હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 અન્વયે રાજ્ય સરકારની સત્તાઓ
હવા [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારા હેઠળ રાજ્ય સરકારને મુખ્ય બે સત્તા મળેલ છે :
(1) રાજ્યમંડળને પદ ચ્યુત (સુપરસીડ) કરવાની સત્તા.
(2) આદેશો આપવાની સત્તા,
(1) રાજ્યમંડળને પદચ્યુત (સુપરસીડ) કરવાની રાજ્ય સરકારની સત્તા (કલમ 47)
આ કાયદાની કલમ 47માં રાજ્યમંડળને પદચ્યુત કરવાની રાજ્ય સરકારની સત્તા વિશે જણાવેલ છે.
જે મુજબ - (એ) જે રાજ્યમંડળ આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો બજાવવામાં સતત કસૂર કરે છે, અથવા ) એવા સંજોગો અસ્તિત્વમાં આવે કે, જાહેર હિતમાં એમ કરવું જરૂરી છે.
(બી - એવો રાજ્ય સરકારનો અભિપ્રાય થાય તો તે રાજ્યપત્રમાં જાહેરનામાથી તેમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેટલી એક વર્ષથી વધુ ન હોય. તેટલી મુદત સુધી, રાજ્યમંડળને પદચ્યુત કરી શકે છે.
ઉપર (એ)માં જણાવેલ કારણોસર જાહેરનામું પ્રસિદ્ધ કરતાં પહેલાં, રાજ્ય સરકારે જે તે મંડળને તેના બચાવની વાજબી તક આપવી જોઈએ અને મંડળના ખુલાસા અને વાંધા હોય તો તેની વિચારણા કરવી જોઈએ.
પેટાકલમ (2) તે મંડળને પદચ્યુત કરવાના જાહેરનામાને કારણે પેદા મુજબ રાજ્યમંડળને પદચ્યુત કરતું જાહેરનામું પ્રસિદ્ધ થતાં. થતી અસરો વિશે જણાવે છે.
જે (એ) મંડળના તમામ સભ્યોના હોા જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ખાલી થશે.
(બી) આ કાયદાથી અથવા તે હેઠળ રાજ્યમંડળ વાપરે, બજાવે અથવા અદા કરે તેવી તમામ સત્તા, કાર્યો અને ફરજો, જ્યાં સુધી પેટાકલમ (3)ની જોગવાઈ મુજબ, યથાપ્રસંગ રાજ્યમંડળની પુનર્રચના ન થાય ત્યાં સુધી, રાજ્ય સરકાર આદેશ આપે તે વ્યક્તિ અથવા વ્યક્તિઓ વાપરશે. બજાવશે અથવા અદા કરશે.
(સી) રાજ્યમંડળની માલિકીની અથવા નિયંત્રણ હેઠળની તમામ મિલકત રાજ્યમંડળની પેટાકલમ (૩) હેઠળ પુનર્રચના કરવામાં ન આવે ત્યાં સુધી રાજ્ય સરકારમાં સ્થાપિત થશે.
પેટાકલમ (3) રાજ્ય સરકારની સત્તા વિશે જણાવે છે. જે મુજબ પેટાકલમ (1) હેઠળ પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં, નિર્દિષ્ટ કરેલ મુદત પૂરી થયે, રાજ્ય સરકાર,
(એ) પોતાને જરૂરી લાગે તેટલી, છ મહિના કરતાં વધુ નહિ તેટલી મુદત સુધી પદચ્યુતિની મુદત વધારી શકશે: અથવા
(બી) નવી નિયુક્તિ અથવા નવી નિમણૂકથી રાજ્યમંડળની પુનર્રચના કરી શકે છે અને એ સંજોગોમાં પેટાકલમ (2) (એ) હેઠળ હોદા ખાલી કરનાર વ્યક્તિ પણ નિયુક્તિ અથવા નિમણૂકને પાત્ર ગણાશે.
પરંતુ રાજ્ય સરકાર, પેટાકલમ (1) હેઠળ નિર્દિષ્ટ કરેલ મૂળ મુદત અથવા આ પેટાકલમ હેઠળ વધારેલ મુદત પૂરી થાય તે પહેલાં ગમે ત્યારે રાજ્યમંડળની પુનર્રચના કરી શકે છે.
(2) આદેશો આપવાની સત્તા :
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ માટેના કેન્દ્રિય મંડળ તેમજ રાજ્ય મંડળને આદેશો આપવાની સત્તા ધરાવે છે.
જે મુજબ, કેન્દ્રીય મંડળ કેન્દ્ર સરકારે તેને આપેલા આદેશોનું પાલન કરવા બંધાયેલ છે. જ્યારે રાજ્યમંડળ, કેન્દ્રીય મંડળ અથવા જે તે રાજ્ય સરકારે આપેલ આદેશોનું પાલન કરવા બંધાયેલ છે. જ્યારે રાજ્યમંડળને આ રીતે આદેશ. કેન્દ્રીય બોર્ડે તેને આપેલા આદેશ સાથે અસંગત હોય તો કયા આદેશનું પાલન કરવું તેનો નિર્ણય કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે. આ મુજબ આપવાના આદેશો હંમેશાં લેખિત જ હોવા જોઈએ. મૌખિક કે ટેલિફોન દ્વારા મળેલા આદેશો બંધનકારક નથી.
જ્યારે કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય હોય કે, કોઈ પણ રાજ્યબોર્ડે, કેન્દ્રીય બોર્ડ તેને આપેલ આદેશનું પાલન કર્યું નથી અને તેને પરિણામે ગંભીર કટોકટી ઊભી થઈ છે અને જાહેર હિત માટે એ જરૂરી છે, તો તે કેન્દ્રીય બોર્ડને નિર્દિષ્ટ કરી આપેલ વિસ્તારમાં નિર્દિષ્ટ સમય માટે. નિર્દિષ્ટ હેતુઓ માટે, રાજ્યબોર્ડનાં કોઈ પણ કાર્યો કરવાનો આદેશ આપશે.
જ્યારે ઉપરના આદેશ મુજબ, કનીય બોર્ડ, રાજ્યબીના હોઈ પણ કમાય બોર્ડ સામને માટે થયેલ બી, જો રા જવાબોડને એવી બર્થ વમૂલ કરવાની સત્તા મળેલ હોય તો. કેન્દ્રીય બોડે તે ખર્ચ વ્યાજસહિત અનીય બોર્ડ જયારે ચોક્કસ વિસ્તારમાં રાજ્યબોર્ડની કરજો બજાવતું હોય ત્યારે તે રાજ્યના બીજા વસૂલ વિસ્તારોમાં જે તે રાજ્યઓને પોતાની ફરજો બજાવવામાં કોઈ અવરોધ નડતો નથી. તે વિસ્તારમાં ને પીતાની કરજો જે રીતે નક્કી થયેલ હોય તે રીતે બજાવી શકે છે.