05/02/2024

પ્રકરણ-1 : અમલ (હકૂમત) અથવા વિસ્તાર


ભારતીય દંડ સંહિતાની પ્રાદેશિક તથા બાહ્ય પ્રાદેશિક હકૂમત. ધારાનો અને વિસ્તાર



ધારાનો આંતરદેશીય અમલ (Intra-territorial Operation of the Code):

કલમ. 2 જણાવે છે કે દરેક વ્યક્તિ, પોતે કરેલ ગુના માટે કોઈ પ્રકારના નાતજાત, રાષ્ટ્રીયતા કે પદવીના ભેદભાવ વગર જવાબદાર છે. એટલે કે જે કોઈ વ્યક્તિ, તે ભારતીય હોય કે વિદેશી, ભારતમાં ગુનો કરે તેને આ કાયદો લાગુ પડે છે. એટલે કે ભારતની ધરતી પર કોઈપણ વ્યક્તિ (દેશી કે પરદેશી) એ કરેલ ગુના સંબંધમાં આ કાયદો લાગુ પડશે. દા. ત., ધારો કે કોઈ જર્મન કે અમેરિકન વ્યક્તિ ભારતમાં ગુનો કરે તો તેને પણ આ કાયદો લાગુ પડશે. તેણે ભારતમાં કરેલ ગુનો, પોતાના દેશમાં ગુનો બનતો ન હોવાનો બચાવ ચાલી શકતો નથી. ભારતીય ફોજદારી ધારો, ભારતની ધરતી પર થયેલ (કોઈપણ વ્યક્તિએ કરેલ) ગુનાને લાગુ પડે છે. આ ધારાનો આંતરદેશીય અમલ કહેવાય.

બાહ્ય પ્રાદેશિક હકૂમત (Extra Territorial Jurisdiction of the Code):

આપણે જોયું કે આ ધારો લાગુ પાડવા માટે કોઈપણ વ્યક્તિએ ભારતમાં ગુનો કરેલ હોવો જોઈએ, પછી તે ભારતીય નાગરિક હોય કે પરદેશી. જ્યારે કલમ. 3 અને ક. 4માં ભારત બહાર થયેલ ગુનાઓ સંબંધમાં 

આ ધારાના અમલ (હકૂમત) સંબંધી જોગવાઈ કરાયેલ છે. 

ક. ૩ જણાવે છે 

(એ) જે કોઈ ભારતીય નાગરિકે ભારત બહાર ગુનાહિત કૃત્ય કરેલ હોય; અને

(બી) તે કૃત્ય ભારતીય ફોજદારી ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુનો બનતું હોય, તો તેની સામે તે કૃત્ય ભારતમાં ગુનો બનેલ હોય તે પ્રમાણે ગણીને આ ધારાની જોગવાઈઓ મુજબ કામ ચલાવવામાં આવશે. એટલે કે જો કોઈ ભારતીય વ્યક્તિ, ભારત બહાર કરેલ ગુના માટે ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર બનતી હોય, તો જાણે તે ગુનો ભારતમાં થયેલ હોય તેમ ગણી તેની સામે આ ધારાની જોગવાઈઓ અનુસાર કામ ચલાવવામાં આવશે. 

ટૂંકમાં ક.3 જણાવે છે કે ભારતમાં જે કાર્ય ગુનો બનતું હોય, તે કાર્ય ભારતીય નાગરિક ભારત બહાર કરે, તો જાણે તે ભારતમાં થયેલ હોય તેમ ગણી, તેની સાથે આ ધારાની જોગવાઈઓ અનુસાર વ્યવહાર કરવામાં આવશે. આથી જ્યારે ભારત બહાર કોઈ ગુનો બન્યો હોય અને તે ગુનેગાર જો ભારતમાં મળી આવે, તો –


બાહ્ય પ્રાદેશિક હકૂમત  તેની સામે ભારત બહાર થયેલ ગુના સંબંધમાં કામચલાવવા તે દેશને તેની સામે કામ ચલાવવા સૌપી શકાય.

ગુનેગાર સોપણી અધિનિયમ અનુસાર જે સ્થળે ભારત બહાર ગુનો થયેલ હોય તે 

ક. 4 જણાવે છે કે જો કોઈ ગુનો ભારત બહાર કોઈપણ સ્થળે બનેલ હોય. તો નીચેન સંજોગોમાં આ ધારો લાગુ પડે છે. એટલે કે -

ભારતના કોઈ નાગરિકે ભારત બહાર કોઈ ગુનો કરેલ હોયા અથવા ભારતમાં નોંધાયેલ જહાજ કે વિમાનમાં કોઈપણ વ્યક્તિ ગમે તે સ્થળે ગુનો કરે ભારતીય અદાલતોની દરિયાઈ હકૂમત માં બનવા પામેલ ગુનાઓ ચલાવવાની સત્તા દરિયાઈ હકૂમત કહેવામાં આવે છે. દરિયામાંનું વહાણ અથવા સ્ટીમર જે દેશનો ધ્વજ ફરકાવતું હોય તેના માલિકનો તે તરતો ટાપુ છે તેવા સિદ્ધાંત હેઠળ આ નિયમ રચાયો છે. આ દરિયાઈ હકૂમત સમુદ્રમાં થયેલ નીચે મુજબના ગુનાઓ સંબંધમા ભાગુ પડે છે. (1) સમુદ્રમાં રહેલ ભારતીય જહાજો (પછી તે ગમે ત્યાં હોય) પર થયેલ ગુનાઓ,

(2) ભારતના જળ પ્રદેશમાં રહેલ વિદેશી જહાજો પર થયેલ ગુનાઓ, અને

(3) ચાંચિયાઓએ કરેલ ગુનાઓ.

ઉદાહરણો :

(એ) "કનિષ્ઠ' નામનું ભારતના કાયદા મુજબ નોંધાયેલ વહાણ હાલે અમેરિકાના જળ વિસ્તારમાં છે. આ વહાણનો અ નામનો પ્રવાસી, બ નામના પ્રવાસીની બેગ ચોરી લે છે. જ્યારે આ વહાણ ભારત આવે, ત્યારે અ સામે આ ધારાની જોગવાઈઓ મુજબ કામ ચલાવી શકાય. આ કિસ્સામાં અ અથવા બ ભારતીય છે કે વિદેશી વ્યક્તિ. તે મહત્ત્વનું નથી. આ કાયદો એટલા માટે લાગુ પડે છે કે તે જહાજ ભારતીય કાયદા અનુસાર નોંધાયેલ છે. આવું વહાણ દુનિયાના કોઈ પણ જળ વિસ્તારમાં હોય અને ભારતીય ફોજદારી ધારા મુજબનો ગુનો બને

તો તેવા પ્રસંગે આ ધારો લાગુ પડે છે. (બી) જાપાનનું એક જહાજ મુંબઈ બંદરે ઊભું છે. તે જહાજ પર અ, બ ને ગંભીર ઈજા પહોંચાડે છે. અ સામે આ ધારાની જોગવાઈઓ અનુસાર કામ ચાલી શકે, કારણ કે ભારતીય જળ પ્રદેશ પર આ ગુનો બનેલ છે. આવા પ્રસંગે અ અથવા બ, કોઈ ભારતીય નાગરિક હોવાનું જરૂરી નથી.

ચાંચિયાગીરી (Piracy) :

ચાંચિયાગીરી એટલે કે કોઈ ખાનગી વહાણ યા વિમાનમાં રહેલાઓ દ્વારા તેમના અંગત હેતુ માટે કોઈ જહાજ અથવા તેમાંની વ્યક્તિઓ અથવા તેમની મિલકત વિરુદ્ધમાં કરવામાં ગેરકાયદેસર હિંસક કૃત્ય, અટકાયત તથા લૂંટફાટનાં કૃત્યો. ચાંચિયાઓ દરેક રાષ્ટ્રના જહાજો કે વિમાનો માટે આપત્તિ સમાન છે. આથી ચાંચિયાની રાષ્ટ્રીયતા લક્ષમાં લીધા સિવાય તેમની પર કામ ચલાવી શકાય. આ સિદ્ધાંત અનુસાર, ભારતમાં નોંધાયેલ કોઈ હવાઈ જહાજ કે વહાણ પર, પછી તે ગમે ત્યાં હોય, જો કોઈ ગુનો બને ત્યારે આ નિયમ લાગુ પડે. તેથી ભારતીય અદાલતોને તે માટે કામ ચલાવવાની સત્તા પ્રાપ્ત થાય છે.

આરોપી ની સોંપણી  (Extradition):

તેનો અર્થ એક રાજ્ય ભાગેડુ આરોપીની, બીજા રાજ્યને, કે જ્યાં તે શિક્ષાને પાત્ર થતો હોય તેને સોંપણી કરે એમ થાય છે. આ કાયદો એ વિશાળ સિદ્ધાંતના પાયા ઉપર રચાયેલો છે કે સમાજમાં ગુનાઓ શિક્ષા થયા વગર રહેવા ન જોઈએ. વળી, આંતરરાષ્ટ્રીય સભ્યતાનો એક જ રિવાજ છે કે દરેક રાજ્યે ગુનેગાર વ્યક્તિઓને ન્યાયની એરણ ઉપર ચઢાવવામાં આવે તે માટે પૂરતી મદદ કરવી જોઈએ. આ અંગેનો કાયદો ભારતના આરોપીની સોંપણી(પ્રત્યાપણ)ના અધિનિયમમાં મળી શકશે. આથી જ્યાં ગુનાનું સ્થળ કોઈ વિદેશી રાજ્ય હોય (કે જેના સંબંધમાં અધિનિયમ ન લાગુ પડતો હોય) અને ગુનેગાર નાસી આવ્યો હોય તેવા કેસમાં જો એ સજ્ય તરફથી માંગણી કરવામાં આવે, તો બે આરોપીને તે રાજ્યને સોંપણી કરવામાં આવે છે. પણ જો થયેલ ગુની રાજકીય સ્વરૂપનો હોય તો આ નિયમ લાગુ પડતો નથી. (Liability of Foreigners)

આ સંબંધમાં પરિસ્થિતિ એવી છે કે કોઈ પરદેશી વ્યક્તિએ ભારતની સીમાઓ બહાર કરેલ કાર્યો ભારતીય કોજદારી ધારા મુજબનો ગુનો બનાતા નથી. પરિણામે કોઈ વિટેશી નાગરિકે ભારતની પ્રાદેશિક હદ બહાર કરેલ કાર્યો અંગે તેને ભારતીય અદાલત હોજદારી રાહે જવાબદાર ગણી શકતી નથી, જેમ કે, અ પરદેશી છે. તે એક ઈટાલિયન જહાજ કે જે ભરદરિયે છે તેના ઉપર સહપ્રવાસી ભારતીય નાગરિકનું કાંડા-પડિયાળ ચોરે છે. વહાણ મુંબઈ આવે છે, પણ આ ઘડિયાળની ચોરી માટે આ ભારતીય ફોજદારી પારા હેઠળ જવાબદાર બને નહિ, કારણ કે આ કાર્ય બન્યું તે વખતે અ ભારતના પ્રદેશમાં નહોતો અથવા ભારતના જળપ્રદેશમાં પણ નહોતો. અથવા ભારતીય જહાજ ઉપર પણ નહોતો. આ જ પ્રમાણે પ્રજાસત્તાકના આરંભ પહેલા નિઝામની નોકરીમાં રહેલ ફ્રેંચ વ્યક્તિએ નિઝામના પ્રદેશમાં ખૂન કર્યું હતું. છતાં તેના ઉપર ભારતીય અદાલત કામ ચલાવી શકી નહિ. વિદેશી વ્યક્તિએ પોતાના રાજ્ય સિવાય કોઈપણ રાજ્યના પ્રદેશની સીમાઓની બહાર કોઈ ગુનાહિત કાર્યો કર્યા હોય તો તેને એ રાજ્યના ફોજદારી ધારા હેઠળ ગુનો ગણી શકાય. પરિણામે ભારતના પ્રદેશની સીમાઓની બહાર કરેલાં ગુનાહિત કૃત્યો બદલ કોઈ વિદેશી વ્યક્તિ ઉપર ભારતીય ફોજદારી ધારા હેઠળ ભારતની અદાલતો કામ ચલાવી શકે નહિ. તેથી આવા વિદેશીઓ કે જેઓ ભારતમાં હોય તેમની સામે તેઓએ ભારતની બહાર કરેલ ગુનાઓ અંગે ભારતીય અદાલતો કામ ચલાવી શકતી નથી: પરંતુ તેઓને ઉપર જણાવ્યા મુજબ આરોપીની સોંપણીના (પ્રત્યાર્પણ)

અધિનિયમ અનુસાર જે તે રાજ્યને સોંપણી કરી શકાય. એટલું જ નહિ. પરદેશમાં વસતો કોઈ પરદેશી જો કોઈ ગુનો થવા માટે ઉશ્કેરણી કરે અને તેના પરિણામે ભારતમાં ગુનો થવાનું બને તો પણ, જો એવી ઉશ્કેરણીના પરિણામનું કૃત્ય ભારતમાં બન્યું હોય, તો તે ભારતીય અદાલતની હકૂમતને આધીન બનતો નથી; પરંતુ જો કોઈ પરદેશી નાગરિકે ભારત બહાર -* ગુનાની શરૂઆત કરી એ ગુનો ભારતમાં આવીને પુરો કર્યો હોય તો તેની ઉપર ભારતમાં કામ ચાલી શકે છે. સંક્ષિપ્તમાં કહીએ તો કલમ 2. 3 અને 4ને કારણે નીચે જણાવ્યા મુજબના પરિણામો ઉત્પન્ન થાય છે. અર્થાત્ ભારતીય ફોજદારી ધારો-

(1) કોઈ ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય. કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય.

(2) (3) ભારતીય જળપ્રદેશમાં કોઈ જહાજ ઉપર કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય.

(4) કોઈ ભારતીય નાગરિક ભારતની બહાર કોઈ પણ જગાએ ગુનો કર્યો હોય.

(5) ભારતમાં નોંધાયેલ કોઈ જહાજ અથવા વિમાનમાં (પછી એ જહાજ અથવા વિમાન ગમે ત્યાંહોય) કોઈપણ વ્યક્તિ એ ગુનો કર્યો હોય. કોઈ પરદેશી વ્યક્તિએ ભારતની બહાર ગુનાની શરૂઆત કરી ભારતમાં એ ગુનો પૂરો કર્યો હોય ત્યારે લાગુ પડે છે. 

(6) ભારતીય ફોજદારી ધારો કયા કિસ્સામાં લાગુ પડતો નથી ?

કોઈ વિદેશીએ વિદેશમાં ગુનો કર્યો હોય અને વિદેશમાં જ હોય; અથવા કોઈ પરદેશી વ્યક્તિ ભારતની બહાર ગુનો કરી ભારતમાં આવી હોય.

ભારતીય ફોજદારી અદાલતની હકૂમતમાંથી કંઈ વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવેલ છે ભારતીય ફોજદારી ધારા હેઠળ કામ ન ચલાવી શકાય તેવી વ્યક્તિઓ 


આ ધારાને આધીન નથી તેવી વ્યક્તિઓ :

ભારતમાં બનતા દરેક ગુના માટે હરકોઈ વ્યક્તિ આ ધારા હેઠળ સજાપાત્ર છે. પરંતુ અમુક વ્યક્તિઓ એવી છે કે તેમણે ગુનો કરેલ હોવા છતાં તેના પર કામ ચલાવી તેમને સજા કરવાની અદાલતને હકૂમત નથી. આવા કેટલાક વિશેષાધિકૃત (privileged) માનવીઓને કાયદાથી પર (above) ગણવામાં આવ્યા



છે. તેઓ આ ધારા હેઠળ કોઈ ગુના માટે શિક્ષાપાત્ર બનતા નથી એટલે કે આવી વ્યક્તિઓને ભારતને ફોજદારી અદાલતની હકૂમતમાંથી મુક્ત રાખવામાં આવી છે. આવા વ્યક્તિઓ નીચે મુજબ છે ?

1. રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો :

ભારતનાં બંધારણ અનુચ્છેદ 361 મુજબ ભારતના રાષ્ટ્રપતિ તેમજ રાજ્યોના રાજ્યપાલો હોય પર ચાલુ હોય ત્યાં સુધી, તેમની સામે કોઈપણ પ્રકારની દીવાની કે ફોજદારી કાર્યવાહી હાથે ધરી શકાતી નથી એટલે કે તેઓ પદાધિકારી હોય ત્યારે તેમનાથી કોઈ ગુનો બને, તો ભારતની કોઈ અદાલતને તેમની સામે ગુના બદલ કાર્યવાહી કરવાની હકૂમત નથી.

2. વિદેશી રાજ્યકર્તાઓ :

બીજા દેશના વડા અથવા રાજ્યકર્તા દ્વારા ભારતમાં થયેલ કોઈ ગુના માટે આ ધારા હેઠળ જવાબદાર નથી. ભારત સરકારના સત્તાવાર નિમંત્રણથી તેઓ ભારતની મુલાકાતે આવેલ હોવા જોઈએ. દા.ત." નેપાળમાં એક સમયે રાજાશાહી હતી. તેમના એક રાજવીનું સાસરું કલકત્તા હતું. તેઓ સાસરીમાં કોઈ સામાજિક પ્રસંગે કલકત્તા આવ્યા હોય અને ભારતીય પ્રદેશ પર કોઈ ગુનો કરે તો તેઓ આ ધારા હેઠળ જવાબદાર બને છે, કારણ કે તેઓ ભારત સરકારના સત્તાવાર નિમંત્રણથી નહીં. પરંતુ ખાનગી મુલાકાતે આવેલ હતા. જો તેઓ ભારત સરકારનાં નિમંત્રણથી ભારતની સત્તાવાર મુલાકાતે આવેલ હોય અને તેમનાથી કોઈ ગુનો બને. તો તેઓ આ ધારા હેઠળ જવાબદાર બનતા નથી.

3. રાજદૂત :

અન્ય સાર્વસૌભ સત્તાનો ભારત ખાતે નિયુક્ત કરાયેલ એલચી કે રાજદૂત, ભારતના કાયદાને આધીન નથી. દા. ત., અમરિકાનો ભારત ખાતેનો રાજદૂત ભારતમાં કોઈ ગુનો કરે, તો ભારતીય ફોજદારી ધારો તેને લાગુ પડતો નથી. કારણ કે તે જે રાજ્ય તરફથી નિમણૂક પામેલ હોય, તે રાજ્ય તરફ તેની વફાદારી છે. રાજદારી પ્રતિનિધિઓની મુક્તિ માત્ર તેમના પોતાના પૂરતી મર્યાદિત નથી. પરંતુ તેમના કુટુંબ અને રસાલા સુધી વિસ્તરે છે. એટલે કે રાજદ્વારી પ્રતિનિધિનો કુટુંબીજન કે નોકર પણ ફોજદારી ધારાને આધીન નથી.

4. વિદેશી દુશ્મનો :

યુદ્ધનાં કાર્યો (acts of war) સંબંધમાં વિદેશી દુશ્મનો (alien enemies) સામે ફોજદારી અદાલતમાં કામ ચલાવી શકાય નહીં. જ્યારે બીજી બાજુ, જો કોઈ વિદેશી દુશ્મન યુદ્ધ સાથે સંકળાયેલ ન હોય તેવો કોઈ ગુનો કરેલ હોય, તો તેની સામે કામ ચલાવવાની ફોજદારી અદાલતને હકૂમત છે.

5. વિદેશી લશ્કર :

વિદેશી પ્રદેશો પર પ્રવેશેલા સશસ્ત્ર દળો ફોજદારી ધારાની હકૂમતમાંથી મર્યાદિત મુક્તિ ભોગવતાં હોય છે. જો આવાં સશસ્ત્ર દળના સભ્યો, જ્યાં એ દળ રાખવામાં આવ્યું છે તે વિસ્તારમાં ગુનાઓ કરે અથવા શિસ્તને લગતા ગુનાઓ કરે અથવા તેઓ પોતાના વિસ્તારની બહાર જ્યાં ખરેખર ફરજ બજાવતા હોય ત્યારે ગુનાઓ કરે, તો તેમને આ ધારા હેઠળ ગુનેગાર ઠરાવી શકાય નહીં. તેમની સામે લશ્કરી કાયદા મુજબ કામ ચલાવી શકાય. જ્યારે બીજી બાજુ જો તેઓ પોતાના વિસ્તારની બહાર બિનલશ્કરી ફરજો * બજાવતા હોય તે દરમ્યાન ગુનાઓ કરે, તો તેમને ફોજદારી ધારા હેઠળ ગુનેગાર ઠરાવી શકાય.

6. યુદ્ધ જહાજો :

કોઈ રાજ્યનો યુદ્ધનો કાફલો અન્ય રાજ્યના જળપ્રદેશમાં હોય છતાં, તેઓ જે રાજ્યની પ્રાદેશિક હકૂમતમાં હોય તેની હકૂમતમાંથી મુક્ત હોય છે. આ મુક્તિ એવા સિદ્ધાંત પર આધારિત છે કે અન્ય વિદેશી - મિત્ર રાજ્યનું લશ્કરી દળ કે યુદ્ધ જહાજ પોતાના પ્રદેશમાં પ્રવેશવા દેનાર રાજ્ય તે વિદેશી મિત્ર રાજ્યને એવી ગર્ભિત બાંયધરી આપે છે કે એ લશ્કરી દળ તરીકે અસ્તિત્વ ધરાવી શકે, તેનાથી વિસંગત રીતે તે ( લશ્કરી દળ કે યુદ્ધ જહાજ પર પોતાની હકૂમત ચલાવશે નહીં. આની કસોટી એ આવનાર યુદ્ધ જહાજ કે સશસ્ત્ર દળોની કાર્યદક્ષતાને હાનિ ન જ પહોંચવી જોઈએ. છે કે હકૂમતના અમલથી


7. સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓ 

સંયુક્ત રાષ્ટ્રસંધ (United Nations Organisation) ના કોઈ અધિકારી ભારતમાં રાષ્ટ્રસંધની કામગીરી દરમ્યાન કોઈ ગુનો કરે તો તેમને આ કાયદો લાગુ પડતો નથી.

8. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો !

 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જ્યાં સુધી પદ પર હોય ત્યાં સુધી તેમને આ કાયદાના અમલમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.