વ્યાખ્યા:
પુરુષ-સ્ત્રી.
કલમ. 10 માં વ્યાખ્યા અપાયેલ છે. વ્યાખ્યા જણાવે છે કે 'પુરુષ' શબ્દ નર જાતિનો કોઈપણ ઉંમરનો મનુષ્ય અને 'સ્ત્રી' શબ્દ કોઈપણ વયનું નારી જાંતિનું મનુષ્ય એમ અર્થ પ્રગટ થાય છે. તદુપરાંત એ પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ ધારામાં સર્વનામ 'તે' નો તમામ વ્યક્તિ માટે, (ભલે તે રરપ કે પુરુષ હોય કે સ્ત્રી) ઉપયોગ કરાયો છે. તે જ રીતે, કલમ. 9 જણાવે છે કે જો સંદર્ભથી વિરુદ્ધ ઇરાદો પ્રગટ થતો ન હોય, તો એકવચનમાં બહુવચનનો અને બહુવચન સૂચિત કરતા શબ્દોમાં એકવચનનો સમાવેશ થશે.
કલમ. 10 માં "કોઈપણ વયનું" શબ્દસમૂહ ખાસ નોંધપાત્ર છે. કાયદા મુજબ તુરત જન્મેલ નારી જાતિનું બાળક સ્ત્રી છે. સામાન્ય માન્યતા મુજબ પૂર્ણ વયમાં આવેલ નારીને સ્ત્રી કહેવાય છે, પરંતુ ક. 10 મુજબ કોઈપણ વયની નારી જાતિનું બાળક કે મોટી વયની મહિલા, આ અર્થમાં સ્ત્રી છે. વ્યક્તિની જાતિ તે માટેની કસોટી છે. સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઑફ પંજાબ વિ. મેજર સીંગ કેસમાં ઠરાવેલ છે કે સ્ત્રીની લજ્જાનું હાર્દ તેની જાતિમાં છે. પુખ્ત ઉંમરની સ્ત્રીની લજ્જા તેના અંગઅંગમાં અંકાયેલી છે. યુવાન કે વૃદ્ધ, સમજદાર કે નાસમજદાર, જાગૃત કે નિદ્રાધીન સ્ત્રી લજ્જા ધરાવતી જ હોય છે અને તેનો ભંગ થઈ શકતો હોય છે. આ કેસ સાડા સાત માસની બાળકી પર કરવામાં આવેલ અશિષ્ટ હુમલાનો કિસ્સો હતો. આરોપીના ગુનાહિત ઇરાદો જ આ બાબતની ચાવી છે. આ કેસમાં ઠરાવાયું કે આરોપીની બદદાનતનો ભોગ બનેલ બાળકીમાં. લજજ્જાની ભાવના કે જાતીય સભાનતા વિકાસ પામી હોતી નથી. આમ છતાં તે જન્મથી લજ્જા ધરાવે છે. આરોપીને ક. 354 હેઠળ ગુનેગાર ઠરાવાયો હતો.
સરકાર વિ. તાત્યાના કેસમાં આરોપી એક 6 વર્ષની બાળકીને પોતાની ઓરડીમાં લઈ ગયેલ. ત્યાં તેણીને આડી પાડી તેના પર પડેલ બાળકી રાડો પાડી ત્યાંથી નાસી ગઈ હતી. મુંબઈ વડી અદાલતે આરોપીનું આ કૃત્ય ક. 354 મુજબ સ્ત્રીની મર્યાદા લોપવાના ગુના મુજબ શિક્ષાપાત્ર ઠરાવેલ, કારણ કે ક. 10 મુજબ કોઈપણ ઉંમરની નારી જાતનું મનુષ્ય સ્ત્રી છે.
વ્યક્તિ (શખ્સ).
વ્યક્તિ' શબ્દમાં -
(1) મંડળી (Company),
(2) સંઘ (Association) અથવા
(3) વ્યક્તિઓનો મંડળ (association of persons), પછી તે નિગમીત હોય કે ન હોય; - નો સમાવેશ થાય છે. ઉપરાંત, 'વ્યક્તિ' શબ્દમાં કૃત્રિમ (artificial) અથવા ન્યાયિક (juridical)
વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. દા. ત., મૂર્તિ એક વ્યક્તિ છે, કારણ કે તે મિલકત ધારણ કરી શકે છે. પરંતુ રાજદ્રોહ, ખૂન, દ્વિલગ્ન, ખોટી સાક્ષી, બળાત્કાર વગેરે ગુનાઓનું આરોપણ કોઈ નિગમ' (corporation) પર ન કરી શકાય, કારણ કે માનવ વ્યક્તિ જ આ ગુનાઓ આચરી શકે. તે જ રીતે, જે ગુનામાં કેદની સજા ફરજિયાત હોય, તેવા કોઈ ગુનાનું આરોપણ નિગમ પર ન કરી શકાય. તેથી માનવ વ્યક્તિ જે ગુનો કરી શકે તે ગુનામાં જ જેલની સજા ફરજિયાત થઈ શકે. 'વ્યક્તિ' શબ્દમાં જન્મેલ કે જન્મનાર બાળકનો સમાવેશ થાય છે.
ન્યાયાધીશ (જજ),
કલમ.19માં વ્યાખ્યા અપાયેલ છે. ન્યાયાધીશ' એટલે એવી વ્યક્તિ, કે જેને -
(1) સત્તાવાર રીતે ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરાવેલ હોય, અથવા
ભયદેસરની (દીવાની કે ફ્રીજદારી) કાર્યવાહીમાં કાયદાથી ખંતિમ નિર્ણય જાહેર કરવાની દ્વારા
(2) સત્તા અપાયેલ હોય, અથવા
(3) ખેવી વ્યક્તિઓના સમૂહ પૈકીની દરેક વ્યક્તિ, કે જેને કાયદાથી ચુકાદો જાહેર કરવાની મન બુમો અપાયેલ હોય.
(બે) સરકાર દ્વારા અ ને ન્યાયાધીશ તરીકે નિમવામાં આવે છે. અ ને આરોપી સાથે કામ ચલાવી; છીન. તેને સજા કરવાની અથવા તેને નિર્દોષ છોડી મૂકવાની સત્તા ધરાવે છે. આ આ અર્થમાં નુકર
(બી) ન્યાયાધીશ છે. અ પંચાયતનો સભ્ય છે. તેને કામ ચલાવી ઇન્સાફ કરવાની સત્તા છે. આ આ અર્થમાં મેળા ન્યાયાધીશ છે.તેને
(સી) અ સમક્ષ એક આરોપીનો કેસ ચાલી રહ્યો છે. યોગ્ય ઇન્સાફી કાર્યવાહી માટે આ કેસ અન્ય છે? અદાલતને મોકલવાની અ ને સત્તા છે. અ આ અર્થમાં ન્યાયાધીશ છે.
જાહેર નોકર (રાજ્ય સેવક) જાહેર નોકર અને સરકારી નોકર વચ્ચેનો ભેદ
કલમ. 21માં વ્યાખ્યા અપાયેલ છે. તેમાં જાહેર નોકરોની લાંબી યાદી આપવામાં આવેલ છે. તેમાં નીચેની સામ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
1. દરેક ન્યાયાધીશ, 2. રાજ્યના નોકરો, 3. લશ્કર તથા નૌકાદળના અધિકારીઓ. 4. દરેક અધિકારી તો "ભલ કે જેની ફરજ સરકારના વતી મિલકત મેળવવા, રાખવા યા ખર્ચવાની હોય. અથવા સરકારવતી કોઈ નહ આકારણી કરવાની હોય, અગર કોઈ મહેસૂલ ઉઘરાવવાની હોય, 5. દરેક સરકારી નોકર કે જેની ફરજ ગુનાઓ થતા અટકાવવાની, ગુનાઓ અંગે માહિતી આપવાની, ગુનેગારોને ન્યાય માટે રજૂ કરવાની ઉદ અથવા જાહેર સ્વાસ્થ્યનું રક્ષણ કરવાની હોય, 6. ન્યાયની અદાલતના અધિકારીઓ જેમ કે દુભાષિયા સામાન્ય કારકુન વગેરે, 7. ન્યાયપંચના દરેક સભ્ય અથવા ન્યાયાધીશ સલાહકાર (assessor), B. ન્યાયની અદાલત દ્વારા નિયુક્ત કરાયેલ દરેક લવાદ, 9. એવી દરેક વ્યક્તિ, કે જેને કોઈપણ વ્યક્તિને અટકાયતમ રાખવાની સત્તા હોય. દા. ત., જેલર. 10. જાહેર ફરજ બજાવતી હરકોઈ વ્યક્તિ, જે સરકારી નોકરીમાં હોય નોકરી અથવા પગાર મેળવતી હોય, અથવા દલાલી (commission) મેળવતી હોય. 11. કોઈપણ કાનૂન હેઠળ સ્થપાયેલ સત્તા કે નિગમની નોકરીમાં રહેલ કે તેની પગારદાર વ્યક્તિ. 12. જે વ્યક્તિઓને મતદારયાદીઓ બનાવવા, પ્રગટ કરવા અથવા ચૂંટણી સંચાલનનું કામ સોંપાયેલ હોય. આ બધા જાહેર નોકરો અથવા રાજ્ય સેવકો છે. તેમને સરકાર દ્વારા નીમવામાં આવેલ છે કે કેમ તે મહત્ત્વનું નથી. 'જાહેર નોકર' માં જાહેર નોકરના હોદ્દાનો કબજો ધરાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે ભલે પછી તે હોદ્દો ધરાવવાના તેના અધિકારમાં કાનૂની ક્ષતિ (legal defect) હોય.
જાહેર નોકર અને સરકારી નોકર વચ્ચે તફાવત :
(1) તમામ સરકારી નોકરો જાહેર નોકરો છે, પરંતુ તમામ જાહેર નોકરો સરકારી નોકર નથી હોતા- જાહેર નોકર સરકારનો પગારદાર સેવક ન પણ હોય, જ્યારે તમામ સરકારી નોકરે
(2)સરકારમાંથી પગાર મેળવતા હોય છે.
(3) "જાહેર નોકર* શબ્દ વર્ગ (genus) છે. તેમાં સરકારી નોકરનો સમાવેશ થઈ શકે. ક. 14મ સરકારી નોકરની વ્યાખ્યા આપવામાં આવી છે. 'સરકારી નોકર* એટલે સરકાર દ્વાર નીમવામાં આવેલ અથવા નોકરીમાં રાખવામાં આવેલ વ્યક્તિ.
ગેરવાજબી / અન્યાયી લાભ અને ગેરવાજબી હાનિ (નુકસાન),
કલમ. 23માં વ્યાખ્યા અપાયેલ છે. 'અન્યાયી લાભ અથવા ગેરકાયદે લાભ એટલે ગેરકાયદેસર સાધનો દ્વારા મિલકત મેળવવી કે જે મેળવવા તે મેળવનાર વ્યક્તિ કાયદેસર રીતે હક્કદાર હોય નહીં. અન્યાયી હાનિ અથવા ગેરકાયદે હાનિ (નુકસાન) એટલે ગેરકાયદેસર સાધનો વડે મિલકત ગુમાવવી કે જે મિલકતનો ગુમાવનાર કાયદેસર રીતે હક્કદાર હોય.
કોઈ વ્યક્તિ અન્યાયી રીતે કોઈ વસ્તુ મેળવે અથવા રાખે ત્યારે તેણે અન્યાયી રીતે મેળવેલ કહેવાય. તે જ રીતે, કોઈ વ્યક્તિને અન્યાયી રીતે કોઈ મિલકતથી વંચિત કરવામાં આવે અથવા તેની મિલકત છીનવી લેવામાં આવે ત્યારે તે અન્યાયી રીતે ગુમાવે છે તેમ કહેવાય.
"અન્યાયી' અથવા 'ગેરકાયદે શબ્દનો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિના કાયદેસર અધિકારોને નુકસાન થાય તે રીતે વર્તવું. “અન્યાયી લાભ- માં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સાધનોથી કોઈ મિલકત મેળવેલ હોવી જોઈએ, કે જે મેળવવાનો તેને કાયદેસર અધિકાર ન હતો. 'અન્યાયી હાનિમાં કોઈ વ્યક્તિએ, પોતાનો કાયદેસર અધિકાર હોવા છતાં, ગેરકાયદેસર સાધનોથી મિલકત ગુમાવેલ હોવી જોઈએ અથવા તેને મિલકતથી વંચિત કરાયેલ હોવો જોઈએ. કોઈ વ્યક્તિને મિલકતથી વંચિત કરવી તેનો અર્થ એ થાય છે કે તે મિલકત તેના કબજામાંથી એવા હેતુથી લઈ લેવી કે જેથી તે મિલકતના ક઼બજાને લીધે થનાર લાભો થોડા સમય માટે પણ મેળવી ન શકે. દા. ત., અ, બ ની માલિકીની વસ્તુ તેની સંમતિ સિવાય અને બ જ્યાં સુધી તે પાછી સોંપવાના બદલામાં તેની કિંમત ન ચૂકવે ત્યાં સુધી રાખી મૂકવાના ઇરાદાથી મેળવે છે. એટલે કે તે અપ્રમાણિકતાથી (dishonestly) મેળવે છે. તેથી તે બ ને અન્યાયી હાનિ કરે છે અને પોતે અન્યાયી લાભ મેળવે છે. અહીં ચોરીનો ગુનો બને છે, પરંતુ કોઈ વ્યક્તિ થોડા સમય માટે મશ્કરીમાં, સામા પક્ષને ચિંતા કરાવવાના હેતુથી, અથવા બદલાની કોઈ અપેક્ષા વગર, તેના માલિકને પરત કરવાના ઇરાદાથી અને વધુ સાવચેત રહેવાના પાઠ ભણાવવાના હેતુથી કોઈ વસ્તુ લઈ લે, અથવા સંતાંડી દે તો તેનાથી અન્યાયી હાનિ થતી નથી. દા. ત., એક નોકરનો માલિક ભૂલકણો હતો. આથી માલિકને પાઠ ભણાવવાના હેતુથી નોકર તેના માલિકની પેટી ઢોરના ગમાણમાં સંતાડી દે છે. અહીં ચોરીનો ગુનો બનતો નથી અને માલિકને અન્યાયી હાનિ થતી નથી.
ઉદાહરણ :
(એ) અ નાની રકમનો બ નો કરજદાર હતો. બ તેનાં કરજની પતાવટ થાય તે માટે અ પર દબાણ લાવવાના હેતુથી અ ની સંમતિ સિવાય અ ના બે બળદો ઉઠાવીને પોતાના ઘરમાં બાંધે છે. પોતાનાં લેણાંની ચુકવણી માટે બળજબરી અને ગેરકાયદેસર બળદોની જપ્તીથી અ ને અન્યાયી હાનિ થાય છે અને બ એ ચોરીનો ગુનો કરેલ છે.
(બી) અ એ દુષ્કાળ રાહત અધિકારી પાસેથી ચોખા ખરીદ કરેલ હતા. કરારમાં એવી એક શરત હતી કે અ એ એક રતલે એક રૂ. ઓછો લઈને ચોખાનું વેચાણ કરવું. પરંતુ અ એ નક્કી કરેલ દરથી ચોખા વેચ્યા નહીં અને ચાર રતલે એક રૂ. ઓછો લઈ ચોખાનું વેચાણ કર્યું. અ એ કિંમત ચૂકવી ચોખા ખરીદ કરેલ હોવાથી પોતાને ચાહે તે ભાવથી વેચાણ કરવા મુક્ત હતો. તેનાથી કોઈને અન્યાયી લાભ કે અન્યાયી હાનિ થતી નથી.
અપ્રમાણિકપણે (અપ્રમાણિકતાથી) : બદદાનતથી.
કલમ 24માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા જણાવે છે કે જે કોઈ વ્યક્તિ —
1 - અન્ય વ્યક્તિને અન્યાયી લાભ કરવાના, અથવા બીજી વ્યક્તિને અન્યાયી હાનિ કરવાના ઇરાદાથી,
2. — કોઈ કાર્ય કરે, તો તેણે અપ્રમાણિકતાથી (dishonestly) કાર્ય કર્યું છે તેમ કહેવાય.
ફોજદારી ધારામાં, “અપ્રમાણિકતા" શબ્દ તેના લૌકિક અર્થમાં એટલે કે “પ્રમાણિકતાનો ભંગ* અર્થમાં પ્રયોજાયેલ નથી. કાયદાની અપ્રમાણિકતા, બજારની અપ્રમાણિકતાથી ભિન્ન છે. જ્યાં સુધી કોઈને અન્યાયી લાભ થાય નહીં અથવા અન્યાંથી હાનિ થાય નહીં. ત્યાં સુધી કોઈ માથે અસત્ય, અપ્રમાણિકતા શબ્દ ચોરી (કલમ. 178), બળજબરાઈથી કરાવવું (કલમ. 383), (કલમ..100), ગુનાહિત ઉચ્ચ . 400), વિશ્વાસઘાત (કલમ.. 405), અને ચોરીનો માલ મેળવવો (કલમ. 411)ના ગુનાઓની અપ્રમાણિકમાં આવે છે. (કલમ.103) ને ચોરી, વિશ્વાસઘાત વગેર મિલકત સંબંધી ગુનાઓમાં અરકાણિકતાનું તને એ પોતાનું ઘડિયાળ "અ સમારકામ મૂકેલ અ, પૈસા, ચૂકવ્યા વિના અને બ ની સંમતિ વિના તે ઘડિયાળ બ ના કબજામાંથી પાછું મેળવે છે. ઘડિયાળો ની માલિકીનું હોવા છતાં, એ એ તે અપ્રમાણિકતાથી મેળવેલ હોવાથી ચોરીનો ગુનો બને છે.
અ, બ ની પત્નીનો પ્રેમી છે. બ ની પત્ની અ ને બ ની માલિકીની કિંમતી વસ્તુઓ આપે છે. । જાણે છે કે તે વસ્તુઓ અ ની માલિકીની છે અને તેની પત્નીને તે કોઈને સોંપવાની સત્તા ન હતી. જો અપ્રમાણિકતાથી આ કિંમતી વસ્તુઓનો સ્વીકાર કરે, તો તેણે ચોરીનો ગુના કર્યો કહેવાય.
કપટપૂર્વક (દગલબાજીથી).
કલમ.25 માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા મુજબ, કોઈ વ્યક્તિ માત્ર છેતરવાના ઇરાદાથી જ કોઈ કાર્ય કરે તો તે દગલબાજીથી (Fraudulently) કરે છે તેમ કહેવાય. તે માટે એ જરૂરી નથી કે કો વ્યક્તિ ખરેખર છેતરાયેલ હોય અથવા કોઈને મિલકતથી વંચિત કરાયેલ હોય અથવા કોઈ વ્યક્તિ પાસે તેની મિલકતનો કબજો પડાવી લેવાયેલ હોય. આ શબ્દ ઘણા ગુનાઓની વ્યાખ્યાઓમાં પ્રયોજાયેલ । દા. ત., ન્યાય વિરુદ્ધના ગુનાઓ (કલમ.206, 207, 208), તોલમાપના ગુનાઓ (કલમો 264 થી 264 બનાવટી સિક્કાઓ અને સ્ટેમ્પને લગતા ગુનાઓ (કલમો 242, 243, 252 253 261 થી 263) વગેરે *દગલબાજી' શબ્દમાં બે તત્ત્વો આવરી લેવાયા છે. છેતરામણી (ઠગાઈ) અને છેતરાયેલ વ્યક્તિ હાનિ. હાનિ શબ્દમાં આર્થિક નુકસાન ઉપરાંત વ્યક્તિને તેનાં શરીર, મન પ્રતિષ્ઠા અને એની અ બાબતોમાં થયેલ ઈજાનો સમાવેશ થાય છે. ટૂંકમાં, તે બિનનાણાકીય નુકસાન પણ હોઈ શકે. છેતરન (ઠગાઈ કરનાર) ને થતો લાભ કે ફાયદો એ હંમેશાં છેતરાયેલ વ્યક્તિનું નુકસાન કે અહિત જ । દગલબાજીથી થતું કાર્ય સામાન્ય રીતે અપ્રમાણિક કાર્ય હોવું જોઈએ તેમ પણ નથી. કોઈકવાર તેમ જે પણ શકે, "છેતરવાના ઇરાદા* નો અર્થ સામાન્ય ઠગાઈ કરતાં વિશેષ છે.
ઉદાહરણ :
અ, બ ને એક અસત્ય વાત કહે છે. બ તે વાત સત્ય માને છે. અહીં જો કે બ છેતરાયો છે, પર તેનાથી એમ સૂચિત થતું નથી કે અ નો છેતરવાનો ઇરાદો હતો, પરંતુ જો અ, બ ને અસત્ય વાત ! અને તેનો ઇરાદો બ કાંઈક કરે તેમ હોય, કે જે કાર્ય પોતાને લાભદાયી બનશે તેમ માનતો હોય અને કાર્ય થવાથી બ ને નુકસાન થવાનું હોય, તો અ નો છેતરવાનો ઇરાદો કહી શકાય. દગલબાજીથી" અને "અપ્રમાણિકતાથી" વચ્ચે તફાવત : *
*દગલબાજીથી' શબ્દ બે વસ્તુ સૂચવે છે. એક ઠગાઈ અને બીજી છેતરાયેલ વ્યક્તિને હાાં *દગલબાજીથી' શબ્દ દ્વારા છેતરવાના ઇરાદાનું સૂચન થાય છે. જ્યારે 'અપ્રમાણિકતાથી- શબ્દનો સંકુરિ અર્થ અન્યાયી લાભ અથવા અન્યાયી હાનિ પહોંચાડવી તેવો અર્થ વ્યક્ત થાય છે. દગલબાજીથી કરારે કાર્ય સર્વથા અપ્રમાણિક હોવાનું જરૂરી નથી. તેમ હોઈ પણ શકે.
જંગમ મિલકત.
ક. 22 માં વ્યાખ્યા અપાયેલ છે. "જંગમ મિલકત' શબ્દમાં દરેક પ્રકારની મૂર્ત (corporeal) મિલકત સમાવેશ થાય છે. પરંતુ તેમાં જમીન, જમીન સાથે નિબદ્ધ અથવા જમીન સાથે જોડાયેલ વસ્તુ સાથે કાય સંકળાયેલ વસ્તુઓનો સમાવેશ થતો નથી. મિલકતનાં સ્વરૂપની દૃષ્ટિએ સ્થાવર અને જંગમ મિલકત એમ બે પ્રકારો પાડવામાં આવ્યા છે.
મિલકત ચલાયમાન એટલે ખસેડી શકાય તેવી હોય તે જંગમ (movable) મિલકત છે. દા. ત., મીર, કબૂતર, મગર, સાપ, તેતર, માછલી, હોર, મૃતદેહ, હોડી, પથ્થર, વાયુ, મીઠું, કિંમતી જામીનગીરીબી, પાણી વગેરે જંગમ મિલકતના ઉદાહરણો છે. તેમાં ઊભો પાક, ઊભો વૃક્ષોનો, જમીન સાથે જોડાયેલ મશીનરીનો સમાવેશ થતો નથી. કલમ. 378 માં અપાયેલ વ્યાખ્યા મુજબ, ચોરીનો ગુનો માત્ર જંગમ મિલકત સંબંધમાં થઈ શકે.
માનવાને કારણ હોવું.
કલમ.26 માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા જણાવે છે કે કોઈ વસ્તુ માનવાને કારણ છે એમ ત્યારે જ કહી શકાય કે એ વસ્તુ માનવાને પૂરતું કારણ હોય અને તે સિવાય નહીં.
*માનવું* શબ્દ “શંકા હોવી- કરતાં વધુ પ્રબળ છે. આ શબ્દોનો અર્થ એ થાય છે કે કોઈના મનમાં અમુક બાબત પરત્વે ખાતરી થઈ જાય તેવા સંજોગો અસ્તિત્વ ધરાવતા હતા. શુદ્ધબુદ્ધિથી માન્યતા ધારણ કરવામાં આવેલ હોવી જોઈએ. તે માત્ર એક બહાનું હોવું જોઈએ નહીં. અદાલત માટે તપાસ કરવાનું ખુલ્લું રહેશે કે માન્યતા માટેના કારણોને તેવું માનવાની રચના થવા સાથે બુદ્ધિગમ્ય સંબંધ અથવા સુસંગત આધાર હતો કે કેમ અથવા તેનાં કારણો બિનમહત્ત્વનાં કે અસંગત હતાં.
ફૂટકરણ (ખોટું બનાવવું).
કલમ. 28માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા જણાવે છે કે સરખાપણાંથી ઠગાઈ કરવાની ઇચ્છાથી અથવા તેનાથી ઠગાઈ થવાની શક્યતા છે એવું જાણીને એક વસ્તુ બીજાના સરખી બનાવવી તેને ખોટું બનાવવું* (કૂટકરણ) યાને બનાવટ કહેવાય. ખોટું બનાવવા માટે તેવી બનાવટ બરાબર તેના જેવી જ જોઈએ તેવું નથી. “ખોટું બનાવવું* શબ્દ, બનાવટી સિક્કા, ટિકિટો, ચલણી નોટો અને નકલી તોલમાપ બનાવવાના સંદર્ભમાં પ્રયોજાયેલ છે. સામાન્ય રીતે ખોટું બનાવવામાં આબેહૂબ નકલનો ખ્યાલ સૂચવાય છે, પરંતુ ભારતીય ફોજદારી ધારાના હેતુ માટે નકલ આબેહૂબ ન હોય તથા મૂળ નકલ અને બનાવટી નકલ વચ્ચે સૂક્ષ્મ તફાવતો હોય, તો પણ જ્યાં સુધી ઠગાઈ આચરી શકાય તેટલી હદે તેમાં સરખાપણું હોય, તો તે ખોટું બનાવવાનું ગણાશે.
જ્યારે કોઈ વ્યક્તિ, એક વસ્તુ બીજી વસ્તુ જેવી સરખી બનાવે અને તે સરખાપણું એવું હોય કે જેનાથી કોઈ વ્યક્તિ છેતરાઈ જાય, તો આ સંજોગોમાં વિરુદ્ધ સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી, આવું સરખાપણું ઉત્પન્ન કરનાર વ્યક્તિનો ઇરાદો તેવા સરખાપણાથી ઠગાઈ થવાનું તે જાણતો હોવાનું અનુમાન કરવામાં આવશે. ખોટી બનાવેલ વસ્તુ સિક્કો અથવા ધાતુનો ટુકડો હોઈ શકે. કોઈ વસ્તુને બનાવટી જાહેર કરવા માટે
તેનાથી ઠગાઈ (છેતરપિંડી) થઈ શકે તેટલા પૂરતું અમુક પ્રકારનું સરખાપણું હોવું જરૂરી છે. જો આવું સરખાપણું ન હોય, તો તેને બનાવટી કહી શકાય નહીં. દા. ત., બનાવટી ચલણી નોટ એવી હોય કે જેનાથી સામાન્ય ગ્રામજન પણ છેતરાય નહીં. વપરાયેલી ટિકિટો તે વપરાયા વિનાની ખરી ટિકિટો હોય તેવી બનાવવી તેને પણ બનાવટ કહેવાય.
દસ્તાવેજ (લેખ).
કલમ.29 માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા મુજબ, કોઈપણ પદાર્થ ઉપર અક્ષર, આંકડા વગર ચિન્હો વગેરે દ્વારા કોઈ વસ્તુ વ્યક્ત કરવામાં અથવા વર્ણવવામાં આવી હોય અને તેને એ વસ્તુના પુરાવા તરીકે ઉપયોગમાં લેવાનો ઇરાદો હોય, તો તેને દસ્તાવેજ કહેવાય. ક. 29 હેઠળના ખુલાસા-1 માં જણાવાયું છે કે કયા પદાર્થ પર અથવા કયા સાધનોથી આવા અક્ષરો વગેરે લખવામાં અથવા બનાવવામાં આવેલ છે અથવા ન્યાયની અદાલતમાં તે વાપરી શકાય તેમ છે કે કેમ તે મહત્ત્વનું નથી. ખુલાસો-2 જણાવે છે કે વ્યાપારિક કે અન્ય કોઈ રૂઢિનાં કારણ અક્ષરો, અંકો કે સંજ્ઞાથી વ્યક્ત થતું કોઈ પણ, ભલે તે વાસ્તવમાં એ જ પ્રમાણે વ્યક્ત ન કરતું હોય તો પણ આવા અક્ષરો કે સંજ્ઞાથી એ જ પ્રમાણે વ્યક્ત કરતું ગણવામાં આવશે.
દસ્તાવેજ એટલે માત્ર 'કાગળ' તેવી અર્થ થતો નથી. સામાન્ય રીતે તે આવા હાથે સાથે હંમેશા એમ હોતું નથી. કોઈપણ વસ્તુ પર કોઈપણ લખવામાં, છાપવામાં કે કોતરવામાં આવ્યું હોય તો તે દસ્તાવેજ છે. વળી તે માટે એ જરૂરી નથી કે કોતરાયેલ વસ્તુ વાંચી શકાય તેવી હોવી જોઈએ. સાંભળી શકાય તેમ હોય વતી પણ પુરતું છે. તેથી ગ્રામોફોન રેકર્ડ અથવા બોલતી ફિલ્મ એ પણ દરસ્તા વેજો વતી સરકાર વિ કિસ્તાપ્યા કેસમાં સરકારી જંગલ અધિકારીઓએ સરકારી ઝાડ પર સરકારની માલિકી દર્શાવતી નિશાનીએ આરોપીએ બદલી નાખી હતી, બદલી નાખવામાં આવેલ નિશાની એમ સૂચવતી હતી કે તે ઝાડ આરોપીની માલિકીનું હતું. આ કેસમાં હરાવાયેલ કે ઝાડની છાલ દસ્તાવેજ હતી અને આરોપી ખોટી બનાવટના ગુના માટે ગુનેગાર હતો.
ઉદાહરણો :
(એ) કરારની શરતો દર્શાવતું લખાણ કે જેનો કરારના પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે તેમ હોય.
(બી) બેંકર પર લખવામાં આવેલ ચેક,
(સી) મુખત્યારનામું.
(ડી) નકશો કે જે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાનો ઇરાદો હોય,
(5) હુકમ અથવા સૂચનાનું લખાણ, (એફ) હુકમ મુજબ ચુકવણીપાત્ર વિનિમયપત્રની પાછળ કરાયેલ શેરો.
કિંમતી દસ્તાવેજ (જામીનગીરી અસ્ક્યામત).
કલમ. 30 માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા મુજબ, કોઈ એવો દસ્તાવેજ કે જેનાથી કોઈ કાયદેસર હક્ક ઉત્પન્ન કરાયો હોય, વિસ્તૃત કરાયેલ હોય, આપવામાં આવેલ હોય, નિયંત્રિત કરાયેલ હોય. રદ કરાયેલ હોય કે છોડી દેવાયેલ હોય, અથવા તો એવો દસ્તાવેજ કે જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસર જવાબદારી સ્વીકારતી હોય અથવા એમ સ્વીકારે કે પોતાને અમુક કાયદેસરનો અધિકાર નથી, તેને કિંમતી જામીનગીરી કહેવાય છે.
ઉદાહરણ :
હૂંડીની પાછળ અ પોતાનું નામ લખે છે. તેનો અર્થ એ થાય છે કે જે કોઈ વ્યક્તિ તે હૂંડી કાયદેસર ધારણ કરતી હોય તેને તે હૂંડી પરત્વેનો હક્ક સોંપવામાં આવેલ છે. આથી તે શેરો (endorsement) કિંમતી જામીનગીરી છે.
દા. ત.. પરસ્પરની કુશળતા અંગે પૂછપરછના પત્રો લખવામાં આવે છે. આ પત્રો દસ્તાવેજો છે. પરંતુ જો તેમાં આગળ વધીને નાણાં મળ્યા છે અથવા માલ મોકલી આપવામાં આવશે તેમ જણાવાયેલ હોય. તો તે પત્ર કિંમતી જામીનગીરી બને છે, કારણ કે તેમાં માલ મોકલવાની જવાબદારી સ્વીકારવામાં આવેલ છે. તમામ કિંમતી જામીનગીરીઓ દસ્તાવેજ છે, પરંતુ બધા જ દસ્તાવેજો સામાન્ય રીતે કિંમતી જામીનગીરી હોતા નથી.
ઉદાહરણો :
એ) હિસાબની સમજૂતી,લગ્નવિચ્છેદ દસ્તાવેજ,હુંડી. ) પૈસા ભર્યા બાબતની સ્લીપનું અડધિયું,
બળપૂર્વક સગીર પાસે લખાવી લેવાયેલ પ્રોમિસરી નોટ.
કિંમતી જામીનગીરીને લગતા ગુનાઓ :
(1) કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવવા સ્વેચ્છાપૂર્વક ઈજા કે ગંભીર ઈજા પહોંચાડવી (5.327, 5.329).
(2) કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવવાના હેતુથી ગેરવાજબી કેદ (ક. 347, 348).
(3) ઠગાઈ કરીને કિંમતી જામીનગીરી બનાવવા, તેમાં ફેરફાર કરાવવા કે નાશ કરાવવા કોઈ
વ્યક્તિને પ્રેરવો (ક. 420). કોઈ કિંમતી જામીનગીરીનું કૂટલેખન (forgery) (કલમ.467).
(4) કોઈ કિંમતી જામીનગીરી દગલબાજીથી રદ કરવી. (કલમ. 477).
કિંમતી જામીનગીરી અને દસ્તાવેજ વચ્ચેનો તફાવત
બધી જ કિંમતી જામીનગીરીઓ દસ્તાવેજ છે, પરંતુ બધા જ દસ્તાવેજો કિંમતી જામીનગીરી હોતા નથી. ફક્ત એવા દસ્તાવેજ કે જેના દ્વારા કોઈ કાયદેસર હક્ક ઉત્પન્ન થતો હોય, બદલાતો હોય, તેઓને જ કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે. કાયદામાં દસ્તાવેજની સરખામણીએ કિંમતી જામીનગીરીનું વિશેષ મહત્વ છે. આથી સામાન્ય દસ્તાવેજ બનાવવાના ગુના કરતાં કિંમતી જામીનગીરીઓ બનાવવાના ગુનાને વધુ શિક્ષાપાત્ર ઠરાવવામાં આવેલ છે.
કૃત્ય અને કાર્યલોપ (કસૂર).
કલમ. 32 અને કલમ. 36માં વ્યાખ્યા અપાયેલ છે. ક. 32 જણાવે છે કે વિરુદ્ધનો ઇરાદો જણાતો હોય તે સિવાય, આ ધારાના દરેક વિભાગમાં, કે જ્યાં કરેલ 'કૃત્ય' (act) શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ગેરકાયદેસર કસૂર(omission)નો પણ સમાવેશ થાય છે. કૃત્ય એટલે હકારાત્મક કૃત્ય તેવું જ નથી આ વ્યાખ્યામાં ગેરકાયદેસર કસૂરનો પણ સમાવેશ થાય છે. દા. ત., અ રેલ્વે ફાટક મેન છે. ટ્રેન પસાર થવા માટે લીલી ઝંડી અને ટ્રેન રોકવા માટે લાલ ઝંડી બતાવવાની તેની ફરજ છે. પોતાની આ ફરજ બજાવવામાં તે સ્વેચ્છાએ કસૂર કરે, તો તેનો સમાવેશ 'કૃત્ય' ની વ્યાખ્યામાં થાય છે.
કલમ. 36 જણાવે છે કે જ્યાં અમુક પ્રકારનું પરિણામ લાવવામાં અથવા એવું પરિણામ લાવવાના પ્રયત્નનું કૃત્ય અથવા કસૂર ગુનો બનતું હોય, ત્યાં કાંઈક અંશે કૃત્યથી અથવા કાંઈક અંશે કસૂરથી તેવું પરિણામ લાવવાનું કૃત્ય પણ તે જ ગુનો બને છે.
ઉદાહરણ :
અ કંઈક અંશે બ ને ખોરાક ન આપીને (એટલે કે ખોરાક આપવામાં કસૂર કરીને) અને કંઈક અંશે માર મારીને ઇરાદાપૂર્વક મારી નાખે છે. અ એ ખૂન કર્યું છે તેમ કહેવાય.
સ્વેચ્છાપૂર્વક (જાણીબૂઝીને).
કલમ.39 માં વ્યાખ્યા અપાયેલ છે. ક. 39 જણાવે છે કે કોઈ વ્યક્તિએ સ્વેચ્છાથી કોઈ પરિણામ ઉત્પન્ન
કર્યું છે એમ ત્યારે જ કહેવાય કે જ્યારે તે એવાં સાધનોથી પેદા કરે - (એ) કે જે દ્વારા તે ઉત્પન્ન કરવાનો તેનો ઇરાદો હોય, અથવા
(બી) કે તેનો ઉપયોગ કરતી વેળાએ તે જાણતો હોય અથવા તેને માનવાને કારણ હોય કે આવું પરિણામ આવવા સંભવ છે.
કાયદાની પરિભાષામાં "સ્વેચ્છાપૂર્વક' નો અર્થ મરજીથી (willingly) એવો થતો નથી, પરંતુ જાણી- જોઈને* (knowingly) અથવા "राहापूर्व" (intentionally) એવો થાય છે
ઉદાહરણ :
અ એક રહેઠાણનાં ઘરને, લૂંટ કરવામાં સવલત થવાના હેતુથી આગ લગાડે છે. આથી બ નું મરણ થાય છે. જો કે તેનો તેમ કરવાનો ઇરાદો ન હતો. અને બ નાં મરણથી તેને દિલગીરી પણ થયેલી, પરંતુ અ ચોક્કસ જાણતો હોવો જોઈએ કે તેનાં આ કૃત્યથી બ નું મૃત્યુ થવા સંભવ છે. તેથી અ એ બ નું સ્વેચ્છાએ મૃત્યુ નિપજાવેલ હોવાનું કહી શકાય.
(1) ગુનો, (2) ઈજા (હાનિ), (3) ખાસ કાયદો, સામાન્ય કાયદો અને સ્થાનિક કાયદો
ગુનાની વ્યાખ્યા !
કલમ.40માં અપાયેલ છે. ક. 40 જણાવે છે કે ગુની એટલે ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર ઠરાવાઘેલ અને અમુક સંજોગોમાં કીજદારી પાસ અથવા ખાસ અગર સ્થાનિક કાયદાની રૂબે શિક્ષાપાત્ર થાતું હોય તેવું હાય.
દા. ત., ફોજદારી પાસે હેઠળ ચોરીનું કૃત્ય શિક્ષાપાત્ર ઠરાવાયેલ છે અને તેથી તે ગુનો બને છે, તે જ રીતે, અપહરણ ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય ઠરાવાયેલ છે અને તેથી તે ગુનો બને છે. ફોજદારી પારા હેઠળ ગુનો કરવા માટે દરેક ગુનાહિત કૃત્ય પાછળ ગુનાહિત ઇરાદો જરૂરી તાત્વ ગણવામાં આવેલ નથી. કેટલાક ગુનાઓ (જેમ કે ખૂન)માં તે અનિવાર્થ તત્વ ગણવામાં આવેલ છે.
હાનિની વ્યાખ્યા :
કલમ.44 માં અપાયેલ છે. આ વ્યાખ્યા મુજબ, 'હાનિ- શબ્દ કોઈપણ વ્યક્તિના શરીર, મન, પ્રતિષ્ઠા તથા મિલકતને કોઈપણ સ્વરૂપમાં ગેરકાયદેસર રીતે ઈજા અથવા નુકશાન પહોંચાડવું એમ સૂચય છે. સામાન્ય અર્થમાં આપણે હાનિને પા અથવા ઈજાના અર્થમાં સમજીએ છીએ, પરંતુ કાયદામાં તેનો આ એકમાત્ર અર્થ થતો નથી. આ વ્યાખ્યા મુજબ, તેમાં માત્ર શારીરિક ઈજાનો નહીં, પરંતુ મન, પ્રતિષ્ઠા અને મિલકતને થયેલ નુકસાનનો પણ સમાવેશ થાય છે. આ દૃષ્ટિએ જોઈએ તો ટોલની ગેરકાયદેસર માગણી, આ અર્થમાં 'હાનિ કહેવાય, પરંતુ સામાજિક બહિષ્કાર હાનિ નથી. ફોજદારી ધારામાં ‘હાનિ- ની ધમકીને
શિક્ષાપાત્ર ઠરાવતી ત્રણ કલમો છે. જેમ કે.
(1) જાહેર નોકરને ઈજાની ધમકી (ક. 189).
(2) બળપૂર્વક છીનવી લેવાના હેતુથી કોઈ વ્યક્તિને ઈજાની ધમકી (8.385).
(3) કોઈ વ્યક્તિ જાહેર નોકરનું રક્ષણ મેળવતાં અટકે તે હેતુથી હાનિની ધમકી (ક. 190).
"ખાસ કાયદો" વ્યાખ્યા :
કલમ. 41 માં વ્યાખ્યા અપાયેલ છે. આ વ્યાખ્યા મુજબ, કોઈ ખાસ વિષયને લાગુ પડતા કાયદાને ખાસ કાયદો કહેવામાં આવે છે.
ખાસ વિષયોને લગતા કાયદાઓને ખાસ કાયદા (Special Law) તરીકે ઓળખવામાં આવે છે. દા. ત.. ભારતીય હથિયારોનો કાયદો (Indian Arms Act), ગુજરાત દારૂબંધી ધારો, ગુજરાત સ્ટેમ્પ ધારો (Gujarat Stamps Ad) વગેરે ખાસ વિષયોને સ્પર્શતા હોવાથી ખાસ કાયદાઓ છે. તેમાં નવા ગુના બનાવી શિક્ષાપાત્ર ઠરાવાયેલ છે કે જે આ ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર બનતા ન હોય.
સામાન્ય કાયદો અને સ્થાનિક કાયદો :
જે કાયદો સામાન્ય રીતે કોઈ જાતના ભેદભાવ વગર તમામને લાગુ પડતો હોય તે સામાન્ય કાયદો
છે. દા. ત., કરાર ધારો, માલ વેચાણનો કાયદો, ભાગીદારી ધારો વગેરે આ પ્રકારના કાયદા છે. તે જ
રીતે, ભારતીય ફોજદારી ધારો પણ સામાન્ય કાયદો છે. કારણ કે તે નાગરિક, બિન-નાગરિક, સ્ત્રી, પુરુષ,
ભારતીય કે વિદેશી વ્યક્તિ, દરેકને સમાન રીતે લાગુ પડે છે. ભારતના અમુક વિભાગને જ લાગુ પડતા કાયદાને સ્થાનિક કાયદો કહેવામાં આવે છે. દા. ત., Port Trusts Act. સ્થાનિક કાયદો અમુક વિસ્તારને જ લાગુ પડે છે, જ્યારે ખાસ કાયદાઓમાં અમુક વિષય સંબંધી જોગવાઈ કરાયેલ હોય છે.
શુભનિષ્ઠા (શુદ્ધબુદ્ધિ) (શુદ્ધદાનત).
કલમ.52માં વ્યાખ્યા અપાયેલ છે. ક. 52 જણાવે છે કે કોઈપણ વસ્તુ યોગ્ય સંભાળ અને કાળજીથી કરવામાં અથવા માનવામાં ન આવે, તો તે શુદ્ધબુદ્ધિથી કરવામાં અથવા માનવામાં આવેલ હોવાનું કહી શકાય નહીં. શુદ્ધબુદ્ધિ એટલે ખરાબ ઇશદાની અભાવ તેવી અર્થ થતો નથી જે બાબત કાળજીપૂર્વક અને સંભાળથી કરવામાં આવેલ હોય. તે બાબત શુદ્ધબુદ્ધિથી કરવામાં આવેલ છે તેમ કહી શકાય કાર્ય અથવા માન્યતામાં શુદ્ધબુદ્ધિ હોવા માટે હાથ પરના વિષય પરત્વે યોગ્ય સંભાળ અને કાળજી જરૂરી છે. કોઈપણ શાહે એવો જોઈએ તેમ આ શબ્દ સૂચવે છે. ભાવ વિ. મૂલજીના કેસમાં ત્રણ બંડલો છપી રીતે લઈ જઈ રોલ માન્યતાનો સીધેસીધો સ્વીકાર નહીં પણ સત્ય શોધવા માટે ખરી અને અંતઃકરણપૂર્વકનો પ્રયાસ થયેલ એક વ્યક્તિને પોલીસે પૂછપરછ કરી અટકાયત કરી હતી. આ કેસમાં હરાવાયેલ કે તે યોગ્ય કાળજી અને સંભાળથી વર્યો હતો. તેણે પૂછેલા પ્રશ્નો પરથી તે હકીકત સાબિત થતી હતી. સરકાર વિ. હયાતના કેસમાં આરોપીએ ભૂતના વહેમવાળી મનાતી એક જગામાં વહેલી સવારે એક વ્યક્તિએ બાળકને નીચે વાંકો વળેલ જોતાં, તે પ્રેતાત્મા છે એમ સમજીને, તેને ભૂલ સમજાય તે પહેલાં જ. મૂક્કો આવેલ બારીક બાળકને મારી નાખેલ હતો. આ કેસમાં ઠરાવાયું કે આરોપી પૂરતી કાળજી અને સંભાળ વિના વર્તેલ હોવાથી તે શુદ્ધબુદ્ધિપૂર્વક વર્તેલ હોવાનું કહી શકાય નહીં. આથી તેને કે. 304-A (બેદરકારીથી મૃત્યુ નીપજાવવા) હેઠળના ગુના બદલ જવાબદાર ઠરાવવામાં આવેલ હતો.
શુદ્ધબુદ્ધિ (good faith) નો બચાવ :
કાર્ય શુદ્ધબુદ્ધિથી થયેલ હોવાનું જો પુરવાર થાય. તો નીચેના સંજોગોમાં તે યોગ્ય બચાવ બની શકે. (1) અદાલતના ચુકાદા કે હુકમ અનુસાર શુદ્ધબુદ્ધિથી કરાયેલ કૃત્ય. (5.78)
(2) કોઈ વ્યક્તિ પોતે તે કાર્ય કરવા કાયદેસર હક્કદાર છે તેમ માનીને શુદ્ધબુદ્ધિથી કરેલ કૃત્ય
(3) (કલમ.79) શુદ્ધબુદ્ધિથી અન્યનાં હિતમાં કરાયેલ કૃત્ય. (કલમ.92)
(4) શુદ્ધબુદ્ધિથી અન્યના લાભ માટે કહેવામાં આવેલ હકીકત. (ક.93)
(5) પોતાને કોઈ ખાનગી રસ્તે અથવા જળમાર્ગ પર હરકત કરવાનો અધિકાર હોવાનું શુદ્ધબુદ્ધિથી માનીને કોઈ વ્યક્તિને ઊભો કરેલ અંતરાય. (ક.339 નો અપવાદ)
આશ્રય.
કલમ. 52-A માં વ્યાખ્યા અપાયેલ છે. “આશ્રય* (harbour) શબ્દમાં કોઈ વ્યક્તિને રહેઠાણ, ખોરાક, પીણું. પૈસા, કપડાં, હથિયાર, દારૂગોળો અથવા વાહન પહોંચાડવાનો અથવા કોઈ સાધન દ્વારા તે વ્યક્તિ તેની થતી ધરપકડમાંથી છટકી શકે તે માટે સહાય કરવાનાં કાર્યનો સમાવેશ થાય છે.
ઉદાહરણ :
અ, બ ની હત્યા કરી નાસી જાય છે. ક પોતાને ત્યાં તેને છુપાવે છે અને તેને ત્યાંથી નાસી છુટવા માટે કપડાં અને પૈસાની સહાય કરે છે. ક આશ્રય આપવાના ગુના બદલ જવાબદાર છે.
સમાન ઇરાદો, એક જ ઇરાદો, એકસરખો ઇરાદો.
સહગુનેગારોએ તેમનો સામાન્ય ઇરાદો બર લાવવા માટે ગુનાહિત કૃત્ય માટેની તેમની
પરોક્ષ જવાબદારીનો સિદ્ધાંત.
આ સંબંધમાં કલમો 34 થી 38 માં જોગવાઈ કરાયેલ છે. ક. 34 જણાવે છે કે જ્યારે કોઈ ગુનાહિત કાર્ય એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા, તેઓ બધાનો સામાન્ય ઇરાદો બર લાવવા કરવામાં આવ્યું હોય, ત્યારે એવી પ્રત્યેક વ્યક્તિ, જાણે કે તે કાર્ય તેણે એકલાએ જ કરેલ હોય, તે રીતે જવાબદાર ગણાશે. કલમ. 34 માં પરોક્ષ જવાબદારી (constructive liability) અથવા પરોક્ષ ગુનેગારી (criminal criminality) નો સિદ્ધાંત વણી લેવાયો છે. જ્યારે કોઈ પક્ષના વ્યક્તિગત સભ્યોએ કરેલ કૃત્યો જુદાં પાડવાનું મુશ્કેલ હોય અથવા તો તે પૈકીની દરેક વ્યક્તિએ શો ભાગ ભજવ્યો છે તે ચોક્કસ રીતે પુરવાર કરી શકાય તેમ ન હોય, ત્યારે આવા સંજોગોને પહોંચી વળવા આ કલમની જોગવાઈ કરાયેલ છે. આવા બનાવોમાં દરેકને મુખ્ય ગુનેગાર ગણવા પાછળનો હેતુ એ છે કે તેના સાગરીતોની હાજરી, ખરેખર ગુનાનું કાર્ય કરનાર ગુનેગારને હિંમત, ઉત્તેજન અને રક્ષણ આપનાર બને છે.
કલમ. 34 લાગુ પાડવા માટેનાં આવશ્યક તત્ત્વો :
1. સમાન ઇરાદો (Common Intention):
ગુનો કરનાર એક કરતાં વધુ વ્યક્તિઓ હોવી જોઈએ અને તેઓ તમામ ગુનો કરવાનો સમાન (અથવા સામાન્ય) ઇરાદો ધરાવતા હતા અને તે સામાન્ય ઇરાદો પાર પાડવા તેમણે ગુનાહિત કૃત્ય કરેલ હતું. તે પુરવાર થવું જોઈએ. ગુનો કરવામાં ભાગ લેનાર દરેક વ્યક્તિને ગુનેગાર ઠરાવવા માટે સામાન્ય ઇરાદો બર લાવવા કરાયેલ કૃત્ય પૂર્વશરત (precondition) છે. ગુનાનાં સ્થળે માત્ર હાજરી આપવાનું કૃત્ય આપમેળે (ipso facto) ગુના માટે જવાબદાર ગણવાનું પૂરતું નથી. ક.34 મુજબની જવાબદારી નક્કી કરવા માટે સમાન ઇરાદાનું અસ્તિત્વ મહત્ત્વની કસોટી છે. પ્રસ્તુત ગુના સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓનો સામાન્ય ઇરાદો હોવો જોઈએ. તેનો અર્થ એ થાય છે કે કેટલીક વ્યક્તિઓ કોઈ ગુનો કરવાના હેતુ માટે એકત્ર થાય (અથવા સમજૂતી કરે) ત્યારે તે હેતુ બર લાવવામાં સહાય કરનાર તમામ વ્યક્તિઓ સરખી રીતે ગુનેગાર બને છે. પરોક્ષ જવાબદારીનો પાયો આરોપીને ગુનાહિત કાર્ય કરવાનું પ્રોત્સાહન આપતા સામાન્ય ઇરાદામાં અને આવો ઇરાદો બર લાવતાં કરવામાં આવેલ કૃત્યમાં છે. સામાન્ય ઇરાદો એ વાસ્તવમાં કરાયેલ કૃત્ય કરવાનો ઇરાદો છે અને તે ઇરાદા સહિત દરેક આરોપીએ ભાગ લીધેલ હોવો જોઈએ.
જે ગુનાહિત કૃત્ય માટે કાવતરાખોરોને ક. 34 હેઠળ જવાબદાર ઠરાવવાના હોય તે કૃત્ય તેમના સામાન્ય ઇરાદા સાથે સંકળાયેલ હોવું જોઈએ. તે સામાન્ય ઇરાદો અમલમાં મૂકતાં કે પાર પાડતાં તે કૃત્ય થયેલ હોવું જોઈએ. જો તે કૃત્ય સામાન્ય ઇરાદાથી ભિન્ન હોય, કે સામાન્ય ઇરાદાથી વિરુદ્ધનું હોય અથવા સામાન્ય ઇરાદો પાર પાડવા માટે જરૂરી ન હોય, તો તે સામાન્ય ઇરાદો બર લાવવા માટે કરાયેલ હોવાનું કહી શકાય નહીં અને ક. 34 લાગુ પાડી શકાય નહીં. શંકરલાલ વિ. સ્ટેટ ઑફ ગુજરાત કેસમાં ઠરાવાયેલ છે કે ક. 34માં દર્શાવેલ ગુનાહિત કૃત્ય એક કરતાં વધુ વ્યક્તિના ઐકત્રિત કાર્યનું પરિણામ છે. જો તેમના સામાન્ય ઇરાદાને બર લાવતાં પ્રસ્તુત પરિણામ આવ્યું હોય તો તે પરિણામ માટે તેમાંની પ્રત્યેક વ્યક્તિ જાણે પોતે જ એ કૃત્ય કરેલ હોય તે રીતે ગુનેગાર ઠરે છે.
ઉદાહરણો :
(એ) ચાર વ્યક્તિઓ અ તેનાં ઘરમાં હોય ત્યારે તેનું ખૂન કરવાનો ઇરાદો સેવે છે. ચારમાંની દરેક વ્યક્તિ જુદો જુદો ભાગ ભજવે છે. તેમાંનો એક અ ના ઘરમાં પ્રવેશવા પ્રયાસ કરે છે. ત્યાંનો સંત્રી તેને અટકાવે છે. આથી તે સંત્રીને ઠાર મારે છે, જો કે તેમનો સામાન્ય ઇરાદો અ ને મારી નાખવાનો હતો. છતાં સંત્રીને ઠાર મારવાનું તેમના તે સામાન્ય ઇરાદાને બર લાવતાં * થાય છે. આથી ક.34 લાગુ પડશે.
(બી) ચાર વ્યક્તિઓ, અ તેનાં ખેતરમાં રાત્રે સૂતો હોય ત્યારે તેની હત્યા કરવા નક્કી કરે છે. ચારેય વ્યક્તિઓ નક્કી કર્યા પ્રમાણે અ નાં ખેતરમાં રાત્રે જાય છે, પરંતુ ત્યાં અ ના બદલે બ સૂતો હોય છે. તેઓ ભૂલથી બ ની હત્યા કરે છે. અહીં ખોટી વ્યક્તિની હત્યા કરવાનું તેમના સામાન્ય ઇરાદાને બર લાવતાં થયેલ છે. આથી ક.34 લાગુ પડશે.
(સી) ચાર વ્યક્તિઓ બંદૂકો સાથે લૂંટ કરવાના ઇરાદાથી બ ના ઘરે ગયા. બ હાજર ન હોવાથી
ક તેને શોધવા બહાર જાય છે. દરમ્યાનમાં, બાકીના લૂંટારુઓને બ ના પુત્ર સાથે અથડામણ થઈ અને પરિણામે તે પૈકીના એકે તેને વીંધી નાખ્યો. અહીં ક હાજર ન હોય, છતાં ક.34 મુજબ ખૂનના ગુના માટે અન્ય આરોપીઓ સાથે એકસરખી રીતે જવાબદાર બને છે. કારણ કે તે સંયુક્ત ગુનાના કૃત્યમાં ભાગીદાર હતો.
લૉર્ડ ડેકરના કેસમાં લૉર્ડ ડેકરે અન્ય કેટલીક વ્યક્તિઓ સાથે મળી એક વ્યક્તિના બગીચામાં જઈ કરણની વિમારી કરવાથી ને જે કોઇ પાપની કરે તેને મારી નાખતા નક્કી કરેલ. આ ટીલીયાંની એક જવો રખેવાળને મારી નાખ્યી હતો. તે સમયે લોર્ડ ડેકર બનાવના આળેથી પણ માઈલ દુર હતી અને પારવામાં આવેલ કટકા બાબત તે કાંઈ જાણતો એ હતો. આમ છતાં લોર્ડ કેકર સહિત તમામને પરીક્ષ જવાબદારીનાં સિદ્ધાંત હેઠળ ખૂન માટે ગુનેગાર ઠરાવાયા હતા.
2. ગુનાહિત કૃત્ય ગુનાનાં જ્ઞાન અથવા ઇરાદાથી કરવામાં આવેલ હોવું જોઈએ
સંયુક્ત અથવા પરીક્ષ જવાબદારીનો આ બીજો સિદ્ધાંત ક, 35માં દર્શાવાથી છે. 6.35 જણાવે છે. 1. જ્યારે કોઈ કૃત્ય ગુનાહિત જ્ઞાન અથવા ઇરાદાથી કરાયેલ હોય અને તેથી જ તે ગુનો બનનું હોલ અને તે ઘણા માણસો દ્વારા કરાયેલ હોય, તો એ સંજોગોમાં આવા જ્ઞાન અથવા ઇરાદાથી તે કરવા સામેલ વ્યક્તિ તે કૃત્ય જાણે તે એકલાએ જ તેવા જ્ઞાન અથવા ઇસદાથી કરેલ હોય તે રીતે તે માટે જવાબદાર
ગણાશે. 5.36 જણાવે છે કે જ્યારે કોઈ કૃત્ય અથવા કસૂર દ્વારા અમુક બસર પહોંચાડવાનું અથવા એવી અસર ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરવાનું ગુનો બનતું હોય, ત્યારે ત્યાં અંશત તે અસર કૃત્યથી અને અંશત કસૂરથી ઉત્પન્ન કરવાનું તે જ ગુનો છે.
અ, બ ને ગેરકાયદેસર રીતે અંશતઃ ખૌરાક આપવામાં કસૂર કરીને અને અંશત બ ને માર મારીને બ નું મૃત્યુ નીપજાવે છે. અ ખૂનના ગુના માટે જવાબદાર છે.
3. ગુનો બનતાં કૃત્યમાં સહકાર :
કલમ.37 જણાવે છે કે જ્યારે ઘણાં કૃત્યો વડે કોઈ ગુનો કરાયો હોય, ત્યારે જે કોઈ ઇરાદાપૂર્વક તે ગુનો
કરવાનાં કૃત્યમાં તે કૃત્ય પૈકીનું કોઈ એક કૃત્ય કરીને (વ્યક્તિગત અથવા બીજી વ્યક્તિઓ સાથે સંયુક્ત
રીતે) સહકાર આપે, ત્યારે તે પણ તે ગુનો કરે છે.
ઉદાહરણો :
અ અને બ, ક ને અલગ અલગ અને જુદાં જુદાં થોડાંક પ્રમાણમાં ઝેર આપીને મારી નાખવાની યોજના ઘડે છે. તેમની વચ્ચે થયેલ સમજૂતી મુજબ, અ અને બ, ક ને મારી નાખવાના ઇરાદાથી ઝેર આપે છે. આ રીતે છુટક છુટક આપવામાં આવેલ ઝેરની અસરથી ક મૃત્યુ પામે છે. અ અને બ ઇરાદાપૂર્વક ખૂન કરવા એકબીજાને સહકાર આપે છે. તેમના સંયુક્ત કૃત્યોથી ક નું મરણ થયેલ છે. આથી તેઓનાં કૃત્યો જુદાં જુદાં થયેલ હોવા છતાં, તેઓ બંને તે માટે ગુનેગાર છે.
(a) અ અને બ, એક કારાગૃહના સંયુક્ત અધિકારીઓ છે. ક નામનો કેદી વારાફરતી છ કલાક માટે તેમના તાબામાં રહે છે. તેનું મરણ નીપજાવવાના ઇરાદાથી અ અને બ જાણીજોઈને અને અંદરોઅંદર સમજૂતી કરીને તેને ખાવા માટે આપવામાં આવતો ખોરાક તેને ન આપવાની ગેરકાયદેસર કસૂર તેમની ફરજ દરમ્યાન કરે છે. ક ભૂખમરાથી મરણ પામે છે. અ અને બ બંને ખૂનના ગુના માટે જવાબદાર છે.
(B) આ એક કારાગૃહ અધિકારી છે. તેના તાબામાં ક નામનો એક કેદી છે. ક નું મરણ નીપજાવવાના ઇરાદાથી અ ગેરકાયદેસર રીતે તેને ખોરાક આપવાનું બંધ કરે છે. પરિણામે ક અત્યંત દુબળો થઈ જાય છે, પરંતુ ભૂખમરાથી તેનું મરણ થયેલ નથી. દરમ્યાનમાં, અ ને નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે અને તેની જગ્યાએ બ ની નિમણૂક થાય છે. બ, અ સાથે સામેલ થયા વિના અને તેને સહકાર આપ્યા વિના, ક ને ખોરાક આપતો નથી. બ જાણે છે કે તેનાં આવાં કૃત્યથી ક નું મૃત્યુ થશે. છેવટે કે ભૂખમરાથી મૃત્યુ પામે છે. બ ખૂનના ગુના માટે જવાબદાર છે. અ એ બ ને કોઈ સહકાર આપેલ ન હોવાથી તે માત્ર ખૂન કરવાના પ્રયત્ન કરવાના ગુના માટે જવાબદાર છે.
4. એક જ ગુનાહિત કાર્યમાં સંકળાયેલ વ્યક્તિઓ જુદાં જુદાં ગુના માટે જવાબદાર હોઈ શકે :
પરોક્ષ જવાબદારીનો આ છેલ્લો સિદ્ધાંત ક.38માં જણાવાયો છે. ક. 38 જણાવે છે કે જ્યારે એકથી વધુ વ્યક્તિઓ કોઈ એક ગુનાહિત કૃત્યમાં રોકાયેલી અથવા સંકળાયેલી હોય ત્યારે તેઓ જુદો જુદાં ગુનાઓ અંગે જવાબદાર હોઈ શકે. તે કૃત્ય સંબંધમાં
અ. બ પર એવા ગંભીર ઉશ્કેરાટના સંજોગોમાં હુમલો કરે છે કે તેનું બ ને મારી નાખવાનું કૃત્ય ખૂન ન ગણાય તેવી મનુષ્ય વધનો ગુનો બને છે. ક ને બ તરફ દુશ્મનાવટ છે અને તે તેને મારી નાખવા ઇચ્છતો હોય છે. વળી તે કોઈ પ્રકારના ઉશ્કેરાટમાં નથી. છતાં તે એ ને બ ને મારી નાખવામાં સહાય કરે છે. અહીં અ અને ક બંને બ નું મૃત્યુ નીપજાવવાનાં કાર્યમાં રોકાયેલા છે. છતાં ક ખૂન માટે ગુનેગાર છે અને અ ખૂન ન ગણાય તેવા સાપરાધ મનુષ્ય વધના ગુના માટે જવાબદાર છે.
સમાન ઇરાદી (Common Intention). એક જ ઇરાદો (same intention) અને એકસરખા ઇરાદા (similar Intention) વચ્ચે તફાવત :
મહેબૂબ શાહના કેસમાં નોંધવામાં આવ્યું છે કે સામાન્ય ઇરાદો અને એક જ ઇરાદા વચ્ચે ગૂંચવણ ઊભી ન થાય તેની કાળજી લેવાવી જોઈએ. તેમની સીમાને આંકતી રેખા ઘણી સૂક્ષ્મ હોય છે. છતો બંને વચ્ચેનો તફાવત વાસ્તવિક અને તાત્ત્વિક છે. એક ઉદાહરણથી આ તફાવત સ્પષ્ટ થશે.
ઉદાહરણ :
અ, બ અને ક ત્રણે મળી ડ ના ઘરમાં ચોરી કરવા નક્કી કરે છે. તેઓ નક્કી કરેલા સમથે ડ ના ઘેર ચોરી કરવાના હેતુ માટે પહોંચે છે. બરાબર તે જ સમયે. મ પણ ડ ના ઘેર ચોરી કરવાના ઇરાદાથી પહોંચે છે. અ, બ, ક અને મ બધા સાથે થઈ જાય છે. અહીં અ, બ અને ક ચોરી કરવાનો સામાન્ય ઇરાદો ધરાવે છે, કારણ કે તેમની વચ્ચે ચોરીની યોજના ઘડી ચોરી કરવાની સમજૂતી થયેલ છે. એટલે કે તેમની વચ્ચે મનની એકતા (identity of minds) સ્થપાયેલ છે. જ્યારે મેં ચોરી કરવાનો ઇરાદો ધરાવતો હોવા છતાં, અ, બ અને ક સાથે તેનો સમાન ઇરાદો નથી. કારણ કે અ, બ અને ક વચ્ચે થયેલ સમજૂતીમાં તે અગાઉથી જોડાયો ન હતો. ચોરી કરવાના હેતુથી તેઓ ચારે જણ આકસ્મિક રીતે ડ ને ત્યાં ભેગા થઈ જાય છે. અહીં અ, બ, ક નો ઇરાદો અને મ નો ઇરાદો સમાન નથી. પરંતુ એક જ ઇરાદો તેમની વચ્ચે છે. "એક જ અથવા એકસરખા ઇરાદા* (same or similar intention) ને "સામાન્ય ઇરાદો* (common intention) સમજી લેવાનું બરાબર નથી. જો કે જે વ્યક્તિઓનો સામાન્ય ઇરાદો હોય તે વ્યક્તિઓનો એક જ ઇરાદો હોવો જોઈએ. એક જ ઇરાદો સામાન્ય ઇરાદો બને તે માટે શબ્દો અથવા કાર્યો દ્વારા, જે વ્યક્તિઓ તે ધરાવતી હોય, તેમના દ્વારા વ્યક્ત થવો જોઈએ. એક જ ઇરાદો હોય ત્યારે સામાન્ય ઇરાદા વિશે અનુમાન કરી શકાય નહીં. સામાન્ય ઇરાદો એટલે ઘણી વ્યક્તિઓનો એકસરખો ઇરાદો તેવો અર્થ પણ થઈ શકે નહીં. એકસરખો ઇરાદો ધરાવતી વ્યક્તિઓનો સામાન્ય ઇરાદો ન પણ હોય. દા. ત., અ, બ અને ક તેમનો મનમાં ડ નું ખૂન કરવાનો ઇરાદો ધરાવે છે. તેઓ અહીં એકસરખો ઇરાદો ધરાવે છે. આ તેમનો સામાન્ય ઇરાદો નથી. પણ જો તેઓ ડ નું ખૂન કરવા એકત્રિત થાય અને તે દિશામાં કોઈ સમજૂતી કરે, ત્યારે તેઓ સામાન્ય ઇરાદો ધરાવે છે તેમ કહી શકાય.