05/02/2024

પ્રકરણ-6 : પાણી ( પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974



પાણી પ્રદૂષિત થવાનાં કારણો જણાવો. તેને પ્રદૂષિત થતું અટકાવવાના ઉપાયો
જળ પ્રદૂષણ

સજીવો માટે મુખ્ય ત્રણ આવશ્યકતાઓ છે. હવા, પાણી અને ખોરાક. આજે આપણને આ ત્રણે-હવા, પાણી અને ખોરાક-મળે છે ખરા પણ એ સજીવો માટે પૂર્ણપણે યોગ્ય નથી. આજે દરેક સ્થળે આપણને ગંદકી જોવા મળે છે. એ ગંદકીના કારણે હવા, પાણી અને ખોરાક સજીવો માટે પૂર્ણપણે યોગ્ય રહ્યા નથી. જૂના સમયે આપણે નદી, ઝરણાં કે સરોવરનું પાણી પીતા હતા. આપણને તે પીવા સામે કોઈ ભય ન હતો. જ્યારે આજે આપણે નદી કે સરોવરનું પાણી પીવાનું તો ઠીક, તેમાં હાથ નાંખતા પણ વિચારીએ છીએ. એ પાણી જોતાં જ આપણને કેટલીકવાર દુઃખ તો કેટલીકવાર ગુસ્સો આવી જાય છે. આજની આપણી ઔદ્યોગિક ક્રાંતિએ અને આપણી વિકાસયાત્રાએ આપણી નદીમાતાના પાણીને પીવા યોગ્ય રહેવા દીધું નથી. હિન્દુઓ મૃત્યુ સમયે જે ગંગાજળ મૃત્યુ પામતી વ્યક્તિના મોંમાં મૂકતા, એ ગંગાજળ આજે એટલું તો દૂષિત (ખરાબ) થઈ ગયું છે કે તેને હાથમાં લેવું પણ ગમતું નથી. આમ આજની પ્રગતિએ માનવને સુખ તો આપ્યું છે પણ સાથે સાથે કુદરતી સંપત્તિથી વિમુખ પણ કર્યા છે.

જળ પ્રદૂષણ અને જળ પ્રદૂષિત થવાના કારણો અંગે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ ધારાની કલમ-2માં જણાવેલ છે. જે મુજબ –

પ્રદૂષણ (Pollution):

એટલે પાણીની એવી મલિનતા અથવા પાણીના ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ગુણધર્મોનો એવો ફેરફાર અથવા પાણીમાં (પ્રત્યક્ષ કે પરીક્ષ રીતે) કોઈ સુવૈજનું અથવા ઉદ્યોગનું ગંટું પાણી અથવા અન્ય કોઈ પ્રવાહી, વાયુરૂપ કે ઘન પદાર્થ એવી રીતે છોડવો કે જેથી તે ઉપદ્રવ ઊભો કરે અથવા એવા પાણીને જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહપયોગી, વાણિજ્યિક, બીલોગિક, કૃષિવિષયક અથવા બીજા કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવીના જીવન અને ખારોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે.

આ વ્યાખ્યાને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. પહેલા ભાગમાં પાણી ક્યારે પ્રદૂષિત બને તે. તો બીજો ભાગ સુવેજના ગંદા પાણી અથવા ઉદ્યોગના ગંદા પાણીને લાગુ પાડી શકાય તો ત્રીજો ભાગ નુકસાનકારક પદાર્થનો પાણીમાં નિકાલ કરવામાં આવે તો જળપ્રદૂષણ ક્યારે થાય તે વિશે લઈ શકાય.

હવે પ્રથમ ભાગ મુજબ, જળ પ્રદૂષણ એટલે -

(1) પાણીની એવી મલિનતા: અથવા

(2) પાણીના ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ગુણધર્મોમાં એવો ફેરફાર કે જે.

(અ) ઉપદ્રવ ઊભો કરે; અથવા (

બ) એવા પાણીને જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહોપયોગી, વાણિજ્યિક ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજા કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે. સુવેજના ગંદા પાણી અથવા ઉદ્યોગના ગંદા પાણીના સંદર્ભમાં પ્રદૂષણ એટલે જ્યારે

(1) કોઈ સુવેજ પદ્ધતિમાંથી અથવા સુવેજ નિકાલ વર્ક્સમાંથી બહાર પડતું ગંદું પાણી અને ખુલ્લી ગટરોમાંથી છોડવામાં આવતું (ગંદું) મેલું પાણી; અથવા

(2) ઘરો માટેની સુવેજ સિવાય કોઈ ઉદ્યોગક્રિયા અથવા પ્રક્રિયા અથવા ટ્રીટમેન્ટ અથવા નિકાલ પદ્ધતિ અથવા ધંધા ચલાવવા માટે ઉપયોગમાં લેવાયેલ કોઈ જગ્યામાંથી બહાર છોડવામાં આવેલ કોઈ પ્રવાહી, વાયુરૂપ કે ધનપદાર્થો;

પાણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવી રીતે છોડવા કે જેથી તે

(અ) ઉપદ્રવ ઊભો કરે; અથવા

(બ) પાણીને જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહોપયોગ, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજી કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે.

- અને ત્રીજા ભાગમાં જોઈએ તો;

જો પાણી સિવાયનું અન્ય કોઈ પ્રવાહી અથવા ધનકચરો અથવા વાયુરૂપ પદાર્થો પાણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઠાલવવા કે છોડવા કે જેથી તે ઉપદ્રવ ઊભો કરે અથવા એ પાણીના જાહેર આરોગ્ય અથવા સલામતીને અથવા ગૃહોપયોગી, વાણિજ્યિક, ઔદ્યોગિક, કૃષિવિષયક અથવા બીજી કાયદેસરની વપરાશને અથવા પ્રાણી અથવા વનસ્પતિના અથવા જળજીવોના જીવન અને આરોગ્યને માટે હાનિકારક અથવા નુકસાનકારક બનાવે તો તે પ્રદૂષણ કહેવાય.

પાણીનું રાસાયણિક બંધારણ જોઈએ તો H20 છે. એટલે કે બે અણુ હાઇડ્રોજનના અને એક અણુ ઓક્સિજનનો છે. પાણી, રંગહીન, ગંધહીન, સ્વાદહીન છે. તે પારદર્શક પ્રવાહી છે. જ્યારે પાણી પ્રદૂષિત થાય છે ત્યારે તેના રંગ, ગંધ, સ્વાદ તેમજ પારદર્શકતામાં ફેરફાર થાય છે. પાણીમાં કોઈ પણ બહારનો પદાર્થ ભળવાથી કે અન્ય કારણોસર પાણીના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં ફેરફાર થાય તો તેવું પાણી પ્રદૂષિત ગણાય. આવું પ્રદૂષિત પાણી તેની મૂળ ગુણવત્તા ગુમાવી દેતાં તે વાપરવા માટે યોગ્ય રહેતું નથી. આવા પ્રદૂષિત પાણીનો સજીવ સૃષ્ટિ દ્રારા ઉપયોગ કરવામાં આવે તો હાનિકારક પુરવાર થાય છે. વળી પ્રદૂષિત પાણીને કારણે વાતાવરણની સમતુલા પણ ખોરવાય છે.

Haisbury's Laws of England માં જળપ્રદૂષણની સરળ વ્યાખ્યા આપેલી છે. જે મુજબ જળપ્રદૂષણ એટલે, "એવું કાઈક કરવું કે જેથી પાણીનાં તાપમાન સહિત તેની કુદરતી ગુણવત્તામાં ફેરફાર થાય." (The doing of something which changes the natural qualities of water, including itrs temperature.")

આપણા આ કાયદામાં આપેલ વ્યાખ્યા મુજબ પાણીના તાપમાનમાં ફેરફાર કરવો એ પ્રદૂષણ ગણાતું નથી. સિવાય કે તાપમાનના ફેરફારને કારણે પાણીના ભૌતિક, રાસાયણિક કે જૈવિક ગુણધર્મોમાં ફેરફાર

ભારતના અન્ય કાયદાઓમાં જળપ્રદૂષણની વ્યાખ્યા અલગ અલગ આપેલી છે.

ભારતીય ફોજદારી ધારાની કલમ 277 મુજબ, “કોઈ ઝરણાં કે જળાશયના પાણીને, સામાન્ય રીતે જે હેતુ માટે પાણી વપરાતું હોય તે હેતુ માટે ઓછું યોગ્ય અથવા અયોગ્ય બનાવવું તેને જળ પ્રદૂષણ કહ્યું છે." તો ભારતીય ફોજદારી કાર્યવાહી કાયદો, 1973ની કલમ 133, 143 મુજબ, પાણીમાં કચરો ઠાલવવો, અથવા જળપ્રવાહને જોખમી, નુકસાનકારક કે ઓછો ઉપયોગી બનાવે તે રીતે કોઈ નદી કે ઝરણાંના જળપ્રવાહમાં ગેરકાયદે અવરોધ ઊભો કરવો તેને જળ પ્રદૂષણ કહ્યું છે.

બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં અમલી બનેલા અપકૃત્યના કાયદા મુજબ પ્રદૂષણ અપકૃત્ય ગણાય છે. પ્રદૂષણના કારણે વ્યક્તિને અથવા તેની મિલકત કે વ્યક્તિની સુખસગવડ કે વ્યક્તિના આરોગ્યને હાનિ પહોંચે છે. તેથી પ્રદૂષણ અપકૃત્યના કાયદા નીચે ઉપદ્રવ, ઉપેક્ષા (બેદરકારી) કે નિરપેક્ષ (સંપૂર્ણ) જવાબદારીના ક્ષેત્રમાં આવે છે. એક કેસમાં અદાલતે તળાવના પાણીને વાપરવા યોગ્ય ન રહેવા દેવાના કૃત્યને ઉપદ્રવ ગણ્યું હતું. તો પ્રસિદ્ધ વેગન માઉન્ડ કેસમાં અદાલતે ઉપેક્ષા ગણી હતી. વળી મુકેશ ટેક્ષટાઇલ્સ મીલ વિ. એચ. આર. સુબ્રમણીયમ શાસ્ત્રીના કેસમાં પણ દૈવીકૃત્યના બચાવને અમાન્ય રાખી ઉપેક્ષા માટે જવાબદારી ઠરાવવામાં આવી હતી.