જાહેર જવાબદારી વીમા ધારો, 1991 હેઠળ અકસ્માતનો ભોગ બનનારને મળતા ઉપાયો
વર્તમાન સમયમાં અનેક મોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે. આ મોટા ઉદ્યોગોમાં અકસ્માતોનું પ્રમાણ પણ વધતું જાય છે. કેટલાક ઉદ્યોગોમાં ભયજનક પદાર્થોનો ઉપયોગ પણ થતો હોય છે. આવા ભયજનક પદાર્થોનો ઉપયોગ કરતાં ઉદ્યોગ ગૃહમાં જો કોઈ અકસ્માત થાય તો તે વખતે માત્ર ઉદ્યોગ ગૃહના કામદારીને જ ઈજા થાય છે. એવું નથી બનતું, પરંતુ અનેક નિર્દોષ વ્યક્તિઓ તેમજ આસપાસની મિલકતોને આવા અકસ્માતને કારણે નુકસાન પહોંચે છે. આ રીતે ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયના અસરગ્રસ્ત લોકોને થયેલા શારીરિક કે આર્થિક નુકસાન માટે વળતર મેળવવા ઘણી મુશ્કેલી થાય છે. લાંબો કાનૂની જંગ ખેડયા પછી પણ વળતર મેળવવાની મુશ્કેલી પડે છે. ભોપાલ ગેસ દુર્ઘટના અને ઓલિયમ ગેસ દુર્ઘટના પછી નિર્દોષ વ્યક્તિઓને થયેલા નુકસાનના વળતર માટે અલગ કાયદાની જરૂરિયાત જણાતા આ જાહેર જવાબદારી વીમા ધારો લાવવામાં આવ્યો. આ કાયદા મુજબ ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહો માટે આવા ઉદ્યોગોમાં થયેલા અકસ્માત પ્રસંગે ભોગ બનેલાને થયેલા નુકસાન માટે ઉદ્યોગ ગૃહોના માલિકોની અમર્યાદિત જવાબદારી ઠરાવવામાં આવી તેમજ આવા અકસ્માતને કારણે થયેલા પર્યાવરણના નુકસાન માટે પર્યાવરણ રાહતનીધિ પણ સ્થપાવું જરૂરી ગણાયું. ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં જો કોઈ અકસ્માત થાય તો, તે અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને આ જાહેર જવાબદારી વીમા ધારા હેઠળ નીચેના ઉપાયો પ્રાપ્ત થાય છે.
(1) ના દોષના સિદ્ધાંતને આધારે વળતર મેળવવાનો ઉપાય :
ભયજનક પદાર્થોના વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં અકસ્માત થાય અને તેના કારણે જો ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે તેને ઈજા થાય અથવા તેની મિલકતનો નાશ થાય કે મિલકતને નુકસાન થયું હોય, તો તે માટે -
(એ) ઈજા પામનાર વ્યક્તિ,
(બી) જે મિલકતનો નાશ થયો હોય કે નુકસાન થયું હોય તે મિલકતનો માલિક,
(સી) જ્યારે અકસ્માતથી મૃત્યુ મંજીલ હોય ત્યારે મૃત્યુ પામનારના એક અથવા તમામ કાનૂની (ડી) લેપર (બે) (બી) અને (સી) માં જણાવેલ વ્યક્તિઓ પ્રારા યોગ્ય રીતે અધિકૃત કરાયેલ વળતર મેળવવા અરજી કરી શકે છે.
(2) પર્યાવરણ રાહતનીધિની સ્થાપના
કેન્દ્ર સરસ્કાર જાહેરનામું બહાર પાડી પર્યાવરણ રાહતનીધિની સ્થાપના કરી શકે છે. આ પર્યાવરણ રાહતનીપિના નાણાના વહીવટ અંગેની તમામ બાબતો જેવી કે આ રાહતનીધિ કોનામાં સ્થાપિત થશે. તે સહેતની(પિનો વહીવટ કીના દ્વારા અને કાઈ રીતે કરવાનો રહેશે તેમજ આ રાહતનીધિમાંથી રાહતની ચૂકવણી અંગેની યોજના કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે.
(3) અન્ય કાયદા અન્વયે વળતર માંગવાનો ઉપાય :
ભયજનક પદાર્થોના વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં થયેલ અકસ્માતને કારણે ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયની કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે તેને ઈજા થાય કે તેની મિલકતનો નાશ થાય કે મિલકતને નુકસાન થાય તો તે માટે આ જાહેર જવાબદારી વીમા ધારા હેઠળ તો તે વ્યક્તિ કે તેના કાનૂની પ્રતિનિધિ વળતર મેળવી શકે છે. પરંતુ જે પ્રવર્તમાન અન્ય કાયદા હેઠળ જો તેને વળતર મેળવવાનો અધિકાર મળતો હોય તો તે પ્રવર્તમાન કાયદા હેઠળ પણ તે વળતર મેળવવા અધિકારી બને છે. આ જાહેર જવાબદારી વીમા પાસની જોગવાઈનો બાપ નડતો નથી, પરંતુ આ જાહેર જવાબદારી વીમાધારા હેઠળ અસરગ્રસ્ત વ્યક્તિને ચૂકવાયેલ રાહતની રકમ અન્ય કાયદા હેઠળ ચૂકવવાની થતી વળતરની રકમમાંથી બાદ કરવામાં આવશે.
જાહેર જવાબદારી વીમા ધારો, 1991 હેઠળ
(1) વાંક વિનાના સિદ્ધાંતને આધારે માલિકની થતી જવાબદારી રાહતના હક્કદાવા ફદાવા માટે અરજી [રાહત માટેના દાવાની અરજી]
(2) વીમા પોલિસી લેવાની માલિકની જવાબદારી
(3) રાહતનો ફેંસલો.
(1) વાંક વિનાના સિદ્ધાંતને આધારે માલિકની થતી જવાબદારી :
મોટા ઉદ્યોગોમાં ખાસ કરીને ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગોમાં અકસ્માતોનું જોખમ વધારે હોય છે. આવા ઉદ્યોગોમાં અકસ્માત થતાં ફક્ત ઉદ્યોગ ગૃહના કામદારો જ નહીં, પરંતુ આસપાસના નિર્દોષ વ્યક્તિઓ, મિલકતો પણ અકસ્માતનો ભોગ બને છે. ઉદ્યોગ ગૃહના માલિકો પોતાના ઉદ્યોગ ગૃહના કામદારોને તો મજૂર કાયદા અન્વયે વળતર ચૂકવે છે. પરંતુ નિર્દોષ વ્યક્તિઓને વળતર મેળવવા માટે લાંબો કાનૂની જંગ ખેડવો પડતો હોય છે. આમાં લાંબો સમય વીતી જાય છે તેમજ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિએ નાણાંનો પણ વ્યય કરવો પડતો હોય છે. ભોપાલ ગેસ દુર્ઘટના અને ઓલિયમ ગેસ દુર્ઘટના બન્યા પછી સરકારે ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહો માટે. તેવા ઉદ્યોગ ગૃહોમાં અકસ્માત થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાહત પૂરી પાડવા જાહેર જવાબદારી વીમા ધારો, 1991 અમલી બનાવ્યો.
આ કાયદાથી ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં અકસ્માત થાય ને તે અકસ્માતથી તે ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય કે તે વ્યક્તિને ઈજા થાય કે વ્યક્તિની મિલકતનો નાશ થાય કે મિલકતને નુકસાન થયું હોય તો, આવા મૃત્યુ, ઈજા કે મિલકતના નાશ કે નુકસાન WEGI ઉદ્યોગ ગૃહના માલિકની જાહેર ર જવાબદારી વીમા ધારાના પરિશિષ્ટમા નિર્દિષ્ટ કરાયેલ રીતે રાહત આપવાની જવાબદારી ઊભી થાય છે.
આવી અકસ્માતથી અસરગ્રસ્ત વ્યક્તિએ વળતર માટે કરેલા હક્કદાવામાં, જેના સંબંધમાં હક્કદાવો કરાયો છે તે મૃત્યુ. ઈજા અથવા નુકસાન કોઈ વ્યક્તિના દોષિત કૃત્ય, ઉપેક્ષા કે કસૂરથી થયેલ છે એમ જણાવવાની જરૂર રહેતી નથી એટલે કે આવા અકસ્માતમાં વાગ ગૃહનો માલિક આ દીપ (No NuR) સિદ્ધાંતને આધારે જાહેર જવાબદારી લીધાં પ્રાણના પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરાયા મુજબની રાહત આપવા જવાબદાર બને છે. આમ, માત્ર ચૂમના માલિકની નિરવેશ જવાબદારી (AmAtollary) a site છે.
આ જોગવાઈને કારણી અકસ્માતથી અમરવારસ્ત વ્યક્તિને થયેલ મૃત્યુ, ઈજા કે બિલનના નાશ કે નુકસાબ માટે હરકદાવી કરતી વખતે કોઈ વ્યક્તિની કમૂર, ઉપક્ષા પુરવાર કરવાની રહેતી નથી. ભવ્યજનક પકામાંની વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહના માલિકની નિરપેક્ષ જવાબદારી ઊભી સાથે છે.
(2) રાહત હક્કદાવા માટે અરજી
સમજખક પદાર્થોની વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં કોઈ અકસ્માત થાય અને ઉદ્યોગ ગૃહના કામદારી સિવાયની અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય કે તેને ઈજા થાય કે ઉદ્યોગ ગૂઠની આસપાસની કે અકસ્માતને કારણે કોઈ મિલકતનો નાશ થાય કે મિલકતને નુકસાન થાય તો, આવી બસરગ્રસ્ત વ્યક્તિઓ ઉદ્યોગ ગૃહના માલિક પાસેથી જાહેર જવાબદારી વીમા પાસ હેઠળ રાહત મેળવવા અધિકારી બને છે. આ
રાહત મેળવવા માટે =
(1) અકસ્માતને કારણે ઈજા પામનાર વ્યક્તિ,
(2) અકસ્માતથી નાશ પામનાર કે નુકસાન પામનાર મિલકતનો માલિક,
(૩) જ્યારે અકસ્માતથી મૃત્યુ થયેલ હોય તો; મૃત્યુ પામનારના એક અથવા તમામ કાનૂની પ્રતિનિધિઓ,
(4) ઉપર 1 થી 3 માં જણાવેલ તમામ વ્યક્તિઓ દ્વારા યોગ્ય રીતે અધિકૃત કરાયેલ પ્રતિનિધિ. સહતના હક્કદાવા માટે અરજી કરી શકે છે. પરંતુ જ્યારે અકસ્માતના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના તમામ કાનૂની પ્રતિનિધિઓ રાહત માટેની અરજીમાં જોડાયા ન હોય ત્યારે મૃત્યુ પામનારના તમામ કાનૂની પ્રતિનિધિઓ વતી અથવા તેમના લાભાર્થે અરજી કરવામાં આવશે અને જે કાનૂની પ્રતિનિધિઓ આ અરજીમાં જોડાયેલ ન હોય તેમને અરજીમાં સામાવાળાઓ તરીકે જોડવામાં આવશે.
આવી સહતના હક્કદાવા માટેની અરજી અકસ્માતના સ્થળની હકૂમત ધરાવતા કલેક્ટરને નિયત નમૂનામાં નિયત વિગતો અને દસ્તાવેજો સાથે કરવાની રહે છે.
આવી રાહતના હક્કદાવા માટેની અરજી અકસ્માતના બનાવના પાંચ વર્ષમાં કરવાની હોય છે. આ પાંચ વર્ષની સમયમર્યાદા બાદની અરજી સાંભળવામાં આવતી નથી.
(3) વીમા પોલિસી લેવાની માલિકની જવાબદારી :
ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં થતાં અકસ્માતને કારણે કેટલીકવાર ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયની અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય છે કે ઈજાગ્રસ્ત થાય કે અકસ્માત સ્થળની આસપાસની મિલકતનો નાશ થાય કે મિલકતને નુકસાન થાય તો, તે માટે ઉદ્યોગ ગૃહના માલિકે જાહેર જવાબદારી વીમા ધારા અન્વયે રાહતની ચુકવણીને કાયદાના પરિશિષ્ટની જોગવાઈ મુજબ કરવાની હોય છે. આ ચુકવણી માટે ઉદ્યોગ ગૃહના માલિકને વીમા પોલિસી ફરજિયાત લેવાની જોગવાઈ આ જ કાયદામાં કરવામાં આવી છે.
જાહેર જવાબદારી વીમા ધારા મુજબ, ભયજનક પદાર્થોનો વ્યવહાર કરનાર ઉદ્યોગ ગૃહના માલિકે તે ઉદ્યોગ શરૂ કરે તે પહેલાં જાહેર જવાબદારી વીમા ધારાની કલમ 3(1) હેઠળ "ના દોષના સિદ્ધાંત હેઠળ ઉદ્યોગ ગૃહના માલિકે આપવાની થતી રાહતની રકમ માટે એક કે બે વીમાની પોલિસી ફરજિયાત લેવાની રહે છે જેથી આવી રાહતની રકમની ચુકવણીમાં મુશ્કેલી ન પડે, પરંતુ જો આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાંથી જ ઉદ્યોગ ગૃહ ભયજનક પદાર્થો માટે વ્યવહાર કરતો હોય તો, આ કાયદાની શરૂઆત પછી શક્ય તેટલી તીવ્રતાથી અથવા કોઈપણ પ્રસંગે ઓછામાં ઓછા એક વર્ષમાં ઉદ્યોગ ગૃહના માલિકે આવી વીમાની પોલિસી કે પોલિસીઓ લઈ લેવાની રહેશે.
વળી ઉદ્યોગ ગૃહના માલિકે આવી લીધેલ પોલિસી કે પોલિસીઓનું નિયત સમયાંતરે નવીનીકરણ કરાવવાનું રહે છે જેથી ઉદ્યોગ ગૃહ જ્યાં સુધી ભયજનક પદાર્થો સાથે વ્યવહાર ચાલુ રાખે ત્યાં સુધી વીમા પોલિસીઓ પણ ચાલુ રહે.
આવી ઉદ્યોગ ગૂંફના માલિકે લીધેલ કે નવીનીકરણ કરાવેલ વીમા પોલિસીની રકમ, બયજનક પદાર્થોનો વ્યવહાર કરતા સાહસની ભરપાઈ થયેલ શેરમુડીની રકમ કરતાં ઓછી રકમની હોવી જોઈએ નહીં અને નિયત કરવામાં આવે તે પચાસ કરોડથી વધારે હોવી જોઈએ નહીં. વીમા પોલિસીની શરત મુજબ, વીમા પોલિસીમાં નિર્ધારિત કરેલ રકમ કરતાં વધુ રકમની જવાબદારી વીમા પોલિસી ઉતારનારની થતી નથી.
ભયજનક પદાર્થોનો વ્યવહાર કરનાર ઉદ્યોગ ગૃહના માલિકે વીમાની પ્રીમિયમની રકમની સાથે જાહેર જવાબદારી વીમા ધારાની કલમ 7 હેઠળ સ્થપાયેલ પર્યાવરણ રાહતનીધિમાં જમા કરાવવા માટે નિયત કરવામાં આવે તેટલી રકમ, પરંતુ એ રકમ વીમાના પ્રીમિયમની રકમ કરતાં વધારે ન હોય તેટલી રકમની ચુકવણી પણ કરશે.
જો ભયજનક પદાર્થો સાથે વ્યવહાર કરનાર ઉદ્યોગ ગૃહ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની માલિકી કે અંકુશ હેઠળનું નિગમ અથવા કોઈપણ સ્થાનિક સત્તાનું હોય તો, ને જો તેણે "ના દોષ'ના સિદ્ધાંતને આધારે થતી જવાબદારીમાં ચૂકવવાની થતી રાહત માટે તે સંબંધમાં ઘડાયેલા નિયમો મુજબ કોઈ અલગ નીધિ(ફંડ)ની સ્થાપના કરેલ હોય અને તે ચાલુ રાખેલ હોય તો, કેન્દ્ર સરકાર આવા ઉદ્યોગ ગૃહને વીમા પોલિસી લેવામાંથી મુક્તિ આપી શકે છે. અન્યથા મુક્તિ મળતી નથી.
(4) રાહતનો ફેંસલો :
ભયજનક પદાર્થોનો વ્યવહાર કરતાં ઉદ્યોગ ગૃહમાં અકસ્માત થતાં ઉદ્યોગ ગૃહના કામદાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિ મૃત્યુ પામે કે ઈજાગ્રસ્ત થાય અથવા અકસ્માતના સ્થળની આસપાસની કોઈ મિલકતનો
નાશ થાય કે મિલકતને નુકસાન થાય તો, રાહત મેળવવા માટે -
(1) અકસ્માતને કારણે ઈજા પામનાર વ્યક્તિ,
(2) અકસ્માતથી નાશ પામનાર કે નુકસાન પામનાર મિલકતનો માલિક,
(૩) જ્યારે અકસ્માતથી મૃત્યુ થયેલ હોય તો, મૃત્યુ પામનાર વ્યક્તિના એક અથવા તમામ કાનૂની પ્રતિનિધિઓ,
(4) ઉપર 1 થી 3 માં દર્શાવેલ તમામ વ્યક્તિઓ દ્વારા યોગ્ય રીતે અધિકૃત કરાયેલ પ્રતિનિધિ (એજન્ટ).
રાહતના હક્કદાવા માટે અરજી કરી શકે છે, પરંતુ જ્યારે અકસ્માતના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના તમામ કાનૂની પ્રતિનિધિઓ રાહત માટેની અરજીમાં ન . જોડાયા હોય ત્યારે મૃત્યુ પામનારના તમામ કાનૂની પ્રતિનિધિઓ વતી અથવા તેમના લાભાર્થે અરજી કરી શકાય છે અને જે કાનૂની પ્રતિનિધિઓ આ અરજીમાં ન જોડાયેલા હોય તેમને અરજીમાં સામાવાળાઓ તરીકે જોડવાના હોય છે.
આવી રાહતની અરજી કલેક્ટરને મળતા કલેક્ટર ઉદ્યોગ ગૃહના માલિકને અરજીની નોટિસ આપે છે. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કલેક્ટર હક્કદાવાની કે હક્કદાવાઓની તપાસ કરી, કલેક્ટરને ન્યાયી જણાય તેવી રાહતની રકમનો નિર્ણય કરશે. આવી રાહતની રકમ કઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને ચૂકવવામાં આવશે તેનો નિર્દેશ કરતો ફેંસલો આપશે. આવી તપાસ કરતી વખતે કલેક્ટર પોતાને યોગ્ય લાગે તેવી સંક્ષિપ્ત કાર્યવાહી આ સંબંધમાં ઘડાયેલ નિયમોને આધીન રહીને કરશે. વળી આવી તપાસ દરમિયાન
કલેક્ટરને -
(1) સોગંદ ઉપર પુરાવો લેવાનો, અને
(2) સાક્ષીઓની હાજરીની ફરજ પાડવાના, અને
(3) દસ્તાવેજો અને અન્ય ભૌતિક પદાર્થોની શોધ અને રજૂઆતની ફરજ પાડવાના, અને નિયત કરવામાં આવે તે હેતુઓ માટે દીવાની અદાલતની તમામ સત્તાઓ રહેશે.
કલેક્ટરે આપેલા ફેંસલાની નકલો સંબંધિત પક્ષકારોને ફેંસલાની તારીખથી 15 દિવસમાં આપવાની હોય છે.
કલેક્ટરે આપેલા ફેસલાની શરતો મુજબ, ફેસલો જાહેર થયાની તારીખથી 30 દિવસમાં વીમો ઉતારનારે કે માલિકે કલેક્ટર આદેશ આપે તે રીતે રકમ જમા કરાવવાની રહેશે.
ફેસલાની શરતો અને ઘડેલ યોજના મુજબ કલેક્ટર હક્કદાવા માટે અધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓને યોજનામાં નિર્દિષ્ટ કરવામાં આવેલ રકમ ચૂકવવાની વ્યવસ્થા કરશે.
જો વીમો ઉતારનાર કે જેની વિરુદ્ધ ફેસલો થયેલ હોય તે નિર્દિષ્ટ સમયમાં આવા ફેંસલાની રકમ જમા કરાવવામાં નિષ્ફળ જાય તો આવી રકમ માલિક અથવા યથાપ્રસંગ વીમો ઉતારનાર પાસેથી જમીન મહેસૂલની બાડી રકમ તરીકે અથવા જાહેર લેણાંની રકમ તરીકે વસૂલપાત્ર બનશે.
કલેક્ટરે આવા રાહતના હક્કદાવાનો ફેંસલો શકય તેટલી ત્વરાથી આપવાનો રહે છે. સામાન્ય રીતે કલેક્ટરે આવા રાહતના હક્કદાવા માટેની અરજી મળ્યાના ત્રણ માસમાં હક્કદાવાના નિકાલનો પ્રયત્ન કરવાનો રહે છે.
જ્યારે કોઈ માલિક ફેંસલાની રકમની ચુકવણી ટાળવાના હેતુથી પોતાની મિલકત ખસેડે કે મિલકતનો નિકાલ કરે તેવી શક્યતા હોય તો, કલેક્ટર આવું કૃત્ય અટકાવવા દિવાની કાર્યવાહીના કાયદા મુજબ મનાઈહુકમ આપી શકે છે.