Law Sahitya
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વેરિફિકેશન રૂલ્સ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ હાઇ પાવર કમિટી વેરિફિકેશન માટે બનાવવામાં આવી છે. હાઇપાવર કમિટી નું કાર્ય ભરવામાં આવેલા તમામ ફોર્મ નું વેરિફિકેશન કરી ને તેને મંજૂરી આપવાનું હોય છે. હાઈ પાવર કમિટી ના આદેશ અનુસાર વર્ષ 1990 થી 2010 સુધીના તમામ વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ વેરિફિકેશન ફોર્મ ભરવું ફરજિયાત છે.
Link - વેરિફિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
જેના અનુસંધાને રાજ્યના 35 હજારથી વધુ વકીલને તાકીદે ચકાસણી ફોર્મ અને ડેક્લેરેશન ફોર્મ ભરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નિર્દેશ આપવામાં આવ્યો છે. જે કોઇ વકીલ ચકાસણી “ ફોર્મ અને ડેકલેરેશન ફોર્મ નહીં ભરે તો તેમને મળતા લાભો આપવામાં આવશે નહી. આ ફોર્મ માં તમામ વિગત અંગ્રેજીમાં ભરવાની રહેશે.
ધ્યાન માં રાખવા ની બાબતો
- વેરિફિકેશન ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે.
- કોર્ટ ડ્રેસ નો ફોટો લગાવવાનો રહેશે
- સ્પષ્ટ અક્ષરોથી ફોર્મ ભરવું
- બાર એસોસિએશન નું રબ્બર સ્ટેમ્પ લગાવવું
- બાર ના હોદેદારો ની સહી કરાવી ને મોકલવું
- એનરોલમેન્ટ સર્ટિફિકેટ ( સનદ ) ની પ્રમાણિત નકલ જોડવી
- સર્ટિફિકેટ ઓફ પ્રેકટીસ ની પ્રમાણિત નકલ જોડવી.
- અગાવ જેમણે વેરિફિકેશન ફોર્મ ભર્યું હોય તેને ફોર્મ ભરવું નહિ
જે ફોર્મ સાથે દરેક Advocate / Lowyer છેલ્લા 5 વર્ષના કોર્ટમાં દાખલ કરવામાં આવેલ તેમના વકીલ પત્રની સર્ટિફાઇડ નકલ તેમજ ધો- 10 અને 12, ગ્રેજ્યુશનની તથા એલએલબીની માર્કશીટ પણ સાથે રજૂ કરવાની રહેશે. 2010 પછીના જે ધારાશાસ્ત્રીઓએ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામ પાસ થનાર વકીલોઓએ ડેકલેરેશન ફોર્મ માર્કશીટ સાથે આપવું ફરજિયાત છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેરિફિકેશનના સભ્ય અનિલ કેલ્લાએ કહયું હતું કે, ગુજરાત રાજ્ય ના 35 હજાર જેટલા વકીલોઓએ વેરિફિકેશન અને ડેકલેરેશન ફોર્મ ભરવાના બાકી છે. એવા વકીલોને ફોર્મ ભરવાનું બાકી હોય તેઓએ બીસીજીની વેબસાઈટ ઉપરથી ફોર્મ મેળવી ફી સાથે જમા કરાવી દેવા વિનંતી કરવા મા આવી છે.
Conclusion
વકીલાત ના વ્યવસાય માટે Bar Council ના નિયમો લાગુ પડે છે. તેના માટે આ પરિપત્ર ના અનુસંધાને જો કોઈ વકીલ મિત્રો ને આ ફોર્મ ભરવા નુ બાકી હોય તો તાત્કાલિક ધોરણે આ વેરિફિકેશન ફોર્મ ભરવા જરૂરિ છે.