કૃત્યને પશ્વાદવર્તી અસરથી ગુનાહિત કૃત્ય જાહેર કરાયું તો તેનાથી આ અનુચ્છેદનો ભંગ થાય છે.

આનો સીધો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિને ગુના માટે દોષિત ત્યારે જ ઠરાવી શકાય કે જયારે તેણે કરેલ કૃત્યના સમયે પ્રવર્તમાન કાયદા પ્રમાણે તે કૃત્ય ગુનો બનતું હોય. જો કૃત્ય કર્યાના સમયે પ્રવર્તમાન કાયદા હેઠળ તે કૃત્ય ગુનાહિત ન હોય, તો પાછળથી કરાયેલ કાયદાથી તેને પશ્ચાદવર્તી અસરથી તે કૃત્યને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. આ સિદ્ધાંત વધુમાં એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગુનો કરતી વખતે પ્રવર્તમાન કાયદાથી કરી શકાઈ હોત તેનાથી વધુ સજા કરી શકાય નહીં. એટલે કે ગુનો થયાના સમયે અમલમાં હોય તે કાયદા હેઠળ નક્કી થયેલ શિક્ષા જ ગુનેગારને કરી શકાય. પશ્ચાદવર્તી કાયદાથી તેને વધારે સજા કરી શકાય નહીં.

2. એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા સામે રક્ષણ


અનુચ્છેદ 20(2) હેઠળ એવા મૂળભૂત અધિકારની ખાતરી અપાયેલ છે કે એક જ ગુના માટે (For the same offence) એક જ વ્યક્તિ પર એકથી વધારે વખત કામ ચલાવી શકાય નહીં. યોગ્ય હકૂમત ધરાવતી અદાલતે કોઈ વ્યક્તિને કોઈ એક ગુના બદલ દોષિત કરાવી શિક્ષા કરેલ હોય, તો તે વ્યક્તિ સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી તેને દોષિત ઠરાવી શિક્ષા કરી શકાતી નથી.


કોઈ વ્યક્તિને એક જ ગુના સબબ બે વખત ભયમાં મૂકવા સામે રક્ષણ આપતા આ સિદ્ધાંતને અંગ્રેજીમાં Doctrine of Protection against Double Jeopardy તરીકે ઓળખવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં કોમન લો અને અમેરિકાનાં બંધારણમાં પણ આ સિદ્ધાંત સ્વીકારાયો છે. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે વાદગ્રસ્ત ગુનાઓ એક જ અથવા તમામ બાબતોમાં એકસરખા હોવા જોઈએ. જ્યારે જુદાંજુદાં તત્વોના બે અલગ ગુનાઓ હોય. ત્યારે તેને એક જ ગુનો (Same offence) ગણી શકાય નહીં. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ પર કામ ચલાવવામાં (Prosecution) આવેલ હોવું જોઈએ અને તેને શિક્ષા થયેલ હોવી જોઈએ. જ્યારે ફક્ત કામ ચલાવવામાં આવેલ હોય, પરંતુ શિક્ષા થયેલ ન હોય, ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સામે કામ ચલાવવામાં આવેલ હોય અને તેને જો નિર્દોષ છોડી મૂકાયેલ હોય, તો તેની સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી શકાય છે. આવા સમયે આ અનુચ્છેદ નો પ્રતિબંધ લાગુ પડતો નથી. 

આ અનુચચ્છેદ હેઠળનો પ્રતિબંધ લાગુ પાડી શકાય તે માટે એ જરૂરી છે કે,

  • કોઈ વ્યક્તિ સામે ગુનાનો આરોપ મૂકાયેલ હોવો જોઈએ, –
  • તેની સામે કોઈ અદાલત કે જયુડિશિયલ ટ્રિબ્યુનલ સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ. ફક્ત તપાસ (inquiry) સ્વરૂપની કામગીરી હોય, તો કામ ચલાવાયું (Prosecution) હોવાનું કહી ન શકાય,
  • તેને દોષિત ઠરાવી શિક્ષા થયેલ હોવી જોઈએ.

જ્યારે કોઈની સામે એક વખત કોઈ એક ગુના બદલ કામ ચલાવાયું હોય અને તેમાં તેને શિક્ષા કરાયેલ હોય, પરંતુ બીજા વખત અન્ય કોઈ ગુનાસર તેની સામે કામ ચલાવવામાં આવે. તો આ પ્રતિબંધ લાગુ પડતો નથી. તે જ રીતે, સક્ષમ હકૂમત ધરાવતી અદાલત (Court of Competent Jurisdiction) સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ અને આવી અદાલતે ગુના બદલ આરોપીને દોષિત ઠરાવી શિક્ષા કરેલ હોવી જોઈએ. જો સક્ષમ હકૂમત ન ધરાવતી અદાલતે શિક્ષા કરેલ હોય, તો આવા ગુનેગાર સામે ફરીથી તે જ ગુના બદલ ફરીથી કામ ચલાવી શકાય છે. અનુચ્છેદ 20(2) મુજબ, એક વ્યક્તિ સામે એક ગુના સતત કામ ચલાવી તેને શિક્ષા કરેલ હોય, તો ફરીથી તે જ ગુનાસર તેની સામે કામ ચલાવી તેને શિક્ષા કરી શકાતી નથી. ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, ક. 300(1) પણ જણાવે છે કે તે જ હકીકતોના કારણસર આરોપી સામે બીજા કોઈ ગુના હેઠળ કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાતી નથી.



3. સ્વદોષારોપણ સામે પ્રતિબંધ


અનુચ્છેદ 20(3) એમ જાહેર કરે છે કે જેના પર ગુનાનો આરોપ મૂકાયેલ હોય, તેને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાતી નથી. આને સ્વદોષારોપણ સામે પ્રતિબંધના સિદ્ધાંત (Doctrine against self- incrimination) તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાનાં બંધારણમાં પણ એમ જોગવાઈ છે કે “No person shall be compelled in any criminal case to be a witness against himself".દિલ્હી જ્યુડીસિયલ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં આરોપીને મળતો આ અધિકાર નીચેનાં ઘટક તત્ત્વો ધરાવતો હોવાનું જણાવવામાં આવેલ છે.
  • જેના પર કોઈ ગુનાનો આરોપ મૂકાયેલ હોય તે વ્યક્તિને લગતો આ અધિકાર છે.
  • સાક્ષી થવા માટે કરવામાં આવતા દબાણ સામે રક્ષણનો આ અધિકાર છે.
  • આવું દબાણ તેને પોતાની જાત વિરુદ્ધ પુરાવો આપવાને લગતું હોવું જોઈએ.

ભારતીય વિધિશાસ્ત્ર નિયમ પ્રમાણે આરોપીનો ગુનો નિઃશંક પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે. ફરિયાદ પક્ષે આરોપીનો ગુનો નિઃશંકપણે પુરવાર કરવાનો હોય છે. આરોપીને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ નિવેદન આપવા ફરજ પાડી શકાતી નથી. આ વિશેષાધિકાર, જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેને જ મળી શકે છે. તે માટે એ જરૂરી નથી કે ઈન્સાફી કાર્યવાહી (Trial) શરૂ થયેલી હોવી જોઈએ. જેના પર અદાલત તિરસ્કારના ગુનાનું તહોમત હોય, તે આ અર્થમાં ગુનેગાર નથી. જ્યારે શક પરથી પોલીસ કોઈની પૂછપરાક કરે ત્યારે તે આ અર્થમાં આરોપી છે. જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેવી વ્યક્તિમાં શકમંદ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આમ, અનુચ્છેદ 20(3) હેઠળનું રક્ષણ પોલીસ પૂછપરછને પણ લાગુ પડે છે. જેના પર ગુનાનું તહોમત મુકાવેલ હોય તે વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા થતા દબાણ સામે મળતું આ રક્ષણ છે. સાક્ષી થવું એટલે આરોપી તરફથી અદાલતમાં કે તેની બહાર મૌખિક કે લેખિત નિવેદન કરવું. 'સાક્ષી થવું” અને “પુરાવો રજૂ કરવો' બંને વચ્ચે તફાવત છે. તેથી અંગુઠાની છાપ લેવામાં આવે તો આ અર્થમાં તે નિવેદન નથી અને આ રક્ષણ તેવા પ્રસંગે મળી શકતું નથી.

આ રક્ષણ આરોપીને તેની વિરુદ્ધ પુરાવો આપવા સામેના દબાણ સામે મળે છે. જો આરોપી સ્વેચ્છાએ ગુનાની કબુલાત (Confession) કરે, તો આ રહગ્નનો લાભ મળતો નથી. આ રક્ષણનો લાભ મળવા માટે એમ બતાવવું જોઈએ કે પોતાની વિરુદ્ધ સાથી બનવાની આરોપીને ફરજ પાડવામાં આવી હતી. જો પોલીસે ઘણા કલાકો સુધી આરોપીની પૂછપરછ કરીને તેની પાસેથી તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, અથવા આરોપીને હેરાન કરી, ધાકધમકી કે લાલચ આપીને તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, તો અનુચ્છેદ 20(3)નો લાભ મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આરોપીના આંગળાની છાપ કે હસ્તાક્ષર લેવામાં આવે, તો આરોપીનો અનુચ્છેદ 20(3) હેઠળ અપાયેલ સ્વાતંત્ર્યનો ભંગ થતો નથી.

Police arrest,




16/02/2024

કિસાન આંદોલન - Farmer Movement

હાલ અત્યારે પંજાબ અને હરિયાણા ના કિસાનો આંદોલન કરી રહ્યા છે તેઓ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. જો કે, તેમની યાત્રા મુશ્કેલીઓથી ભરપૂર છે. કેટલાક ખેડૂતો રસ્તામાં સંઘર્ષ કરી રહ્યા છે અને ખાસ કરી ને પંજાબ હરિયાણામાં હાલત ખુબ જ ભયજનક આંદોલન તરફ જઈ રહ્યા છે. આ ખેડૂતો તેમની લડત પ્રતિકૂળ સંજોગો સામે પણ અવિચલિત છે, કારણ કે તેઓ તેમની સખત મહેનત માટે ન્યાય અને વાજબી વળતરની માંગ કરે છે.  ત્યારે આપણે આ બાબતે વિગત વાર જાણવું જરૂરી બની રહેશે. શા માટે આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ એવા ખેડૂતો હાલમાં ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે?  શા માટે  તેઓ ખેતરોમાંથી રસ્તા પર આંદોલન માટે આવી રહ્યા છે ?

સૌથી મહત્વ ની વાત એ છે કે ખેડૂતો તેમની પેદાશો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી માંગી રહ્યા છે. આ સિવાય અન્ય બીજું છૂપું કારણ એ પણ હોય શકે કે પ્રવર્તમાન સરકાર સામે વિરોધ પક્ષ ચૂંટણી માં ફાયદો મેળળવા માટે ખેડૂતો નો ઉપયોગ પણ કરી રહ્યા હોય તેવું પણ બની શકે પરંતુ આપણે ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન વિષે ચર્ચા કરીયે. 


આપણા દેશની ખાદ્ય સુરક્ષાને ટકાવી રાખવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખીએ જેને આપણે  મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP), જેને એડવાઈઝરી પ્રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ મૂદા ને કારણે આજે કિસાનો આંદોલનો કરી રહ્યા છે.

1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિ દરમિયાન, ભારતે દુષ્કાળ અને યુદ્ધને કારણે ખોરાકની અછતનો સામનો કરવો પડ્યો હતો. જમીનની ઉત્પાદકતા વધારવા માટે MSP સહિતની કિંમતની નીતિઓ રજૂ કરવા માટે કૃષિ ભાવ આયોગ (APC) ની સ્થાપના કરવામાં આવી હતી. APC પાછળથી સંદર્ભની વ્યાપક શરતો સાથે CACP માં પરિવર્તિત થયું હતું. MSP ખેડૂતોને ટેકો આપવા અને આપણા કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

MSP એ અમુક કૃષિ ઉત્પાદનો માટે સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ કિંમત છે. જો ખુલ્લા બજારના ભાવ આ MSP થી નીચે આવે છે, તો સરકાર સીધા ખેડૂતો પાસેથી આ ઉત્પાદનો ખરીદે છે. તેનો મુખ્ય હેતુ ખેડૂતોના હિત ની સુરક્ષા કરવા માટે છે. MSP એ સુનિશ્ચિત કરે છે કે ખેડૂતોને તેમની લણણી માટે લઘુત્તમ નફો મળે અને વ્યાજબી ભાવ મળે. તે સિવાય MSP થી દેશમાં ખાદ્ય સુરક્ષા વધારવામાં ફાળો મહત્વ નો છે. ભારત સરકાર વર્ષમાં બે વખત અંદાજે બે ડઝન થી વધુ કોમોડિટીઝ માટે MSP થી નક્કી કરે છે.

કૃષિ મંત્રાલય હેઠળની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા, કૃષિ ખર્ચ અને કિંમતો માટે કમિશન (સીએસીપી) નીચેના વિવિધ પરિબળોના આધારે એમએસપીની ભલામણ કરે છે જેમાં 
  • રાષ્ટ્રીય જરૂરિયાતો
  • ઉપલબ્ધ સંસાધનો
  • ખેડૂત વેતન
  • રહેવાની કિંમત
  • ઉત્પાદન સ્પર્ધાત્મકતા
જેવા મૂદા આવરી લેવામાં આવે છે.

જો કે, કેટલીકવાર CACP ભલામણો અને સરકારી નિર્ણયો વચ્ચે વિસંગતતાઓ જોવા મળે છે, જેના કારણે MSP નો રાજકીય સાધન તરીકે ઉપયોગ થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) રાજ્ય સ્તરે MSP લાગુ કરવામાં ભૂમિકા ભજવે છે. MSP જાહેર વિતરણ પ્રણાલીને પણ ટકાવી રાખે છે.

સારાંશ

MSP લાગુ કરવા માટે સરકાર ને ઘણી બધી બાબતો નો વિચાર કરો પડે છે જેમાં ખાદ્યાન્ન જથ્થો, ફુગાવો , મોંઘવારી, વગેરે પોઇન્ટ પર અસર પડે શકે છે જેના કારણે બાકી ના લોકો ને હાલાકી ના પડે દેશ ના અર્થતંત્ર નો વિકાસ દર જળવાઈ રહે તે રીતે MSP લાગુ કરવાની પ્રોસેસ કરવી જરૂરી છે. આથી આંદોલન ના માર્ગે કિસાનો પોતાની માંગણી મૂકે તે વ્યાજબી છે કારણ કે બંધારણ દ્વારા હર કોઈ ને શાંતિપૂર્ણ આંદોલન કરવાની છૂટ છે. પરંતુ સાથે સાથે અહીંયા એ પણ જોવું જરૂરી છે કે કાયદા વિરુદ્ધ જઈ ને આંદોલન કરતા વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી નો સામનો કરવો પડી શકે છે. જેથી માંગ વ્યાજબી અને અનુરૂપ હોય તે જરૂરી છે. આંદોલન હિંસાત્મક ના બની રહે તથા લેભાગુ પક્ષો પોતાના રાજકીય લાભ માટે કિસાનો નો ગેરઉપયોગ કરી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. 



આ પણ વાંચો - કાયદો અને અધિનિયમ 




 Law   Sahitya 


13/02/2024

Bar Council Of Gujarat નો અગત્ય નો નિર્દેશ ડેકલેરેશન ફોર્મ ભરવા વકીલો ને સુચના


 Law   Sahitya 



બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેરિફિકેશન રૂલ્સ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ હાઇ પાવર કમિટી વેરિફિકેશન માટે બનાવવામાં આવી છે. હાઇપાવર કમિટી નું કાર્ય ભરવામાં આવેલા તમામ ફોર્મ નું વેરિફિકેશન કરી ને તેને મંજૂરી આપવાનું હોય છે. હાઈ પાવર કમિટી ના આદેશ અનુસાર વર્ષ 1990 થી 2010 સુધીના તમામ વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત છે.

Link - વેરિફિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. 

જેના અનુસંધાને રાજ્યના 35 હજારથી વધુ વકીલને તાકીદે ચકાસણી ફોર્મ અને ડેક્લેરેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નિર્દેશ આપવામાં આવ્યો છે. જે કોઇ વકીલ ચકાસણી “ ફોર્મ અને ડેકલેરેશન ફોર્મ નહીં ભરે તો તેમને મળતા લાભો આપવામાં આવશે નહી. આ ફોર્મ માં તમામ વિગત અંગ્રેજીમાં ભરવાની રહેશે. 

ધ્યાન માં રાખવા ની બાબતો
  • વેરિફિકેશન ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે.
  • કોર્ટ ડ્રેસ નો ફોટો લગાવવાનો રહેશે 
  • સ્પષ્ટ અક્ષરોથી ફોર્મ ભરવું 
  • બાર એસોસિએશન નું રબ્બર સ્ટેમ્પ લગાવવું 
  • બાર ના હોદેદારો ની સહી કરાવી ને મોકલવું 
  • એનરોલમેન્ટ સર્ટિફિકેટ ( સનદ ) ની પ્રમાણિત નકલ જોડવી 
  • સર્ટિફિકેટ ઓફ પ્રેકટીસ ની પ્રમાણિત નકલ જોડવી. 
  • અગાવ જેમણે વેરિફિકેશન ફોર્મ ભર્યું હોય તેને ફોર્મ ભરવું નહિ 
Law and Act



જે ફોર્મ સાથે દરેક Advocate / Lowyer છેલ્લા 5 વર્ષના કોર્ટમાં દાખલ કરવામાં આવેલ તેમના વકીલ પત્રની સર્ટિફાઇડ નકલ તેમજ ધો- 10 અને 12, ગ્રેજ્યુશનની તથા એલએલબીની માર્કશીટ પણ સાથે રજૂ કરવાની રહેશે. 2010 પછીના જે ધારાશાસ્ત્રીઓએ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ પાસ થનાર વકીલોઓએ ડેકલેરેશન ફોર્મ માર્કશીટ સાથે આપવું ફરજિયાત છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેરિફિકેશનના સભ્ય અનિલ કેલ્લાએ કહયું હતું કે, ગુજરાત રાજ્ય ના 35 હજાર જેટલા વકીલોઓએ વેરિફિકેશન અને ડેકલેરેશન ફોર્મ ભરવાના બાકી છે. એવા વકીલોને ફોર્મ ભરવાનું બાકી હોય તેઓએ બીસીજીની વેબસાઈટ ઉપરથી ફોર્મ મેળવી ફી સાથે જમા કરાવી દેવા વિનંતી કરવા મા આવી છે.


Conclusion

વકીલાત ના વ્યવસાય માટે Bar Council ના નિયમો લાગુ પડે છે. તેના માટે આ પરિપત્ર ના અનુસંધાને જો કોઈ વકીલ મિત્રો ને આ ફોર્મ ભરવા નુ બાકી હોય તો તાત્કાલિક ધોરણે આ વેરિફિકેશન ફોર્મ ભરવા જરૂરિ છે.

ઘર બેઠા પાન કાર્ડમા ભૂલ સુધારો - Correction of PAN card error at home

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો

જેમ આધાર કાર્ડને મહત્વ નુ દસ્તાવેજ માનવામાં આવે છે તેમ પાન કાર્ડ પણ નાણાકીય દસ્તાવેજ તરીકે મહત્વપૂર્ણ છે.  ભારતમાં, પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે.  વિભાગ દ્વારા એક અનન્ય 10-અંકનો જારી કરવામાં આવે છે જે તમારી નાણાકીય ઓળખ દર્શાવે છે. 

Pan Application

આવી સ્થિતિમાં, જો તમારા પાન કાર્ડમાં કોઈ ભૂલ છે, તો પછી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જો તમારા PAN કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ સહિત કોઈ ભૂલ હોય તો તેને તરત જ સુધારવી જોઈએ.  જો કે, તમારે પાન કાર્ડની ભૂલો સુધારવા માટે ક્યાંય દોડવાની જરૂર નથી.  તમે તમારા પાન કાર્ડની ભૂલોને ઘરે બેઠા સરળતાથી સુધારી શકો છો, તો ચાલો હવે અમે તમને પાન કાર્ડની ભૂલોને સુધારવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીએ.

How to Do Changes Or Correction in PAN Card?

Step - A. NSDL થી લોગીન કરો.

 જો પાન કાર્ડમાં કોઈ ભૂલ હોય તો તમે તેને ઓનલાઈન પોર્ટલની મદદથી સુધારી શકો છો.  આ માટે તમારે NSDL ના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે.  તમે આ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન એપ્લિકેશન આ સિવાય તમે ઓનલાઈન PAN એપ્લિકેશન થી પણ ઍક્સેસ કરી શકો છો.  અહીં તમને એપ્લિકેશન પ્રકારમાં બે વિકલ્પો બતાવવામાં આવશે, જેમાંથી એક PAN ડેટા બદલવા તેમજ સુધારવાનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો.

Step - B. Form Submit

હવે તમારે ત્યાર બાદ શ્રેણીની સાથે કેટલીક માહિતી ભરવાની રહેશે.  આ પછી કેપ્ચા કોડ દાખલ કરો અને પછી તેને વાંચ્યા પછી ફોર્મ સબમિટ કરો. પછી આ રીતે તમારી વિનંતી નોંધવામાં આવશે અને વિભાગ દ્વારા તમારા ઈમેલ આઈડી પર ટોકન નંબર અને લિંક મોકલવામાં આવશે.

Step -C. Documents Upload And Payment 

તમારા મેઈલ આઈડી પર જે લિંક આવશે તેના પર ક્લિક કરો.  આ પછી PAN કાર્ડ અપડેટ કરવા માટે એક પેજ ખુલશે.  અહીં તમને કેટલીક માહિતી પૂછવામાં આવશે, તે ભર્યા પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.  અહીં કેટલાક દસ્તાવેજો પૂછવામાં આવશે, જેની સોફ્ટ કોપી તમારે અપલોડ કરવી પડશે અને ચુકવણી પ્રક્રિયા સાથે આગળ વધવું પડશે.

STEP -D. Final Stage 

ચુકવણી કર્યા પછી, એક સ્વીકૃતિ સ્લિપ આપવામાં આવશે જે તમારે સુરક્ષિત રીતે રાખવાની રહેશે.  સમગ્ર પ્રક્રિયાને અનુસર્યા પછી, તમારે NSDL ઈ-ગવર્નન્સ કાર્ડ પર પોસ્ટ દ્વારા કેટલીક જરૂરી માહિતી મોકલવાની રહેશે.  આ પછી તમારી માહિતીની ચકાસણી કરવામાં આવશે અને પછી બધું સાચું છે તેની પુષ્ટિ કર્યા પછી, અપડેટેડ પાન કાર્ડ તમને મોકલવામાં આવશે.