13/02/2024

તોલ અને માપને લગતા ગુનાઓ OFFENCES RELATING TO WEIGHT AND MEASURESI

તોલ અને માપને લગતાં ગુનાઓ વિષે વિગત વાર ચર્ચા કરીયે અને તેને લગતા કાયદામાં વિવિધ જોગવાઈ સમજીયે.  

તોલ અને માપને લગતાં ગુનાઓમાં ફક્ત ત્રણ ગુનાઓ છે.

  • (1) દગલબાજીથી વજન કરવાનું ખોટું સાધન વાપરવું અથવા ખોટું વજનિયું અથવા ખોટી લંબાઈ અથવા ભરતનું માપ વાપરવું : ક. 064-265.
  • (2) દગલબાજીથી તેનો ઉપયોગ કરવાના ઈરાદાથી ખોટાં વજન કરવાના સાધનો વગેરે જાણી જોઈને પાસે રાખવા કલમ. 266.

કેવળ ખોટાં વજનિયા અથવા માપ રાખવાથી કોઈ અપરાધ થતો નથી પરંતુ કપટયુક્ત ઈરાદો હોવાનું પુરવાર કરવાનું જરૂરી છે. આજુબાજુના સંજોગો ઉપરથી તે પરત્વે અનુમાન તારવી શકાય.

દા.ત. -  

લુચ્ચાઈથી બનાવેલું ખોટું વજનિયું ઉપયોગ કરવામાં પકડાય નહિ એવી રીતે થાપ આપીને પાસે રાખવું અથવા આરોપી પાસે બે પ્રકારના- ઓછાં અને ધોરણસરનાં-વજનિયાં હોવાં.

(3) (વજન અને માપમાં) ખોટાં સાધનો, વગેરે તેઓ સાચાં છે એમ માનીને ઉપયોગ થાય તે માટે જાણીજોઈને બનાવવા અથવા વેચવાં : ક. 267.

કોઈ ચોક્કસ વજન અને માપના સંદર્ભમાં આ પ્રકરણ હેઠળના ગુનાઓ જણાવવામાં આવ્યા નથી, પણ જે પ્રચલિત ન હોય અથવા કોઈ સ્થળે વપરાશમાં ન હોય એવાં ખોટાં વજન અથવા માપ એવો તેનો અર્થ થાય છે.

ફોજદારી કામ ચલાવવાની રીતના કાયદાની ક. 153 મુજબ કોઈ પોલીસ સ્ટેશનના અધિકારીને વજનિયાં અને માપ તપાસવા કોઈ દુકાનનો તપાસ કરવાનો અધિકાર છે. વળી, એવાં ખોટાં વજન તથા માપ વગેરે જપ્ત કરવાની પણ સત્તા છે. પણ વૉરંટ વગર ધરપકડ કરવાની તેને સત્તા નથી.