રાજ્ય વિરુદ્ધના ગુના વિષે ક. 121 થી 130માં કહેવામાં આવ્યું છે.
તેના ચાર મુખ્ય પેટા વિભાગ કરવામાં આવ્યા છે, જેમ કે.
(1) યુદ્ધ કરવું, 121 थी 123, 125-127.
(2) ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલો કરવો : ક. 124.
(3) રાજદ્રોહ. કલમ 124- એ
(4) રાજ્યના કેદીને છટકવા દેવો અને આશ્રય આપવો : ક. 128 થી 130
યુદ્ધ કરવું અને તેને લગતા આનુષંગિક ગુનાઓ (કલમ. 121 થી 123 અને 125-127)
યુદ્ધ કરવું [કલમ. 121]:
ભારતની સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું. યુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો અથવા તેમાં મદદગારી કરવી [શિક્ષા- દેહાંતદંડ અથવા આજીવન કેદ અને દંડ] : ક. 121.
યુદ્ધ કરવાનો ગુનો ખૂનના ગુના કરતાં વધુ ગંભીર પ્રકારનો છે. કારણ કે ખૂનમાં મૃત્ય નિપજાવવામાં આવે છે, જ્યારે યુદ્ધ કરવાના ગુના માટે આરોપી તેણે કોઈનું મૃત્યુ નિપજાવ્યું ન હોય છતાં દેહાંતદંડ અગર આજીવન કેદ સુધીની શિક્ષાને માટે જવાબદાર બને છે.
આ ગુનો એટલા ગંભીર સ્વરૂપનો છે કે યુદ્ધ કરવાનો પ્રયત્ન પણ યુદ્ધ કરવાના ગુના જેટલી જ શિક્ષાને પાત્ર . હવે 'યુદ્ધ કરવા'ના અર્થ વિષે જોઈએ.
'યુદ્ધ કરવું' એટલે શું ? :
યુદ્ધ કરવું એટલે બળથી કોઈ સાર્વજનિક પ્રકારનો ઉદ્દેશ સાધ્ય કરવા પ્રયત્ન કરવો. ટોળામાં ભેગા મળીને માણસો બળ અને હિંસાથી તેઓનો જાહેર પ્રકારનો સામાન્ય ઉદ્દેશ બર લાવવા પ્રયાસ કરે ત્યારે રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું છે એમ કહેવાય. સંખ્યા અથવા બળ નહીં પણ ઉદ્દેશ અથવા ઇરાદાથી આ ગુનો બને છે અને હુલ્લડ અથવા ખાનગી હેતુ માટેના બળવાથી જુદો પડે છે.
રાજ્ય વિરુદ્ધ યુદ્ધ કરવું અથવા યુદ્ધ કરવાના ગુનાનો પ્રયત્ન કરવાનો ગુનો બનવા માટે એ બતાવવું જરૂરી
(1) આરોપીએ યુદ્ધ જાહેર કર્યું હતું અથવા યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને
(2) આવું યુદ્ધ ભારત સરકારની વિરુદ્ધમાં હતું.
આથી જો કોઈ વ્યક્તિ ભારતની સરકાર વિરુદ્ધના બળવામાં સામેલ થાય, તો તે આ ગુનો કરે છે. ભારતીય ફોજદારી ધારાની ક. 121 દરેક પ્રકારના યુદ્ધ, બળવો અથવા ચઢાઈને આવરી લે છે. તે દ્વારા એક જ સરખી રીતે રાજ્ય વિરુદ્ધ કરવાના કાર્યને અથવા પ્રયત્નને અથવા એવા યુદ્ધમાં મદદગારીના કૃત્યને શિક્ષા કરવામાં આવે છે. તે માટે બળવો થવાનું આવશ્યક છે. તથા એ બળવામાં બળનો ઉપયોગ થવાનું અને આ બધું જ કોઈ સામાન્ય ઉદ્દેશ પાર પાડવા થયું હોવાનું જરૂરી છે. આ કલમમાં 'યુદ્ધ કરવું' એ શબ્દોથી કોઈ વ્યક્તિ પોતાની વફાદારીની ફરજ ફગાવી દઈને જાણે કે પરદેશી દુશ્મન જે રીતે અને જે સાધનો વડે, રાજ્યના પ્રદેશમાં પગદંડો જમાવીને રાજ્ય સત્તાનું ખુલ્લું ઉલ્લંઘન કરવા કટિબદ્ધ થઈને યુદ્ધ કરે એ પ્રમાણે લડાઈ કરે એમ સ્વાભાવિક રીતે સૂચિત થાય છે.
વળી, ક. 121 મુજબનો ગુનો થાય તે માટે અમુક નિશ્ચિત સંખ્યામાં માણસોની પણ જરૂર નથી તથા તેમાં લેનારની સંખ્યા અથવા કઈ રીતે તેઓ સજ્જ થાય છે અથવા કયા હથિયારો ધરાવે છે તે પણ મહત્ત્વનું નથી. પણ કોઈ મંડળીનો હેતુ, બળ અને હિંસા દ્વારા કોઈ જાહેર પ્રકારનો સામાન્ય ઉદ્દેશ હાંસલ કરવાનો અને તે દ્વારા સીધેસીધો ગુજસત્ત પર ધા કરવાનો હોવાનું જરૂરી છે. આ ગુનામાં મુખ્ય કર્તા અને સહાયકનો બેક નક્કી, ૧૬ આવા ગેરકાયદેસર કાર્યમાં ભાગ લે છે તેઓ બધા એક જ પ્રકારનો ગુનો કરે છે. : મંગનલાલ (FLR 10Y Nag. 126)
યુદ્ધ કરવું અને હુલ્લડ કરવું વચ્ચેનો તફાવત
જ્યાં ટુલ્લડ કે ઇંગલ સરકારની સત્તા કે તેના વિશિષ્ટાધિકાર સામે નહિ, પરંતુ માત્ર એમાં મંડીવાયેલા હિતને લગતી કોઈ ખાનગી હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યું હોય તો તેમાં ભાગ લેનાર ટોળું ગમે તેટલી મશહુ સંખ્યામાં કે ભારે ઉશ્કેરાટવાનું રોય પણ તે રંગલ માત્ર હુલ્લક ઠરાવાયું છે. પરંતુ જ્યારે ખંડ કે બળવાનો વિહ તેની સાથે સંકળાયેલ વ્યક્તિઓના ચોક્કસ મંતવ્યો કે હિત નહિ, પરંતુ સમગ્ર સમાજ માટે સામાન્ય એવો વ્યાપા હેતુ એય અને તેની ટક્કર સીધેસીધી સરકારની કે સંસદની સત્તા સાથે હોય. તો તે રાજદ્રોહનું સ્વરૂપ ધારણ કરે છે. આથી હથિયાર ઉઠાવતા લોકોની સંખ્યા કે બળ નહિ, પરંતુ તે માટેનો ઉદ્દેશ આ (યુદ્ધ કરવાના) ગુનાનું સ્વરૂપ નાહી કરે છે. અને ઉદ્દેશ સામાન્ય અને વ્યાપક કે ખાનગી અને સ્થાનિક સ્વરૂપનો છે કે કેમ તે મુજબ તેને યુદ્ધ કરવાનું હુલ્લડ કરવાનું ગણવામાં આવશે.
બાકીના ગુનાઓ ખાસ મહત્વના નથી. તે નીચે મુજબ છે :
2. ભારતમાં અથવા તેની હદ બાર ક. 121 મુજબ શિક્ષાને પાત્ર થતો ગુનો કરવા કાવતરું કરવું ? 121-2)
આ કલમ હેઠળનો નોંધપાત્ર મુકદ્દમો એસ. એચ. જાબવાળા વિ. સરકાર. [(1933) 55 All. 1040]નો છે. તે ‘મેરઠ કાવતરા કેસ,' તરીકે જાણીતો થયેલ છે. તેમાં આ પુસ્તકકર્તાના ભાઈ અને બીજાઓને મેરઠની સેશના અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા. આરોપીઓની મુખ્ય પ્રવૃત્તિ સોવિયેટ-રશિયાના મંડળોને ધોરણે મંડળ રચવાની હતી તથા તેઓ સોવિયેટ-રશિયાને અનુસરતાં હતા. આવાં કાર્યો માટે તેઓ ઉપર રાજ્ય વિરુદ્ધ યુદ્ધ કરવાના કાવતરાનો આરોપ મૂકી જુદા જુદા સમયની કેદની શિક્ષા કરવામાં આવી હતી. જાબવાળાએ તે ચુકાદા વિરુદ્ધ અલ્હાબાદની હાઈકોર્ટમાં અપીલ કરતાં તેમને નિર્દોષ ઠરાવીને જણાવવામાં આવ્યું હતું કે ભારતની સરકાર અથવા કોઈ સ્થાનિક સરકારનું સ્વરૂપ બદલવા કાવતરું કરવાથી આ કલમ હેઠળ ગુનો થતો નથી, સિવાય કે એ કાવતરું.. એવી સરકારને ગુનાહિત બળ અથવા ગુનાહિત બળના દેખાવની ધમકી આપવા કરવામાં આવ્યું હોય.
૩. ભારતની સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ઇરાદાથી શસ્ત્રો ભેગાં કરવા વગેરે : ક. 122.
4. યુદ્ધ કરવાની યોજના (તેમાં સરળતા કરવાના ઇરાદાથી) છુપાવવી : ક. 123.
5. ભારત સરકારની સાથે મૈત્રી ધરાવતી કોઈ એશિયાઈ સરકારની વિરુદ્ધ યુદ્ધ કરવું અથવા યુદ્ધનો પ્રયત્ન કરવો, અગર તેમાં મદદગારી કરવી : 3. 125.
6. ભારત સરકારની સાથે મૈત્રી ધરાવતી રાજસત્તાના પ્રદેશમાં લૂંટફાટ કરવી, અથવા તેની તૈયારીઓ કરવી. ક. 126.
7. ઉપર જણવ્યા મુજબનો કોઈ ગુનો કરીને મેળવેલી છે તેમ જાણીને કોઈ મિલકત લેવી : ક, 127.
ઉચ્ચ અધિકારી ઉપર હુમલો કરવો (કલમ. 124)
ભારતના રાષ્ટ્રપ્રમુખ અથવા રાજ્યપાલને તેમની કાયદેસરની સત્તાનો ઉપયોગ નહિ કરવા, પ્રેરવા આ ફરજ પાડવાના ઇરાદાથી તેઓ ઉપર હુમલો કરવો અથવા તેમની ગેરવાજબી અટકાયત કરવી, અથવા તેમ ગુનાહિત બળપ્રયોગ દ્વારા ધમકી આપવી : ક. 124.
રાજદ્રોહ (Sedition) (કલમ. 124 - એ )
ક. 124 - એ માં રાજદ્રોહના કાયદા વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે કલમ આ પ્રમાણે છે. (સમજવામાં સરળતા થાય તે માટે તેનું વિશ્લેષણ કરીને આપેલ છે.)
જે કોઈ
(1) શબ્દો (મૌખિક થા લેખીત)
(2) નિશાનીઓ, અગર
(3) દ્રશ્ય રજૂઆત, યા બીજી રીતે
(ક) ધિક્કાર અગર તિરસ્કાર ઉત્પન્ન કરે કરે (અથવા એવો પ્રયત્ન કરે) (ખ) બિનવફાદારી (તેમાં દુશ્મનાવટ અને રાજદ્રોહની લાગણીઓનો સમાવેશ થાય છે) પેદા કરવા ઉશ્કેરણી કરે (અથવા ઉશ્કેરણી કરવાનો પ્રયત્ન કરે)-
તે રાજદ્રોહ અથવા બિનવફાદારી જન્માવવાનો ગુનો કરે છે.
પરંતુ જો કોઈ વ્યક્તિ- ધિક્કાર, તિરસ્કાર અથવા બિનવફાદારી ઉત્પન્ન કર્યા વિના (અથવા એવો પ્રયત્ન કર્યા વિના)
ભારતમાં કાયદાથી સ્થાપિત થયેલ સરકાર પ્રત્યે તે રાજદ્રોહ અથવા બિનવફાદારી જન્માવવાનો ગુનો કરે છે.
(1) સરકારી નીતિમાં કાયદેસરના સાધનો દ્વારા ફેરફાર કરવાના હેતુથી, અથવા
(2) સરકારના વહીવટ અથવા કોઈ કાર્ય પ્રત્યે- કરે-
નાપસંદગી દર્શાવતી ટીકા કરે
તો તેથી રાજદ્રોહનો ગુનો થતો નથી : ક. 124-એ (સમજૂતી 2-3)
નોંધ : ક. 124-એ બંધારણ પ્રમાણે વિધિમાન્ય છે કે કેમ એમ જુદી જુદી હાઈકોર્ટના સંદર્ભમાં વિવાદાસ્પદ બાબત હતી; પરંતુ હવે સર્વોચ્ચ અદાલતના કેદારનાથસીંગ વિ. બિહાર રાજ્ય (A. I. R. (1962) S. C. 955)ના ચુકાદાથી આ વિવાદનો અંત આવી ગયો છે. સર્વોચ્ચ અદાલતે એમાં ઠરાવ્યું કે આ કલમનું અર્થઘટન એવી રીતે કરી શકાય કે હિંસા કે અવ્યવસ્થાની ઉશ્કેરણી બનતા કૃત્યો જ ફક્ત આ કલમ હેઠળ શિક્ષાપાત્ર બનાવી શકાય અને જે કૃત્યમાં આવું વલણ ન હોય તે શિક્ષાપાત્ર થતાં નથી. આથી 1951ના બંધારણ (પ્રથમ સુધારો) અધિનિયમ મુજબ સુધારેલ ક. 19 (1) (એ) નું ઉલ્લંઘન આ કલમમાં થતું નથી.
રાજદ્રોહના ગુનાનું મુખ્ય તત્ત્વ :
સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર પેદા કરવા અથવા તેનો પ્રયત્ન કરવા બિનવફાદારી અને રાજદ્રોહની લાગણી જન્માવાનો ઇરાદો ધરાવવો તે જ આ ગુનાનું ખરું હાર્દ છે. ધિક્કાર અથવા બિનવફાદારી ઉત્પન્ન કર્યા વિના સરકારના વહીવટ, કાર્ય અથવા નીતિ પ્રત્યે નાપસંદગી દર્શાવતી ટીકા કરવાથી રાજ્યેોહનો ગુનો થતો નથી. જેમ કે સરકાર વિ. બેની ભૂષણરોય [(1977) 34 Cal. 991]માં આરોપીએ જનતાને 'સ્વરાજ્ય' મેળવવા ઉશ્કેરણી કરી તેની ઉપર ક. 124- એ મુજબ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે સ્વરાજ્યનો અર્થ દેશની હાલની સરકારને ફગાવી દેવાનો નથી, પણ તેનો સામાન્ય અર્થ સરકારની હેઠળ હોમરૂલ એવો થાય છે. આથી જાહેરસભામાં સભાજનોને સ્વરાજ્ય મેળવવા કાર્ય કરવા પ્રેરણા આપવાનું કાર્ય કોઈ રીતે રાજદ્રોહનો ગુનો થતું નથી.
પરંતુ, કોઈ પણ પ્રકારની હિંસા કે અવ્યવસ્થામાં પરિણમતો નિષ્ફળ પ્રયાસ રાજદ્રોહ ગણાય કે કેમ તે અંગે મતભેદ પ્રવર્તે છે. રાણી સરકાર વિ. બાલ ગંગાધર તિલક (1897) 22 Bom. 112)માં મુંબઈની વડી અદાલતે ઠરાવ્યું હતું કે, સરકાર પ્રત્યે બીજામાં અમુક ખરાબ ભાવના ઉશ્કેરવામાં કે ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આ ગુનો રહેલો છે. આ પ્રયાસથી કોઈ તોફાન (disturbance) કે હુલ્લડ (out-break) થયાં હતાં કે કેમ મહત્વની બાબત નથી. અપીલમાં પ્રિવી કાઉન્સિલે આ અર્થઘટનને બહાલી આપી હતી; પરંતુ નિહારેદુ વિ. સરકાર [(1942) F. C. R. 38)માં સમવાય અદાલતે (Federal Court) આ કલમનું મર્યાદિત અર્થઘટન કરવા પ્રયત્ન કર્યો હતો. સમવાય અદાલતના અભિપ્રાયે, જાહેર અવ્યવસ્થા કે જાહેર વ્યવસ્થાની વાજબી અપેક્ષા કે સંભાવનમાં આ ગુનાનું હાર્દ રહેલું છે. ફરિયાદ કરવામાં આવેલાં કૃત્યો કે શબ્દો અવ્યવસ્થાની ઉશ્કેરણી કરતાં હોવા જોઈએ અથવા એવાં હોવા જોઈએ કે વિચારશીલ માનવીઓને સંતોષ થાય કે કૃત્યો કે શબ્દોનું વલણ કે ઇરાદો તે પ્રમાણેનો હતો. જોકે આ મર્યાદિત અર્થઘટન ને પ્રિવી કાઉન્સિલે બહાલી આપી ન હતી. છતાં સર્વોચ્ચ અદાલતે કેદારનાથ વિ. બિહાર રાજ્યમાં ઠરાવ્યું છે કે આ કલમનું અર્થઘટન સમવાય અદાલતે કરેલાં અર્થઘટન પ્રમાણે થવું જોઈએ. આથી રાજદ્રોહના ગુનાનું હાર્દ એ છે કે ફરિયાદ કરવામાં આવેલ કૃત્યો કે શબ્દો કાં તો અવ્યવસ્થા ઉશ્કેરતાં હોવા જોઈએ અથવા તો એવું વલણ ધરાવતાં હોવાં જોઈએ.
રાજદ્રોહના આરોપના બચાવ :
રાજદ્રોહનું તહોમત મૂકવામાં આવ્યું હોય એ વ્યક્તિ નીચે જણાવ્યા મુજબના બચાવો લઈ શકે છે :
(1) તેણે કોઈ શબ્દો ઉચ્ચાર્યા નથી. અથવા લખ્યા નથી, અથવા કોઈ નિશાનીઓ યા રજૂઆત કરી નથી. અથવા જણાવ્યા પ્રમાણેનું કાર્ય કર્યું નથી. (2) ને દ્વારા તેણે ધિક્કાર અથવા તિરસ્કાર જન્માવે તેવું કાર્ય, અથવા તેવો પ્રયત્ન, અથવા બિનવફાદારી પેદા થાય તેવી ઉશ્કેરણી અગર તેવો પ્રયત્ન કર્યો નથી.
(3) તથા એવી બિનવફાદારી ભારતની સરકાર પ્રત્યે નહોતી.
રાજ્યના કેદીને અને યુદ્ધના કેદીને છટકી જવા દેવો અને આશ્રય આપવો
(કલમ. 128 થી 130)
(1) કોઈ જાહેર નોકર રાજ્યના અથવા યુદ્ધના કેદીને પોતાના હવાલામાંથી સ્વેચ્છાએ જવા દે : ક. 128, નાસી જવા દે : ક. 129. અથવા ઉપેક્ષાથી
(2) એવા કેદીને નાસી જવામાં સહાય કરવી, છોડાવવો અથવા છોડાવવાનો પ્રયાસ કરવો અગર આશ્રય આપવો, અથવા છુપાવવો. અથવા, તેને ફરી પકડવાના કાર્યમાં અટકાયત કરવી : ક. 130.