05/02/2024

પ્રકરણ-2 : પર્યાવરણનું અધઃપતન



સૃષ્ટિ વિજ્ઞાન, સૃષ્ટિ પદ્ધતિ અને જીવવિદ્યા 


सृष्टि पद्धति (Eco System):

સૃષ્ટિ પદ્ધતિ એક એવો ખ્યાલ છે કે જેમાં તમામ સજીવ જીવો પર્યાવરણ અને તેમની વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. સૃષ્ટિ પદ્ધતિનો પાયો એવો છે કે જીવન આધારરૂપ (Life Supporting) તમામ પરિયાળી એક વિશાળ સૃષ્ટિના સરલિત દોકડાથી છે અને સેઓમાં એકારીજા થી સીધી કે આડકતરી રીગ winter (Omeraction) થતું જ હોય છે. આ અંતરશાર્થ એકબીજાને અમર કરતાં હોય છે. સૃષ્ટિ પદ્ધતિના અંગભૂત નાવો તરીકે ધનીજો, વાતાવરણ ભૂમિ, પાણી, મૂળજરાત અને પ્રજાલ

જીવોને ગણાવી શકાય. આ સૃષ્ટિ પહતિની પાછળ બે મહરવની આવેતો કામ કરી રહેલી છે. એક તો ઊ અને બીજી બાબત પોષક તાથીનું થક (Cyeling of mamme) મૂળભૂત રીતે ઊર્જા મૂળમાંથી પાપઃ me છે. ભૂમિ પરની વનરાજી મૂર્યપ્રકાશને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને કાર્બોહાઈડ્રેટ્સમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાંથી પ્રોટીન, સાર્ગ વગેરે ઉત્પન્ન થાય છે. ભૂમિ પર ચામ થાય છે. આ પાસે મગલાં, હરણ, ગાથ, ઊંટ, બકરી, ઉંદર વગેરે ખાય છે. પાસની ઊર્જા, ઊર્જા ખાનારના શરીરમાં પ્રવેસે છે. તેમાથી કેટલીક શરીરમાં જળવાઈ રહે છે. બાકીની ઊજો ચયાપચયની ક્રિયામાં વપરાય છે અને કેટલીક ઊર્જા ગરમીમાં બાષ્પીભવનમાં ઊડી જાય છે.

સર્પ ઉંદરનું. સિંહ-વાઘ સસલાં કે હરણનું ભક્ષણ કરે, તો શિકાર થયેલ પ્રાણીની ઊર્જા ભક્ષણ કરનારના શરીરમાં પ્રવેશે છે. ઊર્જાના પ્રવાહથી પોષક તત્ત્વો પેદા થાય છે. આ પોષક તત્ત્વો દરેક મંજીવ માટે જરૂરી છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ વગેરે આપણા માટે ઉપયોગી છે. જે પદાર્થો આપણા માટે નકામા હોય છે તેનો પુનઃઉપયોગ આ પ્રક્રિયામાં થતો રહે છે. સૃષ્ટિ પદ્ધતિમાં માનય દખલ ઘણી વધી ગઈ છે. તેનાથી વિકાસમાં અને સમતુલામાં અવરોધ પેદા થાય છે. બોબના ઉપયોગ વખતે છૂટતાં ઝેરી રસાયણો, ખાતરીનો બેફામ ઉપયોગ, વાહનોનો ધુમાડો વગેરેના કારણે આંતરકાર્યના ચક્રમાં અસમતુલા પેદા થાય છે.

આ પૃથ્વી પર સજીવસૃષ્ટિ તેમજ નિર્જીવ પદાર્થો છે. આ સૃષ્ટિનો જન્મ આશરે 5 બિલીયન વર્ષ અગાઉ થયેલ હોવાનું માનવામાં આવે છે. તેની શરૂઆતના તબક્કામાં હવામાન, વાતાવરણ તેમજ ઘણા ભૌગોલિક ફેરફારો થયા. પૃથ્વી પર શરૂઆતના વાતાવરણમાં મેથેન, એમોનિયા, વરાળ અને કાર્બન ડાયોક્સાઇડનું અસ્તિત્વ હતું. ૩ બિલીયન વર્ષ અગાઉ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવેલ હોવાનું માનવામાં આવે છે. બીજા તબક્કામાં ઓક્સિજન વાયુનો સંગ્રહ થયો. ઓઝોન લેયરથી પૃથ્વી પરના વાતાવરણનું રક્ષણ થતું હતું. પૃથ્વી પરના બીજા તબક્કામાં વનસ્પતિઓ અને વન્ય પશુ-પંખીઓનો જન્મ થયો. માનવનો જન્મ આશરે 1 મિલીયન વર્ષ અગાઉ થયેલ હોવાનું માનવામાં આવે છે. શરૂઆતનાં વર્ષોમાં માનવવર્તન અને માનવવસ્તીનું નિયમન કુદરતનાં તત્ત્વોથી થતું હતું. પરંતુ કૃષિ, વિજ્ઞાન અને યાંત્રિક વિદ્યાની ક્રાંતિના પરિણામે આજે માનવ કુદરત અને પર્યાવરણ અકુશમાંથી બહાર આવી ગયો છે એટલું જ નહિ, પરંતુ માનવ હવે તેને અંકુશમાં રાખવા માંગે છે. પરિણામે કુદરત અને પર્યાવરણ સાથેના તેના સંબંધોમાં પલટાવ આવ્યો છે. માનવે પોતાના હેતુઓ માટે પર્યાવરણનું શોષણ કર્યું છે અને પર્યાવરણ વિજ્ઞાનની સમતુલાને ખોરવી નાખી છે. જમીન, દરિયો અને અવકાશ પર તેણે આક્રમણ કર્યું છે અને જંગલી ની પશુઓની હત્યા કરી છે. એમ કહેવાય છે કે માનવજાત દર 1 કલાકે એક વૃક્ષ અથવા પ્રાણીનું નિકંદન કરી રહી છે. જો આ પ્રવાહ ચાલુ રહેશે તો એમ કહેવાય છે કે 2000 વર્ષ સુધીમાં દર 15 મિનિટે વૃક્ષ અથવા પ્રાણીનું નિકંદન નીકળશે.

જમીન પરના પદાર્થો, જંગલો, દરિયો, નદી, સરોવરો, જંગલો તેમજ દરિયામાં રહેતા પ્રાણી સૃષ્ટિ વગેરેને અરસપરસ તેમજ માનવ જાત સાથે આંતરસંબંધ છે. જો સમતુલા ખોરવાઈ જાય તો, જીવન માટે ગંભીર પરિણામો આવવાની શક્યતા છે. ઘણાં વર્ષો અગાઉ ચીનમાં ચકલીઓ ખેતરના દાણાંઓ ખાઈ જતી હોવાથી, ચકલીઓની સમગ્ર જાતિનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી જણાયું કે ખેતરમાં જીવાતોનું પ્રમાણ ઘણું વધી ગયું છે. હકીકતમાં ચકલીઓ જીવાતોનું ભક્ષણ કરતી હતી. તે રીતે પાકનું રક્ષણ કરતી હતી. પરિણામ એ આવ્યું કે ચીને પાકનું રક્ષણ કરવા માટે ચકલીઓની આયાત કરવી પડી હતી. આમ માનવ જાતનો વિકાસ પશુ. પંખીઓ, વૃક્ષો, જંગલી પ્રાણીઓ, દરિયાઈ જીવો તેમજ પૃથ્વી અને અવકાશમાં રહેલા નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. આ બધા જ જીવો અને નિર્જીવ પદાર્થો અસરપરસ આંતરસંબંધ જાળવીએ આ સૃષ્ટિની સમતુલાનું રક્ષણ કરી રહેલ છે.

માનવજાતે વિવિધ ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરેલી છે. પરંતુ પ્રગતિ એટલે માત્ર કારખાનાંઓ અને ઊંચા મકાનો નહિ. પ્રગતિની દોડમાં માનવજાતે ઔદ્યોગિક કચરો તળાવો અને નદીઓમાં ઠાલવ્યો છે અને

10 પાણી દુષિત કર્યું છે. કારખાનાઓના ધુમાડાઓથી હવા દ્રષિત કરી છે, જ અને જંતુનાશક દવાથી જમીનમાં પ્રદૂષણ કેલાવ્યું છે. આપ માનવજાતે પોતાની વિવિધ પ્રવત્તિઓથી કૂદરત પર પણાં નિયંત્રણો મુl 19 આ સજીવ સુષ્ટિમાં ઘણા ફેરફારો દાખલ કર્યા છે. આ ફેરકારીની અસર આસપાસની માનવ અને પની સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રત્યાઘાતો વ્યક્ત થાય છે. જેમ કે આસવાન ડેમનો મુખ્ય હેતુ થીજળી BUT કરવાનો હતો. તેનો હેતુ સફળ તો થયો. પરંતુ માછલીઓની વસ્તીઓમાં ઘટાડો થયો. તેમજ આસપાસના પશુઓમાં રોગચાળો વધી ગયો અને નાઈલ ખીણની ફળદ્રુપતામાં ઘટાડો થયો.

પર્યાવરણ વિજ્ઞાનની સમતુલા અસ્મપરમ આંતરસંબંધીની જાળવણી પર આધાર રાખે છે. આ આંતરસંબંધો જેટલા જળવાઈ રહે, તેટલા પ્રમાણમાં કેરકારોના પ્રત્યાઘાતો સહન કરી શકાશે રસાયન ચપતા જતાં ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે અને ઓઝોન લેયરમાં કાણું પડયું છે. આપો અનુભવ કરી રહ્યા છે કે દર વર્ષ ગરમી વધતી જાય છે. આપણે જાણીએ છીએ કે આપણા પ્રસ્તિત વિતસ્થતિ પાનવ જાતને ઓકિસજન માટે ઓક્સિજન જોડાય પદાર્થોના સમૂહ પર આધારિત જરૂરી તજ રીતો બાવરા, મળતા છે કે. માહીઓપસ પરસ આંતરસંબંધોની સાઇકલ ચાલુ રહેવાનું જરીવાણુ અને ફુગી વનસ્પવરણમાં નાકભાજ માટે અરસ પર આ સાઇકલ ચાલુ રાખવા માટે પૃથ્વી પરનાં જલાણ છીએ. ફુગી વનસ્પતિ જરૂરી છે. પરતુ જંતુનાશક દવાના સતત ઉપયોગથી આપણે તેનો સંહાર

નાયક સવા વોર્ડ પાછળ પર્યાવરણનાં અનેક તત્ત્વોનું આપણે શોષણ કર્યું છે તેથી જ યુનોએ “વિનય નહી વિકાસ" સૂત્ર વર્ષો અગાઉ આપ્યું હતું. આપણાં સરોવરોજ સમા ળાને વાળાવનું પ્રદૂષણ ખતરનાક કણીએ પહોંચ્યું છે. આપણે દર વર્ષે 1,60,000 ટન ઓક્સિજન બાળીને વાતાવરણમાં 2,10,000 છે 2.40,000 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. કૃષિ ક્ષેત્રે તેમજ ગયોગોમાં વપરાતાં રસાયણોય માનવ અને પ્રાણીઓના ખોરાકમાં રાસાયણિક દ્રવ્યોનું પ્રમાણ ઘણું વધી ગયું છે. એક વખતના લીલાકપ અને ફળદ્રુપ વિસ્તારો આજે ઉજ્જડ બની ગયા છે. કચ્છ અને રાજસ્થાનનું રણ આગળ વધી રહ્યું છે. જુદા જુદા વિસ્તારોમાં દરિયો પણ આગળ ધપી રહ્યો છે. આપણા દેશમાં શેરી વિસ્તારોમાં આશરે 350 લાખ કુટુંબો પ્રદૂષિત વાતાવરણમાં જીવન ગુજારી રહ્યા છે. જંગલો કપાવાથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. શુદ્ધ પાણીની તંગીનો પ્રશ્ન વિશ્વવ્યાપી બન્યો છે. દરિયામાં ફેંકવામાં આવતા પેટ્રોલિયમ પદાર્થો, અણુશનિક ઝેરી પદાર્થો, કિરણોત્સર્ગી કચરો અને લશ્કરી હેતુઓ માટેના ઉદ્યોગોનો કચરો છોડવામાં આવે છે.

આ રીતે જોઈએ તો હવા, જમીન, પાણી તેમજ ખોરાક વગેરે પ્રદૂષિત છે. આઝાદી સમયે આપણ દેશમાં 15 કરોડ હેક્ટર એટલે કે કુલ જમીનના 22 ટકા જમીનમાં વનો હતાં. આંતરરાષ્ટ્રીય નિયમ અનુસાર દેશમાં 33% વનો હોવાં જોઈએ. તેના બદલે આજે 10 થી 12 ટકા વનો રહ્યાં છે. ગુજરાતમાં 65,324 ચોરસ માઈલનાં વનો હોવાં જોઈએ તેની જગ્યાએ આજે 12,104 ચોરસ માઈલ જેટલાં જ રહ્યાં છે.

માનવજાત, પશુ, પંખી, પ્રાણીઓ તેમજ નિર્જીવ પદાર્થો વચ્ચેના આંતરસંબંધોનું પર્યાવરણ વિજ્ઞાન (Ecology) તરીકે ઓળખવામાં આવે છે. અસરપરસ રચાયેલ સૃષ્ટિને પર્યાવરણ સૃષ્ટિ (Eco system) તરીકે ઓળખવામાં આવે છે. જંગલો, નદી, નાળાં, સરોવર, સમુદ્ર, જ્વાળામુખી, રણ વગેરે તેનાં ઉદાહરણો છે. પૃથ્વી અને તેની આસપાસનું વાતાવરણ, જળ અને હવાનું રક્ષાકવચ તથા તે હેઠળ રહેતી સજીવસૃષ્ટિથી પર્યાવરણ બને છે. આ પર્યાવરણ વિજ્ઞાનની સમતુલા ધીમે ધીમે ખોરવાઈ રહી છે. એમ કહેવાય છે કે ઓઝોન લેયરમાં પડેલ કાણું ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે. ભવિષ્યમાં તે કારણે સૂર્ય કિરણ આપણને દઝાડશે. આ સૃષ્ટિ પર ક્ષણે ક્ષણે પરિવર્તન થતાં રહે છે. આપણી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આવ પરિવર્તનો સાથે ઝડપથી અનુકૂલન સાધી લે છે. તેનાથી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થાય છે, પરંતુ અણુશસ્ત્રોનો વિસ્ફોટ, મોટા મોટા બંધો, કારખાનાંઓ અને યુદ્ધોથી પરિવર્તનો ઝડપી બને છે અને પરિણામે પર્યાવરણ વિજ્ઞાનની સમતુલા જોખમાય છે.

સર્વોચ્ચ અદાલતે સીટીઝન ઇન્ટરેસ્ટ એજન્સી વિ. કોચીન પોર્ટ ટ્રસ્ટના કેસમાં ઠરાવેલ છે કે સત્તાધિકારીઓએ એવા પ્રોજેક્ટ્સ જ મંજૂર કરવા જોઈએ કે પર્યાવરણીય જરૂરિયાતો સહિત કાયદાની તમામ શરતો પૂર્ણ કરતા હોય


પૂરથ્વી પર જીસ્વીત્પતિ થયા પટેલો પૃથ્વી બચકારાનું થળ હતું. ખંડરી, કરિયો અને વારાણસ inter nois, મિયમ અને તાળ પૂથ્વી પર છવાયેલા હતા. મુર્વવધાથી યુથ્વીના વાતાવરણમાં કરસાર થાળશે. લાખો વર્ષો પછી જીવીનો પાદાય થયી જીવિકા બદલે add you છે 4 ween tommor અને સૂર્ય ઊર્જાથી સ્વનિર્મિત લેખો અમના રહે છે. પાણી મુખ્યખ્ય ઘટક છે. કાર્બન, લડડીજન, નાઇટ્રોજન, બોસેિજલ વગેરે પીટીને, ચૌલાઈડેટ્સ સાથે બળવાથી જીયોાનિ થાય છે. તમામ જીવીનો મુખ્ય આધાર વભાપતિ તેમજ પાણી પર રહેલો છે. વનાપતિ પ્રાણany toront deen sરે છે અને પશુબો માટે ખોરાક પૂરો પાડે છે. મળાવ. નદી. સરીવર વગેરે સૃષ્ટિ પહl(Eon waterm)નો ભાગ છે. જંગલમાં માત્ર ઝાડો અને વનસ્પતિ જ હોય છે તેવું નથી ભૂમિ, હવા, પાણી, વાતાવરણ અને ખનીજોનું તે મિથજી છે. તેમાં પાસ, જીવજંતુબી, પેટે ચાલનારા પ્રાણીઓ, પખી વગેરે પણ હોય છે.

ઊજા સૂર્યમાંથી જ આવે છે. છોડ વનસ્પતિ, પ્રાણીઓ અને માનવીઓ મારફત ઊર્જા વહે છે. જીવન માટે જરૂરી રસાયણો તેમાંથી પેદા થાય છે. તમામ જીવંત પ્રાણીઓ માટે પાણી ખૂબ જ અગત્યનું છે. પાણી દરેક પ્રકારના જીવ માટે અનુકૂળ જ નહીં, જરૂરી પણ છે. પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં પાણી વહે છે. વનસ્પતિ સીધું જ પાણી ગ્રહણ કરે છે. પાણી અને હવા વગર જીવી શકાતું નથી. ખાદ્ય-પાનની વસ્તુઓ ઉગાડવામાં પણ પાણી વપરાય છે. શરીરમાં રહેલ ઊજા જીવન ટકાવવા માટે ઉપયોગી છે. નકામી ઊર્જા મળમૂત્ર, પરસેવા, વરાળ મારફતે બહાર નીકળી જાય છે. નાનામાં નાનાં જીવજંતુઓથી માંડીને હાથી જેવાં મોટાં પ્રાણીઓની જીવનરીતિ અલગ અલગ હોય છે. જીવવિદ્યાનું ચક્ર એ રીતે કુદરતી રીતે ગોઠવાયેલું છે કે દરેકને જીવ ટકાવવા માટેની ઊર્જા વાતાવરણમાંથી પદાર્થ, વાયુ કે વનસ્પતિમાંથી મળી રહે.

પર્યાવરણ પ્રદૂષણ
(What is Environment ?)

'પર્યાવરણ' શબ્દના અર્થ બાબત સામાન્ય માનવીના મનમાં ગૂંચવાડો છે. કેટલાકના મતે પર્યાવરણ એટલે જંગલો અને વૃક્ષો, કેટલાકના મતે હવા અને પાણી અને કેટલાકના મતે સૂર્યમંડળના ઓઝોનમાં પડેલ ગાબડું. કેટલાકના મતે અણુધડાકાઓ તેમજ બંધો બાંધવાથી પર્યાવરણને હાનિ થાય છે. તેના વિશાળ અર્થમાં પર્યાવરણ એટલે આપણી આજુબાજુની દરેક ચીજવસ્તુ, કે જે આપણી રહેણીકરણી, આપણા આરોગ્ય અને અસ્તિત્વ પર પ્રત્યક્ષ કે પરોક્ષ, ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની અસર ઉપજાવે છે. આ રીતે આપણી આસપાસ ઉદ્યોગો કે જે અવાજ, ધુમાડો કે રાખ ફેંકે છે. વિદ્યુતગૃહો, રસાયણ, જંતુનાશક દવાઓ, પોલીથીન વસ્ત્રોના ઉદ્યોગો, અણુધડાકાઓની રજકણો, વગેરેમાંથી ઉત્પન્ન થતો બગાડ, માઈક્રોવેવ સ્ટેશનોમાંથી ફેંકાતાં જોખમી કિરણો, રસાયણોનો વાતાવરણમાં ફેલાવો, વગેરે પર્યાવરણ માટે ખતરો પેદા કરે છે, અને તે આપણા આરોગ્ય માટે જોખમ ઉત્પન્ન કરે છે.

જમીન, હવા, પાણી, પ્રકાશ, વાતાવરણ, નદી, તળાય, સરોવર, દરિયો, વૃક્ષો વગેરે કુદરતની ન-) તેમજ પરી, પખી, વનસૃષ્ટિ, જળસૃષ્ટિ આપણું અસ્તિત્ય ટકાવી રાખવામાં આપણા માટે હાવરો આથી જ કોઈ ચીજથી આવા કોઈ તાવની ગુણવત્તા ઘટે કે તેનો નાશ થાય, તેથી આપણા માટે ખતરો પેઠા થાય છે. ઉપર જણાવેલ તમામ તત્ત્વો પર્યાવરણનાં તથી છે.

પર્યાવરણની વ્યાખ્યા આપવાનું ઘણું મુશ્કેલ છે. The United States Council of Environmentar Qualtyમાં જણાવ્યા મુજબ “પર્યાવરણ પ્રથામાં માત્ર જીવસૃષ્ટિનો નહિ, પરંતુ માનવના કુદરત સાથેના તેમજ આસપાસના સંજોગો સાથે તેણે કરેલ કાર્યોનો સમાવેશ થાય છે." Encyclopaedia Britanica માં આ મુજબ વ્યાખ્યા આપેલ છે, “પર્યાવરણમાં પરસ્પર પરાવલંબી ઇન્સિયોવાળી રાજીવ, એટલે કે બંને શારીરિક તેમજ જૈવિક વ્યક્તિની આસપાસ કુદરતના વાતાવરણ પર અસર કરતાં સમગ્ર ક્ષેત્રનો સમાવેશ થાય છે... The Environment Protection Act, 1986ની કલમ-2 (9)માં વ્યાખ્યા અપાયા મુજબ "પર્યાવરણમાં

પાણી, હવા અને જમીન, માનવો, અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધનો સમાવેશ થાય છે." એક વ્યાખ્યા પ્રમાણે "પર્યાવરણ એટલે તમામ પ્રાણીઓના વિકાસ અને જીવન પર પ્રભાવ પડતી તમામ શરતો અને અસરોનો સમૂહ.. European Commission(ફકરો 58)માં પર્યાવરણની વ્યાખ્યા આ રીતે આપી છે.

"Environment as the combination of elements whose complex interrelationships make up the settings, the surrounding and the conditions of life of the individual and of society as they are and as they are felt."

પર્યાવરણીય પ્રદૂષણ

પ્રદૂષણની સંતોષકારક વ્યાખ્યા આપી શકાઈ નથી. આપણા પર્યાવરણમાં રહેલા દરેક પદાર્થને તેની ચોક્કસ રચના હોય છે. જ્યારે તેમાં કાંઈ વિદેશી તત્ત્વ દાખલ થાય અથવા તેનાં તત્ત્વોમાં તેનાં કારણે ફેરફાર થાય, ત્યારે આવો પદાર્થ તેની મૌલિકતા અને તેની ગુણવત્તા ગુમાવે છે. દરેક પદાર્થ પર્યાવરણમાં પોતાનું ચોક્કસ પ્રદાન કરે છે. જો પ્રદૂષણના કારણે તેની મૂળ રચનામાં ફેરફાર થાય, તો પ્રદાન કરવાની ક્ષમતા ગુમાવે છે અને આવો પદાર્થ પ્રદૂષિત પદાર્થ ગણાય છે.

પર્યાવરણમાં પાણી, હવા અને જમીન અને પાણી, હવા અને જમીનમાં તથા માનવો. અન્ય જીવંત

સૃષ્ટિ વનસ્પતિઓ અતિ સૂક્ષ્મ સજીવો (Micro-Organism) અને મિલકતમાં રહેલાં પરસ્પરના સંબંધોનો

સમાવેશ થાય છે.

પર્યાવરણને હાનિકારક હોય અથવા હાનિકારક હોવાનો સંભવ હોય, એટલી જલદ માત્રામાં કોઈ ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થની તેમાં હાજરી હોય તો તે પર્યાવરણ પ્રદૂષિત પર્યાવરણ ગણાય.

કારણો અને પરિબળો

પર્યાવરણનું અધઃપતન વર્ષોથી આ સૃષ્ટિમાં થઈ રહ્યું છે. તેનાં મુખ્ય કારણો બે ગણવામાં આવે છે.

(1) વસ્તી વધારો

(2) ઔદ્યોગિકરણ

(1) વસ્તીવધારો :

પર્યાવરણની ગુણવત્તા માનવજાતના જીવનનો આનંદ માપવાની પદ્ધતિ પર આધાર રાખે છે. માનવજાત પોતાની આ પદ્ધતિ પર હવા, ખોરાક અને પાણીનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગમાં કેટલાક ફેરફારો થાય છે અને આ ફેરફારો તેના આરોગ્ય, તેની સગવડો, તેની ક્રિયાત્મકતા, તેની કાર્યક્ષમતા અને તેની સામાજિકતાને અસર કરે છે. માણસ જે રીતે હવા, ખોરાક, હવા અને પાણીનો ઉપયોગ કરી રહ્યો છે તેનાથી વનસ્પતિ અને પશુ, પ્રાણીના જીવન પર પણ પ્રત્યાઘાતો પડે છે. જમીન, પાણી અને હવાના ઉપયોગની માનવજાતની રીતભાતથી જે કચરો પેદા થાય છે તેનાથી પર્યાવરણની ગુણવત્તા ઘટે છે અને કેટલાક પદાર્થો ફરી ઉપયોગ માટે નકામા બની જાય છે. વિશ્વમાં ઝડપથી વસ્તી વધારો થતો રહ્યો છે

અને આપણે કુદરતી માધનોનો જે રીતે દુરૂપયોગ કરી રહ્યા છીએ તે જોતાં પર્યાવસ્તુની અમચતુલ ગુમાવવાનો ભય રહે છે. અત્યાર સુધી જે વિસ્તારોમાં માનય વસવાર હતી નહિ. ત્યા પકાનો બંધાવા લાગ્યાં છે અને પૃથ્વીનાં છેડાના વિસ્તારોમાં પણ માનવ સમૂહોએ રહેવાનું શરૂ કર્યું છે. વસ્તી વધારાની આવી અસર આજે આપણે મકાન, પરિવહન, ખાદ્ય પદાર્થો સગવડો અને પોષણ

ખોરાકનાં ક્ષેત્રોમાં અનુભવી રહ્યાં છે. દિલ્હી, મવાસ, કલકત્તા, મુંબઈ, નાગપુર, સુરત, વડોદરા, રાજકોટ જેવા નગરોમાં ઝુંપડપટીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો. તેમને પ્રાથમિક સુવિધાનો અભાય, શિક્ષણ તેમજ અપૂરતી સેવાઓ વગેરે વસ્તી વધારાનું પરિણામ છે. વસ્તી વધારાને કારણે ઘોંઘાટનું અને હવાનું પદ્મણ ધણ નથી રહ્યું છે. તેના કારણે લોકોના આરોગ્ય પર વિપરીત અસરો થાય છે. વસ્તી વધારો અને માટે જીવનધોરણ પ્રાપ્ત કરવાની ઇચમના કારણે આપણા પર્યાવરણ પર આવી અસર થઈ રહી છે. સમારકામ ન કરી શકાય તેટલી હદે પર્યાવરણ બગડી ગયું છે.

(2) ઔદ્યોગિકરણ :

પોતાનું જીવનધોરણ સુધારવા માટે અને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માનવજાતે ઘણી પ્રવૃત્તિઓ

શરૂ કરી છે. આજે એવી ઘણી વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે કે જેનો વિચાર આપણને અગાઉ ક્યારેથ

આવ્યો ન હતો. ઉત્પાદન પ્રક્રિયામાં જમીન, હવા, પાણી અને ખાદ્ય પદાર્થોનો બેસુમાર ઉપયોગ થઈ રહ્યો

છે. આ ચારે તત્ત્વો માનવજીવન તેમજ પશુ-પ્રાણીના અસ્તિત્વ માટે જરૂરી છે. ખોરાક, જગ્યા અને શક્તિની

માંગ વધતી રહી છે. તેને પૂર્ણ કરવા માટે આપણે રસાયણોનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છીએ. આ રસાયણો

આપણા જીવન માટે હાનિકારક છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, પેટ્રોલિયમ, સલ્ફર ડાયોક્સાઇડ,

મરક્યુરી તેમજ રેડિયો એક્ટીવ પદાર્થો આપણા સ્વાસ્થ્ય માટે અનિકારક છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે

વાતાવરણમાં 2000 ટન કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે. પૃથ્વી પરનાં તમામ વૃક્ષો આટલા મોટા જથ્થામાં કાર્બન

ડાયોક્સાઇડ શોષી શકતાં નથી અને તેથી વણશોષાયેલો કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીના વાતાવરણમાં જ રહે છે.

ઔદ્યોગિક પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં ધૂળ અને ધુમાડો જમા થાય છે. ધૂળ અને ધૂમાડાનો સંગ્રહ

વાતાવરણમાં વરાળની સાથે મળે ત્યારે પેદા થાય છે. આ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ

ઉત્પાદનને કારણે વધારે કાચા માલની જરૂરિયાત ઊભી થાય છે. તેના કારણે આપણી વનસ્પતિમાં જમીન

અને પાણીનો વપરાશ વધતો જાય છે. દરરોજ કરોડો ટન ઔદ્યોગિક કચરો નદીઓ અને તળાવમાં આવે

છે. યંત્રોના ઉપયોગથી ઘોંઘાટનું પ્રદૂષણ પેદા થાય છે. તેનાથી શારીરિક તેમજ માનસિક રોગો થાય છે.

રસાયણ પદાર્થોના ઉપયોગથી આસપાસના વિસ્તારો સૂકા અને ઉજજડ બની ગયા છે. ઉદ્યોગો માટે મોટા

પ્રમાણમાં પાણીની જરૂર ઊભી થાય છે. તેના કારણે પીવાનાં પાણીની તંગી પડે છે અને પાણી અશુદ્ધ પણ

બને છે. ઉદ્યોગો માટે જંગલો કપાવાથી વરસાદ અનિશ્ચિત અને અપૂરતો થયો છે. જમીન ઉપરનું ફળદ્રુપ

પડ ધોવાતું જાય છે. જમીનના અંદરના પાણીના વિસ્તારો પ્રદૂષિત થઈ રહ્યા છે.

(1) गरीबी :

વસ્તી વધારાને કારણે આપણે ત્યાં ગરીબાઈ છે કે ગરીબાઈને કારણે વસ્તી વધારો છે તે ચર્ચાનો વિષય છે, પરંતુ એમ કહેવાય છે કે આપણી વસ્તીના 30 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. એટલે કે આપણા દેશમાં 30 કરોડ લોકોની રોજની આવક રૂપિયા 10 કરતાં ઓછી છે. આ લોકો મોટા ભાગે ફુટપાથ પર ઝૂંપડાઓમાં અથવા કાચા મકાનોમાં રહે છે. તેમનો પ્રાથમિક સુવિધાનો અભાવ હોય છે. કુદરતી હાજત માટે તેમને ખુલ્લી જગ્યાનો આશ્રય લેવાની ફરજ પડે છે. અશુદ્ધ પાણીને લીધે અનેક રોગોનો ભોગ પણ બને છે. પર્યાવરણની જાળવણી માટે દરેક માનવને શુદ્ધ હવા, પાણી, ખોરાક, અને રહેઠાણ મળવા જોઈએ. આ દરેક વસ્તુનો અભાવ હોય છે. તેથી પર્યાવરણની સમસ્યા વધુ જલદ બને છે.

(2) શહેરીકરણ :

આઝાદી પછી ગામડાંના વિકાસ માટે યોજનાઓ રજૂ થઈ હતી, પરંતુ ઇચ્છાશક્તિનો અભાવ અને મંજૂરીને કારણે શહેરો તરફ લોકોની દોડ વધતી હોવાથી, ગામડાંઓ તૂટવા લાગ્યા અને શહેરો ઉભરાવાં લાગ્યો. મુંબઈમાં લગભગ ૧ લાખ લોકો નીચે જમીન ઉપર આસમાન રાખીને રહે છે. આ ઓછું હોય તેમ રોજીની શોધમાં દરરોજ આશરે 300 કુટુંબો મુંબઈ શહેરમાં આવે છે તેમ કહેવાય છે. ગામડાઓને બચાવવા મોટા પ્રમાણમાં ત્યાં આવાસો બાંધવાની એક યોજના ઘણાં વર્ષો અગાઉ સરકારે વિચારી હતી, પરંતુ તેનો અમલ થયો નથી. જમીનોના ટુકડા થતાં ગયા. ચોમાસા સિવાય ત્યાં કામ મળતું હોતું નથી. તેથી પેટની ખાડો પૂરવા માટે સ્વાભાવિક રીતે શહેરી તરફ નજર દોડાવવી પડે છે. શહેરોમાં ભીડ વધતી હોવાથી પર્યાવરણનો પ્રશ્ન વધતો જાય છે.

(3) બેકારી

અપૂરતા કે નબળા આયોજનનાં કામ, આપણાં સાધનોનો પૂરતો ઉપયોગ ન થવાથી બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આપણા અવિચારી આયોજનના પરિણામે બેકારીની સમસ્યા ઉત્પન્ન થઈ છે. જો તમામ સાધનોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તો બેકારીનો પ્રશ્ન હલ થઈ શકે છે. જેમ કે ગુજરાતમાં ઘણા મજૂરો મળી શકતા હોવા છતાં કેટલીક કંપનીઓ ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાથી મજૂરો બોલાવે છે. તેના પરિણામે આવાં કુટુંબોનાં નિવાસ, શિક્ષણ, આરોગ્ય અને ખોરાકના પ્રશ્નો ઊભા થાય છે. તેનો મોટો ભાગ કારખાનાની આસપાસ ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હોય છે. પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોય છે. હજારોની સંખ્યામાં આ રીતે કુટુંબો રહેતા હોય છે. આવા સંજોગોમાં પર્યાવરણની સમસ્યા વકરે નહિ તો જ નવાઈ.

(4) નિકાલ થયા વગરનો કચરો

નિકાલ થયા વગરનો કચરો, ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટીઓમાં હોય છે તેવું નથી. ગામડાંઓ. નાના કે મોટા નગરો અને શહેરોમાં પણ કચરાનો પ્રશ્ન માથાના દુઃખાવા જેવો છે. શહેરોમાં રસ્તાઓ અને બગીચાઓ તો ઠીક બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ખાનગી કારખાનાંઓ, શાળા કે કૉલેજો અને દવાખાનામાં પણ ભારોભાર ગંદકી જોવા મળે છે. ફૂટપાથ કે ગંદા વસવાટોમાં રહેતા લોકો માટે ત્યાં જમા થતા કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા હોતી નથી. પરંતુ શહેર સુધરાઈ. શાળા-કૉલેજના સંચાલકો, જાહેર પરિવહનના અધિકારીઓ, તેમજ કારખાનેદારો પણ આ બાબતમાં ભારે બેદરકારી સેવી રહ્યા છે. ઘણાં વર્ષો અગાઉ રતલામમાં આ પ્રકારનો કેસ થયો. રતલામ શહેરમાં કેટલાક વખત સુધી કચરો નિકાલ થયા વગરનો રહેતાં, જાહેર હિતની અરજી અદાલતમાં કરવામાં આવી હતી. રતલામ શહેર સુધરાઈએ તો એવું કારણ રજૂ કર્યું કે તેની પાસે પૂરતાં નાણાં નથી. પરંતુ સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે આ કારણ સ્વીકારી શકાય નહિ અને કચરાના નિકાલની પ્રાથમિક ફરજ શહેર સુધરાઈની છે. સર્વોચ્ચ અદાલતે એક કેસમાં ઠરાવેલ છે કે રાસાયણિક ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવા માટેના મુખ્ય આરોપી છે.

રાસાયણિક કચરાના નિકાલનો પ્રશ્ન પણ આપણા દેશમાં ઘણો ગંભીર છે. ઉદ્યોગોનો કચરો કાં તો રસ્તા પર અથવા જળાશયોમાં ફેલાય છે. તેના કારણે આસપાસની જમીનમાં પ્રદૂષણ થાય છે. જમીનની અંદરનું પાણી દૂષિત બને છે તેમજ આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય છે.

જોખમી કચરો (Hazardous waste) એ કચરાનો એવો પ્રકાર છે કે જેનાથી માનવજીવન સહિત દરેક જીવંત સૃષ્ટિના સજીવ સામે જીવનનું જોખમ અથવા બિનસલામતીનો ભય ફેલાવે છે. આવા કચરાથી રાષ્ટ્રીય સ્મારકો જેવી ઇમારતો, કિંમતી સાધનસામગ્રી કે યંત્રોને તેની પ્રક્રિયા દરમિયાન નુકસાન થઈ શકે છે. આવા જોખમી કચરાની વિઘાતક અસરો નીચે મુજબ વર્ણવી શકાય. ઝેરી અસર :

મોટા ભાગના જંતુનાશકો સીસા(Lead)ના ક્ષારો, આર્સેનિક અને કેડિયમનાં સંયોજનો અને પશુઓને જંતુમુક્ત કરવા માટેના પાણીના હોજના પાણીનો આમાં સમાવેશ થાય છે.

પેટ્રોલિયમ પેદાશો, દારૂગોળા વગેરે.

જ્વલનશીલતા : જૈવિક જોખમ : જલદ અસર : ઓક્સિડાયઝીંગ : વિકિરણ

તેજાબ તેમજ ક્ષારો

કતલખાનામાંથી તેમજ હૉસ્પિટલમાંથી નીકળતો કચરો.

નાઇટ્રેટ્સ, ક્રોમેટ્સ વગેરે.

અણુ વિદ્યુત મથકો તેમજ અણુભઠ્ઠીઓનો કચરો.


(5) અપૂરતું પોષણ :

આપણા દેશમાં લોકો માટે રોટી, કપડાં, ઔર મકામનો પક્ષ ઊગે છે. ગરીબી અને બેકારી આપણો પાણપલ છે. દેશના 10% લોકો ગરીબીની રેખા નીચે જીવે છે. ગામડાંઓમાં ગરીબીનું પ્રમાણ વધુ હોવાથી આળકો અપોષણથી પીડાય છે. ગ્રામ વિસ્તારોમાં ગર્ભવતી સ્ત્રીઓને પૂરતું પોષણ ન મળનું લેવાથી નબળા બાળકોનો જન્મ થાય છે. 1 વર્ષની અંદર આવા 153 બાળકો મૃત્યુને શરણ થાય છે. 1 થી 5 વર્ષના 20% બાળકો અપોષણને કારણે થતા રોગોના કારણે મૃત્યુ પામે છે. આપણા દેશની આર્થિક વ્યવસ્થા એવી છે કે શ્રીમંત ઘરોમાં કૂતરાઓને માણસોને લભ્ય ન અને તેથી નાસ્તી કરાવાય છે, જ્યારે આકાશ નીચે, ખુલ્લા 3 ગંઠા વસવાટીમાં રહેતાં બાળકોને પાણી અને દૂધના કાકા હોય છે. પરંતુ તે પ્રશ્ન અહીં સુસંગત નથી તેથી આપણે તે સ્પર્શતા નથી.

(6) ધુમાડા

કારખાનાઓમાંથી નીકળતું ગંદું પાણી જેમ જમીન અને તેની અંદરના પાણીને દૂષિત કરે છે. તે રીતે કારખાનાઓની ચીમનીઓમાંથી તેમજ વાહનોમાંથી નીકળતો ધુમાડો હવા પ્રદૂષિત કરે છે. આ પ્રશ્ન પણ ગંભીર બન્યો છે. ઉદ્યોગો, કારખાનાંઓ તેમજ વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ રહી છે. દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતના આદેશથી આવાં 600 કારખાનાંઓ બંધ કરવા પડયાં છે. તેમજ દિલ્લીમાં 15 વર્ષ જૂનાં વાહનોનો ઉપયોગ ન કરવાનો સર્વોચ્ચ અદાલતે આદેશ આપેલ છે અને તેનો અમલ પણ શરૂ થઈ ગયેલ છે. દિલ્હી પહાડગંજ વિસ્તારમાં વાહનોના ધુમાડાના કારણે સાંજે 5 વાગ્યા પછી ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાતું હોવાનું કહેવાય છે. પ્રદૂષણના આ કારણથી ચીનમાં સાયકલનો વપરાશ વધ્યો છે. જ્યારે આપણે ત્યાં ટેણિયા છોકરાં-છોકરીઓ સવારમાં 6 વાગ્યાથી લ્યુના કે અન્ય વાહન લઈને ટ્યુશન જવા દોડતા હોય છે. પેટ્રોલમાં કેરોસીન ભેળવવાથી હવામાં ઘણું પ્રદૂષણ ફેલાય છે. એમ કહેવાય છે કે ડિઝલના વપરાશથી હવામાં વધારે પ્રદૂષણ ફેલાય છે. આ કારણે તાજેતરમાં ડિઝલ મોટરકાર સામે વિરોધનો વાયરો શરૂ થયો છે. વાત માત્ર વાહનોના ધુમાડા કે ચીમનીઓના ધુમાડાથી અટકી જતી નથી. સિગરેટના ધુમાડાથી થતી અસરો પણ ભયંકર છે. અમેરિકાની નેશનલ કેન્સર ઇન્સ્ટીટ્યૂટના અને અન્ય વૈજ્ઞાનિકોના મત મુજબ દરરોજ 20 કે વધુ સિગરેટના ધુમાડા વચ્ચે રહેતી મહિલાઓના સ્તનમાંથી નીકળતા પ્રવાહીમાં ઝેરી પદાર્થો મળી આવ્યા. સિગરેટના ધુમાડાથી ઘેરાયેલી સ્ત્રીઓમાં કેન્સરની શક્યતા સામાન્ય મહિલાઓ કરતાં 4 ગણી વધી જાય છે. સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓના શ્વેતરક્તકણના જીનમાં કેટલાક ફેરફારો થઈ જાય છે. તેના કારણે તમાકુના ઝેરી પદાર્થની શરીર પર સીધી અસર કરે છે. એક અભ્યાસ મુજબ યુરોપ અને અમેરિકાની 6 ટકા ગોરી મહિલાઓના જીવનમાં આ મુજબના ફેરફારો થઈ ચૂક્યા છે. તેથી તેમના માટે સ્તન કેન્સર થવાનો ભય વધારે રહે છે. બીજા એક અભ્યાસ મુજબ સિગરેટના સતત ધુમાડાથી ઘેરાયેલી મહિલાઓને હૃદયરોગ થવાની શક્યતા પણ 20% વધારે હોય છે.

(7) વૃક્ષ છેદન :

પર્યાવરણ પ્રદૂષણ સામેનો સારામાં સારો અને અસરકારક ઉપાય વધુ ને વધુ સંખ્યામાં વૃક્ષો ઉગાડવાનો છે. વૃક્ષ મહોત્સવ વખતે આવાં થોડાંક નાટકો આપણે ત્યાં થાય છે ખરાં ! આપણે ત્યાં દર વર્ષે માનવજાત 1,60,000 થી 2 લાખ ટન ઓક્સિજન બાળીને લગભગ 2 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જો વધુ સંખ્યામાં વૃક્ષો ઉગાડાય. તો કાર્બન ડાયોક્સાઇડથી થતી ગૂંગળામણ અને શ્વાસ અંગેના ઊભા થતા પ્રશ્નો રહે નહીં, પરંતુ વધુ સંખ્યામાં વૃક્ષો ઉગાડવાના બદલે આપણે ત્યાં ઊલટી પ્રવૃત્તિ થતી રહી છે. આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર દેશના કુલ ભૂમિ ભાગના ૩૩ ટકા વનો હોવાં જોઈએ. તેની સામે આપણા દેશમાં 10 થી 12 ટકા જેટલાં વનો છે. ગુજરાતમાં પણ સ્થિતિ આનાથી જરાયે સારી નથી. ગુજરાતનો કુલ વનવિસ્તાર તેના કુલ ભૂમિભાગના 9.6 ટકા જેટલો માંડ આવે છે. એક સર્વે અનુસાર હવે આ ભૂમિભાગ 7 ટકા જેટલો થયો છે. જે હોય તે, પરંતુ દેશમાં જંગલોનાં વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વર્ષોથી બેરોકટોક ચાલુ છે. તેથી ગુજરાત પશુધન માટે ઘાસચારા તેમજ પાણીના અભાવે જીવન-મરણના પ્રશ્નો ઊભા થયા છે. 1960 થી 1995 દરમિયાન ગુજરાત વન વિસ્તારોના 8.7 ટકા જેટલા વિસ્તારોનો ઘટાડો થયો છે. જો આ પ્રવૃત્તિ વણથંભી ચાલુ રહેશે, તો આવતા 20-25 વર્ષમાં ગુજરાતનો સમગ્ર વનવિસ્તાર નજી થઈ જશે. તેનાથી વરસાદનું પ્રમાણ ઘટશે, અત્યારે વરસાદ પ્રમાણમાં સારો થતો હોવા છતાં, ગુજરાતના કેટલાંક વિસ્તારી બારેચ માસ પાણીની તંગી આપણા નબળા આયોજનનાં કારણે ભોગવી રહ્યા છે. ભરકા. મીઠાપુર, સિક્કાની આસપાસ દરિયાઈ વિસ્તારોમાં પાણીમાં ખારાશ વધતી હોવાના અહેવાલો છે. રણ પણ આગળ ધપતું હોવાનું કહેવાય છે. ઇઝરાયેલે બહુ ઓછા વરસાદમાં સિંચાઈની અદભૂત વ્યવસ્થા સાર્જને કમાલ કરી છે. જ્યારે આપણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલુ રાખીને આપણી કમાલ બતાવી રહ્યા છીએ.

(8) રસાયણોનો ઉપયોગ :

આજનો યુગ રસાયણોનો યુગ છે. સમગ્ર વિશ્વના સંદર્ભમાં જોઈએ તો આજે આશરે 50,000 રસાયણો ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. ઉપરાંત, દર વર્ષે આશરે એક હજાર નવાં રસાયણો બજારમાં ઉમેરાય છે. આ બધાં રસાયણો અંતે પર્યાવરણમાં ભળે છે અને તેને પ્રદૂષિત કરે છે. રોજબરોજના વપરાશમાં આવતી જંતુનાશક દવાઓ અને અન્ય ઝેરી પદાર્થો ગર્ભમાં રહેલ બાળકને પણ અસર કરે છે. આ ઝેરી પદાર્થો ગર્ભસ્થ બાળકમાં વિકૃતિઓ પણ લાવી શકવા સમર્થ છે. છૂપા જીવાણુઓ બાળકને સ્તનપાન કરાવતી વખતે માના દૂધ મારફત બાળકના શરીરમાં પ્રવેશ કરી જાય છે. દા. ત., સીસુ (Lead) શરીરમાં દાખલ થવાથી લોહીની ઓછપ, અંતરશૂલ સ્નાયુઓના રોગ, કસુવાવડ, વાંઝિયાપણું, ગર્ભમાં જ બાળકનું મૃત્યુ અને માનસિક રોગ પણ થઈ શકે છે.

વસ્તી વધારાને કારણે વધારે અનાજની જરૂરિયાત ઊભી થાય છે. આ પૂર્તિ કરવા માટે વધુ ઉત્પાદન આપે તેવા હાઈબ્રીડ બિયારણોની શોધ કરી તેના દ્વારા વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. વળી વધારે પાકની ઊપજ મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષોવર્ષ નવા નવા બિયારણના ઉપયોગ દ્વારા વધુ સારા રાસાયણિક ખાતરોના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવવામાં આવે છે. આના કારણે જમીનની ગુણવત્તા પર અસર થાય છે ને સમયાંતરે જમીન પાકના ઉત્પાદન માટે નકામી બની જાય છે.

(9) બંધો બાંધવા :

પાણીની જરૂરિયાતને પહોંચી વળવા મોટા મોટા બંધો તેમજ સરોવરો બાંધવામાં આવે છે. આને કારણે કેટલીક ફળદ્રુપ જમીનો તથા લોકો રહેતા હોય તે વિસ્તારો ડૂબાણમાં જાય છે. વિસ્થાપિતોને અન્ય સ્થળે વસાવવા કેટલીકવાર જંગલોનો નાશ કરવામાં આવે છે. વળી નદીના પાણીનો પ્રવાહ રોકવાથી કે અન્યત્ર વાળવાથી પાણીની સજીવ જળસૃષ્ટિનો પણ નાશ થાય છે. વિસ્થાપિતોની અન્ય સ્થળે રહેઠાણની વ્યવસ્થા કરતાં તે સ્થળના સામાન્ય વાતાવરણ સાથે એકરૂપ થતાં તેમને સમય લાગે છે તો કેટલીકવાર બદલાયેલા વાતાવરણને કારણે તેઓ કોઈ રોગના ભોગ પણ બને છે.

(10) યાંત્રિક સાધનોનો વધતો ઉપયોગ તેમજ દુરુપયોગ:

વિજ્ઞાનની શોધોને કારણે મનુષ્યને સહાયરૂપ અનેક સાધનો, સગવડો અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે ફ્રીઝ, એરકંડીશનર, મોબાઈલ, ટી.વી., દ્વિચક્રી અને ચાર ચક્રીય વાહનો વિગેરે. ફ્રીઝ તેમજ એરકંડીશનર હવાને પ્રદૂષિત કરે છે. મોબાઈલ, ટી.વી.થી રેડિયેશન ફેલાય છે. વાહનોની સંખ્યામાં વધારો થાય છે જેના ધુમાડાથી હવા પ્રદૂષિત થાય છે. વળી મોબાઈલ, ટી.વી. જેવા ઇલેક્ટ્રોનિક સાધનો હવે Use & Throw તરીકે વપરાવા લાગ્યા છે. જેને કારણે જમીન પણ પ્રદૂષિત થાય છે.

1. વાતાવરણ પર :

અસરો (Effects)

પર્યાવરણ ક્ષેત્રે અવનતિનાં કારણો અને પરિબળોની ચર્ચા કરતી વખતે આપણે જોયું કે માનવ જાત પર તેની ગંભીર અસરો પડી શકે તેમ છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે તેમજ રાસાયણિક ઉદ્યોગોના ધુમાડા અને ગેસ તેમજ વાહનોના ધુમાડાના કારણે વાતાવરણ ઘણું પ્રદૂષિત થયું છે. એમ કહેવાય છે કે જાપાનમાં ટ્રાફિક કોન્સ્ટેબલો ઑક્સિજન માસ્ક પહેરીને સાઈડ આપવા ઊભા રહે છે. કાર્બન ડાયોકસાઇડ કેટલા પ્રમાણમાં આપણે છોડીએ છીએ. તે પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા ઓછી હોવાથી પૂરેપૂરો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં શોષાતો નથી અને દરરોજ તેનું પ્રમાણ વધતું જાય છે. આ ધુમાડો વાતાવરણમાં જમા થાય છે અને વરાળ સાથે જ્યારે તે બળે છે ત્યારે Smog ઉત્પન્ન થાય છે, જે માનવ જાત માટે હાનિકારક છે. 1952માં લંડનમાં તેનાથી 4000 માણસો આશરે મૃત્યુ પામ્યા હતા અને ટોકિયોમાં 8000 માણસોને Smog ના કારણે કાન, નાક અને ગળાની તકલીકો થઈ હતી.

કારખાનાઓમાં રાસાયણિક પ્રવાહીઓનો જથ્થો સંગ્રહવામાં આવે છે. જ્યારે તે ગળતર થાય ત્યારે ઘણી નુકસાની થાય છે. ભોપાલમાં 4 ડિસે., 1984ના રોજ યુનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં મીથીલ ગેસ ગળતર થતાં. 3500 લોકોના અકાળ મૃત્યુ થયાં. 1600 ઉપરાંત પશુઓ પણ મૃત્યુ શરણ થયા. 2 લાખ લોકો કાયમી બીમારીનો ભોગ બન્યા. રશિયામાં ચેર્નીબોલ અણુ પ્લાન્ટમાં દુર્ઘટના થતાં સેંકડો લોકો ભરખાઈ ગયા હતા.

માનવસર્જિત પ્રદૂષણના કારણે પૃથ્વી પરના વાતાવરણમાં વિસ્મયકારક ફેરફાર થતા રહ્યા છે. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓના ઉપયોગથી ગરમી વધે છે. દર વર્ષે ગરમી વધતી હોવાનો આપણને અનુભવ પણ થાય છે. પછી કોઈ એકવાર એવી ઠંડી પડે છે કે પૃથ્વી પરનું વાતાવરણ ગરમ થઈ રહ્યું છે કે ઠંડું તે નક્કી કરી શકાતું નથી. હવે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ જ પડે તેવું કાંઈ રહ્યું નથી. શિયાળામાં ગરમી અને ઉનાળામાં વાવાઝોડા સાથે વરસાદનો અનુભવ થાય છે અને ચોમાસામાં વરસાદ ઓછો પડે છે. આથી વૈજ્ઞાનિકો એ નક્કી કરી શકતા નથી કે વાતાવરણમાં ગરમી વધી રહી છે કે ઠંડી વધી રહી છે. જો ગરમી વધે તો ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળવાની શક્યતા છે. તેનાથી સમુદ્ર સપાટી ઊંચી આવી શકે છે. ભૂતકાળમાં આવા દાખલાઓ બન્યા પણ છે. જેમ કે એક સમયે પશ્ચિમ કાંઠાના સમુદ્રના સ્થાને ઘણી જગ્યાએ પૃથ્વીનો સપાટ ભાગ હતો. તે જ રીતે, યુરોપમાં ઉત્તર સમુદ્ર છે ત્યાં પણ પૃથ્વીનો સપાટ પ્રદેશ અને જંગલો હતાં.

વાતાવરણ અને હવાને પ્રદૂષિત કરનાર મુખ્ય 3 તત્ત્વો છે : 
(1) ખનીજ તેલ બાળનારા એન્જિનો, 
(2) ખનિજ કોલસો બાળનારા એન્જિનો અને 
(3) રસાયણોનું ઉત્પાદન કરતાં કારખાનાંઓ અને ભઠ્ઠીઓ. ખનિજ તેલ બાળનારા મોટર વાહનોથી ફેલાતા પ્રદૂષણનો આપણને ખ્યાલ છે જ. કોલસા બાળવાથી પણ ઘણું પ્રદૂષણ ફેલાય છે. કારણ કે કોલસો બાળવાથી 40% ગરમીમાં રૂપાંતર થાય છે અને બાકીનો 60% ભાગ ધુમાડા તથા રાખમાં પરિવર્તન થાય છે. કોલસામાં ગંધક, હાઇડ્રોજન, રાખ વગેરે અશુદ્ધ તત્ત્વો હોય છે. ગંધક બળવાથી સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને ભેજ સાથે તે ભળવાથી ગંધકનો તેજાબ બને છે. આ કોલસાનો ધુમાડો જો શ્વાસમાં પેસે ત્યારે, કાર્બન મોનોક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડ પણ તેની સાથે હોય છે. આ બંને તત્ત્વો કાર્બન ડાયોક્સાઇડ કરતાં વધારે ઝેરી હોય છે. જો આ જ રીતે, હવામાં પ્રદૂષણ ફેલાતું રહે, તો તેની અસર પામેલા લોકો ધીમે ધીમે મોત ભણી ધકેલતા રહેશે. આથી જ સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક કેસમાં કાશ્મીરમાં અમુક ઝાડો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

(2) જમીન પર :

વાતાવરણ પર પ્રદૂષણની થયેલ અસરો વિશે આપણે હમણાં જ જોયું. પૃથ્વી પર દરેક તત્ત્વ એકબીજા સાથે સંબંધિત અને પરાવલંબિત છે. તેનું નામ જ પર્યાવરણ ! આપણે જોયું કે ઋતુઓ અનિયમિત બની ગઈ છે. તેની અસર વનસ્પતિઓ તેમજ માનવ સ્વાસ્થ્ય પર થાય છે. આ પ્રદૂષિત વાતાવરણના કારણે વનસ્પતિઓ તેના કુદરતી સ્વરૂપમાં ઊગી શકતી નથી. તેથી જમીનની ફળદ્રુપતા વધારવા માટે આપણે જંતુનાશક દવાઓનો આશરો લઈએ છીએ. તેનાથી જમીનના રસ-કસ સુકાઈ જાય છે. જમીનની અંદરનું પાણી પણ પ્રદૂષિત બને છે. વળી જંતુનાશક દવાનો છંટકાવ કરેલ શાકભાજી કે ફળો આરોગવાથી સ્વાસ્થ્ય માટે તે હાનિકારક બને છે.

કાર્બન ડાયોકસાઇડ શોષવા માટે તેટલા પ્રમાણમાં વૃક્ષો હોવાં જોઈએ. આપણે ત્યાં દર વર્ષે છોડાતા કાર્બન ડાયોકસાઇડના પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર થતો નથી. તેથી આવો કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં જ રહે છે. આપણે વૃક્ષ છેદન કરીને જંગલો ઘટાડી રહ્યા છીએ. તેનાથી જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક થતી નથી. જમીનનાં જળ વધુ ને વધુ ઊંડા જઈ રહ્યાં છે. ખેતી ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટા મોટા ઉદ્યોગો શહેરોમાં હોવાથી ગામજનો શહેરી તરફ દોડ મુકી રહ્યા છે. પરિણામે શહેરોમાં ગંદા વસાહ અને ઝૂંપડપકીધીના પ્રમાણમાં ચિંતાજનક વધારો નોંધાયી છે. આવા વસવાટીમાં લોકોને નથી મળતી શુક હવા ખીશક કે પાણી પર્યાવરણના પાંચામાં માનવીને પુરતા પ્રમાણમાં રોટી, કપડાં, મકાન અને વૃક વાતાવરણનો મૂળભૂત અધિકાર છે. ભારતના મોટાં શહેરો કોલકાતા, મુંબઈ, દિલ્હી, મલસ અને ગુજરાતનો મોટા શહેરો અમદાવાદ સુરત અને વડીદશમાં ચાલવાની જગ્યા પણ રઠી નથી ગંદા વચવાટો અને ઝુંપડપહીઓમાં રહેતા લોકોને અશુદ્ધ વાતાવરણ અને ખોરાક મળતાં હોવાથી કાર્યકામતામાં ઘટાડો થાય છે.


અને તત્વોનું સારણ કરયો મા માનવે પાછું વાળીને જોયું નથી એકણી મહે માત કરે છે. જયારે લેબ કે સંતોષપૂર્વકન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય) પ્રાપ્ત કરવા માટે માનવ મહેનત બીજી તરફ પૃથ્વ મારિયા તાવરણ માનવે એટલી હર બગાડી મૂક્યું છે કે વસ્તીને વિરો પેદા કરી તેનગો, ડિયા આવિયા પરનું વાવાળાને પૂથ્વીની સમગ્ર જીવસૃષ્ટિ માટે એક સામટા ખતવસતા લોકોના સ્વાલાગે છે. ઉદ્યોગ પદાર્થો વગેરે મળીને પંચ ઉત્પાદન કરતાં કારખાનાંઓની ઓસો ભોગ બની રહ્યા છે. કેટલાક પis mad અને સસાયણિક પદા કોશને ગળું, ફેંફસા અને શ્રવણરોગના તેઓ ભોગાગો રાત્રે ઝેરી આગ છે. ખાસ કરીને ગઈ એકલેશ્વર, વડોદરા, અમદાવાદનાર ઘણી રહી છે. સુરેમ છોડતા લેવાની બની જાય (ગાજરી તાજી ક રહેતા લોકોના સ્વાસ્થ્યને માઠી અસર થઈ રળી એ સરેન્દ્રનગર જિલ્લાના કરિયાદ છે. તેનાથી નજાકા સહેવી ડેમનું પાણી પ્રદૂષિત થતું હોવાશી ગામજનોએ આદોલન કર્યું હતું અને ગુજરાત વડી અદાલતમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવેલ હતી.

રાત બાનીઓમાં ગેસ ગળતર(Leak apo)ના બનાવોમાં લોકોના સ્થાપગ બની જતી અવારા થાય છે. ગુજરાતરખબુઆઓસલ ગેજલ્લાના એક ઉદ્યોગની આસપાસ વસતા લોકો 5ટમાં લંડનમાં 40004ની કે બાથ. પગ બરાબર કામ ન કરી શકતા હોવાની ફરિયાદ છે. Smog ના કારણે 1952માં લંડનમાં 4000 માણસો મૃત્યુ પામ્યા હતા, દિલ્હીમાં સ્વાસ્થ્યના પ્રશ્ન આશરે 600 જેટલાં કારખાનાંઓ બંધ કરી દેવાનો સર્વોચ્ચ અદાલત હુકમ કર્યો છે. તેમજ દિલ્હીમાં 15 વર્ષ જૂનાં વાહનો ન વાપરવાનો સર્વોચ્ચ અદાલતે આદેશ કરેલ છે. કારણ આવાં વાહનોના ધુમાડાની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જંગલોનો નાશ થઈ રહ્યો હોવાથી રણ આગળ વધે છે. ખેતી ઉત્પાદનને ફટકો પડે છે. કેટલાક દેશોના મોટા ઔદ્યોગિક ગૃહો જે ઝેરી પદાર્થો હવામાં ફેકે છે તે જે તે દેશની ભૌગોલિક સીમા પૂરતા મર્યાદિત રહેતા નથી. જેમ કે રશિયામાં ચેર્નોબિલના અણુમથકની દુર્ઘટના વખતે કિરણો યુરોપના કેટલાક દેશો અને જાપાન સુધી પહોંચ્યા હતા. ભોપાલ ગેસ ગળતરના કેસમાં લાખ લોકોને અસર થઈ હતી અને 50,000 લોકોએ દવાખાનામાં સારવાર લેવી પડી હતી.

કચરાનો નિકાલ સમયસર ન થવાના પરિણામે રોગચાળો ફાટી નીકળે છે. જેમ કે 4 વર્ષ અગાઉ પૂરના સમયે ઢોરોનાં મૃતદેહોનો નિકાલ ન થવાથી સુરતમાં પ્લેગ ફાટી નીકળતાં હાહાકાર મચી ગયો હતો. આ રોગમાં 33 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને સુરત આખું ખાલી થઈ ગયું હતું. કંડલામાં 9 જૂન 1998 સમયે થયેલ હોનારત પછી પણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. થોડા સમય અગાઉ મેક્સિકોમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી જતાં, લોકો આંખની બળતરા, શ્વાસ રુંધામણ, માથાનો દુઃખાવો વગેરેની ફરિયાદ કરતાં હતા. સરકારે તરત જ પગલાં લઈને કારખાનાંઓમાં 50% ઉત્પાદન ઘટાડવાનો હુકમ કર્યો. તમામ શાળા- કૉલેજો અનિશ્ચિત મુદત માટે બંધ કરી દીધી. તમામ ખાનગી વાહનોને રસ્તા પર ફરવા પર પ્રતિબંધ મૂક્યો. બાળકોને ઘર બહાર ન જવા દેવા વાલીઓ પર નિયંત્રણ મૂક્યું. પ્રદૂષણની માત્રા વધી જતાં ઓઝોન સ્તરમાં ઘટાડો થતાં મેક્સિકોના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર આ જાતની અસર થઈ હતી. રૂરલ લીટીગેશન એન્ડ એન્વાયરન્મેન્ટલ સેન્ટર, દહેરાદૂન વિ. સ્ટેટ ઑફ યુ. પી. ના કેસમાં ચૂનાની ખાણમાં ધડાકા કરીને પથ્થરો મેળવવાની કામગીરીથી મસુરી વિસ્તારના લોકોની સલામતી અને આરોગ્યને હાનિ પહોંચતી હતી. સર્વોચ્ચ અદાલતે આ ખાણ બંધ કરવાનો હુકમ કર્યો હતો. તેમ થવાથી પટ્ટેદારનો ધંધો બંધ પડી જતો હતો. આમ છતાં, સર્વોચ્ચ અદાલતે પર્યાવરણની બાબતમાં લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપ્યું હતું.

(4) અન્ય જીવસૃષ્ટિ પર


પર્યાવરણ પ્રદુષણની અસર માત્ર માનવજાયમ ઘર નહી, અન્ય જળે પર પણ થાય છે. નદીઓ અને જળાશથી છોડવામાં આવતા કૃષિત પાણીથી પાણીની અંદર રહેતા જીવોનો નાસ સંથાના ઘણાં હદારણી છે. અમદાવાદમાં કાંકરિયા તળાવ તથા વડોદરાના સુરસાગર તળાવમાં જુહુના લગી 2-3 અખત સંખ્યાબંધ માળણીથી મરી ગઈ હોવાના બનાવો અન્યા છે. એક વખત ભરૂચ જિલ્લાના કોઈ બદરું પણ આ રીતે માછલીઓ મરી ગઈ હતી આપણે જાણીએ છીએ કે ગંગા નદી હદ બહાર પ્રદુષિત થઈ છે. અને ત્યાં પણ આ રીતળા બનાવો બન્યા છે

જંગલોમાં થઈ રહેલા સતત વૃક્ષ છેદનના કારણે જંગલના પશુ પંખીઓ અને પ્રાણીઓને અન્યત્ર હિજરત કરવાની ફરજ પડે છે. શહેરોનો વિસ્તાર વધતો જાય છે અને ઘોંઘાટમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. તેથી પક્ષીઓ સ્થળાંતર કરે છે. કચ્છમાં ચિકારા (હરણની જાત) માટે અભયારણ્ય છે. કચ્છના અબડાસા અને લખપત તાલુકામાં આ અભયારણ્ય પથરાયેલું છે. આ વિસ્તારમાં સમેન્ટ કારખાનું સ્થાપવાની દરખાસ્ત હતી. અમદાવાદના પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને અમદાવાદમાં જ આવેલ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર ઉદ્યોગના ભોગે અભયારણ્યને નષ્ટ થતાં અટકાવવા માટે ગુજરાત વડી અદાલતમાં રીટ પીટીશન રજૂ કરી હતી. આ કેસમાં ગુજરાત વડી અદાલતે રાજ્ય સરકારને વન્યસૃષ્ટિ સંરક્ષણ ધારાનો ભંગ કરતાં અટકાવી હતી.

એમ કહેવાય છે કે દર વર્ષે એક લાખ ટન ખનિજ તેલ દરિયામાં ઢોળાય છે. દરિયાઈ જીવસૃષ્ટિ પર તેની માઠી અસર થાય છે. ગુજરાતમાં સિંહોનું અભયારણ્ય ગીરના જંગલમાં આવેલ તેના રક્ષણ માટે પૂરતી જોગવાઈ થયેલ છે. પરંતુ આ વિસ્તારમાં માલધારીઓના નેસ આવેલા છે. ક્યારેક ત્યાં ઝેર આપીને સિંહ મારી નાખવાના બનાવો બને છે. રાજસ્થાનના રણમાં વાઘને પણ આ રીતે મારી નાખવામાં આવે છે. જામનગર જિલ્લામાં સિમેન્ટના કારખાનાંએ સિક્કામાં પ્રદૂષણની તબાહી મચાવેલી, તેનાં પરિણામે તે વિસ્તારના પક્ષીઓને સ્થાનાંતર કરવાની ફરજ પડી હતી. કચ્છનાં નાના રણમાં ઘૂડખર(ગધેડાની જાત)નું અભયારણ્ય આવેલ છે. ત્યાં કારખાનું સ્થાપવાની દરખાસ્તનો ગુજરાત સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. પરંતુ પર્યાવરણવાદી જૂથોનો વિરોધ થતાં, આખરે તે દરખાસ્ત પડતી મૂકાઈ હતી.

આપણા લોકોને સર્પની બહુ બીક લાગે છે. સર્પને જ્યાં જુએ ત્યાં મારી નાખે છે. પણ હકીકત એ છે કે બધા સર્પો ઝેરી હોતા નથી અને આ સર્પો પર્યાવરણનું રક્ષણ કરે છે અને કુદરતી સમતુલા જાળવવામાં મદદ કરે છે. ખેતરમાં જીવાતો અને ઉંદરોનું ભક્ષણ કરીને સર્પ ઊભો પાક બચાવે છે, પરંતુ જૂની જગ્યામાં ખોદકામ કરતાં ઘણી સંખ્યામાં સર્પો નીકળી આવે છે. તેની હત્યા કરાય છે. કેટલીક જગ્યાએ આગ લગાડીને તેને ભૂંજી નાખવાના ઉદાહરણ પણ બન્યા છે. વરસાદના કે પૂરતી જોગવાઈના અભાવે, જંગલોમાં પાણીનો દુષ્કાળ થાય ત્યારે પશુ-પંખીઓને બીજે રહેવા જવું પડે છે. આ હેતુથી સરકારે જંગલી પ્રાણીઓ અને ખાસ કરીને સિંહો માટે પાણીની કૂંડીઓ ગીરનાં જંગલોમાં બનાવેલી છે. અકળ કારણોસર એકી સાથે સમૂહમાં અનેક પક્ષીઓ મૃત્યુ પામ્યાના બનાવો આફ્રિકાના જંગલમાં બન્યા છે.

પર્યાવરણના પ્રદૂષણ સામે મળતા ઉપાયો (Remedies for Environmental Pollution)

પર્યાવરણના પ્રદૂષણને કારણે વ્યથિત પક્ષકારને નીચેના ઉપાયો પ્રાપ્ય છે.

(1) દીવાની ઉપાય 
2) ફોજદારી ઉપાય
(3) આજ્ઞાપત્રો


દીવાની ઉપાયો બે પ્રકારના છે :

(A) નુકસાન વળતર (Damages): અપકૃત્યના કાયદા નીચે ઉપદ્રવને દૂર કરવા માટે દાવો લાવવો એ સૌથી જૂનો ઉપાય છે. ઉપદ્રવ, ઉપેક્ષા અથવા નિરપેક્ષ જવાબદારી(Strict Liability)ના અર્થમાં પ્રદૂષણના મોટા ભાગના કેસો સમાવી લેવાય. પ્રદૂષણના કેસોમાં નીચે મુજબના નુકસાન વળતર મળી શકે.

(1) नामनुं नुकसान वजte (Normal Damages)

(2) વાસ્તવિક નુકસ્તન વળતર (Substantial Darmages) 3) શિક્ષાત્મક (દાખલા રૂપ) નુકસાન વળતર (Exemplary Damages)

( (B) મનાઈહુકમ (Injunction) : પ્રદૂષણ અટકાવવા માટેનો બીજો દીવાની ઉપાથ મનાઈહુકમ છે. કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય કરીને કે ન કરીને બીજી વ્યક્તિના મનાઈહુકમ

પતી આવિકારનું વિભપાત કે કે ઓદેશાત્મક હોઈ શકે. વળી મનાઈહુકમ કામચલાઉ કે કાયમી ોઈ શકે. કાનૂની અધિકારનું ઉલ્લંઘન કરતો હોય કે કરવાની હોય તો તેમ કરતાં તેને અટકાવે છે. उपाय (Criminal Remedy):

જદારી ણ પોજદારી ધારાની કલમ 268માં જાહેરત પટેલ કોજદારી કાર્યવાહી પદ્ધતિની કલમ 200માં આ મહારતીય ગેજલ જોગવાઈ છે. વળી જાહેર ઉપદ્રવ માટે ફોજદારી કાર્યવાહી પદ્ધતિની કલમ 1330 માં કલમ 144માં પણ ઉપાય જણાવેલા છે.

નવાપારણના અનુચ્છેદ 32 અને 226ની જોગવાઈ અન્વયે પર્યાવરણીય. પદ પણ માટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટને રીટ કરી શકાય. અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 હેઠળ પ્રાપ્ય આજ્ઞાપત્ર ઉપચાર અંગે

(Writs)

આગામી પ્રકરણમાં વિશેષ ચર્ચા કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચ ધારો, 1995 હેઠળ પ્રાપ્ય ઉપાય :

પર્યાવરણના પ્રદૂષણને કારણે હાનિ પામનારને અસરકારક ઉપાય પ્રાપ્ય થાય. તે માટે રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચ ધારો, 1995થી અમલી બન્યો છે.