05/02/2024

પ્રકરણ-7 જાહેર નોકરોના કાયદેસર અધિકારનો અનાદર CONTEMPT OF LAWFUL AUTHORITY OF PUBLIC SERVANTS

આ દસમાં પ્રકરણમાં છે. 172 થી 190 સુધીમાં જાહેર નોકરોના ભયદેસરના અધિકારનો અનાદર કરવા વિષે કહેવામાં આવ્યું છે. આ પ્રકરણ નવમાં પછી તરત જ. પ્રકરણ 9.એ વચમાં દાખલ કર્યા  સિવાય મૂકવું જોઈતું હતું. કલમ. 172 થી 190 માં જાહેર નોકરોના અધિકારનો અમલ કરવાના હેતુથી વિવિધ શિક્ષાત્મક જોગવાઈઓ યોજવામાં આવેલ છે તથા જાહેર નોકરોને ખોટી માહિતી આપવા અંગે પણ આ જ પ્રકરણમાં જણાવવામાં આવ્યું. આ બધી જ કલમો અગત્યની નથી. ફક્ત ક. 182 અને 188નો ધ્યાનથી અભ્યાસ કરવાનું જરૂરી છે. બાકીની કલમો ખાસ અગત્યની નહિ હોવાથી તેમનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

વળી, આ પ્રકરણના વધુ છ પેટાવિભાગો કરવામાં આવેલ છે, તે નીચે પ્રમાણે છે : 

1.જાહેર ફરજ બજાવવામાં જાણીજોઇને કસૂર કરવી અથવા બહાનું કાઢવું : ક. 172 થી 176 અને 187.
2. અમુક કાર્યો કરવા જાણીજોઈને ના પાડવી : ક. 178 થી 180.
૩. જાહેર નોકરોને ખોટી માહિતી આપવી : ક. 177, 181-182. 
4. ગેરકાયદેસર રીતે મિલ્કતની ખરીદી કરવી અથવા હરાજીમાં બોલી કરવી : કલમ. 185, 
5. જાહેર નોકરને દખલ કરવી અથવા તેની અવજ્ઞા કરવી : ક. 183-184, 186 થી 188.
6. હાનિની ધમકી આપવી : 189-190.

(1) જાહેર ફરજ બજાવવામાં જાણીજોઈ અથવા જાણીબૂઝીને કસૂર કરવી અથવા બહાનું કાઢવું (Wilful Ommission or Evasion of the performance of a Public Duty) (કલમ. 172 થી 176 અને 178):

આ વિભાગમાં સાત ગુનાઓનો સમાવેશ થાય છે. તેનો ટૂંક સાર આ પ્રમાણે છે :

(1) જાહેર નોકર દ્વારા કોઈ સમન્સ, નોટિસ, હુકમ અથવા કોઈ કાર્યવાહી અંગેની બજવણી થતી રોકવા ગુપ્ત રીતે નાસી જવું : ક. 172.

(2) સમન્સ અથવા કાર્યવાહી અંગેની કોઈ પણ રીતે બજવણી થતાં અટકાવે અથવા કોઈ સ્થળે તે કાયદેસર રીતે ચોટાડયા પછી તેને દૂર કરે, અથવા કાયદા અનુસાર કરવામાં આવતી કોઈ જાહેરાત થતી અટકાવે : ક. 173.

(3) સમન્સ, નોટિસ, હુકમ અથવા જાહેર નોકર દ્વારા કરવામાં આવેલ જાહેરાતનો અનાદર કરીને ગેરહાજર રહે અથવા હાજર થઈને ત્યાંથી જવાની કાયદેસરની રજા મળે તે પહેલાં જતો રહે : ક. 174.

(4) ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 82 હેઠળના જાહેરનામાના જવાબમાં હાજર નહિ થવાનું ક. 174A (2005ના 25માં અધિનિયમની ક. 44 (બી)થી ઉમેરો કર્યો છે.)

(5) જાહેર નોકર સમક્ષ કોઈ દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરવા અથવા સોંપવા કાયદેસર રીતે બંધાયેલ કોઈ વ્યક્તિ એ પ્રમાણે કરવામાં ઈરાદાપૂર્વક કસૂર કરે : ક. 187.

(6) જાહેર નોકરને કોઈ નોટિસ અથવા માહિતી આપવામાં અથવા પહોંચાડવામાં ઈરાદાપૂર્વક કસૂર કરે : કલમ. 176.

(7) કોઈ જાહેર નોકરનો તેની ફરજ બજાવવામાં મદદ કરવા કાયદેસર રીતે બંધાયેલ હોય, છતાં એવી મદદ કરવામાં ઈરાદાપૂર્વક કસૂર કરે : ક. 187.

(2) અમુક કાર્યો કરવા જાણીજોઈ અથવા જાણીબૂઝીને ના પાડવી (Withful Refusal to do Certain Acts) (5. 178 थी 180) :

(1) કોઈ જાહેર નોકરે, યોગ્ય રીતે સોગંદ લેવા ફરમાવ્યા છતાં, સોગંદ લેવાની ના પડવી : ક. 178

(2) પૂછપરછ કરવાને અધિકૃત કોઈ જાહેર નોકરને જવાબ આપવાની ના પાડતી : B. 179. (1) પોતે કરેલ નિવેદનમાં, કોઈ અધિકૃત અધિકારીએ મહી કરવા કરમાવ્યા છતા, મહી કરવાની ના પડવી. કલમ.180.

(3) જાહેર નોકરને ખોટી પાહિતી આપવી (Giving False Information to a Pablle Servanty (177,181-182): 
ભારતમાં જાહેર નોકરોને ખોટી માહિતી આપવાના ગુના ઘણાં જ બનતા હોય છે . તે વિશે ક. 177, 181 અને 182 માં ચર્ચા કરવામાં આવી છે. તે પૈકી 182 વધુ અગત્યની છે. 

(1) કાયદેસર રીતે માહિતી આપવાને બંધાયેલ કોઈ વ્યક્તિ દ્વારા જાહેર નોકરને ખોટી માહિતી પૂરી પાડવી - કલમ.177. 

દુષ્ટાંત : (એ) અ  નામનો એક જમીનદાર, તેની જાગીરમાં ખૂન થયું છે એમ જાણવા છતાં જિલ્લા મેજિસ્ટ્રેટને જાણીજોઈને ખોટી માહિતી આપે છે કે થયેલ મરણ અકસ્માત(સર્પદેશ)થી થયું છે. તેથી અ આ કલમમાં જણાવ્યા મુજબના ગુના માટે ગુનેગાર છે. 
(બી) અ  એક ગામનો ચોકિયાત છે. તેને માહિતી મળે છે કે, મ – નામના વ્યક્તિ પાસેના સ્થળે રહેતા એક શ્રીમંત વેપારીને ત્યાં ધાડ પાડવા અજાણ્યા માણસોની એક ટોળી તેના ગામમાંથી પસાર થઇ છે. બંગાળ કોડ રેગ્યુલેશન 3. 1821 ની ક. 7 ખંડડ અનુસાર ઉપરની હકીકતની ખરી માહિતી વહેલી તકે નજીકના પોલીસ સ્ટેશને આપવા તે બંધાયેલો હતો. પણ તેણે જાણીજોઈને પોલીસ અધિકારીને ખોટી માહિતી આપી કે શંકાસ્પદ વ્યક્તિઓની એક ટોળી તેના ગામમાં થઈને બીજી દિશામાં એક દૂરના સ્થળે ધાડ પાડવાના ઇરાદાથી પસાર થઇ હતી. આથી અ આ કલમમાં જણાવ્યા મુજબના ગુના માટે જવાબદાર બને છે. 

(2) પ્રસ્તુત વિષય પર સત્ય કહેવાને કાયદેસર રીતે બંધાયેલ કોઈ વ્યક્તિ જાહેર નોકર સમક્ષ, અથવા સોગંદ લેવડાવવાને અધિકૃત કોઈ વ્યક્તિ સમક્ષ, સોગંદ ઉપર ખોટું નિવેદન કરે : ક. 181.

(3) બીજાને હાનિ થાય તેવું કાર્ય જાહેર નોકર કરે તેવા ઇરાદાથી તેણે ખોટી માહિતી આપવી : ક. 182.

આ કલમ અગત્યની છે. જાહેર નોકર પોતાનો અધિકાર બીજાને હાનિ પહોંચાડવા વાપરે એવા ઇરાદાથી તેને ખોટી માહિતી આપવાના ગુનાની, તે દ્વારા શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે. તે કલમનું પૃથક્કરણ કરીને અત્રે જણાવેલ છે. જેમ કે-

જે કોઈ જાહેર નોકરને કે જે ખોટી છે એમ માહિતી આપે- તે જાણતો હોય (અથવા માનતો હોય) અને તે દ્વારા જાહેર નોકેરને

(ક) કાંઈક કરવા અથવા કસૂર કરવા કે જે તે જાહેર નોકરે કરવું જોઈતું નહતું અથવા કરત નહિ. જો-તેને જે માહિતી આપવામાં આવી હતી તે સબંધમાં ખરી હકીકત તે જાણતો હોય તો અથવા
(ખ) એવા જાહેર નોકરના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને હાનિ કરવા અથવા ત્રાસ પહોંચાડવાનો ઇરાદો હોય તો-

તેને 6 માસ સુધીની કેદ અથવા ₹ 1,000 સુધીનો દંડ અથવા બંને શિક્ષા કરવામાં આવશે : ક. 182.

- દૃષ્ટાંત : (એ) 'અ' એક મેજિસ્ટ્રેટને માહિતી આપે છે કે 'મ' નામનો તેના હાથ નીચેનો અમલદાર પોતાની ફરજમાં બેદરકારી અથવા ગેરવર્તણૂક માટે ગુનેગાર છે. તે એમ જાણે છે કે આ હકીકત ખોટી છે તથા તે એ પણ જાણે છે કે આવી માહિતી આપવાથી 'મ'ને (નોકરીમાંથી) કમી કરવા મેજિસ્ટ્રેટ પ્રેરાશે. આથી ''એ આ કલમ મુજબનો અપરાધ કર્યો છે.

(બી) 'અ' એક જાહેર નોકરને ખોટી માહિતી આપી જણાવે છે કે 'મ' એ મના કરેલ મીઠું ખાનગી સ્થળે રાખ્યું છે. તે જાણે છે કે આ માહિતી ખોટી છે તથા વધુમાં એ પણ જાણતો હોય છે કે આવી માહિતીના પરિણામે 'મ'ના મકાનની તપાસ કરવામાં આવશે અને તેથી 'મ'ને કનડગત થશે. તેથી 'અ'એ આ કલમ મુજબનો ગુનો કર્યો છે. (સી) 'અ' પોલીસમાં ખોટી માહિતી આપી જણાવે છે કે અમુક ગામની સીમમાં તેની ઉપર હુમલો કરીને લૂંટી લેવામાં આવ્યો હતો. હુમલો કરનાર પૈકી કોઈના નામ તેણે જણાવ્યા નહતા, પરંતુ તે જાણતો હતો કે આવી માહિતી ને કારણે પોલીસ તપાસ શરૂ કરી ઘરને જડતી કરશે અને પજવણી થશે તેથી અ આ કલમ મુજબ ગુના માટે જવાબદાર બનશે. કલમ182.

ઉપર જણાવેલ 'ક' અને 'ખ' ખંડ ખાસ નોંધપાત્ર છે. ખોટી માહિતી આપવાના પરિણામેં તે બે પ્રકાર ના પરિણામ નીપજે તે જરૂરી છે. 

સરકાર વિ. ઇચ્છાસમ ((1922) 44 All. 6471- આરોપીએ પોલીસને એવી ખોટી બાતમી આપી હતી કે તેનો ઘોડો છૂટો થઈને નાસી ગયો છે. ખરી હકીકત એમ હતી કે થોડા સમય પહેલા તેણે એ પોડી વેચી દીધો હતો. ખરીદનારની વિરુદ્ધ કામ ચલાવવામાં આવે એવા ઈરાદાથી તેણે એ બાતમી આપી હતી. તેની સામેના મુકદમામાં થયું હતું કે તેણે આ કલમ મુજબ અપરાધ કર્યો છે.

જ્યારે હોઈએ આપેલી ખોટી માહિતી બેમાંથી એક પરિણામ લાવવાનો તેનો ઇરાદો હોય અથવા બેમાંથી એક પરિણામ આવશે એવી તેને જાણ હોય ત્યારે આ ક. 182 હેઠળ જાહેર નોકરને ખોટી માહિતી આપ્યાનો ગુનો બને છે. અગાઉ નિર્દેશેલા બે પરિણામો આ પ્રમાણે છે : (1) જાહેર નોકર તેણે જે ન કરવું જોઈતું હતું તે કરવા અથવા જે બાબત અંગે તેને આવી (ખોટી) માહિતી આપવામાં આવી હતી તે બાબત સબંધમાં ખરી ફકીકત જાણતો હોત તો તેણે કરવું જોઈતું હતું તેમાં કસૂર કરવા પ્રેરાય, તથા (2) એવા જાહેર નોકરના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરાવીને કોઈ વ્યક્તિને હાનિ કે ત્રાસ પહોંચાડે. આ કલમ હેઠળના પહેલા ભાગ પ્રમાણેનો ગુનો થવા માટે એવા કૃત્ય કે કસૂરથી કોઈ ત્રીજી વ્યક્તિને હાનિ કે ત્રાસ પહોંચશે, એવું બતાવવું જરૂરી નથી. આરોપી ઉપર ક. 182 મુજબનો આરોપ મૂકવામાં આવે તો ક. 182 ફરિયાદ પક્ષે સાબિત કરવું જોઈએ કે,

(1) જેને માહિતી આપવામાં આવી હતી તે વ્યક્તિ જાહેર નોકર હતી;

(2) આરોપીએ તે જાહેર નોકરને માહિતી આપી હતી;

(3) તે માહિતી ખોટી હતી;

(4) આરોપી માનતો હતો અથવા જાણતો હતો કે તેણે માહિતી આપી ત્યારે તે ખોટી હતી; અને 

(5) આરોપીનો ઇરાદો હતો અથવા તે જાણતો હતો કે તેથી કોઈ જાહેર નોકર કાંઇક કરવા અથવા નહિ કરવા પ્રેરાશે અથવા પ્રેરાવા સંભવ છે કે જે તે જાહેર નોકર, જો ખરી હકીકત જાણતો હોત તો કરત નહિ અથવા નહિ કરવાની કસૂર કરત નહિ અથવા કાં તો તેનો ઇરાદો હતો કે તે જાણતો હતો કે એમ કરવાથી એ જાહેર નોકર, કોઈ વ્યક્તિને હાનિ અથવા ત્રાસ થાય તે રીતે પોતાના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવા પ્રેરાશે અથવા એમ કરવા પ્રેરાવાનો સંભવ છે. 

(4) ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવી અથવા હરાજીમાં બોલી કરવી (Illegal Purchase of Bid for Property) (8. 185):

જાહેર નોકરના હુકમથી વેચવા માટે પ્રસ્તુત કરવામાં આવેલ કોઈ મિલકત કોઈ વ્યક્તિના બદલે એ વ્યક્તિ પોતે અથવા બીજો કોઈ, કે જે એવા વેચાણમાં તે મિલકત ખરીદવા કાયદેસર રીતે અસમર્થ હોય, છતાં તેની ગેરકાયદેસર રીતે ખરીદી કરે અથવા હરાજીમાં બોલી કરે, અથવા હરાજીમાંથી ઉત્પન્ન થતી પોતાની જવાબદારીઓ પરિપૂર્ણ કરવા ઇચ્છા ધરાવતો ન હોય અને છતાં એવી મિલકતની બોલી કરે : ક. 185

(5) જાહેર નોકરને દાખલ કરવી અથવા તેની અવજ્ઞા કરવી (Obstructing or Disobeying & Public Servant) (કલમ. 183-184, 186 થી 188):

આ વિભાગમાં પાંચ ગુનાઓ છે, જેમ કે.

(1) જાહેર નોકરના કાયદેસરના હુકમ મુજબ કોઈ મિલકત લેતી વખતે સામા થવું : કલમ. 183.

'સામા થવું એટલે સક્રિય રીતે શારીરિક અડચણ કરવી. ફક્ત મિલકત સોંપવાનો ઇન્કાર કરવી અથવા દખલ કરવાની ધમકી આપવાથી આ કલમ મુજબ સામા થયેલ છે એમ ન કહી શકાય તેથી જો કાયદેસરના હુકમોનો અમલ કરવાનો પ્રયત્ન કરનાર કોઈ પોલીસ અધિકારીને કોઈ વ્યક્તિ ઈજા કરવાની ધમકી આપે તો એવા ગુનાનો સમાવેશ 8. 183માં થતો નથી. પણ ક. 186 મુજબનો કદાચિત તે ગુનો બની શકે,

(2) જાહેર નોકરના કાયદેસરના હુકમ અનુસાર વેથવા માટે પ્રસ્તુત કરેલી કોઈ મિલકતનું વેચાણ કરવામાં દખલ કરવી : ક. 184.

(૩) જાહેર નોકરને તેના જાહેર કાર્યો બજાવવામાં દખલ કરવી : 8. 186.

(4) કાયદેસર રીતે મદદ કરવા બંધાયેલ હોય તેમ છતાં જાહેર નોકરને તેની ફરજ બજાવવાના કાર્યમાં મદદ કરવામાં ઈરાદાપૂર્વક કસૂર કરવી : ક. 187.

(5) જાહેર નોકર દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલ કોઈ હુકમ, જે જાહેર કરવાનો કાયદા મુજબ તેને અધિકાર હોય . તેને જાણીજોઈને અવજ્ઞા કરવી: ક. 188.

હુકમની અવજ્ઞા કરવાના એ કાર્યોથી, જો કાયદેસર રીતે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિને દખલ થાય અથવા હાનિ થવા સંભવ હોય, તો તે માટે એક માસની સાદી કેદ, અથવા ₹ 200 સુધીનો દંડ અથવા બંને પ્રકારની શિક્ષા થઇ શકે, પણ જો તેથી હુલ્લડ થવા, અથવા બખેડો થવા, અથવા મનુષ્યની જિંદગી, તંદુરસ્તી યા સલામતીને ભય પેદા થાય તેમ હોય. તો તે (કોઈ પણ પ્રકારની) છ માસ સુધીની કેદ આથવા ₹ 1,000 સુધીનો દંડ અગર બંને શિક્ષા કરી શકાય': ક, 188,

દૃષ્ટાંત : કાયદેસર રીતે હુકમ કરવાને અધિકૃત એક જાહેર નોકર દ્વારા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો કે ધાર્મિક સરઘસે અમુક શેરીમાં થઈને પસાર થવું નહિ: છતાં 'જાણીજોઈને' 'અ' તે હુકમનો ભંગ કરે છે અને તેથી હુલ્લડ થવાનો ડર પેદા થાય છે. 'અ' આ કલમમાં જણાવ્યા મુજબનો ગુનો કરે છે : ક. 188.

કલમ. 188 મુજબનો ગુનો પુરવાર કરવા માટે બતાવવું જરૂરી છે કે - 

(1) જાહેર નોકર દ્વારા યોગ્ય રીતે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો;
(2) તે હુકમ કાયદેસર હતો;
(3) તે જાહેર નોકર એવો હુકમ કરવાને (અધિકૃત) સમર્થ હતો;
(4) તે હુકમ, ખરેખર આરોપીના ધ્યાન ઉપર લાવવામાં આવ્યો હતો;
(જે હુકમની અવજ્ઞા કરવા માટે આરોપી પર તહોમત મૂકવામાં આવ્યું હોય તે હુકમની તેને જાણ હતી એવો પૂરાવો રજૂ કરવાનું જરૂરી છે. ફક્ત હુકમ જાહેર કર્યાની સામાન્ય જાહેરાતની સાબિતી પૂરતી નથી.)
(5) એ રીતે જાહેર કરવામાં આવેલ હુકમની તેણે અવજ્ઞા કરી હતી; અને 
(6) એ અવજ્ઞાથી આ કલમમાં જણાવ્યા મુજબના એક અથવા વધુ પરિણામો નીપજ્યા હતા અથવા તેમ થવાનો સંભવ હતો. માત્ર કોઈ હુકમની અવજ્ઞા કરવી એ ગુનો થતો નથી, પરંતુ તે માટે બતાવવું જરૂરી છે કે એવા અનાદરને કારણે અમુક પરિણામો ઉત્પન્ન થાય તેમ છે.

(6) હાનિ ની ધમકી આપવી (Threat of Injury) (કલમ. 189-190): 

(1) જાહેર નોકર અથવા તેનું જેમાં હિત છે એમ માનવામાં આવતું હોય એવી કોઈ વ્યક્તિને હાનિની ધમકી આપવી અને એવી ધમકી આપવાનો આશય જાહેર નોકરને પોતાની ફરજનું કાર્ય ન કરવાની ફરજ પાડવાનો અથવા એ કરતાં અટકાવવાનો હોય : ક. 189.

(2) કોઈ વ્યક્તિ, જાહેર નોકરનું રક્ષણ મેળવવાનો પ્રયાસ કરતાં અટકી જાય તે આશયથી તેને હાનિની ધમકી આપવી : ક. 190.