જાણીયે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ? અને મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે ક્યો તફાવત શું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ અને સ્વરૂપ વિસ્તારથી સમજી અને તેની ભારતનાં બંધારણ અંતર્ગત અપાયેલ મૂળભૂત અધિકારો સાથે તુલના કરીયે.
બંધારણના ભાગ 4માં (અનુચ્છેદ 36 થી 51)માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અપાયેલ છે. આ માર્ગદર્શક સિદ્ધાંતો ખરેખર તો રાજ્યની ફરજોનો નિર્દેશ કરે છે. અનુચ્છેદ 36માં વ્યાખ્યા કરાયા મુજબ 'રાજ્ય' (State) શબ્દનો અર્થ અનુચ્છેદ 12માં આપવામાં આવેલ અર્થ મુજબ જ થશે, સિવાય કે સંદર્ભથી વિરુદ્ધ જોગવાઈ કરાયેલ હોય. અનુચ્છેદ 12માં અપાયેલ વ્યાખ્યા પ્રમાણે 'રાજ્ય'માં કેન્દ્ર સરકાર, સંસદ, રાજય સરકાર, વિધાનસભા, સ્થાનિક સત્તાધિકારીઓ તેમજ અન્ય સત્તામંડળોનો સમાવેશ થાય છે. આથી માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ માત્ર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની નહીં, પરંતુ સ્થાનિક સત્તાધિકારીઓ અને અન્ય સત્તામંડળોની પણ છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે અને તેનો અમલ ફરજિયાત નથી. પરંતુ નીતિ (Policy) પડતી વખતે તેમજ કાયદાઓ ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ કરવાની રાજયની ફરજ છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાની રાજયની નૈતિક ફરજ છે. કારણ કે આ જોગવાઈઓ તમામના માટે સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય મળી શકે તેવી સમાજરચના સ્થાપવાનો પ્રયત્ન કરવાનો આદેશ આપતી જોગવાઈ છે. ન્યાયતંત્ર દ્વારા માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. કારણ કે તેનાથી કેટલીક વાસ્તવિક મુશ્કેલીઓનું સર્જન થવાની શક્યતા હતી. આથી જયારે જયારે અનુકૂળ જણાય ત્યારે આ સિદ્ધાંતોનો અમલ કરવાની રાજ્યની ફરજ બની રહે છે.
આ માર્ગદર્શક સિદ્ધાંતોથી દેશના નાગરિકને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી. તેનાથી કોઈ કાયદેસર ઉપચારો પણ પ્રાપ્ત થતા નથી. કારણ કે અનુચ્છેદ 37માં જણાવાયેલ છે કે કોઈ અદાલત મારફત આ સિદ્ધાંતોનો અમલ કરાવી શકાતો નથી. આમ, માર્ગદર્શક સિદ્ધાંતોને અદાલતની હકૂમતમાંથી બાકાત રખાયા છે. કારણ કે બંધારણના ઘડવૈયાઓએ નૂતન વ્યવસ્થાના જે આદર્શોની સામાજિક અને સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય સમાજ વ્યવસ્થા માટે વિચારણા કરેલ, તેને મૂર્તિમંત કરવા માટે રાજ્યને અપાયેલ આ સૂચનાઓ છે. બંધારણના પ્રારંભે આ માર્ગદર્શક સિદ્ધાંતો કાનૂની અસર આપવા સક્ષમ જણાયેલ નહીં, અને તેથી તેને કાનૂની બળ (Legal force) અપાયેલ નથી.
આ માર્ગદર્શક સિદ્ધાંતો બે લાક્ષણિકતાઓ ધરાવે છે. પ્રથમ તો એ કે જો કોઈ સિદ્ધાંતનો રાજય અમલ ન કરે, તો કાયદાની અદાલતથી તેના અમલ માટે રાજયને ફરજ પાડી શકાતી નથી. બીજું એ કે રાષ્ટ્ર સંચાલનમાં આ સિદ્ધાંતો મૂળભૂત છે. કાયદાઓ ઘડતી વખતે તેનો અમલ કરવાની રાજ્યની ફરજ છે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણ વિભાગ 4, અનુચ્છેદ 36 થી 51માં માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓ અપાયેલ છે. અનુચ્છેદ 36માં 'રાજપ'ની વ્યાખ્યા અપાયેલ છે. અનુચ્છેદ 31 જણાવે છે કે માર્ગદર્શક સિદ્ધાંતો બિનન્યાયક્ષમ (Unenforceable) છે. આમ છતાં રાષ્ટ્ર સંચાલનમાં તે મૂળભૂત છે અને કાયદાઓ ઘડવામાં તે લાગુ કરવાની રાજ્યની ફરજ છે. અનુચ્છેદ 38થી જીવનના તમામ ક્ષેત્રોમાં અસમાનતા દૂર કરી સમાનતા લાવવા રાજયને આદેશ અપાયેલ છે. અનુચ્છેદ 38થી રાજ્યને લોકકલ્યાણની વૃદ્ધિ માટે તેમજ લોકોનાં જૂથો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવા. પ્રમત્ન કરવા તેમજ દરજજો, સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરવાનો પ્રયત્ન કરવા આદેશ અપાયેલ છે.
અનુચ્છેદ 39થી રાજ્યને એવી સમાજ વ્યવસ્થા રચવા પ્રયત્ન કરવા આદેશ અપાયેલ છે કે જેમાં સ્ત્રી-પુરુષ બંનેને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો અધિકાર રહે, સંપત્તિની જમાવટ ન થાય, સ્ત્રી-પુરૂષને સમાન કામ માટે સમાન વૈતન મળે, બાળકોને આર્થિક જરૂરિયાતના કારણે પોતાને અનુકૂળ ન હોય તેવી રોજગારીમાં જોડાવાની ફરજ ન પડે, તેમજ તેમને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડ પ્રાપ્ત થાય. એમ.સી.મહેતા વિ. સ્ટેટ ઑફ તામિલનાડુ ક્રેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે અનુચ્છેદ 39 બાનમાં લઈ બાળકોને કટાકડાં બનાવવાનાં કારખાનામાં દીવાસળી બનાવવાના કામમાં રોકી શકાય નહીં. અનુચ્છેદ 39(એ)માં સમાન ન્યાય અને મહત કાનૂની સહાય માટે જોગવાઈ કરાયેલ છે. આ અનુચ્છેદ અનુસંધાને સંસદે Services Authority Act, 1986 પસાર કરેલ છે. અનુચ્છેદ 40 થી રાજ્યને ગ્રામ પંચાયતોની સ્થાપના કરી તેમને જરૂરી સત્તાઓ આપવા જણાવવામાં આવેલ છે. આ સિદ્ધાંતની પૂર્તિ માટે ભંપારણમાં 73 અને 74માં સુધારો પસાર કરાવેલ છે.
અનુચ્છેદ 41થી રાજ્યને સામાજિક સુરક્ષા માટે જોગવાઈ કરવા જણાવાયેલ છે. પોતાની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં રહીને રાજય (એ) રોજગારી, (બી) શિક્ષણ, (સી) બેકારી, માંદગી, વૃદ્ધાવસ્થા અને અપંગતાના પ્રસંગે અને વિના વાંકે ભોગવવી પડતી તંગીના પ્રસંગોમાં જાહેર મદદ આપવાની રાજ્યની ફરજ છે. અનુચ્છેદ 42થી રાજ્યને કામદારો માટે કામની ન્યાયી અને માનવીય શરતો તેમજ સ્ત્રી માટે પ્રસૂતિ સહાયની જોગવાઈ કરવા જણાવવામાં આવેલ છે. કામદાર રાજ્ય વીમા ધારો, 1948માં કામદારો માટે અનેક લાભો આપવાની જોગવાઈ છે. બોનસ ધારો, 1965, ગ્રેચ્યુઇટી ધારો, 1972 વગેરે આ અનુચ્છેદની પૂર્તિ માટે ઘડાયેલા કાયદાઓ છે. અનુચ્છેદ 43થી રાજ્યને કામદારો માટે કામ, યોગ્ય નિર્વાહ વૈતન તેમજ શિષ્ટ જીવન ધોરણ અને કામદારોને નવરાશના સમયમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પૂરતી તકો મળી રહે તે માટે પ્રયત્ન કરવા જણાવાયેલ છે. અનુચ્છેદ 43(એ) માં ઉદ્યોગના વહીવટમાં કામદારોના અવાજની સ્વીકૃતિ કરવાનો સિદ્ધાંત સ્વીકારાયો છે. મુંબઈ ઔદ્યોગિક
સંબંધ ધારો, 1946 માં ક. 53(એ) ઉમેરીને સંયુક્ત વ્યવસ્થાપન સમિતિ (Joint Management Council) રચવાની કરાયેલ જોગવાઈ આ સિદ્ધાંતને અનુસરીને છે. અનુચ્છેદ 43(બી)થી રાજયને સરકારી મંડળીઓની સ્વૈચ્છિક સ્થાપના, કામગીરી, લોકશાહી અંકુશ તેમજ તેના વ્યવસાયિક પ્રબંધને ઉત્તેજન આપવા જણાવાયેલ છે.
સમાન નાગરિક ધારો (અનુચ્છેદ 44)
આ અનુચ્છેદ જણાવે છે કે રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા પ્રયત્ન કરશે.
દેશમાં આમ તો કાયદાનું શાસન (Rule of Law) છે. એટલે કે દેશના તમામ નાગરિકોને દેશના તમામ કાયદાઓ એકસરખી રીતે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લીંગના કોઈપણ જાતના ભેદભાવ વગર લાગુ પડે છે. દા.ત., ભારતીય ફોજદારી ધારો, અપકૃત્યોનો કાયદો, કરાર ધારો, ભાગીદારીનો કાયદો, માલવેચાણ ધારો, પર્યાવરણ જાળવણી ધારો, વગેરે કાનૂનો દેશમાં તમામ વ્યક્તિઓને સમાન રીતે લાગુ પડે છે. પરંતુ દેશમાં કેટલાક કાયદાઓ ધાર્મિક રિવાજો કે ગ્રંથ પર આધારિત છે. ખાસ કરીને લગ્ન, લગ્ન વિચ્છેદ, બાળકોની ઔરસતા, દત્તકવિયાન, ભરણપોષણ, વગેરે આમતો હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસીઓ માટે અલગ અલગ કાયદાઓ છે. તેને અંગત અથવા વૈયક્તિક (Personal) કાનૂનો તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ અંગત કાયદાઓ રદ કરીને સમાન નાગરિક ધારો ઘડવાની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી જુદા જુદા વર્ગો તરફથી થતી આવી છે. જુદા જુદા અંગત કાયદાઓથી ખાસ કરી સ્ત્રી વર્ગને વિશેષ અન્યાય થયો છે.
સર્વોચ્ચ અદાલતે શાહબાનો કેસમાં કેન્દ્ર સરકારને સમાન નાગરિક ધારો ઘડવા આદેશ કરેલ હતો. આ કેસમાં ઠરાવાયેલ કે રાજયની સમાન નાગરિક ધારો ઘડવાની ફરજ છે અને તે માટે રાજ્ય વૈધાનિક ક્ષમતા (Legislative competence) પણ ધરાવે છે. બંધારણ આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સિદ્ધ કરવાની વાત કરવામાં આવી છે. આ ત્યારે જ શક્ય બને કે જયારે આપણી પાસે ધર્મ આધારિત કાયદાઓ ન હોય પુરુષ અને દેશના દરેક નાગરિકને દરેક કાનૂન સમાન રીતે લાગુ પડતો હોય. ધર્મ આધારિત કાયદાઓ, વધતે ઓછે અંશે સ્ત્રીઓને અન્યાયકર્તા રહ્યા છે. દા.ત., હિંદુ કાયદા હેઠળ માત્ર પુરુષો વિભાજન માગી શકે. સ્ત્રીઓને વિભાજન માગવાનો અધિકાર નથી. મુસ્લિમ કાયદા મુજબ, પુરુષ એકી સાથે ચાર પત્નીઓ ધરાવી શકે છે. જ્યારે સ્ત્રીની બાબતમાં એકપતિત્વનો નિયમ લાગુ કરાયો છે. મુસ્લિમ કાયદા પ્રમાણે નિકાહ (લગ્ન) વખતે સ્ત્રીની સંમતિ પૂછવામાં આવે છે પરંતુ તલાક વખતે તેણીને પૂછવામાં આવતું નથી. પુરુષ પોતાની મરજી પ્રમાણે, ગમે ત્યારે, સ્ત્રીને પૂછ્યા સિવાય, સ્ત્રીને તલાક આપી શકવાનો અધિકાર ધરાવે છે.
સર્વોચ્ચ અદાલતે સરલા મૂદગલ કેસમાં કેન્દ્ર સરકારને સમાન નાગરિક ધારો ઘડવા આદેશ આપેલ છે. આ કેસમાં ઠરાવાયેલ છે કે હિંદુ લગ્ન ધારા હેઠળ લગ્ન કરેલ વ્યક્તિ, લગ્ન વિચ્છેદ સિવાય, ઇસ્લામ ધર્મ સ્વીકારી બીજું લગ્ન કરે તો આવું લગ્ન ગેરકાયદેસર અને ભારતીય ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. હિંદુ લગ્ન કરેલ એક જીવનસાથી ઈસ્લામ ધર્મ ધારણ કરે તો તેનાથી હિંદુ લગ્નનો આપોઆપ અંત આવતો નથી. હિંદુ લગ્નધારાની ક. 13 મુજબ લગ્નવિચ્છેદ થયેલ હોવો જોઈએ. નૂર વિ. મહમદ કાસીમના કેસમાં ઠરાવાયેલ છે કે આપણે બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક રાજ્ય છીએ. બિનસાંપ્રદાયિક રાજ્યને કોઈ ધર્મ હોતો નથી. વ્યક્તિના ધર્મને રાજ્યના કાયદાઓ સાથે કોઈ નિસ્બત હોતી નથી. જહોન વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સમાન નાગરિક ધારો ઘડવા સૂચન કરેલ હતું. આ કેસમાં ભારતીય વારસા ધારો, (Indian Succession Act, 1925) ક. 118થી અનુચ્છેદ 14નો ભંગ થતો હોવાનું ઠરાવી ગેરબંધારણીય જાહેર કરાયેલ હતી.
કેરાલા હાઈકોર્ટ એક કેસમાં ઠરાવેલ છે કે લગ્ન વિષયક બાબતમાં ક્રૂરતા (Cruelty) નું સમાન ધોરણ હોવું ઈએ. divorce Act, 1869 ક. 10(1) મુજબ ક્રૂરતા એવી હોવી જોઈએ કે તેનો ભોગ બનનાર પક્ષકારને વાજબી અ રીતે સામા પક્ષકાર સાથે રહેવામાં જોખમ લાગે. હિંદુ લગ્ન ધારો, 1955, ક. 13(1) હેઠળ કે વિશિષ્ટ લગ્ન ધારો,
(Special Marriage Act, 1954) ક. 27માં ક્રૂરતાની વ્યાખ્યા આપવામાં આવી નથી. આ કેસમાં ઠરાવાયું કે અનુચ્છેદ 44માં આદેશ છતાં, સમાન નાગરિક ધારો ઘડાયેલ ન હોય, તો પણ અદાલતોએ ક્રૂરતાનું એવું અર્થઘટન કરવું જોઈએ કે તમામ નાગરિકો માટે ક્રૂરતાનાં ધોરણો સમાન રીતે નિયત કરે. અદાલતે ઠરાવ્યું કે અમુક લોકો માટે ક્રુંરતાનાં અમુક ધોરણો અને અન્ય ધર્મના લોકો માટે ક્રૂરતાનાં અમુક ધોરણોથી અનુચ્છેદ 14નો ભંગ થાય છે.
અનુચ્છેદ 45માં જણાવાયેલ છે કે રાજ્ય છ વર્ષ હેઠળનાં બાળકોના શરૂઆતના બચપણની કાળજી અને શિક્ષણ પૂરું પાડવા માટે જોગવાઈ કરવાનો પ્રયત્ન કરશે. અનુચ્છેદ 46માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગોના રશૈક્ષણિક અને આર્થિક હિતોની ઉન્નતિ માટે પ્રયત્ન કરવા રાજ્યને જણાવવામાં આવેલ છે. અનુચ્છેદ 47થી લોકોનાં પોષણનું સ્તર અને જીવનધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની પ્રાથમિક ફરજ ઠરાવાયેલ છે. ઔષધીય હેતુઓ સિવાય, રાજયને માદક પીણાંઓ પર પ્રતિબંધ મૂકવા જણાવવામાં આવેલ છે. અનુચ્છેદ 18થી રાજ્યને ખેતી અને ઢોર ઉછેર માટે આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવા તેમજ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવા જણાવવામાં આવેલ છે. અનુચ્છેદ 48(એ) જણાવે છે કે રાજ્ય, પર્યાવરણનું રક્ષણ અને તેમાં સુધારણા કરવાનો અને દેશનાં જંગલો અને વન્ય જીવોનું રક્ષણ કરવા પ્રયત્ન કરશે. આ અનુચ્છેદ પ્રમાણે આપણે ત્યાં પર્યાવરણ રક્ષણ ધારી, 1986, વન્ય જીવ રક્ષણ ધારો, 1972 તેમજ જંગલ રક્ષણ ધારો, 1980 પસાર થયેલ છે.
અનુચ્છેદ 50માં રાજ્યને ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા પગલાં લેવા આદેશ કરાયેલ છે. અનુચ્છેદ 51થી રાજ્યને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ માટે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનાં નિવારણ માટે લવાદીને ઉત્તેજન આપવા પ્રયત્ન કરવા રાજ્યને જણાવવામાં આવેલ છે.
Read More - ભારતીય બંધારણ - Indian Constitution
મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે તુલના
માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતી કાર્યક્ષેત્રમાંથી બાકાત રખાયેલા હોવાથી તેનું સ્થાન મૂળભૂત અધિકારો કરતાં ગૌણ હોવાની વિચારસરણી એક સમયે પ્રચલિત હતી, પરંતુ હવે આ વલણમાં ફેરફાર થયો છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે માર્ગદર્શક સિદ્ધાંતો પણ બંધારણનો ભાગ જ છે અને તેને મૂળભૂત અધિકારો કરતા ગોણ ગણી શકાય નહીં. કેશવાનંદ ભારથી વિ. સ્ટેટ ઑફ કેરાલા કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો એકબીજાના પૂરક અને સહાયક છે. માર્ગદર્શક સિદ્ધાંતોથી ધ્યેય નક્કી કરાયેલ છે અને મૂળભૂત અધિકારો તે ધ્યેય પ્રાપ્ત કરવાના સાધનો છે. ઉન્ની ક્રિશ્નન કેસમાં પણ ઠરાવાયેલ છે કે માર્ગદર્શક સિદ્ધાંતો ધ્યાનમાં રાખીને જ મૂળભૂત અધિકારોનું અર્થઘટન થવું જોઈએ. માર્ગદર્શક સિદ્ધાંતો જો કે મૂળભૂત અધિકારો પર પ્રભાવી બની શકે નહીં. આમ છતાં મૂળભૂત અધિકારોનો વ્યાપ અને કાર્યક્ષેત્ર નક્કી કરતી વખતે અદાલત માર્ગદર્શક સિદ્ધાંતોની ઉપેક્ષા કરી શકે નહીં. અદાલતે સંવાદી અર્થઘટન (harmonious interpretation) સ્વીકારી બંનેનો અમલ કરવા પ્રયત્ન કરવો જોઈએ. એક કેસમાં ગાય અને વાછરડાંની કતલ પર મૂકાયેલ પ્રતિબંધની બંધારણીયતા પડકારવામાં આવેલ. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં પ્રતિબંધ અનુચ્છેદ 48 ને અમલી બનાવવા માટે કાયદેસર હોવાનું ઠરાવેલ.
તફાવત
બંને વચ્ચેનો પ્રથમ તફાવત એ છે કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ ઉપચાર(remedy)ની જોગવાઈ છે.
એટલે કે કોઈ મૂળભૂત અધિકારનો ભંગ થાય તો ન્યાયતંત્ર પાસે દાદ માગી શકાય છે. જયારે માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ ન થાય, તો કોઈ ઉપચાર મળી શકતો નથી. એટલે કે ભંગ બદલ ન્યાયતંત્રમાં કે કયાય ફરિયાદ કરી શકાતી નથી. જેમ કે સમાન નાગરિક ધારો (અનુચ્છેદ 44) (Uniform Civil Code) હજુ સુધી ઘડાયેલ નથી. ન્યાયતંત્ર (Judiciary)નું કારોબારી(Executive) થી (અનુચ્છેદ 50) હજુ સુધી વિભાજન થયેલ નથી. આ માર્ગદર્શક સિદ્ધાંતો હોવાથી તેના અમલ માટે કોઈ કાનૂની ઉપચાર ઉપલબ્ધ કરાવાયેલ નથી.
બીજો તફાવત એ છે કે જયારે મૂળભૂત અધિકારો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંઘર્ષ થાય ત્યારે મૂળભૂત અધિકારોનો અમલ કરવામાં આવે છે. જે કે સર્વોચ્ચ અદાલતે કેટલાક ચુકાદાઓમાં માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત અધિકાર સમાન દરજ્જો આપેલ છે. દા.ત., ઉન્ની કૃષ્ણન કેસમાં અનુચ્છેદ 45 ને મૂળભૂત અધિકારનું સ્થાન આપેલું છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં અનુચ્છેદ 43 ધ્યાનમાં રાખી Kerala Industrial Establishment (National and Festival Holidays) Act, 1958 ને બંધારણીય ઠરાવેલ છે.