આપરાધીનો આ પાંચમો વર્ગ જાહેર નોકરો દ્વારા કરવામાં આવેલ અથવા તેમને લગતા ગુનાઓ વિષે નો છે કલમ 21 માં જાહેર નોકરોની વ્યાખ્યાની સમજૂતી આપતી વેળાએ જાહેર નોકરો કોને કહેવાય તે વિષે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. એવા જ કેટલાક ગુનાઓ છે કે માત્ર જાહેર નોકરો કરી શકે. તે સબંધમાં પ્રકરણ 9 અને ક. 217 થી 223 અને 225-એ માં કહેવામાં આવ્યું છે. આ ઉપરથી એમ સમજવાનું નથી કે જાહેર નોકર ખૂન વગેરેના ગુના કરી શકે નહિ. પણ તેનું તાત્પર્ય એ છે કે ક. 161 થી 171 મુજબના જે ગુનાઓ જાહેર નોકર કરી શકે, તે બીજા સામાન્ય નાગરિકથી થઇ શકે નહિ.
દા. ત. જાહેર નોકરનું લાંચ સ્વીકારવાનું કૃત્ય ગુનો છે, જ્યારે સામાન્ય નાગરિક બીજા નાગરિક પાસેથી લાંચ લઈ શકે છે. એવું કૃત્ય ફોજદારી કાયદા મુજબ ગુનો બનતું નથી. કદાચિત્ એ નીતિ વિરુદ્ધનો અથવા કોઈ વિશેષ કાયદા મુજબનો ગુનો હોઈ શકે. ધારો કે એક વ્યક્તિ ખાનગી બેંકનો મેનેજર મેં તે બેંકમાં નોકરી મેળવવા માટે તેની પાસે અરજી લઈને જાય છે. તેને કહેવામાં આવે છે કે જો તે અમુક રકમ આપશે તો જ તેને નોકરીમાં રાખવામાં આવશે. મેં તે પ્રમાણે કરે છે અને મેનેજર અમુક રકમ સ્વીકારે છે; પરંતુ ફોજદારી પારા મુજબનો લાંચ લેવાનો ગુનો થતો નથી; કારણ કે મેનેજર જાહેર નોકર નથી. આ રીતે પૈસા સ્વીકારવાનું કામ ગેરવાજબી અને આન્યાય કહી શકાય, પણ તે આ ધારા પ્રમાણેનો ગુનો થતો નથી. આ ઉપરથી નૈતિક અને કાયદા મુજબના ગુના વચ્ચેનો તફાવત કંઈક અંશે ખ્યાલમાં આવી શકશે. વળી, આ વિભાગના વધુ બે પેટાવિભાગ કરવામાં આવેલ છે-
1. જાહેર નોકરો દ્વારા કરવામાં આવેલ ગુનાઓ (ક. 161. 165 થી 169 અને 217 થી 255-એ) (હકીકતમાં ક. 217 થી 225-એ સુધીની કલમો ક. 169ની પછી મૂકવી જોઈતી હતી. પણ શા માટે દૂર મૂકવામાં આવી છે એ સમજવું મુશ્કેલ છે.)
2. જાહેર નોકરોના સંબંધમાં સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવેલ ગુનાઓ (ક. 162-163, 165-એ અને 170-171).
જાહેર નોકરો (રાજ્ય સેવકો) દ્વારા કરવામાં આવેલ ગુનાઓ (કલમ. 161, 165 થી 171 અને 217 થી 225-એ)
કેવળ જાહેર નોકરો દ્વારા થઈ શકે તેવા ચૌદ પ્રકારના અપરાધો વિશે ક. 161, 165 થી 171 અને 217 થી 225-એમાં જણાવવામાં આવ્યું છે, તે નીચે પ્રમાણે છે :
(1) લાંચ અથવા પુરસ્કાર મેળવવો (Bribery or Taking Gratification) [5. 161]:
જે કોઈ (વ્યક્તિ) જાહેર નોકર હોય. અથવા થવાની અપેક્ષા ધરાવતો હોય, અને-
(1) એવા જાહેર નોકર તરીકેની અથવા કોઈ સરકારી વ્યક્તિ પ્રત્યેની, તેના હોદ્દાની રૂએ ફરજ બજાવવા (અથવા એવા પ્રયત્ન કરવા) અથવા તેની ફરજ બજાવવાના, અથવા
(2) તેની સરકારી ફરજના કાર્યમાં કોઈ વ્યક્તિ પ્રત્યે મહેરબાની અથવા ઇતરાજી બતાવવાના, અથવા.
(૩) તેની સરકારી ફરજ અંગેનું કોઈ કાર્ય કરવાના (અથવા એ કરતા અટકાવવાના) ઉદ્દેશ અથવા બદલા તરીકે કોઈ વ્યક્તિ પાસેથી પોતાના માટે અથવા બીજાને માટે કોઈપણ પ્રકારનો પુરસ્કાર (તેના કાયદેસરના મહેનતાણા સિવાયનો) સ્વીકારે અર્થવા મેળવે, અગર સ્વીકારવા કબૂલ થાય અથવા મેળવવાનો પ્રયત્ન કરે, તો તે લાંચ લેવા માટે ગુનેગાર છે : ક. 161.
જાહેર નોકર થવાની અપેક્ષા યાને ઉમેદ ધરાવતો હોય (Expecting to be a Putitie Servanty):
જો કોઈ વ્યક્તિ પોતાને જાહેર નોકર બનવાની આશા રાખતો ન હોય અને તે એવું પદ પાપ્ત કરવાની છે એવી ખોટી છાપ ઊભી કરીને બીજાઓને છેતરીને લાંચ મેળવે, તો તે ઠગાઈના ગુના માટે જવાબદાર થાય, પણ આ કોલમમાં દર્શાવ્યા મુજબના ગુના માટે જવાબદાર બનતો નથી : સમજૂતી 1, કલમ. 161, દાખલ તરીકે અ પોતે જાહેર નોકર થવાની ઉમેદ ધરાવતો નથી, છતાં તે બ ની પાસે લાંચ મેળવે છે. બ એમ જાણે છે કે અ એવો જાહેર નોકર છે. તો અ અને બ એ કયા ગુના કર્યા છે ? અ ફક્ત થગાઈના ગુના માટે જવાબદાર છે, જ્યારે બ ની જવાબદારી સંબંપમાં જણાવવાનું કે અ જાહેર નોકર નહિ હોવાથી, બ જાહેર નોકરને લાંચ આપે છે એમ કહેવાય નહિ. ક. 109 મુજબ લાંચ આપનાર વ્યક્તિ મદદગાર કહેવાય છે. તેથી આ કિસ્સામાં બ એ કોઈ ગુનો કર્યો નથી.
"પુરસ્કાર' શબ્દથી સંકુચિત અર્થમાં નાણાકીય પુરસ્કાર ફક્ત નાણામાં જ આંકી શકાય એવો પુરસ્કાર સમજવાનો નથી.
“કાયદેસરના મહેનતાણામાં દરેક પ્રકારના મહેનતાણાનો સમાવેશ થાય છે, જે સ્વીકારવા માટે જાહેર નોકરોને પરવાનગી આપી હોય.
"ઉદ્દેશ અથવા બદલામાં' (As a Motive or Reward for doing) : પોતાને જે કરવાની ઇચ્છા નથી તે કરવાના ઉદ્દેશ માટે પોતે જે કાર્ય કર્યું નથી તેના બદલામાં કોઈ વ્યક્તિ લાંચ મેળવે તેનો પણ આ શબ્દોમાં સમાવેશ થાય છે : સમજૂતી 1. ક. 161.
દૃષ્ટાંત : (એ) અ નામનો મુનસફ મ નામના બેંકર પાસેથી તેના કેસનો ચુકાદો તેની (મ ની) તરફેણમાં આપવાના બદલામાં પોતાના ભાઈ માટે એ બેંકમાં નોકરી મેળવે છે, તેથી અ એ કલમમાં જણાવ્યા મુજબનો ગુનો કર્યો છે.
(બી) અ એક વિદેશી રાજ્યમાં એક કોન્સલનો હોદો ધરાવે છે. તે રાજ્યના મંત્રી પાસેથી એક લાખ રૂપિયા સ્વીકારે છે. આ રકમ મ તેની સરકારી ફરજનો કોઈ વિશેષ કાર્ય કરવા અથવા નહિ કરવા માટે અથવા તે રાજ્યસત્તા સંબંધમાં ભારત સરકાર પ્રત્યેની તેના હોદ્દાની રૂએ કોઈ વિશિષ્ટ ફરજ બજાવવા અથવા નહિ બજાવવા માટેના ઉદ્દેશ અથવા બદલા તરીકે લીધી હોવાનું જણાતું નહોતું; પરંતુ તે રાજ્યસત્તા પ્રત્યેની તેની સામાન્ય સરકારી ફરજના કાર્યોમાં મહેરબાની બતાવવાના ઉદ્દેશથી અથવા બદલા તરીકે તે રકમ સ્વીકારી હોવાનું જણાતું હતું. આથી અ એ આ કલમમાં જણાવ્યા મુજબનો ગુનો કર્યો છે એમ કહી શકાય.
(સી) અ નામનો એક જાહેર નોકર ‘મ'ને એવું ખોટું સમજાવે છે કે સરકારમાં તેની લાગવગને કારણે તેણે મ ને ખિતાબ મેળવી આપ્યો હતો. પોતાની આ કામગીરીના બદલામાં તેને (અ ને) પૈસા આપવા તે મ ને સમજાવે છે. તેથી આ કલમમાં વર્ણવ્યા મુજબનો ગુનો કરે છે : ક. 161
સરકારી ફરજ અંગેનું અથવા હોદ્દાની રૂએ પોતાના અધિકાર અંગેનું કાર્ય (Official Act) :
એ ધ્યાનમાં રાખવા જેવું છે કે ક. 161 માત્ર જાહેર નોકર અથવા જાહેર નોકર થવાની ઉમેદ ધરાવતી વ્યક્તિને જ લાગુ પડે છે; તે સિવાયના બીજાને લાગુ પડતી નથી. વળી, જાહેર નોકર પૈસા અથવા મૂલ્યવાન વસ્તુ સ્વીકારે તે હકીકતને લીધે જ તે લાંચ લેવાનો ગુનો કરે છે એમ સમજવું ન જોઈએ. એ કાર્ય માટે જવાબદાર થવા માટે એવું કાર્ય તેના હોદ્દાના અધિકારની રૂએ કર્યું હોવાનું આવશ્યક છે. આથી ક. 161માં વાપરવામાં આવેલ 'સરકારી ફરજના કાર્યમાં* શબ્દો ઘણાજ સૂચક છે. જાહેર નોકર જો તેની સરકારી ફરજના કાર્યના સંબંધમાં કાંઈક કરવાના કારણ અથવા બદલા તરીકે લાંચ સ્વીકારે, તો શિક્ષાને પાત્ર થાય છે. દા. ત., એક સબ-ઇન્સ્પેક્ટર એક આરોપીને, જો કે યોગ્ય અને વાજબી રીતે તેની વિરુદ્ધ કામ ચલાવવા મોકલી આપવા માટે પૈસા અથવા વસ્તુમાં કાંઈક સ્વીકારે, તો તે શિક્ષાને પાત્ર થાય; પરંતુ કરવામાં આવેલ કાર્ય જો તેની જાહેર નોકર તરીકેની કામગીરીના અનુસંધાનમાં કરવામાં આવ્યું ન હોય તો એ વસ્તુ અથવા પૈસા લેવાનું કાર્ય લાંચનો ગુનો બનતું નથી, જેમ કે લગ્ન ગોઠવી આપવાની વાટાઘાટ અંગે તેણે પૈસા મેળવ્યા હોય.
પ્રશ્ન : 'અ' એક અદાલતમાં ન્યાયાધીશ છે જેની અદાલતમાં 'બ'નો દાવો ચાલે છે. 'બ'ની પેઢીમાં પોતાના ભાઈને નોકરી આપવાના બદલામાં 'અ' 'બ'ની તરફેણમાં હુકમનામું કરી આપે છે. 'અ'એ જો કોઈ ગુનો કર્યો હોય તો તે કયો ગુનો છે ? : 'અ'એ ક. 161 પ્રમાણેનો ગુનો કર્યો છે.
અબ્દુલ અઝીઝ [(1883), 3 A. W. N. 179)ના એક જૂના મુકડવાની ફકીકત મુજબ કેટલાક ચૌકીદારોએ એક પરે એક સોખીલલી આપ્યો હતો. વા કરમાઈને જોઈ હતી. સોનીએ તેની બેઆબરૂ ન જાય તે માટે સીમી વરસાદી વાત માટે તેખોને બદલોગી બાય હતો તેને સમાં નિર્ણય આવ્યો હતો કે તેઓ કોઈ ગુના માટે જવાબદ તેઓ કારણ કે કોઈની આવી ખાનગી બાબતમાં મૌન જાળવવાના તેમના કાર્યને તેમની ફરજાના માટે સમજણ બહાર નહીં. કાર જ્યારે લાંય તરીકે પૈસા આપવામાં આવ્યા ત્યારે તે જાહેર નોકરની કરજ પૂરી થઇ હતી એ હકીકત ઉપરથી આપમેળે, તેમજ કાયદાની દ્રષ્ટિએ, તેણે આ કલમ મુજબ ગુનો કર્યો છે તેને નકારવા માટે માટે પૂરતી (હકીકત) ગણાશે નહિ. તેમ ક્રમા તે પરંત્ય અ હિસ્સામાં આપવામાં આવેલ અથવા સ્વીકારવામાં આવેલ પુરસ્કાર તેના હોલાના માર્ય માટે હતો કે કાજ ની પરચો આ હકીકત સંબંધક ગણાશે ; સાધુ ચરણ (1852) CR. L. J. 367)
વળી, એ વાજબી બચાવ નથી કે આપવામાં આવેલ લાંય બીજા કોઈને આપવાની હતી અથવા તેનું દાન હતું. જેમ કે-
સરકાર વિ. આપજી યાદવરાય ((1896) 21 BOM. 517]-એક ગામના ઝાડુવાળાઓને થોડાક મહિના માટે કામગીરીમાંથી કમી કરવામાં આવ્યા હતા. તેમને ફરી કામે રાખવાની બાબતમાં ગ્રામવાસીઓની એક સભા મુખીના ઘરમાં રાખવામાં આવી હતી. તેમાં મુખીએ હાજરી આપી હતી. તે સભામાં, જો તેઓ ગામનું મંદિર દુરસ્ત કરવામાં 3. 300 આપે, તો તેમને કામે રાખવાની સમજૂતી થઈ હતી. તે કેસમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મુખી જાહેર નોકર હોઈ તેણે આ કલમ મુજબનો ગુનો કર્યો છે. લાંચના પૈસા આરોપીના ખિસ્સામાં જવાના નહોતા અને મંદિરમાં જવાના હતા એ હકીકતને વિસંગત ગણવામાં આવી હતી. આરોપીનો હેતુ ગમે તેટલો ઉચ્ચ હોય, પણ ફોજદારી કાયદામાં તેની ગણના થતી નથી.
કલમ. 161નાં મુખ્ય તત્ત્વો: આ ગુનાની સાબિતી માટે નીચેના મુદ્દાઓની જરૂર રહે છે :
(1) આરોપી જાહેર નોકર (ચાલુ) હતો અથવા ભવિષ્યમાં થનાર હતો;
(2) તેણે ગેરકાયદેસર પુરસ્કારની માંગણી કરી હતી અથવા લીધો હતો; તથા
(3) તેની સરકારી ફરજની કામગીરી કરવા અથવા નહિ કરવાના કારણથી બદલા તરીકે એમ કર્યું હતું. (લાંચ લીધી હતી.)
આ કલમ અન્વયે લાંચ લેવાની કોશિશ કરવાનું કાર્ય પણ ખરેખર લાંચ લેવાના ગુના જેટલી જ શિક્ષાને પાત્ર છે. સીધી યા પરોક્ષ રીતે લાંચ આપવા જણાવવું એ લાંચ લેવાનો પ્રયત્ન છે. તદુપરાંત, લાંચ આપનાર વ્યક્તિ મદદગારી કરવાના ગુના માટે જવાબદાર બને છે. લાંચ આપવામાં આવી હોય ત્યારે આપનાર વ્યક્તિ હાજર હોય તો જાણે કે તેણે પોતે જ લીધી છે એમ સમજીને તે શિક્ષાને પાત્ર થાય છે : ક. 114. લાંચ આપનાર અને લેનાર બંને સરખી રીતે આ કલમ મુજબ શિક્ષાને પાત્ર છે.
દિનકર ચોબે. [55 ALL. 654]- આ એક અગત્યનો કેસ છે. તેની હકીકત એવી છે કે ન્યાયાધીશ પાસે એક દાવો બાકી હતો. તે દાવાની વાદીનો મ નામનો ગોર ન્યાયાધીશને મળવા ગયો હતો. તે અગાઉ એક ન નામના વ્યકિતએ ન્યાયાધીશ સમક્ષ લાંચ આપવાની ઇરછા પ્રદર્શિત કરી હતી, જે ન્યાયાધીશે સ્વીકારી નહોતી. તેથી મ ને વાદી તરફથી મોકલવામાં આવ્યો હોવાની શંકા થતા, ન્યાયાધીશને લાંચ લેવાની તેની ઇરછા હોવાનો દેખાવ ઊભો કર્યો હતો. નિયત કરવામાં આવેલ દિવસે વાદીના પુત્ર ડ અને મ એ ન્યાયાધીશને લાંચના પૈસા આપ્યા હતા. તેમણે જેવા પૈસા આપ્યા કે તરત જ ત્યાં છુપાઈ રહેલી પોલીસે તેમને પકડયા હતા. તેમાં એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે જ એ કોઈ ગુનો કર્યો નહોતો, કારણ કે લાંચ આપવાની ઇચ્છા વ્યક્ત કરવાના કાર્યથી ગુનો થતો નથી, પરંતુ ડ અને મ ન્યાયાધીશનો કોઈ ગુનાહિત ઇરાદો નહોતો છતાં લાંચ આપવાના ગુનામાં મદદગારી કરવા ગુનેગાર હતા.
પ્રશ્ન : અ જાહેર નોકર છે. તેની પત્ની બ એક વ્યક્તિ નોકરી આપાવવા માટે અ પાસે આગ્રહ કરશે તે બદલ તે વ્યક્તિ પાસેથી તેણી ભેટ મેળવે છે. અ પણ તેમાં સહાયભૂત થાય છે. અ તથા બ ના ગુનાઓ જો કાઈ હોય તો જણાવો.
ઉત્તર : અ એ ક. 161 મુજબ લાંચ લેવાનો ગુનો કર્યો છે, જ્યારે તેની પત્ની બ એ ક. 163 મુજબ જાહેર નોકર ઉપર પોતાની અંગત લાગવગ વાપરવા માટે પુરસ્કાર મેળવવાનો ગુનો કર્યો છે. બાકીના તેર ગુનાઓનો ટૂંક સાર નીચે પ્રમાણે છે :
જાહેર નોકર-
1. કોઈ વ્યક્તિ કે જેને એવા જાહેર નોકર દ્વારા કરવામાં આવેલ કાર્ય અથવા કાર્યવાહીમાં સંબંધ હોય - તેની પાસેથી આવેજ આપ્યા સિવાય કાંઈક મૂલ્યવાન વસ્તુ મેળવે : કલમ. 165.
કલમ. 165-એ નવી છે. તે દ્વારા, ક. 161 અને 165 અન્વયેના ગુનાઓમાં મદદગારી કરવા માટે ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને શિક્ષાઓ કરવામાં આવી છે : ક. 165 -એ
ખાસ નોંધ : જાહેર નોકરો દ્વારા લાંથ લેવા તથા ભ્રષ્ટતા આચરવા સંબંધમાં કલમ 161 થી 165-એ માં વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી હતી.
પરંતુ, આ કલમો નવા સંજોગોમાં પર્યાપ્ત નહિ જણાતાં 1988ના વર્ષમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન્સ એક્ટ, (1988 નો 49મો અધિનિયમ) પસાર કરવામાં આવેલ છે અને તેની કલમ 31 અન્વથે ઉપરોક્ત કલમો 161 થી 165-એ ને ફોજદારી કાયદામાંથી રદ કરવામાં આવેલી છે. તેથી તેના અન્વયેના ગુનાઓ બનવાનું શક્ય રહ્યું નથી. જાહેર સેવકો દ્વારા લાંચ રુશવત સ્વીકારવાના અને ભ્રષ્ટ વ્યવહારો સંબંધમાં હવે ઉકત પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988 અમલમાં છે.
2. કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઈરાદાથી જાણીજોઈને કાયદાની અવજ્ઞા કરે : ક. 166
3. કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઇરાદાથી, કોઈ દસ્તાવેજની અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડની રચના અથવા. ભાષાંતર તે ખોટું છે એમ પોતે માનતો હોય અથવા જાણતો હોય છતાં કરે : ક. 167.
4. કાયદા વિરુદ્ધ કોઈ વેપારમાં જોડાય : ક. 168.
5. કાયદા વિરુદ્ધ મિલકત ખરીદે અથવા હરાજીમાં માગણી કરે. ક.- 169.
6. કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા અગર કોઈ મિલકત જપ્ત થતી અટકાવવાના ઇરાદાથી જાણીજોઈને કોઈ જાહેર નોકર કાયદાની સૂચનાની અવજ્ઞા કરે : ક. 217.
7. કોઈ દફતર અથવા લખાણ તૈયાર કરવાની ફરજ હોય એવો કોઈ જાહેર નોકર, જાહેર જનતાને અથવા કોઈ વ્યક્તિને હાનિ કરવાના ઇરાદાથી અથવા કોઈ મિલકત જપ્ત થતી અટકાવવાના ઇરાદાથી એવું દફતર અથવા લખાણ ખોટી રીતે તૈયાર કરે : ક. 218
8. ન્યાયની કાર્યવાહી દરમિયાન કોઈ નોકર ભ્રષ્ટતાથી અથવા બદઇરાદાથી કોઈ અહેવાલ, હુકમ, ચુકાદો, અથવા નિર્ણય કરે અથવા જાહેર કરે અને તે જાણતો હોય કે તે કાયદા વિરુદ્ધનું છે : ક. 219.
9. તે જે કરે છે તે કાયદા વિરુદ્ધનું છે એમ જાણવા છતાં, કોઈ જાહેર નોકર ભ્રષ્ટતાથી અથવા બદઇરાદાથી કોઈ વ્યક્તિને ઇન્સાફ માટે સોંપણી કરે અથવા અટકાયતમાં રાખે : ક. 220,
10. જાહેર નોકફસરે જોઈએ પકકલા અથવા અટઅર્થતમાં રાખવા પ્રગટેસર રીતે બંધાટીલ હોય છતાં ઈસદાપૂર્વક પકડવામાં કસુર કરે અથવા તેને નાસી જવામાં સહાય કરે : કલમ. 221.
11. ઉપર જાણાવ્યા મુજબ પણ જ્યાં એવી વ્યક્તિ સજા ભોગવતી હોય અથવા કાયદેસર રીતે અટકાયત રાખવામાં આવેલ હોય : કલમ. 222
12. ગુનાનું તૌહમત મૂકવામાં આવ્યું હોય અથવા ગુનેગાર ઠેરવવામાં આવેલ વ્યક્તિને કે જેને અટકાયતમાં રાખવા પોતે કાયદેસર રીતે બંધાયેલ હોય તેને કોઈ જાહેર નોકર પોતાની બેદરકારીથી નાસી જવા હૈ - કલમ 223.
13. બીજી જોગવાઈ કરવામાં આવી ન હોય એવા સંજોગીયો, કોઈ જાહેર નૌકર કોઈ વ્યક્તિને પકડવામાં કસર કરે અથવા અટકાયતમાંથી છટકી જવામાં સહાય કરે : કલમ. 225-એ
જાહેર નોકરો સબંધમાં સામાન્ય નાગરિક દ્વારા કરવામાં આવેલ ગુનાઓ (Offences by Private Persons with refernce to Public Servants)(કલમ. 162-163, 165-એ, 170-171)
જાહેર નોકરની બાબતમાં નીચે દર્શાવેલ ત્રણ પ્રકારના ગુનાઓ સામાન્ય નાગરિક દ્વારા થઈ શકે ?
1. (ક) લાંચ અથવા ગેરકાયદેસર સાધનો દ્વારા જાહેર નોકરોને લાગવગ નીચે લાવવા (કલમ. 162)
(ખ) જાહેર નોકર સાથેની પોતાની અંગત લાગવગનો ઉપયોગ કરવા : (કલમ. 163)
પણ ન્યાયાધીશ સમક્ષ દલીલો કરવા માટે મહેનતાણું લેનાર ઍડવોકેટ, અરજદારની સેવાઓ અને પ્રાંગણીઓનું સરકારને ઉદ્દેશીને કરાયેલ નિવેદન તૈયાર કરવા અથવા સુધારો કરવા માટે વેતન લેનાર કોઈ વ્યક્તિ તથા શિક્ષા કરવામાં આવેલ કોઈ ગુનેગારની શિક્ષા ન્યાયી નથી એવી સરકાર સમક્ષ વેતન લઈને રજૂઆત કરનાર પ્રતિનિધિ વગેરેનો સમાવેશ આ કલમમાં થતો નથી, કારણ કે તેઓ પોતાની અંગત વગનો ઉપયોગ કરતા નથી. અથવા એ પ્રમાણે કરવાનું જણાતા હોતા નથી : ક. 163,
અગાઉ ક. 161 અને ક. 165 હેઠળના અપરાધોની મદદગારી ફોજદારી ધારાની ક. 116 સાથે વાંચતાં ક. 161 અને 3. 165 (જે મુજબ હોય તે મુજબ) હેઠળ શિક્ષાપાત્ર હતી; પરંતુ આવા કિસ્સાઓ અંગે, ક. 165-એ ઘડી કાઢવામાં આવી છે.
ક. 116નું દૃષ્ટાંત (એ) આ સિદ્ધાંતનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે છે :
'બ'ના સત્તાવાર કાર્યોની બજવણીમાં પોતા પ્રત્યે પક્ષપાત બતાવવા માટે 'અ,' 'બ'ને જાહેર નોકર તરીકે લાંચ આપવાની તૈયારી બતાવે છે. 'બ' લાંચ સ્વીકારવાનો ઇન્કાર કરે છે. 'અ' આ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે. દૃષ્ટાંત આ કલમને (ક. 165-એ ને) પણ એ જ રીતે લાગુ પડશે.
આ એ ધ્યાનમાં હોવું જોઈએ કે (લાંચ વગેરે આપવાની) તૈયારી બતાવવી યાને કે પ્રસ્તાવ કરવાનું એ કૃત્ય પોતે જ આ કલમ હેઠળ ગુનો બને છે.
2. જાહેર નોકરનો વેશ લઈને અને એવા ધારણ કરેલ વેશમાં, તેના હોદ્દાની રૂએ કોઈ કાર્ય કરવું અથવા કરવાનો પ્રયત્ન કરવો : ક. 170.
આ કલમ કંઈક અંશે મહત્ત્વની છે. તે અન્વયે માત્ર વેશ લેવાથી ગુનો થતો નથી, પણ જો જાહેર નોકરનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેના હોદ્દાની રૂએ વ્યક્તિએ કોઈ કાર્ય અથવા તેની કોશિશ કરી હોવાનું આવશ્યક છે.
જેમ કે-'અ' પોતે સી. આઈ. ડી. અધિકારી છે એવી બનાવટ કરીને પ્લેટફોર્મ ટિકિટ લીધા સિવાય રેલ્વે સ્ટેશન ઉપર જાય છે. જાહેર નોકરનો વેશ ધારણ કરવાના ગુના માટે તે અંગેની ફરજનું કોઈ કાર્ય કરવાનો પ્રયત્ન કર્યા વિના કેવળ ખોટું સ્વરૂપ ધારણ કરવું એ પૂરતું નથી. તેથી 'અ'ને ક. 170 મુજબ ગુનેગાર ઠરાવી શકાય નહિ. કારણ કે તેનું કાર્ય એ અધિકારીની ફરજ અંગેનું નહોતું. પણ તેણે ઠગાઈનો ગુનો કર્યો છે. સુખદેવ પાઠક (19 Cr. L. J. 209).
3. દગો કરવાના ઇરાદાથી જાહેર નોકરનો પોશાક પહેરવો અથવા તેનું ચિહન ધારણ કરવું : ક. 171...
કલમ. 171. ધ્યાન આપવાલાયક છે. માત્ર ઇરાદાને લીધે આવો જ વેશ લેવાનું કાર્ય ગુનો બને છે. એટલે કે, નાટકમાં ભાગ લેવા માટે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીનો પોશાક પહેરે તો ગુનો થતો નથી; કેમ કે તેનો ઇરાદો પોતે પોલીસ અધિકારી છે એમ મનાવવાનો હોતો નથી. ‘દગો કરવાના ઇરાદાથી' એ શબ્દો આ હકીકત સૂચવે છે.
આ કલમની સાબિતી માટે નીચેના મુદ્દાઓ પુરવાર કરવાની આવશ્યકતા છે.
(1) આરોપી કોઈ અમુક વર્ગનો જાહેર નોકર નથી.
(2) છતાં તેણે એ વર્ગના (જાહેર નોકરનો) પોશાક પહેર્યો હતો અથવા ચિહન ધારણ કર્યું હતું.
(3) તથા પોતે એવો જાહેર નોકર છે એમ માનવામાં આવે એવા બદઇરાદાથી તેને એ કાર્ય કર્યું હતું.
નગા પો નો [(1904) U. B. R. (P. C.)]- પોતે પોલીસ કોન્સ્ટેબલ છે એવું માનવામાં આવે એવા ઇરાદાથી આરોપી 'અ' પોતાની બગલમાં પોલીસ બંડી (જેકેટ) લઈ જતો જણાયો. એમાં ઠરાવાયું કે આવું કૃત્ય પોતે ગુનો બનતું નથી.