ભારતીય બંધારણમાં 42માં સુધારા પહેલાંની પરિસ્થિતિ અને સુધારા પછીની પર્યાવરણ સુરક્ષા અંગેની ન્યાયિક પરિવર્તનતા
પર્યાવરણ પ્રદૂષણ અટકાવવાના કાનૂની ઉપાયો
શ્રી રામ ફૂડ એન્ડ ફર્ટિલાઇઝર કેસમાં ઓલીઅમ ગેસ ગળતર થવાથી દિલ્હીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જાહેર હિતની અરજી થવાથી ઑપરેશન પ્લાન્ટના સંચાલનમાં થયેલ બેદરકારીના કારણે ગળતરની ઘટના બની હતી. આથી અદાલતે રૂ. 20 લાખ ડિપોઝીટ જમા કરાવવાનો તથા રૂ. 15 લાખની બેક ગેરંટી રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ શરતોને આધીન, અદાલતે પ્લાન્ટ અંશતઃ શરૂ કરવાની પરવાનગી આપી હતી. એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં કાનપુર નજીક આવેલ ચામડાનાં કારખાનાંઓથી ગંગા નદીમાં પ્રદૂષણ થતું હતું તે રોકવા માટે અરજદારે જાહેર હિત(Public Interest)ની અરજી કરી હતી. આ કેસમાં ઠરાવાયું કે પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) ધારો, અને પર્યાવરણ (સુરક્ષા) ધારાની જોગવાઈઓનો અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે. આથી અદાલતે ઉપર્યુક્ત કારખાનાંઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
એક કેસમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના બિચારી ગામ નજીક રાસાયણિક કારખાનું નખાયું હતું. તેની પાસે જરૂરી લાયસન્સ ન હતું. તેમજ ઝેરી વાયુના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી. આથી આસપાસનાં ગામોના કૂવાઓનું પાણી પ્રદૂષિત થવાથી પીવાલાયક રહ્યું નહીં. તેમજ રોગચાળો ફેલાયો અને કેટલાક લોકોનાં મૃત્યુ પણ થયાં. લોકોનો વિરોધ થતાં 'એચ' એસીડનું ઉત્પાદન બંધ કરાયું હતું. આ કેસમાં ઠરાવાયું કે ખાનગી નિગમિત સંસ્થા(Private Corporate body)ના કોઈ કૃત્યથી જો કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય, તો તે અનુ. 12ના અર્થમાં 'રાજ્ય' ન હોવાથી દલીલ સ્વીકારવામાં આવશે નહીં. જો અદાલતને એમ જણાય કે સંબંધિત સરકાર કે તંત્રે કાયદા મુજબનાં પગલાં લીધાં નથી, તો યોગ્ય પગલાં લેવાની અદાલતની ફરજ છે.
એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં ગંગા નદીના પાણીમાં થતું પ્રદૂષણ રોકવા માટે યોગ્ય દાદની અરજદારે માંગણી કરી હતી. પાણી (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની ફરજ હોવા છતાં, તે ફરજ ન બજાવાતાં, અરજદારે આ માંગણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અરજદાર ગંગા નદીના કિનારે વસતો ન હોવા છતાં પણ, તેને ગંગા નદીની આસપાસ રહેતા લોકોના આરોગ્યમાં રસ છે અને તેથી વૈધાનિક જોગવાઈઓ (Statutory Provisions)ના અમલ માટે જાહેર હિતની અરજી કરી શકે છે. કારણ કે ગંગા નદીના કિનારે થતો ઉપદ્રવ જાહેર ઉપદ્રવ છે અને તે લોકોના ઘણા મોટા સમૂહને અસર કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ આ પ્રદૂષણ રોકવા કાર્યવાહી કરી શકે છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે કાનપુર મહાનગરપાલિકાને પ્રદૂષણ થતું અટકાવવા માટે દરખાસ્ત રજૂ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં મૃતદેહો કે અર્ધબળેલાં શબોને ગંગામાં ન ફેંકવામાં આવે તેમજ નદીની નજીક કારખાનાં માટે મંજૂરી ન આપવામાં આવે તેની તકેદારી માટે સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો હતો.
કાઉન્સિલ ફોર એન્વાયરો લીગલ એક્શન વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં દરિયા કિનારા વિસ્તારમાં સરકારી જાહેરનામાંનો ભંગ કરીને સરકાર તરફથી જ કારખાનાં માટે લાયસન્સ અપાતું હોવાની અને તેનાથી પર્યાવરણને નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે સર્વોચ્ચ અદાલતે યોગ્ય આદેશો જારી કર્યા હતા. એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં દિલ્હીના ભયજનક 168 ઉદ્યોગોને બંધ કરીને દિલ્હી બહાર ખસેડવાનો હુકમ કરાયો હતો. આ ઉદ્યોગો તા. 30-11-196ના રોજથી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉદ્યોગોના કામદારોનાં હિતો અને લાભોના રક્ષણ માટે પણ સર્વોચ્ચ અદાલતે યોગ્ય હુકમો જારી કર્યા હતા. વેલોર સિટીઝન્સ વેલફેર ફોરમ વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં તામિલનાડુ રાજ્યમાં કેટલાંક ચામડાનાં કારખાનાંઓ તથા ઉદ્યોગોથી થતા પ્રદૂષણ તરફ એક જાહેર હિતની અરજીથી અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પ્રદૂષણ ખેતરો, કૂવાઓ, જમીનો, નદીઓને દૂષિત કરતું હતું. તેનાથી જમીનો અને કૂવાઓ માનવ વપરાશને લાયક રહ્યા ન હતા. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ઠરાવ્યું કે દેશના વિકાસમાં ઉદ્યોગો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ જે ઉદ્યોગોથી જીવસૃષ્ટિ, પર્યાવરણને નુકસાન થતું હોય અને લોકોના આરોગ્યને હાનિ પહોંચતી હોય, તેવા ઉદ્યોગો ચાલુ રાખવા દઈ શકાય નહીં. આ કેસમાં "Sustainable De- velopment" અને "Polluter Pays"ના સિદ્ધાંતો રજૂ કરાયા હતા. અદાલતે આ ઉદ્યોગો બંધ કરવા આદેશ કર્યો હતો. સિવાય કે પ્રદૂષણ નિયંત્રણ તરકીબો અપનાવવામાં આવે. આ ઉદ્યોગો 15 ડિસે., 1996થી બંધ કરીને દરેક ઉદ્યોગનો રૂ. 10,000 દંડ કરાયો હતો.
નર્મદા બચાવો આંદોલન વ. વ. વિ. યુનિયન ઑફ ઇન્ડિયા અને બીજાના કેસમાં નર્મદા ડેમ પ્રોજેક્ટે અને તેના બાંધકામ સામે વિરોધ દર્શાવતાં એવું જણાવાયું કે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે. તેથી બંધારણના અનુચ્છેદ 21 હેઠળના તેઓના મૂળભૂત અધિકારનો ભંગ થશે. તો અદાલતે ઠરાવ્યું કે, નર્મદા પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિતમાં છે. આથી ત્યાં રહેતા લોકોને ત્યાંથી હટાવવામાં આપદી તો તેમના મૂળભૂત અધિકારોની અંગ થશે નહિ એ લીકીની જાઈ પુનઃવસવાટ કરાવવામાં આવ ત્યાં લેમને જમીન મળવવામાં આવશે.
ટી. એન. વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેમમાં સર્વોચ્ચ અદાલતે જંગલોના મુલમ કયો હેવી મેરાભોસર જૂન છેદન માટે જવાબદાર અધિકારીઓ માટે પાગલ fવાની પણ આ હાર્ટશ કાથો હસ્તી, ભવાની રીવરના કેસમાં અનુ 32 અને અનુ. 226 હેઠળ રીતે અરજી કરાઈ ખાંડ ઉદ્યોગથી નદી અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણ થતું હોવાથી તેને શેકવા માટે યોગ્ય આવેલે જારી કર્યા હતા. આ કેસમાં માત્ર પદુષણ નિયંત્રણ બોર્ડની સંમતિથી વડી ખંદાળને રીઢ અરજીનો નિત્રણ કરેલ હોવાથી નવેસરથી નિકાલ થવા સૂચના આપવામાં આવી હતી મ્યુગરકેન જી. લેન્ડ લેસ pr શેરહોલ્ડર્સ એસોસિયેશનના કેસમાં પદપણ નિયંત્રણ બોર્ડની સંમતિથી રીટ બરજીનો કરાયેલ નિકાલ બેગ ન હોવાનું ઠરાવાયેલ હતું. ભારતનું બંધારણ 1950ની 26મી જાન્યુખારીથી અમલમાં આવ્યું. તે સમયે બંધારણમાં પર્યાવરણ સુરક્ષાને સ્પર્શતી કોઈ સીપી જોગવાઈ ન હતી. બંધારણના અનુચ્છેદ 47માં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સચ્ચનો સૂરજ જણાવેલ હતી. 1972માં સ્ટોકહોમમાં યોજાયેલ ખતિરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો હતો. એ પરિષદને અંતે બહાર પાડેલ જાહેરનામું આપણા પર્યાવરણ કાયદાના મૈગ્નાકાર્ય તરીકે ઓળખાય છે. 1976માં બંધારણનો 42મો સુધારો થયો અને
આ સુધારાથી અનુચ્છેદ 48A તથા 51A ઉમેરાયા. ભારતના બંધારણના અનુ. 47માં 48A અને SIA માં પર્યાવરણ સુરક્ષા અંગેની જોગવાઈઓ જોશ મળે છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ તમામ જોગવાઈઓ માત્ર માર્ગસૂચક છે. તેને રાજ્યાદેશનું બળ પ્રાપ્ત નથી. અનુ, 47, 48 માર્ગદર્શક સિદ્ધાંતોનાં પ્રકરણમાં આવે છે. જ્યારે અનુ. 5IA મૂળભૂત ફરજોનું પ્રકરણ છે. આ તમામ જોગવાઈઓ બિનન્યાયક્ષમ (Non-justiceable) છે.
अनु 47:
જાહેર આરોગ્યની બાબતમાં સુધારો તથા લોકોના જીવનધોરણ અને પોષણના સ્તરમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવાની રાજ્યની પ્રાથમિક ફરજ છે.
अनु. 48A:
પર્યાવરણ સુરક્ષા અને સુધારણા માટે તથા દેશના વનો અને વન્ય જીવોની જાળવણી માટે રાજ્ય
પ્રયત્ન કરશે.
સાલ્વા એન્ડ એસોસીએટ્સ વિ. નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હીના કેસમાં અરજદારને તેની ઓફિસ હેઠળ મોટર મિકેનીકની કામગીરીથી પોપાટ પ્રદૂષણ અનહદ પ્રમાણમાં થતું હતું. અરજદારે અનુ 48A અને અનુ. 52A નો આશ્રય લેતાં જણાવ્યું કે આ અનુચ્છેદ હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવા રાજ્ય જવાબદાર છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટર મિકેનીકે રસ્તા પર દબાણ કરીને મૂકેલાં વાહનો જપ્ત કરેલ હતાં અને ફરી જરૂર જણાય ત્યારે વાહનો જપ્ત કરવાની ખાતરી આપી હતી. આ કેસમાં None Pollution (Regulation and Control) Rules, 2000. R.6 संग तो होवानी रिया १२वामां भावी હતી. દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને આપેલ ખાતરીના આધારે આ રીટનો નિકાલ કરાયો હતો. શૈલેષ શાહ વિ. સ્ટેટ ઑફ ગુજરાતના કેસમાં પણ અનુચ્છેદ 48A અને અનુચ્છેદ 52A ને ધ્યાનમાં લઈ તળાવોની યોગ્ય જાળવણી કરવાનો આદેશ કરાયો હતો.
अनु. 51A:
વનો, સરોવરો, નદીઓ તથા વન્ય જીવી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને તેની સુધારણ કરવાની તથા જીવસૃષ્ટિ તરફ કરૂણા દર્શાવવાની દરેક નાગરિકની ફરજ રહેશે.
ટૂંકમાં જોઈએ. તો આ જોગવાઈઓમાં પર્યાવરણની સુરક્ષા કરવાની દરેક નાગરિક તથા રાજ્યની ફરજ નિર્દિષ્ટ કરાયેલ છે. આ જોગવાઈઓ બિનન્યાયક્ષમ (Non-justiceable) હોવાથી તેની કોઈ અસરકારકતા હતી નહી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણને અનુ રા હેઠળ જીવન જીવવાના અધિકાર સાથે સાંકળી લેવામાં આવેલ છે. સુભાષકુમાર વિ. સ્ટેટ ઓફ બિહારના કેસમાં કરાવાયું છે કે દરેક નાગરિકને પ્રદૂષણમુક્ત હવા અને પાણી મેળવવાનો અધિકાર છે. અનુ 21 હેઠળ પર્યાવરણ સુરક્ષા સાંકળી લેવામાં આવેલ હોવાથી તેને નવો જ વળાંક પ્રાપ્ત થયો.
સર્વોચ્ચ અદાલતે છેક મેનકા ગાંધીના કેસથી ઠરાવેલ છે કે અનુ. 21માં ગૌરવપૂર્વક જીવન જીવવાના અધિકારનો સમાવેશ થાય છે, આ કેસમાં ઠરાવાયું છે કે ગૌરવપૂર્વક જીવનમાં પ્રદૂષણમુક્ત જીવનના અધિકારનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ અદાલતે એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં પણ ઠરાવેલ છે કે અનુ. 21ના જીવન અને વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારમાં પર્યાવરણના અધિકારનો પણ સમાવેશ થાય છે. આમ પર્યાવરણના વિષયને અદાલતી નિર્ણયોથી મૂળભૂત અધિકાર (Fundamental right) ગણવામાં આવેલ છે. પર્યાવરણની જાળવણી માટે બાગ-બગીચા અનિવાર્ય ગણાય છે. બાગ-બગીચા માટેની જમીન જો ખાનગી વ્યક્તિને ફાળવી આપવામાં આવે, તો મૂળભૂત અધિકારના ભંગ બદલ તેને અદાલતમાં પડકારી શકાય છે. બેંગ્લોરમાં મેડિકલ ટ્રસ્ટના કેસમાં જાહેર બાગ માટેની અનામત જમીન ખાનગી વ્યક્તિને હોસ્પિટલ બાંધવા માટે ફાળવવામાં આવતાં, અનુ 32 હેઠળ અદાલતમાં આ નિર્ણય પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં ઠરાવાયું કે પર્યાવરણ જાળવણી માટે જાહેર બાગ અનિવાર્ય છે. તેથી આ ફાળણી રદ કરવા હુકમ કરાયો હતો.
સર્વોચ્ચ અદાલતે રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં આપેલ પર્યાવરણને લગતા નિર્ણય પછી પર્યાવરણ ક્ષેત્રે ન્યાયિક સક્રિયતા (Judicial activism)ની શરૂઆત થઈ.
બેંગ્લોર મેડિકલ ટ્રસ્ટ વિ. બી. એચ. મુદ્દયાના કેસમાં જાહેર બગીચા માટે અનામત રખાયેલ જગ્યા પર બેંગ્લોર ડેવલોપમેન્ટ ઓથોરીટી તરફથી હોસ્પિટલ બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ આ બાબત કાયદા વિરુદ્ધ હોવાની રજૂઆત કરી હતી. આ કેસમાં ઠરાવાયું કે બગીચો મનોરંજન નહીં. પરંતુ જરૂરિયાત છે. તેથી આ કેસમાં અનુચ્છેદ 32 હેઠળની રીટ મંજૂર કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. એડવાન્સ બિલ્ડર્સ પ્રા. લિ. ના કેસમાં ઠરાવેલ છે કે વિકાસ અને આયોજન બંને જાહેર જનતાના લાભ માટે હોય છે. સ્થાનિક સંસ્થાએ સ્વચ્છતા અંગેની પોતાની ફરજો નિભાવવી જોઈએ.
વી. લક્ષ્મીપતિ વિ. સ્ટેટ ઑફ કર્ણાટકના કેસમાં વસવાટ માટે અનામત રખાયેલ વિસ્તારમાં સરકારે डारजार्नु नावानी मंरी पीने Karnataka Town And Country Planning Act, 1961 नो संग श्यो હતો. અરજદારે જાહેર હિતની અરજી કરતાં. કર્ણાટક વડી અદાલતે આ પરવાનગી પ્રમાણપત્રને રદબાતલ અને અનુ. 21નો ભંગ ગણાવી ગેરકાયદેસર જાહેર કરેલ. આ કેસમાં કર્ણાટક વડી અદાલતે પર્યાવરણ પ્રદૂષણના જોખમ બાબતમાં વિગતવાર ચર્ચા કરી હતી. આ કેસમાં ઠરાવાયેલ કે પર્યાવરણની જાળવણી માટે ભાવિ પેઢીઓને શુદ્ધ હવા, પાણી, હરિયાળી જમીન અને ખુલ્લાં મેદાનોનો વારસો મળવો જોઈએ. પર્યાવરણ જાળવણી બંધારણીય પ્રાથમિકતા છે. અંબિકા ક્વોરી વર્ક્સ વિ. સ્ટેટ ઑફ ગુજરાતના કેસમાં પણ સર્વોચ્ચ અદાલતને પર્યાવરણની જાળવણી કરવાની રાજ્યની ફરજ પર ભાર મૂક્યો હતો. વનવિનાશથી થતા સૃષ્ટિસંતુલન જાળવી રાખવા માટે ભાડાપટ્ટા તાજા કરવાના નિર્ણયને અદાલતે અનુમતિ આપી ન હતી. ટી. દામોદરરાવ વિ. સ્પેશ્યિલ ઑફિસર, મ્યુનિ. કોર્પોરેશન હૈદરાબાદના કેસમાં આનંદપ્રમોદ માટે અનામત રખાયેલ જમીનમાંથી અમુક ભાગ રહેઠાણ માટે આવકવેરા ખાતાને તેમજ જીવન વીમા નિગમને વેચવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં વસતા લોકોએ અનુ. 226 હેઠળ અરજી કરી બાંધકામ અટકાવવાની માંગણી કરી હતી. તેમની રજૂઆત એવી હતી કે શહેરમાં ખુલ્લી જગ્યાનો અભાવ હોવાથી આરોગ્ય જાળવાનું મુશ્કેલ થયેલ છે. આનંદપ્રમોદ માટેની અનામત જગ્યાથી પર્યાવરણનું સંતુલન જળવાય છે. આવા હેતુ માટે અનામત રખાયેલ જમીન પર જો રહેઠાણ બાંધવામાં આવે, તો અનુ. 21નો ભંગ થાય.
અદાલતે અનુ. 21નો ભંગ થતો હોવાનું ઠરાવ્યું હતું. અભિલાષ ટેક્ષટાઇલ વિ. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના કેસમાં પણ ગુજરાત વડી અદાલતે અનુ. 5IA(જી) હેઠળની ફરજ પર ભાર મૂકેલ હતો. તો તો ઇન્ટેલેક્યુઅલ્સ ફોરમ, તિરૂપતિ વિ. સ્ટેટ ઓફ એ. પી.ના કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ કે માત્ર વિકાસના ઇરાદાથી કુદરતી સંસાધનોના વિનાશની મંજૂરી આપી નહીં.
*શ્રી શ્રી રવિશંકરની સંસ્થા દ્વારા દિલ્હીમાં થમુના નદીના કિનારે પરભૂમિ (Flood Plains) માં 11 થી 13 માર્ચ, 2016 દરમિયાન યોજવામાં આવેલ World Culture Programine થી યમુના નદીના કિનારાને ન પૂરી શકાય તેવું નુકસાન થયું છે. વળી ત્યાંની Eco Systemને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત કુદરની વનસ્પતિ, જળસૃષ્ટિ, કુદરતી વહેણોને તેમજ કાર્યક્રમ દરમિયાન અવાજથી ધ્વનિ પ્રદૂષણને કારણે નુકસાન થયું છે એમ જણાવી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે શ્રી શ્રી રવિશંકરની સંસ્થાને 5 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. જેની સામે પૂર્વગ્રહ રાખી દંડ કરવામાં આવ્યો છે એમ જણાવી સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ગઈ છે. જે કાર્યવાહી હજી ચાલુ છે.
આમ, સર્વોચ્ચ અદાલત તેમજ જળ, વાયુ. પ્રદૂષણ નિયંત્રણ માટેના કાયદાઓથી ભારતમાં પર્યાવરણની સુરક્ષા અંગે મહત્તમ પગલાંઓ લેવાઈ રહ્યા છે.
ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-133 હેઠળ ઉપદ્રવ દૂર કરવાની સત્તા
જાહેર ઉપદ્રવની વ્યાખ્યા ભારતીય ફોજદારી ધારાની કલમ 268માં આપવામાં આવેલ છે. જો કોઈ વ્યક્તિ કોઈ એવું કૃત્ય કે કાર્યલોપ કરે કે જેનાથી જાહેર જનતા અથવા તેની નજીકમાં રહેતા કે મિલકત ધરાવતા લોકોને ભય. ત્રાસ કે ઈજા થાય તો તે જાહેર ઉપદ્રવ ગણાય. આવો ઉપદ્રવ દૂર કરવા ફોજદારી કાર્યવાહી પદ્ધતિ મુજબ શરતી હુકમ કરવા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સત્તા છે.
જાહેર ઉપદ્રવ દૂર કરવા માટે શરતી હુકમ (ક. 133) (Conditional order for Removal of Nuisance)
(1) જ્યારે કોઈ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા સબ. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા આ સંબંધમાં રાજ્ય
સરકારે ખાસ સત્તા આપેલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને, પોલીસ અધિકારીના અહેવાલ પરથી અથવા અન્ય
માહિતી પરથી અને પોતાને યોગ્ય લાગે તેવો પુરાવો લીધા પછી એમ લાગે છે કે - (એ) જાહેર જનતા જેનો કાયદેસર રીતે ઉપયોગ કરતી હોય અથવા કરી શકે એમ હોય તેવા કોઈ રસ્તા, નદી કે નહેરોમાંથી અથવા કોઈ જાહેર સ્થળેથી કોઈ ગેરકાયદેસર અડચણ કે જાહેર ઉપદ્રવ દૂર થવો જોઈએ; અથવા
(બી) કોઈ વેપાર અથવા ધંધો ચલાવવો અથવા કોઈ માલ કે વેપારી માલ રાખવો તે સમાજની તંદુરસ્તી અથવા શારીરિક સગવડ માટે નુકસાનકારક અને પરિણામે આવો વેપાર કે ધંધાની મનાઈ ફરમાવવી જોઈએ અથવા તેનું નિયમન થવું જોઈએ અથવા આવો માલ કે વેપારી માલ દૂર થવો જોઈએ કે તેનું નિયમન થવું જોઈએ; અથવા
(સી) જેનાથી આગ લાગવાનો કે ધડાકો થવાનો સંભવ હોય તેવા કોઈ મકાનનું બાંધકામ થતું કે પદાર્થનો નિકાલ થતો અટકાવવો કે બંધ થવો જોઈએ; અથવા
(ડી) કોઈ મકાન, તંબુ, બાંધકામ કે ઝાડ એવી સ્થિતિમાં છે કે જે પડી જઈને પડોશમાં રહેતી
કે ધંધો કરતી વ્યક્તિઓને અને રાહદારીઓને ઈજા પહોંચાડે તેવો સંભવ છે અને પરિણામે
આવા મકાન, તંબુ, બાંધકામ દૂર કરવાની, તેની મરામત કરાવવાની અથવા ઝાડ દૂર
કરવાની કે તેને ટેકો આપવાની જરૂર છે; અથવા (ઇ) આવા કોઈ રસ્તા કે જાહેર સ્થળને અડીને આવેલા કોઈ ટાંકા, કૂવા કે ખોદકામને એવી રીતે વાડ થવી જોઈએ કે જેથી જાહેર જનતાને ભય ઉત્પન્ન ન થાય; અથવા
(એફ) કોઈ ઝનૂની પ્રાણીનો નાશ થવો જોઈએ અથવા તેને કેદ પૂરવું જોઈએ કે તેનો બીજી રીતે નિકાલ કરવો જોઈએ;
ત્યારે આવા મેજિસ્ટ્રેટ આવી અડચણ કે જાહેર ઉપદ્રવ કરનારને અથવા આવો વેપાર કે ધંધો કરનારને અથવા આવો માલ કે વેપારી માલ રાખનારને અથવા આવું મકાન, તંબુ, બાંધકામ, ટાંકી, કૂવા ખોદકામના માલિકને કે કબજેદારને કે તેનું નિયંત્રણ કરનારને અથવા પ્રાણી કે ઝાડના માલિકને કે કબજેદારને શરતી હુકમ કરી, તેમાં નિયત કરેલ સમય સુધીમાં -
(1) આવી અડચણ અથવા જાહેર ઉપદ્રવ દૂર કરવાનો અથવા
(1) આવો ધંધો કે વેપાર ન કરવા અથવા હુકમ કરવામાં આવે તેવી રીતે દૂર કરવા કે તેનું
નિયમન કરવા અથવા આવો માલ કે વૈપારી માલ દૂર કરવાનો હુકમ કરવામાં આવે તે
રીતે રાખવા કે તેનું નિયમન કરવાનો: અથવા આવા મકાનનું બાંધકામ અટકાવવાનો કે બંધ કરવાનો અથવા આવા પદાર્થનો નિકાલ કરવામાં ફેરફાર કરવાનો; અથવા
(iv) આવું મકાન, તંબુ કે બાંધકામ દૂર કરવાનો તેની મરામત કરાવવાનો કે તેને ટેકો દેવાનો. અથવા આવા ઝાડને દૂર કરવાનો કે તેને ટેકો દેવાનો: અથવા
(v) આવા ટાંકા, કૂવા કે ખોદકામને વાડ કરવાનો; અથવા
(vi) ઝનૂની પ્રાણીનો હુકમમાં જણાવ્યા પ્રમાણે નાશ કરવા, કેદમાં પૂરવા કે તેનો નિકાલ કરવાનો:
- શરતી હુકમ કરી શકશે. જો આવા હુકમની સામે તે વ્યક્તિઓને વાંધો હોય, તો હુકમમાં નિર્દિષ્ટ કરેલ સમયે અને સ્થળે પોતાની સમક્ષ અથવા પોતાની નીચેના કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવશે. હાજર થયા બાદ, આવો હુકમ શા માટે ન કરવો તેનું કારણ તે વ્યક્તિએ દર્શાવવાનું રહેશે.
(2) આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટે યોગ્ય રીતે કરેલો હુકમ કોઈ દીવાની અદાલતમાં પડકારી શકાશે નહીં.
ક. 133 હેઠળની કાર્યવાહીનો હેતુ જાહેર જનતાની સભ્યો વચ્ચેની તકરારનો નિકાલ કરવાનો નથી. આ કલમનો હેતુ જાહેર જનતાને પડતી અગવડ સામે રક્ષણ આપવાનો છે. જે કોઈ વ્યક્તિ જાહેર ઉપદ્રવની માહિતી આપે તે વ્યક્તિ આવી કાર્યવાહીની પક્ષકાર બનતી નથી. આ કલમ હેઠળની કાર્યવાહીમાં મેજિસ્ટ્રેટ ફક્ત જાહેર હિતમાં જ વર્તે છે. દા. ત., રસ્તા પર કોઈ મકાન ભયજનક હાલતમાં હોય અને તે ગમે ત્યારે પડોશીઓ કે રાહદારીઓને ઈજા પમાડે તેવી સ્થિતિમાં હોય, તો મેજિસ્ટ્રેટ તેને તોડી પાડવાનો, તેની મરામત કરાવવાનો કે તેને આધાર આપવાનો હુકમ કરી શકે. આ કલમ હેઠળનો હુકમ હંમેશાં શરતી જ હોવો જોઈએ.
ફોજદારી કાર્યવાહીનો કાયદો, 1973ની ક. 144થી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટને ઉપદ્રવના તાકીદના કેસોમાં અથવા આશંકિત ભય(apprehended danger)ના પ્રસંગે હુકમ કરવાની સત્તા આપવામાં આવી છે. કોઈ પ્રસંગે તાત્કાલિક પગલાં લેવાનું જરૂરી લાગે ત્યારે આવો હુકમ કરી શકાય છે. આ કલમ હેઠળ કઈ વ્યક્તિને અમુક કાર્ય ન કરવાનો, અમુક રીતે મિલકતની વ્યવસ્થા કરવાનો, અડચણ, ઉપદ્રવ અટકાવવાનો, જાહેર સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવવાનો, હુલ્લડ અટકાવવાનો, વગેરે હુકમો થઈ શકે છે. આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ અમુક વ્યક્તિને અમુક કૃત્યથી દૂર રહેવાનું જણાવી શકે. મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળ કોઈ વ્યક્તિને અમુક કૃત્ય કરવાની હુકમ કરી શકે નહીં.
ભારતીય ફોજદારી ધારો, 1860માની પર્યાવરણ સુરક્ષા અંગેની જોગવાઈઓ
ભારતીય ફોજદારી ધારો, 1860, ક. 268 :
ભારતીય ફોજદારી ધારાની ક. 268 જાહેર ઉપદ્રવ(Public Nulsance)ને લગતી છે. આ જોગવાઈ મુજબ જે કોઈ વ્યક્તિ કોઈ એવું કૃત્ય કે કાર્યલોપ (Omission) કરે કે જેનાથી જાહેર જનતા અથવા તેની
નજીકમાં રહેતા કે મિલકત ધરાવતા લોકોને ભય. ત્રાસ કે ઈજા થાય તો તે જાહેર ઉપદ્રવનો ગુનો બને છે. તે જ રીતે, કોઈ વાત્રિના આવા હત્ય કે કાર્યલોપથી જેમને જાહેર પધિકારનો ઉપયોગ કરવાનો એક હોય તેમને પંજા, મવરીપ, ભય કે ગામ ઉત્પન્ન થાય તો, તેનાથી પણ જાહેર ઉપદ્રવનો ગુનો બને છે.
કોઈ મર્ચ કરવું અથવા ગેરકાયદેસર કસૂર માટે જવાબદાર થવું.
આવા કાર્ય અથવા કસૂરથી -
(એ) જાહેર જનતાને, અથવા
(બી) પડોશમાં રહેતા અથવા મિલકત ધરાવતા લોકોને સાધારણ રીતે, સામાન્ય બનિ ભય અથવા ત્રાસ ઉત્પન્ન થવા જોઈએ.
કોઈ સાર્વજનિક હક્કનો ઉપયોગ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય તેવા લોકોને અનિવાર્થ રીતે હાનિ, અડચણ, ભય અથવા ત્રાસ થતો હોવો જોઈએ.
આ કલમમાં સામાન્ય હાનિનો ઉલ્લેખ છે. એટલે કે તેનાથી એકાદ બે વ્યક્તિને નહીં. પરંતુ સામાન્ય જનતાને અસર થતી હોવી જોઈએ. દા.ત., નરસિંહમલ્લુ વિ. નાગર કેસમાં ફરિયાદી જાહેર રસ્તા પર મકાનો બાંધી રહ્યો હતો. તેનાથી રસ્તાના એક ભાગનું દબાણ થતું હતું. આથી આરોપીને તે દબાણ તોડી પાડયું હતું. આ કેસમાં ઠરાવાયું કે દબાણથી એટલી ગંભીર હાનિ ન હતી કે જેથી કાયદો હાથમાં લઈને તોડવું પડે. આરોપીને અન્યાયી હાનિ બદલ ગુનેગાર ઠરાવવામાં આવેલ. એક કેસમાં પતરાં ઘડવાના અવાજથી ધર્મશાળાના ત્રણ મુસાફરોને ત્રારા થતો હતો. આ કેસમાં ઠરાવાયું કે તે જાહેર ઉપદ્રવનું કૃત્ય ન હતું. આ કલમમાં ખાનગી ઉપદ્રવ (Private Nuisance) માટે કોઈ જોગવાઈ નથી. તે દીવાની અપકૃત્ય છે અને તેના માટે અપકૃત્યના કાયદામાં જોગવાઈ કરાયેલ છે.
રાત્રિ શાંતિનો ભંગ થાય તે રીતે ઢોલ વગાડવામાં આવે તો જાહેર ઉપદ્રવનો ગુનો બને છે. પ્રદૂષણ સેકવા માટે અપકૃત્યના કાયદાનો પણ આશ્રય લઈ શકાય. નદી, કૂવા, તળાવ, સરોવરના પાણીના પ્રદૂષણ બદલ આ કલમ હેઠળ ફરિયાદ કરી શકાય. વાતાવરણમાં બગાડ બદલ પણ આ કલમ હેઠળ પગલાં લઈ શકાય.
ભારતીય ફોજદારી ધારાની કલમ 290માં જાહેર ઉપદ્રવ માટેની શિક્ષા અંગે જોગવાઈ છે. જ્યારે ક. 291માં મનાઈહુકમ ફરમાવેલ ઉપદ્રવ ચાલુ રાખે તો તે અંગેની શિક્ષા અંગે જોગવાઈ છે.
કલમ 269 થી 271માં જિંદગીને જોખમ થાય એવા રોગોને ચેપ ફેલાવવાનો સંભવ હોય એવું કોઈ કાર્ય ઉપેક્ષાથી અથવા દ્વેષબુદ્ધિથી કરે તે અંગેની, તેમજ તે માટેની શિક્ષા અને રોગોના કારણે દૂર રહેવા સંબંધના નિયમોનો જાણીજોઈને ભંગ કરે તો તે અંગેની જોગવાઈ છે.
કલમ 277 કોઈ સાર્વજનિક જળાશય અથવા ઝરાનું પાણી સામાન્ય રીતે જે હેતુ માટે વપરાતું હોય તે હેતુ માટે અયોગ્ય બને તે રીતે સ્વેચ્છાપૂર્વક પ્રદૂષિત કરે તેને અંગેની છે. જ્યારે કલમ 278 સ્વેચ્છાથી વાતાવરણને જાહેર સ્વાસ્થ્યને હાનિ થાય એવું પ્રદૂષિત કરવા અંગેની છે.
વળી, વેચવાના ઇરાદાથી રાખેલ ખાદ્ય પદાર્થોમાં તથા પેય (પીવા માટેના) પદાર્થોમાં ભેળસેળ કરીને હાનિકારક બનાવવા માટે કલમ 272, 273 છે, તો દવામાં ભેળસેળ કરીને તેની ગુણવત્તા ઓછી કરવા માટે કલમ 274 થી 276 છે.
કલમો 284 થી 287 માં ઝેરી પદાર્થો, અગ્નિથી સળગી ઊઠે તેવા તથા સ્ફોટક પદાર્થો અથવા યંત્રોથી
જિંદગી જોખમમાં મૂકાય અથવા તેનાથી ઈજા કે હાનિ થવાનો સંભવ હોય એવું કાર્ય અવિચારી રીતે અથવા
ઉપેક્ષાથી અગર જાણીબૂઝીને કરવા કે ઉપેક્ષાથી કસૂર (Omission) થવા અંગેની છે.
જ્યારે કલમો 430, 431, 432 સિંચાઈ માટેની નહેરને, મુસાફરી કરવા માટે કે માલ લઈ જવાના કોઈ જાહેર રસ્તાનો, પુલનો, નદીનો કે નહેરનો કે સાર્વજનિક ગટરના બગાડ અંગેની છે. જ્યારે કલમ 435, 436 અને 533માં શિક્ષાત્મક જોગવાઈઓ છે.
ભારતીય બંધારણમાં પર્યાવરણીય કાયદા સંબંધિત જોગવાઈઓ
ભારતનું બંધારણ 1950ની 26મી જાન્યુઆરીથી અમલમાં આવ્યું. તે સમયે બંધારણમાં પર્યાવરણ સુરક્ષાને સ્પર્શની કોઈ સીધી જોગવાઈ ન હતી. બંધારણના અનુચ્છેદ 47માં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યની ફરજ જણાવેલ હતી. 1972માં સ્ટોકહોમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતના તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો હતો. એ પરિષદને અંતે બહાર પાડેલ જાહેરનામું આપણા પર્યાવરણ કાયદાના મેગ્નાકાર્ટી તરીકે ઓળખાય છે. 1976માં બંધારણની 42મો સુધારી થયો અને આ સુધારાથી અનુચ્છેદ 48A તથા 5IA ઉમેરાયા.
આમ ભારતના બંધારણના અનુ 47માં 48A અને 514 માં પર્યાવરણ સુરક્ષા અંગેની જોગવાઈઓ જોવા મળે છે, પરંતુ મુશ્કેલી એ છે કે આ તમામ જોગવાઈઓ માત્ર માર્ગસૂચક છે. તેને રાજ્યાદેશનું બળ પ્રાપ્ત નથી. અનુ. 47, 48A માર્ગદર્શક સિદ્ધાંતોનાં પ્રકરણમાં આવે છે. જ્યારે અનુ. 51A મૂળભૂત કરજોનું પ્રકરણ છે. આ તમામ જોગવાઈઓ બિનન્યાયક્ષમ (Non-justiceable) છે. સૌ પ્રથમ આ જોગવાઈઓ જોઈએ.
अनु 47:
જાહેર આરોગ્યની બાબતમાં સુધારો તથા લોકોના જીવનધોરણ અને પોષણના સ્તરમાં વૃદ્ધિ પ્રાપ્ત કરવાની રાજ્યની પ્રાથમિક ફરજ છે.
अनु. 48A :
પર્યાવરણ સુરક્ષા અને સુધારણા માટે તથા દેશના વનો અને વન્ય જીવોની જાળવણી માટે રાજ્ય પ્રયત્ન કરશે.
સાલ્વા એન્ડ એસોસીએટ્સ વિ. નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી ના કેસમાં અરજદારને તેની ઓફિસ હેઠળ મોટર મિકેનીકની કામગીરીથી ઘોંઘાટ પ્રદૂષણ અનહદ પ્રમાણમાં થતું હતું. અરજદારે અનુ 48A અને અનુ. 52A નો આશ્રય લેતાં જણાવ્યું કે આ અનુચ્છેદ હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવા રાજ્ય જવાબદાર છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટર મિકેનીકે રસ્તા પર દબાણ કરીને મૂકેલાં વાહનો જપ્ત કરેલ હતાં અને ફરી જરૂર જણાય ત્યારે વાહનો જપ્ત કરવાની ખાતરી આપી હતી. આ કેસમાં Noise Pollution (Regulation and Control) Rules, 2000ना. २.८नो लंग तो होवानी रियाध करवामां खावी હતી. દિલ્હી મ્યુનિ. કોર્પોરેશને આપેલ ખાતરીના આધારે આ રીટનો નિકાલ કરાયો હતો. શૈલેષ શાહ વિ. સ્ટેટ ઑફ ગુજરાતના કેસમાં પણ અનુચ્છેદ 48A અને અનુચ્છેદ 52A ને ધ્યાનમાં લઈ તળાવોની યોગ્ય જાળવણી કરવાનો આદેશ કરાયો હતો.
अनु. 51A:
વનો, સરોવરો, નદીઓ તથા વન્ય જીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને તેની સુધારણા કરવાની તથા જીવસૃષ્ટિ તરફ કરૂણા દર્શાવવાની દરેક નાગરિકની ફરજ રહેશે.
ટૂંકમાં જોઈએ, તો આ જોગવાઈઓમાં પર્યાવરણની સુરક્ષા કરવાની દરેક નાગરિક તથા રાજ્યની ફરજ નિર્દિષ્ટ કરાયેલ છે. આ જોગવાઈઓ બિનન્યાયક્ષમ (Non-justiceable) હોવાથી તેની કોઈ અસરકારકતા હતી નહીં.
પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણને અનુ. 21 હેઠળ જીવન જીવવાના અધિકાર સાથે સાંકળી લેવામાં આવેલ છે. સુભાષકુમાર વિ. સ્ટેટ ઑફ બિહારના કેસમાં ઠરાવાયું છે કે દરેક નાગરિકને પ્રદૂષણમુક્ત હવા અને પાણી મેળવવાનો અધિકાર છે. અનુ. 21 હેઠળ પર્યાવરણ સુરક્ષા સાંકળી લેવામાં આવેલ હોવાથી તેને નવો જ વળાંક પ્રાપ્ત થયો.
પર્યાવરણ એટલે શું ? ભારતમાં ઘડાયેલા પર્યાવરણ કાયદા
પર્યાવરણના અર્થ બાબતે સામાન્ય માનવીના મનમાં ગૂંચવાડો છે. પર્યાવરણ એટલે વાતાવરણ વાતાવરણમાં હવા. પાણી, વૃક્ષો, પ્રાણીઓ, પંખીઓ, માનવસૃષ્ટિ વિગેરે તમામનો સમાવેશ થાય છે. વિશાળ અર્થમાં કહીએ તો પર્યાવરણ એટલે આપણી આસપાસની દરેક વસ્તુઓ કે આપણા આરોગ્ય, અસ્તિત્વ પર પ્રત્યક્ષ જે આપણી રહેણીકરણી કે પરોક્ષ રીતે લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની અસર ઉપજાવે છે. જમીન, હવા, પાણી, પ્રકાશ, વાતાવરણ, નદી, તળાવ, સરીવર, દરિયો, વૃક્ષો વગેરે કુદરતનાં તત્ત્વી તેમજ પશુ, પંખી, વનસૃષ્ટિ, જળસૃષ્ટિ આપણું અસ્તિત્વ ટકાવી રાખવામાં આપણને મદદરૂપ છે. આથી જે કોઈ ચીજથી આવા કોઈ તત્ત્વની ગુણવત્તા ઘટે કે તેનો નાશ થાય, તેથી આપણા માટે ખતરો પેદા થાય છે. ઉપર જણાવેલ તમામ તત્ત્વો પર્યાવરણનાં તત્ત્વો છે.
પર્યાવરણની વ્યાખ્યા આપવાનું ઘણું મુશ્કેલ છે. The United States Council of Environmental Qualityમાં જણાવ્યા મુજબ “પર્યાવરણ પ્રથામાં માત્ર જીવસૃષ્ટિનો નહિ, પરંતુ માનવના કુદરત સાથેના તેમજ આસપાસના સંજોગો સાથે તેણે કરેલ કાર્યોનો સમાવેશ થાય છે." Encyclopaedia Britanica- આ મુજબ વ્યાખ્યા આપેલ છે. "પર્યાવરણમાં પરસ્પર પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ, એટલે કે બંને શારીરિક તેમજ જૈવિક વ્યક્તિની આસપાસ કુદરતના વાતાવરણ પર અસર કરતાં સમગ્ર ક્ષેત્રનો સમાવેશ થાય છે."
The Environment Protection Act, 1986ની કલમ-2 (9)માં વ્યાખ્યા અપાયા મુજબ “પર્યાવરણમાં
પાણી, હવા અને જમીન, માનવો, અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધનો સમાવેશ થાય છે." એક વ્યાખ્યા પ્રમાણે "પર્યાવરણ એટલે તમામ પ્રાણીઓના વિકાસ અને જીવન પર પ્રભાવ પડતી તમામ શરતો અને અસરોનો સમૂહ." European Commission (ફકરો 58)માં પર્યાવરણની વ્યાખ્યા આ રીતે આપી છે.
"Environment as the combination of elements whose complex interrelationships make up the settings, the surrounding and the conditions of life of the individual and of society as they are and as they are felt.'
ભારતીય બંધારણમાં 42મા સુધારાથી અનુ. 48A અને અનુ. 51A નવા ઉમેરાયેલ છે. અનુ. 48A થી પર્યાવરણનું રક્ષણ અને તેમાં સુધારણા અને દેશનાં જંગલો અને વન્ય જીવોનું રક્ષણ કરવાનો રાજ્યને આદેશ અપાયેલ છે. તે અનુસાર પર્યાવરણ સુરક્ષા ધારો, 1986, વન્ય જીવો રક્ષણ ધારો, 1972 તેમજ જંગલ (રક્ષણ) ધારો, 1980 ઘડાયા છે. 51A થી વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની લોકોની મૂળભૂત ફરજ ગણવામાં આવી છે.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ ભારતમાં જંગલોના રક્ષણ માટે Indian Forest Act, 1927 અમલી બનાવાયો હતો. મજૂરોના રક્ષણ માટે The Factories Act, 1948 અમલી બન્યો, જે પરોક્ષ રીતે પર્યાવરણનું પણ રક્ષણ કરે છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણના રક્ષણ અંગે જાગૃતતા આવતા, યુનોએ દરેક સભ્ય દેશને પર્યાવરણના રક્ષણ માટે કાયદાઓ કરવા સૂચન કર્યું. જેને પરિણામે ભારતમાં પણ પર્યાવરણના રક્ષણ અંગે વિવિધ કાયદાઓ અમલી બનાવાયા.
જળપ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ કરવા 1974માં પાણી [પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ] ધારો અમલી બનાવાયો. વન્ય પ્રાણીના સંરક્ષણ માટે તેમજ વન અને વનસૃષ્ટિના રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઘડાયો. પરમાણુ શક્તિના નિયંત્રણ માટે એટોમીક એનર્જી એક્ટ અસ્તિત્વમાં આવ્યો. રાસાયણિક પદાર્થોના વપરાશના નિયમન માટે Insecticides Act અમલમાં મૂકાયો. હવાનું પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ માટે હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારો અમલી બન્યો. હવા અને પાણીના પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણમાં રાખવા કાયદા બન્યા, પરંતુ સમગ્ર પર્યાવરણના રક્ષણ માટે પણ કોઈ કાયદો જરૂરી લાગતા પર્યાવરણ સુરક્ષા ધારો અમલી બનાવાયો.
पर्यावरने पहुचित उरत उद्योगो आमेन सोनी रहीशी निश्रন দেখেনা Natonal Environment Tribunal At બનાવાયો. વળી સમગ્ર દેશના પર્યાવરણના રકાણ માટે Natural Green Tribunalની રચાના કરવામાં આવી.
જળસૃષ્ટિના રક્ષણ માટે Indian Fischemes ી મનાવાયો તો વાહનોમાંથી થતાં પષણ મટકર Motor Vehicles Actમાં પણ સુધારા કરી નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી સમયાંતરે નિષિત સમયમર્યાદા કરતાં જૂના વાહનો ઉપયોગમાં લેવાની મનાઈ ફરમાવાઈ, વનની જાળવણી માટે ચન જાળવણી ધારો લવાયો. વનોની જમીન અનામત રાખવા અને તે જમીન બિનરન હેતુ માટે વાપરવા પ્રતિબંધ મૂકની જોગવાઈ આ કાયદાથી અમલી બનાવાઈ.
વળી, સુપ્રીમ કોર્ટે બંધારણના અનુ. 21ના અર્થઘટનમાં એવું ઠરાવ્યું કે, આ મૂળભૂત અધિકારમાં ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારનો સમાવેશ થાય છે. તેથી દરેક નાગરિકને પ્રષણમુક્ત જીારતની અધિકાર છે. આમ ન્યાયિક સક્રિયતા તથા અમલમાં મૂકાયેલ વિવિધ કાયદાઓ પ્રષણના પ્રસારને અટકાવવા કટિબદ્ધ છે. વળી સમાજ પણ પર્યાવરણ પરત્વે શગૃત અન્યો છે. લોકો પણ વૃકોના જતનને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. જેથી પર્યાવરણ સુરક્ષા વધી છે.