ફોજદારી ધારાના પ્રકરણ 9-એમાં ચૂંટણીને લગતા ગુનાઓ વિષે થયી કરવામાં આવી છે. તે અનુસાર ચૂંટણી દરમિયાન લાંચ આપવી, અઘટિત લાગવગ કરવી અથવા બીજાનો વેશ લઈને જવું વગેરે ગેરરીતિઓને સામાન્ય ફોજદારી કાયદા અન્વયે શિક્ષાને પાત્ર ઠરાવવામાં આવેલ છે. જ્યાં કાયદાથી ચૂંટણીની પ્રથા દ્વારા સભ્યપદ મેળવવાની જોગવાઈ કરવામાં આવી હોય એવી દરેક જાહેર સંસ્થાઓના સબંધમાં તે લાગુ પડે, આ પ્રકરણમાં એકંદરે નવ કલમો છે અને તે નવું ઉમેરવામાં આવેલું પ્રકરણ છે. આ કલમ પૈકી ક. 171-બી. 171-સી. 171 -ડી અગત્યની છે. વળી, આ પ્રકરણના બે પેટાવિભાગ કરે છે :
1) ક. 171-એ થી 171 -ડી તેમાં કેટલાક શબ્દોની વ્યાખ્યા જણાવી છે, જ્યારે-
2) ક. 171-ઈ થી 171 -આઈમાં ચૂંટણીને લાગતા કેટલાક ગુનાઓની શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે.
વ્યાખ્યાઓ (કલમ. 21, 171- એ થી 171- ડી)
(1) ચૂંટણી (Election) : ક. 21ની ત્રીજી સમજૂતીમાં ચૂંટણી શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. જેમ કે- 'ચૂંટણી' શબ્દ એવું દર્શાવે છે કે કોઈ ધારાસભા સુધરાઈ, અથવા બીજી કોઈ પ્રકારની જાહેર સંસ્થામાં સભ્યોની પસંદગી કરવાના હેતુથી કરવામાં આવેલ ચૂંટણી, કે જે કોઈ કાયદાથી ચૂંટણી દ્વારા પસંદગી કરવાની રીત નક્કી કરવામાં આવી હોય : સમજૂતી-3, ક. 21.
(2) ઉમેદવાર (Candidate) એટલે એવી વ્યક્તિ કે.
(ક) જેને કોઈ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નોંધવામાં આવેલ હોય, અથવા
(ખ) કોઈ ચૂંટણી થવાની હોય ત્યારે તેમાં પોતાની જાતને ભવિષ્યના ઉમેદવાર તરીકે માનતી હોય અને પછીથી એ ચૂટણીમાં ઉમેદવાર તરીકે તેનું નામ નોંધવામાં આવેલ હોય : કલમ. 171- એ.
(3) ચૂંટણી હક્ક (Electoral Right):
ચૂંટણી હક્ક એટલે કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે-
(1) ઊભા રહેવાનો,
(2) ઊભા નહિ રહેવાનો,
(3) ઉમેદવારી પાછી ખેંચી લેવાનો હક્ક, અથવા
(4) મત આપવાનો, અગર
(5) મતદાન નહિ કરવાનો હક્ક : ક. 171- એ.
(4) ચૂંટણી લાંચ (Bribery at Election) (કલમ. 171- બી) :
જો કોઈ
(ક) કોઈ વ્યક્તિને પુરસ્કાર આપે અને તેનો ઉદ્દેશ તેને અથવા કોઈને, તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાનો હોય, અથવા કોઈ વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાના બદલામાં (એવો પુરસ્કાર) આપવાનો હોય, અથવા
(ખ) પોતાના માટે અથવા બીજા કોઈને માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના બદલામાં અથવા બીજા કોઈને તેના મતાધિકારનો ઉપયોગ કરવા લલચાવવા અથવા એવો પ્રયત્ન કરવા માટે, કોઈ પ્રકારનો પુરસ્કાર સ્વીકારે તે ચૂંટણીમાં લાંચ'નો ગુનો કરે છે - ક. 171 બી જે કોઈ વ્યક્તિ પુરસ્કાર આપવા જણાવે અથવા આપવા કબૂલ થાય અગર એવો પ્રયત્ન કરે-તે છે' તો તે પુરસ્કાર (Gratification)આપે છે એમ માનવામાં આવશે. કોઈ વ્યક્તિ કે જે-
પુરસ્કાર (તોષણ)
(ક) મેળવે, યા
(ખ) તે સ્વીકારવા કબૂલ થાય. અગર
(ગ) સ્વીકારવાનો પ્રયત્ન કરે, અથવા
(ઘ) પોતે જે કરવા ઇરાદો રાખતો નથી તે કરવાના હેતુથી અથમાનવો માં કર્યુંવનથી તે કરવાના બદલ તરીકે પુરસ્કાર સ્વીકારે તો તેણે પુરસ્કાર અથવા બદલો સ્વીકાર્યો બનતું નથી, વામાં આવશે. જાહેર નીતિ (Pવણાહ Policy) ની જાહેરાત કે જાહેર કાર્યનું વચન આ કલમ હેઠળ
"પુરસ્કાર' યાને તોષણના અર્થમાં સરભરા કરવી, એટલે ખાદ્ય અને પે પદાર્થો આપવા, ઓનંદ-પ્રમોદ કરાવવો અથવા બીજી જોગવાઈઓ કરી આપવાનો સમાવેશ થાય : 171-બી.
(5) ચૂંટણીમાં અઘટિત લાગવગ (Undue Influence at an Election) ( ક. 171 -સી)
જે કોઈ કોઈના સ્વતંત્ર મતાધિકારના ઉપયોગના કાર્યમાં સ્વેરછાપૂર્વક અંતરાય કરે (interfere) અથવા એમ કરવાનો પ્રયત્ન કરે, તે ચૂંટણીમાં અઘટિત લાગવગ વાપરવાનો ગુનો કરે છે : ક. 171 -સી, જે કોઈ- કોઈ વ્યક્તિને અથવા કોઈ વ્યક્તિનું જે વ્યક્તિમાં હિત રહેલું હોય તેને હાનિ થવાની ધમકી આપે અથવા કોઈ વ્યક્તિને તે (વ્યક્તિ) અથવા જે વ્યક્તિમાં તેનું હિત સમાયેલું હોય તે દેવી ક્રોપનો ભોગ બનશે અથવા ધાર્મિક નિદાને પાત્ર બનશે અગર તેનો વિષય બનાવવામાં આવશે. એમ માનવા પ્રેરે અથવા એવો પ્રયત્ન કરે- તે આ કલમના અર્થ મુજબ 'અંતરાય' કરે છે એમ માનવામાં આવશે.
પરંતુ કોઈ જાહેરાત નીતિની ઘોષણા અથવા કોઈ જાહેર પ્રકારના કાર્યનું વચન આપવું તેને 'અંતરાય ગણવામાં આવશે નહિ : ક. 171-સી
ચૂંટણીમાં લાંચ અને જાહેર નોકરને ગેરકાયદેસર પુરસ્કાર આપવાના ગુના વચ્ચેનો ભેદ :
(1) જાહેર નોકરને ગેરકાયદેસર પુરસ્કાર આપવાના ગુનામાં સામાન્ય રીતે આરોપી જાહેર નોકર હોય છે. આરોપી જાહેર નોકર હોય તો તેની વિરુદ્ધ ક. 161 અને 166 નીચે આરોપ મૂકવામાં આવે છે. જ્યારે ચૂંટણીમાં વાંચના ગુનામાં (કલમ. 171-બી) આરોપી ગમે તે વ્યક્તિ હોઈ શકે.
(2) લાંચ આપનાર વ્યક્તિનો હેતુ બંને ગુનામાં જુદો જુદો હોય છે.
(3) ચૂંટણીમાં લાંચ આપવાના ગુનાની શિક્ષા, આ બીજા ગુનાની સરખામણીમાં ઓછી હોય છે.
ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવી (Personation at an Election) (ક. 171 -ડી)
જે કોઈ- ચૂંટણીમાં, બીજી કોઈ વ્યક્તિ જે હયાત હોય, મરણ પામેલ હોય અથવા કલ્પિત હોય; તેના નામથી મતપત્ર અરજી કરે અથવા મત આપે, અથવા કોઈ ચૂંટણીમાં એક વાર મત આપ્યો હોવા છતાં. તે જ ચૂંટણીમાં પોતાના ફરી મતપત્રની માગણી કરે; અને જે કોઈ એવી રીતે કોઈ વ્યક્તિને મત આપવામાં મદદ કરે, મેળવી આપે અગર એવો પ્રયત્ન કરે, -તે ચૂંટણીમાં (બીજાનો) વેશ ધારણ કરવાનો ગુનો કરે છે.
પરંતુ શરત એ છે કે આ કલમમાનું કંઈપણ એ વ્યક્તિને લાગુ પડશે નહિ કે જેને તત્ સમયે લાગુ પડતા હેઠળ કોઈ મતદારના માટે પ્રોફસી તરીકે મત આપવાને અધિકૃત કરેલ હોય અને જેટલી હદે તેવા મતદારના તેના માટે પ્રોક્સી તરીકે તે મત આપતી હોય : ક. 171-ડી.
ચૂંટણી વિરુદ્ધના ગુનાઓ (Offences against Elections) (ક. 171 - ઈ થી 171 - આઈ)
(1) કોઈ મતાધિકારનો ઉપયોગ કરવાના હેતુથી પુરસ્કાર આપવો અથવા સ્વીકારવો : ક. 171-બી (શિક્ષા- સુધીની કેદ, દંડ અથવા બંને : ક. 171 -ઈ)
(2) મતાધિકારનો ઉપયોગ કરવામાં અંતરાય નાખવો : (ભંડ-1) ઉમેદવાર, મતદાર અથવા કોઈ વ્યક્તિને 1. જેઆ માં તેનું જિત હોય તેને કોઈ પ્રકારની હાનિ કરવાની ધમકી આપવી અથવા કોઈ ઉમેદવાર અથવા મતદારને હોમ માનવલ ઉરવું તે અથવા બીજી કોઈ વક્તિ કે જેનામાં તેનું હિત હોય તે દૈવી કોપનો ભોગ બનરી અથવા પાક નદાને પાત્ર થશે *. 171 (શિક્ષા-1 વર્ષ સુધીની કેદ. દંડ અથવા બંને , કલમ. 171 -એક).
(3) ચૂંટણીમાં બીજાનો વેશ ધારણ કરવી : 3. 171 -કી (શિક્ષા- 1 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને કલમ161-એફ)
(4) કોઈ ઉમેદવારના વર્તન થા ધારિગ્ય વિષે ખોટું નિવેદન પ્રસિદ્ધ કરવું : (ફક્ત દંડ) (8. 171 -2) (3) ચૂંટણીના સબંધમાં ગેરકાયદેસર રીતે રકમો ચૂકવવી । (રૂ. 500 સુધીનો દંડ) (ક. 171 -એચ).
(6) ચૂંટણી ખર્ચના સિાબો રાખવામાં કસૂર કરવી । (રૂ. 500 સુધીનો દંડ) (S. 171 -આઈ).