05/02/2024

પ્રકરણ-12 : ભારતીય વન્ય પ્રાણી (સંરક્ષણ) ધારો, 1972

ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો, 1972 હેઠળ વન્ય પ્રાણીઓના શિકાર કરવા અંગેની જોગવાઈ

1972નાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ વન્ય પ્રાણીની વ્યાખ્યા આપો તથા વન્ય પ્રાણીઓનો શિકાર અને વેપાર નિયંત્રણો


વન્ય પ્રાણીઓ પર્યાવરણના અભિન્ન અંગ છે. વર્તમાન સમયમાં જંગલોનો મોટા પ્રમાણમાં નાશ થઈ રહ્યો છે જેને કારણે વન્ય પ્રાણીઓમાંના કેટલાંક લુપ્ત થઈ જવાના આરે આવી ગયા છે. વળી, વન્ય પ્રાણીઓનો શિકાર પણ પૈસા મેળવવા થાય છે. જેને કારણે પણ વન્ય પ્રાણીઓનો સંરક્ષણ માટે જરૂરિયાત ઊભી થવા પામે છે. પુરાણકાળમાં ધાર્મિક માન્યતા ઊભી કરી પ્રાણીઓના સંરક્ષણની જોગવાઈ હતી. વર્તમાન યુગમાં કાયદાઓ અમલી બનાવી વન્ય પ્રાણીના સંરક્ષણની જોગવાઈ કરવામાં આવેલ છે. બ્રિટિશ અમલ દરમિયાન 1887માં સૌ પ્રથમ વાર વન્ય પ્રાણી સુરક્ષા ધારો અમલી બનાવાયો હતો. સમયાંતરે સુધારા થતા રહ્યા અને 1972માં ભારતમાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારો અમલમાં આવ્યો.

આ કાયદા મુજબ વન્ય પશુ (Wild Animal) એટલે આ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 1 થી 4 માં ઉલ્લેખિત કરવામાં આવેલ પ્રાણીઓ અને આ કાયદા મુજબ.

"શિકાર"માં તેનાં વ્યાકરણીય રૂપો અને સમૂલીય શબ્દો સાથે નીચેનાનો સમાવેશ થાય છે.

(એ) કોઈ પણ વન્ય પ્રાણીને અથવા બંધનમાં રાખેલા પ્રાણીની હત્યા કરવી અથવા ઝેર આપવું અથવા તેમ કરવાના બધા જ પ્રયત્ની કરવા.

(બી) કોઈ જંગલી અથવા બંદી પ્રાણીને પકડવું, શિકાર કરવો, જાળમાં ફસાવવું, પિંજરામાં રાખવું, તીવ્ર

ગતિએ દોડાવવું અથવા તકલીફ પહોંચાડવી અથવા આવું કરવાના બધાં જ પ્રયાસો કરવા. (સી) આવા પ્રાણીના શરીરના કોઈ પણ ભાગ પર ઈજા કરવી અથવા તેનો નાશ કરવો કે તેનો અંગ વિચ્છેદ કરવો અથવા વન્ય પક્ષી અથવા પેટે ચાલતા પ્રાણીના છેડાને નુકસાન કરવું અથવા

તેવા પક્ષી કે પેટે ચાલતા પ્રાણીઓના ઈંડાં કે માળાને તોડી નાખવા કે વેરવિખેર કરવા. ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ-9 મુજબ વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 1 થી 4માં જણાવેલ કોઈપણ પ્રાણીનો શિકાર કરવા પર પ્રતિબંધ છે, પરંતુ આ જ કાયદાની કલમ !! અને 12 હેઠળ કરવામાં આવેલ જોગવાઈ મુજબ, વિશિષ્ટ સંજોગોમાં આ કાયદાના પરિશિષ્ટ 1 થી 4 માં નિર્દિષ્ટ પ્રાણીઓનો શિકાર કરવાનો પરવાનો આપી શકાય છે.

કેટલાક પ્રસંગોમાં શિકારની પરવાની (કલમ 11) પ્રવર્તમાન અન્ય કોઈ કાયદામાં ગમે તે જોગવાઈ હોવા છતાં, પરિશિષ્ટ 4ની જોગવાઈઓને આધીન,

(એ) જો મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને એમ ખાતરી થાય કે પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલ કોઈ વન્ય પશુ માનવજીવન માટે ખતરનાક બનેલ છે અથવા તે સાજુ ન થઈ શકે તેટલી હદે અશક્ત છે કે બીમાર થયેલ છે. તો કારણો સાથે લેખિત હુકમ કરીને આવા પશુનો શિકાર કરવા માટે કોઈ વ્યક્તિને પરવાનગી આપી શકે અથવા આવા પશુનો શિકાર કરાવી શકે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને એમ ખાતરી થાય કે આવું પ્રાણી પકડી શકાય તેમ નથી. બેભાન કરી શકાય તેમ નથી અથવા તેને એ સ્થળ પરથી દૂર કરી શકાય તેમ નથી તે સિવાય કોઈ પણ વન્ય પ્રાણીનું મૃત્યુ નિપજાવવાનો હુકમ ન કરી શકે.

આવું કોઈ પકડવામાં આવેલ પાણી નું પાણી વનમાં પૂનાતિ જરાય કે મુખ્ય વન્ય પ્રાણી અવિકારીને તે ખાતરી સાથે કે આવુ પાણી વલભભેય પુનર્વલિત કરી શકાય તેમ નથી અને મા માટેનાં કારણોની લેખિતમાં નોંધ રાખવાની હોય છે.

(બી) જો યુવાને તેમાં પાણી પવિકારી અથવા અધિકૃત ધિરજાને અથવા હોઈ શ્રો મુખ્ય અને ગામ વિષ્ટિ કરાયેલ હોઈ પશુ માવજી ખમાટે મથવા (કોઈ જમીન પરનો ઊભા પાક સહિત) ભિલકત માટે ખતરનાક બુરોલ આવા પશુ કે સાધાન થઈ શકે તેટલી હો અશમન કે બીમાર છે. તો લેખિત હુકમ કરીને આવા પશુ કે પશુઓના સમૂહનો નિર્દિષ્ટ વિસ્તરમાં શિકાર કરાવી શકે અથવા આવા પશુ કે પશુઓના સમૂહનો તે નિદિર શિકાર કરવા માટે પરવાનગી આપી શકે,

ઉપરની જોગવાઈઓ શિવાય, પોતાના અથવા અન્ય વ્યક્તિના રક્ષણ માટેઅવલબલિબથી જો કોઈ વન્ય પશુની હત્યા કે ઈજા કરવામાં આવે તો તેનાથી કોઈ ગુનો બનતો નથી પરંતુ આ ભાઈ અને તે વ્યક્તિ આ અથદા હેઠળનો કોઈ ગુનો કરતી હોવી જોઈએ નહિ. બચાવમાં જે કોઈ વ્યક્તિએ કોઈ વન્ય પશુની હત્યા કરેલ હોય કે તેને ઈજા કરી હોય તો તે સરકારી મિલકત ગણાય છે. કોઈ વ્યક્તિએ સ્વબચાવાSelf defence)માં કોઈ વન્ય પશુની હત્યા કરેલ હોય તો પશુની હિંસકતા અથવા ક્રૂરતા (Farody) સુસંગત બાબત છે. એક કેસમાં આરોપી પર તેણે વાઘનો શિકાર કરેલ લેવાનો આરોપ હતો. આ કેસમાં ઠરાવાયુ હતું કે વાઘ પોતે સ્વભાવથી હિંસક પ્રાણી હોવાથી આરોપીએ સ્વબચાવમાં તેની હત્યા કરી હોવાનો બચાવ સ્વીકારવો જોઈએ. તેણે વાઘનો શિકાર કરવા ગયેલ હોવાની રજૂઆત સ્વીકારી શકાય નહિ. આ કેસમાં આરોપીએ શુદ્ધબુદ્ધિથી અને સ્વબચાવમાં વાઘની હત્યા કરેલ હોવાનો બચાવ સ્વીકારીને તેને નિર્દોષ છોડી મૂકવામાં આવેલ હતો.

ખાસ હેતુઓ માટે પરવાનો [ક. (12)] :

આ કાયદામાં અન્યત્ર ગમે તે જોગવાઈ કરાયેલ હોવા છતાં, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી, નીચેના કોઈ હેતુસર કોઈ વ્યક્તિને, નિયત ફી ભરવામાં આવ્યેથી અને નિયત શરતોને આધીન, શિકાર કરવાનો પરવાનો આપી શકે છે.

હેતુઓ :

(1)  શિક્ષણ

(2) વૈજ્ઞાનિક સંશોધન

(3) વૈજ્ઞાનિક વ્યવસ્થા : વન્ય પશુઓના વૈકલ્પિક કુદરતી નિવાસસ્થાનની સ્થાન બદલી અથવા કોઈ વન્ય પશુની હત્યા કર્યા સિવાય કે ઝેર આપ્યા સિવાય કે તેનો નાશ કર્યા સિવાય તેની વસ્તી વ્યવસ્થા.

4) નમૂનાઓનો સંગ્રહ : ક. 38 (આઈ) હેઠળ માન્ય પ્રાણી સંગ્રહાલયો માટે આવો ( પરવાનો આપી શકાય તેમજ સંગ્રહસ્થાન (ZoO) અને તેના જેવી સંસ્થા માટે આવો પરવાનો નમૂનાઓનો સંગ્રહ માટે આપી શકાય.

(5) જીવન રક્ષક દવાઓ(Life saving drug)ના ઉત્પાદન માટે સાપનું ઝેર મેળવવા, ભેગું કરવા કે તૈયાર કરવાના હેતુ માટે આ કલમ હેઠળ પરવાનો આપી શકાય. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે -

(એ) પરિશિષ્ટ-1માં ઉલ્લેખિત કોઈ વન્ય પશુના સંબંધમાં કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી સિવાય: (બી) વન્ય પશુઓના સંબંધમાં રાજ્ય સરકારની પૂર્વપરવાનગી સિવાય;

આવો પરવાનો આપી શકાય નહિ. આમ, કયા હેતુઓ માટે શિકાર કરવાનો પરવાનો આપી શકાય, તેની આ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે. આ કલમ મુજબના હેતુઓ 4 છે. પરિશિષ્ટ 1માં ઉલ્લેખિત વન્ય પશુઓના સંબંધમાં પરવાનો આપતા અગાઉ કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી મેળવવી જોઈએ. અન્ય પશુઓના સંબંધમાં આવો પરવાનો આપતા અગાઉ રાજ્ય સરકારની પૂર્વપરવાનગી મેળવવી જોઈએ.


પરવાનગી મોકૂફી અથવા નિરસન (ક. 13) :

રાજ્ય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમને આધીન, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અન્ય અધિકૃત અધિકારી યોગ્ય અને પૂરતા કારણોની નોંધ કરીને પરવાનો મોકૂફ (Sepend) કે 20 (Revoke) કરી શકે છે.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે આવી કોઈ હુકમ કરતાં પહેલાં પરવાના ધારકને સાંભળવાની વાજબી તક આપવામાં આવેલી હોવી જોઈએ.

1991માં રદ કરાયેલી આ કલમ ફરીથી 1995માં અમલી બનાવવામાં આવેલ છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અન્ય અધિકૃત અધિકારી, યોગ્ય અને પૂરતાં કારણોસર, આવા કારણોની લેખિત નોંધ કરીને કલમ-11 કે 12માં નિર્દિષ્ટ કરાયેલ શિકાર કરવાનો અપાયેલ પરવાનો કે તે પરવાનગી મોકૂફ કે રદ કરી શકે છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીનો આવો હુકમ રાજ્ય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમને સ્વાધીન છે. પરંતુ પરવાના ધારકને સાંભળવાની યોગ્ય તક આપેલી હોવી જોઈએ.

નિર્દિષ્ટ છોડનું રક્ષણ

ભારતીય વન્ય પ્રાણી [સંરક્ષણ ધારો), 1972 હેઠળ નિર્દિષ્ટ છોડના રક્ષણ અંગેની
જોગવાઈ

નિર્દિષ્ટ છોડના રક્ષણ અંગેની જોગવાઈ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારામાં 1991 માં થયેલ સુધારાથી ઉમેરવામાં આવી છે.

નિર્દિષ્ટ છોડ એટલે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારાના પરિશિષ્ટ 6માં ઉલ્લેખિત છોડો. પરિશિષ્ટ 6માં નિર્દેશિત છોડોના રક્ષણ અંગે કલમ 17A થી 17H સુધીમાં જોગવાઈ કરવામાં આવેલ છે. જે મુજબ,

નિર્દિષ્ટ છોડ ચૂંટવા કે ઉખેડવા પર પ્રતિબંધ (ક. 17-એ)

(1) આ પ્રકરણમાં અન્યથા બાકાત કરવામાં આવેલ હોય તે સિવાય કોઈ વ્યક્તિ -

(2) કેન્દ્ર સરકારે જાહેરનામાથી નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાંથી અને કોઈ જંગલના વિસ્તારમાંથી ઇરાદાપૂર્વક કોઈ છોડ ચૂંટશે નહિ કે મૂળમાંથી ઉખાડશે નહિ કે તેનો નાશ કરશે નહિ. નુકસાન કરશે નહિ અથવા એકત્રિત કરશે નહિ.

(બી) કોઈ નિર્દિષ્ટ છોડ. તે જીવંત હોય કે નિર્જીવ અથવા તેના કોઈ ભાગનો કબજો ધરાવશે નહિ. વેચાણ કરશે નહિ, વેચાણની દરખાસ્ત કરશે નહિ, અથવા બક્ષિસ કે અન્ય રીતે તેનું હસ્તાંતર કે પરિવહન કરશે નહિ.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે પ્રકરણ-4ની જોગવાઈઓને આધીન, અનુસૂચિત જાતિના સભ્યો પોતે જે વિસ્તારમાં રહેતા હોય તે સ્થળેથી મળી આવતા નિર્દિષ્ટ છોડ શુદ્ધબુદ્ધિથી અંગત ઉપયોગ અથવા તેનો કબજો ધરાવે તો કાયદેસર છે.

માટે ચૂંટે, એકત્રિત કરે આમ, આ કલમથી એવું ઠરાવવામાં આવે છે કે આ પ્રકરણની અન્યથા જોગવાઈ કરવામાં આવેલ હોય તે સિવાય કોઈ પણ વ્યક્તિ ઇરાદાપૂર્વક નિર્દિષ્ટ છોડ ચૂંટશે. ઉખેડશે. નુકસાન, નાશ. પ્રાપ્ત અથવા એકત્રિત કરશે નહિ. આ પ્રતિબંધ કોઈ પણ વન, જમીન અને કેન્દ્ર સરકારે જાહેર નિર્દિષ્ટ કરેલ વિસ્તારને લાગુ પડે છે. તે જ રીતે છોડ જીવંત હોય કે નિર્જીવ કોઈ વ્યક્તિ આવા છોડ કે તેના ભાગનો કબજો ધરાવી શકે નહિ. વેચાણની દરખાસ્ત કરી શકે નહિ અથવા બક્ષિસથી કે અન્ય રીતે હસ્તાંતર અથવા પરિવહન કરી શકે નહિ. આદિવાસી જાતિના લોકોને આ પ્રતિબંધથી બાકાત રાખવામાં આવ્યા છે.

ખાસ હેતુઓ માટે પરવાનગી (ક. 17.બી)

રાજ્ય સરકારની પૂર્વપરવાનગીથી મુખ્ય વન્ય પાણી અવિહાવી, ઉબાડવા. ખાસ નિદિષ્ટ સહેલ વિસ્તાર જંગલની જમીનમાંથી નિવિષ્ટ છએક મંટવા, હવા હ કરnd the કરવા કે એકત્ર કરવા કે તેનું પરિવહન કરવાની તેમાં નિદિષ્ટ કરેલ શરતોને આધીન, નીચેના હેતુખી માટે પરવાનગી આપી શકે છે.

(એ) શિક્ષણ

(બી) વૈજ્ઞાનિક સંશોધન:

((સી) વૈજ્ઞાનિક સંસ્થામાં વનસ્પતિ સંગ્રહ એકત્ર કરવા. જાળવી રાખવા કે પ્રદર્શિત કરવા માટે

आपवाः

(ડી) આ સંબંધમાં કેન્દ્ર સરકારે માન્ય કરેલ વ્યક્તિ અથવા સંસ્થાના પ્રચાર માટે, આમ, આ કલમથી ક. 17-એનો અપવાદ ઉત્પન્ન કરવામાં આવ્યો છે. એટલે કે આ કલમમાં નિર્દિષ્ટ કરાયેલ હેતુઓ માટે મુખ્ય વન્ય પ્રાણી અધિકારી રાજ્ય સરકારની પૂર્વપરવાનગીથી નિર્દિષ્ટ છોડ ચૂંટવા, ઉખાડવા, પ્રાપ્ત કરવા, એકત્ર કરવા કે તેનું પરિવહન કરવાની પરવાનગી આપી શકે છે.

પરવાનગી વિના નિર્દિષ્ટ છોડની ખેતી પર પ્રતિબંધ (ક. 17-સી)

આ કલમમાં એમ ઠરાવવામાં આવેલ છે કે રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારી કે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનો આપેલ હોય તે સિવાય, કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડની ખેતી કરી શકે નહિ. પરંતુ આ કાયદામાં 1991માં થયેલ સુધારા અગાઉ કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડની ખેતી કરતી હોય તો તેણે છ માસમાં પરવાનો મેળવવા માટે અરજી કરવી જોઈએ. પરવાનો (Licence) મેળવવા માટે અરજી કર્યા બાદ છોડની ખેતી કરવાનું તેણે ચાલુ રાખેલ હોય અને તેની અરજી નામંજૂર થાય તો વચગાળાના સમય દરમિયાન તેણે કરેલ ખેતી ગેરકાયદેસર બનતી નથી. પરવાનો આપતી વખતે તેમાં શરતો નિર્દિષ્ટ કરી શકાય છે.

પરવાના વિના નિર્દિષ્ટ છોડના વેપાર પર પ્રતિબંધ (ક. 17-ડી)

કલમ 17-સી હેઠળ પરવાના વગર નિર્દિષ્ટ છોડની ખેતી કરવા પર પ્રતિબંધ છે. જ્યારે આ કલમ હેઠળ પરવાના વિના નિર્દિષ્ટ છોડના વેપાર પર પ્રતિબંધ મૂકાયો છે. મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ માન્ય કરેલ પરવાનો અથવા રાજ્ય સરકારે આ સંબંધમાં અધિકૃત કરેલ વ્યક્તિએ માન્ય કરેલ પરવાના સિવાય, કોઈ વ્યક્તિ નિર્દિષ્ટ છોડનો વેપાર, ધંધો કે રોજગારી કરી શકે નહિ. પરંતુ આ કાયદામાં 1991માં સુધારો થયા અગાઉ તરત જ કોઈ વ્યક્તિ આવો ધંધો કે વ્યવસાય 60 દિવસ અગાઉથી કરતો હોય અથવા આ ગાળા દરમિયાન પરવાનો મેળવવા તેણે અરજી કરી હોય અને તેની અરજી નામંજૂર થાય તો પણ વચગાળાના સમય દરમિયાન તેણે કરેલ વ્યવસાય, ધંધો કે રોજગાર ગેરકાયદેસર નથી.

સ્ટોકની જાહેરાત (ક. 17-ઈ)

આ કાયદામાં 1991ના વર્ષમાં સુધારો કરાયો છે. આ સુધારો લાગુ પાડવાની તારીખથી 30 દિવસમાં નિર્દિષ્ટ છોડની ખેતી કે વેપાર કરનાર દરેક વ્યક્તિએ નિર્દિષ્ટ છોડ કે તેના ભાગનો કેટલો સ્ટોક 1991નો સુધારો લાગુ પડયાની તારીખે હતો તે જાહેર કરવાનું રહેશે. ક. 44ની પેટા ક. 3 થી 8, 45, 46, 47 ની જોગવાઈઓ, ક. 17-સી અને ક. 17-ડી હેઠળ જાણે કે પશુઓનો વેપાર કે પશુમાંથી બનતી વસ્તુઓની જેમ પરવાનો કે અરજીને લાગુ પડશે.

પરવાનાગ્રહિતા પાસે છોડ વગેરેનો કબજો (ક. 17-એફ)

આ કલમ મુજબ આ કાયદા હેઠળના નિયમો મુજબ જે શરતોએ પરવાનો (Licence) અપાયો હોય. તે મુજબ જ નિર્દિષ્ટ છોડનો કબજો ધરાવી શકાય. તે સિવાય કોઈ પરવાનો ધારક (Licencee) આ પ્રકરણ
(એ) (1) કોઈ નિર્દિષ્ટ છોડ, તેનો ભાગ કે અંશ કે જેની 8. 17-ઈ હેઠળ સ્ટોકની જાહેરાત કરવી જોઈતી હતી, પણ ન કરેલ હોય. (2) કોઈ નિર્દિષ્ટ છોડ કે તેનો ભાગ કે અંશ રાખવા બાબતમાં આ કાયદો કે તે હેઠળના નિયમો જો તે કાયદેસર રીતે પ્રાપ્ત કરાયેલ ન હોય તો આવી વસ્તુ. છોડ કે તેનો ભાગ પોતાના હવાલા કે કબજામાં રાખી શકાશે નહિ.

(બી) (1) કોઈ નિર્દિષ્ટ છોડ ચૂંટવા, ઉખેડવા કે પ્રાપ્ત કરવા કે એકત્ર કરવા અથવા (2) નિર્દિષ્ટ છોડ તેનો ભાગ કે તેનો અંશ વેચાણ કરવા, વેચાણની દરખાસ્ત કરવા કે તેના અંકુશ. હવાલો કે કબજામાં રાખવા, મેળવવા કે પ્રાપ્ત કરવા નિર્દિષ્ટ છોડનો કબજો ધરાવી શકાશે नहि.

નિર્દિષ્ટ છોડની ખરીદી (ક. 17-જી) પરવાના ધારક સિવાય કોઈ પણ વ્યક્તિ પાસેથી નિર્દિષ્ટ છોડ ખરીદી, મેળવી કે પ્રાપ્ત કરી શકાય

નહિ. પરંતુ ક. 17-બીમાં નિર્દિષ્ટ કરેલ વ્યક્તિને આ કલમ લાગુ પડતી નથી.

છોડ સરકારી મિલકત ગણાશે (ક. 17-એચ)

જે કોઈ નિર્દિષ્ટ છોડ, તેનો ભાગ કે તેના અંશ સંબંધમાં આ કાયદો, નિયમો કે આ કાયદા હેઠળના આદેશો વિરુદ્ધ ગુનો બનેલ હોય, તો તે રાજ્ય સરકારની મિલકત ગણાશે. જો નિર્દિષ્ટ છોડ કેન્દ્ર સરકારે જાહેર કરેલ અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પ્રાપ્ત કરેલ કે એકત્ર કરેલ હોય, તો છોડ કે તેની ભાગ કેન્દ્ર સરકારની મિલકત ગણાશે.

કલમ 39ની પેટાકલમ (2) અને (3) જે રીતે કલમ 39ની પેટાકલમ (1)માં નિર્દિષ્ટ કરવામાં આવેલ વન્ય પશુઓ અને ચીજવસ્તુઓને જે રીતે લાગુ પડે છે, તે રીતે, આ બંને પેટાકલમો, શક્ય હોય ત્યાં સુધી નિર્દિષ્ટ છોડ અથવા તેના ભાગને લાગુ પડશે.

વન્ય પ્રાણી સલાહકાર બોર્ડ.

સલાહકારી સમિતિ (ક. 33-બી)

(1) રાજ્ય સરકાર એક સલાહકારી સમિતિની રચના કરશે જેમાં -

(1) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિ, કે જે વન્ય સંરક્ષણ અધિકારીથી ઊતરતા નહિ હોય તેવા સમિતિના અધ્યક્ષ રહેશે; જેમાં,

(ii) એક રાજ્ય વિધાનસભાના રાભ્ય કે જેમના નિર્વાચન ક્ષેત્રમાં અભયારણ્ય આવેલ હોય; તે;

(ⅲ) પંચાયતી રાજ સંસ્થાઓના ત્રણ પ્રતિનિધિઓ;

(iv) બિન-સરકારી સંસ્થાના બે પ્રતિનિધિઓ;

વન્ય પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવતી ત્રણ વ્યક્તિઓ;

(vi) ગૃહ અને પશુચિકિત્સા સંબંધી વિભાગોનો હવાલો સાંભળનાર દરેક વિભાગોમાંથી એક પ્રતિનિધિ:

(vii) જો હોય તો માનદ્ વન્ય પ્રાણી અધિકારી; અને

(viii) અભયારણ્યનો હવાલો સંભાળનાર અધિકારી કે જે સભ્ય-સચિવ તરીકે કાર્ય કરશે:

- નો સમાવેશ થાય છે.

(2) સમિતિ અભયારણ્યના વધુ સારા સંરક્ષણ અને વ્યવસ્થા માટે અભયારણ્યની અંદર અને આસપાસ રહેતા લોકોની હિસ્સેદારી અંગે લેવા યોગ્ય પગલાં વિશે સલાહ આપશે.

(1) સમિતિ શીયાના માટે આવાક સહવીની સંખવા મક્કી કરવા સહિત પોતાની દરેક Mand માટે પીતે જ વ્યવાચ્યા કરવી.

 મૃગયા ચિહ્ન.

"ગાલિક" (Tronty) એટલે કોઈ કૃત્રિમ કે કુદરતી હીને સખયામાંની જાળવવામાં આવેલ ઉપડની જીવજંતુ શિવાયનું કોઈ બદી પ્રાણી અથવા અન્ય પ્રાણી સમગ્ર અથવા તેનો કોઈ ભાગ અને તેમાં * રએ) ફૂવાહીવાળા ચાપડા, પાતળા પાપડી બને પાણીઓની ખાલેમાં મમાલી બરવાની ભારી

તૈયાર કરી ગોઠવવામાં આવેલ સમગ્ર પ્રાણીના કે તેના કોઈ ભાગના નમૂનાઓની અનેર (બી) સાબર સીંગ, અસ્થિ, કાચબા અથવા કરચલાની પીઠ, ખાલુ સીગડા, કોડાના સીગ, વાળ, પીળ, નખ, દાંત, હાથીદાંત, કસ્તુરી, ઈડાખો, માળાઓ અને મધપુડાનો સમાવેશ થાય છે. “પ્રક્રિયા કર્યા વિનાનું મૃગયાયિક" (Unicured Trophy) એટલે પ્રાણીઓની ખાલમાં મસાલો ભરવાની કળાં ન કરવામાં આવેલ હોય તેવું ઉપદ્રવી જીવજંતુ સિવાયનું બંદી પ્રાણી અથવા અન્ય વન્ય પ્રાણી સમગ્ર અથવા તેની હોઈ ભાગ અને વહેલ માછલીના પેટમાંથી નીકળતો મીણ જેવી પદાર્થ અને અન્ય પ્રાણીમાંથી બનાવવામાં આવતી બનાવટોનો સમાવેશ કરવામાં આવે છે.

પરવાના સિવાય મૃગયાચિહ્ન અને પશુમાંથી બનતી વસ્તુઓના વ્યવહાર

પર પ્રતિબંધ (ક. 44) (1) પ્રકરણ 4-એની જોગવાઈઓને આધીન પેટાકલમ 4 હેઠળ મંજૂર કરવામાં આવેલ પરવાના

અને તે અનુસાર હોય તે સિવાય, કોઈ વ્યક્તિ - (1) પશુમાંથી બનાવાયેલ કોઈ વસ્તુના ઉત્પાદક અથવા વૈપારી તરીકે, અથવા

હેઠળ (એ)

(2) પ્રાણીઓની ખાલમાં મસાલો ભરવાની કળાના નિષ્ણાત તરીકે, અથવા મૃગયાચિહ્ન અથવા પ્રક્રિયા વિનાના મૃગયાચિહ્નના વેપારી તરીકે; અથવા

(3) (4) બંદી પશુઓના વેપારી તરીકે; અથવા

) કોઈ પણ ભોજનાલયમાં માસ રાંધી અથવા પીરસવાનો;

(બી (સી) સાપનું ઝેર મેળવવાનો, એકત્ર કરવાનો અથવા તૈયાર કરવાનો અથવા તે અંગેનો વ્યવહાર કરવાનો;

- ધંધો શરૂ કરી શકશે નહી કે ચાલુ રાખી શકશે નહી.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે આ પેટાકલમની કોઈ પણ જોગવાઈથી આ કાયદાની શરૂઆતની તરત અગાઉ, પેટાકલમમાં ઉલ્લેખિત વેપાર અથવા ધંધો કરતી વ્યક્તિને, આવી શરૂઆતથી 30 દિવસના સમય સુધી અથવા પોતાને પરવાનો મેળવવા માટે તેને તેટલા સમયમાં અરજી કરેલ હોય. ત્યારે તેને પરવાનો ન આપવામાં આવે ત્યાં સુધી અથવા તેને પરવાનો આપી શકાય તેમ ન હોવાની તેને લેખિત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી આવી વેપાર કે ધંધો કરતાં અટકાવી શકાશે નહિ.

વધુમાં એવી પણ જોગવાઈ કરવામાં આવે છે કે મોરની પૂંછડીનાં પીંછામાંથી બનાવવામાં આવેલ વસ્તુઓના વેપારી અને તેના ઉત્પાદકોને આ પેટાકલમ લાગુ પડશે નહિ.

ખુલાસો : આ કલમના હેતુઓ માટે, 'ભોજનાલય' માં હોટલ, રેસ્ટોરન્ટ અથવા જ્યાં ચુકવણી થયેથી ખાદ્ય પદાર્થો પીરસવામાં આવતા હોય તેનો સમાવેશ થાય છે. ભલે પછી પૈસાની ચુકવણી ખાદ્ય વસ્તુઓ માટે અલગ કરવામાં આવી હોય કે પછી રહેવા કે જમવાની રકમમાં તેનો સમાવેશ કરવામાં આવતો હોય.

(2) પશુમાંથી બનતી ચીજોના દરેક ઉત્પાદક અથવા વેપારી, અથવા બંદી પશુઓના મૃગયાચિહ્ન કે પ્રક્રિયા વિનાના મૃગયાચિહ્નમાં દરેક વેપારી અથવા પશુની ખાલમાં મસાલો ભરવાની કળામાં નિષ્ણાતે, આ કાયદાની શરૂઆતથી 15 દિવસમાં અથવા યથાપ્રસંગ, જાહેરાતની તારીખથી બનાવવામાં આવતી, વસ્તુઓ મુખ્ય વન્ય પ્રાણી અધિકારી સમક્ષ જાહેર કરશે અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી. અથવા થથાપ્રસંગ, અધિકૃત અધિકારી પ્રશુમાંથી બનાવવામાં આવેલ દરેક ચીજ, બદી પશુ, મૃગથાચિહ્ન કે પ્રક્રિયા વિનાનું મૃગથાચિહ્ન પર ઓળખચિત મૂકી શકશે. ) પરવાનો મેળવાવનો ઇરાદો ધરાવતી પેટાકલમ (1)માં ઉલ્લેખિત દરેક વ્યક્તિ, પરવાના

(3 માટે મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અધિકૃત અધિકારીને અરજી કરશે. (4) () પેટાકલમ (3)માં ઉલ્લેખિત દરેક અરજી નિયત કરવામાં આવે તેવા નમૂનામાં અને તેટલી ફી ચૂકવીને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારીને કરવામાં આવશે.

(બી) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારી અરજદારનો પૂર્વઇતિબસ કે પૂર્વઅનુભવ ધ્યાનમાં લેશે, તેમજ પરવાનો મંજૂર કરવાથી વન્ય પ્રાણીની સ્થિતિ પર થનાર સંભવિત અસરો અને આ સંબંધમાં નિયત કરવામાં આવે તેવી અન્ય બાબતો લક્ષમાં લઈને અને પોતાને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા બાદ જ્યારે એમ ખાતરી થાય કે પરવાનો મંજૂર કરવો જોઈએ તે સિવાય પેટાકલમ (1)માં

ઉલ્લેખિત પરવાનો મંજૂર કરવામાં આવશે નહિ. (5) આ કલમ હેઠળ મંજૂર કરવામાં આવેલ દરેક પરવાનામાં જે પ્રાંગણમાં અને જે શરતોને આધીન રહીને ધંધો કરવાનો હોય, તેનો નિર્દેશ કરવામાં આવશે.

6) આ કલમ હેઠળ મંજૂર કરાયેલ દરેક પરવાનો - (

(जे) તેની મંજૂરીની તારીખથી એક વર્ષ માટે કાયદેસર રહેશે;

(બી) હસ્તાંતરપાત્ર બનશે નહિ: અને

(સી) એકી વખતે 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય માટે તાજો કરાવી શકાશે. (7) પરવાના ધારકને પોતાના કેસની રજૂઆત કરવાની વાજબી તક આપવામાં આવેલ હોય

તે સિવાય અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારીને અથવા અધિકૃત અધિકારીને ખાતરી થાય 3-

(i) પરવાનો નામે કરવા માટેની અરજી તે માટે નિર્દિષ્ટ કરાયેલ મુદત પૂરી થયા બાદ કરવામાં આવેલ હતી;

(ii) પરવાનો મંજૂર કરવાના અથવા તાજો કરી આપવાના સમયે, અરજદારે કરેલ કોઈ નિવેદન ખોટું અથવા મહત્ત્વની બાબતોમાં અસત્ય હતું; અથવા

(i) અરજદારે પરવાનાની કોઈ શરત અથવા આ કાયદાની કોઈ જોગવાઈ, અથવા આ કાયદા હેઠળના કોઈ નિયમનો ભંગ કરેલ છે. અથવા અરજદારે નિયત શરતોનું કરેલ નથી; " તે સિવાય, પરવાનો તાજો કરી આપવા માટેની અરજી નામંજૂર કરી શકાશે નહિ,

(8) પરવાનો મંજૂર કરવાની અથવા તાજો કરવાની અરજી મંજૂર કરતો કે નામંજૂર કરતો દરેક હુકમ લેખિત હોવો જોઈએ.

(9) ઉપરની પેટાકલમ નાના જીવજંતુને લાગુ પડતી નથી.

ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધારો, 1972 પ્રમાણે અભયારણ્યમાં પ્રવેશ પર નિયંત્રણ.
અભયારણ્ય.

ભારતમાં 1960ના દાયકામાં વન્ય પ્રાણીના સંરક્ષણ અંગેની ચિંતા શરૂ થઈ હતી અને 1972માં ભારતીય વન્ય પ્રાણી (સંરક્ષણ) ધારો અમલી બનાવાયો. બંધારણમાં 42માં સુધારાથી અનુ. 48A દાખલ કરવામાં આવ્યો છે. ને લા પાવરણ, જંગલ નેમજ વન્ય પ્રાણીની તેમજ વનસંપતિની જાળવણી અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ નક્કી કરવામાં આવી છે.

1972થી અમલી બનેલાં ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ ધાશમાં અનેક વખત સુધારાઓ કરવામાં આવ્યા છે અને વિવિધ જોગવાઈઓ જેવી કે નિર્દિષ્ટ છોડના રક્ષણ માટેની વગેરે નવી ઉમેરવામાં આવી છે. આ કાયદાની જોગવાઈ મુજબ અભયારણ્ય એટલે. આ કાયદાના પ્રકરણ-4 હેઠળ જાહેર કરવામાં આવેલ અભભ્યારણ્ય તેમજ આ જ કાયદાની કલમ 66ની પેટા કલમ(4) હેઠળ અભયારથ તરીકે માનવામાં આવતા વિસ્તારનો પણ અભયારણ્યમાં સમાવેશ થાય છે.

અભયારણ્યની જાહેરાત

આ કાયદાની કલમ-18 હેઠળ રાજ્ય સરકારને કોઈ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવાની મત્તા છે. સરકારના મતે જે વિસ્તાર વન્ય પશુઓ અથવા પર્યાવરણની જાળવણી માટે પર્યાવાશે વિજ્ઞાન (Ecology) વનસ્પતિ સૃષ્ટિ, કુદરતી તેમજ પ્રાણી વિજ્ઞાનની દ્રષ્ટિએ પૂરતું મહત્ત્વ ધરાવતો ભથ તે વિસ્તારને જાહેરનામું પ્રસિદ્ધ કરીને અભયારણ્ય તરીકે રચવાના પોતાના ઇરાદાની જાહેરાત કરી શકું છે. આવો વિસ્તાર આરક્ષિત વન (Reserve Forest) કે જળ હકૂમત (Torritorial Wators) સિવાયનો લેવો જોઈએ. રાજ્ય સરકારની આ જાહેરાતમાં આવા વિસ્તારનું વર્ણન રસ્તાઓ, નદીઓ, ટેકરીઓ અથવા અન્ય જાણીતી અને તરત ઓળખાઈ આવે તેવી સરહદો દ્વારા કરવું જોઈએ.

કલેક્ટરોની નિમણૂક (ક. 18-બી)

રાજ્ય સરકાર વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયાના નેવું દિવસની મુદતમાં અથવા કલમ-18 હેઠળ જાહેરનામું બહાર પડયાના ત્રીસ દિવસની અંદર, અભયારણ્ય કે જે અંગે કલમ- 18ની પેટા કલમ (1)માં ઉલ્લેખ કરવામાં આવેલ હોય, તેની સાથે સંલગ્ન રહેલ જમીનમાં અથવા તેના પર રહેતી વ્યક્તિઓના અધિકારો લાગુ થવાના. તેની પ્રકૃતિ અને તેના વિસ્તાર અંગે તપાસ કરવા માટે એક અધિકારીની કલેક્ટર તરીકે કાર્ય કરવા માટે નિમણૂક કરશે.

કલેક્ટર દ્વારા અધિકારોનો નિર્ણય (ક. 19)

જ્યારે ક. 18 હેઠળ કોઈ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોય, ત્યારે અભયારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં કે તેની ઉપર કોઈ વ્યક્તિના અધિકારોના અસ્તિત્વ, પ્રકાર અને તેની વ્યાપ્તિ સંબંધમાં કલેક્ટર તપાસ કરશે અને તેનો નિર્ણય કરશે.

અધિકારો ઉદભવ થતા પર બાધ (ક. 20)

કલમ 18 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ, વસિયતી કે બિનવસિયતી વારસા અધિકાર દ્વારા સંપાદન કરાયેલ હોય તે સિવાય, આવા જાહેરનામામાં ઉલ્લેખિત વિસ્તારની હદની અંદર આવેલી જમીનમાં કે તેના પર કોઈ અધિકાર સંપાદિત કરી શકાશે નહિ.

કલેક્ટરની જાહેરાત (ક. 21)

કલમ 18 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયેલ હોય ત્યારે કલેક્ટર 60 દિવસની અંદર તેમાં સમાવિષ્ટ થયેલા વિસ્તારમાં અથવા આવા વિસ્તારની આસપાસના દરેક નગર અને ગામમાં પ્રાદેશિક ભાષામાં જાહેરાત પ્રસિદ્ધ કરશે અને તેમાં -

(એ) શક્ય હોય ત્યાં સુધી, અભયારણ્યનું સ્થળ અને હદ નિર્દિષ્ટ કરવામાં આવશે; બી) ક. 19માં નિર્દિષ્ટ કરાયેલ કોઈ અધિકાર માટે હક્કદાવો કરતી વ્યક્તિને, જરૂરી વિગતો સાથે (

આવા અધિકારનો પ્રકાર અને મર્યાદા અને તેના સંબંધમાં માંગવામાં આવેલ વળતરની જો કોઈ રકમ હોય. તો તેની વિગતો નિર્દિષ્ટ કરતો લેખિત હક્કદાવો, નિયત નમૂનામાં આવી જાહેરાતની તારીખથી બે માસમાં કલેક્ટર સમક્ષ રજૂ કરવાની ફરજ પાડવામાં આવશે

કલેક્ટર દ્વારા તપાસ (8. 22)

કલેક્ટર, હક્કદાવી રજૂ કરનાર પર નિયત નીટિસની બજવણી કર્યા પછી. જેટલા પ્રમાણમાં રાજ્ય સરકારના રેકોર્ડ પરથી અને જાણકારી ધરાવતી કોઈ વ્યક્તિના પુરાવા પરથી તે નક્કી કરી શકાય તેટલે


(એ) ક. 21ના ક્લોઝ (બી) હેઠળ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલ હક્કદાવો: અને

(બી) ક. 19માં નિર્દિષ્ટ કરાયેલ અને કે. 2ાના ક્લોઝ (બી) હેઠળ હક્કદાવો ન કરાયેલ હોય.

- તેવા કોઈ અધિકારના અસ્તિત્વ વિશે તપાસ કરશે.

કલેક્ટરની સત્તાઓ (ક. 23)

 ક. 22માં હક્કદાવો કરાયેલ અધિકારોના અસ્તિત્વ બાબતે તપાસ કરવાના હેતુ માટે કલેક્ટરને નીચે મુજબની સત્તાઓ રહેશે. (એ) કોઈ જમીનમાં અથવા તેના ઉપર પ્રવેશ કરવાની, તેની માપણી તથા નિશાની કરવાની તથા

નકશો તૈયાર કરવાની અથવા તેમ કરવા માટે અન્ય કોઈ અધિકારીને અધિકૃત કરવાની; (બી) દાવાઓની ઇન્સાફી કાર્યવાહી (Trial) માટે દીવાની અદાલતમાં સ્થાપિત થયેલ સત્તાઓ જેવી જ સત્તાઓ.

અધિકારોનું સંપાદન (ક. 24)

ક. 18 હેઠળ પ્રગટ કરાયેલ જાહેરનામાથી અભયારણ્યની હદમાં આવતા વિસ્તારની જમીનમાં આવતા કે તેની ઉપર કોઈ વ્યક્તિના અધિકારોના અસ્તિત્વ બાબત તપાસ કરવાની કલેક્ટરની ફરજ છે. આવી તપાસ કર્યા બાદ કલેક્ટર અધિકારના હક્કદાવાનો કાં તો સંપૂર્ણતઃ કે અંશતઃ સ્વીકાર કરશે. અથવા સંપૂર્ણતઃ કે અંશતઃ નામંજૂર કરશે.

જ્યારે હક્કદાવો સંપૂર્ણતઃ કે અંશતઃ સ્વીકારવામાં આવેલ હોય, ત્યારે કલેક્ટર -

(એ) સૂચિત અભયારણ્યની હદમાંથી આવી જમીન બાકાત રાખી શકે; અથવા

(બી) આવી જમીનના માલિક અથવા અધિકાર ધરાવનાર અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતીથી આવા માલિક અથવા આવા અધિકાર ધરાવનાર આવી જમીનમાં કે તે પરના પોતાના અધિકારો જમીન સંપાદન ધારો, 1894માં જોગવાઈ થયા મુજબ વળતર મળ્યેથી સરકારને સોંપવા સંમત થયેલ હોય તે સિવાય, આવી જમીન અથવા અધિકારો સંપાદિત કરવાની કાર્યવાહી કરી શકે.

(સી) મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની સાથે વિચારણા કરીને અભયારણ્યની જમીનમાં અથવા જમીન ઉપર કોઈ વ્યક્તિનો અધિકાર ચાલુ રાખવાની પરવાનગી આપી શકે.

સંપાદન કાર્યવાહી (ક. 25)

(1) આવી જમીન અથવા આવી જમીન પરના અથવા તેમાંના અધિકારો સંપાદન કરવાના હેતુ માટે -

(એ) કલેક્ટરને જમીન સંપાદન ધારો, 1894 હેઠળ કાર્યવાહી કરતાં કલેક્ટર તરીકે ગણવામાં આવશે; (બી) હક્કદાવો કરનારને, હિત ધરાવનાર વ્યક્તિ તરીકે અને તે કાયદાની ક. 9 હેઠળ

આપવામાં આવેલ નોટિસ મુજબ તેની સમક્ષ હાજર થનાર વ્યક્તિ તરીકે ગણવામાં આવશે:

(सी) ક. 9ની પૂર્વવર્તી (Foregoing) કલમોની જોગવાઈઓનું પાલન થવાનું ગણવામાં આવશે:

(ડી) જ્યારે વળતરની બાબતમાં હક્કદાવો કરનાર પોતાની તરફેણમાં થયેલ ચુકાદાનો સ્વીકાર ન કરે, તો તે કાયદાની ક. 18ના અર્થમાં તેણે ચુકાદાનો સ્વીકાર ન કરેલ હોય તેવી હિત ધરાવતી વ્યક્તિ તરીકે તેને ગણવામાં આવશે અને તે કાયદાન ભાગ ડની જોગવાઈ હેઠળ ચુકાદા વિરુદ્ધ દાદ મેળવવાને હક્કદાર બનશે.તા

(5) હકદાવો કરનારની સંમતિથી કલેક્ટર અથવા બંને પક્ષકારોની સંમતિથી અદાલn જમીન અથવા પૈસાના સ્વરૂપમાં અથવા અંશત: જમીન અને અંશત વિલાસ સ્વરૂપમાં વળતર અપાવી શકે; અને

(એક) જાહેર રસ્તો અથવા જાહેર ગૌચર બંધ થવાની બાબતમાં હલેક્ટર, રાજ્ય સરકારની પહેર જરાથી વ્યવહાર અથવા અનુકૂળ હોય તે રીતે વૈકલ્પિક જાહેર રસ્તો કે જાય ગીચર બાબતમાં જોગવાઈ કરી શકે.

(2) આ કાયદા હેઠળ કોઈ જમીન કે તેમાંના હિતનું કરવામાં આવેલ સંપાદન જાહેર હિત માટે

થયેલ હોવાનું ગણાશે. સંપાદનની પ્રક્રિયા સંપૂર્ણ કરવા માટેની સમયમર્યાદા (ક. 25-એ)

(1). કલેક્ટર કલમ 18 હેઠળ શક્ય હોય ત્યાં સુધી અભયારણ્યની જાહેરાત થયાનાં બે વર્ષની મુદતની અંદર કલમ-19 થી 25 બંને કલમો સાથેની જોગવાઈઓ હેઠળની કાર્યવાહી પરિપૂર્ણ કરશે. ય

(2) જો કોઈ કારણોસર બે વર્ષની મુદતમાં કાર્યવાહીઓ પરિપૂર્ણ ન થઈ શકે તો પણ જાહેરાતનો અંત આવશે નહિ.

અભયારણ્ય તરીકે વિસ્તારની જાહેરાત (ક. 26-એ)

(1) જ્યારે

(ये) ક. 18 હેઠળ જાહેરનામું પ્રગટ કરાયેલ હોય અને હક્કદાવો કરવાનો સમય પૂરો થયેલ હોય ત્યારે અને અભયારણ્ય તરીકે જાહેર કરવાનો ઇરાદો હોય તે વિસ્તારમાંની જમીનના સંબંધમાં જો કોઈ હક્કદાવો રજૂ કરવામાં આવેલ હોય અને રાજ્ય સરકારે તે તમામનો નિકાલ કરેલો હોય: અથવા

(બી) કોઈ આરક્ષિત વન કે જળ હકૂમતના કોઈ ભાગ સાથે મળી ગયેલ કોઈ વિસ્તાર માટે રાજ્ય સરકારને એમ લાગે કે આવો વિસ્તાર વન્ય પ્રાણીઓ કે પર્યાવરણની જાળવણી, વિસ્તાર કે વિકાસની દૃષ્ટિએ પર્યાવરણ વિજ્ઞાન, પ્રાણી અથવા વનસ્પતિ વિજ્ઞાન, ભૂસ્વરૂપ વિજ્ઞાન, તેમજ પ્રાકૃતિક દૃષ્ટિએ પૂરતું મહત્ત્વ ધરાવે છે અને રાજ્ય સરકારને એમ લાગે કે આવા વિસ્તારનો અભયારણ્યમાં સમાવેશ કરવો

જોઈએ: - તો રાજ્ય સરકાર જાહેરનામું પ્રગટ કરી અભયારણ્યમાં જે વિસ્તારનો સમાવેશ કરવાનો હોય તેની

હદની સ્પષ્ટતા કરશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવેલ તેવી તારીખથી આ વિસ્તાર અભયારણ્ય

બનશે. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતના કોઈ ભાગને અભયારણ્ય વિસ્તારમાં ભેળવવામાં આવે, ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની પૂર્વપરવાનગી મેળવવાની રહેશે.

વધુમાં એવી જોગવાઈ કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતનો કોઈ વિસ્તારનો અભયારણમાં સમાવેશ કરવામાં આવે ત્યારે, સ્થાનિક માછીમારોના વ્યાવસાયિક હિતોના રક્ષણ માટે પૂરતા પગલાં લીધા બાદ આવા વિસ્તારની હદ મર્યાદા નક્કી કરવામાં આવશે.

(2) પેટાકલમ (1)માં ગમે તે જોગવાઈ હોવા છતાં, આવા જળ હકૂમતમાંથી નિર્દોષ રીતે પસાર થતા

કોઈ વાહન, વહાણ કે આગબોટના અધિકારને પેટા ક. (1) હેઠળ પ્રગટ કરવામાં આવેલ જાહેરનામામાંથી

કોઈ અસર થશે નહિ.

(3) રાષ્ટ્રીય મંડળની ભલામણ સિવાય રાજ્ય સરકાર અભયારણ્યની હદમાં કોઈ ફેરફાર કરી શકશે નહિ. 


અભયારણ્યમાં પ્રવેશ પર નિયંત્રણ (ક. 27)

(२)  (બી) ફરજ પરના જાહેર સેવકા મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા અધિકૃત અધિકારીએ અભયારણ્યની હદમાં

જેને રહેવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યક્તિ; (સી) અભયારણ્યની હદમાં આવેલ સ્થાવર મિલકત પર જેને કોઈ અધિકાર હોય તેવી વ્યક્તિ:

(51) (5) જાહેર ધોરીમાર્ગ ઉપર થઈને અભયારણ્યમાંથી પસાર થતી કોઈ વ્યક્તિ; અને પેટાક્લોઝ (એ), (બી) અથવા (સી)માં ઉલ્લેખિત વ્યક્તિઓ સિવાયના આશ્રિતો:

- તે સિવાયની કોઈ વ્યક્તિ ક. 28 હેઠળ આપવામાં આવેલ પરવાનગીની શરતો હેઠળ અને તે અનુસાર હોય તે સિવાય, અભયારણ્યમાં પ્રવેશ કરી શકશે નહિ અથવા રહી શકશે. નહિ.

(2) દરેક વ્યક્તિ તે અભયારણ્યમાં રહેતી હોય ત્યાં સુધી -

(ये) આ કાયદા વિરુદ્ધનો ગુનો અભયારણ્યમાં થતો રોકવા,

(जी) આ કાયદા વિરુદ્ધનો કોઈ ગુનો અભયારણ્યમાં કરવામાં આવેલ છે, તેમ માનવાને કારણ હોય ત્યારે ગુનેગારની શોધ કરવા અને તેની ધરપકડ કરવામાં મદદ કરવા:

(सी) વન્ય પશુના મૃત્યુનો અહેવાલ કરવા અને મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કે અધિકૃત અધિકારી તેનો હવાલો સંભાળે નહિ, ત્યાં સુધી તેનું શબ સલામત રાખવા;

(51) આવા અભયારણ્યની પોતાને જાણ કે માહિતી હોય તેવી કોઈ આગનું શમન કરવા અને જેની પોતાને જાણ કે માહિતી હોય તેવી અભયારણ્યની નજીકમાં કોઈ ફેલાતી આગ પોતાની સત્તામાં કાયદેસરના ઉપાયો દ્વારા અટકાવવા; અને

(5) કાયદા વિરુદ્ધનો ગુનો બનતો રોકવા અથવા આવા ગુનાની તપાસમાં પોતાની સહાય માગતા કોઈ પણ વન અધિકારી, મુખ્ય વન્ય પ્રાણી અધિકારી અથવા પોલીસ અધિકારીને મદદ કરવા બંધાયેલ રહેશે.

(3) અભયારણ્યની હદ સીમાચિન્હને નુકસાન કરવાના ઇરાદાથી કે ભારતીય ફોજદારી ધારો, 1860ની વ્યાખ્યા મુજબનો અન્યાયી લાભ લેવાના ઇરાદાથી કોઈ વ્યક્તિ, આવી હદ નિશાનીમાં ફેરફાર, નાશ, હેરફેર કે વિકૃત કરી શકશે નહીં.

(4) કોઈ વ્યક્તિ અભયારણ્યની જમીન પરના વન્ય પશુ કે તેના બચ્ચાને સતાવી કે ત્રાસ આપી શકશે નહીં.

પ્રવેશ માટે પરવાનગી (ક. 28)

(1) મુખ્ય વન્ય પ્રાણી અધિકારી કોઈ વ્યક્તિને તેની અરજી પરથી નીચેની તમામ અથવા કોઈ પણ હેતુઓ માટે અભયારણ્યમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી શકે -

(એ) વન્ય જીવનું અન્વેષણ અથવા અભ્યાસ અને તેને સહાયક અથવા આનુષંગિક હેતુઓ,

(બી) ફોટોગ્રાફી

(સી) વૈજ્ઞાનિક સંશોધન

(ડી) પ્રવાસન

(ઈ) અભયારણ્યમાં રહેતી કોઈ વ્યક્તિ સાથે કાયદેસરનું કામકાજ.

(2) અભયારણ્યમાં પ્રવેશ અને રહેવાની પરવાનગી, નિયત કરવામાં આવે તેવી શરતો અને ફીની ચુકવણીને આધીન રહેશે.

અભયારણ્યનો નાશ કરવા કે તેમાં પરવાનગી વગર શિકાર પર પ્રતિબંધ (ક. 29) આ કલમથી કોઈ પણ વ્યક્તિને અભયારણ્યમાંથી કોઈ પણ પશુનો નાશ, અંગત ઉપયોગ કે પશુના કોઈ વ્યવિન્ય તેવા હરણા કરવાની મારી સાઈ મહી કે તેને નુકસાન પહોંચાડી ધન્ય પ્રાણી અવિરતિ કોઈ પાયા પશુન તેના નિવાસસ્થાનથી વચિત કરી શકે નહી. સિવાય કે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનગો રભાસોય પરવાનગી ત્યારે જ આપી શકાય કે જ્યારે સમય ગુરુભાવોને સુધારી થાય કે કોઈ વન્ય આપેલ પાણીનો નીશા અમર ઉપયોગ કે તેની હેરફેર વન્ય પ્રાણીઓની સુવ્યવસ્થા કે સુધારણા માટે જરૂરી છેને સિવાય આવી પરવાનગી શકાતી નથી.

કોઈ પણ વ્યક્તિને અભયારણ્યમાંથી કોઈ પણ પશુ કે જેમાં વન્ય પેદા કુદર તાપણ સમાવેશ થાય છે. નો નાશ, અંગત ઉપયોગ કે તેને દૂર કરવાનું અથવા કોઈ પણ વન્ય પશુતા દરતી નિવાસસ્થાનનો નાય રહેતા મનુ અમને બથયો બદલી કરવાની અથવા અભયારણ્યની અંદર આવકારી દ્વારા પરવાપાણીના વહેણની દિશા બદલી અટકાવી કે વિસ્તારી શકે નહિ, સિવાય કે મુખ્ય પ્રાણી અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવેલ હાલી આવી પરવાનગી ત્યા સુધી આપવામાં આવશે નહિ કે જ્યાં સુધી રાજ્ય સરકાર મંડળ સાથે વિચારણા કરીને ખાતરી ન કરે કે અભયારણ્યમાંથી આવા પ્રાણીને દૂર કરવાનું અથવા અભયારણ્યના વિદરના અકરીયને બહારના પાણીના વહેણને બદલવું વન્ય પ્રાણીઓના વિકાસ અને તેમના માટેની વધુ દ્વારી વ્યવસ્થા માટે આવશ્યક છે. જ્યાં વન્ય પેદાશ અભયારણ્યમાંથી દૂર કરવામાં આવે તો ત્યાં તેનો ઉપયોગ ફક્ત અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની વાસ્તવિક વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે અને કોઈ પ્રકારના વેપારના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ.

ખુલાસો : આ કલમના હેતુ માટે, કલમ ૩૩ના ક્લોઝ (ડી) હેઠળ પરવાનગી આપવામાં આવી હોય તેવાં પાલતુ પશુઓને ચરાવવાનું અથવા ફેરવવાનું કૃત્ય આ કલમ હેઠળ પ્રતિબંધિત કૃત્ય માનવામાં આવશે નહિ.

અન્ય નિયંત્રણો (કલમો 30 થી 32)

આગ લગાડવા પર પ્રતિબંધ (ક. 30) :

આ કલમ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ અભયારણ્યને નુકસાન થાય તે રીતે -

(1) અભયારણ્યને આગ લગાડશે નહીં: અથવા

(2) અગ્નિ સળગાવાશે નહીં: અથવા

(3) સળગતો અગ્નિ છોડી જશે નહીં.

હથિયારો સાથે અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ (ક. 31)

કોઈ પણ વ્યક્તિ મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની લેખિત પરવાનગી સિવાય, હથિયાર સાથે અભયારણ્યમાં પ્રવેશ કરી શકશે નહી. આવી લેખિત પરવાનગી ક્યારે આપી શકાય તે અંગે કોઈ ચોક્કસ ધોરણ આ કલમમાં નિર્દિષ્ટ કરાયેલ નથી. એટલે કે તે મુખ્ય વન્ય પ્રાણી અધિકારીની વિવેકબુદ્ધિ(Discre- tion)ની બાબત છે.

હાનિકારક પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ (ક. 32)

કોઈ પણ વ્યક્તિ અભયારણ્યમાં કઈ વન્ય પશુને –

(1) ઈજા થાય; અથવા

(2) તેને ભયમાં મૂકે:

તેવું રસાયણ કે સ્ફોટક પદાર્થ કે અન્ય પદાર્થો વાપરી શકે નહીં. જે રીતે ક. ૩૦માં આગ લગાડવા પર પ્રતિબંધ છે તે જ રીતે, અભયારણ્યમાં કોઈ વન્ય પશુને ઈજા થાય કે તેને ભયમાં મૂકે તેવી કોઈ પણ જાતનું રસાયણ, સ્ફોટક કે અન્ય પદાર્થ અભયારણ્યમાં વાપરવા પર આ કલમથી પ્રતિબંધ મૂકાયેલ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અભયારણ્ય (. 38)

જ્યારે રાજ્ય સરકાર, અળચારા અંદરનો ન હોય તેવી પોતાના નિયંત્રણ હેઠળનો વિસ્તાર કેન્દ્ર સરકારને ભાડાપટ્ટે આપે અથવા અન્ય રીતે હસ્તાંતર કરે, ત્યારે કેન્દ્ર સરકારને જો એમ ખાતરી થાય કે તેને આ રીતે હસ્તાંતર કરાયેલ વિસ્તારના સંબંધમાં કે. 18માં નિર્દિષ્ટ કરાયેલ શરતો પૂર્ણ કરાયેલ છે. તો આવા વિસ્તારને જાહેરનામાથી અભયારણ્ય તરીકે જાહેર કરી શકરો અને કે. 19 થી 35. 54 અને 55ની જોગવાઈઓ જે રીતે રાજ્ય સરકારે જાહેર કરેલ અભયારણ્યના સંબંધમાં લાગુ પડે છે તે રીતે આવા અભયારણ્યના સંબંધમાં પણ લાગુ પડશે.



રાષ્ટ્રીય ઉદ્યાન (રાષ્ટ્રીય ઉપવન), માન્ય પ્રાણી સંગ્રહાલય, રાષ્ટ્રીય પ્રાણી મંડળ, રાષ્ટ્રીય વન્ય પ્રાણી મંડળ રચના અને કાર્યો.

રાષ્ટ્રીય ઉપવન.


રાષ્ટ્રીય ઉદ્યાન (ક. 35) (1) જ્યારે રાજ્ય સરકારને એમ જણાય કે અભયારણ્યમાં હોય કે ન હોય તેવા વિસ્તારની પર્યાવરણ

વિજ્ઞાન, પ્રાણી અને વનસ્પતિ વિજ્ઞાન, ભૂસ્વરૂપ વિજ્ઞાન કે પ્રાણીવિજ્ઞાનની અગત્યના કારણે તેમાંના વન્ય

પશુઓ અથવા તેની આસપાસના વિસ્તારની જાળવણી કે વિકાસના હેતુ માટે રાષ્ટ્રીય ઉદ્યાન રચવાની જરૂર છે. તો જાહેરનામાંથી આવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રચવાનો પોતાનો ઇરાદો જાહેર કરી શકે. પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જ્યારે જળ હકૂમતનો કોઈ ભાગ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવિષ્ટ કરવાનો ઇરાદો હોય, ત્યારે ક. 26-એની જોગવાઈઓ જે રીતે અભયારણ્યની જાહેરાતના સંબંધમાં લાગુ પડે છે તે રીતે રાષ્ટ્રીય ઉદ્યાનની જાહેરાતમાં લાગુ પડશે.

(2) પેટાકલમ (1)માં ઉલ્લેખિત જાહેરનામામાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાના વિસ્તારની હદ નિર્દિષ્ટ કરવામાં આવશે.

(૩) જ્યારે કોઈ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાનો ઇરાદો હોય, ત્યારે ક. 19 થી ક. 26-એ (ક. 24ની પેટાકલમ (2)ના ક્લોઝ (સી) સિવાય, બંને કલમો સહિત)ની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી, અભયારણ્યમાંની કોઈ જમીનના સંબંધમાં તપાસ, હક્કદાવાનો નિર્ણય અને અધિકારોના અંત બાબતમાં જે રીતે લાગુ પડે છે, તે રીતે આવા વિસ્તારમાંની કોઈ જમીનના સંબંધમાં ઉપર્યુક્ત બાબતોમાં લાગુ પડશે.

(4) જ્યારે નીચેના બનાવો બનેલ હોય -

(એ) હક્કદાવાઓ રજૂ કરવાનો સમય પસાર થઈ ગયેલ હોય, અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવાના ઇરાદાવાળા વિસ્તારોમાંથી કોઈ જમીનના સંબંધમાં રજૂ કરાયેલા

(બી) તમામ હક્કદાવાઓનો રાજ્ય સરકારે નિકાલ કરી દીધેલ હોય; અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમાવિષ્ટ કરવાની સૂચિત જમીનો સંબંધમાં તમામ અધિકારો રાજ્ય સરકારમાં સ્થાપિત થયેલા હોય;

- ત્યારે રાજ્ય સરકાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે વિસ્તારનો સમાવેશ થતો હોય, તેની હદોનો નિર્દેશ કરતું જાહેરનામું પ્રગટ કરશે અને તેમાં એવી જાહેરાત કરવામાં આવશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તે તારીખે અને તે તારીખથી સદરહુ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન ગણાશે.

(5) રાષ્ટ્રીય ઉદ્યાનની હદમાં, રાષ્ટ્રીય મંડળની ભલામણ સિવાય ફેરફાર કરી શકાય નહીં.

(6) મુખ્ય વન્ય પ્રાણી અધિકારીએ પરવાનગી આપેલ હોય અને તે અનુસાર હોય તે સિવાય, કોઈ વ્યક્તિ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી કોઈ વન્ય પશુનો કે વન્ય પેદાશનો નાશ, અંગત ઉપયોગ કે તેની હેરફેર કરી શકશે નહીં. અથવા કોઈ વન્ય પશુના કુદરતી નિવાસસ્થાનનો નાશ કે તેને નુકસાન કે તેમાં ફેરફાર કોઈ પણ કૃત્ય દ્વારા કરી શકશે નહીં અથવા રાષ્ટ્રીય ઉદ્યાનના અંદર અથવા બહારના વિસ્તારમાં આવેલ પાણીના વહેણને અટકાવી અથવા વિસ્તારી શકશે નહી કે તેના માર્ગમાં ફેરફાર કરી શકશે નહી અને આવી પરવાનગી ત્યાં સુધી આપવામાં આવશે નહીં કે જયાં સુધી રાષ્ટ્રીય મંડળની સાથે મલાહ મમલન કી બાદ રાજ્ય સરકારને સંતોષ થાય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી આવા વન્ય પ્રાણીને ખસેડવું અથવા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર અથવા બહાર સ્થિર પાણીના વહેણમાં પરિવર્તન કરવું રાષ્ટ્રીય ઉદ્યાનના વિકાય અને સુવ્યવસ્થા માટે આવશ્યક છે. (૭) રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પાલતુ પશુ ચરાવવાની પરવાનગી આપી શકાશે નહીં બને ખાવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવેશ કરવા માટે અધિકૃત વ્યક્તિએ કોઈ પશુનો વાહન તરીકે ઉપયોગ કરેલ હોય તે સિવાય આવા પાલતુ પશુને પ્રવેશવા દઈ શકાશે નહીં.

(8) 8. 27. 5. 28, 8. 30 श्री ३२ म४ ७. उन लोड (से), (जी) (सी) ने 8. 33-ध्ये अने 3, 34ની જોગવાઈઓ, જે રીતે અભયારણ્યના સંબંધમાં લાગુ પડે છે તે રીતે શક્ય હોય ત્યાં સુધી રાષ્ટ્રીય ઉદ્યાનના સંબંધમાં પણ લાગુ પડશે.

ખુલાસો : આ કલમના હેતુઓ માટે, અભયારણ્યની અંદર અથવા બહાર આવેલ કોઈ વિસ્તાર કે જે અંગેના અધિકારો નષ્ટ કરવામાં આવેલ છે અને કોઈ કાયદા હેઠળ અથવા અન્ય રીતે જમીન રાજ્ય સરકારમાં સ્થાપિત કરવામાં આવેલ હોય. તો આવા વિસ્તારની નોંધણી જાહેરાત બહાર પાડીને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે કરી શકાશે અને કલમ 19 થી 26 બંને કલમની જોગવાઈઓ હેઠળની કાર્યવાહીઓ અને આ કલમની પેટાકલમો (3) અને (4)ની જોગવાઈઓ લાગુ પડશે નહિ.

પ્રાણી સંગ્રહાલય (ક. 38-એચ)

(1) સત્તાધિકારીએ માન્ય કરેલ હોય તે સિવાય કોઈ પ્રાણી સંગ્રહાલય કામગીરી કરી શકશે નહિ.

(1-એ) વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયા બાદ સત્તાધીશની પૂર્વપરવાનગી મેળવ્યા વગર કોઈ પ્રાણી સંગ્રહ્મલય ઊભું કરી શકાશે નહિ.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે જો કોઈ પ્રાણી સંગ્રહાલય વન્ય પ્રાણી (સંરક્ષણ) (સુધારો) ધારો, 1991 શરૂ થયાની તારીખ અગાઉથી કામ કરતું હોય, તો આવી તારીખથી 18 મહિના સુધી આવું પ્રાણી સંગ્રહાલય કામગીરી કરી શકે છે અને જો ઉપયુક્ત સમયમાં માન્યતા માટે અરજી કરવામાં આવેલ હોય તો આવી અરજીનો નિકાલ ન થાય કે તે પાછી ખેંચવામાં ન આવે ત્યાં સુધી કે માન્યતાનો ઇન્કાર થવનાની બાબતમાં આવા ઇન્કારનો હુકમની તારીખથી વધારાના 6 માસ કામગીરી કરી શકે છે.

(2) પ્રાણી સંગ્રહાલયની માન્યતા માટેની દરેક અરજી નિયત કરવામાં આવે તેવા નમૂનામાં અને

તેવી ફીની ચુકવણી થયેથી સત્તાધિકારીને કરવામાં આવશે. (3) દરેક માન્યતા પત્રમાં શરતો, જો કાંઈ હોય તો, નિર્દિષ્ટ કરવામાં આવશે અને તેને આધીન રહીને અરજદાર પ્રાણી સંગ્રહાલયની કામગીરી કરશે.

(4) જ્યારે સત્તાધિકારીને એમ ખાતરી થાય કે વન્ય પ્રાણીના રક્ષણ અને જાળવણીનાં હિતો ધ્યાનમાં લઈને, નિયત કરવામાં આવેલ ધોરણો અને અન્ય બાબતોનું યોગ્ય પાલન કરવામાં આવેલ છે અને માન્યતા આપવી જોઈએ, તે સિવાય અન્ય કોઈ પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવામાં આવશે નહિ.

(5) અરજદારને સાંભળવાની વાજબી તક આપ્યા સિવાય પ્રાણી સંગ્રહાલયની માન્યતા માટેની અરજી રદ કરી શકાશે નહિ.

(6) પેટાકલમ (4) હેઠળ આપવામાં આવેલ માન્યતા, કારણોની લેખિત નોંધ કરીને સત્તાધિકારી મોકૂફ રાખી શકે અથવા રદ કરી શકે.

પરંતુ જોગવાઈ એવી કરવામાં આવેલ છે કે આવી મોકૂફ અથવા રદ કરવાનો હુકમ કરતાં અગાઉ પ્રાણી સંગ્રહાલયની કામગીરી કરતી વ્યક્તિને સાંભળવાની વાજબી તક આપવામાં આવશે.

(7) પેટાકલમ (5) હેઠળ કોઈ પ્રાણી સંગ્રહાલયને માન્યતા આપવાનો ઇન્કાર કરવાના હુકમ સામે અથવા પેટાકલમ (6) હેઠળ માન્યતા મોકૂફ કે રદ કરવાના હુકમની સામે કેન્દ્ર સરકારને અપીલ કરી શકાશે.

લ) પેસકલમ (લ) હેઠળની અપીલ કરવાના હુકમની જાણું અરજદારને થયાની તારીખથી 19. દિવસમાં કરવામાં આવશે.

પરંતુ જોગવાઈ બેથી કરવામાં આવે છે કે જો કેન્દ્ર સરકારને એમ ખાતરી થાય કે નિયત સમયમાં અપીલ રજૂ ન કરવાનું અરજદાર પાસે પૂરનું કારણ હનું નો ઉપયુક્ત સમય પૂરી થયા પછી પણ અપીલ દાખલ કરી શકાય.

પ્રાણી સંગ્રહાલય દ્વારા પ્રાણીની પ્રાપ્તિ

(B. 35-આઈ)

(1) આ કાયદાની અન્ય જોગવાઈઓને આપીન કોઈ પણ પ્રાણી સંગ્રહાલય પરિશિષ્ટ (1) અને (2)

માં નિદિષ્ટ કરેલ કોઈ પણ અન્ય પ્રાણી કે બદી પશુની પ્રાપ્તિ કે તબદિલી કે વેચાણ સત્તાધિકારીની પૂર્વપરવાનગી સિવાય કરી શકશે નહીં.

(2) કોઈ પણ પાણી સંગ્રહાલય માન્યતા પ્રાપ્ત (અધિકૃત) પ્રાણી સંગ્રહાલય સિવાયના અન્ય કોઈ પાસેથી કે અન્ય કોઈને વન્ય પ્રાણી કે બેદી પશુ પ્રાપ્ત, તબદિલ કે વેચાણ કરી શકશે નહી.

રાષ્ટ્રીય વન્ય પ્રાણી મંડળ / વન્ય પ્રાણી માટે રાષ્ટ્રીય મંડળની રચના (ક. 5.એ)

વન્ય (1) કેન્દ્ર સરકાર વન્ય પ્રાણી (સંરક્ષણ) સંશોધન ધારો, 2002 લાગુ થયાના ત્રણ માસની અંદર પ્રાણી માટેના રાષ્ટ્રીય મંડળની રચના કરશે જેમાં નીચે મુજબના સભ્યો રહેશે

વડાપ્રધાન અધ્યક્ષ તરીકે,

(બી) વનો અને વન્ય પ્રાણીનાં ખાતર્તાનો હવાલો સંભાળનાર મંત્રી ઉપાધ્યક્ષ તરીકે, (સી) સંસંદના ત્રણ સભ્યો પૈકી બે લોકસભામાંથી અને એક રાજ્યસભામાંથી;

(5) વનો અને વન્ય પ્રાણીનો હવાલો સંભાળનાર યોજના આયોગનો એક સભ્ય

(5) કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ બિનસરકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરનાર પાંચ વ્યક્તિઓ:

(એફ) કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ સંરક્ષણવિદ્દો, સૃષ્ટિવિજ્ઞાનવિદ્દો અને પર્યાવરણવિદ્દોમાંથી નિયુક્ત કરવામાં આવેલ દસ વ્યક્તિઓ;

(6) કેન્દ્ર સરકારમાં વનો અને વન્ય પ્રાણીનો હવાલો સંભાળનાર મંત્રાલય અથવા વિભાગનાં ભારત સરકારના સચિવા

(એચ) લશ્કરના મુખ્ય અધિકારી;

(આઈ) ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયનો હવાલો સંભાળનાર સચિવ; ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના અર્થ વિભાગનો હવાલો

(3) સંભાળનાર સચિવ:

(3) ભારત સરકારનાં નાણાંમંત્રાલયના ખર્ચ વિભાગનો હવાલો સંભાળનાર સચિવ:

(એલ) ભારત સરકારનાં જનજાતિ કલ્યાણ મંત્રાલયનાં સચિવ:

(એમ) કેન્દ્ર સરકારમાં વનો અને વન્ય પ્રાણી વિભાગના અથવા મંત્રાલયના વન્ય ડાયરેક્ટ જનરલ;

(એન) ભારત સરકારના પર્યટન વિભાગમાં ડાયરેક્ટર જનરલ;

(সী) વન્ય સંશોધન અને શિક્ષા, દહેરાદૂનના ભારતીય પરિષદના ડાયરેક્ટ જનરલ:

(પી) ભારતીય વન્ય જીવ સંસ્થા, દહેરાદૂનના અધ્યક્ષ; (5) ભારતના પ્રાણીશાસ્ત્ર સંબંધી સંશોધનના અધ્યક્ષ:

(આર) ભારતના વનસ્પતિશાસ્ત્ર સંબંધી સંશોધનના અધ્યક્ષ; (એસ) ભારતીય પશુચિકિત્સા સંબંધી સંશોધન સંસ્થાના અધ્યક્ષ:

(ટી) કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તાના સભ્ય સચિવ;

(यु) સમુદ્રશાસ્ત્ર સંબંધી રાષ્ટ્રીય સંસ્થાના અધ્યક્ષ;

(વી) કેન્દ્ર સરકાર દ્વારા ક્રમાનુસાર, દમ રાજ્યો અને નરિ કેન્દ્રશાસિત પ્રદેોમાંથી, દરેકમાંથી એક એવા કરવામાં આવેલ પ્રતિનિધિઓ,

ઠબલ્યુ) વન્ય જીવ સંરક્ષણના અધ્યક્ષ કે જે રાષ્ટ્રીય મંડળના સભ્ય-સચિવ રહેશે.

( (2) હોલની રૂએ સભ્ય બનેલા સિવાયના સભ્યોના હોદાની મુદત, ખાલી જગ્યા ભરવા માટેની પદ્ધતિ કે જે પેટાકલમ (1)ના ક્લોઝ (ઈ) (બેક) અને (વી)માં દર્શાવેલ છે તે અને રાષ્ટ્રીય મંડળના સભ્યોએ કરવાનાં કાર્યો માટે અનુસરવાની પ્રક્રિયા નિયત કરવામાં આવે તે મુજબની રહેશે.

((3) હોદાની રૂબે સભ્ય બનેલા સિવાયના સભ્યો તેમણે બજાવેલ કરજોના સંબંધમાં તેમણે કરેલ ખેંચર્ચાઓ મુજબ ભથ્થા નિયત કરવામાં આવે તે મુજબ મેળવવાને પાત્ર થશે.

((4) તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં કોઈ પણ જોગવાઈ હોય છતાં, રાષ્ટ્રીય મંડળના સભ્યોનું કાર્યાલય નફો મેળવવાનું કાર્યાલય માનવામાં આવશે નહિ.

રાષ્ટ્રીય મંડળની સ્થાયી સમિતિ (કલમ 5-બી)

(1) રાષ્ટ્રીય મંડળ, તેને યોગ્ય લાગે તો. રાષ્ટ્રીય મંડળ પ્રત્યાયુક્ત કરે તે ફરજો બજાવવા અને તે સત્તાનો ઉપયોગ કરવા એક સ્થાયી સમિતિની રચના કરશે.

(2) સ્થાયી સમિતિમાં ઉપાધ્યક્ષ, સભ્ય-સચિવ અને ઉપાધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય મંડળના સભ્યોમાંથી નિર્દેશિત કરવામાં આવે તેના દસ કરતાં વધુ નહિ તેટલા સભ્યો રહેશે.

((3) રાષ્ટ્રીય મંડળ, જરૂરિયાત મુજબ સમયે-સમયે તેને સોંપવામાં આવેલ કાર્યોની બજવણી માટે સમિતિઓ, પેટાસમિતિઓ અથવા અભ્યાસી સમૂહોની રચના કરી શકશે.

રાષ્ટ્રીય મંડળનાં કાર્યો (કલમ 5-સી)

(1) રાષ્ટ્રીય મંડળને યોગ્ય લાગે તેવા માપદંડો મુજબ વન્ય પ્રાણી અને વનોના સંરક્ષણ અને

વિકાસને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય મંડળની ફરજ રહેશે. (2) આગળની જોગવાઈઓની સામાન્યતાનો પૂર્વગ્રહ રાખ્યા સિવાય નીચે મુજબનાં પગલાંઓ લઈ શકશે.

(ये) વન્ય પ્રાણીના તેમજ વનપેદાશના સંરક્ષણને પ્રોત્સાહન આપતી અને વન્ય પ્રાણીના તેમજ વનપેદાશના ગેરકાયદેસર વેપાર તેમજ શિકારને અસરકારક રીતે અંકુશમાં લેવા માટેની નીતિઓ ઘડવી અને આ માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને સલાહ આપવી.

(બી) રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને બીજા સંરક્ષિત ક્ષેત્રો ઊભાં કરવા, તેમની વ્યવસ્થા કરવા અને આવા વિસ્તારોમાંની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવા અંગેની ભલામણો કરવી.

(सी) વન્ય પ્રાણી અથવા તેમના કુદરતી નિવાસસ્થાન ઉપર કરવામાં આવતી વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓની અસરની તપાસ હાથ ધરવી અથવા કરાવવી. (ડી) દેશમાં વન્ય પ્રાણીના સંરક્ષણ ક્ષેત્રમાં થયેલ વિકાસનું સમયે - સમયે મૂલ્યાંકન

(ઈ) કરવું અને આ સંદર્ભમાં સુધારો લાવવા માટે ધારાધોરણો સૂચવવાં. દેશમાં વન્ય પ્રાણીની સ્થિતિના સંદર્ભમાં ઓછામાં ઓછા બે વર્ષમાં એક વાર અહેવાલ તૈયાર કરી જાહેર કરવો.

 વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એક્ટ, 1972નાં લક્ષણો, ઉદ્દેશો તેમજ ભૂમિકા 

વર્તમાનમાં ભારતમાં જંગલોનો મોટાં પ્રમાણમાં નાશ થયો છે. અગાઉ આપણે ત્યાં સારાં પ્રમાણમાં જંગલો હતા. વૃક્ષછેદન તેમજ વન્ય પ્રાણીઓના શિકારથી પર્યાવરણમાં ઘણી અસમતુલા પેદા થઈ છે. સૌ પ્રથમ રાજા અશોકના સમયમાં વન્ય પ્રાણી તથા પર્યાવરણ સુરક્ષા પારી પડાયો હતો. ત્યારબાદ ઉમેરિશ સરકારે વન્ય પ્રાણી સુરક્ષા ધારો. 1887 પડેલ હતો. આ કાયદાથી પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મુકાથી હતો. પરંતુ તેની હત્યા પર કોઈ પ્રતિબંધ હતો નહીં. ત્યારબાદ બ્રિટિશ સરકારે via buds to formal Protection Act, 1912 4યો હતો. આ કાયદાથી પક્ષીઓ તેમજ પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ કાયદો 1935માં સુધારાયો હતો.

ભારતીય બંધારણમાં આ વિષય રાજ્ય થાદીની નોંધ 20માં મૂકાયો છે. સપ્ટે. 1972માં કેન્દ્ર સરકારે આ કાયદો પડયો છે. અનુ 48A થી પર્યાવરણ, જંગલ તેમજ વન્ય પ્રાણીની સુધારણા અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ નિયત કરવામાં આવી છે. આ કાયદામાં 1982 1986, 1991, 1993, 1995 તેમજ 2002માં સુધારાઓ થયા છે. વન્ય છોડનાં રક્ષણ અંગે સૌ પ્રથમ નવું પ્રકરણ દાખલ કરવામાં આવેલ છે.

ઉદ્દેશ

આ કાયદાનો ઉદ્દેશ વન્ય પક્ષી, પ્રાણીઓ, જંગલ, છોડ વગેરેનું જતન-રક્ષણ કરવાનો છે. વન્ય પક્ષી તેમ જ પ્રાણીઓની થતી હત્યા અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અભ્યારણ, રાષ્ટ્રીય ઉપવનો જાહેર કરી તેની જાળવણી કરી. છોડની વિવિધ પ્રજાતિઓની જાળવણી કરવાનો છે.

લક્ષણો

1. આ કાયદાથી વન્ય પક્ષી, પ્રાણી તેમજ છોડને રક્ષણ આપવામાં આવેલ છે. કાયદાની જોગવાઈના ભંગ બદલ કડક શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલ છે.

2. આ કાયદામાં એક ખાસ જોગવાઈ એ છે કે આ કાયદાના ભંગ બદલ સ્વૈચ્છિક સંસ્થાઓને અદાલતી કાર્યવાહી કરવાની સત્તા અપાયેલ છે. આ અગાઉ સ્વૈચ્છિક સંસ્થાઓને આ સત્તા નહીં. તેમને માત્ર અહેવાલ કરવાની સત્તા હતી.

3. વન્ય પ્રાણી અભ્યારણના 10 કિ.મી.ના રહેતા લોકોને રાજ્ય સરકારની પરવાનગી વિના હથિયાર રાખવા પર પ્રતિબંધ મૂકાયેલ છે. 

4. અભ્યારણમાં છોડ કાપવાની તેમજ પક્ષી કે પ્રાણીની હત્યા કરવાની મનાઈ કરમાવવામાં આવેલ

5. હાથીદાંતમાંથી બનતી વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મૂકાયો છે.

6. વન્ય પશુ-પ્રાણીઓની હેરફેરની મનાઈ કરમાવાયેલ છે. તે માટે રાજ્ય સરકારની પૂર્વપરવાનગી

હોવી જરૂરી છે. 

7. આ કાયદાનો ભંગ કરવા ઉપયોગમાં લેવાયેલ સાધનો, વહાણો અને હથિયારો જપ્ત કરવાની સરકારને સત્તા છે. 

8. આ કાયદાથી સૌ પ્રથમ છોડને રક્ષણ આપવામાં આવેલ છે.