પ્રકરણ પાંચમું -એ નવું ઉમેરી ક. 120-એ અને 120-બી નવી ઉમેરવામાં આવેલ છે. ક. 120-એમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવી છે, જે ઘણી અગત્યની છે. વ્યાખ્યા (ક. 120-):
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિઓ -.
(1) કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવા, અથવા
(2) કોઈ કાયદેસર કૃત્ય ગેરકાયદેસર સાધનો દ્વારા કરવા, અથવા એ પ્રમાણે કરાવવા સંમત થાય તો એવી સમજૂતીને 'ગુનાહિત કાવતરું' ગણવામાં આવશે.
ગુનો કરવાની સમજૂતી સિવાયની બીજી કોઈ સમજૂતી ગુનાહિત કાવતરું બનતી નથી. સિવાય કે તે સમજૂતીની સાથે એવી સમજૂતી કરનાર પૈકી કોઈએ તે અનુસાર કોઈક કૃત્ય કર્યું હોય : ક. 120-એ.
સંમત થવું :
આ ઉપરથી સમજાયું હશે કે માત્ર ગુનો કરવાની સમજૂતી કરવાથી ગુનાહિત કાવતરું બને છે અને તે ગુનો છે. ફક્ત કોઈ (ગુનાનું) કાર્ય કરવાની સંમતિ આપવાથી અથવા કરવા સામેલ થવાથી તે ગુનો બને છે; તે સારું એવું કાર્ય સંપૂર્ણ થયું હોય કે નહિ તે જોવાની જરૂર નથી. પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે કેવળ ઇરાદો હોવાનું પૂરતું નથી. આથી કોઈ ગુનો કરવા ઇરાદો ધરાવવાથી કદી ગુનેગાર થવાતું નથી.
બી. એન. મુખરજી[(1945) Nag. 167]ના મુકદ્દમામાં સાચી રીતે જ નક્કી કરવામાં આવ્યું હતું કે ચોક્કસ કાર્યની ગેરહાજરીમાં ફક્ત સામ્યવાદી સાહિત્યના અભ્યાસ અને તેના સિદ્ધાંતોના પ્રચારનું કાર્ય આપોઆપ શિક્ષાને પાત્ર બનતું નથી. તેવી જ રીતે, ધારો કે કોઈ લક્ષાધિપતિને લૂંટવાનો કેવળ ઇરાદો રાખવાથી કોઈ ગુનો થતો નથી; પરંતુ જો બે વ્યક્તિઓ એ પ્રમાણે કરવા સમજૂતી કરે તો એ ગુનો થાય છે. તેવી જ રીતે બે વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજ બનાવવા સમજૂતી કરે છે. આવી સમજૂતી એકલી જ જો સાબિત કરવામાં આવે, તો બનાવટી લેખ કરવાનું ગુનાહિત કાવતરું કરવા માટે ગુનેગાર ઠરવવા પૂરતી છે. આટલા ઉપરથી સમજાયું હશે કે કાયદાનો ભંગ કરવાની માત્ર સમજૂતી (bare agreement કરવી તે ગુનાહિત કાવતરાનું તાત્પર્ય છે.
વળી, વધુ એક કિસ્સો જોઈએ. 'અ', 'બ' અને 'ક', 'ડ' નું ખૂન કરવા સંમત થાય છે. ત્યારબાદ તેઓ ભેગા મળે છે અને ખૂન કરવાની યોજના વિચારે છે, પરંતુ તે દિશામાં વધુ કાંઈ પગલાં લે તે પહેલાં જ તેઓ પકડાઈ જાય છે. જોકે બીજું કાંઈ બન્યું નથી. છો ખૂન કરવા માટેની મમજૂતી દરેક અણિને લયતશા યુન્ન માટે રોધિત કરાવવા પુરતી છે. જ્યાં મુપી ગુનાહિત યોજના ઈસકામાં જ હોય ત્યાં સુધી તે ગુનો બનતી નથી, પરંતુ જયારે ચે. સ્થતિઓ તેનો અમલ કરવા સંમત થામ. ની બે કીજના વક સ્વતંત્ર કૃન્ય બને, અને એ દરેક વ્યક્તિઓનું કૃત્ય. વયનના સાથે લથન આપવાનું rather contraction) – જો તેનો અમલ કરી શકશય તેમ હોય અને કાર્યદેશર હોવા છતાં જો ગુનાહિત ઉશ હોય અથવા ગુનાહિત સાધનોનો ઉપયોગ કરવા માટેનું હોય, તો તે શિક્ષાને પાત્ર છે.. વળી, 5. 120-એમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે ગુનો કરવા શિવાયની કોઈ સમજૂતી ગુનાહિત કાવતરું અખતી નથી. સિવાય કે (સમજતી ઉપરાંત) એવી સમજૂતી કરનાર પૈકી કોઈએ તે અનુસાર કાઇક કૃત્ય કર્યું હોય) & 120-એ એટલે કે. આવી સમજૂતી ગુનો કરવા અંગેની ન હોય અને દીવાની પ્રકારનો અપરાધ અથવા અપકૃત્યને
લગતી હોય ત્યારે કાવતરાખોર પૈકી કોઈએ કાંઇક પ્રગટ કૃત્ય તે સંબંધમાં કર્યું હોવાનું આવશ્યક છે. મુખ્ય તત્વો: ગુનાહિત કાવતરાની ગુનો થવા માટે જરૂરી તત્વો આ પ્રમાણે છે.
(1) બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સમજૂતી થઇ હોવી જોઈએ, અને (2) એવી સમજૂતી (ક) ગેરકાયદે સર કાર્ય કરવા અથવા (ખ) કોઈ કાર્ય ગેરકાયદેસર ન હોય છતાં ગેરકાયદેસર સાધનો દ્વારા કરવા અંગે થયેલી હોવી જોઈએ. કાયદા મુજબ ગુનાહિત કાવતરા માટે આ તત્વો પૂરતાં છે, પરંતુ ગુનો કરવા સિવાયના કાવતરામાં ભળેલ પૈકી કોઈ એક યા વધુ વ્યક્તિઓએ તેઓનો ઉદ્દેશ બર લાવવા કઈક પ્રગટ કૃત્ય કર્યું હોવું જોઈએ.
કાવતરા દ્વારા મદદગારી : કોઈ ગેરકાયદેસર કાર્ય કરવા અથવા કાયદેસરનો હેતુ ગેરકાયદેસર સાધનો દ્વારા પાર પાડવા માટે બેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને સમજૂતી કરે તેને કાવતરું કહેવાય. જ્યાં સુધી આ યોજના એક કલ્પનામાં રહે ત્યાં સુધી તો તે ગુનો બનતી નથી; પરંતુ જ્યારે બે વ્યક્તિઓ તેનો અમલ કરવા સંમત થાય ત્યારે એ યોજના સ્વયં એક કૃત્ય બને છે, અને દરેક વ્યક્તિઓનું કૃત્ય વચનની સામે વચન આપવાનું. જો તેનો અમલ કરી શકાય તેમ હોય અને કાયદેસર હોય, છતાં જો ગુનાહિત હેતુ માટે હોય અથવા ગુનાહિત સાધનો દ્વારા કરવાનું હોય. તો શિક્ષાને પાત્ર છે. ન્યાયાધીશ ગ્રીઝે રેક્ષ વિ. બ્રિઝાકમાં કહ્યા પ્રમાણે 'જ્યાં સુધી સાબિતીને લાગેવળગે છે ત્યાં સુધી તો કાવતરું, આરોપી પક્ષકારોના દેખીતા સામાન્ય ગુનાહિત ઈરાદાના અનુસંધાનમાં કરવામાં આવેલ કૃત્ય ઉપરથી અનુમાન કરવાની વસ્તુ છે. તેણે સંખ્યા તથા સમજૂતી બળ આપે છે તથા ભય પ્રેરે છે.'
જ્યાં કાવતરાના બે આરોપી પૈકી એકનો છૂટકારો થાય ત્યાં શું બને ? આ અંગે ભગતરામ અને અન્ય વિ. સ્ટેટ ઑફ રાજસ્થાન [(1971) I.S.C.R.W. 168] નોંધપાત્ર છે. તેમાં ઠરાવવમાં આવ્યું હતું કે જ્યાં કાવતરાનું તહોમત મૂકવામાં આવ્યું હોય તેવી બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનો નિર્દોષ છૂટકારો થાય તો ત્યાં બીજાની સામેનું તહોમત ટકી શકે નહિ. કારણ કે આ ગુનાનું મુખ્ય તત્ત્વ જોઈએ તો જણાશે કે બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે સમજૂતી થવાથી આ ગુનો બને છે. પણ આ નિયમ હવે ક્રિમીનલ લૉ એક્ટ, 1977ની કલમ 5(8) અન્વયે નાબૂદ થયેલ છે. આવો જ દૃષ્ટિકોણ
બોમ્બે હાઈકોર્ટે પણ અપનાવ્યો છે. જેમ કે, એક કેસમાં બે આરોપીઓ પૈકી એક જાહેર નોકર હતો. તેની સામે ક્રિ. પ્રો. કોડની કલમ 197 મુજબ કેસ કરવાની મંજૂરી લીધા વગર કેસ કરવામાં આવતાં નિર્દોષ છોડવામાં આવ્યો હતો. તેમ છતાં બીજાને કાવતરાના આરોપ માટે દોષિત ઠરાવી શકાય. કેમ કે બીજા આરોપીનો છૂટકારો ટેફનિકલ કારણસર થવા પામ્યો હતો. હકીકતો ઉપર નહિ. વળી પુરાવા ઉપરથી કાવતરાની હકીકત પુરવાર થઇ હતી. જુઓ प्रद्युम्न (1981 Cr.L.J. 1873 Bom.)
ગુનાહિત કાવતરું અને મદદગારી વચ્ચેનો તફાવત: (1) મદદગારીના ગુનાનું કાવતરું એક પ્રકાર છે. ક. 107 અને 108માં વર્ણવ્યા મુજબ વિવિધ રીતે મદદગારી થઇ શકે, જે પૈકી કાવતરું તેનો એક ભાગ છે.
(2) મદદગારી સ્વયં મૌલિક ગુનો નથી, જ્યારે ગુનાહિત કાવતરું આપમેળે જ એક ગુનો છે, અને શિક્ષાને (3) કાવતરા માત્રથી જ મદદગારીનો ગુનો થતો નથી, અને જો કાવતરાખોરો ગુનો કરવાના સામાન્ય પાત્ર છે.
ઈરાદાથી તેમની યોજનાની ચર્ચા અગાઉ પકડાઈ ગયા હોય તો તેઓ મદદગાર તરીકે જવાબદાર થતા નથી. ગુનાહિત કાવતરું અને સામાન્ય ઇરાદો પાર પાડવા કરેલ કૃત્ય વચ્ચેનો તફાવત-'કાવતરું અને ક. 34માં દર્શાવ્યા મુજબ સામાન્ય ઇરાદા અર્થે કરવામાં આવેલ કૃત્ય વચ્ચે ખાસ તાત્વિક ભેદ નથી. કાવતરાના ગુનાનો સાર, ગેરકાયદેસર કૃત્ય થાય નહિ છતાં કેવળ કાયદાનો ભંગ કરવાના હેતુથી ભેગા મળવામાં રહેલો છે. જ્યારે 34મી કલમ મુજબના ગુનાનું રહસ્ય. ગુનેગારોનો સામાન્ય ઇરાદો બર લાવવાના હેતુથી કોઈ ગુનાહિત કૃત્ય થાય તેમાં રહેલો છે. એટલે કે ગુનાહિત વર્તણૂકની એકતાને પરિણામે કંઈક એવું થયું હોવું જોઈએ કે જે કોઈ વ્યક્તિ, જાણે કે તે બધું તેણે એકલાએ જ કર્યું હોય તે રીતે શિક્ષાને પાત્ર થઈ શકે.
બંને વચ્ચે સરખાપણું એ છે કે ગેરકાયદેસર કૃત્ય કરવાનો સામાન્ય ઇરાદો બંનેમાં હોય છે પણ કલમ 120- એ અનુસાર ગેરકાયદેસર કૃત્ય કરવા માત્ર મળવું એ જ ગુનો બને છે. જ્યારે કલમ 34 મુજબ બધાનો સામાન્ય ઇરાદો પાર પાડવાના હેતુથી ખરેખર ગુનાહિત કૃત્ય થયું હોવાનું આવશ્યક છે.
ગુનાહિત કાવતરાની શિક્ષા (ક. 120-બી) :
ક. 120-બીમાં ગુનાહિત કાવતરાની શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે . તેમાં દર્શાવ્યું છે કે દેહાંતદંડ, આજીવન કેદ અથવા 2 વર્ષ કે તેથી વધુ સખત કેદની શિક્ષાને પાત્ર થતા ગુનાનું કાવતરું કરવા માટે ગુનેગાર, મદદગાર તરીકે શિક્ષાને પાત્ર ઠરશે. તે સિવાયના બીજા ગુના માટે છ સુધીની કેદ, દંડ અથવા બંને પ્રકારની શિક્ષા થઈ શકે : ક. 120-બી.
ધારો કે 'અ' અને 'બ', 'ક્ષ'નું ખૂન કરવા માટે તેને ઈજા કરવાનું કાવતરું કરે છે. પ્રથમ ગુના માટે સંજોગો અનુસાર મદદગારીને લગતી કલમો લાગુ થશે અને તે પ્રમાણે શિક્ષા કરવામાં આવશે. જ્યારે ઈજા કરવા માટે છ મહિના સુધીની કેદ, દંડ અથવા બંને થઈ શકે છે.
કાવતરાના પ્રકારો : ફોજદારી ધારામાં ત્રણ પ્રકારનાં કાવતરા વિષે કહેવામાં આવ્યું છે. જેમ કે -
(1) ક. 120-એ ઉપર જણાવ્યા મુજબ.
(2) ક. 107, 108 મદદગારી-ગેરકાયદેસર કૃત્ય કરવાના કાવતરામાં મળીને,
(3) ક. 121-એ, યુદ્ધ કરવાનું કાવતરું.