Law Sahitya
Offenses affecting public safety and convenience
IPC પ્રકરણ-14,
સલામતી અને સગવડ, કલમ. 279 થી 289
જાહેર સલામતી અને સગવડને અસરકર્તા ગુનાઓ (Offences affecting Public Safety and Convenience) વિષે જાણવા માટે આપણે હવે વિગતવાર ચર્ચા કરીયે. કારણ કે આ પ્રકરણ માં વિવિધ પ્રકારની ઉપેક્ષા (negligence) અને ઉપેક્ષાયુક્ત વર્તણૂક સંબંધી એકંદરે સાત અપરાધોનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે
- જાહેર રસ્તા ઉપર અવિચારીપણે (rashly) હાંકવું અથવા સવારી કરવી : ક. 279.
જાહેર માર્ગ ઉપર, મનુષ્યની જિંદગી ભયમાં મુકાય એવી રીતે અવિચારપણે અથવા ઉપેક્ષામાંથી હાંકવા અગર સવારી કરવાનો અપરાધ સામાન્ય રીતે ઘણો જ બનતો હોય છે. પરીક્ષાની દૃષ્ટિએ પણ આ કલમ અગત્યની છે. બાકીની કલમો 280 થી 289 માત્ર ઉલ્લેખ કરવા યોગ્ય છે. મનુષ્યની જિંદગી જોખમમાં મુકાય એ રીતે જાફર રસ્તા ઉપર અવિચારીપણે અથવા ઉપેક્ષાથી હાંકવા અથવા સવારી કરવા માટે ક. 279માં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કલમ અનુસાર એ જરૂરી નથી કે એવું અવિચારી અને ઉપેક્ષાયુક્ત હાંકવાનું કૃત્ય કોઈ વ્યક્તિની જિંદગી અથવા મિલકતને ખરેખર હાનિ થવામાં પરિણમ્યું હોય. તે માટે રસ્તા ઉપર કોઈ વ્યક્તિની હાજરી હોવાનું પણ જરૂરી નથી. ફક્ત રસ્તાનો ઉપયોગ કરનાર વ્યક્તિઓની જિંદગી જોખમમાં મૂકાવાની શક્યતા હોવાનું તે માટે પૂરતું છે. પરંતુ ઠપકાને પાત્ર બને એવાં દરેક કૃત્યો સાધારણ રીતે અવિચારી અથવા ઉપેક્ષાયુક્ત હોતા નથી.
ઉદાહરણ
આરોપી એક સાઈસ હતો. તેના માલિકના ઘોડા ઉપર સાજ મૂકીને તેને ગાડીમાં જોડયો હતો તથા તેના માલિકને તેમાં બેસાડીને ઘોડાગાડીને તેના માલિકના મકાનના આંગણામાં ઊભી રાખી. કોઈ વાજબી કારણ સિવાય ઘોડો ક્યાંક જતો રહ્યો હતો, તેથી આ પ્રસંગમાં ઘોડાવાળાની ફોજદારી જવાબદારી ઊભી થતી નથી. પણ કેવળ દીવાની પ્રકારની જવાબદારી ઊભી થાય છે.
હવે એક બીજો કિસ્સો જોઈએ.
બળદગાડી હાંકતી વખતે ત્રિકમભાઇ બળદોને ખોટી દિશામાં હાંકે છે અને તેથી તેના ગાડાની ધરી ફરિયાદીની ગાડીને અથડાય છે. પરિણામે તેની ગાડીને નુકસાન થાય છે. તો શું કોઈ ગુના માટે તે જવાબદાર બને છે ખરો ? હા તે જવાબદાર બને છે કલમ 283 મુજબ, જાહેરમાર્ગમાં ભય અથવા અડચણ કરવા માટે તે દોષિત અને ગુનેગાર છે. જો ત્રિકમભાઇ કોઈ ખાનગી સ્થળે ગાડું હાંકતો હોત તો કોઈ અપરાધ માટે જવાબદાર થાત નહિ; પરંતુ જાહેર માર્ગ ઉપર આ રીતે કર્યું હોઈને ક. 279 અથવા ક. 283 મુજબનો તે ગુનો કરે છે. અને તે સજાને પાત્ર બને છે.
- અવિચારીપણે અથવા ઉપેક્ષાથી કોઈ વાહન હંકારવું : ક. 280.
- વહાણવટીને ખોટે માર્ગે દોરવા ખોટું અજવાળું, નિશાની અથવા બોયું પ્રદર્શિત કરવું : ક. 281.
- જોખમકારક અથવા અસહ્ય બોજો ભરેલા વહાણમાં ભાડું કરીને કોઈ વ્યક્તિને જળમાર્ગેથી લઈ જવી કલમ. 282
- જાહેર માર્ગ ઉપર અથવા જળમાર્ગમાં કોઈ મિલકત પરત્વે કાંઈ કરીને અથવા કરવામાં કાંઈ કસૂર કરીને, કોઈ વ્યક્તિને ભય, અડચણ હાનિ કરવી : ક. 283.
- ઝેરી પદાર્થો, અગ્નિથી સળગી ઊઠે એવા તથા સ્ફોટક પદાર્થો અથવા યંત્રો સંબંધમાં અવિચારી રીને અથવા ઉપેક્ષાથી અગર જાણીને કાર્ય કરવું અથવા કાંઈક કરવામાં ઉપેક્ષાથી કસૂર કરવી, કે જેથી જિંદગી જોખમમાં મુકાય અથવા તેથી ઈજા અથવા હાનિ થવાની સંભવ હોય : ક. 284 થી 287.
- કોઈ મકાન ઉતારતાં અથવા મરામત કરતાં અથવા કોઈ પ્રાણીના કારણે જિંદગીને જોખમ થતું રોકવા, તે પરત્વે યોગ્ય બંદોબસ્ત કરવામાં જાણીને અથવા ઉપેક્ષાથી કસૂર કરવી : કલમ. 288-289.
ઉપેક્ષાયુક્ત વર્તણૂક ક્યારે શિક્ષાને પાત્ર બને છે ?
(Negligent Conduct When Punishable)
(કલમ. 129, 137, 233, 279 થી 289, 304-એ, 336-338)
ફોજદારી ધારાની નીચે દર્શાવેલ કલમો અન્વયે ઉપેક્ષાયુક્ત વર્તણૂકને શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવી છે. અર્થાત્-
- કોઈ જાહેર નોકર, રાજ્ય અથવા યુધ્ધના કેદીને તેની સંભાળમાંથી. (તેની) ઉપેક્ષાથી નાસી જવા દે : કલમ. 129.
- કોઈ વેપારી વહાણમાં તેના કપ્તાનની ઉપેક્ષાથી કોઈ ભાગેડુ વ્યક્તિને છુપાવવામાં સહાયક થાય :કલમ. 137.
- જાહેર નોકરની ઉપેક્ષાથી કોઈ વ્યક્તિ અટકાયતમાંથી નાસી જાય : ક. 233.
- કલમ. 279 થી 289માં જણાવવામાં આવેલ વિવિધ અવિચારી અને ઉપેક્ષાયુક્ત કૃત્યો.
- ઉપેક્ષાથી મૃત્યુ નિપજાવવું : ક. 304-એ.
- ઉપેક્ષાથી બીજાની જિંદગી અથવા સલામતીને જોખમમાં મૂકીને વ્યથા કરવી : ક. 337, અને,
- ઉપેક્ષાથી મહાવ્યથા પહોંચાડવી : 8. 388.
અવિચારી કૃત્યોને કઈ રીતે શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવેલ છે ?
(કલમ. 297, 280, 284 થી 289 અને 304-એ અને 336 થી 338)
ફોજદારી ધારા મુજબ ગુનાને પાત્ર ગણવામાં આવેલ અવિચારી કૃત્યો આ પ્રમાણે છે :
કલમ. 279 અને 280 અનુસાર અવિચારીપણે હાંકવું, સવારી કરવી અગર વહાણ હંકારવાનું શિક્ષાને પાત્ર છે. જ્યારે ક. 284 થી 287 દ્વારા અનુક્રમે ઝેરી પદાર્થો, અગ્નિ અને સળગી ઊઠે એવા અને સ્ફોટક પદાર્થો અને યંત્રો સંબંધમાં અવિચારી અને ઉપેક્ષાયુક્ત વર્તણૂકને શિક્ષાને પાત્ર બનાવવામાં આવી છે. વળી, ક. 288-289 થી ઈમારત તોડવામાં અથવા મરામત કરવા તથા પ્રાણીઓને રાખવા સંબંધમાં ઉપેક્ષાયુક્ત વર્તણૂક દાખવવામાં આવે તો એ ગુનો બને છે તથા ક. 304-એ અને 336 થી 338 દ્વારા અનુક્રમે અવિચારી અને ઉપેક્ષાયુક્ત વર્તણૂકથી મોત નિપજાવવું, માણસની જિંદગી અથવા સલામતી ભયમાં મૂકવી, વ્યથા કરવી અથવા મહાવ્યથા પહોંચાડવાના કૃત્યોને શિક્ષાને પાત્ર ગણવામાં આવે છે.
ઉપેક્ષા, ગુનાહિત ઉપેક્ષા અને અવિચારીપણાની વ્યાખ્યાઓ
ઉપેક્ષા: 'ઉપેક્ષા' એટલે કાંઈક કરવામાં કસૂર કરીને, કે જે સાધારણ રીતે મનુષ્યની બાબતોમાં વર્તણૂકનું નિયમન કરતાં ધોરણોથી પ્રેરાઈને કોઈ સમજદાર વ્યક્તિ કરત અથવા કોઈ કાર્ય કરીને કે, જે કોઈ ડાહ્યો અને સમજદાર વ્યક્તિ કરત નહિ, એવી ફરજનો ભંગ કરવો-આ સાદી ઉપેક્ષા છે. ગુનાહિત ઉપેક્ષા નથી.
ત્યારે ગુનાહિત ઉપેક્ષા એટલે શું? 'ગુનાહિત ઉપેક્ષા', એટલે કે જેમાંથી આરોપનું કારણ ઉત્પન્ન થયું હોય એવી તથા સામાન્ય જનતાને અથવા કોઈ વ્યક્તિવિશેષને થતી હાનિ અટકાવવામાં, બેહદ અને દોષિત-ઉપેક્ષા વૃત્તિ અથવા યોગ્ય અને વાજબી સંભાળ અને સાવચેતીનો ઉપયોગ કરવામાં નિષ્ફળતા કે જે બધા જ સંજોગોને લક્ષમાં લેતાં ધ્યાનમાં લેવાની આરોપીની અનિવાર્ય ફરજ હતી. જસ્ટિસ હોલોવેના શબ્દોમાં કહીએ તો “ગુનાહિત ઉપેક્ષા એટલે ગેરકાયદેસર અને હાનિકારક પરિણામ નીપજશે એવી વિચારણા કર્યા સિવાય કરવામાં આવેલ કાર્ય; પરંતુ એ સંજોગો જોતાં જણાતું હોય કે કર્તાએ એવી સાવચેતી વાપરી નથી, જો તેણે એમ કર્યું હોત, તો અવશ્ય તેની એવી ચેતના થઈ હોત."
હવે ગુનાહિત અવિચારીપણું એટલે શું છે એ વિષે જોઈએ: "ગુનાહિત અવિચારીરીપણુ એટલે કોઈ ભયજનક અથવા તરંગી કાર્ય કરવાનું જોખમ લેવું. કે જે જોખમ લેતી વખતે જ્ઞાન હોય કે તે એવું જોખમ છે અને તેથી કદાચ હાનિ થશે નહિં, પણ હાનિ કરવાના ઈરાદા સિવાય અથવા જ્ઞાનથી કે તેથી એમ થવા સંભવ છે. પરિણામ વિષે બેફિકરાઈથી અને અવિચારીપણું દાખવીને એવું કાર્ય કરવાનું જોખમ લેવામાં ગુનાહિત વૃત્તિ સમાયેલી છે.
ઉદાહરણ
દા. ત. આરોપીને ચોર સતાવતા હતા. એક વખત ત્રણ ચોરી તેની આજુબાજુ ભટકે છે બેવી ખબર મળતા. બીજા બે જણને સાથે લઈને તપાસ કરવા નીકળ્યો, રસ્તામાં એક માણસ ને ઝાડ નીચે વાંકો વળેલો જોઈને એ ચોર છે એમ સમજી તેના ઉપર ગોળીબાર કર્યો હતો. આથી તે મરણ પામ્યો હતો. હકીકતમાં તે એક મજૂર હતો. તે કેસમાં નક્કી થયું હતું કે આરોપીનું કૃત્ય ઘણું જ અવિચારી હતું.