14/02/2024

સંઘ (કેન્દ્ર) અને રાજ્યો વચ્ચેના ધારાકીય (વૈધાનિક) સંબંધો

રાજય તથા સંઘ વચ્ચે ધારાકીય સત્તાની બંધારણીય જોગવાઈ તેમજ કેન્દ્ર યાદી", “રાજપ યાદી" અને "સહવર્તી યાદી"નો અર્થ સમજાવો. “રાજ્ય યાદી"માંના વિષય અંગે સંસદ ક્યારે કાયદા ઘડી શકે ? અને સામાન્ય તથા અસામાન્ય સંજોગોમાં કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેના વૈધાનિક સંબંધોની તેમજ રાજ્ય સૂચિમાંની કોઈપણ બાબત અંગે સંસદ ક્યારે કાયદો થડી શકે ? તે વિષે વિસ્તાર થી જાણીયે.

વૈધાનિક સત્તાઓની વહેંચણી


સંસદ અને રાજ્ય વિધાનમંડળની કાયદો ઘડવાની સત્તા


અનુચ્છેદ 245 જણાવે છે કે સંઘ(કેન્દ્ર)ને સમગ્ર ભારત પ્રદેશ કે તેના કોઈ ભાગ માટે કાયદાઓ ઘડવાની સત્તા છે. જ્યારે રાજ્ય વિધાનમંડળ (State Legislature)ને સમગ્ર રાજ્ય કે તેના ભાગ માટે કાયદાઓ ઘડવાની સત્તા છે. આ અનુચ્છેદથી સંસદ અને રાજ્ય વિધાનમંડળની કાયદો ઘડવા બાબતની પ્રાદેશિક હકૂમત નક્કી કરાયેલ છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળને કાયદો ઘડવાની સત્તા અનુચ્છેદ 246 અને બંધારણની અન્ય જોગવાઈઓમાંથી પ્રાપ્ત થાય છે. અનુચ્છેદ 245(2)થી એમ જોગવાઈ કરાયેલ છે કે સંસદે પસાર કરેલ કોઈ કાયદો, તેનો બાહ્ય પ્રાદેશિક અમલ (Extraterritorial operation) થતો હોવાનાં કારણસર ગેરકાયદેસર બનશે નહીં. દા.ત., ભારતીય સંસદે એવો કોઈ કાયદો ઘડેલ હોય કે જે વિદેશમાં નિવાસ કરતા ભારતીયોને લાગુ પાડવામાં આવેલ હોય, તો તે બાહ્ય પ્રાદેશિક અમલ છે અને તે કારણસર આવો કાયદો ગેરકાયદેસર બનતો નથી. આમ, કાયદો ઘડવાની સત્તા સંસદ તેમજ રાજ્ય વિધાનમંડળની છે. છતાં કાયદો ઘડવાની સત્તા પ્રતિનિધિત્વ વિધાન (delegated legislation) થી કારોબારી અથવા અન્ય સંસ્થાઓને સોંપી શકાય છે.

સંઘ (કેન્દ્ર)યાદી (Union List)


  7મા પરિશિષ્ટની સંઘ યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો સંબંધમાં કાયદો ઘડવાની સત્તા માત્ર સંસદને છે. સંઘ તેમજ રાજ્ય વિધાનમંડળ કઈ બાબતો સંબંધમાં કાયદો ઘડી શકે તે માટે ત્રણ યાદીઓ (સંઘ યાદી, રાજય યાદી અને સહવર્તી યાદી) 7મા પરિશિષ્ટમાં મૂકાયેલ છે. સંઘ યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો સંબંધમાં માત્ર સંસદ કાયદો ઘડી શકે. સંપ યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો પૈકી કોઈ બાબત સંબંધમાં કોઈ રાજય વિધાનમંડળને કાયદો ઘડવાની સત્તા નથી. કટોકટીના કોઈ પ્રસંગે પણ રાજ્ય વિધાનમંડળ સંઘ યાદીમાં નિર્દિષ્ટ કરેલ બાબત સંબંધમાં કાયદો ઘડી શકે નહીં.

રાજ્ય યાદી(State List)


  7મા પરિશિષ્ટમાં ત યાદી બાદ રાજય યાદીનો ક્રમ આપે છે. રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો સંબંધમાં કાયદો ઘડવાની સત્તા રાજ્ય વિધાનમંડળને છે. રાજવયાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો સંબંધમાં સંસદ કાયદો ઘડવાની સત્તા (અપવાદરૂપ સંજોગો સિવાય) ધરાવતી નથી. ક્યા અપવાદરૂપ સંજોગોમાં સંસદ રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો સંબંધમાં કાયદો ઘડી શકે તે વિશે આગળ જણાવવામાં આવેલ છે.

સહવર્તી યાદી(Concurrent List)


7મા પરિશિષ્ટમાં ત્રીજી યાદી સહવર્તી યાદી છે. તેમાં નિર્દિષ્ટ કરાયેલ બાબતો કે વિષયો સંબંધમાં સંસદ તેમજ રાજ્ય વિધાનમંડળને સત્તા છે. કેટલીકવાર બે યાદીઓ વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય ત્યારે અદાલત સંવાદી અર્થઘટન (Harmonious construction) કરીને સંઘર્ષ ટાળવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે પોતાની વૈધાનિક મર્યાદામાં રહીને કાયદો ઘડેલ છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે અદાલત 'અર્ક અને સત્વ'નો સિદ્ધાંત (Doctrine of pith and substance) નો સિદ્ધાંત લાગુ પડે છે. આ બાબતે નીચેના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરાયા છે.

1. સંઘ અને રાજ્ય વિધાનમંડળો વચ્ચે સત્તાઓનો ચુસ્ત ભેદ શક્ય નથી. એકબીજાની સત્તા પર અતિક્રમણ થવાનું સ્વાભાવિક છે. જ્યારે આમ બને ત્યારે જે કાયદાની સામે વાંધો હોય, તે કાયદાનો અર્ક અને તત્ત્વ શું છે તેમજ તે કાયદો કઈ યાદીમાં આપે છે તે જોવાનું હોય છે.

2. રાજય વિધાનમંડળ તરફથી સંઘ યાદીમાં કેટલા પ્રમાણમાં અતિક્રમણ થયેલ છે તે જોવાનું હોય છે. 

3. જયારે ત્રણે યાદીઓ વચ્ચે સંઘર્ષ હોય, ત્યારે સંઘ યાદી સર્વોચ્ચ રહે છે.
   
   સહવર્તી યાદીમાં કુલ 47 વિષયો આપવામાં આવેલ છે. સહવર્તી પાદીમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈ વિષય સંબંધમાં સંસદે ઘડેલ કાયદાની કોઈ જોગવાઈ સાથે, કોઈ રાજ્ય વિધાનમંડળે ઘડેલ કાયદાની કોઈ જોગવાઈ વિસંવાદી હોય, ત્યારે સંસદનો કાયદો અમલી બને છે અને રાજ્ય વિધાનમંડળનો કાયદો, વિસંવાદના પ્રમાણમાં વ્યર્થ છે. સંસદનો કાયદો, રાજ્ય વિધાનમંડળે કરેલ કાયદા પહેલા પસાર કરાયેલ છે કે પછી તે મહત્ત્વનું નથી. જ્યારે રાજ્ય વિધાનમંડળે ઘડેલ કાયદો સંઘ યાદીમાં આવતો હોય અને તે બાબતે સંસદે કોઈ કાયદો પડેલ ન હોય, તો પણ રાજ્ય વિધાનમંડળે ઘડેલ કાયદો અમલી બનતો નથી. કારણ કે રાજય વિધાનમંડળને આવો કાયદો ઘડવાની સત્તા હોતી જ નથી અથવા છે જ નહીં.

શેષ સત્તા


સંઘ યાદીમાં સૂચવાયેલ વિષયો સંબંધમાં માત્ર સંસદને કાયદો ઘડવાની સત્તા છે. અનુચ્છેદ 248 પ્રમાણે સહવર્તી યાદી અથવા રાજ્ય યાદીમાં નહીં વર્ણવાયેલ કોઈપણ બાબત સંબંધમાં માત્ર સંસદને કાયદો ઘડવાની સત્તા છે. સંઘ યાદીમાં સૂચવાયેલ વિષયો સંબંધમાં કાયદો ઘડવાની સત્તા સંસદને છે જ. આ અનુચ્છેદથી સહવર્તી યાદી કે રાજય યાદીમાં ઉલ્લેખન કરાયેલ કોઈ વિષય સંબંધમાં કાયદો ઘડવાની શેષ સત્તા સંસદને અપાયેલ છે.

રાજ્ય યાદીમાંના વિષયો સંબંધમાં સંસદની કાયદો ઘડવાની સત્તા


સામાન્ય સંજોગોમાં સંસદને રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ વિષયો સંબંધમાં કાયદો ઘડવાની સત્તા નથી. પરંતુ, અનુચ્છેદ 249 (1) પ્રમાણે રાજય યાદીની કોઈ વિષય રાષ્ટ્રીય મહત્ત્વ ધારણ કરે ત્યારે તે અંગે સંસદ કાયદો ઘડે તે ઇચ્છનીય છે. પરંતુ સંસદને કાયદો ઘડવાની સત્તા ત્યારે જ પ્રાપ્ત થાય કે જયારે રાજયસભા 2/3 બહુમતીથી તે મતલબનો ઠરાવ પસાર કરે. રાજયસભાનો આવો ઠરાવ અમલમાં રહે ત્યાં સુધી, અથવા ઠરાવમાં નિર્દિષ્ટ કરાયેલ સમય સુધી, સંસદ રાજ્યયાદીમાં નિર્દિષ્ટ કરાયેલ બાબત સંબંધમાં કાયદો ઘડી શકે.

   તદુપરાંત, કટોકટીની જાહેરાત અમલમાં રહે ત્યાં સુધી, રાજ્ય યાદીમાં નિર્દિષ્ટ કરાયેલ કોઈપણ વિષય, સંબંધમાં, સંસદને ભારતના સમગ્ર પ્રદેશ અથવા તેના કોઈ ભાગ માટે કાયદો ઘડવાની સત્તા છે. વળી અનુચ્છેદ 252 (1) માં નિર્દિષ્ટ કરાયેલ સંજોગોમાં, સંસદને, રાજય યાદીમાંના વિષય સંબંધમાં કાયદો ઘડવાની સત્તા છે. જયારે બે કે તેથી વધારે વિધાનમંડળો એ મતલબના ઠરાવો પસાર કરે કે જે બાબતો સંબંધમાં સંસદને રાજયો માટે કાયદો કરવાની સક્ષમતા નથી, તે પૈકી કોઈ બાબતનું નિયમન આવા રાજયમાં સંસદ કાયદાથી કરે તે ઈચ્છનીય છે, તો તે પ્રમાણે તે બાબતનું નિયમન કરવા માટે સંસદ કાયદો પસાર કરી શકે.

   જ્યારે કોઈ બાબત સંબંધમાં કેન્દ્ર સરકારે ઘડેલ કાયદો અને રાજય વિધાનમંડળે ઘડેલ કાયદા વચ્ચે સંઘર્ષ હોય, ત્યારે કેન્દ્ર સરકારનો કાયદો અમલી બને છે. એટલે કે રાજ્યનો કાયદો જેટલા પ્રમાણમાં વિસંવાદી (Repugnant) હોય તેટલા પ્રમાણમાં રાજ્યનો કાયદો અમલમાં રહેતો નથી. જ્યાં સુધી સંસદનો કાયદો અમલમાં રહે ત્યાં સુધી જ રાજ્યનો કાયદો અમલમાં રહેતો નથી.