05/02/2024

પ્રકરણ-15 : હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ

હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારો, 1981 હેઠળ ફંડ, હિસાબો અને ઓડિટ અંગેની જોગવાઈઓ જણાવો. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ મંડળની નાણાં ઉછીના લેવાની સત્તા 


હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની કલમ-4 મુજબ દરેક રાજ્યમાં હવાનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ હોવું જરૂરી છે, પરંતુ જે કોઈ રાજ્યમાં પાણી [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારો, 1974 અમલમાં હોય અને તે રાજ્ય સરકારે તે રાજ્ય માટે તે કાયદાની કલમ-4 હેઠળ પાણીનું પ્રદૂષણ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે રાજ્યમંડળની રચના કરી હોય તો, તે રાજ્યમાં આવું પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેનું રાજ્યમંડળ"જ હવાનું પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ કરવા માટેનું રાજ્યમંડળ ગણાય છે. પરંતુ જે રાજ્યમાં પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો અમલમાં ન હોય ત્યાં અથવા કાયદો અમલમાં હોય છતાં પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના રાજ્યમંડળની રચના ન કરી હોય ત્યાં હવાના પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યમંડળની રચના કરવાની હોય છે. આ રાજ્યમંડળને કેન્દ્ર સરકાર નિયમ મુજબ સહાય આપે છે. તેમજ મંડળનું પોતાનું પણ ફંડ હોય છે.

મંડળનું ફંડ (ક. 33)

આ કાયદાના હેતુ માટે, દરેક રાજ્યમંડળને પોતાનું આગવું ફંડ રહેશે, કેન્દ્ર સરકાર તેને વખતોવખત ચૂકવે તેવી તમામ રકમો, અને તે મંડળની (ફી. બક્ષિસ ગ્રાન્ટ, દાન, સખાવતો તરીકે રાજ્ય સરકાર પાસેથી ફાળા તરીકે મળે એવી) અન્ય તમામ આવકો મંડળના ફંડમાં જમા કરવામાં આવશે અને મંડળે કરવાની તમામ ચુકવણીઓ તેમાંથી કરવાની રહેશે.

આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે દરેક રાજ્યમંડળે પોતાને યોગ્ય લાગે તેટલી રકમ તે મંડળના ફંડમાંથી ચૂકવવાના ખર્ચ તરીકે ગણશે.પરંતુ પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) કાયદો, 1974ની કલમ 4 હેઠળ રચાયેલ પાણી પ્રદૂષણ નિયંત્રણ મંડળ કે જેને હવાનું પ્રદૂષણ અટકાવવા, તેનું નિયંત્રણ કરવા અથવા તેને ઓછું કરવાને લગતા, તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ પોતાના કાર્યો બજાવવા માટે તે હેઠળના પોતાના ફંડમાંથી નાણાં વાપરવાની તે કાયદા હેઠળ સત્તા હોય તો તેને, આ કલમની કોઈ પણ બાબત લાગુ પડશે નહીં.

મંડળની નાણાં ઉછીનાં લેવાની સત્તા (ક. 33-એ)

મંડળ કેન્દ્ર સરકાર અથવા પ્રસંગ પ્રમાણે રાજ્ય સરકારની સંમતિથી અથવા તેને પોતાને આપેલ કોઈ પણ સામાન્ય અથવા ખાસ અધિકારની શરતો મુજબ, આ કાયદા હેઠળ પોતાના તમામ અથવા કોઈ પણ કાર્યો અદા કરવા માટે, લોન તરીકે કોઈ પણ સાધનોમાંથી નાણાં ઉછીના લઈ શકશે. અથવા બોન્ડ, ડિબેન્ચર અથવા પોતાને યોગ્ય લાગે તેવા બીજા કોઈ દસ્તાવેજ બહાર પાડી શકશે.

સમજૂતી : આ કલમની જોગવાઈ મુજબ મંડળને પોતાનાં કાર્યો બજાવવા માટે જો નાણાંની જરૂર પડે અને તેના કુંડમાં ન હોય તો ઉછીના લેવાની સત્તા ધરાવે છે. આ રીતે મંડળ આ કલમની જોગવાઈને આધીન રહીને નાણાં ઉછીનાં લઈ શકે છે.

અન્ય જોગવાઈઓ (ક. 34 થી 36)

(1) અંદાજપત્ર(કલમ 34):

આ કાયદાની કલમ 34 મુજબ, કેન્દ્રીય મંડળ તેમજ રાજ્યમંડળે દરેક નાણાકીય વર્ષ દરમિયાન નિર્દિષ્ટ નમૂનામાં અને નિર્દિષ્ટ સમયમાં આગામી નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર તૈયાર કરી જે તે સરકારને આપવાનું રહે છે.

(2) વાર્ષિક અહેવાલ (ક. 35) :

આ કાયદાની કલમ 35 મુજબ પોતાની પ્રવૃત્તિનો અહેવાલ તૈયાર કરી નિર્દિષ્ટ સમયમાં જે તે સરકારને મોકલવાનો હોય છે; અને સરકારે તે અહેવાલ યથાપ્રસંગ સંસદ સમક્ષ અથવા તો રાજ્ય વિધાનસભા સમક્ષ નિર્ધારિત સમયમાં રજૂ કરવાનો રહે છે.

(3) હિસાબ અને ઓડિટ (8. 36) :

કલમ 36ની જોગવાઈ મુજબ, મંડળે પોતાના હિસાબના તમામ રેકર્ડ રાખવા જોઈશે. તેમજ આ હિસાબો ઓડિટ કરાવવાના રહેશે અને આ ઓડિટ અહેવાલ યથાપ્રસંગ, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને મોકલવાનો રહેશે. કેન્દ્ર સરકારે તે તેને મળ્યા પછી બનતી ત્વરાએ સંસદ સમક્ષ જ્યારે રાજ્ય સરકારે તેને મળ્યા પછી બનતી ત્વરાએ રાજ્ય વિધાનસભા સમક્ષ મૂકવાના રહેશે.