પર્યાવરણ સુરક્ષા ધારો, 1986 અન્વયે કેન્દ્ર સરકારની સત્તાઓ જણાવો. ટૂંક નોંધ લખો : પર્યાવરણ સુરક્ષા ધારો, 1986 અન્વયે કેન્દ્ર સરકારની સામાન્ય સત્તાઓ.
પર્યાવરણ (સુરક્ષા) ધારાનો મુખ્ય હેતુ પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખવાનો, પર્યાવરણીય પ્રદૂષણ થતું અટકાવવાનો અને પર્યાવરણીય પ્રદૂષણ ઓછું કરવાનો છે. આ કરવા માટે કેન્દ્ર સરકારને આ કાયદા દ્વારા સત્તા આપવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારની સામાન્ય સત્તાઓ (ક. 3)
આ કાયદાની કલમ 3માં, કેન્દ્ર સરકારને પર્યાવરણની સુરક્ષા માટે પર્યાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડવા કે અંકુશમાં રાખવા માટે કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે, જે નીચે મુજબ છે :
(1) પર્યાવરણની ગુણવત્તાના રક્ષણ માટે અને સુધારણા માટે તેમજ પર્યાવરણમાં રહેલા પ્રદૂષણને ઘટાડવા, નિયંત્રણમાં રાખવા કે અટકાવવા માટે, કેન્દ્ર સરકારને જે પગલાં લેવાનું યોગ્ય અને જરૂરી લાગે તે બધાં જ પગલાં લેવાની સત્તા છે. [ક. ૩ (1)]
(2) આ કાયદાના હેતુઓને અથવા આ કાયદાના હેતુઓને લગતા જે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કાયદાના હેતુઓને લગતા રાજ્ય સરકારોના કે અન્ય સત્તા મંડળોનાં કાર્યોનું
संकलन ६२. [४. 3(2) (1)] (3) પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા માટેના રાષ્ટ્રવ્યાપી
કાર્યક્રમનું આયોજન કરવું અને તેને અમલી બનાવવા. [8. 3(2) (ii)] (4) વિવિધ પાસાઓમાં પર્યાવરણની ગુણવત્તા અંગેનું ધોરણ નિર્દિષ્ટ કરવું. [ક. 3(2) (M)]
(5) જુદાં જુદાં સાધનોમાંથી છોડવામાં આવતા કે ફેંકાતા પર્યાવરણીય પ્રદૂષકો માટે ધોરણો નિર્દિષ્ટ કરવા. સાધનોની અલગ અલગ રચના અને તેમાંથી ફેંકાતા કે છોડાતા પર્યાવરણીય પ્રદૂષકોનું પ્રમાણ, ગુણવત્તા ને ધોરણો ઉપર મુજબના ધોરણો અલગ અલગ હોઈ શકે. [ક. 3(2) (iv)]
(6) કેટલાક ઉદ્યોગો, પ્રક્રિયાઓ કે કાર્યો માટે અમુક વિસ્તારો પ્રતિબંધિત જાહેર કરવા કે કેટલીક વિશિષ્ટ સલામતીઓની જોગવાઈઓને આધીન રહી, શરૂ કરી શકાય એવાં નિયંત્રણો મૂકવા [5. 3(2) (v)]
(7) પર્યાવરણ પ્રદૂષિત થઈ શકે તેવા અકસ્માતો અટકાવવા માટે સલામતીના પગલાંની વ્યવસ્થા કરવી અને તેવા અકસ્માતો માટે ઉપાયોની કાર્યરીતિ નક્કી કરવી. [ક. 3(2) (vi)]
(8) જોખમકારક (હાનિકારક) પદાર્થ હાથ ધરવા માટેની કાર્યપદ્ધતિ અને સલામતીની વ્યવસ્થા नडी १२वी. [१. 3(2) (vii)]
(9) જેનાથી પર્યાવરણ પ્રદૂષિત થવાનો સંભવ હોય તેવી ઉત્પાદન પ્રક્રિયાઓ, ચીજવસ્તુઓની तपास ६२वी. [३. 3(2) (viii)]
(10) પર્યાવરણના પ્રદૂષણની સમસ્યા અંગે તપાસ કરવી અને તે અંગે સંશોધન કરવા કે કરાવવા. [8.3(2) (ix)]
(1) કોઈ પણ સ્થાળ. પ્લાન્ટ સાધનસામગ્રી, મણીનરી, ઉત્પાદનની & અન્ય પ્રક્રિયા કે પદાર્થોની તપાસ કરવી અને પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા, તેને નિયંત્રિત કરવા કે ઓછું કરવા માટેના જરૂરી પગલાં લેવા માટે જે તે સત્તામંડળને સૂચનાઓ આપવી, ($. 3(2)(6))
(12) આ કાયદા હેઠળ સોંપાયેલાં કાર્યો કરવા માટે પર્યાવરણીય પ્રયોગશાળાઓ સ્થાપવી કે તેને मान्यता आपवी. (s. 3(2) (xi)]
(13) પર્યાવરણના પ્રદૂષણને લગતી બાબતોને લગતી માહિતીઓ ભેગી કરવી અને તેનો પ્રચાર ३२. [8. 3(2) (xii)] (14) પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા, નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા અંગેની માર્ગદર્શિકાઓ
કે આચારસંહિતાઓ બનાવવી. [ક. 3(2) (xi||)] (15) આ કાયદાની જોગવાઈઓના અસરકારક અમલ માટે, કેન્દ્ર સરકારને જરૂરી અને યોગ્ય લાગે તેવી બીજી કોઈ પણ બાબતોને લગતી કાર્યવાહી કરવાની સત્તા છે. ($. 3(2) (ivx)]
કેન્દ્ર સરકારને મળેલી આ સત્તાઓ સામાન્ય સ્વરૂપની છે અને તેનો ઉપયોગ આ કાયદાની જોગવાઈને અનુલક્ષીને કરવાનો છે. વળી આ કલમની પેટાકલમ (૩) કેન્દ્ર સરકારને લગભગ પોતાની સત્તાની સોંપણી કરવા જેવી જ સત્તા આપે છે. જે મુજબ, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, કેન્દ્ર સરકાર કોઈ સત્તામંડળ અથવા સત્તામંડળોની રચના કરી શકે છે. આ રીતે રચાયેલ સત્તામંડળ, પર્યાવરણની સુરક્ષા અને સુધારણા માટે, તેમજ આ કલમની પેટાકલમ (2)માં જણાવેલ કોઈ પણ પગલાં લઈ શકે છે. પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે અદાલતે આપેલી સૂચનાનું પાલન ન કરવા બદલ જે તે અધિકારીને અદાલતના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી શકાય.
આ કાયદાના હેતુઓ ખર પાડવા માટે સમિતિની રચના કરવાની ફરજ કેન્દ્ર સરકારને પાડી શકાય.
અધિકારીઓની નિમણૂક અને તેમની સત્તા અને કાર્યો
આ કાયદાનો હેતુ પર્યાવરણની સુરક્ષા જાળવવાનો અને પર્યાવરણની શુદ્ધતા જાળવી રાખવાનો છે. આ હેતુની પૂર્ણતા માટે કેટલાંક કાર્યો કરવા જરૂરી બને છે. કેન્દ્ર સરકારને આવાં કાર્યો કરવા માટે અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા આ કલમ દ્વારા આપવામાં આવી છે. જે મુજબ, આ કાયદાના હેતુઓ માટે, કલમ 3 (3)ની જોગવાઈઓને બાધ આવ્યા સિવાય, કેન્દ્ર સરકાર, પોતાને યોગ્ય લાગે તે હોદા પર અધિકારીઓ નીમી શકશે અને આ કાયદા હેઠળનાં પોતાને યોગ્ય લાગે તે કાર્યો અને સત્તા સોંપી શકશે. આ રીતે નીમાયેલા અધિકારીઓ, કેન્દ્ર સરકારે કલમ ૩(૩) હેઠળ રચેલ અથવા ઉત્પન્ન કરેલ સત્તામંડળ અથવા સત્તામંડળોની સહાયમાં કાર્ય કરશે. આ અધિકારીઓ હેઠળ કેન્દ્ર સરકારના સામાન્ય નિયંત્રણ અને આદર્શને આધીન રહેશે અને જો સરકાર આદેશ આપે તો, કલમ ૩(૩) હેઠળ રચાયેલ સત્તામંડળ કે સત્તામંડળોને પણ આધીન રહેશે.
આદેશો આપવાની સત્તા
આ કાયદા હેઠળની પોતાની સત્તાઓ અને કાર્યો માટે કોઈ વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળને લેખિત સૂચનો આપે તો હુકમ કરવાની સત્તા આ કલમ નીચે આપવામાં આવી છે. જે મુજબ, બીજા કોઈ પણ કાયદામાં ગમે તે જણાવાયું હોવા છતાં, આ કાયદાની જોગવાઈઓને આધીન રહીને, આ કાયદા હેઠળનાં પોતાનાં કાર્યો કરવા માટે અને સત્તાઓ વાપરવા માટે, કોઈ પણ વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળને લેખિત હુકમો આપી શકશે, કે જેનું પાલન કરવા સંબંધિત વ્યક્તિ, અધિકારી કે સત્તામંડળ બંધાયેલ રહેશે. નીચેની બાબતો અંગે હુકમો કરી શકાય છે :
(1) કોઈ ઉદ્યોગ, કાર્યવાહી કે પ્રક્રિયાને સદંતર બંધ કરી દેવા, તેના પર પ્રતિબંધ મૂકવા કે તેનું નિયમન કરવા અંગેની બાબત.
પર્યાવરણ કાયદાઓ (2) વીજળી પાણી કે અન્ય કોઈ વિવાની પુરવઠો બંધ કરી દેવા કે તેનું નિયમન કરવા ખંડોની
આવત... એક કેસમાં અદાલતને હરાવ્યું હતું કે જો કોઈ ફેકટરી બંધ કરવા માટેનો હુકમ યોગ્ય કારણોસર હોય તો તેને અમાન્ય (Invand) ઠેરવી ન શકાય.
એક કેશમાં અદાલતે હરાવ્યું કે. બોર્ડને ભયજનક કચરી ગમે તે જગ્યાએ નાંખવા કે ઉકરડો અટકાવવા બહોળી સતા છે. કેન્દ્ર સરકારની પર્યાવરણીય પ્રદૂષણનું નિયમન કરવા માટે નિયમો બનાવવાની સત્તા
આ કાયદા નીચે કેન્દ્ર સરકારને બે કલમો નીચે નિયમો બનાવવાની સત્તા મળેલ છે. કલમ 6 અને 25, જેમાં આ કલમ કે નીચે કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રદૂષણનું નિયમન કરવા અંગેના નિયમો બનાવી શકે છે. જયારે કલમ 25 અન્વયે કલમ 25 (2)માં જણાવેલી બાબતો અંગે નિયમો બનાવી શકે છે. કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રદૂષણના નિયમન માટે કલમ ૩માં આપેલી બાબતો અંગે તેમજ આ કલમની પેટાકલમ (2)માં જણાવેલી બાબતો અંગે નિયમો બનાવી શકે છે. આ કલમની પેટાકલમ (I) મુજબ, કેન્દ્ર સરકાર, સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી, કલમ 3મો
જણાવેલ બધી બાબતો માટે કે કોઈ પણ બાબત માટે નિયમો બનાવી શકે છે. આ ઉપરાંત પેટાકલમ (2) મુજબ. કેન્દ્ર સરકાર નીચેની બધી બાબતો અંગે અગર કોઈ બાબત માટે. ખાસ કરીને અને પૂર્વવર્તી સત્તાની વ્યાપકતાને અવરોધ્યા વિના નિયમો બનાવી શકશે;
(1) વિવિધ વિસ્તારો માટે અને અલગ અલગ હેતુઓ માટે હવા, પાણી અને જમીનની ગુણવત્તાનાં
ધોરણો નક્કી કરવા: (2) વિવિધ વિસ્તારોમાં પોંઘાટ સહિત. વિવિધ પર્યાવરણીય પ્રદૂષકોની જલદતાની સહ્ય, માત્રાની મહત્તમ મર્યાદાઓ નક્કી કરવી:
(3) હાનિકારક (જોખમકારક) પદાર્થોને હાથ ધરવા માટેની કાર્યવાહીઓ અને રક્ષણ વ્યવસ્થાની જોગવાઈઓ:
(4) વિવિધ વિસ્તારોમાં હાનિકારક (જોખમકારક) પદાર્થને હાથ ધરવા પ્રતિબંધ અને નિયંત્રણ મૂકવા;
(5) વિવિધ વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરવા, કાર્યવાહીઓ કરવા અને પ્રક્રિયાઓ કરવા ઉપરના પ્રતિબંધી અને નિયંત્રણ મૂકવા;
(6) પર્યાવરણીય પ્રદૂષણ કરી શકે તેવા અકસ્માતો અટકાવવા માટેની કાર્યવાહીઓ અને રક્ષણ વ્યવસ્થા ગોઠવવી અને આવા અકસ્માતો બને ત્યારે લેવાના ઉપાયલક્ષી પગલાં અંગેની જોગવાઈ નક્કી કરવી.
પર્યાવરણ સુરક્ષા ધારા, 1986 હેઠળ
(1) દાખલ થવાની અને નિરીક્ષણ કરવાની સત્તા.
(2) નમૂનો લેવાની સત્તા અને તેનો સંબંધમાં અનુસરવાની રીત.
(3) પર્યાવરણ પ્રયોગશાળા.
(1) પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા (ક. 10)
આ કાયદાનો હેતુ પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકાવવાનો ને તેને નિયંત્રણ રાખવાનો છે. આ હેતુનું પાલન કરવા માટે સરકારને કેટલીક વિશિષ્ટ સત્તાઓ મળેલ છે. તેમાંની એક છે. કોઈ પણ સ્થળે પ્રવેશ કરવાની અને તે સ્થળે તપાસ કરવાની સત્તા. કલમ 10માં આ વિશે જોગવાઈ કરાયેલ છે. જે મુજબ, કેન્દ્ર સરકારે પોતાના વતી અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ તેને યોગ્ય લાગે તેટલા મદદનીશો સાથે વાજબી સમયે કોઈ પણ સ્થળે નીચેના હેતુઓ માટે પ્રવેશ કરવા અધિકારી છે
(1) કેન્દ્ર સરકારે તેને સોંપેલ કોઈ પણ કાર્ય કરવા માટે:
(2) આ કાયદા હેઠળની કોઈ જોગવાઈઓ અથવા તે જોગવાઈઓ હેઠળ બનાવેલ નિયમો મુજબનાં કાર્યો કરવામાં આવે છે કે કેમ અને જો કરવામાં આવતા હોય. તો કેવી રીતે કરવામાં આવે. છે. તે અથવા આ કાયદા હેઠળ આપેલ કોઈ પણ નોટિસ આપેલ કોઈ પણ હુકમ આપેલ કોઈ પણ સૂચના અથવા મંજૂર કરેલ કોઈ પણ અધિકારપત્રનું પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ અને જો કરવામાં આવી રહ્યું હોય તો કેવી રીતે તે નક્કી કરવા માટે,
(3) કોઈ પણ નિયંત્રિત સાધન, ઔદ્યોગિક પ્લાન્ટ, રેકર્ડ, રજિસ્ટર, દસ્તાવેજ અથવા બીજી કોઈ પણ મહત્ત્વની વસ્તુની તપાસ કરવા માટે તેમજ તેનું પરીક્ષણ કરવા માટે અથવા જે સ્થળે આ કાયદા હેઠળનો અથવા આ કાયદા હેઠળ બનાવેલા નિયમો હેઠળનો કોઈ ગુનો થયો છે અથવા થઈ રહ્યો છે અથવા થવાની તૈયારીમાં છે તેવું માનવાને તેને વાજબી કારણ હોય તો. તેવા કોઈ પણ સ્થળની જડતી લેવા માટે અને આ કાયદા હેઠળના અથવા આ કાયદા હેઠળ બનાવેલ કોઈ પણ નિયમો હેઠળની કોઈ શિક્ષાપાત્ર ગુનો બન્યો હોવાના પુરાવા પૂરા પાડી શકે અથવા તે વસ્તુને કબજામાં લેવાથી પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાશે અથવા તેનું નિયમન કરી શકાશે એવું માનવાને તેને કારણ હોય. તો તે નિયંત્રિત સાધન, ઔદ્યોગિક પ્લાન્ટ, રેકર્ડ, રજિસ્ટર, દસ્તાવેજ અથવા બીજી કોઈ પણ મહત્ત્વની વસ્તુને કબજામાં લેવા માટે.
પેટાકલમ (2) મુજબ, દરેક વ્યક્તિ કે જે કોઈ ઉદ્યોગ, કાર્યવાહી અથવા પ્રક્રિયા કરતી હોય અથવા કોઈ હાનિકારક (જોખમકારક) પદાર્થને હાથ ધરતી હોય. તે દરેક વ્યક્તિ કેન્દ્ર સરકારે કલમ 10 (1) હેઠળ અધિકૃત કરેલ વ્યક્તિને તે કલમ હેઠળનાં તેનાં કાર્યો કરવા માટે તમામ મદદ કરવા બંધાયેલા છે. જો કોઈ વાજબી કારણ અથવા બહાના વગર જો તેઓ તેમ કરવામાં નિષ્ફળ જશે તો. તેઓ આ કાયદા નીચે ગુના માટે દોષિત ઠરશે. વળી, જે કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારે અધિકૃત કરેલ વ્યક્તિને, તેનું કાર્ય કરવા આડે વિઘ્ન (અવરોધ) ઊભું કરશે. અથવા વિલંબ કરાવશે. તો તે વ્યક્તિ આ કાયદા હેઠળ ગુનાને પાત્ર બનશે. પ્રવેશ કરવાની અને તપાસ કરવાની આ સત્તામાં ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદાની કલમ 94માં જણાવ્યા મુજબની જ છે. એટલે કે, આ કાયદા નીચે જે રીતે પ્રવેશ કરવાની અને તપાસ કરવાની સત્તા છે, તે મુજબની જ સત્તા આ જોગવાઈ નીચે કરવામાં આવેલ છે. જમ્મુ અને કાશ્મીર રાજ્ય અથવા બીજા વિસ્તારો કે જ્યાં આ ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદો અમલમાં નથી. ત્યાં જે તે સમયે પ્રવર્તમાન તતTસમાન કાયદાની જોગવાઈ મુજબની જ સત્તા આ કલમ હેઠળ પણ મળેલ ગણાશે.
(2) નમૂના લેવાની સત્તા અને તે માટે અનુસરવાની કાર્યપદ્ધતિ (ક. 11)
આ કલમ કેન્દ્ર સરકાર અથવા તેણે અધિકૃત કરેલ કોઈ પણ અધિકારીને પૃથક્કરણના હેતુ માટે કોઈ પણ કારખાનું, જગ્યા અથવા બીજા કોઈ પણ સ્થળેથી નિયત કરેલી રીતે હવા, પાણી, જમીન અથવા બીજા કોઈ પણ પદાર્થનો નમૂનો લેવાનો અધિકાર આપે છે. આવા નમૂનાના પૃથક્કરણ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ અને તેના પરિણામની કાનૂની કાર્યવાહીમાં પુરાવા તરીકેની ગ્રાહ્યતા અંગેની જોગવાઈ પણ આ જ કલમની પેટાકલમો (3) અને (4)માં જણાવવામાં આવેલ છે. જે મુજબ, નમૂનાને પૃથક્કરણ માટે લેવામાં આવે ત્યારે નીચેની કાર્યવાહી કરવી જોઈએ. જો એ કાર્યવાહી કરવામાં ન આવી હોય, તો આવા નમૂનાના પૃથક્કરણના પરિણામનો હેવાલ કોઈ પણ કાનૂની કાર્યવાહીમાં પુરાવા તરીકે ગ્રાહ્ય ગણાતો નથી.
નમૂનાના પૃથક્કરણ માટે અનુસરવાની કાર્યપદ્ધતિ [ક. 11(3) અને (4)] :
જ્યારે નમૂનો પૃથક્કરણ માટે લેવામાં આવે ત્યારે પૃથક્કરણ માટે નમૂનો લેનાર વ્યક્તિએ -
(1) જે તે સ્થળના ભોગવટેદાર અથવા તેના પ્રતિનિધિને અથવા તે સ્થળનો અખત્યાર ધરાવનાર વ્યક્તિને નિયત નમૂનામાં તે વસ્તુનું પૃથક્કરણ કરાવવા અંગેના તેના ઇરાદાની નોટિસ તે જ સ્થળે અને તે જ સમયે આપવી જોઈએ.
(2) વસ્તુની નમૂની જે તે સ્થળના ભોગવોદાવી આઈી. તેના પ્રતિનિધિ અથવા તે સ્થળનો અખત્યાર ધરાવતી વ્યક્તિની હાજરીમાં
(3) પૂલકરણ માટે લીધેલ વસ્તુને પાત્ર પથ નવા લેનાર વ્યક્તિ તેમજ જુનિશાની કરી પરાકરણ) મારવી જોઈએ. આના ઉપર ન મંતો સોળનો અખત્યાર ધરાવનાર આચ્છના સોગચહદાર અથવા તેના પ્રતિનિષિબે અથવા તે સ્થળનો અખત્યાર ધરાવનાર વ્યક્તિય સહી કરવી જોઈએ. (4) સ િરીતે તૈયાર કરેલ પાત્ર અથવા પાત્રો વિના વિલંબે કલમ 12 હેઠળ કેન્દ્ર સરકારે સ્થાપેલ અથવા માન્ય કરેલ પ્રયોગશાળાને પૃથક્કરણ માટે મોકલવા જોઈએ.
(5) પૃથક્કરણ માટે નમૂનો લેતી વ્યક્તિએ નમૂનો લેતી વખતે જે તે સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિને નોટિસ આપી હોય છતાં -
(એ) ભોગવટેદાર અથવા તેનો પ્રતિનિધિ કે વ્યક્તિ જાણીબુઝીને ગેરહાજર રહે, તો નમૂનો લેનાર વ્યક્તિએ નમૂનો લઈ તેને પાત્રમાં મૂકી તેના ઉપર નિશાની કરી તેને મહોર મારવી જોઈએ અને તેના ઉપર નમૂનો લેનારે સહી કરવી જોઈએ."
(બી) જો ભોગવટેદાર અથવા તેનો પ્રતિનિધિ કે વ્યક્તિ નમૂનો લેતી વખતે હાજર રહે. પરંતુ નમૂનાના નિશાની અને મહોરવાળા પાત્ર કે પાત્રો ઉપર સહી કરવાની ના પાડે તો નમૂનો લેનારે તેના ઉપર સહી કરવી જોઈએ.
આ રીતે તૈયાર કરેલ પાત્ર અથવા પાત્રો વિનાવિલંબે આ કાયદાની કલમ 12 હેઠળ સ્થાપેલ ? નિર્દિષ્ટ કરેલ પ્રયોગશાળાને મોકલવા જોઈએ. નમૂનો લેનાર વ્યક્તિએ આ કાયદાની કલમ 13 હેઠળ નિમાયેલ સરકારી પૃથક્કારનો નમૂનો લેતી વખતે સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિની જાણીબુઝીને ગેરહાજરીની વિગત અથવા સ્થળના ભોગવટેદાર કે તેના પ્રતિનિધિ કે વ્યક્તિની નમૂનાના તૈયાર કરેલ પાત્ર કે પાત્રો ઉપર સહી કરવાના ઇન્કાર કરવા અંગેની વિગત લેખિત જણાવવી જોઈએ. આ રીતે લીધેલ નમૂના પૃથક્કારને બનતી ત્વરાએ પહોંચાડવા જોઈએ. કેટલીકવાર નમૂના પહોંચાડવા વિલંબ થતાં તે પૃથક્કરણ માટે યોગ્ય રહેતા નથી.
(3) પર્યાવરણીય પ્રયોગશાળા (ક. 12)
કલમ 12માં પર્યાવરણીય પ્રયોગશાળા વિશે જણાવેલ છે. જે મુજબ કેન્દ્ર સરકાર પર્યાવરણીય પ્રયોગશાળાની સ્થાપના કરી શકે છે. કે માન્યતા આપી શકે છે. કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને -
(1) એક કે વધુ પર્યાવરણીય પ્રયોગશાળાઓની સ્થાપના કરી શકે છે; અથવા
(2) આ કાયદા હેઠળ પર્યાવરણીય પ્રયોગશાળાને સોંપાયેલ કાર્યો કરવા માટે એક કે વધુ પ્રયોગશાળાઓને અથવા સંસ્થાઓને પર્યાવરણીય પ્રયોગશાળા તરીકે નિર્દિષ્ટ કરે છે. પર્યાવરણીય પ્રયોગશાળાની સ્થાપના કર્યા બાદ કે નિર્દિષ્ટ કર્યા બાદ કેન્દ્ર સરકાર, પર્યાવરણીય
પ્રયોગશાળા માટે નીચેની બાબતો અંગે નિયમો બનાવે છે :
(1) પર્યાવરણીય પ્રયોગશાળાનાં કાર્યો;
(2) પૃથક્કરણ અથવા પરીક્ષણ માટે હવા, પાણી, જમીન અથવા કોઈ પદાર્થના નમૂના આ
પ્રયોગશાળાને મોકલવા માટેની કાર્યપદ્ધતિ, પ્રયોગશાળાએ પોતાના પરિણામના આપવાના
અહેવાલનો નમૂનો અને એવા અહેવાલ માટે ચૂકવવાની ફી. (3) પ્રયોગશાળા પોતાનાં કાર્યો કરી શકે તે માટે જરૂરી અને લાભદાયક હોય એવી બીજી કોઈપણ બાબતો.