05/02/2024

પ્રકરણ-13 : હવા પ્રદૂષણ નિવારણ અને તેના નિયંત્રણ કરવા માટેના કેન્દ્રીય અને રાજ્યમંડળો તેની સત્તા અને કાર્યો

હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ રાજ્ય પ્રદૂષણ બોર્ડની રચના, સત્તા અને કાર્યો 

રાજ્યમંડળનું બંધારણ

જે કોઈ રાજ્યમાં પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974 અમલમાં હોય અને તે રાજ્ય સરકારે તે રાજ્ય માટે તે કાયદાની કલમ 4 હેઠળ, પાણીનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે રાજ્ય મંડાળની રચના કરી હોય. તે રાજયમાં આવે રાજ્યમંડળ આ કાયદાની કલમ હેઠળ રચાયે હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ એવાનું ગણાશે અને તે મંડ કાયદા હેઠળ હવાનું પ્રદષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેના રાજ્ય મંડળની સત્તા થાપરો અને કાર્યો કરશે. આનાથી તે મંડળને પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974 bom whe સત્તા અને તેણે કરવાનાં કાર્યો ઉપર કોઈ બાધ આવશે નહી. એટલે કે તે મંડળ એ બંને કાયદા અન્વયેની

જા વાપરશે અને પાણી (પદપણ નિવારણ અને નિવારણ કુકાળ, પાણીનું પ્રદ્રપણ અટકાવેય તેના ઘર સત્તા ને માથે માણમાં હોય. પરંતુ રાજ્ય સરકારે કરી હબાય, તેવા કોઈ પણ રાજ્ય માટે બાવાવા અને તેનું ને કાયા આપભાઓના રાજ્યમંડળની રચના ન કરી બેય મુજબ, એવા કોઈ પણ રાજ્યમ કાયદા હેઠવાના નિયંત્રણ કરાવ બંધારણ અંગે કલમ કમા જણાવેલ છે. તેવી તારીખથી આ કાયદા હેઠળ તાં રાજ્ય સરકાર રાજ્યા માં માં પાહેરનામું પ્રસિદ્ધ કરીને, નિર્દિષ્ટ કરે તેવી માં મિહિષ્ટ કરવામાં આવે તે મંડળને મળેલી સરકારી પ્રેરણા અને સોપેલાં કાર્યો કરવા માટે, જાહેર આમ્યમાં ની રચના કરશે, આવે તે નામનું. હવાનું

પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેના રાજ્યમંડળની પણેણકલમ (2)માં રાજ્યમંડળની રચના વિશે જણાવેલ છે. જે મુજબ રાજ્યમંડળ નીચેના સભ્યોનું બનેલું :

ખો પર્યાવરણના રક્ષણને લગતી બાબતોના સંબંધમાં વિશિશક ભાનુ અથવા પ્રત્યક્ષ અનુભવ પર્યાવરી વ્યક્તિની રાજ્ય સરકાર મંડળના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરશે. રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તે મુજબ અધ્યક્ષને પૂર્ણકાલીન અથવા અંશકાલીન રાખી શકે;

(બી) રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે. રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેટલા નિયુક્ત કરેલા (વધુમાં વધુ પાંચ) સરકારી અધિકારીઓ:

(સી) રાજ્યમાં કાર્ય કરતા સ્થાનિક સત્તામંડળોના સભ્યોમાંથી રાજ્ય સરકારને યોગ્ય લાગે તેટલી નિયુક્ત કરેલ (વધુમાં વધુ પાંચ) વ્યક્તિઓ

(ડી) ખેતી, મત્સ્યોદ્યોગ અથવા ઉદ્યોગ અથવા વેપાર અથવા શ્રમિકોના હિતોનું અથવા રાજ્ય સરકારના અભિપ્રાય મુજબ જેનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી હોય તેવા બીજા કોઈ પણ હિતનું પ્રતિનિધિત્વ કરવા, રાજ્ય સરકારે પોતાને યોગ્ય લાગે તેટલી નિયુક્ત કરેલ (વધુમાં વધુ ત્રણ) બિનસરકારી વ્યક્તિઓ; 

(ઈ) રાજ્ય સરકારની માલિકીની તેના નિયંત્રણ હેઠળની અથવા તેના વહીવટવાળી કંપનીઓ અથવા કોર્પોરેશનોનું પ્રતિનિધિત્વ કરવા રાજ્ય સરકારે નિયુક્ત કરેલ બે વ્યક્તિઓ;

(એફ) નિયત કરવામાં આવેલ, પ્રદૂષણ નિયંત્રણ અંગેની વૈજ્ઞાનિક, એન્જિનિયરિંગ અથવા વહીવટી પાસાઓની લાયકાત, જ્ઞાન અને અનુભવ ધરાવનાર, રાજ્ય સરકારે નીમેલ પૂર્ણકાલિન સભ્ય સચિવ.

આમ મંડળના સભ્યોની સંખ્યા, અધ્યક્ષ અને સચિવને સાથે ગણતાં કોઈ પણ સંજોગોમાં સત્તરથી વધશે નહીં.

રાજ્ય સરકારે રાજ્ય મંડળના સભ્યોની નિયુક્તિ કરતી વખતે. એવી ખાતરી કરવી જોઈશે કે એ સભ્યો પૈકી ઓછામાં ઓછા બે સભ્યો. હવાની ગુણવત્તાને સુધારવાને અથવા હવાનું પ્રદૂષણ અટકાવવાને. તેને નિયંત્રણમાં રાખવાને અને ઘટાડવાને લગતી બાબતોના સંબંધમાં વિશિષ્ટ જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ધરાવતી વ્યક્તિઓ છે.

આ કાયદા હેઠળ રચાયેલ દરેક રાજ્યમંડળ સંસ્થાપિત મંડળ છે. તેને કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા મળે છે. આ કલમની જોગવાઈ મુજબ તેને કાયમી ઉત્તરાધિકાર અને સામાન્ય મહોર છે. આ કાયદાની જોગવાઈને આધીન રહીને. રાજ્યમંડળ મિલકત પ્રાપ્ત કરી શકે છે, તેનો નિકાલ કરી શકે છે. મંડળને કરાર કરવાની સત્તા પણ છે. વળી મંડળ પોતાના નામે દાવો કરી શકે છે તેમજ તેના પર પણ દાવો માંડી શકાય છે.

કેન્દ્રશાસિત પ્રદેશો માટે મંડળ

કેન્દ્રીય મંડળ જ કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યમંડળની સત્તા વાપરશે અને કાર્થો કરશે એટલે કેન્દ્રશાસિત પ્રદેશો માટે તેમનું અલગ મંડળ રહેશે નહિ. કેન્દ્રીય મંડળ જ કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યમંડળ ગણાશે. વળી કેન્દ્રીય મંડળ કોઈ પણ કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધમાં આ કાયદા હેઠળની પોતાની સત્તા અને કાર્યો પૈકી તમામ અથવા કોઈ પણ સત્તા અને કાર્ય, કેન્દ્ર સરકાર નક્કી કરે તે વ્યક્તિને પશવા વ્યક્તિઓના મંડળને સોંપી શકશે.

મંડળની બેઠકો

કલમ 10 મંડળની બેઠકો વિશે જણાવે છે. જે મુજબ આ કાયદા હેઠળના હેતુઓ માટે, મંડળની દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક બેઠક બોલાવવાની હોય છે, પરંતુ જો અધ્યક્ષનો એવો અભિપ્રાય હોય કે, તાકીદના સ્વરૂપનું કોઈ કામકાજ કરવાનું છે, તો તે ઉપર્યુક્ત હેતુ માટે પોતાને યોગ્ય લાગે તે સમયે મંડળની બેઠક બોલાવી શકશે. આ બેઠકોનું કાર્યસંચાલન આ કાયદાની કલમ 54 (2) (બી) મુજબ રાજ્ય સરકારે બનાવેલ નિયમો મુજબ કરવાનું હોય છે.

સમિતિઓનું બંધારણ

આ કાયદાની જોગવાઈ મુજબ રચાયેલ મંડળ, આ કાયદા હેઠળનાં પોતાનાં કૃત્યો કરવા માટે, પોતાને

યોગ્ય લાગે તેવા હેતુ કે હેતુઓ માટે, પોતાને યોગ્ય લાગે તેટલી સમિતિઓની રચના કરી શકે છે. આ સમિતિ ક્યાં તો બધા જ મંડળના સભ્યોની બનેલી હોઈ શકે અથવા તો થોડા બહારના સભ્યોની અને થોડા મંડળના સભ્યોની હોઈ શકે અથવા બધા જ બહારના સભ્યોની હોઈ શકે. આ રીતે રચાયેલ સમિતિઓની બેઠકો બોલાવવાનો સમય. સ્થળ અને બેઠકોના કાર્યસંચાલનની કાર્યરીતિ કલમ 53 અને 54 હેઠળ રચાયેલ નિયમો મુજબ કરવાની હોય છે. મંડળના સભ્યો સિવાયના સમિતિના સભ્યોને સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે અને મંડળનું બીજું કોઈ પણ કામ કરવા માટે, કલમ 53 અને 54 હેઠળ રચાયેલ નિયમો દ્વારા નિયત કરવામાં આવેલી ફ્રી અને ભથ્થાંની ચુકવણી કરવામાં આવે છે.

રાજ્યમંડળનાં કાર્યો

આ કાયદાની કલમ 17માં રાજ્યમંડળના કાર્યો વિશે જણાવેલ છે. આ ઉપરાંત પ્રાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, 1974 હેઠળ રાજ્યમંડળે કરવાનાં કાર્યો પણ કરવાનાં હોય છે. આમ રાજ્યમંડળે આ કાયદા હેઠળના તેમજ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, 1974 હેઠળના એમ

બંને કાયદા નીચેનાં કાર્યો કરવાનાં હોય છે. (1) હવાનું પ્રદૂષણ અટકાવવું. તેને નિયંત્રિત કરવા કે તેને ઓછું કરવા માટે વિસ્તૃત કાર્યક્રમનું આયોજન કરવું અને તેને અમલી બનાવવો. (કલમ 17 (1) (એ)]

(2) હવાના પ્રદૂષણને અટકાવવા, તેને નિયંત્રણમાં રાખવા કે તેમાં ઘટાડો કરવાને લગતી બાબતો અંગે રાજ્ય સરકારને સલાહ આપવી: (કલમ 17 (1) (બી)]

(3) હવાના પ્રદૂષણને લગતી માહિતી ભેગી કરવી અને તેનો પ્રસાર કરવો: (કલમ 17 (1) (સી)]

(4) હવાનું પ્રદૂષણ અટકાવવા, નિયંત્રિત કરવા કે તેને ઓછું કરવા, રોકેલી કે રોકવાની હોય તેવી વ્યક્તિઓને, કેન્દ્રીય મંડળની શરતો મુજબની આપવાની તાલીમ નક્કી કરવાના અને આપવાના કાર્યમાં કેન્દ્રીય મંડળને સહકાર આપવો: [કલમ 17 (1) (ડી))

(5) ઉત્પાદન પ્રક્રિયાની, ઔદ્યોગિક પ્લાન્ટની, નિયંત્રિત સાધનનું વાજબી સમયે નિરીક્ષણ કરવું અને હવાનું પ્રદૂષણ અટકાવવા. નિયંત્રિત કરવા કે ઘટાડવા માટે, યોગ્ય લાગે તે વ્યક્તિને પગલાં લેવા સૂચનાઓ આપવી. [કલમ 17 (1) (5)]

(6) મંડળને જરૂરી લાગે તો, હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારોનું વાજબી સમયાંતરે નિરીક્ષણ કરવું ત્યાંની હવાની ગુણવત્તા નક્કી કરવી અને બે વિસ્તારીમાં હવાનું પ્રદુષણ અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટે પગલાં લેવા: (કલમ 17 (1) (એક))

(7) કેન્દ્રીય મંડળે નિયત કરેલ હવાની ગુણવત્તાના ધૌરણને ધ્યાનમાં રાખી, કેન્દ્રીય મંડળ સાથે વિચાર-વિનિમય કર્યા બાદ ઔહોગિક પ્લાન્ટ અને ઓટોમોબાઈલ્સ અથવા જઠાજ કે વિમાન સિવાયના બીજા કોઈ પણ સાધન કે જે કોઈ હવા પ્રદુષકને બહાર કાઢતા હોય, તેમને માટે વાતાવરણમાં છોડવાના હવા પ્રદૂષકીનું પ્રમાણ નક્કી કરવું.

ઔદ્યોગિક પ્લાન્ટમાંથી વાતાવરણમાં બહાર કઢાતા હવા પ્રદૂષકોના પ્રકાર અને જથ્થાને ધ્યાનમાં રાખી પ્રમાણ નક્કી કરવાનું હોવાથી ખલગ અલગ પ્લાન્ટો માટે અલગ અલગ ધોરણ મંડળ નક્કી કરી શકે છે. (કલમ 17 (1) (જી)]

(8) જેને કારણે હવાનું પ્રદૂષણ થવાનું હોય તેવા કોઈ ઉદ્યોગના સ્થળ કે જગ્યાની યોગ્યતા અંગે રાજ્ય સરકારને સલાહ આપવી: (કલમ 17 (1) (એચ)]

(9) કેન્દ્રીય મંડળ અથવા રાજ્ય સરકાર, વખતોવખત સોપે તેવાં અને નિયત કરે તેવાં બીજાં

કોઈ પણ કાર્યો કરવા: (કલમ 17 (1) (આઈ)]

(10) આ કાયદાના હેતુઓનો અમલ કરવાના હેતુ માટે અને પોતાના કાર્યો કરવા માટે, પોતાને યોગ્ય લાગે તે અન્ય વસ્તુઓ અને બીજા કોઈ પણ કાર્યો કરી શકે છે. [કલમ 17 (1) (3)]

(11) આ કલમની જોગવાઈઓ મુજબનાં પોતાનાં કાર્યો કરવા માટે રાજ્યમંડળ પોતાની પ્રયોગશાળા કે પ્રયોગશાળાઓ સ્થાપી શકશે કે માન્યતા આપી શકશે. [કલમ 17 (2)]

જો કોઈ પણ ઉદ્યોગ, હવા પ્રદૂષક (Air Effluent) બહાર ફેંકતો હોય, તો તેને આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ આપતું જાહેરનામું પ્રગટ કરવાની રાજ્યમંડળ કે રાજ્ય સરકારને સત્તા નથી. આવું જાહેરનામું સત્તા બાહ્ય (Ultra Vires) ગણાય.

મંડળની સત્તાઓ

આ અધિનિયમની અલગ અલગ કલમો નીચે બોર્ડને વિવિધ સત્તાઓ આપેલ છે, જે ટૂંકમાં જોઈએ

(1) બોર્ડ આ અધિનિયમના હેતુ માટે, પોતાને યોગ્ય લાગે તેટલી સમિતિઓની રચના કરી શકે છે. આ સમિતિના સભ્યો તરીકે બોર્ડના સભ્ય સિવાયની બહારની વ્યક્તિને પણ રાખી શકે छे. [३सम 11]

(2) આ અધિનિયમ હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે, જો બોર્ડ ઇચ્છે તો બહારની કોઈ પણ વ્યક્તિની સહાય કે સલાહ લઈ શકે છે. [કલમ 12]

(3) નિયમોને આધીન રહીને બોર્ડ વખતોવખત કોઈ નિપુણ વ્યક્તિને બોર્ડના સલાહકાર તરીકે નીમી શકે છે. [કલમ 14 (5)]

(4) આ અધિનિયમ હેઠળ બોર્ડે બજાવવાનાં કાર્યો પૈકી કોઈ કે બધાં, જો બોર્ડ ઇચ્છે તો, પોતાના અધ્યક્ષ, સભ્ય-સચિવ કે બોર્ડના કોઈ ઑફિસરને સોંપી શકે છે. [કલમ 15]

(5) કેન્દ્રીય બોર્ડ, રાજ્ય બોર્ડને આદેશો આપી શકે છે. [કલમ 18]

(6) રાજ્ય સરકાર સાથે કોઈ વિસ્તાર કે વિસ્તારો હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તાર જાહેર કરવા અંગે બોર્ડ વિચાર-વિનિમય કરી શકે છે. [કલમ 19]

(7) વાહનોમાંથી નીકળતા ધુમાડા માટેનાં ધોરણોના પાલન માટે સૂચનાઓ આપી શકે છે. [असम 20]

( 8) હવા પ્રદૂષણ નિયંત્રિત વિસ્તારમાં, કોઈ ઉદ્યોગના હેતુ માટે કોઈ ઔદ્યોગિક પ્લાન્ટનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ લાદી શકે છે. તેમજ એવા ઔદ્યોગિક પ્લાન્ટનો ઉપયોગ કરવા માટે સંમતિપત્ર આપવાની કે ન આપવાની પણ સત્તા ધરાવે છે. [કલમ 21]

(9) હવામાં હવા પ્રદૂષકો છોડતી કે ફેકતી વ્યક્તિ કે ઔદ્યોગિક પ્લાન્ટને તેમ કરતાં અટકાવવાની અને તે માટે કોર્ટને અરજી કરવાની સત્તા છે. (કલમ 22. 22-એ]

(10) હવામાં કોઈ ચીમની, નળી કે અન્ય છિદ્ર દ્વારા છોડાતા કે ફેંકાતા ધુમાડાના કે અન્ય કોઈ ( હવા પ્રદૂષકોના નમૂના લેવાની, એ નમૂના લેવા માટે ત્યાં પ્રવેશવાની, તપાસ કરવાની, તેમજ એ નમૂનાઓનું પૃથક્કરણ કરાવી તેનો અહેવાલ મેળવવાની સત્તા છે. (કલમ 24. 25, 26, 27]

!!) બોર્ડ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે કોઈ વ્યક્તિ, અધિકારી કે સ્થાનિક સત્તામંડળોને -

(1) કોઈ ઉદ્યોગ કે ઔદ્યોગિક પ્રક્રિયાને તદ્દન બંધ કરાવવાની, તેના પર પ્રતિબંધ મૂકવાની કે તેનું નિયમ કરવાની કે;

(2) વીજળી, પાણી કે અન્ય કોઈ સેવાનો પુરવઠો બંધ કરવાની, કે તેનું નિયમન કરવાની સૂચના આપી શકવાની સત્તા ધરાવે છે. જો કોઈ વ્યક્તિ કે અધિકારી કે સ્થાનિક સત્તામંડળ બોર્ડના આવા આદેશનું પાલન ન કરે તો તે આ અધિનિયમની કલમ-37 હેઠળ શિક્ષાપાત્ર બને છે.

રાજ્ય બોર્ડે એકવાર આપેલી પરવાનગી કોઈ પણ કારણ વગર રદ ન કરી શકે કે પાછી નવી કરી આપવાની ના ન પાડી શકે. જો કોઈ પણ કારણ વગર પરવાનગી પાછી નવી (Renew) કરવાની ના પડે તો માલિકને પૂરી ન શકાય (Irreparable) એવું નુકસાન થયેલું ગણાય.