કારખાના ધારા, 1948માં જોખમી પ્રક્રિયા સંબંધી જોગવાઈઓની ચર્ચા કરો. કારખાના ધારા 1948
(1) સ્થળ પરીક્ષણ સમિતિની રચના
(2) કબજેદારે ફરજિયાત જાહેર કરવી પડે તેવી માહિતી.
(3) કબજેદારની ફરજો.
કારખાના ધારા અન્વયે પર્યાવરણીય સુરક્ષાના પ્રબંધો
જોખમી પ્રક્રિયા ધરાવતું કારખાનું નાખવા માટે અથવા તેનું વિસ્તરણ કરવા માટે નિયત નમૂનામાં સંબંધિત રાજ્ય સરકારને અરજી કરવાની હોય છે. આવી પરવાનગીની અરજીની વિચારણા કરવા માટે તેમજ સલાહ આપવાના હેતુથી રાજ્ય સરકારે સ્થળ પરીક્ષણ સમિતિની રચના કરવાની હોય છે. આ સમિતિમાં નીચે મુજબના સભ્યો હોય છે.
સ્થળ પરીક્ષણ સમિતિ
(એ) રાજ્યના મુખ્ય નિરીક્ષક (Chief Inspector of the State) તેના અધ્યક્ષ રહેશે.
(બી) જળ (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો, 1974 ક. 3 હેઠળ કેન્દ્ર સરકારે નીમેલ જળ પ્રદૂષણ નિવારણ અને અંકુશના કેન્દ્રીય પંચના પ્રતિનિધિ;
(સી) હવા (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો, 1981ની ક. ૩માં ઉલ્લેખિત હવા પ્રદૂષણ નિવારણ અને અંકુશના કેન્દ્રીય પંચના પ્રતિનિધિ:
(ડી) જળ (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો, 1974ની ક. 4 હેઠળ નીમાયેલ જળ પ્રદૂષણ નિવારણ અને અંકુશના રાજ્ય પંચના પ્રતિનિધિ;
(ઈ) હવા (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો, 1981, ક. 5માં ઉલ્લેખિત હવા, પ્રદૂષણ નિવારણ અને અંકુશના રાજ્ય પંચના પ્રતિનિધિ;
ઉપર મુજબના સભ્યો સમિતિયાં હોવા જોઈએ. આ કલમમાં એવી જોગવાઈ કરાઈ છે કે રાજ્ય સવાર નીચેનામાંથી વધુમાં વધુ ક સભ્યો (Co-l) નીમી શકે છે.
(1) કારખાનામાં જે જોખમી પઢિયા થવાની હોય તેનું ખામ નામ ધરાવતા વૈજ્ઞાનિક, (H). જેની હકૂમતમાં કારખાનું નખાવવાનું હોય તે સ્થાનિક સત્તા (local authority) ના પ્રતિનિધ
(1) રાજ્ય સરકારને યોગ્ય જણાય તેવા વધુમાં વધુ 3 માણસો. જોખમી પ્રક્રિયા ધરાવતું કારખાનું નાખવા માટે અથવા તેનું વિસ્તરણ કરવા માટે નિયત નમૂના અને
(Prescribed form) માં અરજી મળ્યાની તારીખથી 90 દિવસમાં આવી સમિતિ રાજ્ય સરકારને પોતાની ભલામણ કરશે. જ્યારે આવું કારખાનું કેન્દ્ર સરકારની માલિકીનું અથવા તેના અંકુશ હેઠળનું હોય, અથવા કેન્દ્ર સરકારની માલિકીના નિગમનું અથવા કંપનીનું હોય, ત્યારે રાજ્ય સરકાર આવી સમિતિના સભ્ય તરીકે કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલ પ્રતિનિધિની સમિતિમાં નિમણૂક કરશે. આવી સમિતિ અરજીના સંબંધમાં અરજદાર પાસેથી વિશેષ માહિતી મંગાવી શકે છે, કારણ કે આ જોખમી પ્રક્રિયા હોઈને સમિતિને દરેક બાબતનો સંતોષ થવો જોઈએ. જ્યારે રાજ્ય સરકાર આવી અરજી મંજૂર કરે, ત્યારે જળ (પ્રદૂષણ નિવારણ અને અકુશ) ધારી, 1974 અને હવા (પ્રદૂષણ નિવારણ અને અંકુશ) ધારો, 1981 હેઠળ રચાયેલ કેન્દ્રીય પંચ (Central board) અથવા રાજ્ય પંચ (State Board) ની વધારાની મંજૂરી લેવાનું જરૂરી નથી.
કબજેદાર તરફથી માહિતીનું ફરજિયાત પ્રગટન (Compulsory Disclosure of Information by the Occupier)
જે કારખાનામાં જોખમકારક પ્રક્રિયા થવાની હોય તેના કબજેદાર કામદારોના આરોગ્યના જોખમ સહિત, ઉત્પાદન, પરિવહન, સંગ્રહ અને અન્ય પ્રક્રિયામાં કામ કરવાથી ઊભા થતાં જોખમો વિશે મુખ્ય નિરીક્ષકને નિયત રીતે તમામ માહિતી પૂરી પાડશે. આ જ માહિતી તેણે જે હકૂમતમાં તેનું કારખાનું આવેલું હોય તે સ્થાનિક સત્તા(Local authority)ને પણ પૂરી પાડવી જોઈએ. આ કલમથી કબજેદારની આજ્ઞાત્મક (Mandatory) ફરજ ઉત્પન્ન કરવામાં આવી છે. કબજેદારે આ જોખમો નિવારવા માટે ક્યાં પગલાં લેવાં ધારે છે તેની માહિતી પણ રાજ્ય સરકારને અને સ્થાનિક સત્તાને આપવાની રહે છે.
આવા કારખાનાની નોંધણી (Registration) કરાવતી વખતે કબજેદારે કામદારોની સલામતી અને તેના આરોગ્ય સંબંધમાં પોતાની વિગતવાર નીતિ (Detailed Policy) નક્કી કરીને તેણે મુખ્ય નિરીક્ષક તેમજ સ્થાનિક સત્તાને રજૂ કરવાની રહેશે. જો આ નીતિમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ પણ તેને કરવાની રહેશે. આ માહિતીમાં જોખમી પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતા કચરાનો જથ્થો તથા તેનાં લક્ષણો અને તેના નિકાલની રીત પણ જણાવવાની રહેશે.
દરેક કબજેદાર પોતાના કારખાના માટે એક કટોકટી યોજના (Emergency Plan) તથા દુર્ઘટના અંકુશ પગલાંઓ નક્કી કરીને, મુખ્ય નિરીક્ષકની મંજૂરીથી રજૂ કરશે. જો કારખાનામાં અકસ્માત થાય તો તેવા પ્રસંગે લેવાનાં જરૂરી સાવચેતીનાં પગલાંઓની જાણ કામદારો તથા કારખાનાની આસપાસ રહેતા લોકોને પણ કરશે.
જે કારખાનું તા. 1-2-187ના રોજ જોખમકારક પ્રક્રિયા શરૂ કરેલ હોય, તો આવી જોખમકારક પ્રક્રિયા શરૂ કર્યાના 30 દિવસમાં અને જો તા. 1-12-187 પછી આવી જોખમકારક પ્રક્રિયા શરૂ કરવાની હોય, તો આવી પ્રક્રિયા શરૂ કર્યાના 30 દિવસ અગાઉ કબજેદાર મુખ્ય નિરીક્ષકને જોખમકારક પ્રક્રિયાના સ્વરૂપ અને વિગતોની જાણ કરશે. જો તે માટે કોઈ નિયત નમૂનો નક્કી કરાયો હોય, તો તેમાં કબજેદારે મુખ્ય નિરીક્ષકને જાણ કરવાની રહેશે. જ્યારે કોઈ કબજેદાર આ જોગવાઈનો ભંગ કરે, ત્યારે આ કાયદા હેઠળ તે દંડ(Penalty)ને પાત્ર થવા ઉપરાંત, તેનાં કારખાનાનું લાયસન્સ રદ થવા પાત્ર છે. તદુપરાંત, કબજેદારે, મુખ્ય નિરીક્ષકની પૂર્વમંજૂરીથી કારખાનામાં જોખમી પદાર્થો રાખવા, તેનો ઉપયોગ, પરિવહન કરવા માટેનાં પગલાંઓ તથા કારખાનાની બહાર કચરાના નિકાલ માટે લેવાનારાં પગલાં નક્કી કરશે અને તેની જાણ કામદારોને તેમજ આસપાસ રહેતા લોકોને પણ કરશે.
(એફ) રાજ્યમાં પર્યાવરણ ખાતાના પ્રતિનિધિ;
(જી) ભારત સરકારના હવામાન ખાતાના પ્રતિનિધિ;
(એચ) વ્યવસાયી આરોગ્ય (Occupational health) ક્ષેત્રના નિષ્ણાત;
(આઈ) રાજ્ય સરકારના નગર આયોજન વિભાગના પ્રતિનિધિ.
જોખમી પ્રક્રિયાઓના સંબંધમાં કબજેદારની નિર્દિષ્ટ જવાબદારી (Specific Responsibility of the Occupier in Hazardous Process)
જ્યાં જોખમકારક પ્રક્રિયા થતી હોય તે કારખાનાંનો દરેક કબજેદાર -
(એ) કારખાનામાં જે રસાયણો, ઝેરી અથવા અન્ય હાનિકારક પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ કે પરિવર્તન થતું હોય. તેની સાથે સંપર્કમાં આવતા કામદારોના ચોક્કસ અને છેલ્લામાં છેલ્લા આરોગ્ય દફતરો અથવા યથાપ્રસંગ, તબીબી દફતરો (Medical records) રાખશે અને નિયત કરવામાં આવે તે શરતોને આધીન, કામદારોને આવા દફતરો જોવા મળી શકશે:
(બી) હાનિકારક પદાર્થો સાથે વ્યવહાર કરવાની જેમની લાયકાત અને અનુભવ હોય અને કારખાનામાં જ આવા વ્યવહારનું જે નિરીક્ષણ કરવા સક્ષમ હોય તેમની નિમણૂક કરશે અને નિયત કરવામાં આવે તે રીતે કામદારોનું રક્ષણ કરવા માટે કારખાનામાં જ કામ કરવાના સ્થળે જરૂરી સવલતો આપશે.
પરંતુ જોગવાઈ એવી કરવામાં આવે છે કે આ રીતે નિયુક્ત કરાયેલ કોઈ વ્યક્તિની લાયકાતો અને અનુભવની બાબતમાં પ્રશ્ન ઉપસ્થિત થાય, તો મુખ્ય નિરીક્ષકનો નિર્ણય આખરી ગણાશે.
જ્યારે કોઈ કામદારને જોખમી પ્રક્રિયાવાળું કામ સોંપવામાં આવે. તો તેને આવું કામ સોંપતા પૂર્વે તેની તબીબી તપાસ કબજેદારે કરાવવી જોઈએ, જ્યારે કામદાર આવા કામ પર ચાલુ હોય અને તે આવા કામ પર બંધ થયા પછી વખતોવખત, નિયત કરવામાં આવે તે રીતે, કબજેદારે કામદારની તબીબી તપાસ કરાવવી જોઈએ.