ભારત ના બંધારણ દ્વારા અનુચ્છેદ 12 પ્રમાણે ભારત ના નાગરિકો ને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયેલા છે. જેના વિષે જાણકારી રાખવી તમારા માટે ખુબ જ અગત્ય ની બની રહેશે.
ભારતીય બંધારણ વિભાગ-3 હેઠળ અપાયેલ મૂળભૂત અધિકારોનો ઉદ્દેશ વ્યક્તિ સ્વાતંત્ર્ય કે અધિકારો પર રાજયે કરેલ મનસ્વી આક્રમણથી રક્ષણ કરવાનો છે. રાજ્યની શક્તિ સામે વ્યક્તિને તેના અધિકારોનું રક્ષણ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. અનુચ્છેદ 12માં 'રાજય'ની વ્યાખ્યા અપાયેલ છે. પરંતુ આ વ્યાખ્યા સંપૂર્ણ નહીં, પરંતુ સમાવેશી (inclusive) છે. એટલે કે આ વ્યાખ્યામાં સમાવિષ્ટ નહીં થયેલ કોઈ અંગનો પણ સમાવેશ થઈ શકે છે. એટલે આપણને મૂળભૂત અધિકાર ને સમજતા પહેલા રાજ્ય ને સમજવું જરૂરી છે. સામાન્ય રીતે રાજ્ય એટલે કોઈ એક વિસ્તાર પણ કાયદામાં રાજ્ય નો અર્થ કાંઈક અલગ થાય છે તેથી સૌ પહેલા તેના વિષે સમજીયે.
કાયદાની વ્યાખ્યા પ્રમાણે 'રાજય'માં,
- ભારતની સરકાર અને સંસદ,
- દરેક રાજ્યની સરકાર અને વિધાનગૃહ,
- તમામ સ્થાનિક સત્તાપિકારીઓ અને
- ભારતના પ્રદેશમાં અથવા ભારત સરકારના અંકુશમાં રહેલ અન્ય તમામ સત્તાધિકારીઓ.
ઉપરના બે મુદ્દાઓ સમજી શકાય તેવા છે. સ્થાનિક સત્તાધિકારીઓ (Local Authorities)માં ગ્રામ પંચાયત, નગર પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરેનો સમાવેશ થાય છે.
અન્ય સત્તાધિકારીઓ(Other Authorities)
આ અંગે પ્રથમ અગત્યનો કેસ ઇલેક્ટ્રિસીટી બોર્ડ, રાજસ્થાન વિ. મોહનલાલનો છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે બંધારણ કે કાયદાથી રચાયેલ અને જેને કાયદાથી સત્તાઓ સોંપાયેલ હોય તે તમામ સત્તાધિકારીઓનો સમાવેશ થાય છે. એ જરૂરી નથી કે આ સત્તા સરકારી કે સાર્વભૌમ કાર્યમાં વપરાયેલી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનને અનુચ્છેદ 12ના અર્થમાં રાજય ઠરાવેલ. અજયહાસિયા વિ. ખાલીદ મુજીબના કેસમાં રિજિઓનલ એન્જિ. કોલેજ, શ્રીનગર રાજ્ય ગણાય કે કેમ તે પ્રશ્ન હતો. આ કેસમાં ઠરાવાયું છે કે આ અંગેની કસોટી એ છે કે તેનો જન્મ કેવી રીતે કરાયો છે તે મહત્ત્વનું નથી. પરંતુ શા માટે તેને અસ્તિત્વમાં લાવવામાં આવેલ છે તે મહત્ત્વનું છે. જ્યારે સોસાયટી પર રાજ્ય કે કેન્દ્ર સરકારનો પૂર્ણ અંકુશ હોય ત્યારે તે સોસાયટી અનુચ્છેદ 12ના અર્થમાં રાજ્ય છે. આ કસોટી ધ્યાનમાં રાખીને ઈન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઈન્સ્ટિટયૂટ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચને રાજ્ય ઠરાવવામાં આવેલ છે. સુખદેવસિંગ વિ. ભગતરામના કેસમાં પ્રશ્ન એ હતો કે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન તેમજ જીવન વીમા નિગમ, અનુચ્છેદ 12ના અર્થમાં રાજય ગણાય કે કેમ ! આ કેસમાં ઠરાવાયું કે આ નિગમો કાયદાથી રચાયેલા હતા. તેમને નિયમો બનાવવાની સત્તા હતી. તેઓ સરકારી નિયંત્રણોને આધીન હતા તેથી અન્ય સત્તાધિકારીઓ તરીકે તેમને રાજ્ય ઠરાવવામાં આવેલ.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુચ્છેદ 12ના અર્થમાં રાજય છે. પરંતુ તેના કર્મચારીઓ અનુચ્છેદ 311નું રક્ષણ મેળવવા પાત્ર નથી. તે જ રીતે, રાષ્ટ્રીયકૃત બેંકો પણ રાજય છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને તેની સંલગ્ન બેંકો અનુચ્છેદ 12ના અર્થમાં રાજ્ય છે. પરંતુ સહકારી કાયદા હેઠળ નોંધાયેલ જિલ્લા સહકારી બેંક અનુચ્છેદ 12ના અર્થમાં રાજય નથી. તે જ રીતે, સહકારી મંડળીઓ પણ આજ્ઞા ગણાય નહીં અને તેની સામે આજ્ઞાપત્ર (writ) ફરમાવી શકાય નહીં. આમ છતાં, નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ એગ્રિકલ્ચરલ કો. ઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ.ને રાજય તરીકે ઠરાવાયેલ છે. યુનિવર્સિટી રાજય ગણાય છે.
કોઈ નિગમ અથવા સંસ્થાને અનુચ્છેદ 12ના અર્થમાં રાજ્ય તરીકે ઠરાવાયેલ હોય, તો પણ અન્ય હેતુઓ માટે તેને રાજ્ય ગણી શકાય નહીં. દા.ત., કોઈ નિગમને આ અનુચ્છેદના હેતુ માટે રાજય તરીકે ઠરાવાયેલ હોય, તો તે નિગમના કર્મચારીઓ અનુચ્છેદ 311 હેઠળના રક્ષણ માટે હકદાર બનતા નથી. જયારે કોઈ નિગમ પોતાની સત્તાની ઉપરવટ કોઈ કૃત્ય કરે અથવા દુર્ભાવના(malafides)થી કૃત્યો કરે, તો નિગમ આવાં કૃત્યોથી બંધાયેલ નથી. અનુચ્છેદ 131 હેઠળ સર્વોચ્ચ અદાલત મૌલિક હકૂમત (Original jurisdiction) ધરાવે છે. એટલે કે જયારે એક રાજ્ય કે રાજયોની બીજા રાજ્ય કે રાજ્યો સાથે તકરાર હોય, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં તે સંબંધમાં દાવો દાખલ થઈ શકે છે. પરંતુ રાજ્ય સાથે જ્યારે ખાનગી વ્યક્તિ જોડાયેલ હોય ત્યારે અનુચ્છેદ 131 લાગુ પડે નહીં. આવા પ્રસંગે અનુચ્છેદ 12 હેઠળ 'રાજ્ય'ની વ્યાખ્યા લાગુ પડતી નથી.
એક કેસમાં ઠરાવાયેલ છે કે કર્ણાટક યુનિવર્સિટી રાજય હોવાથી તેને માહિતી અધિકાર ધારો લાગુ પડે છે. એક કેસમાં ઠરાવાયેલ છે કે કોઈ ખાનગી કંપની જાહેર ફરજો બજાવતી હોય તો તે અનુચ્છેદ 12ના અર્થમાં રાજ્ય છે અને તેની સામે રિટ થઈ શકે છે. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ છે કે જાહેર ફરજ કાયદા હેઠળની છે કે કારર હેઠળની તે મહત્વનું નથી. કલકતા વડી અદાલતે શ્રીચંદમોહન વિ. નેશનલ ઈન્સ્યોરન્સ કું. પ્રા. લિ. કેસમાં ઠરાવેલ છે કે નેશનલ ઈન્શ્યોરન્સ કું. અનુચ્છેદ 12ના અર્થમાં રાજય છે. તેની સામે રિટ થઈ શકે છે. આ કેસમાં અરજદારની વીમાની માગણી નકારવાનું વીમા કંપનીનું કૃત્ય મનસ્વી ગણાવાયું હતું. દીના બંધુ બેગ વિ. સ્ટેટ ઑફ વેસ્ટ બંગાલ કેસમાં બેંક લોન લેનાર ગ્રાહકે હપતા ભરવામાં કસૂર કરતા બેંકે કે તેનું વાહન જપ્ત કર્યું હતું. આ કેસમાં બેંક રાજ્ય ન હોવાનું ઠરાવવામાં આવેલ.
હવે આપણે જાણીયે કે બંધારણના ભાગ 3માં જણાવ્યા પ્રમાણે 'કાયદા'ની વ્યાખ્યા શું છે ? બંધારણનો સુધારો ઉપરની વ્યાખ્યા પ્રમાણે કાયદો છે ? કે કેમ તેના વિષે ચર્ચા કરીયે. મૂળભૂત અધિકારોની અસંગત અથવા વિરુદ્ધ કાયદાઓની અસર અનુચ્છેદ 13ના સંદર્ભમાં આપણે જાણવું જરૂરી છે કે અનુચ્છેદ 13થી ઠરાવાયેલ છે કે બંધારણના અમલ પૂર્વેના જે કાયદાઓ, મૂળભૂત અધિકારો સાથે જેટલાં પ્રમાણમાં અસંગત (inconsistent) હોય તેટલા પ્રમાણમાં તે કાયદાઓ વ્યર્થ (void) બને છે. પરંતુ બંધારણ પૂર્વેના પ્રવર્તમાન કોઈ કાયદા હેઠળ કોઈ કૃત્ય કરાયેલ હોય અને તે કૃત્ય તે કાયદા હેઠળ કાયદેસર હોય અને આવું કૃત્ય બંધારણના પ્રારંભ બાદ કાયદેસર ન બનતું હોય, તો પણ તે કૃત્ય પડકારી શકાતું નથી. એ ધ્યાનમાં રાખવાનું છે. કે આવા પ્રસંગે, સમગ્ર કાયદો વ્યર્થ બનતો નથી. પરંતુ તે કાયદાની જોગવાઈઓ જેટલા પ્રમાણમાં મૂળભૂત અધિકારી સાથે અસંગત હોય, તેટલાં પ્રમાણમાં જ તે કાયદો વ્યર્થ બને છે. જેમ કે, સ્ટેટ ઑફ બોમ્બે વિ. એફ. એન. બલસારાના કેસમાં (Bombay Prohibition Act, 1949) ની આઠ કલમો મૂળભૂત અધિકારો સાથે અસંગત હોવાથી તે સત્તા ભાહ્ય (Ultra vires) ઠરાવાયેલ હતી અને બાકીનો કાયદો કાયદેસર ઠરાવાયેલ હતો.
અનુચ્છેદ 13(1)માં બંધારણ પૂર્વેના અને મૂળભૂત અધિકારો સાથે અસંગત રહેલા કાયદાઓ વિશે વાત કરવામાં આવેલ છે. જયારે અનુચ્છેદ 13(2)માં રાજ્યને એવો કાયદો ઘડવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે કે જેનાથી મૂળભૂત અધિકારો છીનવાઈ જાય અથવા તેમાં ઘટાડો થાય. જો રાજ્ય આવો કોઈ કાયદો બનાવે, તો તેનાથી જેટલા પ્રમાણમાં કોઈ મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય, તેટલા પ્રમાણમાં આ કાયદો વ્યર્થ (void) છે. બંધારણના પ્રારંભ બાદ એવા જે કાયદાઓ હોય કે જેનાથી કોઈ મૂળભૂત અધિકાર છીનવી લેવાયેલ હોય કે તેમાં ઘટાડો કરાયેલ હોય, તો આવા કાયદાઓને ન્યાયતંત્રે વ્યર્થ ઠરાવેલ છે. આર.સી.કૂપર વિ. યુનિયન ઓફ ઇન્ડિયા, બેનેટ કોલમેન વિ. યુનિયન ઓફ ઇન્ડિયા, મેનકા ગાંધી વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસો તેનાં જવલંત ઉદાહરણો છે.
"કાયદો"ની વ્યાખ્યા
અનુચ્છેદ 13(3)માં "કાયદો"ની વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યામાં વટહુકમ (Ordinance), હુકમ (Order), પેટા કાનૂન(Bye law), નિયમ(Rule),નિયમન (Regulation), જાહેરનામું(Notification) અને ભારતના પ્રદેશમાં કાયદાનું બળ ધરાવતા રિવાજ (Custom)નો સમાવેશ થાય છે. એટલે કે આ અર્થમાં કાયદો સંસદ કે વિધાનસભાએ પસાર કરેલ વૈધાનિક કાયદો (Statutory Law) કે પ્રતિનિધિત્વથી વિધાન (Delegated Legislation) હેઠળનો કાયદો હોઈ શકે. જે કાયદા હેઠળ પ્રતિનિધિત્વથી વિધાન ઘડાયેલ હોય તે કાયદો અનુચ્છેદ
હેઠળ વ્યર્થ જાહેર કરાય, તો પ્રતિનિધિત્વથી વિધાન પણ વ્યર્થ ઠરે છે અથવા અદાલત માત્ર પ્રતિનિધિત્વથી વિધાન વ્યર્થ જાહેર કરે, તો આવા પ્રસંગે કાયદો કાયદેસર છે. રાષ્ટ્રપતિ કે રાજયપાલે પ્રગટ કરેલ વટહુકમો અથવા બંધારણ કે કાયદાથી જેને નિયમો ઘડવાની સત્તા અપાયેલ હોય, તેમણે ઘડેલ નિયમોનો પણ આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે. જે વહીવટી હુકમોથી નાગરિકોના અધિકારો કે હિતોને અશર થતી હોય, તે હુકમોનો પણ આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે. તે જ રીતે, કાયદાનું બળ ધરાવતા રિવાજની પણ આ વ્યાખ્યામાં સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે યુનિયન ઑફ ઇન્ડિયા વિ. નવીન જિંદાલ કેસમાં ઠરાવેલ છે કે કેન્દ્ર સરકારે ધ્વજ સંબંધી આપેલ વહીવટી સૂચનાઓ કાયદો ગણાય નહીં. સરકારી પરિપત્ર અનુચ્છેદ 13ના અર્થમાં કાયદો ગણાય નહીં. 24 માં બંધારણીય સુધારાથી અનુચછેદ 13(4) નવો ઉમેરાયેલ છે. તે મુજબ, અનુચ્છેદ 368 હેઠળ કરાયેલ બંધારણીય સુધારાનો આ અર્થમાં "કાયદો"ની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. ગોલકનાથ વિ. સ્ટેટ ઑફ પંજાબ કેસમાં કરાવાયેલ કે “કાયદો”ની વ્યાખ્યામાં બંધારણીય સુધારાનો સમાવેશ થાય છે. ત્યારબાદ 24મો બંધારણીય સુધારો પસાર કરાયો. કેશવાનંદ ભારથીના કેસમાં આ બંધારણીય સુધારો કાયદેસર ઠરાવાયો છે.
મૂળભૂત અધિકારો કેટલા છે ? ક્યાં ક્યાં છે ?
સમાનતાનો અધિકાર
ભારતના રાજ્ય બંધારણના અનુચ્છેદ 14 હેઠળના સમાનતાના મૂળભૂત હક્કની વિગત અનુચ્છેદમાં "કાયદા સમક્ષ સમાનતા" અને "કાયદાનું સમાન રક્ષણ"ના બે ખ્યાલોનો સમાવેશ કરાયો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. આ ખ્યાલ નકારાત્મક સ્વરૂપની છે, જ્યારે કાયદાનાં સમાન રક્ષણનો ખ્યાલ હકારાત્મક સ્વરૂપનો છે. “દરેક વ્યક્તિ કાયદા સમક્ષ સમાન છે." આ વિચાર આપણે બંધારણમાં સ્વીકારેલ હોવા છતાં, બંધારણમાં જ આપણે રાષ્ટ્રપતિ. રાજયપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, વિદેશી રાજદૂતો વગેરે માટે કેટલાક વિશેષાધિકારો (Privileges) મૂકેલા છે. કાયદાનાં સમાન રક્ષણનો અર્થ એ થાય છે કે એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એકસરખો કાયદો લાગુ પડશે. એકસરખી વ્યક્તિઓ સાથે કાયદાનો એકસરખો વ્યવહાર રહેશે. બંધારણમાં જાતિ, જ્ઞાતિ, વર્ણ, લીંગ, ધર્મનાં કારણસર કોઈપણ વ્યક્તિ સામે ભેદભાવ કરવા પર પ્રતિબંધ છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ માનવો ઉપરાંત કાનૂની વ્યક્તિઓ (Legal Persons) ને પણ પ્રાપ્ય છે. પરંતુ આ રક્ષણ કોઈ ખાનગી વ્યક્તિના રક્ષણ સામે મળતું નથી.
કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ સમજાવતા ડાઈસી લખે છે, "વડાપ્રધાનથી માંડીને દરેક અધિકારી, પાછી તે કોન્કટેબલ હોય કે કરવસૂલાત અધિકારી, તે પોતે કાનૂની સમર્થન વિના કરેલ દરેક કૃત્ય બદલ, સામાન્ય નાગરિકની જેમ જ જવાબદાર છે." દરેક વ્યક્તિ, તેનો હોદો ગમે તેટલો ઊંચો હોવ, તો પણ તે સામાન્ય અદાલતોની હકૂમતને આધીન છે. આ અનુચ્છેદ પાછળનો સિદ્ધાંત એવો છે કે એકસરખા સંજોગોમાં મૂકાવેલ વ્યક્તિ કે બાબતો સાથે કાયદાનો એકસરખો વ્યવહાર જ કરવામાં આવશે. એકસરખા સંજોગોમાં મુકાયેલ વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ કરવા પર કાયદાથી પ્રતિબંધ છે. તેનું નામ કાયદા સમસ સમાનતા એમ. નાગરાજ વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમ્ સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે સમાનતાનો અધિકાર લોકશાહીનો અર્ક છે. બંધારણના મૂળભૂત માળખા (Basic Structure) નો ભાગ છે.
કાયદાનાં સમાન રક્ષણના સિદ્ધાંતનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ રહેવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજય ઘડી શકે નહીં. પરંતુ આ સિદ્ધાંતનો અર્થ એવો થતો નથી કે દરેક કાયદો તમામને એકસરખી રીતે લાગુ કરવો જોઈએ. એર ઇન્ડિયા વિ. નરગીસ મિરઝાના કેસમાં નિયમોમાં એર હોસ્ટસ 30 વર્ષની ઉંમરે અથવા લગ્ન કરે ત્યારે, બેમાંથી જે વહેલું થાય ત્યારે નિવૃત્ત કરવાની જોગવાઈ હતી. તેમાં સગર્ભાવસ્થાનો પણ સમાવેશ કરાયો હતો. એટલે કે પ્રથમ સગર્ભાવસ્થા સમયે ફરજિયાત નિવૃત્તિની જોગવાઈ હતી. આ જોગવાઈ સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 14નો ભંગ કરાવી ગેરબંધારણીય જાહેર કરી હતી. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વિ. ઇન્ડિયન હોટલ ઍન્ડ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ કેસમાં થ્રી સ્ટાર હોટલથી નીચેની સવલત ધરાવતી કોઈપણ હોટલ, બીયર બાર, પરમીટ રૂમમાં ડાન્સ કરવા પર પ્રતિબંધ હતો. જયારે તેનાથી ઉપરની કે વિશેષ સવલત ધરાવતી હોટલો માટે આવો પ્રતિબંધ ન હતો. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે આ જોગવાઈથી અનુચ્છેદ 14 તેમજ અનુચ્છેદ 19(1)(જી)નો ભંગ થાય છે. આ વર્ગીકરણ ગેરવાજબી ઠરાવાયેલ હતું..
શાયરા બાનો વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં અરજદારે મુસ્લિમ પુરુષ દ્વારા એકપક્ષીય ત્રિપલ તલાકથી અનુચ્છેદ 14, 15, 21 અને 25નો ભંગ થતો હોવાની રજૂઆત કરી હતી. સામા પક્ષે ત્રિપલ તલાક અનુચ્છેદ 25 હેઠળ ધર્મ સ્વાતંત્ર્યનો ભાગ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 14નો ભંગ થતો હોવાનું ઠરાવી ત્રિપલ તલાક ગેરબંધારણીય જાહેર કરેલ છે.
વાજબી વર્ગીકરણ (ReasonableClassification)
અનુચ્છેદ 14થી કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો ઘડવા રાજય પર પ્રતિબંધ છે. પરંતુ એ સર્વસ્વીકૃત છે કે વ્યક્તિઓનું વર્ગીકરણ કરી તેમનાં જૂથો વહેંચી તેમના માટે અલગ વ્યવહાર (Different Treatment) નક્કી કરી શકાય, પરંતુ આવો અલગ વ્યવહાર કરવા માટે વાજબી કારણ હોવું જોઈએ. અલગ વિસ્તારમાં કે અલગ સંજોગોમાં મુકાયેલ વ્યક્તિઓ માટે અલગ કાયદા હોઈ શકે છે. તેનાથી આ સિદ્ધાંતનો ઇન્કાર થતી નથી. દા.ત., વકીલો, તબીબો, નર્સો, શિક્ષકો, વીમા કંપનીઓ, શાહુકારો, સગીરો, સ્ત્રીઓ માટે આપણે ત્યાં અલગ કાયદાઓ છે જ. આમ, કાયદો પડવાના હેતુ માટે વર્ગીકરણ કરવા પર અનુચ્છેદ 14થી પ્રતિબંધ મુકાયો નથી.
પરંતુ વર્ગીકરણ કરવાની રાજયની આ સત્તા અમયાદિત કે નિરકુશ નથી. વર્ગીકરણ હંમેશાં વાજબી હોવું જોઈએ. તે હંમેશાં વાસ્તવિક તફાવત પર આધારિત હોવું જોઈએ. જે હેતુઓ માટે વર્ગીકરણ કરાયેલ હોય, તેની સાથે તેને સંબંધ હોવો જોઈએ. કોઈ વર્ગીકરણ વાજબી છે કે કેમ તે કસોટી નક્કી કરવા માટે નીચેની શરતોનું પાલન અનિવાર્ય છે.
- જેનો સમૂહ અલગ ઉત્પન્ન કરાયો છે તે સમૂહ, બીજા સમૂહથી અલગ ગુણધર્મો ધરાવે છે. તેના આધારે વર્ગીકરણ કરાયેલ હોવું જોઈએ.
- કાયદાના હેતુઓને તે ગુણધર્મો સાથે વાસ્તવિક સંબંધ હોવો જોઈએ.
દા.ત., ભારતીય કરાર ધારા હેઠળ સગીર વ્યક્તિ કરાર કરવા સમર્થ નથી. જયારે પુખ્ત વયની વ્યક્તિ કરાર કરવા સક્ષમ છે. આમ, સગીર વ્યક્તિ અને પુખ્ત વયની વ્યક્તિનું વર્ગીકરણ કરાયું છે. બાબત કરાર કરવાની સક્સમતા છે. તેનો પાયો ઉંમર (age) છે. કારણ કે સગીર વ્યક્તિ અમુક કક્ષાની માનસિક શક્તિ ધરાવતી હોતી નથી અને તેથી તે કારણસર તેને કરાર કરવા માટે સક્ષમ ગણવામાં આવેલ નથી. આ વર્ગીકરણ વાજબી અને કાયદેસર છે. પરંતુ ઉંમરના બદલે દેખાવ, વજન કે ઊંચાઈના આધારે વર્ગીકરણ કરાયું હોય, તો કરારના હેતુઓ સાથે તેને કોઈ સંબંધ નથી અને તેથી તે વાજબી કે કાયદેસર પણ નથી, તે જ રીતે, દાત. 18 વર્ષથી નીચેની વયના ગુનેગારની ઇન્સાફી કાર્યવાહી Juvenile Justice Act, 2015 પ્રમાણે અને 18 વર્ષથી ઉપરની વયના ગુનેગારોની ઇનસફી કાર્યવાહી Code of Criminal Procedure, 1973 પ્રમાણે ચલાવવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં આ વર્ગીકરણ વાજબી ઠરાવેલ છે. ચિત્તરંજનલાલ વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં શોલાપુરની એક કંપનીને અન્ય કંપનીઓથી અલગ પાડી તેના માટે ખાસ કાયદો ઘડાયો હતો. કારણ કે તેના ગેરવહીવટથી જરૂરિયાતની વસ્તુઓનાં ઉત્પાદન તેમજ રોજગારીને અસર થઈ હતી. સર્વોચ્ચ અદાલતે આ કાયદો કાયદેસર ઠરાવેલ હતો.
વર્ગીકરણ ભૌગોલિક કે પ્રાદેશિક હોઈ શકે છે. જેમ કે, રાજયની મેડિકલ કૉલેજમાં રાજ્ય બહારના વિદ્યાર્થીઓ માટે કેપીટેશન ફ્રી હોઈ શકે અને રાજ્યના વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ અપાયેલ હોઈ શકે. વર્ગીકરણ ઐતિહાસિક કારણોસર પણ કરાયેલ હોઈ શકે છે. જેમ કે, ભૂતપૂર્વ રાજવીઓને દીવાની કાર્યવાહી સંહિતા, 1908. ક. 87 B હેઠળ સિવિલ પ્રોસેસમાંથી મુક્તિ અપાયેલ છે. આઝાદી અગાઉ તેઓ રાજાઓ હતા. આઝાદી સમયે તેમણે તેમના રાજયનું ભારત સંઘ સાથે જોડાણ કર્યું હતું. આ ઐતિહાસિક હકીકત ધ્યાનમાં લઈ તેમને અપાયેલ આ મુક્તિ કાયદેસર કરાવાયેલ છે. મિથુ વિ. સ્ટેટ ઓફ પંજાબ કેસમાં ભારતીય ફોજદારી સંહિતાની ક. 303 ગેરકાનૂની કરાવાયેલ છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવેલ છે કે આજીવન કેદની સજા ભોગવનારે કરેલ ખૂન બદલ તેને ફરજિયાત દેહાંત દંડ સજા આપવા પાછળ કોઈ બુદ્ધિગમ્ય તર્ક જણાતો નથી. સર્વોચ્ચ અદાલતે વિશાખા વિ. સ્ટેટ ઓફ રાજસ્થાન કેસમાં કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી રોકવા કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરેલ હતી. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતો સ્થિર કે જડ નથી. અદાલત યોગ્ય પ્રસંગોમાં નવા સિદ્ધાંતો ઘડી કાઢી શકે છે.
નેશનલ લીગલ સર્વિસિઝ ઓથોરિટી વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 14માં "વ્યક્તિ" શબ્દમાં હીજડાઓનો પણ ત્રીજી જાતિ તરીકે સમાવિષ્ટ છે. હીજડાઓ સ્ત્રી નથી કે પુરૂષ પણ નથી. આમ છતાં, તેઓ અનુચ્છેદ 14 મુજબનું રક્ષણ મેળવવા હક્કદાર છે. જો માત્ર લીંગ (sex)ના આધારે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે, તો તેનાથી અનુચ્છેદ 14નો ભંગ થાય છે.
માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ, જન્મસ્થળ કે તેમાંના કોઈ પણ કારણસર રાજ્ય કોઈ નાગરિક સામે ભેદભાવ નહીં રાખે." –
અનુચ્છેદ 15થી સ્પષ્ટ ઠરાવાયેલ છે કે માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ કે જન્મસ્થાનના કારણોસર અથવા તેમાંના કોઈ એક કારણસર કોઈ નાગરિક સામે ભેદભાવ રાખી શકાય નહીં, અનુચ્છેદ 15(1) રાજ્ય સામે છે. જ્યારે અનુચ્છેદ 15(2) વ્યક્તિ સામે છે. આ અનુચ્છેદથી મળતો અધિકાર વ્યક્તિગત અધિકાર છે. આ અનુચ્છેદમાં જન્મસ્થાનનો ઉલ્લેખ કરાયો છે. એટલે કે નિવાસસ્થાનનાં કારણસર ભેદભાવ હોઈ શકે છે.
ધર્મ , જાતિ, જ્ઞાતિ, લીંગ અને જન્મસ્થાનનાં કારણોસર ભેદભાવ
નાગરિકને મળતા અધિકારો બાબતમાં જયારે રાજ્ય તરફથી ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ કે જન્મસ્થાનનાં માત્ર કારણોસર કે તે પૈકી કોઈ એક કારણસર ભેદભાવ કરવામાં આવે ત્યારે આ અનુચ્છેદનો ભંગ થાય છે. દા.., મધ્યપ્રદેશ રાજયે એક કાયદો બનાવ્યો હતો. તેમાં જ્ઞાતિના આધારે અમુક કરજદારોની તરફેણ કરાઈ હતી. આ કાયદો અદાલતે રદ કર્યો હતો. અમુક ધાર્મિક જાતિઓ માટે અલગ મતદાર યાદીઓ બનાવાયેલ હોય તો તે રદબાતલ છે. સૌરાષ્ટ્ર રાજયના સમયમાં એક જાતિના લોકોને દરરોજ પોલીસ ચોકીએ હાજરી પુરાવવાની કાયદો ઘડાયો હતો. તેથી તેમના હરવા-ફરવાના અધિકાર પર નિયંત્રણ મૂકાયું હતું. આ કાયદો અદાલતે રદ કરેલ હતો. કારણ કે તે અમુક જાતિ (race) પર આધારિત હતો.
જાહેર સ્થળો
જાહેર મનોરંજનના સ્થળો એટલે એવા સ્થળો કે જેમાં જાહેર જનતા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રવેશવાનો અધિકાર ધરાવતી હોય અને જેમાં મનોરંજન પૂરું પાડવામાં આવતું હોય. આવાં સ્થળો ખાનગી માલિકીના હોય તો પણ દરેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વિના પ્રવેશવાનો સમાન અધિકાર છે. બંધારણમાં જાહેર સ્થળો કે જાહેર મનોરંજન સ્થળોની કોઈ વ્યાખ્યા આપવામાં આવેલ નથી. સામાન્ય રીતે એમ કહી શકાય કે કોઈપણ જાતના કાનૂની અધિકાર વિના જાહેર જનતાના સભ્યોને જ્યાં પ્રવેશવાનો અધિકાર હોય, તે સ્થળો જાહેર સ્થળો કહેવાય. નાગરિકોને કોઈ અશક્તિ, જવાબદારી કે નિયંત્રણ વગર કોઈ કૂવા, ટાંકી, સ્નાનાગાર, રસ્તાઓ કે જાહેર રિસોર્ટની જગ્યાઓના ઉપયોગનો મૂળભૂત અધિકાર છે.
સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ
અનુચ્છેદ 15(1) અને 15(3)ની સમગ્ર અસર એ છે કે લીંગનાં કારણસર ભેદભાવ કરી શકાય નહીં, પરંતુ સ્ત્રીઓ અને બાળકો સંબંધમાં ખાસ જોગવાઈઓ કાયદેસર છે. દા.ત., મહિલા કોલેજો, કન્યાશાળાઓ, મહિલાઓ માટે બસમાં, નોકરીમાં અનામત બેઠકો, વગેરે. જેમ કે, ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, ક. 125 હેઠળ પત્નીનું ભરણપોષણ કરવા પતિ જવાબદાર છે. આ કલમમાં પતિનું ભરણપોષણ કરવા પત્ની જવાબદાર નથી. છતાં આ કલમ કાયદેસર છે. દીવાની કાર્યવાહી સંહિતા, 1908, ઓ. 5, R-15 હેઠળ પ્રતિવાદી મળી ન શકે તો સમન્સની બજવણી કુટુંબના અન્ય પુરૂષ સભ્ય પર કરી શકાય. સ્ત્રીઓને બાકાત રાખતી આ જોગવાઈ અનુચ્છેદ 15(3) હેઠળ કાયદેસર છે. આ કાયદાની ક. 62 હેઠળ અદાલતમાં હાજરી આપવામાંથી સ્ત્રીને મુક્તિ અપાયેલ છે.
પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ
અનુચ્છેદ 15(4) મુજબ, રાજય નાગરિકોના સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત વર્ગો કે અનુસુચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની ઉન્નતિ માટે ખાસ કાયદા પડવાની સત્તા ધરાવે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા બંધારણ અનુચ્છેદ 366માં અપાયેલ છે. પરંતુ, પછાત વર્ગની વ્યાખ્યા બંધારણમાં ક્યાંય નથી. અનુચ્છેદ 15(4) હેઠળની પછાતતા એટલે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતતા. આર. ચિત્રલેખા વિ. સ્ટેટ ઑફ માયસોર કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે પછાતના આર્થિક સંજોગો અને વ્યવસાય પરથી નક્કી કરી શકાય. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ છે કે પછાતતા નક્કી કરવામાં જ્ઞાતિ ધ્યાનમાં લઈ શકાય. પરંતુ તે એકમાત્ર ધોરણ ન હોવું જોઈએ. સ્ટેટ ઑફ આંધ્ર પ્રદેશ વિ. પી. સાગરના કેસમાં ફક્ત જ્ઞાતિનાં પોરણ પર આધારિત જાહેરનામું રદ કરાયેલ હતું, કારણ કે પછાત વર્ગ એટલે પછાત જ્ઞાતિ એમ સમજવાનું નથી. માંડલ કમિશન કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે સામાજિક અને શૈક્ષણિક પછાતતા નક્કી કરવામાં જ્ઞાતિ અનિવાર્ય પરિબળ નથી. તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ, જનજાતિ જેવી સ્થિતિમાં હોવો જોઈએ તે પણ જરૂરી નથી. પછાતતા નક્કી કરવા માટે આર્થિક સ્થિતિ એકમાત્ર ધોરણ હોઈ ન શકે. તેને વિચારણામાં લઈ શકાય. આ કેસમાં ઠરાવાયેલ કે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનામત જગાઓનું ધોરણ 50 ટકાથી વધવું ન જોઈએ.
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં ઠરાવાયેલ છે કે "લીંગ"માં માત્ર જૈવિક સ્ત્રી-પુરુષોનો નહીં, પરંતુ હીજડાઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે તેઓ ભલે સ્ત્રી કે પુરુષ ગણાતા ન હોય, પરંતુ તેઓ વ્યક્તિ છે અને આવા હીજડાઓ પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોના હક્ક માટે હક્કદાર છે, તેઓ સરકારી નોકરીઓમાં અનામત (Reservation) માટે પણ હકદાર હોવાનું સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે. સર્વોચ્ચ અદાલતે સરકારને આ સંબંધમાં હકારાત્મક પગલાં લેવા આદેશ કરેલ છે.
જાહેર નોકરીમાં તકની સમાનતા
જાહેર નોકરીમાં તક અંગેની સમાનતા બાબતે બંધારણ માં ખાસ સંદર્ભે સમાનતાના અધિકાર વિશે અથવા રાજ્યની નોકરીઓ બાબતમાં સમાનતાનો હક્ક વિષે કે પછી કોઈ પછાત વર્ગની તરફેણમાં નિમણૂક અથવા નોકરીના સ્થાનને અનામત રાખવા અંગેની બંધારણીય જોગવાઈઓની માહિતી અનુચ્છેદ 16માં જાહેર રોજગારીની બાબતોમાં તકની સમાનતા (Equality of opportunity in matters of public employment)નો સિદ્ધાંત સ્થાપિત કરાયો છે. અનુચ્છેદ 16(1) જણાવે છે કે રાજય હેઠળના કોઈપણ હોદા માટેની રોજગારી અથવા નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. : અનુચ્છેદ 16(2) જણાવે છે કે રાજ્ય હેઠળની કોઈપણ નિમણૂક અથવા હોદાના સંબંધમાં કોઈપણ નાગરિક માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ, કુળ જન્મસ્થાન, નિવાસસ્થાનના અથવા તે પૈકીના કોઈપણ એક કારણસર તે માટે અયોગ્ય બનશે હું નહીં અથવા તે સંબંધમાં તેની સામે ભેદભાવ રાખવામાં આવશે નહીં.
જાહેર રોજગારીની બાબતો
રાજ્ય હેઠળની રોજગારી અથવા નિમણૂકની બાબતોમાં તમામ નાગરિકો માટે તકની સમાનતાનો સિદ્ધાંત માત્ર રાજ્ય હેઠળની નોકરીઓમાં જ લાગુ પડે છે. પરંતુ આનો અર્થ એવો થતો નથી કે રાજય કોઈ હોદ્દાની નિમણૂક માટે કે ભરતી માટે નિયમો ન પડી શકે. “રોજગારી અને નિમણૂકની બાબતો”માં રોજગારી સંબંધની રોજગારી અગાઉ અને તે પછીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે નિમણૂક, બઢતી, રજા, ગ્રેચ્યુઇટી, પેન્શન, નિવૃત્તિ, નોકરીનો અંત, વગેરે તમામ બાબતોનો સમાવેશ થાય છે. તકની સમાનતાના સિદ્ધાંતમાં સમાન કામ માટે - સમાન વેતનનો સમાવેશ થાય છે. 'રોજગારી સંબંધી બાબતો'માં પગાર, ઈજાફાઓ, રજાઓ, ગ્રેચ્યુઇટી તેમજ પેન્શનની શરતોનો સમાવેશ થાય છે. રાજ્ય હોદાની નિમણૂક માટે પસંદગી કે લાયકાત માટે ધોરણો પડી શકે છે. તે માટે અનુચ્છેદ 16થી કોઈ પ્રતિબંધ નથી. અનુચ્છેદ 16(1)થી જે ખાતરી અપાયેલ છે તે એ કે જેઓ રાજ્યની - સેવામાં જોડાય છે. તેમને તકની સમાનતાનો ઈન્કાર કરવામાં આવશે નહીં.
તકની સમાનતા
તકની સમાનતાનો સિદ્ધાંત એક જ રોજગારી (Same Employment) માં રહેલ વ્યક્તિઓ વચ્ચે જ હોઈ શકે છે. એક જ રોજગારી કે સેવામાં રહેલ જુદા જુદા ગ્રેડ ધરાવનાર વ્યક્તિઓને તકની સમાનતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી. દા.ત., વર્ગ 1ના આવકવેરા અધિકારીઓ આસિસ્ટન્ટ કમિશનરના હોદા માટે લાયક બનતા હોય, તો વર્ગ-2ના આવકવેરા અધિકારીઓ તે હોદા માટે લાયક ન બનતા હોય, તો તેમાં તકની સમાનતાનો ઈન્કાર રહેલો નથી. પરંતુ એક જ વર્ગના આવકવેરા અધિકારી (Same Class of 1. Tax Officers) વચ્ચે જો બઢતીનાં અલગ અલગ ધોરણો અપનાવવામાં આવે, તો તેમાં તકની સમાનતાનો ઈન્કાર રહેલો છે. સ્ટેટ ઑફ કેરાલા વિ. એન. એમ. થોમસ કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 16(1)થી તકની સમાનતાનો સિદ્ધાંત સ્થાપિત થતો હોવા છતાં, રાજ્ય વાજબી વર્ગીકરણ (Reasonable classification) કરી શકે. તેનાથી અનુચ્છેદ 16(1)નો ભંગ થતો નથી. રાજ્ય હેઠળની જાહેર રોજગારી અને નિમણૂકોની બાબતમાં ક્યાં કારણોસર નાગરિકો સામે ભેદભાવ કરી શકાય નહીં, તેની યાદી અનુચ્છેદ 16(2)માં આપવામાં આવેલ છે. આ કારણો છે : ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગ, કુળ, જન્મસ્થાન, નિવાસસ્થાન અથવા તેમાનું કોઈપણ એક કારણ સરકાર બઢતી માટે અલગ અલગ ધોરણો નક્કી કરી શકે છે, જેમ કે, ડિગ્રી હોલ્ડર, ડિપ્લોમા હોલ્ડર તેમજ સર્ટિફીકેટ હોલ્ડરનું વર્ગીકરણ કરી દરેક વર્ગ માટે બઢતીના અલગ નિયમો ઘડી શકે છે. સર્વોચ્ચ અદાલતે યુનિયન ઓફ ઇન્ડિયા વિ. બી. વેલુવનના કેસમાં ઠરાવેલ છે કે ઉમેદવારીની નિમણૂક માટે નિમાયેલ પસંદગી સમિતિ મર્યાદિત સમય માટે જ હોય છે. આ કેસમાં ખાલી જગ્યાઓ માટે જાહેરાત પ્રગટ થઈ હતી. પસંદગી સમિતિએ તે માટે ત્રણ ઉમેદવારીની પસંદગી કરી. તદ્ઉપરાંત પસંદગી સમિતિએ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પણ ઉમેદવારોની ભલામણ કરી. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે તે જાહેરાત વિરુદ્ધ હતું. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ કે આ રીતે ભલામણ કરાયેલ ઉમેદવારોને નિમણૂક મેળવવાનો હક્ક ઉત્પન્ન થતો નથી.
અપવાદો
અનુચ્છેદ 16(1)ને અનુચ્છેદ 10(2)ના સામાન્ય નિયમમાં અનુચ્છેદ 16(3)થી ઉત્પન્ન કરાયેલ છે. તે પ્રમાણે રાજય હેઠળની કોઈ સેવા માટે કોઈ નાગરિક માત્ર નિવાસસ્થાનના કારણસર અયોગ્ય ઠરશે નહીં કે તે કારણસર ભેદભાવ રખાશે નહીં. અનુચ્છેદ 16(3) પ્રમાણે આ નિયમની અપવાદ પૂરો પાડતી જોગવાઈ ઘડવાની સંસદને સત્તા અપાયેલ છે. આ સત્તાની રૂએ સંસદે Public Employment (Requirement as to Residence) Act, 1957 પસાર કરેલ છે.
અનુચ્છેદ 16(4)થી રાજ્યના મતે નાગરિકોના જે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ થયેલ ન હોય, તેમના માટે રાજ્ય સેવાઓમાં હોદાઓ ને નિમણૂકો માટે જગાઓ અનામત રાખવાની રાજ્યને સત્તા અપાયેલ છે. આ સત્તા ફક્ત પછાત વર્ગની તરફેણમાં વાપરી શકાય છે. નાગરિકોનો અમુક વર્ગ પછાત છે કે કેમ તે દરેક રાજયે વસ્તુલક્ષી પરિબળ (objective factor) પરથી નક્કી કરવાનું હોય છે. માંડલ કમિશન કેસમાં ઠરાવાયેલ છે કે અનામત (Reservation) ફક્ત સીધી ભારતમાં કરી શકાય. બઢતી(Promotion)માં આ નિયમ લાગુ પડતો નથી.
અનુચ્છેદ 16(5) થી વધુ એક અપવાદ ઉત્પન્ન કરાયો છે. કોઈ ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ અંગે હોદો ધરાવનાર અથવા વ્યવસ્થાપક સમિતિનો કોઈ સભ્ય અમુક ધર્મમાં માનનારો કે અમુક સંપ્રદાયનો હોવો જોઈએ. તેવી જોગવાઈવાળા કોઈ કાયદાના અમલને અનુચ્છેદ 16 સ્પર્શતો નથી. દા.ત., મુસ્લિમ વકફની બાબતમાં જો એવો નિષમ હોય કે સુન્ની મુસ્લિમ જ હોવો જોઈએ, તો આવો નિયમ અનુચ્છેદ 16 હેઠળ ગેરબંધારણીય નથી.
અનુચ્છેદ 19 હેઠળનાં સ્વાતંત્ર્યો
ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલી સાત પ્રકારની સ્વાતંત્ર્યની ખાતરીઓ અને તેની મર્યાદાઓ વિષે વિગતવાર જાણવું જરુરિ છે. જેનાથી અનુચ્છેદ 19 હેઠળ ભારતના નાગરિકને મળતા હક્કો તેમજ ભારતના બંધારણ હેઠળ વિવિધ પ્રકારની સ્વતંત્રતા તથા બંધારણના અનુચ્છેદ 19માં રક્ષિત મૂળભૂત સ્વતંત્રતાઓ ઉપર નિર્ણીત ચુકાદાઓ ચર્ચા કરીયે.
અનુચ્છેદ 19થી ભારતીય નાગરિકને છ સ્વાતંત્ર્યો (Freedom) આપવામાં આવેલ છે. મૂળ બંધારણથી અનુચ્છેદ 19 હેઠળ સાત સ્વાતંત્ર્યો આપવામાં આવેલ હતા. પરંતુ 44મા બંધારણીય સુધારાથી મિલક્ત સ્વાતંત્ર્યનો મૂળભૂત આધિકાર 1979ના વર્ષમાં રદ કરાયેલ છે. અનુચ્છેદ 19ને બે ભાગમાં વહેંચી શકાય. પ્રથમ ભાગમાં છ સ્વાતંત્ર્યની ઘોષણા કરવામાં આવેલ છે અને બીજા ભાગમાં દરેક સ્વાતંત્ર્ય પરના વાજબી નિયંત્રણો (Reasonable restrictions)ની જોગવાઈ કરવામાં આવેલ છે. આ છ સ્વાતંત્ર્યથી ભારતીય નાગરિકને અપાયેલ આ રાજકીય અધિકારો નથી, પરંતુ દીવાની અધિકારો (Civil rights) છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં આ અધિકારોને કુદરતી અથવા સ્વાભાવિક અધિકારો તરીકે ઓળખાવેલ છે. તેના શબ્દોમાં This article deals with those great and hasic rights which are recognised and guaranteed as the natural rights, inherent in the status of a citizen of a free country.
એ. કે. ગોપાલન વિ. સ્ટેટ ઓફ મદ્રાસના કેસમાં ઠરાવાયેલ છે કે કોઈપણ અંગત સ્વાતંત્ર્ય અનિયંત્રિત કે અંકુશ મુક્ત હોઈ શકે નહીં. બંધારણે સામાજિક હિતમાં અંગત સ્વાતંત્ર્યો પર કેટલાક વાજબી નિયંત્રણો મૂકેલા છે. જો નિયંત્રણો ન હોય, તો અરાજકતા અને અસલામતી સંભવી શકે છે. સલામતી, શાંતિ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા વિદેશી સંબંધો, નીતિમત્તાનાં કારણોસર રાજ્ય આવા નિયંત્રણો લાદી શકે. અનુચ્છેદ 19 માત્ર નાગરિકોને લાગુ પડે છે. દરેક વ્યક્તિને આ અનુચ્છેદ લાગુ પડતી નથી. પરમદત્ત વિ. યુનિયન ઑફ ઈન્ડિયા કેસમાં ઠરાવાયેલ છે કે કોઈ કાયદાથી મૂળભૂત અધિકારો છીનવી શકાય નહીં. તેના પર વાજબી નિયંત્રણો મૂકી શકાય. આ અનુચ્છેદનો લાભ માત્ર જીવંત માનવો (નાગરિકો)ને મળી શકે. કંપની કે નિગમ આ અનુચચ્છેદ હેઠળનાં સ્વાતંત્ર્યો ભોગવવા હક્કદાર નથી.
અનુચ્છેદ 19 હેઠળ ભારતના દરેક નાગરિકને નીચે મુજબનાં સ્વાતંત્ર્યો અપાયા છે :
એ) વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય
આ સ્વાતંત્ર્યમાં પુસ્તક પ્રકાશન, રેડિયો, ટી.વી. પ્રસારણ, સ્ટેજ થો, નૃત્ય, કાર્ટુન, કઠપુતળી, જાદુના ખેલો, કરાટે શો, જાહેર સભા અને સરઘસ કાઢવાના અધિકારનો સમાવેશ થાય છે. આ અનુચ્છેદ હેઠળ અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે અનુચ્છેદ 19(1)(એ)થી અપાયેલ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારના બહાને અનુચ્છેદ 21થી અપાયેલ મૂળભૂત અધિકારનો ભંગ કરી શકાતો નથી.અનુચ્છેદ 19 થી વાણી-અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બાંયધરી નાગરિકને અપાયેલ છે. તો અન્ય વ્યક્તિઓ કોઈ વક્તવ્ય સાંભળવા કે ન સાંભળવાનો અધિકાર ધરાવે છે. કોઈ વ્યક્તિને સાંભળવાની ફરજ પાડી શકાતી નથી.
વાજબી નિયંત્રણો
વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર રાજ્ય નીચેનાં કારણોસર વાજબી નિયંત્રણો મૂકી શકે :
(i) ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા
(ii) રાજ્યની સલામતી
(ii) વિદેશી રાજયો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો
(iv) જાહેર વ્યવસ્થા
(V) નીતિમત્તા
(vi) શિષ્ટતા
(vil) અદાલતનો તિરસ્કાર
(vili) બદનક્ષી
(ix) ગુનાની ઉશ્કેરણી
બંધારણમાં વાજબી નિયંત્રણની ક્યાંય વ્યાખ્યા આપવામાં આવેલ નથી. કોઈ નિયંત્રણ વાજબી છે કે કેમ તે દરેક કેસની હકીકતો અને સંજોગો પરથી નક્કી થાય છે તે માટે કોઈ સામાન્ય નિયમ હોઈ શકે નહીં. આ અધિકારનો ઉપભોગ કરવાના કોઈ નાગરિકના અધિકાર પર મુકાયેલ નિયંત્રણ મનસ્વી હોવું જોઈએ નહીં.
(બી) શાંતિથી અને શસ્ત્રો વિના એકત્ર થવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19(1)(બી) થી ભારતના દરેક નાગરિકને શાંતિથી અને શસ્ત્રો વિના એકત્ર થવાનું સ્વાતંત્ર્ય અપાયેલ છે. આ સ્વાતંત્ર્ય પર આ અનુચ્છેદથી જ બે મર્યાદાઓ મુકાયેલ છે. પ્રથમ તો એ કે શાંતિપૂર્વક એકત્ર થવું જોઈએ અને બીજી મર્યાદા એ કે શસ્ત્રો વિના એકત્ર થવું જોઈએ. આ સ્વાતંત્ર્યમાં સભાઓ યોજવાના અને સરઘસો કાઢવાના સ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે.
વાજબી નિયંત્રણો
આ સ્વાતંત્ર્ય પર (1) જાહેર વ્યવસ્થા. (ii) ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાના કારણસર વાજબી નિયંત્રણો મૂકી શકાય છે. જાહેર વ્યવસ્થાને ભયરૂપ હોય, ત્યારે આ સ્વાતંત્ર્ય પર નિયંત્રણ મૂકી શકાય. દા.ત.,1969માં અમદાવાદમાં ભયંકર કોમી રમખાણો થયા હતા. તે સમયની પરિસ્થિતિને અનુરૂપ મુસ્લિમોને તાજિયા સરઘસ તેમજ હિંદુઓને રથયાત્રા સરઘસ કાઢવાની પરવાનગી આપવામાં આવી ન હતી..
(સી) મંડળો-સંઘો રચવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19(1)(સી)થી ભારતના તમામ નાગરિકોને સંઘો કે મંડળો અથવા સહકારી મંડળીઓ રચવાનો મૂળભૂત અધિકાર અપાયેલો છે. આ સ્વાતંત્ર્ય હેઠળ આપણે ત્યાં રાજકીય પક્ષો, રમતગમત મંડળો, સાંસ્કૃતિક સંધો, ગરબી મંડળો, મહિલા મંડળો, કર્મચારી મંડળી, વગેરે અસ્તિત્વમાં આવ્યા છે. મંડળો રચવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે. આમ છતાં, કોઈ વ્યક્તિને કોઈ સ્વૈચ્છિક સંસ્થાનું સભ્યપદ મેળવવાનો મૂળભૂત અધિકાર નથી.
વાજબી નિયંત્રણો
આ સ્વાતંત્ર્ય પર નીચેનાં કારણોસર વાજબી નિયંત્રણો મૂકી શકાય : (1) ભારતનું સાર્વભોમત્વ અને અખંડિતતા (2) જાહેર વ્યવસ્થા અને (3) નીતિમત્તા. દા.ત., એક કેસમાં રેલવેએ પોતાની હદમાં સભા-સરઘસ યોજવા પર પ્રતિબંધ મુકેલ હતો. આ કેસમાં ઠરાવાયેલ કે રેલવેને પણ પોતાની મિલકતનું રક્ષણ કરવાનો અધિકાર હોવાથી આ પ્રકારનું નિયંત્રણ મૂકી શકે.
(ડી) ભારતના પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19(1) (ડી) થી ભારતના દરેક નાગરિકને ભારતીય પ્રદેશમાં મુક્તપણે હરવા-ફરવાના સ્વાતંત્ર્યની ખાતરી આપવામાં આવેલ છે. અહીં એક જ રાજ્ય (Same state)માં ગમે ત્યાં જવાની છૂટ નહીં, પરંતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગમે ત્યાં જવાની પણ છૂટ આપવામાં આવેલ છે.
વાજબી નિયંત્રણો
રાજ્ય કાયદો ઘડીને - (1) જાહેર જનતાના હિત (2) અનુસુચિત જાતિના હિતના રક્ષણ માટે આ સ્વાતંત્ર્ય પર નિયંત્રણો મૂકી શકે. દા.ત., મુંબઈ પોલીસ ધારાની ક. 56માં કોઈ વ્યક્તિને હદપાર કરવાની જોગવાઈ છે. એટલે કે રાજ્ય જાહેર જનતાના હિતમાં કોઈ વ્યક્તિને જિલ્લાની હદ બહાર જવાનો હુકમ કરી શકે.
(ઇ) ભારતના પ્રદેશના કોઈપણ આગમાં નિવાસ કરવાનું અને સ્થાપી થવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19(1)(ઈ)થી ભારતના દરેક નાગરિકને આ મૂળભૂત અધિકાર અપાયેલો છે. જેમ કે, ગુજરાતીઓ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર વગેરે રાજ્યોમાં વેપાર-ધંધા અર્થે સ્થાયી થયેલા છે. અનેક મહારાષ્ટ્રીયનો ગુજરાતમાં સ્થાયી થયા છે.
વાજબી નિયંત્રણો
રાજ્ય, કાયદો ઘડીને (1) સામાન્ય જનતાના હિત અને (2) અનુસૂચિત જનજાતિના હિતના રક્ષણ કાજે વાજબી નિયંત્રણો મૂકી શકે.
(એફ) ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર અથવા ધંધો કરવાનું સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19 (1)(જી)થી ભારતના દરેક નાગરિકને ભારતના પ્રદેશમાં પોતાની પસંદગી મુજબનો કોઈપણ વ્યવસાય, કામકાજ, ધંધો કે વેપાર કરવાનો મૂળભૂત અધિકાર અપાયેલ છે. કોઈ વેપાર, વ્યવસાય, કામકાજ કે ધંધો કરવા માટે રાજ્ય લાયકાતો નક્કી કરી શકે છે. જેમ કે, વકીલાત કરવા માટે કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. તબીબી વ્યવસાય કરવા માટે M.B.B.S. કે તેને સમકક્ષ કોઈ ઉપાપિ પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
વાજબી નિયંત્રણો
શહેર જનતાના હિતમાં રાયને આ મૂળભૂત અધિકાર પર વાજબી નિયંત્રણો મુકવાની સત્તા છે. જાહેર જનતાનું હિત એટલે ભારતના તમામ લોકોનું હિત એવો અર્થ થતો નથી. રાજ્યની માલિકી કે નિયંત્રણ હેઠળના નિગમ દ્વારા નાગરિકોને પૂર્ણતા કે અંશત: બાકાત રાખીને રાજ્ય દ્વારા કોઈ વેપાર, ધંધો કરવામાં આવે, તો તેનાથી આ મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી. એક કેસમાં જૈન પયૂર્ષણ દરમ્યાન કતલખાનાં બંધ રાખવા રાજયે હુકમ કરેલ હતો. તેની સામે ધંધો કરવાના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોવાનું જણાવી હુકમ રદ કરવા દાદ માંગવામાં આવી હતી. આ કેસમાં ઠરાવાયું કે આ નિયંત્રણ માત્ર 9 દિવસનું હોવાથી વાજબી હતું.
વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય
લોકશાહીની સફળતા માટે આ અધિકાર ખૂબ જ મહત્ત્વનો છે એમ કહેવાય છે કે લોકશાહીમાં માત્ર વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી હોતું. પરંતુ જનતાને રજૂઆત કરવાની તેમજ માહિતી મેળવવાનો હક હોય છે. જસ્ટીસ મેથ્યુના મત પ્રમાણે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર અનુચ્છેદ 19(1) (એ)થી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં પુસ્તક પ્રકાશન, રેડિયો, ટી.વી. પ્રસારણ, કાર્ટૂનકલા, ચિત્રકલા, સંગીત, નૃત્ય, કઠપૂતળી, જાદુના ખેલ, નાટક, જાહેર સભા અને સરઘસ કાઢવાના અધિકારનો સમાવેશ થાય છે. વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં અખબારી સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થાય છે. બેનેટ કોલમેન ઍન્ડ કું. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં ઠરાવાયેલ છે કે વાણી સ્વાતંત્ર્યમાં અખબારી સ્વાતંત્ર્યનો સમાવેશ થાય છે. કારણ કે અખબારો શિક્ષણનું કામ કરે છે.
યુનિયન ઑફ ઇન્ડિયા વિ. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 19(1)(એ) હેઠળ મતદારોને ચૂંટણીના ઉમેદવારોની લાયકાત, શિક્ષણ, મિલકત, ગુનાખોરીનો ઇતિહાસ વગેરે જાણવાનો હક્ક છે. અશોકકુમાર ટેડી વિ. ક્રિશ પર જહાન કેસમાં ઠરાવાયેલ છે કે આ અનુચ્છેદ હેઠળ દરેક નાગરિકને પોતાની પસંદગી પ્રમાણે જ્ઞાતિ બહાર લગ્ન કરવાના અધિકારનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીએ તેમાં સહેજેય દખલગીરી કરવી જોઈએ નહીં.
વાજબી નિયંત્રણો
અનુચ્છેદ 19 (2) ઠરાવે છે કે રાજ્ય નીચેનાં કારણોસર આ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો મૂકી શકે
(1) ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા
(ii) રાજ્યની સલામતી
(ii) વિદેશી રાજયો સાથે મૈત્રીપૂર્ણ સંબંધી
(iv) જાહેર વ્યવસ્થા
(v) નીતિમત્તા
(vi) શિષ્ટતા
(vil) અદાલતનો તિરસ્કાર
(viii) બદનક્ષી
(ix) ગુનાની ઉશ્કેરણી,
બંધારણમાં વાજબી નિયંત્રણોની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. કોઈ નિયંત્રણ વાજબી છે કે કેમ તે દરેક કેસની હકીકતો અને સંજોગો પર આધાર રાખે છે. નાગરિકના આ સ્વાતંત્ર્ય પર મૂકાયેલ નિયંત્રણ મનસ્વી હોવું જોઈએ નહીં. જે હેતુ કે કારણ સિદ્ધ કરવા માટે નિયંત્રણ મૂકાયેલ હોય તે હેતુ અથવા કારણ અને નાગરિકના આ સ્વાતંત્ર્ય વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. દા.ત., જાહેર વ્યવસ્થા અને નિયંત્રણ વચ્ચે સીધો સંબંધ હોવો જોઈએ. જો નિયંત્રણ કાલ્પનિક અથવા જાહેર વ્યવસ્થા સાથે ખૂબ દૂરનો સંબંધ ધરાવતું હોય, તો તેને વાજબી નિયંત્રણ લેખી શકાય નહીં. ભાજપના એક અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જરાવંતસિંગે ઝીણા પર એક પુસ્તક લખેલ હતું. આ પુસ્તકને ગુજરાત સરકારે રાજ્યની સલામતીના કારણસર પ્રતિબંધિત કરતું જાહેરનામું પ્રગટ કરેલ હતું. તેની સામે ગુજરાત લોક આંદોલનના અગ્રણીઓ પ્રકાશભાઈ શાહ અને મનિષી જાનીએ ગુજરાત સરકારના આ પ્રતિબંધને 2009ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ પ્રતિબંધ ગેરવાજબી જાહેર કરી રદ કરેલ હતો. કારણ કે આ પુસ્તકને રાજ્યની સલામતી સાથે કોઈ સીધો સંબંધ ન હતો.
શિષ્ટતા અથવા નૈતિકતાના કારણસર આ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણ મૂકી શકાય. જેમકેCinematograph Act, 1952 માં ફિલ્મ સેન્સર કરવાની જોગવાઈ છે. ઈ. એમ. નામ્બૂદીપ્રસાદ કેસમાં અદાલતી તિરસ્કાર બદ્દલ આરોપીને દોષિત કરાવેલ. બેનેટ કોલમેન ઍન્ડ કું. વિ. યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સર્વોચ્ચ અદાલતે કરાવેલ છે કે સંસદ અખબાર પર કર લાદવા મુક્ત છે. પરંતુ અખબારો સરકારી કરને આધીન બનવાથી તે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવતું નથી. પરંતુ કર લાદવાની સત્તાના બહાને જો અખબારી સ્વાતંત્ર્ય પર આક્રમણ કરાયેલ હોય, તો તે ગેરબંધારણીય છે. ઈન્દિરા ગાંધી શાસન કાળમાં કટોકટી સમય દરમ્યાન સરકારની ટીકા કરવા બદલ ગુજરાતી પાલિક "ભૂમિપુત્ર" સરકારે સીલ કરી દીધું હતું. સરકારના આ નિર્ણપને હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં, ગુજરાત સરકારનો નિર્ણય રદ કરાયેલ હતો.
કેશવાનંદ ભારથી કેસમાં ઠરાવાયા મુજબ, મૂળભૂત અધિકારો મૂળભૂત માળખા (Basic structure)નો ભાગ છે. તેમાં ફેરફાર કરી શકાય. પરંતુ અનુચ્છેદ 368 પ્રક્રિયા હાથ ધરી તેમાં ઘટાડો કરી શકાતો નથી કે તે રદ કરી શકાય નહીં.
વેપાર સ્વાતંત્ર્ય
અનુચ્છેદ 19(1)(જી)થી ભારતના તમામ નાગરિકોને ગમે તે વ્યવસાય, કામકાજ, ધંધો કે વેપાર કરવાનું સ્વાતંત્ર્ય અપાયેલ છે. કોઈ વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવા માટે રાજ્ય લાયકાત ધોરણો નિયત કરી શકે છે. તે જ રીતે, રાજ્યની માલિકી કે નિયંત્રણ હેઠળના નિગમ દ્વારા નાગરિકોને પૂર્ણતઃ કે અંશતઃ બાકાત રાખીને રાજય દ્વારા કોઈ વેપાર, ધંધો, ઉદ્યોગ કે સેવા કરવામાં આવે તો તેનાથી નાગરિકના આ મૂળભૂત અધિકારનો ભંગ થતો નથી.
આ અનુચ્છેદથી દરેક ભારતીય નાગરિકને કોઈપણ વૈપાર, વ્યવસાય, ધંધો કે કામકાજ કરવા સ્વાતંત્ર્ય અપાયેલ છે. આ અનુચ્છેદથી કોઈ નાગરિક પર કોઈ ફરજ લાદવામાં આવેલ નથી. તેથી આ સ્વાતંત્ર્યમાં વૈપાર ધંધા ન કરવાના સ્વાતંત્ર્યનો પણ સમાવેશ થાય છે. વળી એક વખત વેપાર, ધંધો શરૂ કર્યા બાદ તે છોડી દેવાના હક્કનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમજ આ અનુચ્છેદ હેઠળ તેને ધંધો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાના અધિકારનો પણ તેમાં સમાવેશ થાય છે. તેમજ નાગરિકને ધંધાનું વિભાજન કરવાનો પણ અધિકાર છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે અનુચ્છેદ 19(1)(જી) હેઠળનો આ મૂળભૂત અધિકાર રાજ્ય સામેનો છે. નાગરિકોના પરસ્પરના અધિકારો સાથે તેને કાંઈ નિસ્બત નથી. ઉન્ની ક્રિશ્નન કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે શિક્ષણ વેપાર, વ્યવસાય કે ધંધો નથી, તે પ્રવૃત્તિ છે.
સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે શિક્ષણ સંસ્થાની સ્થાપના, તેના વહીવટનો અધિકાર, અનુચ્છેદ 19(1)(જી) અને અનુચ્છેદ 26 હેઠળ મૂળભૂત અધિકાર છે. આ અધિકાર સંસ્થાની માન્યતા કે જોડાણ મેળવવાના અધિકાર કરતા અલગ છે. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ છે કે શાળા-કોલેજોમાં મેનેજમેન્ટ, સરકાર અને યુનિ.ના નિયમોને આધીન, શિક્ષકોની પસંદગી કરવાની સ્વાયત્તતા ધરાવે છે. કેપીટેશન ફ્રી લેવાવી જોઈએ નહીં અને ફી નું માળખું તાર્કિક હોવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે પી. એ. ઈનામદાર વિ. સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર કેસમાં ઠરાવેલ છે કે સખાવત કે નફા માટે શિક્ષણ સંસ્થા સ્થાપવાનો લઘુમતીઓને અનુચ્છેદ 30 હેઠળ તેમજ તમામ નાગરિકોને અનુચ્છેદ 19(1)(જી) હેઠળ મૂળભૂત અધિકાર છે. ફિલ્મ બનાવવાનો અને તે પ્રદર્શિત કરવાનો આ મૂળભૂત અધિકાર છે. આ અનુચ્છેદ હેઠળ માત્ર વેપારી સ્વરૂપની પ્રવૃત્તિઓને. મૂળભૂત અધિકાર હેઠળ આવરી લેવામાં આવેલ છે. જાહેર રસ્તાઓ પર વાહનો, બસો, રિક્ષાઓ ચલાવવાને ધંધાકીય પ્રવૃત્તિ લેખવામાં આવેલ છે. સમાજ જેને અનૈતિક ગણે છે. તેવી પ્રવૃત્તિઓને આ અનુચ્છેદ હેઠળનું રક્ષણ મળી શકતું નથી.
વાજબી નિયંત્રણો
અનુચ્છેદ 19(6) પ્રમાણે જાહેર જનતાના હિતમાં આ મૂળભૂત અધિકાર પર વાજબી નિયંત્રણો લાદવાની રાજ્યને સત્તા છે. જાહેર જનતાનું હિત એટલે દેશના તમામ લોકોનું હિત એવો અર્થ થતો નથી. અમુક વ્યક્તિઓના સંદર્ભે પણ વાજબી નિયંત્રણ મૂકી શકાય. દા.ત., દારૂનો ધંધો કરવાનો મૂળભૂત અધિકાર નથી. આ અનુચ્છેદ હેઠળ કોઈ વ્યક્તિને ગમે ત્યાં ધંધો કરવાનો મૂળભૂત અધિકાર નથી. દા.ત., વેશ્યાગમનનો ધંધો જાહેર રહેણાંક વિસ્તારમાં કરવા પર પ્રતિબંધ છે. અહમદ વિ. મ્યુ. બોર્ડ કેસમાં પેટા કાયદાથી બોર્ડ નક્કી કરે તે સ્થળે કોઈપણ વ્યક્તિ શાકભાજીનો ધંધો કરી શકે તેવી જોગવાઈ હતી. પરંતુ બોર્ડે એક જ વ્યક્તિને શાકભાજી ધંધો કરવાનો ઈજારો મંજૂર કર્યો. તેનાથી અન્ય વ્યક્તિઓના આ મૂળભૂત અધિકાર પર અસર થતી હતી. સર્વોચ્ચ અદાલતે આ ઈજારો નામંજૂર કર્યો હતો. ગુજરાત સહકારી મંડળીઓનો ધારો, 1963માં ક. 51(2), ક. 74A, ક. 160(3) અને (4), અનુચ્છેદ 19(1)(જી)ના ભંગકર્તા હોવાથી સત્તાબાહ્ય (Ultra vires) ઠરાવાયેલ છે.
કોઈપણ વેપાર, વ્યવસાય કરવા માટે રાજ્ય વ્યાવસાયિક કે ટેકનિકલ લાયકાત ધોરણો નક્કી કરી શકે. જેમ કે વકીલાત કરવા માટે કાયદા સ્નાતક થવું જરૂરી છે. તબીબી વ્યવસાય કરવા માટે નિયત લાયકાત પૂરી કરવાનું આવશ્યક છે. ઋષિકેશ શહેરી વિસ્તારમાં ઈંડાં અને માંસ વેચવા પર પેટા નિયમથી પ્રતિબંધ મૂકાયેલ હતો. આ પેટા નિયમની બંધારણીયતા વિશે સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે આ નિયંત્રણ વાજબી છે કે કેમ તે જે તે શહેર સુધરાઈની ધાર્મિક અને સાંસ્કૃતિક ભૂમિકામાં તપાસવું જોઈએ. ઋષિકેશ ધાર્મિક સ્થળ છે. વર્ષે લાખો પ્રવાસીઓ ત્યાં આવે છે. તે તેમની આવકનું મુખ્ય સાધન છે. આ તમામ વિગતો ધ્યાનમાં રાખી શહેર સુધરાઈ વિસ્તારમાં ઈંડાં અને માંસ વેચવા પર પ્રતિબંધ વાજબી ઠરાવાયો હતો.
એક કેસમાં Bombay Animal Preservation Act, 1954 ક. 5 બંધારણ અનુચ્છેદ 19(1) (જી)નો ભંગ થતો હોવાથી તેને ગેરકાનૂની ઠરાવવા રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે આ કલમથી ગૌહત્યા પર પ્રતિબંધ મૂકાયેલ હતો. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે આ નિયંત્રણ જાહેર હિતમાં મૂકાયેલ છે અને તે વાજબી છે.
આરોપી (ધરપકડ કરાયેલ વ્યક્તિ)ને મળતા અધિકારો (રક્ષણો)
ગુનાનો આરોપ મૂકાયેલ વ્યક્તિઓને બંધારણના અનુચ્છેદ 20થી 22 થી કેટલાંક રક્ષણો આપવામાં આવેલ છે. અનુચ્છેદ 20થી અપાયેલ ત્રણ રક્ષણો નીચે મુજબ ત્રણ ભાગોમાં વહેંચી શકાય.
- પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ,
- એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા માટે રક્ષણ,
- સ્વદીપ રોપણ સામે રક્ષણ.
હવે દરેક વિશે આપણે થોડી વિગત જોઈએ.
1. પશ્ચાદવર્તી કાયદાઓ સામે રક્ષણ
કોઈ કૃત્ય બન્યા બાદ કોઈ કાયદો ઘડાય અને આવા કાયદા હેઠળ તે કૃત્યને ગુનાહિત જાહેર કરી તેના માટે સત્ત નિયત કરાય, તો આવો કાયદો પશ્વlદવર્તી (Retrospective) કાયદો છે. જે કૃત્ય ગુનાહિત હોય તે કૃત્ય કરતી વખતે જે કાયદો અમલમાં હોય તે કાયદા હેઠળ જ તે કૃત્ય બદલ ગુનેગારને સજા કરી શકાય છે. કૃત્ય બનવાના સમયે તે કૃત્ય નિર્દોષ હોય (એટલે કે ગુનાહિત ન હોય) અને ત્યારબાદ પડાયેલ કાયદા હેઠળ તેને પશ્વાદવર્તી આપી તેને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો કૃત્ય કરતી વખતે પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કરેલ હોય, તો જ તેને દોષિત કરાવી શકાય. પ્રવર્તમાન કાયદાનો કોઈ વ્યક્તિએ ભંગ કર્યો ત્યારે કહેવાય કે જયારે તે વ્યક્તિએ કોઈ શિલાપાત્ર કૃત્ય કરેલ હોય. કૃત્ય થઈ ગયા પછી પડાયેલ કાયદાથી આવો કૃત્યને પશ્વાદવર્તી અસરથી ગુનાહિત કૃત્ય જાહેર કરાયું તો તેનાથી આ અનુચ્છેદનો ભંગ થાય છે.
આનો સીધો અર્થ એ થાય કે કોઈ વ્યક્તિને ગુના માટે દોષિત ત્યારે જ ઠરાવી શકાય કે જયારે તેણે કરેલ કૃત્યના સમયે પ્રવર્તમાન કાયદા પ્રમાણે તે કૃત્ય ગુનો બનતું હોય. જો કૃત્ય કર્યાના સમયે પ્રવર્તમાન કાયદા હેઠળ તે કૃત્ય ગુનાહિત ન હોય, તો પાછળથી કરાયેલ કાયદાથી તેને પશ્ચાદવર્તી અસરથી તે કૃત્યને ગુનાહિત જાહેર કરી શકાય નહીં. આ સિદ્ધાંત વધુમાં એમ કહે છે કે કોઈ વ્યક્તિને ગુનો કરતી વખતે પ્રવર્તમાન કાયદાથી કરી શકાઈ હોત તેનાથી વધુ સજા કરી શકાય નહીં. એટલે કે ગુનો થયાના સમયે અમલમાં હોય તે કાયદા હેઠળ નક્કી થયેલ શિક્ષા જ ગુનેગારને કરી શકાય. પશ્ચાદવર્તી કાયદાથી તેને વધારે સજા કરી શકાય નહીં.
2. એક જ ગુના માટે એકથી વધારે વખત કામ ચલાવવા સામે રક્ષણ
અનુચ્છેદ 20(2) હેઠળ એવા મૂળભૂત અધિકારની ખાતરી અપાયેલ છે કે એક જ ગુના માટે (For the same offence) એક જ વ્યક્તિ પર એકથી વધારે વખત કામ ચલાવી શકાય નહીં. યોગ્ય હકૂમત ધરાવતી અદાલતે કોઈ વ્યક્તિને કોઈ એક ગુના બદલ દોષિત કરાવી શિક્ષા કરેલ હોય, તો તે વ્યક્તિ સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી તેને દોષિત ઠરાવી શિક્ષા કરી શકાતી નથી.
કોઈ વ્યક્તિને એક જ ગુના સબબ બે વખત ભયમાં મૂકવા સામે રક્ષણ આપતા આ સિદ્ધાંતને અંગ્રેજીમાં Doctrine of Protection against Double Jeopardy તરીકે ઓળખવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં કોમન લો અને અમેરિકાનાં બંધારણમાં પણ આ સિદ્ધાંત સ્વીકારાયો છે. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે વાદગ્રસ્ત ગુનાઓ એક જ અથવા તમામ બાબતોમાં એકસરખા હોવા જોઈએ. જ્યારે જુદાંજુદાં તત્વોના બે અલગ ગુનાઓ હોય. ત્યારે તેને એક જ ગુનો (Same offence) ગણી શકાય નહીં. આ સિદ્ધાંતનો બચાવ લઈ શકાય તે માટે એ જરૂરી છે કે કોઈ એક વ્યક્તિ પર કામ ચલાવવામાં (Prosecution) આવેલ હોવું જોઈએ અને તેને શિક્ષા થયેલ હોવી જોઈએ. જ્યારે ફક્ત કામ ચલાવવામાં આવેલ હોય, પરંતુ શિક્ષા થયેલ ન હોય, ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ સામે કામ ચલાવવામાં આવેલ હોય અને તેને જો નિર્દોષ છોડી મૂકાયેલ હોય, તો તેની સામે તે જ ગુનાસર ફરીવાર કામ ચલાવી શકાય છે. આવા સમયે આ અનુચ્છેદ નો પ્રતિબંધ લાગુ પડતો નથી. આ અનુચચ્છેદ હેઠળનો પ્રતિબંધ લાગુ પાડી શકાય તે માટે એ જરૂરી છે કે,
- કોઈ વ્યક્તિ સામે ગુનાનો આરોપ મૂકાયેલ હોવો જોઈએ, –
- તેની સામે કોઈ અદાલત કે જયુડિશિયલ ટ્રિબ્યુનલ સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ. ફક્ત તપાસ (inquiry) સ્વરૂપની કામગીરી હોય, તો કામ ચલાવાયું (Prosecution) હોવાનું કહી ન શકાય,
- તેને દોષિત ઠરાવી શિક્ષા થયેલ હોવી જોઈએ.
જ્યારે કોઈની સામે એક વખત કોઈ એક ગુના બદલ કામ ચલાવાયું હોય અને તેમાં તેને શિક્ષા કરાયેલ હોય, પરંતુ બીજા વખત અન્ય કોઈ ગુનાસર તેની સામે કામ ચલાવવામાં આવે. તો આ પ્રતિબંધ લાગુ પડતો નથી. તે જ રીતે, સક્ષમ હકૂમત ધરાવતી અદાલત (Court of Competent Jurisdiction) સમક્ષ કામ ચલાવાયું હોવું જોઈએ અને આવી અદાલતે ગુના બદલ આરોપીને દોષિત ઠરાવી શિક્ષા કરેલ હોવી જોઈએ. જો સક્ષમ હકૂમત ન ધરાવતી અદાલતે શિક્ષા કરેલ હોય, તો આવા ગુનેગાર સામે ફરીથી તે જ ગુના બદલ ફરીથી કામ ચલાવી શકાય છે. અનુચ્છેદ 20(2) મુજબ, એક વ્યક્તિ સામે એક ગુના સતત કામ ચલાવી તેને શિક્ષા કરેલ હોય, તો ફરીથી તે જ ગુનાસર તેની સામે કામ ચલાવી તેને શિક્ષા કરી શકાતી નથી. ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973, ક. 300(1) પણ જણાવે છે કે તે જ હકીકતોના કારણસર આરોપી સામે બીજા કોઈ ગુના હેઠળ કામ ચલાવીને તેને શિક્ષા કરી શકાતી નથી.
3. સ્વદોષારોપણ સામે પ્રતિબંધ
અનુચ્છેદ 20(3) એમ જાહેર કરે છે કે જેના પર ગુનાનો આરોપ મૂકાયેલ હોય, તેને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવાની ફરજ પાડી શકાતી નથી. આને સ્વદોષારોપણ સામે પ્રતિબંધના સિદ્ધાંત (Doctrine against self- incrimination) તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાનાં બંધારણમાં પણ એમ જોગવાઈ છે કે “No person shall be compelled in any criminal case to be a witness against himself".દિલ્હી જ્યુડીસિયલ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં આરોપીને મળતો આ અધિકાર નીચેનાં ઘટક તત્ત્વો ધરાવતો હોવાનું જણાવવામાં આવેલ છે.
- જેના પર કોઈ ગુનાનો આરોપ મૂકાયેલ હોય તે વ્યક્તિને લગતો આ અધિકાર છે.
- સાક્ષી થવા માટે કરવામાં આવતા દબાણ સામે રક્ષણનો આ અધિકાર છે.
- આવું દબાણ તેને પોતાની જાત વિરુદ્ધ પુરાવો આપવાને લગતું હોવું જોઈએ.
ભારતીય વિધિશાસ્ત્ર નિયમ પ્રમાણે આરોપીનો ગુનો નિઃશંક પુરવાર ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ હોવાનું અનુમાન કરવામાં આવે છે. ફરિયાદ પક્ષે આરોપીનો ગુનો નિઃશંકપણે પુરવાર કરવાનો હોય છે. આરોપીને તેની ઇચ્છા વિરુદ્ધ કોઈ નિવેદન આપવા ફરજ પાડી શકાતી નથી. આ વિશેષાધિકાર, જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેને જ મળી શકે છે. તે માટે એ જરૂરી નથી કે ઈન્સાફી કાર્યવાહી (Trial) શરૂ થયેલી હોવી જોઈએ. જેના પર અદાલત તિરસ્કારના ગુનાનું તહોમત હોય, તે આ અર્થમાં ગુનેગાર નથી. જ્યારે શક પરથી પોલીસ કોઈની પૂછપરાક કરે ત્યારે તે આ અર્થમાં આરોપી છે. જેના પર ગુનાનું તહોમત મૂકાયેલ હોય તેવી વ્યક્તિમાં શકમંદ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. આમ, અનુચ્છેદ 20(3) હેઠળનું રક્ષણ પોલીસ પૂછપરછને પણ લાગુ પડે છે. જેના પર ગુનાનું તહોમત મુકાવેલ હોય તે વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા થતા દબાણ સામે મળતું આ રક્ષણ છે. સાક્ષી થવું એટલે આરોપી તરફથી અદાલતમાં કે તેની બહાર મૌખિક કે લેખિત નિવેદન કરવું. 'સાક્ષી થવું” અને “પુરાવો રજૂ કરવો' બંને વચ્ચે તફાવત છે. તેથી અંગુઠાની છાપ લેવામાં આવે તો આ અર્થમાં તે નિવેદન નથી અને આ રક્ષણ તેવા પ્રસંગે મળી શકતું નથી.
આ રક્ષણ આરોપીને તેની વિરુદ્ધ પુરાવો આપવા સામેના દબાણ સામે મળે છે. જો આરોપી સ્વેચ્છાએ ગુનાની કબુલાત (Confession) કરે, તો આ રહગ્નનો લાભ મળતો નથી. આ રક્ષણનો લાભ મળવા માટે એમ બતાવવું જોઈએ કે પોતાની વિરુદ્ધ સાથી બનવાની આરોપીને ફરજ પાડવામાં આવી હતી. જો પોલીસે ઘણા કલાકો સુધી આરોપીની પૂછપરછ કરીને તેની પાસેથી તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, અથવા આરોપીને હેરાન કરી, ધાકધમકી કે લાલચ આપીને તેની વિરુદ્ધનું નિવેદન મેળવેલ હોય, તો અનુચ્છેદ 20(3)નો લાભ મળી શકે છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે આરોપીના આંગળાની છાપ કે હસ્તાક્ષર લેવામાં આવે, તો આરોપીનો અનુચ્છેદ 20(3) હેઠળ અપાયેલ સ્વાતંત્ર્યનો ભંગ થતો નથી.
જીવન અને વૈયક્તિક સ્વાતંત્ર્ય (અનુચ્છેદ 21)
બંધારણ અનુચ્છેદ 21થી દરેક વ્યક્તિને જીવન અને અંગત સ્વાતંત્ર્યના રક્ષણ (Protection of life and personal liberty)ની ખાતરી અપાયેલ છે. અમેરિકન બંધારણમાં પણ જોગવાઈ કરાયેલ છે કે “No person shall be deprived of his life, liberty or property without due process of law" અનુચ્છેદ 21 જણાવે છે કે જયારે કોઈ વ્યક્તિને તેના જીવન કે અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરવાની હોય, ત્યારે રાજયે કાયદાથી સ્થાપિત કાર્યવાહી (Procedure established by law) અનુસરવી જ જોઈએ.
બંધારણમાં જીવન કે અંગત સ્વાતંત્ર્યની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. એક કેસમાં ઠરાવાયેલ છે કે જે
કોઈ કૃત્યથી વ્યક્તિના શરીરના અંગ કે તેની કાર્યનિપુન્નતા સાથે દખલ થતી હોય કે તેને નુકસાન થતું હોય અને આવી દખલ કે નુકસાન કાયમી હોય કે કામચલાઉ, તો પણ અનુચ્છેદ 21 હેઠળ તેનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ
અદાલતે ઠરાવેલ છે કે “આ દેશમાં દરેક વ્યક્તિને સોસંરહિત માનવીય ગૌરવ સાથે રહેવાનો મૂળભૂત અધિકાર છે. અનુચ્છેદ 21માં ખાતરી અપાયેલ આ અધિકારનું સ્રોત અનુચ્છેદ 39(ઈ), (એફ) તેમજ અનુચ્છેદો 41 અને 42માં જેવા મળે છે. તેમાં સ્ત્રી અને પુરુષ કામદારોનાં આરોગ્યનું રક્ષણ, કુમળા બાળકોનું શોષણ વિરુદ્ધ રક્ષણ, તેમજ તંદુરસ્ત વિકાસ માટે બાળકને તકો, સવલતો, શૈક્ષણિક સવલતો, કામ અને પ્રકૃતિ રાહતની શરતીનો સમાવેશ થાય છે. કોઈપણ વ્યક્તિ ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટેની આ લઘુત્તમ જરૂરિયાતો છે. આ મૂળભૂત જરૂરિયાતોના લાભથી કોઈ વ્યક્તિ વંચિત થાય તેવું કોઈ કૃત્ય કરવાનો રાજયને અધિકાર નથી.” એક કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે પહાડી કે ટેકરી વિસ્તારના લોકોને સારા રસ્તાના અધિકારનો સમાવેશ પણ આ અધિકારમાં થાય છે. અન્ય એક કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 21 હેઠળ જીવન જીવવાના અધિકારમાં સારા નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. ઉન્ની ક્રિશ્રન કેસમાં સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 21 હેઠળ શિક્ષણ અધિકારનો સમાવેશ થતો હોવાનું ઠરાવેલ છે. અનુચ્છેદ 21ના કાર્યક્ષેત્રમાં ગુપ્તતાના અધિકાર(Right to privacy) નો પણ સમાવેશ થાય છે. એક કેસમાં ઠરાવાયેલ છે કે કોઈપણ બીમાર પિતાને પોતાના કોઈ અંગનું દાન કરે, તો તેનાથી પત્નીના અંગત સ્વાતંત્ર્યનો ભંગ થતો નથી. સ્ટેટ ઑફ મહારાષ્ટ્ર વિ. પ્રભાકર પાંડુરંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે આ અધિકારમાં પુસ્તક લખી તેનું પ્રકાશન કરવાના અધિકારનો પણ સમાવેશ થાય છે. અનુચ્છેદ 21 હેઠળ કુટુંબના સભ્યો તેમજ મિત્રો સાથે મળવાના અને વકીલ સાથે મુલાકાતના અધિકારનો પણ સમાવેશ થાય છે.
શાયરાબાનો વિ. યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં મુસ્લિમ કાયદા હેઠળની ત્રીપલ તલાક પ્રથા અનુચ્છેદ 14 હેઠળ સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરનાર હોવા ઉપરાંત, સ્ત્રીઓનાં ગૌરવને હાનિકારક હોવાથી અનુચ્છેદ 21 હેઠળ વ્યર્થ (void) જાહેર કરાયેલ છે. એક કેસમાં ઠરાવાયેલ છે કે આરોપીને એક વખત આગોતરા જામીન મંજૂર કર્યા બાદ તેને પરત કરીને નીચેની અદાલત સમક્ષ જામીન અરજી કરવા ફરજ પાડી શકાતી નથી. તેનાથી આરોપીના અંગત સ્વાતંત્ર્યનો ભંગ થાય છે.
કાયદાથી સ્થાપિત કાર્યવાહી
આનો અર્થ એ થાય છે કે રાજયે ઘડેલ કાયદાથી નિયત કરાયેલ કાર્યવાહી અનુસર્યા સિવાય કોઈ વ્યક્તિનું જીવન કે અંગત સ્વાતંત્ર્ય છીનવી શકાતું નથી. રાજપે ઘડેલ કાયદો એટલે સંસદ કે રાજય વિધાનસભાએ ઘડેલ કાયદો. આ અનુચ્છેદ હેઠળ નિગમને મળેલ સત્તા હેઠળ ઘડેલ નિયમોનો પણ સમાવેશ થાય છે. મેનકા ગાંધી કેસમાં ઠરાવાયેલ છે કે “કાયદાથી સ્થાપિત કાર્યવાહી" માં કાયદો એટલે યોગ્ય, ન્યાયી અને વાજબી કાયદો. આ અનુચ્છેદલાગુ પાડવા માટે -
- જીવન કે અંગત સ્વાતંત્ર્ય સાથે દખલ કરતો કાયદો હોવો જોઈએ.
- તે કાયદો રાજયે પસાર કરેલ હોવો જોઈએ, અને
- કાયદાએ નિયત કરેલ કાર્યવાહી અનુસરવામાં આવેલ હોવી જોઈએ નહીં.
હુસેનઆરા ખાતૂનના કેસમાં ઝડપી ઇન્સાફી કાર્યવાહી અનુચ્છેદ 21ના દાયરામાં આવતી હોવાનું ઠરાવાયેલ છે. અનુચ્છેદ 21 હેઠળ જીવનના અધિકારમાં સ્વચ્છ હવા-પાણી મેળવવાના અધિકારનો પણ સમાવેશ થાય છે. અનુચ્છેદ 21ના ભંગ બદલ નાણાકીય વળતર મેળવવાનો અધિકાર માન્ય રખાયેલ છે. ડી. કે. બસુ વિ. સ્ટેટ ઑફ વેસ્ટ બેંગાલ કેસમાં ઠરાવાયેલ છે કે પોલીસ હવાલાત (Custody) માં અત્યાચાર, બળાત્કાર, મૃત્યુથી અનુચ્છેદ 21નો ભંગ થાય છે. તેનાથી માનવ અધિકારનો ભંગ થાય છે અને કાયદા શાસન (Rule of law) ના મૂળમાં તે ઘા કરે છે. અત્યાચાર માત્ર શારીરિક હોતો નથી. હવાલાત મૃત્યુ (Custodial death) કાયદા શાસનમાં સૌથી ખરાબ ગુનો છે. અનુચ્છેદ 21માં ગૌરવપૂર્વક જીવન જીવવાના અધિકારનો સમાવેશ થાય છે. કેદીઓને તેનો ઈન્કાર કરી શકાય નહીં. પોલીસ અત્યાચાર અટકાવવા આ કેસમાં 11 માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કરાયા છે.
ઝાહિરા સેખ વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસ બેસ્ટ બેકરી કેસ તરીકે જાણીતી છે. વડોદરાની આ બકરીમાં તા. 1-3-2002ના રોજ શત્રે 8-30થી સવારના 11-30 કલાક સુધી એક ટોળાએ આગ લગાડી હતી. તેમાં 14 જીવતા માણસો બળી મુઆ હતા. આ કેસની સુનાવણીમાં કુલ 74 સાક્ષીઓમાંથી 34 જેટલા સાક્ષી ઓ ફરી ગયા હતા. આ બનાવ સંદર્ભ 28 આરોપીઓ પકડાયા હતા. વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટે આ તમામ આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો. આ કેશના અરજદારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ હાજર થઈ પોતાને રાજકારણીઓ તરફથી આરોપીઓ વિરુદ્ધ જુબાની ન આપવા ધમકીઓ મળેલ હોવાની રજૂઆત કરી હતી. આ કેસમાં પોલીસ તંત્ર તેમજ પબ્લિક પ્રોસીક્યુટર આરોપીઓની તરફેણ કરેલ હોવાની રજૂઆત પણ થઈ હતી. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવેલ કે જો રાજયતંત્ર લોકોના જીવન, સ્વાતંત્ર્ય અને મિલકતનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય, અને તેની તપાસ આરોપીઓને મદદ કરવા માટે થાય, ત્યારે પીડિતોને અન્યાય થતો અટકાવવા માટે સર્વોચ્ચ અદાલતે દરમ્યાનગીરી કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે પોલીસ તપાસ નિષ્પક્ષ કરાઈ ન હતી, જવાબદાર વ્યક્તિઓને પકડવામાં આવી ન હતી અને પબ્લિક પ્રોસિક્યુટરે બચાવ પક્ષના વકીલ તરીકે વર્તન કરેલ હતું. સાથીઓને ધમકી આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે આ કાર્યવાહીને ન્યાય પ્રક્રિયાના ફારસરૂપ ગણાવી હતી. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારની બેદરકારીની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે આ કેસની ફેરઇન્સાફી કાર્યવાહી (Retrial) ગુજરાત રાજ્ય બહાર યોજવા હુકમ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે એક કેસમાં વિદેશીઓ અનુચ્છેદ 21 હેઠળ જીવન અને સ્વાતંત્ર્યનો અધિકાર ભોગવવા હક્કદાર હોવાનું ઠરાવેલ છે. સર્વોચ્ય અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે જીવનમાં માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાના અધિકારનો સમાવેશ થતી નથી. તેમાં જીવનના તમામ પાસાઓનો સમાવેશ થાય છે કે જે જીવનને અર્થપૂર્ણ, સંપૂર્ણ અને જીવવાલાયક બનાવે. જીવન એટલે ગૌરવપૂર્વક જીવન જીવવાની અધિકાર, આરોગ્ય, સ્વચ્છ અને સલામત પર્યાવરણ તેમજ અવાજ પ્રદૂષણ સામે રક્ષણના અધિકાર, એક કેસમાં ઠરાવાયેલ છે કે જો કોઈ સ્ત્રીને તેની સામે કોઈ ગુનો નોંધ્યા સિવાય પોલીસ સ્ટેશનમાં બળજબરીથી અટકાયતમાં રાખવામાં આવે અને પછીથી તેને મંદબુદ્ધિની વ્યક્તિઓ સાથે આશ્રયસ્થાનમાં રાખવામાં આવે, તો તેનાથી અનુચ્છેદ 21નો ભંગ થાય છે. મધ્યાહન ભોજન વખતે દલિત બાળકોને અલગ બેસાડવામાં આવે તો તેનાથી અનુચ્છેદ 21નો ભંગ થાય છે. મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી વિસ્તારમાં 13 વર્ષ અગાઉ કુપોષણથી બાળકોનાં મૃત્યુ થયેલ હતા. આ કેસમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારને અનુચ્છેદ 21ના ભંગ બદલ જવાબદાર ઠરાવવામાં આવી હતી.
શિક્ષણનો અધિકાર
86 મા બંધારણીય સુધારા અગાઉ અનુચ્છેદ 45માં 1થી 14 વર્ષના બાળકો માટે ફરજિયાત અને નિઃશુલ શિક્ષણ માટેની જોગવાઈ પડાયેલ હતી. ઉન્ની ક્રિશ્નન કેસમાં સર્વોચ્ચ અદાલતે શિક્ષણને અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે ઠરાવેલ. તેના અનુસંધાને બંધારણમાં 86મા સુધારાથી અનુચ્છેદ 21એ નવો ઉમેરાયેલ છે. અનુચ્છેદ 21 A માં જણાવાયેલ છે કે રાજય કાયદાથી નક્કી કરે તે રીતે રાજ્ય 6થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને નિશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપશે. સંસદે આ અનુચ્છેદની પૂર્તિ માટે Right of Children of Free and Compulsory Education Act, 2009 નામનો કાયદો પસાર કરીને દેશના 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે ફરજિયાત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષલ દાખલ કરેલ છે. આ કાયદાનો અમલ તા. 1 એપ્રિલ, 2010થી કરાયેલ છે.
મુંબઈ વડી અદાલતે અનિલ પી. નહાટે વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર કેસયાં ઠરાવેલ છે કે શિક્ષણ અધિકાર મૂળભૂત અધિકાર છે.રાજયે તમામ સ્થળોએ તમામ બાળકો માટેના શીક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. સર્વોચ્ય અદાલતે એક કેસમાં શાળામાં છોકરાઓ અને છોકરીઓ માટે પીવાનાં પાણી, વર્ગખંડો, શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓની નિમણૂક સંબંધમાં જરૂરી આદેશો કર્યા હતા. આ આદેશ સરકારી, બિનસરકારી, લઘુમતી કે બિનલઘુમતી તમામ શાળાઓને લાગુ કરવામાં આવેલ છે.
86માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 45 માં પણ ફેરફાર કરાયાં છે. અનુચ્છેદ 45 માત્ર એટલું જણાવે છે કે રાજ્ય 6 વર્ષ હેઠળના બાળકોના શરૂઆતના બચપણની કાળજી અને શિક્ષણ પૂરું પાડવા માટે જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે. અનુચ્છેદ 21એ માં 6થી 14 વર્ષનાં બાળકો માટે ફરજિયાત અને નિઃશુલ્ક શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે સ્થાન પામેલ છે. તેથી આ અનુચ્છેદમાં 1થી 6 વર્ષના બાળકો માટે કાળજી અને શિક્ષણ પૂરું પાડવાની જોગવાઈ કરાયેલ છે.
નિવારક અટકાયત (અનુચ્છેદ 22)
અનુચ્છેદ 22 હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને કેટલાક અધિકારો અપાયા છે. તેને આ અનુચ્છેદથી નીચે પ્રમાણે ચાર અધિકારો મળે છે.
- કોઈપણ વ્યક્તિને તેની ધરપકડનાં કારણોની શક્ય તેટલી જલ્દીથી જાણ કર્યા સિવાય, તેને કસ્ટડીમાં રાખી શકાય નહીં.
- આવી દરેક વ્યક્તિને પોતાની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેમના મારફતે રજૂઆત કરવાનો અધિકાર છે.
- ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડના સમયથી 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ. આ સમયમાં ધરપકડના સ્થળથી અદાલત સુધી લઈ જવાના સમયને ધ્યાનમાં લેવાનો નથી.
- 24 કલાકથી ઉપરાંતના સમય માટે કસ્ટડીમાં રાખવા માટે મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જોઈએ..
અનુચ્છેદ 22 બે વિભાગમાં વહેંચી શકાય. તેના પ્રથમ ભાગમાં સામાન્ય કાયદા હેઠળ પરપકડ કરાયેલ વ્યક્તિઓનાં રક્ષણની જોગવાઈ કરાયેલ છે. જ્યારે તેના બીજા ભાગમાં નિવારક અટકાયતના કાયદા હેઠળ રખાયેલ વ્યક્તિઓના અધિકારો સંબંધમાં જોગવાઈ કરાયેલ છે.
સામાન્ય કાયદા પ્રમાણે અનુચ્છેદ 22(1) અને 22(2)થી સામાન્ય કાયદા હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિઓને કેટલુંક રક્ષણ પૂરું પાડવામાં આવેલ છે. તે મુજબ, જ્યારે કોઈની ધરપકડ થાય ત્યારે જલ્દીથી તેને તેની ધરપકડનાં કારણોની જાણ કરવી જોઈએ. તે સિવાય તેને કસ્ટડીમાં રાખી શકાય નહીં. જો ધરપકડના કારણોની જાણ કરવામાં વિલંબ થાય, તો તે માટે વાજબી કારણ હોવું જોઈએ. બીજું કે તેને પોતાની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેમના મારફત રજૂઆત કરવાનો અધિકાર છે. ત્રીજું કે પરપકડ કરાયાના સમયથી તે વ્યક્તિને સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઈએ. તેમાં ધરપકડનાં સ્થળથી અદાલત સુધી લઈ જવાનો સમય ધ્યાનયાં લેવાનો હોતો નથી. ચોથી બાબત એ છે કે મેજિસ્ટ્રેટની પરવાનગી સિવાય કોઈ વ્યક્તિને 24 કલાકથી વધારે સમય કસ્ટડીમાં રાખી શકાય નહિ. અનુચ્છેદ 22 ત્યારે જ લાગુ પડે કે જયારે કોઈ વ્યક્તિની કોઈ ગુનાના આરોપસર ધરપકડ કરાયેલી હોય જ્યારે કોઈ વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠરાવી સજા કરેલ હોય, ત્યારે અનુચ્છેદ 22લાગુ પડે નહીં, અનુચ્છેદ 22(1) હેઠળનું રક્ષણ મળી શકે તે માટે નીચેની બે શરતોનું પાલન થવું જોઈએ.
- સામાન્ય કાયદા હેઠળ કોઈ વ્યક્તિની ધરપકડ થયેલ હોવી જોઈએ, અને
- તેને કસ્ટડીમાં રાખવામાં આવેલ હોવી જોઈએ.
બંધારણમાં નિવારક અટકાયતની વ્યાખ્યા આપવામાં આવેલ નથી. અનુચ્છેદ 22(4) થી 22(7) સુધીમાં નિવારક અટકાયત સંબંધમાં કેટલીક સાવચેતીની જોગવાઈઓ કરવામાં આવેલ છે. જેમ કે સલાહકાર મંડળ (Advisory Board) દ્વારા કેસની સમીક્ષા અને અટકાયતીને તેની અટકાયતના કારણોની જાણકારી મેળવવાનો અને તેની સામે રજૂઆત કરવાનો અધિકાર.
અનુચ્છેદ 22(4) જણાવે છે કે નિવારક અટકાયતના કોઈ કાયદાથી ત્રણ (સુધારેલી જોગવાઈ બે) માસ કરતાં વધારે સમય કોઈને અટકાયતમાં રાખી શકાય નહીં, સિવાય કે સલાહકાર મંડળે ત્રણ માસ પૂરા થતા અગાઉ વધુ સમય અટકાયતમાં રાખવા અભિપ્રાય આપેલ હોય. જો સલાહકાર મંડળ એવો અભિપ્રાય આપે કે અટકાયતમાં રાખવા માટે કોઈ કારણ નથી, તો સરકારે અટકાવતી હુકમ રદ કરવો જ રહ્યો. જો સલાહકાર મંડળ અટકાયત ચાલુ રાખવા અભિપ્રાય આપે. તો અટકાયતની સમયમર્યાદા સરકાર નક્કી કરશે. અટકાયતની સમયમર્યાદા અંગે અભિપ્રાષ આપવાનું સલાહકાર મંડળનું કામ નથી. આપ, અનુચ્છેદ 22(4)થી 22(7) ની નીતિ એવી છે કે નિવારક અટકાયતના કોઈ કાયદા હેઠળ કોઈ વ્યક્તિને વધુમાં વધુ ત્રણ (સુધારેલી જોગવાઈ બે) માસ સુધી અટકાયતમાં રાખી શકાય. તેથી વધારે સમય અટકાયતમાં રાખવા માટે સલાહકાર મંડળનો હકારાત્મક અભિપ્રાય હોવો જોઈએ. પરંતુ અનુચ્છેદ 22(7) (એ) હેઠળ જો કેન્દ્ર સરકારે નિવારક અટકાયતનો કાયદો ઘડેલ હોય, તો આ જોગવાઈ લાગુ પડતી નથી. વળી સલાહકાર મંડળનો અભિપ્રાય ત્રણ માસનો સમય પૂરો થતા અગાઉ અપાયેલ હોવો જોઈએ. અબ્દુલ લતીફના કેસમાં ઠરાવાયેલ છે કે સલાહકાર મંડળનો અભિપ્રાય અટકાયતની તારીખથી ત્રણ માસમાં મેળવાયેલ ન હોય, તો અટકાયતી મુક્તિને પાત્ર બને છે.
અનુચ્છેદ 22(5) હેઠળ અટકાયતીને બે વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિની નિવારક કાયદા હેઠળ અટકાયત કરવામાં આવે, ત્યારે તેને અટકાયતનાં કારણોની શક્ય તેટલી જલ્દીથી જાણ થવી જોઈએ. જયારે અટકાયતનો હુકમ કરવામાં આવે, ત્યારે અટકાયતનાં કારણો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. અટકાયતના કારણોની અટકાયતીને જાણ કરવી એટલે તેની સામે તહોમત (charge) પ્રકારનો હોય તેવાં અટકાયતનાં તમામ કારણોની પૂરતી જાણકારી આપવી. અટકાયતી અંગ્રેજી બિલકુલ સમજતો ન હોય ત્યારે તેને અંગ્રેજીમાં અટકાયતનો કારણોની જાણ કરવામાં આવે, તો તેનાથી અનુચ્છેદ 22(5)નો ભંગ થાય છે. તે જ રીતે અનુચ્છેદ 22(5)થી અટકાયતીને તેનાં કારણો સામે રજૂઆત કરવાની વહેલામાં વહેલી તકે તક મળવી જોઈએ. પોતાની અટકાયતનાં કારણોની પૂરી વિગતો હોય, તો જ તે રજૂઆત કરી શકે. તેથી અટકાયતની પૂરી વિગત અટકાયતીને પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ. જે દસ્તાવેજોના આધારે અટકાયતનો હુકમ કરાયેલ હોય તેની નકલો અટકાયતીને પૂરી પાડવામાં આવેલ હોવી જોઈએ. જયનારાયણ વિ સ્ટેટ ઑફ વેસ્ટ બંગાલના કેસમાં અટકાયતીએ કરેલ રજૂઆત વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવા ઠરાવાયેલ છે.
- યોગ્ય સત્તાધિકારી (Appropriate authority) એ શક્ય તેટલી જલ્દીથી અટકાયતીને રજૂઆત કરવાની તક આપવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે તેની વિચારણા થવી જોઈએ.
- રજૂઆતની યોગ્ય સત્તાધિકારી દ્વારા વિચારણા, સલાહકાર મંડળના અભિપ્રાયોથી સ્વતંત્ર રીતે થવી જોઈએ.
- વિચારણા કરવામાં વિલંબ થવો જોઈએ નહીં.
- સલાહકાર મંડળને કેસ મોકલતા પહેલાં યોગ્ય સરકારે કેસની વિચારણા કરવી જોઈએ.
અટકાયતીને સલાહકાર મંડળ સમક્ષ વકીલ મારફત રજૂઆત કરવાનો મૂળભૂત અધિકાર નથી. સલાહકાર મંડળને તે માટે અટકાયતી વિનંતી કરી શકે. સલાહકાર મંડળ તે સ્વીકારે અથવા ન પણ સ્વીકારે. એ. કે. રોય વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં ઠરાવાયેલ છે કે જો અટકાયત કરનાર સત્તાધિકારીએ વકીલની સહાય લીધેલ હોય, તો અટકાયતીને પણ વકીલ મારફત હાજર રહેવાની પરવાનગી મળવી જોઈએ.
શોષણ વિરુદ્ધ અધિકાર
શોષણ વિરુદ્ધના અધિકારો સંબંધની જોગવાઈ અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24માં અપાયેલ છે. અનુચ્છેદ 23થી મનુષ્યવેપર, (Traffic in human beings), વેઠ (Begar) અને બળજબરીથી કરાવાતી મજૂરી(forced labour) પર પ્રતિબંધ મૂકાયો છે. આ અનુચ્છેદથી ગુલામી પ્રથા પર જ નહીં, પરંતુ અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વ્યવહાર પર પણ આ અનુચ્છેદથી પ્રતિબંધ મૂકાયો છે. કામ કરાવીને વેતન ન ચૂકવાય તે વેઠ છે. દરેક વ્યક્તિને વેતન વિના કામ ન કરવાનો મૂળભૂત અધિકાર છે. કોઈને પણ વિના વેતન કામ કરવા ફરજ પાડી શકાતી નથી. એશિયાડ કામદારોના કેસમાં ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 23 હેઠળનો પ્રતિબંધ રાજ્ય તેમજ ખાનગી વ્યક્તિઓ સામે પણ લાગુ પડે છે. બંધુ મુક્તિ મોરચાના કેસમાં પણ ઠરાવાયેલ છે કે વેઠ (Bonded labour)થી અનુચ્છેદ 23નો ભંગ થાય છે. અનુચ્છેદ 23(1)નો ભંગ ભારતીય ફોજદારી ધારાની ક. 374 હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.
અનુચ્છેદ 23(2)થી અનુચ્છેદ 23(1)નો અપવાદ ઉત્પન્ન કરાયો છે. અનુચ્છેદ 23(2) હેઠળ રાજ્યને જાહેર હેતુઓ માટે ફરજિયાત સેવાઓ લેવાનો અધિકાર અપાયો છે. જયારે રાજ્ય જાહેર હેતુઓ માટે ફરજિયાત સેવાઓ લેવાનું ઠરાવે, ત્યારે રાજય ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ કે વર્ગનાં કારણે ભેદભાવ રાખી શકશે નહીં.
અનુચ્છેદ 24થી 14 વર્ષથી નીચેની વયનાં બાળકોને કોઈપણ કારખાનાં, ખાણ કે અન્ય જોખમકારક વ્યવસાયમાં કામે રાખવા પર પ્રતિબંધ છે. એશિયાડ કેસમાં ઠરાવાયેલ છે કે બાંધકામ જોખમકારક પ્રવૃત્તિ છે અને તેમાં 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કામે રાખી શકાય નહીં. એમ. સી. મહેતા વિ. સ્ટેટ ઑફ તામિલનાડુ કેસમાં શિવાકાશીની ફટાકડાની ફેકટરીઓમાં 14 વર્ષથી નીચેના વયનાં બાળકોને કામે રખાતા હોવાની અરજી અરજદારે સર્વોચ્ચ અદાલતને કરી હતી. તેનાથી અનુચ્છેદ 24નો ભંગ થતો હોવાથી યોગ્ય હુકમો થવા અરજ કરી હતી. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે નીચેના આદેશો આપ્યા હતા :
1. Children Labour Rehabilitation Welfare Fund ની રચના કરી 14 વર્ષથી નીચેની વયના બાળકોને ફટાકડા બનાવવાની ભયજનક કામગીરીમાં રોકનાર દરેક માલિકે બાળક દીઠ ₹ 20,000ની રકમ જમા કરાવવી.2. બાળકને આ કામથી દૂર કરીને માલિક તેની જવાબદારીમાંથી મુક્ત થઈ જતો નથી. તે બાળકના બદલે તે બાળકના કુટુંબને પુખ્તવયના સભ્યને નોકરી આપવી.3. જ્યાં આ પ્રમાણે પુખ્તવયના સભ્યને નોકરીએ રાખવાનું શક્ય ન હોય, ત્યારે ઉચિત્ત સરકારે આવી ભયજનક કામગીરીમાં રોકાયેલ દરેક બાળક દીઠ ₹.5,000 જમા કરાવવા, માલિકે આવા પ્રસંગે બાળક દીઠ ₹ 25,000 જમા કરાવવા.4. બાળકના કુટુંબના પુખ્તવયના સભ્યને જ્યારે નોકરી આપવામાં આવે, ત્યારે બાળકના વાલી કે માતા- પિતાએ બાળકને કામમાંથી પરત લઈ લેવાનો રહેશે. આવા બાળકને અપાયેલ ₹ 25,000ની રકમના વ્યાજમાંથી તેની 14 વર્ષની ઉમર પૂરી થતા સુધી તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવવામાં આવશે.5. સર્વોચ્ચ મદાલતે સત્તાવાળાઓને બાળકોને કામમાંથી મુક્ત કરાવવા માટે પગલાં લેવા કેટલા ઉદ્યોગોનો ઉલ્લેખ કરેલ હતો. જેમ કે શિવાકાસીની દીવાસળી બનાવવાની ફેકટરી, હીરા ઘસવાના કારખાનાં-સુરત, પથ્થર ઘસવાનો ઉદ્યોગ-જયપુર, કામ ઉદ્યોગ-ફિરોઝાબાદ, બ્રાસ ઉદ્યોગ - મોરાદાબાદ, કારપેટ ઉદ્યોગ - મિરઝાપુર, તાળાં બનાવવાનો ઉદ્યોગ- અલીગઢ, પાટી(slate) ઉદ્યોગ- આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં અનુક્રમે મનકપુર અને મંદસૌર.6. ફંડના નિયમન અને ઉપયોગ માટે ઉચિત સરકારના શ્રમ ખાતામાં અલગ સેલની રચના કરવામાં આવશે. ભારત સરકાર શ્રમ ખાતું તેના પર નિરીક્ષણ રાખશે.7. ભાળમજૂર રાખવાની મનાઈ હોવા છતાં, જ્યાં બાળમજૂર હોય ત્યાં કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.8. કેન્દ્ર સરકારના શ્રમ ખાતાના સચિવને આ આદેશોના પાલન સંબંધમાં એક માસમાં સોગંદનામું રજૂ કરવા હુકમ કરાયો હતો.
બંધારણમાં લઘુમતીને બક્ષવામાં આવેલ અધિકારોની તથા ભારતીય નાગરિકોને બંધારણથી અપાયેલ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપાયેલ છે. લઘુમતીઓની બાબતમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોને લગતી બંધારણની જોગવાઈઓની વિસ્તૃત છે
અનુચ્છેદ 21થી લઘુમતીઓને નીચે મુજબ અધિકારો અપાયા છે ?
- પોતાની આગવી ભાષા, લિપિ અને સંસ્કૃતિ જાળવી રાખવાનો, અને
- રાજ્ય દ્વારા નિભાવવામાં આવતી અથવા રાજ્યની સહાય મેળવતી કોઈપણ શિક્ષણ સંસ્થામાં માત્ર ધર્મ, જાતિ,જ્ઞાતિ અથવા ભાષા અથવા એ પૈકીના કોઈ કારણસર પ્રવેશ મેળવવાનો ઈન્કાર નહીં થવા દેવાનો.
આ અનુચ્છેદથી માત્ર ધાર્મિક સંપ્રદાયની લઘુમતીઓને નહીં, પરંતુ ભાષાકીય લઘુમતીઓને પણ સાંસ્કૃતિક રક્ષણ આપવામાં આવેલ છે. એટલે કે કોઈ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિકો પર કોઈ સંસ્કૃતિ, ભાષા, લિપિ લાદી શકે નહી. 'લઘુમતી' શબ્દનો અર્થ સમગ્ર રાજ્યની વસ્તીના સંદર્ભમાં કરવાનો હોય છે. અનુચ્છેદ 29(1) હેઠળ અપાયેલ અધિકાર માત્ર લઘુમતીઓ પુરતો મર્યાદિત નથી. પરંતુ નાગરિકોના તમામ વિભાગને તે લાગુ પડે છે.
અનુચ્છેદ 29(2) ઠરાવે છે કે કોઈપણ નાગરિકને માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તે પૈકીના કોઈ કારણસર કોઈ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી શકાશે નહીં. શરત માત્ર એટલી છે કે આવી શિક્ષણ સંસ્થા રાજય દ્વારા નિભાવવામાં આવતી અથવા રાજયનીધિમાંથી સહાય મેળવતી હોવી જોઈએ. અનુચ્છેદ 29(2) હેઠળનો આ અધિકાર દરેક નાગરિકને તેની વ્યક્તિગત હેસિયતથી અપાયેલ છે, અને નહીં કે કોઈ કોમના સભ્ય તરીકે, કોઈ લઘુમતી શાળાને રાજયનિધિમાંથી સહાય મળતી હોય, તો અન્ય જ્ઞાતિનાં બાળકોને પ્રવેશ આપવા ઈન્કાર કરી શકાય નહીં. પરંતુ, એક કેસમાં ઠરાવાયેલ છે કે લઘુમતી શાળા તેણે પોતે સ્થાપેલ શાળામાં પોતાની જ્ઞાતિનાં ભાળકો માટે 50% બેઠકો અનામત રાખી શકે છે, ભલે તેને રાજય તરફથી સહાય મળતી હોય..
સ્ટેટ ઑફ બોમ્બે વિ. બૉમ્બે એજયુકેશન સોસાયટી કેસમાં સરકારે અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં, જેમની ભાષા અંગ્રેજી હોય, તેમને જ પ્રવેશ આપવાનો હુકમ પ્રગટ કરેલ હતો. આ કેસમાં ઠરાવાયું કે આ હુકમથી અનુચ્છેદ 29(2)નો ભંગ થાય છે. પરંતુ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે ભાષા સિવાયનાં કોઈ કારણસર પ્રવેશનો ઈન્કાર કરવામાં આવે તો તેનાથી અનુચ્છેદ 29(2)નો ભંગ થતો નથી. દા.ત., કોઈને જરૂરી લાયકાત ન હોવાનાં કારણે પ્રવેશનો ઈન્કાર કરવામાં આવે, અથવા કોઈ વિદ્યાર્થીને શિસ્તભંગના કારણસર બરતરફ કરવામાં આવે, તો તેનાથી અનુચ્છેદ 29(2)નો ભંગ થતો નથી.
શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર
અનુચ્છેદ 30થી લઘુમતીઓને નીચે મુજબ અધિકારો અપાયા છે :
- તમામ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર.
- જયારે આવી કોઈ શૈક્ષણિક સંસ્થાનું ફરજિયાત સંપાદન (Compulsory acquisition) કરવામાં આવે, ત્યારે લઘુમતીઓને એ જોવાનો અધિકાર છે કે આવી મિલકતનાં સંપાદન માટે ઠરાવવામાં આવેલ રકમથી આ અનુચ્છેદ હેઠળ ખાતરી અપાયેલ અધિકાર નિયંત્રિત ન થાય કે રદ ન થાય.
- રાજય જયારે શૈક્ષણિક સંસ્થાને સહાય કરે ત્યારે લઘુમતીના વહીવટ હેઠળ રહેલ શૈક્ષણિક સંસ્થાને માત્ર તે કારણસર સહાય આપવામાં ભેદભાવ કરી શકે નહીં.
લઘુમતી (minority) કોને કહેવાય તે બાબતે કેરાલા એજ્યુકેશન બિલના કેસમાં ઠરાવાયેલ છે કે જેની વસ્તી રાજ્યની વસ્તીના પચાસ ટકા કરતાં ઓછી હોય તે લઘુમતી કહેવાય. આ અનુચ્છેદ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ કરવાનો અધિકાર ત્યારે જ મળી શકે કે જ્યારે આવી લઘુમતી ધાર્મિક અથવા ભાષાકીય હોય, અને આવી લઘુમતી જે શિક્ષણ સંસ્થાનો વહીવટ કરવા ઇચ્છતી હોય તે સંસ્થા પોતે જ સ્થાપેલી હોય. દા.ત., અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના સંસદના કાયદાથી થયેલ છે. મુસ્લિમ લઘુમતીએ તેની સ્થાપના કે તેનો વહીવટ કરેલ નથી આથી મુસ્લિમ લઘુમતીને અલીગઢ મુસ્લિમ યુનિ.ની વહીવટ કરવાનો અધીકાર મળી શકે નહીં. એક કેસમાં ઠરાવાયેલ છે કે લઘુમતીઓને ફક્ત પોતાન લાભ માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર નથી. ગુજરાત યુનિવર્સિટી વિ. શ્રીક્રિષ્ણા રંગનાથ મુઘાલેકર કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ અને પરીક્ષાના માધ્યમ તરીકે વિદ્યાર્થીઓને ગુજરાતી અથવા હિન્દીનો વિકલ્પ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવ્યું કે તેનાથી જેમની જેમની માતૃભાષા અંગ્રેજી હોય તેવા એંગ્લો-ઇન્ડિયન લોકોના અધિકારનો ભંગ થતો હતો.
અનુચ્છેદ 30(1) હેઠળ લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાના અને તેનો વહીવટ કરવાના અધિકારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે અંગે ટી.એમ.એ.પાઈ ફાઉન્ડેશન કેસમાં નીચેની પાંય
બાબતો જણાવવામાં આવેલ છે.
(એ) વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો,
(બી) ફી નું માળખું નક્કી કરવાનો,
(સી) વ્યવસ્થાપક સમિતિની નિમણૂક કરવાનો,
(ડી) શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની નિમણૂક કરવાનો, અને
(6) ફરજ ભંગ બદલ કર્મચારી સામે.
અનુચ્છેદ 30 હેઠળ લઘુમતીઓને અપાયેલ આ અધિકાર સંપૂર્ણ નથી. રાષ્ટ્રીય હિતમાં ઘડાયેલ કોઈપણ નિયમન આવી સંસ્થાઓને પણ લાગુ પડે છે. આ અનુચ્છેદથી કોઈ લઘુમતી શિક્ષણ સંસ્થાને અનુદાન મેળવવાનો મૂળભૂત અધિકાર અપાયો નથી. અનુચ્છેદ 30(2)થી માત્ર એટલું જ ઠરાવાયું છે કે રાજ્ય અનુદાન આપતી વખતે કોઈ સંસ્થા લઘુમતી હોવાના કારણસર તેની સાથે ભેદભાવ કરી શકે નહીં. આમ, અનુચ્છેદ 30(2)થી એક પ્રકારની પ્રતિબંધ રાજ્ય પર મુકાયો છે. લઘુમતી શિક્ષણ સંસ્થામાં બહુમતી કોમના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવાનો અધિકાર છે. લઘુમતી શિક્ષણ સંસ્થા પોતાની મેળે પ્રવેશ નીતિ નક્કી કરી શકે. પરંતુ તે યોગ્ય અને પારદર્શક હોવી જોઈએ ગુણવત્તાના આધારે પ્રવેશ અપાવો જોઈએ.
અનુચ્છેદ 29(1) અને અનુચ્છેદ 30 વચ્ચે તફાવત એ છે કે અનુચ્છેદ 29(1)માં બહુમતી તેમજ લઘુમતીને સખાવતી સંસ્થાઓની સ્થાપના કરવાનો અને તેમાં આ રીતે શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરવાનો અધિકાર અપાયો છે. જ્યારે અનુચ્છેદ 30માં લઘુમતીઓને પોતાની પસંદગી મુજબ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને તેનો વહીવટ કરવાનો અધિકાર અપાયો છે. અનુચ્છેદ 30માં ભાષાકીય લઘુમતીઓને પણ આ અધિકાર અપાયો છે.
બંધારણીય ઉપચારોનો અધિકાર (અનુચ્છેદ 32)
બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારોનાં રક્ષણ માટે બંધારણમાં વિવિધજોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં સર્વોચ્ચ અદાલતની સલાહકારી હકૂમત તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની "રિટ” તથા સર્વોચ્ચ અદાલતનાં બંધારણ, અધિકાર ક્ષેત્ર વિષે વિગતવાર જાણીયે. જેમાં આપણે રિટના પ્રકારો વિષે વિગતવાર ચર્ચા કરીયે.
અનુચ્છેદ 32 હેઠળના ઉપચારનું ક્ષેત્ર
મૂળભૂત અધિકારોનાં જૂથો પૈકીનો આ છેલ્લો મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારોના અમલ માટે જો કોઈ ઉપચાર (remedy) ની જોગવાઈ કરવામાં ન આવે, તો તેનો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ કહેવાયું છે કે "જો અનુચ્છેદ 32 બંધારણમાંથી લઈ લેવામાં આવે, તો મૂળભૂત અધિકારોનો સંબંધિત વિભાગ અર્થહીન થઈ જશે." બંધારણના અનુચ્છેદ 32(1) હેઠળ મૂળભૂત અધિકારોના અમલ માટે સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન અપાયેલ છે. મૂળભૂત અધિકાર ધરાવતી જે કોઈ વ્યક્તિ સર્વોચ્ચ અદાલત સમક્ષ એમ પુરવાર કરી શકે કે પોતાના મૂળભૂત અધિકારનો ભંગ થયેલ છે, તો સર્વોચ્ચ અદાલત જરૂરી લાગે તે પ્રકારનો આદેશ, સૂચના કે આજ્ઞાપત્ર (Writ) જારી કરવાની સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતની હકૂમત બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus), પરમાંદેશ(Mandamus), પ્રતિષેધ (Prohibition), ઉત્પરેશન (Certiorari)તેમજ અધિકારપૃચ્છા આજ્ઞાપત્ર ફરમાવવાની સત્તા સુધી વિસ્તરે છે. સર્વોચ્ચ અદાલત આ અનુચ્છેદ હેઠળ પોતાને યોગ્ય લાગે તેવા પ્રકારના આદેશો અથવા આજ્ઞાપત્રો ફરમાવી શકે છે.
સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ 32 હેઠળ બે કારણોસર જ ન્યાયિક સમીક્ષા (Judicial Review) કરી શકે. પ્રથમ એ કારણ, કે સંસદને વૈધાનિક સક્ષમતા (Legislative Competence) નથી અને બીજું કારણ એ કે તેનાથી મૂળભૂત અધિકારનો ભંગ થાય છે. આ પૈકીનાં કોઈપણ એક કારણસર અદાલત કોઈ કાનૂન, નિયમન, વટહુકમ વગેરે રદ કરવાની સત્તા ધરાવે છે.
વિવિધ આજ્ઞાપત્રો
બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus)
આ આજ્ઞાપત્રનો અર્થ થાય છે “જવાબ આપવા માટે શરીર લાવો." (Bring the body to answer). વ્યક્તિ સ્વાતંત્ર્યનાં રક્ષણ માટે આ મહત્ત્વનું આજ્ઞાપત્ર છે. ઉચ્ચ સત્તાધીશ સામે નાનામાં નાના માશસને મળતો આ ઉપચાર છે. જયારે સર્વોચ્ચ અદાલતને એમ ખાતરી થાય કે કોઈ વ્યક્તિનું અંગત સ્વાતંત્ર્ય ગેરકાનૂની કે ગેરવાજબી રીતે છીનવી તેને અટકાયતમાં રખાયેલ છે, ત્યારે તેને તત્કાળ છુટકારાનો હુકમ કરી શકાય છે. અટકાયતમાં રખાયેલ કોઈપણ વ્યક્તિ, અથવા તેના સગા કે મિત્ર પણ આ આજ્ઞાપત્રના ફરમાન માટે સર્વોચ્ચ અદાલતને અરજી કરી શકે છે . આ અરજીપત્રથી નીચેની બાબતો પર અંકુશ રહે છે ।
(અ) અટકાયતી જારદ હેઠળ થયેલ અટકાયત,
(બ) વિદેશી નાગરિક હોવાના આરોપસર હકાલપટી,
(ક) કિન્નાખોરીથી થયેલ અટકાયત,
(ડી) બંધારણ વિરુદ્ધ કાયદા હેઠળ કરાવેલ અટકાયત,
(ઈ) કારણોની જાણ કર્યા વિના કરાયેલ અટકાયત,
(એફ) બિનઅધિકૃત વ્યક્તિએ કરેલ અટકાયત,
(જી) કેદીને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં નિષ્ફળતા,
(એચ) કાયદામાં નિર્દિષ્ટ કરાવેલ હેતુ સિવાયના કોઈ કારણસર થયેલ અટકાયત.
પરમાદેશ (Mondamus)
આ આજ્ઞાપત્ર કોઈપણ વ્યક્તિ કે તંત્રને, કોઈ કાયદાથી તેના પર લાદવામાં આવેલ જાહેર ફરજ (Public duty) બજાવવા માટે અપાતી આજ્ઞા છે. ન્યાયતંત્ર તે વ્યક્તિ કે તંત્રને, આજ્ઞાપત્રમાં નિર્દિષ્ટ કરાયેલ ફરજ બજવવા આદેશ કરે છે. આ આજ્ઞાપત્રથી ગેરકાયદેસર કૃત્યથી દૂર રહેવાનો હુકમ પણ કરી શકાય છે. જે તંત્ર કે વ્યક્તિની કાયદા હૈઠળ કાર્ય કરવાની ફરજ હોય, તેનો નિર્ણષ હકૂમત વગરનો હોય, તો તે નિર્ણય પાછા ખેંચવાનો હુકમ પણ આ આજ્ઞાપત્રથી કરી શકાય છે. આ આજ્ઞાપત્રનો હેતુ, કોઈપણ જાહેર અધિકારી, નિગમ કે ન્યાયપંચ અરજદાર તરફની ફરજ બજવવામાં નિષ્ફળ જાય, તો અરજદારના નિર્દિષ્ટ કાનૂની હક્કોનો અમલ કરાવવાનો છે.
આ આજ્ઞાપત્ર માટે અનિવાર્ય શરતો :
1. કોઈ કાનૂની ફરજોનો અમલ કરાવવાનો અરજદારને કાનૂની અધિકાર હોવો જોઈએ. આવી ફરજ ખાનગી કરારમાંથી ઉદ્દભવેલી હોવી જોઈએ નહીં. તે બંધારણ કે કોઈ કાયદા હેઠળની ફરજ હોવી જોઈએ.
2. આવી ફરજ જાહેર સ્વરૂપની હોવી જોઈએ. તે ફરજ આજ્ઞાત્મક (Mandatory) હોવી જોઈએ. એટલે કે ફરજનું પાલન કરવું કે કેમ તે વિવેકબુદ્ધિની સત્તા હોવી જોઈએ નહીં.
3. અરજદારે ફરજ પાલનની માંગણી કરેલ હોવી જોઈએ અને તેનો ઈન્કાર થયેલ હોવો જોઈએ.
4. જો સત્ય હકીકતોની રજૂઆત થયેલ ન હોય, અથવા અરજી કરવામાં વિલંબ થયેલ હોય, અને તેનો સંતોષકારક ખુલાસો રજૂ કરાયેલ ન હોય, તો આ આજ્ઞાપત્ર મંજૂર કરવામાં આવશે નહીં.
5. વૈકલ્પિક ઉપચાર મળી શકતો હોવો જોઈએ નહીં.
ઉતપ્રેશન (Certiorari)
આ આજ્ઞાપત્ર ન્યાયિક (Judicial) અને અર્ધન્વાયિક (Quari-Judicial) નિર્ણયો સામે આપવામાં આવે છે અને તેની હકૂમત ન્યાયપંચ (Tribunal) સુધી પણ વિસ્તરે છે. જયારે સર્વોચ્ચ અદાલતને એમ જણાય કે નીચેની અદાલત અથવા ન્યાયપંચે હકૂમત (Jurisdiction) સંબંધમાં પોતાની કાર્યવાહી દૂષિત કરેલ છે, તો આ આજ્ઞાપત્રથી તે કાર્યવાહી રદ કરવાનો હુકમ કરવામાં આવે છે તે જ રીતે, નીચેની કોઈ અદાલતે કે ન્યાયપંચે હકૂમત ન હોવ છતાં, પણ હકૂમતના અતિરેકમાં (in excess of jurisdiction) અથવા હકૂમતનો દુરુપયોગ કરીને કાર્યવાહી કરેલ હોય, ત્યારે તેની સામે આ આજ્ઞાપત્ર ફરમાવી શકાય છે. માત્ર નારાજ વ્યક્તિ (aggrieved person) આજ્ઞાપત્રની દાદ મેળવવા અરજી કરી શકે.
આ આજ્ઞાપત્ર માટેની શરતો :
1. જેની સામે આ આજ્ઞાપત્ર માંગવામાં આવેલ હોય તે તંત્રને કોઈ વ્યક્તિના અધિકારોને અસર કરે તેવો નિર્ણય આપવાની કાનૂની સત્તા હોવી જોઈએ.
2. આ કાર્યવાહીમાં તંત્રની ન્યાયિક રીતે કે અર્ધન્યાયિક રીતે વર્તવાની ફરજ હોવી જોઈએ.
3. આવી ફરજની નિષફળતાથી કાર્યવાહી દૂષિત થયેલી હોવી જોઈએ.
આ આજ્ઞાપત્ર નીચેના સંજોગોમાં ફરમાવી શકાય છે :
1. જ્યારે
(એ) હકૂમત ન હોવા છતાં, અથવા
(બી) હકૂમતનો અતિરેક કરીને, કે
(સી) હકૂમતનો દુરુપયોગ કરીને. કાર્યવાહી કરવામાં આવેલ હોય, અથવા
2. કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયેલ હોય, અથવા
3. કાર્યવાહીમાં દેખીતી ભૂલ હોય, અથવા
4. કાર્યવાહી દ્વેષબુદ્ધિથી કરાયેલ હોય.
પ્રતિશેધ(Prohibition)
આ આજ્ઞાપત્રથી સર્વોચ્ચ અદાલત, નીચેની અદાલત અથવા ન્યાયપંચ (Tribunal) ને હકૂમત ન હોવા છતાં કાર્યવાહી કરે, તો તેને હકૂમત બહાર જતા રોકે છે. નીચેની અદાલતે નિર્ણય આપવાનો બાકી હોય અને અદાલત કે ન્યાયપંચે ભૂલથી જ પોતાને હકૂમત હોવાનું ધારી લીધેલ હોય, ત્યારે આ આજ્ઞાપત્ર ફરમાવી શકાય છે. વૈકલ્પિક ઉપચાર મળતો હોય ત્યારે ઉત્પ્રેષણ આજ્ઞાપત્રનું ફરમાન કરવામાં આવતું નથી, પરંતુ વૈકલ્પિક ઉપચાર મળતો હોવા છતાં પ્રતિષેષ આજ્ઞાપત્ર ફરમાવી શકાય છે.
આ આજ્ઞાપત્ર માટેની શરતો :
1. હકૂમત ન હોવા છતાં, હકૂમત હોવાનું ધારીને કાર્યવાહી આગળ ચલાવાયેલ હોય, અથવા
2. કાયદાથી પ્રતિબંધિત હોવા છતાં, કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હોય, અથવા
3. હકૂમતનો દૂરપયોગ કરીને કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ હોય, અથવા.
4. મૂળભૂત અધિકારનો ભંગ થયેલ હોય, અથવા
5. કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થયેલ હોય.
ઉત્પ્રેષણ અને પ્રતિષેધ વચ્ચે સમાનતા તેમજ તફાવત
જે સિદ્ધાંતોના આધારે ઉત્પ્રેષણ આજ્ઞાપત્ર આપવામાં આવે તે જ સિદ્ધાંતોના આધારે પ્રતિષેધ આજ્ઞાપત્ર મંજૂર કરવામાં આવે છે. આ રીતે જોઈએ તો બંને વચ્ચે ઘણી સમાનતા છે. તેમ છતાં, બંને વચ્ચે તફાવત પણ છે. ઉત્પ્રેષણ આજ્ઞાપત્ર, કાર્યવાહી પૂરી થયા બાદ એટલે કે નિર્ણય આવી ગયા બાદ, તે રદ કરવા માટે આપવામાં આવે છે. જ્યારે પ્રતિષેધ આજ્ઞાપત્ર ચાલુ કાર્યવાહી આગળ વધતી અટકાવવા માટે આપવામાં આવે છે. આમ, ઉત્પ્રેષણ અને પ્રતિષેધ આજ્ઞાપત્ર, કાર્યવાહીના અલગ અલગ તબક્કે આપવામાં આવે છે. જ્યારે પોતાને હકૂમત ન હોવા છતાં, નીચેની અદાલત કે ન્યાયતંત્ર કોઈ કેસની સુનાવણી હાથ ધરે, તો પ્રતિષધ અજ્ઞાપત્રt સુનાવણી કાર્યવાહી અટકાવી શકાય. જયારે અંદાલતે સુનાવણી પૂર્ણ કરીને પોતાનો નિર્ણય આપી દીધેલ હોય, ત્યારે ઉતપ્રેશણ પણ અજ્ઞાપત્રથી તે રદ કરવામાં આવે છે.
અધિકરપ્રૂછા(Quowarranto)
આ આજ્ઞાપત્રથી સર્વોચ્ચ અદાલત કોઈ હોદેદારને પ્રશ્ન પૂછે કે તમે કયા અધિકારથી (by which authority) શોધ પર છો ?જો સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે તે વ્યક્તિને તે હીદા પર રહેવા કાયદેસર અધિકાર નથી, તો અદાલત તેને તે હોથા પરથી દૂર કરી ને હોદો ખાલી (vacant) જાહેર કરશે. આ આજ્ઞાપત્રથી સર્વોચ્ અદાલત કોઈપણ જાહેર તોદો, મુક્તિ કે વિશેષાધિકાર ધરાવનાર વ્યક્તિના અધિકારની યોગ્યતાની ચકારાણી કરે છે.
આ આજ્ઞાપત્ર મેળવવા માટેની શરતો
1. પડકારવામાં આવેલ હોદો જાહેર હોદો હોવો જોઈએ.
2. તે કાયદા હેઠળનો હોદો હોવો જોઈએ.
3. કોઈ વ્યક્તિ, અધિકાર ન હોવા છતાં, તે હોદો ધરાવતી હોવી જોઈએ.
યુ. એન. રાવ. વિ. શ્રીમતી ઇન્દિરા ગાંધી કેસમાં લોકસભા વિસર્જન થયા બાદ પણ પ્રધાનમંડળ (Council of Ministers) ચાલુ રહેતાં, તેની સામે આ આજ્ઞાપત્ર મેળવવા સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવામાં આવી હતી. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે આ આજ્ઞાપત્ર મંજૂર કરવા ઈન્કાર કરતાં ઠરાવેલ કે લોકસભા વિસર્જન બાદ પ્રધાનમંડળનું અસ્તિત્વ મટી જતું નથી. કારણ કે અનુચ્છેદ 74(1) પ્રમાણે રાષ્ટ્રપતિએ પ્રધાનમંડળની મદદ અને સલાહથી દેશનો કારોબાર ચલાવવાનો હોય છે. અનુચ્છેદ 74(1)નું પાલન આજ્ઞાત્મક છે. તેથી દેશનો કારોબાર ચલાવવા માટે પ્રધાનમંડળનું અસ્તિત્વ જરૂરી છે. અરજદારની માગણી એવી હતી કે જેવું લોકસભાનું વિસર્જન થાય એટલે વડાપ્રયાન તેમજ સમગ્ર પ્રધાનમંડળ હોદો ધરાવી શકે નહીં. કારણ કે પ્રધાનમંડળ, અનુચ્છેદ 75(1) મુજબ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે અનુચ્છેદ 89(2)નું અર્થઘટન અનુચ્છેદ 74(1) તેમજ અનુચ્છેદ 75(2) સાથે સંવાદી રીતે થવું જોઈએ. લોકસભાનું વિસર્જન થયેથી વડાપ્રધાન કે પ્રધાનમંડળને હોદો છોડી દેવાનો આદેશ કરી શકાય નહીં.
બંધારણીય ઉપચારની મોકૂફી
અનુચ્છેદ 359 હેઠળ કટોકટીના જાહેરનામાના અમલ દરમ્યાન મૂળભૂત અધિકારો (અનુચ્છેદ 32 સહિત)નો અમલ મોકૂફ રાખી શકાય છે. રાષ્ટ્રપતિએ મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સ્પષ્ટ હુકમ કરેલ હોવો જોઈએ. મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખવાનો અર્થ એવો થતો નથી કે મૂળભૂત અધિકારો મોકૂફ રહે છે. મૂળભૂત અધિકારોને કોઈ અસર થતી નથી. માત્ર રાષ્ટ્રપતિએ પોતાના હુકમમાં નિર્દિષ્ટ કરેલ મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રહે છે. અનુચ્છેદ 359થી સ્પષ્ટ ઠરાવાયેલ છે કે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાયના મૂળભૂત અધિકારોનો અમલ મોકૂફ રાખી શકાય છે. આનો અર્થ એ થાય છે કે અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21નો અમલ કોઈપણ સંજોગોમાં મોકૂફ રાખી શકાતો નથી. કોઈપણ પ્રકારની કટોકટીમાં આ નિયમ લાગુ પડે છે. અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 વચ્ચેનો તફાવત
સર્વોચ્ચ અદાલતને અનુચ્છેદ 32 હેઠળ અને રાજય વડી અદાલતને અનુચ્છેદ 226 હેઠળ આજ્ઞાપત્ર (wril) મંજૂર કરવાની હકૂમત છે. તેમની આ સત્તા વચ્ચેનો તફાવત નીચે મુજબ છેઃ
- સર્વોચ્ચ અદાલતમાં દાદ માગવાનો અધિકાર પોતે જ મૂળભૂત અધિકાર છે. જયારે અનુચ્છેદ 226 હેઠળ વડી અદાલતમાં દાદ માગવાનો અધિકાર મૂળભૂત અધિકાર નથી.
- મૂળભૂત અધિકાર ભંગના કિસ્સામાં સર્વોચ્ચ અદાલત પાસેથી અધિકારની રૂએ (by virtue of right) આજ્ઞાપત્ર મેળવી શકાય છે. જ્યારે વડી અદાલતને અનુચ્છેદ 226 હેઠળ આવા પ્રસંગે વિવેકબુદ્ધિ (Discretion)ની સત્તા છે.
- સર્વોચ્ચ અદાલત પાસેથી મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો જ આજ્ઞાપત્ર મળી શકે. જ્યારે વડી અદાલતને અનુચ્છેદ 226 હેઠળ અન્ય હેતુઓ માટે પણ આજ્ઞાપત્ર ફરમાવવાની હકુમત છે. આ બાબતમાં વડી અદાલતની હકૂમત સર્વોચ્ચ અદાલત કરતાં વિશાળ છે.
- સર્વોચ્ચ અદાલતની હકૂમત સમગ્ર દેશમાં વિસ્તરે છે. જ્યારે વડી અદાલતની હકૂમત પોતાના પ્રદેશ પૂરતી મર્યાદિત હોય છે.
મેનકા ગાંધી વિ. યુનિયન ઑફ ઇન્ડિયાનો કેસ
આ કેસમાં મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કરાયો હતો. સરકારના આ હુકમને અનુચ્છેદ 21નો ભંગકર્તા હોવાનું ગણાવી સર્વોચ્ચ અદાલતમાં પડકારાયો હતો. સરકારનો બચાવ એવો હતો કે Passport Act હેઠળ પાસપોર્ટ જપ્ત કરવાની સત્તા હતી. અરજદારની દલીલ એવી હતી કે પોતાને બચાવની કોઈપણ તક આપ્યા વગર પાસપોર્ટ જપ્ત કરાયો હતો. સરકારની દલીલ એવી હતી કે વિદેશ જવાનો અધિકાર મૂળભૂત અધિકાર નથી અને Passport Act માં પાસપોર્ટ જપ્ત કરાતા અગાઉ સાંભળવાની તક આપવાની કોઈ જોગવાઈ કરાયેલ નથી.
આ કેસમાં સર્વોચ્ચ અદાલતે પાસપોર્ટ જપ્ત કરવાનો હુકમ ગેરકાયદે ઠરાવેલ હતો. વધુમાં ઠરાવાયેલ કે કોઈ વ્યક્તિને તેનો જીવન કે સ્વાતંત્ર્યથી વંચિત રાખતો હુકમ વાજબી, યોગ્ય અને ન્યાયી હોવો જોઈએ. કાયદામાં અરજદારને સાંભળવાની જોગવાઈ ભલે ન હોય, તો પણ તેને બચાવની વાજબી તક મળવી જોઈતી હતી. વિદેશ જવાનો અધિકાર ભલે મૂળભૂત અધિકાર ન હોય, પરંતુ જેના વિના મૂળભૂત અધિકાર સારી રીતે વાપરી શકાય તેમ ન હોય, તેની ગણતરી પણ મૂળભૂત અધિકાર તરીકે થવી જોઈએ. આ કેસમાં અનુચ્છેદ 21નો ભંગ થતો હોવાનું કરાવાયેલ.
એલ. સી. ગોલકનાથ વિ. સ્ટેટ ઑફ પંજાબનો કેસ
આ કેસની વિગતો પ્રમાણે અરજદારો ગોલકનાથના પુત્ર, પુત્રી તેમજ પૌત્રીઓ હતા. તેમની પાસેની 481 એકર જેટલી જમીન Punjab Land Tenures Act, 1965 હેઠળ વધારાની હોવાનું ઠરાવાયેલ. અરજદારોએ એવી તકરાર લીધી હતી કે ઉપર્યુક્ત કાયદો ગેરબંધારણીય છે. કારણ કે તેનાથી અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19(F) અને (G)નો ભંગ થાય છે. વધુમાં તેમણે બંધારણના પ્રથમ, ચૌથા અને સત્તરમા સુધારાની બંધારણીયતા પણ પડકારી હતી
આ કેસમાં ઠરાવાયેલ કે બંધારણમાં સુધારો કરવાની સત્તા સંસદને અનુચ્છેદ 368 મેઠળ પ્રાપ્ત થતી નથી અનુચ્છેદ 368થી સુધારો કરવાની પ્રક્રિયા માત્ર નિયત કરાયેલ છે. બંધારણમાં સુધારો કરવાની સત્તા અનુચ્છેદ 245 246, 248માંથી પ્રાપ્ત થાય છે. વધુમાં ઠરાવાયેલ કે બંધારણ સુધારો અનુચ્છેદ 13(2)ના અર્થમાં કાયદો છે. તેણે બંધારણમાં સુધારો કરી મૂળભૂત અધિકાર પર નિયંત્રણ મૂકવાની સંસદને સત્તા નથી.
બંધારણીય સુધારાઓ 1, 4 અને 17 અગાઉ જુદા જુદા કેસોમાં સર્વોચ્ચ અદાલતે કાયદેસર ઠરાવેલ હતા. આ દેશમાં ઉપયુક્ત તમામ બંધારણીય સુધારાઓ સર્વોચ્ચ અદાલતે હવે પછી (ભવિષ્ય માટે) ગેરબંધારણીય ઠરાવેલ છે. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત (Doctrine of prospective overruling) સ્થાપિત કરેલ છે.
કેશવાનંદ ભારથી વિ. સ્ટેટ ઑફ કેરાલાનો કેસ
આ કેસની વિગતો પ્રમાણે સ્વામી કેશવાનંદે તા. 21 માર્ચ, 1970ના રોજ ભારતના બંધારણના અનુચ્છેદ 14, 19(1)(એફ), 25, 26 તથા 31 પ્રમાણે પોતાના મૂળભૂત અધિકારોના પાલન માટે અનુચ્છેદ 32 હેઠળ સર્વોચ અદાલતને અરજી કરી હતી. અરજદારે 1969ના કેરાલા જમીન(સુધારા) અધિનિયમ ગેરબંધારણીય જાહેર કરવા વિનંતી કરેલ હતી. 29મા બંધારણીય સુધારાથી નીચેના બે અધિનિયમો 9મા પરિશિષ્ટમાં ઉમેરવામાં આવ્યા: 1969ના કેરાલા જમીન (સુધારણા) અધિનિયમ અને 1971નો કેરાલા જમીન (સુધારણા) અધિનિયમ.
26મા બંધારણીય સુધારાથી અસર પામેલ રાજવીઓએ 24મા તથા 25મા બંધારણીય સુધારાઓને પડકારતી રિટ અરજી કરી. આ રિટ અરજીઓ સાથે સાંકળી લેવામાં આવી. ગોલકનાથ કેસ નિર્ણયની યથાર્થતા ચકાસવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોવાથી 13 ન્યાયાપીશોની બેંચ રચવામાં આવી હતી. અલગ અલગ મંતવ્યો પ્રગટ કરતા 11 ચુકાદાઓ તેમાં છે. બહુમતી નિર્ણયનો સારાંશ નીચે મુજબ છે.
1. ગોલકનાથ કેસનો નિર્ણય સુધારવામાં આવ્યો.
2. 24મો બંધારણીય સુધારો કાયદેસર ઠરાવાયો.
3. 25માં બંધારણીય સુધારાની ક. ૩નો બીજો ભાગ ગેરબંધારણીય ઠરાવાયો.
4. 29મો સુધારો કાયદેસર ઠરાવાયો.
5. સંસદ મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકે, પરંતુ તેમાં ઘટાડો કરી શકે નહીં.
6. મૂળભૂત માળખા (Basic structure)નો સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો.
દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એસોસિયેશન વિ. સ્ટેટ ઑફ ગુજરાત
તા. 25-9-89ના રોજ નડિયાદના મેજિસ્ટ્રેટ એન. એલ. પટેલની પોલીસે ધરપકડ કરી, હાથકડી પહેરાવી તેમને દોરડેથી બાંધ્યાની તસ્વીરો ભારતભરના અખબારોમાં પ્રસિદ્ધ થઈ. પોલીસ દ્વારા ન્યાયતંત્રના અધિકારી સાથેના આવા વ્યવહારથી ન્યાયતંત્ર તેમજ વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો. આ કેસના અરજદાર સહિત અને મંડળોએ તાર તથા અરજીઓ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં દાદ માગી. સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના તત્કાલીન જસ્ટીસ સહાયની તપાસ માટે નિમણૂક કરી. તેમણે તા. 1-12-89ના રોજ પોતાનો અહેવાલ સર્વોચ
અદાલત સમક્ષ રજુ કર્યો.કેસની સુનાવણી બાદ સર્વોચ્ય અદાલતે ગુનેગારોને સજા કરી અને નીચે મુજબ ઠરાવેલ કે
- જસ્ટીસ સહાયની નિમણૂક અનુચ્છેદ 32 હેઠળની સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીમાં થયેલ હતી, તેમની નિમણૂંક તપાસ પંચ ધારા હૈઠળ જ હતી.
- અદાલત તિરસ્કારની નોટિસથી અનુછેદ 20નો ભંગ થતો ન હતો.
- સર્વોચ્ચ અદાલત નીચેની અદાલતના તિરસ્કાર બદલ પગલા લેવાની સત્તા અનુચ્છેદ 129 હેઠળ ધરાવે છે.
- અગાઉની સમવાયી અદાલત (Federal Coun)ના નિર્ણયો સર્વોચ્ચ અદાલતને બંધનકર્તા નથી.
- ન્યાયાધીશની ધરપકડ વખતે પોલીસે અનુસરવાના સિદ્ધાંતો નક્કી કર્યા તથા ન્યાયતંત્રના અધિકારીઓએ સત્તાવાર કામગીરી સિવાય પોલીસ સ્ટેશનની મુલાકાત ન લેવાની સૂચના આપી.
કે. એમ. નાણાવટીનો કેસ
આ કેસના આરોપી નાણાવટી ભારતીય નૌકાદળના ઉચ્ચ અધિકારી હતા. આરોપીને મુંબઈ હાઇકોર્ટ ખૂનના ગુના બદ્દલ કેદની સજા ફરમાવી હતી. કેસ ચાલવા દરમિયાન આરોપીને નૌકાદળની કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. મુંબઈ હાઈકોર્ટ સજાનો હુકમ કર્યાના દિવસે, તે જ દિવસે રાજયપાલે એક હુકમથી આરોપીની સજા સામે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય થતા સુધી સજા સ્થગિત કરી હતી. રાજયપાલે અનુચ્છેદ 161 હેઠળ આ હુકમ કરેલ હતી. સદરહુ હુકમ પ્રમાણે આરોપીને નૌકાદળની કસ્ટડીમાં રાખવાના હતા. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં અનુચ્છેદ 136 હેઠળ અપીલ કરવા માટે ખાસ પરવાનગી માટે અરજી કરવામાં આવી હતી. તદ્દઉપરાંત, આરોપીએ દીવાની કાર્યવાહીનો કાયદો, 1908ના ઓર્ડર 21, રૂ.5 નું પાલન કરવામાંથી મુક્તિ મેળવવા માટે પણ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. ઓર્ડર 21, રૂ.5 ની જોગવાઈ પ્રમાણે જો આરોપી સજાને તાબે થયેલ હોય, તો જ સર્વોચ્ચ અદાલત ખાસ પરવાનગી મેળવવા માટેની અરજી પર વિચારણા કરી શકે. રાજયપાલના હુકમનાં કારણે આરોપીની સજા સ્થગિત કરાયેલ હતી. આથી આ બાબત સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેંચને સોંપવામાં આવી હતી. આ કેસમાં અનુચ્છેદ 161 હેઠળ રાજ્યપાલની સતા, અનુચ્છેદ 142 અને અનુચચ્છેદ 145 શેઠળ સર્વોચ્ચ અદાલતની સત્તાની પ્રશ્ન મુખ્ય હતો. એટલે કે સર્વોચ્ચ અદાલતની સત્તા અને રાજયપાલની સત્તા વચ્ચે સંઘર્ષ થાય છે કે કેમ તે નક્કી કરવાનો પ્રશ્ન મુખ્ય હતો.
સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવ્યું કે, જયાં સુધી કોઈ બાબત અદાલતમાં નિર્ણયને આધીન (rab-judice) હોય ત્યારે અનુછેદ 161 હેઠળ રાજયપાલ સજા સ્થગિત કરી શકે નહીં. એટલે કે કેસની અનિર્ણીત અવસ્થા દરમિયાન રાજયપાલ આરોપીને માફી આપી શકે, પરંતુ સજા સ્થગિત કરી શકે નહીં.
ઝાહિરા શેખ વિ. સ્ટેટ ઑફ ગુજરાત
આ કેસની વિગત એવી છે કે, તા. 1-3-2002ના રોજ રાત્રીના 8.30 કલાકે વડોદરાની બેસ્ટ બેકરી દુકાન પર ટોળાએ હુમલો કરી આગ લગાવી હતી. તેમાં 14 માણસો જીવતા બળી ગયા હતા. એમ કહેવાય છે કે, તા.29-2-2002ના રોજ ગોધરા સ્ટેશને 59 કાર સેવકોને બાળી નખાયા તેના પ્રત્યાઘાતરૂપે આ બનાવ બનેલ હતો. 28 આરોપીઓ સામે વડોદરાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કરેલ અપીલમાં પણ વડોદરા ફાસ્ટ ટ્રેક કોર્ટનો હુકમ માન્ય રખાયો હતો.
અરજદારે Citizens for Justice and Peace નામની સંસ્થાની મદદથી સર્વોચ્ય અદાલતમાં અનુચ્છેદ 136 હેઠળ ખાસ પરવાનગીથી અપીલ કરવા અરજી કરી હતી. આ અરજીમાં જણાવાયેલ કે સાથીઓને ધાકધમકી
મલવાથી તેમણે નિવેદનો ફેરવી તોળ્યા હતા, પબ્લિક પ્રોસીક્યુટર તેમજ અદાલતનું વલણ આરોપીઓને મદદ કરવા તરફનું હતું. આ કેસમા સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ કે -
- રાજયતંત્ર લોકોનું જીવન, સ્વાતંત્ર્ય કે મિલકતનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય અને તેમાં તપાસ ખામીભરી હોય તો પીડિતોને અન્યાય થતો અટકાવવા સર્વોચ્ચ અદાલત દરમિયાનગીરી કરી શકે...
- કોઈ સામાન્ય નાગરિક રાજ્યતંત્ર સાથે ફરિયાદ કરે ત્યારે અદાલતની ઉદાસીનતા દેશની સમગ્ર ન્યાયપ્રથા તોડી નાખે છે. અદાલતની સૌ પ્રથમ ન્યાયની છે અને કોઈ પણ સંજોગોમાં તેનો ત્યાગ થવોજોઈએ નહીં.
- પબ્લિક પ્રોસીક્યુટરે બચાવ પક્ષના વકીલ તરીકે કાર્ય કરેલ છે.
- જ્યારે સાથીઓને ધમકી અપાયેલ હોય, સુનાવણી નિષ્પક્ષ થયેલ ન હોય અને તપાસ ખામીભરી હોય ત્યારે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ વિશ્વાસપાત્ર રહેતો નથી.
- બેસ્ટ બેકરીમાં માણસો જીવતા બળી રહ્યા હતા ત્યારે તંત્રનું વર્તન નીરો જેવું હતું.
- વડોદરા ફાસ્ટ ટ્રેકની કાર્યવાહી ફારસરૂપ હતી.
- ન્યાયનાં હિતમાં જાહેર હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.
- તમામ સંજોગોને ધ્યાનમાં લઈ, સર્વોચ્ચ અદાલતે આ કેસની ફેર ઈન્સાફી કાર્યવાહી (Retrial) ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં યોજવા હુકમ કર્યો હતો.
ઉન્ની ક્રિષ્ના વિ. સ્ટેટ ઓફ આંધ્ર પ્રદેશ
આ કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌ પ્રથમવાર જ શિક્ષણ અધિકારને મૂળભૂત અધિકાર તરીકે ઠરાવેલ છે. બંધારણ ભાગ 3માં શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે સમાવાયેલ નથી. આ કેસમાં શિક્ષણને જીવન અધિકારના ભાગ તરીકે ગણી મૂળભૂત અધિકાર તરીકે ઠરાવવામાં આવેલ છે. આ કેસમાં ઠરાવાયું છે કે, દરેક 6 થી 14 વર્ષની વય ધરાવતા બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ રાજપે આપવું જોઈએ. 6 વર્ષની ઉંમર પહેલા રાજ્યની આર્થિક ક્ષમતા મુજબ બાળકને શિક્ષણ અપાવું જોઈએ.
સર્વોચ્ચ અદાલતે અનુચ્છેદ 41, 45 અને 46ના અનુસંધાને ઠરાવેલ છે કે આઝાદીના 46 વર્ષે પણ અનુચ્છેદ 45 હેઠળની જવાબદારી રાજ્યે પૂર્ણ કરેલ નથી. આ કેસમાં વધુમાં ઠરાવાયેલ છે કે, શિક્ષણ તે વેપાર, વ્યવસાય કે ધંધે નથી. આ કેસના નિર્ણય બાદ ભારત સરકારે બાળકોના મફત અને નિઃશુક્લ ધારો, 2009 ઘડેલ છે અને તેનો તા. 1-4-2010થી અમલ થઈ રહ્યો છે.