પર્યાવરણ એટલે શું ? ભારતમાં તેના વિકાસની ચર્ચા કરો.
પર્યાવરણ શું છે ?
'પર્યાવરણ' શબ્દના અર્થ બાબત સામાન્ય માનવીના મનમાં ગૂંચવાડો છે. કેટલાકના મતે પર્યાવરણ એટલે જંગલો અને વૃક્ષો, કેટલાકના મતે હવા અને પાણી અને કેટલાકના મતે સૂર્યમંડળના ઓઝોનમાં પડેલ ગાબડું. કેટલાકના મતે અણુધડાકાઓ તેમજ બંધો બાંધવાથી પર્યાવરણને હાનિ થાય છે. તેના વિશાળ અર્થમાં પર્યાવરણ એટલે આપણી આજુબાજુની દરેક ચીજવસ્તુ, કે જે આપણી રહેણીકરણી, આપણા આરોગ્ય અને અસ્તિત્વ પર પ્રત્યક્ષ કે પરોક્ષ, ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની અસર ઉપજાવે છે. આ રીતે આપણી આસપાસ ઉદ્યોગો કે જે અવાજ, ધુમાડો કે રાખ ફેંકે છે. વિદ્યુતગૃહો, રસાયણ, જંતુનાશક દવાઓ, પોલીથીન વસ્ત્રોના ઉદ્યોગો, અણુધડાકાઓની રજકણો, વગેરેમાંથી ઉત્પન્ન થતો બગાડ, માઈક્રોવેવ સ્ટેશનોમાંથી ફેંકાતાં જોખમી કિરણો, રસાયણોનો વાતાવરણમાં ફેલાવો, વગેરે પર્યાવરણ માટે ખતરો પેદા કરે છે અને તે આપણા આરોગ્ય માટે જોખમ ઉત્પન્ન કરે છે.
જમીન, હવા, પાણી, પ્રકાશ, વાતાવરણ, નદી, તળાવ, સરોવર, દરિયો, વૃક્ષો વગેરે કુદરતનાં તત્ત્વો તેમજ પશુ, પંખી, વનસૃષ્ટિ, જળસૃષ્ટિ આપણું અસ્તિત્વ ટકાવી રાખવામાં આપણને મદદરૂપ છે. આથી જે કોઈ ચીજથી આવા કોઈ તત્ત્વની ગુણવત્તા ઘટે કે તેનો નાશ થાય, તેથી આપણા માટે ખતરો પેદા થાય છે. ઉપર જણાવેલ તમામ તત્ત્વો પર્યાવરણનાં તત્ત્વો છે.
વિશ્વની પર્યાવરણીય સ્થિતિ દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. માનવીની લાલસાનાં કારણે વિવિધ ઉદ્યોગો, વાહનો, કારખાનાંઓથી હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધ્યું છે. વિશ્વમાં 7 અબજ ઉપરાંતની વસ્તી છે. (ભારત સહિત) ત્રીજા વિશ્વમાં આશરે 520 કરોડ લોકો રહે છે. ત્રીજા વિશ્વમાં 31% લોકો ગરીબાઈમાં જીવન વીતાવે છે. ત્રીજા વિશ્વમાં 34 જેટલા દેશોમાં 10% બાળકો 5 વર્ષની ઉંમરે પહોંચતા અગાઉ કુપોષણ તેમજ પર્યાવરણીય સમસ્યાઓનાં કારણે મૃત્યુ પામે છે. ત્રીજા વિશ્વના દેશોમાં 150 કરોડ લોકોને સ્વચ્છ પાણી પીવા મળતું નથી. 300 કરોડ લોકો સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્થિતિ ધરાવતા નથી. પાણીમાંથી ઉત્પન્ન થતા રોગોનાં કારણે દરરોજ 25000 લોકો મૃત્યુ પામે છે.
આમ, પર્યાવરણની સમગ્ર માનવ જીવન તેમજ તેનાં આરોગ્ય પર અસર પડે છે. તેથી પર્યાવરણ એટલે જંગલ, નદી, તળાવ, સરોવર જ નહીં, પરંતુ આપણી આસપાસની દરેક ચીજવસ્તુ, ખાનપાન, રહેણીકરણી કે જે માનવજીવનનાં આરોગ્યને અસર કરે છે. તે દરેકનો સમાવેશ થાય છે. પર્યાવરણ પ્રદૂષણનો પ્રશ્ન માત્ર કારખાનાં કે મોટા ઉદ્યોગો ધરાવતા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો નથી. વાહનોના અમર્યાદિત ઉપયોગનાં કારણે ગ્રામ વિસ્તારોમાં પણ પર્યાવરણીય સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પર્યાવરણ જાળવણીના અભાવનાં કારણે પર્વતો અને દરિયામાં પણ કચરો નિકાલના પ્રશ્નો ઉદ્દભવ્યા છે. દરિયામાંઅણુ કચરો ઠાલવવામાં આવે છે. ઓઈલ ઢીલાય છે અથવા તોળવામાં આવે છે. તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. ભારતમાં તેથી જંગલો, વન્ય પશુ જાળવવાની મૂળભૂત કરજ ભારતીય બંધારણમાં ઠરાવાયેલ છે. તેની સાથે અનુચ્છેદ 2ા હૈકાળ દરેક માનય માટે પ્રદુષણમુક્ત હવા, પીવા માટે શુદ્ધ પાણ આવા માટે પોષક ખીશક તેમજ ગૌરવપૂર્વક જીવન જીવવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરુ પાડવા રાજ્યની જવાબદારી કરાવવામાં આવેલ છે.
पवनी व्याध्यापक छे. The United States Council of Environmental Outlyમાં જણાવ્યા મુજબ "પર્યાવરણ પ્રથામાં માત્ર જીવસૃષ્ટિનો નહિ, પરંતુ માનવના કુદરત સાથેના તેમજ આસપાસના સંજોગો સાથે તેણે કરેલ કાર્યોનો સમાવેશ થાય છે." Encyclopaedia Britanic-i આ મુજબ વ્યાખ્યા આપેલ છે. "પર્યાવરણમાં પરસ્પર પરાવલંબી ઇન્દ્રિયોવાળી સજીવ, એટલે કે બને શારીરિક તેમજ જોવિક વ્યક્તિની આસપાસ કુદરતના વાતાવરણ પર અસર કરતા સમગ્ર ક્ષેત્રનો સમાવેશ થાય છે."
The Environment Protection Act, 1986ની કલમ-2 (9)માં વ્યાખ્યા અપાયા મુજબ "પર્યાવરણમાં પાણી, હવા અને જમીન, માનવો, અન્ય જીવંત પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ અને મિલકત વચ્ચે અસ્તિત્વ ધરાવતા આંતરસંબંધનો સમાવેશ થાય છે." એક વ્યાખ્યા પ્રમાણે "પર્યાવરણ એટલે તમામ પ્રાણીઓના વિકાસ અને જીવન પર પ્રભાવ પડતી તમામ શરતો અને અસરોનો સમૂહ.” European Commission (ફકરો 58)માં પર્યાવરણની વ્યાખ્યા આ રીતે આપી છે.
""Environment as the combination of elements whose complex interrelationships make up the settings, the surrounding and the conditions of life of the individual and of society as they are and as they are felt." ભારતીય બંધારણમાં 42માં સુધારાથી અનુ. 48A અને અનુ. 5IA નવા ઉમેરાયેલ છે. અનુ. 48A પર્યાવરણનું રક્ષણ અને તેમાં સુધારણા અને દેશનાં જંગલો અને વન્ય જીવોનું રક્ષણ કરવાનો રાજ્યને આદેશ અપાયેલ છે. તે અનુસાર પર્યાવરણ સુરક્ષા ધારો, 1986, વન્ય જીવો રક્ષણ ધારો, 1972 તેમજ જંગલ (રક્ષણ) ધારો, 1980 ઘડાયા છે. 51A થી વનો, સરોવરો, નદીઓ અને વન્ય પ્રાણી સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની લોકોની મૂળભૂત ફરજ ગણવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પર્યાવરણ કાયદાનો વિકાસ
સમગ્ર માનવ જાતિના વિકાસ માટે દરેક માનવને શ્વાસ માટે પ્રદૂષણમુક્ત હવા, પીવા માટે શુદ્ધ પાણી, ખાવા માટે પોષક ખોરાક અને જીવવા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ શિશુને ગર્ભમાંથી મળવું જોઈએ. સમગ્ર માનવ જાતના સ્વચ્છ વિકાસ માટે ઉપરનાં તમામ તત્ત્વો મળતાં હોવાં જોઈએ. તેની ગેરહાજરીમાં માનવ જાતનો પૂર્ણ વિકાસ થઈ શકતો નથી. પર્યાવરણ સુરક્ષા માટે માનવજાતે ઘણી બેદરકારી સેવી છે. હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ ફેંકેલા અણુબોમ્બથી હજારો નિર્દોષ માનવીઓનો ભોગ લેવાયો. તેનાથી ફેલાયેલ અસરોને પરિણામે હજારો બાળકો અપંગ જન્મ્યાં. ભોપાલ ગેસ દુર્ઘટનાની અસરો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. ચેર્નોબિલ અણુમથકના અકસ્માતથી આવતાં 50 વર્ષમાં યુરોપના કેટલાક દેશોમાં હજારો લોકો કેન્સરથી મરણ પામવાનો ભય છે. હવાના પ્રદૂષણ ઉપરાંત પાણી પ્રદૂષણની પણ વિકટ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. 1960માં તેલનું એક ટેંકર ડૂબી જવાથી સમુદ્રમાં 60 હજાર ટન તેલ ઢોળાયું હતું. જો કોઈ દેશ વિશ્વના વાતાવરણ કે જલાવરણને દૂષિત કરે તો તેનાથી ઘણા દેશોને અસર થતી હોય છે. ઓઝોન વાતાવરણમાં છિદ્ર, એસિડવર્ષા, સમુદ્રનું પ્રદૂષણ, જળસૃષ્ટિનો વિનાશ, વૃક્ષછેદન વગેરે પર્યાવરણની આંતરરાષ્ટ્રીય સમસ્યા છે નથી. પર્યાવરણ સુરક્ષા માટે માનવજાતે ઘણી બેદરકારી સેવી છે. હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ ફેંકેલા અણુબોમ્બથી હજારો નિર્દોષ માનવીઓનો ભોગ લેવાયો. તેનાથી ફેલાયેલ અસરોને પરિણામે હજારો બાળકો અપંગ જન્મ્યાં. ભોપાલ ગેસ દુર્ઘટનાની અસરો આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. ચેર્નોબિલ અણુમથકના અકસ્માતથી આવતાં 50 વર્ષમાં યુરોપના કેટલાક દેશોમાં હજારો લોકો કેન્સરથી મરણ પામવાનો ભય છે. હવાના પ્રદૂષણ ઉપરાંત પાણી પ્રદૂષણની પણ વિકટ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. 1960માં તેલનું એક ટેંકર ડૂબી જવાથી સમુદ્રમાં 60 હજાર ટન તેલ ઢોળાયું હતું. જો કોઈ દેશ વિશ્વના વાતાવરણ કે જલાવરણને દૂષિત કરે તો તેનાથી ઘણા દેશોને અસર થતી હોય છે. ઓઝોન વાતાવરણમાં છિદ્ર, એસિડવર્ષા, સમુદ્રનું પ્રદૂષણ, જળસૃષ્ટિનો વિનાશ, વૃક્ષછેદન વગેરે પર્યાવરણની આંતરરાષ્ટ્રીય સમસ્યા છે
મધ્યયુગમાં યુરોપમાં ઘણાં બધાં શહેરોમાં પાણી પ્રદુષણની વિકટ સમસ્યા હતી. શહેરોમાં ધરીમાંથી કુકાયેલ કચરી મેરીની ખુલ્લી ગટરીમાં જમા થતી હતી. આધુનિક પ્રકારની થયલાની આશા પ નહતી. મૂળમૂત્રથી જઝીનની અંદરનું પાણી દુષિત થતું હતું. 1948માં સમગ્ર યુરોપની આ એમ કહેવાય છે કે 750 લાખ લૌકો મૃત્યુ પામ્યા હતા. પુમાડાથી થતું હવાનું પ્રદુષણ અટકાવવા પાટે ભૂરલેન્ડમાં 1273માં કાયદો થયો હતો. દરેક ટેકો પોતાની બૌગોલિક સીમામાં થતી પ્રવૃતિથી અન્ય દેશમાં પાષણ ન થાય તે જોવાની દરેક દેશની કરજ છે. "દરેક વ્યક્તિ કે શજ્ય પોતાના અધિકારનો ઉપયોગ, બીજી વ્યક્તિ કે રાજ્યના અધિકારોને હાનિ પહોંચે તે રીતે ન કરવી જોઈએ.” એવો આંતરસષ્ટ્રીય કાયદાનો પાયાનો સિદ્ધાંત છે. સૌ પ્રથમ આ સિદ્ધાંત ટ્રાયલ રમેલ્ટર આર્બિટ્રેશન કેસ (1941) અને પછી ઇન્ટરનેશનલ કોર્ડ ઓફ જસ્ટિસે કોરફ ચેનલ કેસ(1949)માં સ્વીકાર્યો હતી. આજે તે યુનાઇટેડ નેશન્સના ખતપત્રમાં સામેલ થયેલો છે. (આર્ટિકલ-74).
આશરે 60ના દાયકાથી પર્યાવરણનું પ્રદૂષણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અટકાવવાની કામગીરી જુદા જુદા કાયદાઓ, આંતરરાષ્ટ્રીય સંધિઓ અને અનેક સંમેલનો દ્વારા હાથ ધરવામાં આવે છે. અણુશસ્ત્રોના પ્રયોગો પર 1963માં પ્રતિબંધ મૂકતી એક સંધિ થઈ હતી. 1967માં એક સંધિથી બાહ્યાવકાશ ઉપયોગથી પૃથ્વીના પર્યાવરણમાં વિપરીત અસરો ન થાય તે રીતે અવકાશી પદાર્થોનો અભ્યાસ કરવાથી પરવાનગી આપવામાં આવી હતી. 1968માં થયેલી સંધિથી અણુશસ્ત્રોના પ્રયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
1971માં સમુદ્રના પ્રદૂષણની બાબતમાં એક સંધિ થયેલી હતી. આ સંધિથી સમુદ્રના તળિયાના શાંતિમય ઉપયોગ પર ભાર મૂકી દરિયા કિનારાથી બાર માઈલના વિસ્તારોમાં અણુશસ્ત્રો કે અન્ય શસ્ત્રો મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1969ના બ્રસેલ્સ સંમેલનમાં તેલથી થતા પ્રદૂષણના નિવારણ માટે જોગવાઈ કરવામાં આવી હતી. યુનોની મહાસભાએ 17 ડિસેમ્બર, 1970ના રોજ ઠરાવ કરીને તમામ દેશોને પ્રદૂષણ રોકવાની, જીવસૃષ્ટિમાં સમતુલન જાળવી રાખવાની તથા સમુદ્ર અને વનસ્પતિ સૃષ્ટિનું થતું નુકસાન રોકવાની અપીલ કરવામાં આવી. તેના પરિણામે 1982માં Law of the Sea અંગેનું સંમેલન યોજાયું હતું.
સ્ટોકહોમ જાહેરનામું :
માનવ પર્યાવરણ અંગે 1972માં 112 દેશોની મળેલી આંતરરાષ્ટ્રીય પરિષદના અંતે સ્ટોકહોમ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તેમાં માનવ જીવન અને પર્યાવરણને સમગ્ર રીતે આવરી લેતાં 26 સિદ્ધાંતો પ્રગટ કરાયા છે. તે પૈકી નીચેના સિદ્ધાંતો અગત્યના છે.
(1) દરેક માનવને ગુણવત્તાવાળા પર્યાવરણ-વાતાવરણમાં જીવન વિકાસની પૂરતી તક મેળવવા મૂળભૂત અધિકાર છે. જેનાથી દરેક માનવીનું ગૌરવ અને કલ્યાણ સાધી શકાય, વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે પર્યાવરણનો સુધારો થાય.
(2) જે પદાર્થોથી માનવ આરોગ્ય અને દરિયાઈ પ્રાણીસૃષ્ટિને ખતરો પેદા ન થાય તેમજ દરિયામાં કાયદેસર ઉપયોગ કરવામાં દાખલગીરી ન થાય તેવાં તમામ પગલાઓ દરેક રાજ્ય લેશે.
(3) પાણી, હવા, જમીન વગેરે કુદરતી સાધનોનું, વર્તમાન તેમજ ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય આયોજનથી રક્ષણ થવું જોઈએ.
4) દરેક રાજ્યને પોતાની પર્યાવરણની નીતિ ઘડવાનો સાર્વભૌમ અધિકાર છે. સાથે સાથે ( પોતાની હકૂમતમાં થતી પ્રવૃત્તિથી અન્ય રાજ્યના પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તે પણ જોવું જોઈએ.
(5) પોતાની હકૂમતમાં થયેલ પ્રવૃત્તિથી અન્ય કોઈ દેશમાં પ્રદૂષણને નુકસાન થયેલ હોય, તો નુકસાન-વળતર અંગેની જવાબદારીનો કાયદો ઘડવામાં રાજ્યો સહકાર આપશે. ભારતે આ પરિષદમાં ભાગ લીધો હતો અને તે સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ
ભારતની પર્યાવરણ નીતિ પણ જાહેર કરી હતી. એ સ્વીકૃત છે કે પર્યાવરણ અંગે આપણી જાગૃતિ 1984માં
થયેલ ભોપાલ ગેસ દુર્ઘટના પછી આવેલી છે. 1 ઑગસ્ટ, 1975માં હેલસિંકીમાં યુરોપની સલામતી અને સહકાર માટે મળેલ પરિષદમાં પર્યાવરણ
સંબંધી બાબતોમાં રાષ્ટ્રોના સહકાર માટે અપીલ કરવામાં આવી હતી પાણીનો બગાડ, હવા જાળીનું આય જમીનની અફળદ્રુપતા સાથે રક્ષણ. કુદરતી સંસાધનોની જાળવણી, પાણીનો બગાડ. હવા-જળ પ્રદષણન નિયંત્રણ, પથાવરણમાં માતા ફરકયારી બાબતમાં માહિતીસંકલન વગેરે બાબતોને સહકારનાં ક્ષેત્રો તરીકે વર્ણવવામાં આવેલ હતો.
19814 International Union for Conservation of Nature and Natural Resourcesel 154 બેઠકમાં પર્યાવરણ યોજનાઓનું મૂલ્યાંકન, પર્યાવરણ માટેના કાયદાઓ, પર્યાવરણ માહિતીનો પ્રચાર તથા લોકજાગૃતિ અને સહકાર માટે વિચાર કરાયો હતો. યુનો મહાસભાએ 28 બોબર, 1982ના રોજ એવુ ઠરાવ પસાર કરીને World Charter for Natureનો સ્વીકાર કર્યો હતો. આ ખેતપત્ર (Charter)માં પર્યાવરણને લગતા 5 સામાન્ય સિદ્ધાંતોની સાથે તેના અમલ માટે કેટલીક માર્ગદર્શક રૂપરેખા પણ નક્કી કરાયેલ છે. દિલ્હીમાં 20 ડિસેમ્બર, 1981ના રોજ પર્યાવરણ શિક્ષણ સંબંધમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરાયેલ હતું. તેમાં "વિનાશ વિના વિકાસ" સૂત્ર આપવાની સાથે પર્યાવરણ કેળવણી અને જાગૃતિ પર ભાર મૂકાયો હતો. પ્રજાકીય સહકાર મેળવવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પર્યાવરણ વિષય દાખલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તે મુજબ ઘણા શાળાકીય અને કૉલેજ શિક્ષણમાં આ વિષયનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે. દર વર્ષે 5 જૂનના રોજ વિષે પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવવામાં આવે છે. 7 માર્ચ, 1983ના રોજ દિલ્હીમાં યોજાયેલ તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં પણ પર્યાવરણને નુકસાન કરતી હથિયાર દોડ રોકવાની અપીલ કરવામાં આવી હતી.
વિશ્વના અનેક દેશો, જેવા કે ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, મલેશિયા, થાઈલેન્ડ, ચીન, જાપાન, ઇરાન, કોરિયા, સ્વીટ્ઝર્લેન્ડ, શ્રીલંકા વગેરેમાં પર્યાવરણ જાળવણી અંગેના કાયદાઓ ઘડાયા છે. ઇંગ્લેન્ડમાં 1388માં British Urban Sanitary Act તેમ જ 1531માં Bill of Svior પસાર કરાયા હતા. આજે ઇંગ્લેન્ડમાં સમુદ્ર પ્રદૂષણને લગતા 5 કાયદાઓ, હવા પ્રદૂષણને લગતા 7. કચરાથી થતા પ્રદૂષણ અંગેના 10, ઘોંઘાટ પ્રદૂષણને લગતા 8, કિરણોત્સર્ગી પદાર્થોથી થતા પ્રદૂષણ અંગે 5 કાયદાઓ તથા જળપ્રદૂષણને લગતા 12 કાયદાઓ અમલમાં છે. અમેરિકામાં પર્યાવરણને લગતો સૌ પ્રથમ કાયદો Rivers and Harbours Act, 1899 ધડાયો હતો. સો વર્ષ જૂના આ કાયદાથી એક વર્ષ સુધીની કેદ ઉપરાંત દંડની પણ જોગવાઈ કરાયેલ છે. ત્યાર બાદ અમેરિકામાં Oil Pollution Control Act, 1924 અને 1961 ઘડાયા હતા. Water Pollution Control Act, 1948 અમેરિકામાં અમલમાં છે. તદુપરાંત, રાજ્યના કાયદાઓ અલગ છે. ભારતમાં પણ બંધારણમાં પર્યાવરણ રક્ષણને લગતી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે તેમજ કેટલાક કાયદાઓમાં
સુધારાઓ કરવામાં આવ્યા છે અને પર્યાવરણની સુરક્ષા માટે નવા કાયદાઓ પણ અમલી બનાવાયા છે. અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ પણ પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવેલ છે.
સ્ટોકહોમ કોન્ફરન્સ દ્વારા જાહેર થયેલ સિદ્ધાંત.
સહ્ય વિકાસ (પોષણક્ષમ વિકાસ) (Sustainable Development)
સ્ટોકહોમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ બાદ જાહેર કરવામાં આવેલ સ્ટોકહોમ જાહેરનામાં 1972થી આ ખ્યાલ સૌપ્રથમ જાણીતો થયો. ત્યારબાદ 1987માં પર્યાવરણ અને વિકાસ અંગેના વિશ્વપંચે તેના અહેવાલમાં આ ખ્યાલને ચોક્કસ માળખાગત કર્યો. સહ્ય વિકાસ એટલે એવો વિકાસ કે જે વર્તમાનની આવશ્યકતાને, ભવિષ્યની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે સમાધાન કરવું ન પડે એ રીતે પૂર્ણ કરે. (Sustainable development means development that meets the needs of the present without com- promising the ability of the future generations to meet their own needs.) सह विडास येथे सृष्टि
વિજ્ઞાન (દાની સમસુલા જાળવી અને વચ્ચે મમતુલા જાળવવાનો ખ્યાલ છે. સૃષ્ટિ વિજ્ઞાન અને વિકામ રાપર જરૂરી છે. વિામની તક પાછળ પાલિ ભસ મને વિશ્વનું આપણે સૌષણ કર્ય કર્યું છે.ગતિઓ વધ્યાં માનવજાતે ઔદ્યોગિક કચરો તળાવો અને નદીઓમાં મતોનું અને પાણી પ્રતિરોની જમીનપર ખાતાંઓના ધુમાડાથી હતા દ્રષિત કરી છે અને જંતુનાનક દવા છે. સસાયણિક ખાતરોથી જમીનમાં પ્રદૂષણ ફેલાવ્યું છે. આમ, માનવજાતે વિકાસ તો માપ્યો, પરંતુ બે વિકામ પર્યાવરણ પ્રદુષિત કરીને. વળી, માનવજાતે વિકાસ તેમજ સંશોધનને કારણે કુદરત ઉપર નિયંત્રણો મૂક્યા હું તેમનામાં ફેરફાર કરવા પયત્નો કર્યા. આ ફેરફારોની અસર કુદરતે પત્યાઘાતો રૂપે આપી, ગરમીનું પ્રમાણ વધી ગયું. ઓઝોન લેયરમાં કાણું પડયું. આથી યુનોએ આ સિદ્ધાંત જાહેર કર્યો.
કુદરતી સીતોનો ઉપયોગ અને જાળવણી, પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાં લેવા, સાવચેતીનાં સિદ્ધાંતોનો અમલ કરવો. પ્રદૂષણકર્તા ચૂકવે વગેરે પોષણક્ષમ વિકાસનાં વિશિષ્ટ લક્ષણો છે. આમાં સાવચેતીના સિદ્ધાંતો (Precautionary Principles) અને પ્રદૂષણકર્તા ચૂકવે (The polluter pays) પોષણક્ષમ વિકાસનાં આવશ્યક લક્ષણો છે.
સંયુક્ત રાષ્ટ્રના 1987ના બ્રન્ટલેન્ડ અહેવાલમાં રજૂ થયેલ પોષણક્ષમ અથવા ટકાઉ (sustainable) વિકાસનો સીધો અર્થ એ છે કે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષતી વખતે આપણે એવું કશું ન કરવું જોઈએ કે જેને કારણે ભવિષ્યની પેઢીઓ તેમની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા જ ગુમાવી બેસે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે એવાં જ કાર્યો કરવાં જોઈએ કે જેના પરિણામે આપણા વારસો માટે આપણે એવી પરિસ્થિતિ છોડી જઈ શકીએ, જેમાં તેઓ કમસે ક્રમ આપણે ભોગવીએ એટલી સમૃદ્ધિ તો ભોગવી શકે. નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી રોબર્ટ સોલોએ આ અંગે ઘણી મહત્ત્વની વાત કરી છે. એ કહે છે કે આ કે તે વ્યક્તિગત સંસાધન આપણે કેટલું વાપરવું જોઈએ એવો જે સવાલ પૂછાય છે તે બરાબર નથી. સવાલ એ નથી કે દરેકે દરેક સંસાધન ભાવિ પેઢીના ઉપયોગ માટે સુનિશ્ચિત રાખવું જોઈએ.. કુદરતી રીતે નવસર્જન નહીં પામતા પુનઃ અપ્રાપ્ય (non-renewable) સંસાધનો માટે એમ કરવું અશક્ય છે. પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે આપણે સરવાળે એટલાં પૂંજી, જ્ઞાન અને સંસાધનો છોડી જઈએ છીએ કે નહીં કે જેથી તેઓ પણ કમ સે કમ આપણા જેટલી ગુણવત્તાવાળું જીવન જીવી શકે, એ બાબત જરૂર મહત્ત્વની છે. સર્વોચ્ચ અદાલતે સુસેથા વિ. સ્ટેટ ઑફ ટી. એન.ના કેસમાં ઠરાવેલ છે કે પોષણક્ષમ વિકાસનો સિદ્ધાંત માત્ર પોકળ સૂત્ર નથી, પરંતુ વ્યાવહારિક બાબતોનો ખ્યાલ રાખીને તેનો અમલ થવો જોઈએ.
પર્યવારણવાદીઓના માટે હાલનો આપણો વિકાસ ટકાઉ નથી. કારણ કે ભૌતિક પ્રગતિની હોડમાં આપણે પૃથ્વી પરનાં મર્યાદિત કુદરતી સંસાધનોનો ખાત્મો બોલાવી રહ્યા છીએ. ખૂબ ઝડપથી એને ઉલેચી રહ્યા છીએ અને પ્રદૂષિત કરી રહ્યાં છીએ. પરિણામે આ વિકાસને ટકાવી રાખવા કુદરતી પાયા આજે નહીં તો કાલે તૂટી પડશે. સતત વૃદ્ધિ પામતા કેન્સરના કોષ જે રીતે છેવટે એને પોષણ આપતા શરીરને જ ખતમ કરી નાખે છે, તે જ રીતે સતત વૃદ્ધિ પામતું અર્થતંત્ર પણ ધીરે ધીરે તેને ટકાવી રાખતી પૃથ્વીની ઇકો સીસ્ટમને જ ખતમ કરી રહ્યું છે.
1987માં બ્રુન્ટલેન્ડ અહેવાલ Our Common Futureમાં ટકાઉ વિકાસ અને તે માટેના ઉકેલની અસરકારકતાની ચિંતા રજૂ કરાઈ. આ અહેવાલમાં ટકાઉ વિકાસની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે ભવિષ્યની પેઢીઓની આવશ્યક્તાઓને સંતોષવાની ક્ષમતામાં સમાધાન કર્યા વગર વર્તમાન પેઢી તેની જરૂરિયાતો સંતોષી શકે તેવો વિકાસ એટલે ટકાઉ વિકાસ કહેવાય. અહેવાલમાં ટકાઉ વિકાસને પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવ્યો, જેમાં સંસાધનોનો ઉપયોગ, મૂડીરોકાણની દિશા, પ્રાદ્યોગિકી વિકાસની અભિમુખતા અને સંસ્થાકીય પરિવર્તનો વચ્ચે સંવાદિતા જોવા મળે છે. માનવીની જરૂરિયાતો અને આાંક્ષાઓને સંતોષવાની વર્તમાન અને ભાવિ ક્ષમતાઓમાં વધારો થાય છે. આ પ્રકારના વિકાસમાં બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એક, વર્તમાન પેઢી વચ્ચેની સમતા અને બીજું, વર્તમાન પેઢી અને આવનારી પેઢીઓ વચ્ચેની સમતા. વર્તમાન પેઢીની સમતા વિકસતા અને વિકસિત દેશો વચ્ચે તથા ધનિક અને ધનહીન પ્રજાઓ વચ્ચેની સંસાધનની વહેંચણીને સ્પર્શે છે. અહીં યોગ્ય જીવનધોરણની વિભાવના તથા
પર્યાવરણ કાયદાઓ
પૃથ્વીની પ્રત્યેક વ્યક્તિ માટે તેની પ્રાપ્તિની સંભાવનાનો સમાવેશ થાય હો. બીજી તારા હોળીની વાધીની સમતા કુદરતી સંસાધનનો ઉપયોગ અને ઉપલબ્ધિ આપનારી દરેક પેઢીને વર્તમાન પેઢીના ઉપયોગના સ્તરે રાખી શકશે કે કેમ તે પ્રશ્નને ઉદ્દેશે છે.
પોષણક્ષમ વિકાસનો સિદ્ધાંત સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં લાગુ પાડયો છે. વેલોર સીટીઝન વેલ્ફેર હોરમ વિ. યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં ઠરાવાયેલ છે કે પોષણક્ષમ વિકાસ એ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સમતોલ ખ્યાલ (balancing concept) છે. એ. પી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિ. પ્રો. એમ. વી. નાયડુના કેસમાં સર્વોચ્ચ અદાલતે આ સિદ્ધાંતને પર્યાવરણ વિધિશાસ્ત્રના પાયાના સિદ્ધાંત તરીકે ગણેલ છે. ગોવા ફાઉન્ડેશન વિ. દિક્ષા હોલ્ડીંગ્સ પ્રા. લિ.ના કેસમાં ઠરાવાયેલ છે કે પર્યાવરણ રક્ષણ અને વિકાસ વધશે સમતોલન જળવાવું જોઈએ. વિકાસ પણ થવો જોઈએ અને પર્યાવરણનું રક્ષણ પણ થવું જોઈએ. દરેક . વહીવટી કૃત્યમાં બંને વચ્ચે સમતોલન જળવાવું જોઈએ. નર્મદા બચાવો આંદોલન વિ. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસ તેમજ એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે કે પોષણક્ષમ વિકાસ પર્યાવરણ કાયદાનો અગત્યનો સિદ્ધાંત છે અને કોઈપણ વિકાસ પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ થવો જોઈએ.
ઇન્ટેલેકચ્યુઅલ ફોરમ તિરૂપતિ વિ. સ્ટેટ ઓફ એ.પી.ના કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ છે. કે માત્ર વિકાસના ઇરાદાથી કુદરતી સંસાધનોના વિનાશની મંજૂરી આપી શકાય નહીં. ખરેખર વિકાસના બદલે પોષણક્ષમ વિકાસ પર જ ભાર મૂકાવો જોઈએ.
પ્રદૂષણકર્તા ચૂકવે.
(The Poluter Pays)
પ્રદૂષણકર્તા ચૂકવે એ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ બાર ઇન્ડિયન કાઉન્સિલ ફોર એનવીરો લીગલ એક્શન વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં માન્ય રાખતાં જણાવ્યું કે કરવામાં આવતી કાર્યવાહી જોખમી (hazardous) હોય અથવા સ્વતઃ ભયજનક (inherently dangerous) હોય તો તેવી કાર્યવાહી ચાલુ રાખનાર વ્યક્તિ, તેણે તે કાર્યવાહી કરતી વખતે સાવચેતીનાં વાજબી પગલાં લીધા હોય તો પણ આવી કાર્યવાહી દરમિયાન કોઈને પણ હાનિ પહોંચે ત્યારે તે વ્યક્તિ આવા અકસ્માતથી અસરગ્રસ્ત બધી જ વ્યક્તિઓને વળતર ચૂકવવા જવાબદાર બને છે. તેથી પ્રદૂષણ ફેલાવતા દરેક ઉદ્યોગ, તેમના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલ જમીનને. ભૂગર્ભજળને અને તેના કારણે ગામવાસીને થતાં નુકસાનનું વળતર ચૂકવવા નિરપેક્ષ રીતે જવાબદાર છે. તેઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં પડેલા પ્રદૂષણ ફેલાવતાં પદાર્થો પણ દૂર કરવા જોઈએ.
અદાલતના મંતવ્ય મુજબ પ્રદૂષણકર્તાની જવાબદારી ફક્ત પ્રદૂષણને કારણે પર્યાવરણને થયેલ નુકસાનનું કે અસરગ્રસ્તોને થયેલ નુકસાનનું વળતર આપવા પૂરતી જ નથી, પરંતુ પ્રદૂષણકર્તાની જવાબદારી પર્યાવરણનું પુનઃસ્થાપન એટલે કે દૂષિત થયેલ પર્યાવરણને ફરીથી પાછું શક્ય હોય તેટલી મૂળ સ્થિતિમાં લાવવાની પણ છે. પર્યાવરણનું પુનઃસ્થાપન કરવા માટે લેવાનાં પગલાંનો ખર્ચ પણ પ્રદૂષણકર્તાએ ભોગવવાનો છે. બગડેલા પર્યાવરણની સુધારણા એ પોષણક્ષમ વિકાસની પ્રક્રિયાનો એક ભાગ છે. આથી પ્રદૂષણકર્તાએ અસરગ્રસ્તોને વળતર તો આપવાનું જ છે પણ સાથે સાથે દૂષિત પર્યાવરણને સુધારવા માટેની કાર્યવાહી પણ કરવાની છે.
'પ્રદૂષણકર્તા ચૂકવે' એ માનવકેન્દ્રી ખ્યાલ છે. પ્રદૂષણકર્તાએ પર્યાવરણને પુનઃ હોય તે સ્થિતિમાં મૂકવા પ્રયત્ન કરવાનો છે. પર્યાવરણીય ન્યાય જીવસૃષ્ટિના કેન્દ્રમાં રાખવાનો ખ્યાલ અપનાવવામાં આવે ત્યારે જ મેળવી શકાય છે.
સુપ્રીમ કોર્ટે એમ. સી. મહેતા વિ. યુનિયન ઑફ ઇન્ડિયાના કેસમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગની જવાબદારી અને ચૂકવવાના વળતરને લગતા નિયમો જણાવ્યા હતા. એ કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત સિદ્ધાંતથી આગળ જઈ પ્રદૂષણકર્તા ઉદ્યોગની સંપૂર્ણ નિરપેક્ષ જવાબદારી ઠરાવી હતી
સર્વોચ્ચ અદાલતે રીમય ફાઉન્ડેશન શિર માસન્સ લિ. યુનિયન ઑફ ઇન્ડિયામાં કેટમાં હારીલ 23 પદ્રષણકની ચૂકલેખો બર્થ એવી થતી નથી કે પદુષણકતો પણ ન અને કરાવાયું ! વર્તમાન સમયમાં શથલેન્ડજી વિ. કરીયર કેમના વિનંતી યુવતી 7 મ 1 પદષણ અટકાવવાનો પણ ખર્ચ, લોકો તેમજ મિલકતને થતા નુકમાન અંદલ પ્રદૂષણકર્તાની સંપૂર્ણ નિરપેક્ષ જવાબદારી
શ્રીરામ ફૂડ એન્ડ કર્ટિલાઇઝર કેસમાં ગ્લોરિન ગેમનું ગળતર થવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ હતું. નૈનાથી કામદારી તેમજ આસપાસના વિસ્તારીના રહીશોને આરોગ્યની તકલીક થઈ હતી. કંપનીની બેદરકારીને કારણે આ થયેલ હતું. સર્વોચ્ચ અદાલતે ગેસ ગળતરના પીડિતો માટે વળતર મૂકવવાની જામીનગીરી પેટે રૂ. 30 લાખ જમા કરાવવા આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે J. 15 લાખ બેંક કોટીનો પણ હુકમ કરેલ હતો. આ કેસમાં ઠરાવાયેલ કે ચુકાદાની તારીખથી 3 વર્ષમાં ગેસ ગળતરનાં પરિણામે કોઈનું મૃત્યુ થાય કે ઈજા થાય. તો વળતરની રકમ તેમાંથી ચૂકવવામાં આવશે.
Indian Council of Envirolegal Action Vs. Union of India समां रा४स्थान उहेपुर विताना निवारा ગામમાં ઔદ્યોગિક સંકુલનો વિકાસ થયો હતો. તેમાં રસાયણોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પ્રદૂષણ નિવારણ માટે કોઈ પગલાં લેવામાં આવેલ ન હતા. પરિણામે કૂવાનાં પાણી નકામા બની ગયા હતા. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે Polluter pays સિદ્ધાંતના આધારે ગામને થયેલ નુકસાન સમારકામની જવાબદારી કારખાનાની ઠરાવી હતી. તેમજ પર્યાવરણ કાયદાઓના અમલ માટે સરકારને સૂચના આપી હતી.
યુનોની પર્યાવરણ અને વિજ્ઞાન પરિષદનો અહેવાલ (રીઓ ડી જાનેરો તા. 3-14 જૂન, 1992 - એજન્ડા 21)
રાષ્ટ્રોમાં અને રાષ્ટ્રો વચ્ચે ગરીબી, નિરક્ષરતા અને અનારોગ્યના કારણે અસમાનતાઓ કાયમી બની રહી છે. આપણા સ્વાસ્થ્ય માટે આપણે જેના પર આધાર રાખીએ છીએ. તે પર્યાવરણવિજ્ઞાન (ecosys- tem) કથળતું જાય છે. પર્યાવરણ તરફ વિશેષ ધ્યાન આપવાથી આપણી મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થશે. જીવનધોરણમાં સુધારો થશે અને ભવિષ્ય વધારે સલામત અને ઉજ્જવળ બનશે. 22 ડિસે., 1989ના રોજ આ જ વિષય પર યુનો પરિષદ જીનીવા ખાતે યોજાઈ હતી અને તેમાં પર્યાવરણ અને વિકાસના પ્રશ્નોમાં સમતોલ અને અખંડિત અભિગમ જાળવવાનો અનુરોધ કરાયો હતો. એજન્ડા 21માં નિર્દિષ્ટ કરાયેલ ધ્યેયો પૂર્ણ કરવા માટે વિકાસશીલ દેશોને પુષ્કળ નાણાંની જરૂર પડશે.
રીઓ ડી જાનેરો ખાતે 3-14 જૂન. 1992માં યોજાયેલ આ પરિષદની ઘોષણા(Declaration)માં કુલ 27 અનુચ્છેદો (Articles) છે. જેનો ટૂંકસાર આ પ્રમાણે છે.
આ ઘોષણાના અનુચ્છેદ 1 થી એમ ઠરાવાયું છે કે વિકાસના કેન્દ્રમાં માનવો છે. તેઓ કુદરતને સુસંગત રહીને આરોગ્યપ્રદ અને ઉત્પાદક જીવન માટે હક્કદાર છે. અનુ. 2 મુજબ, રાજ્યોને યુનોના ખતપત્ર (Char- (ter) અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પોતાની પર્યાવરણીય તેમજ વિકાસ નીતિ મુજબ પોતાનાં સાધનો વાપરવાનો હક્ક છે. પરંતુ તેની સાથે પોતાના દેશમાં થતી પ્રવૃત્તિઓથી પોતાની હકૂમત બહારનાં અન્ય રાજ્યો કે વિસ્તારોના પર્યાવરણને નુકસાન ન થાય તે જોવાની જવાબદારી પણ છે. અનુ. ૩ જણાવે છે કે વિકાસ એ રીતે થવો જોઈએ કે જેથી વિકાસ અને પર્યાવરણની વર્તમાન તેમજ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. અનુ. 4 મુજબ પોષણક્ષમ વિકાસ (Sustainable development) સાધવા માટે પર્યાવરણ રક્ષણ વિકાસ પ્રક્રિયાનો ભાગ બનવો જોઈએ અને તેનાથી અલગ રીતે તેનો વિચાર કરી શકાય નહીં. પોષણક્ષમ વિકાસની જરૂરિયાત માટે તમામ રાજ્યોએ ગરીબી નાબૂદીમાં સહકાર આપવો જોઈએ કે જેથી જીવનધોરણમાં પ્રવર્તતી અસમાનતાઓ દૂર કરી શકાય અને વિશ્વના મોટા ભાગના લોકોની જરૂરિયાતો પૂર્ણ થઈ શકે. (અનુ. 5) અનુ. 6 જણાવે છે કે ઓછા વિકસિત દેશો અને ખાસ કરીને પર્યાવરણની રીતે નબળા દેશોના વિકાસને અગ્રતા આપવામાં આવશે. પર્યાવરણ અને વિકાસના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાર્યોમાં તમામ દેશોનાં હિતોનો પર્યાવરણ કાયદાપો વિચાર કરવામાં ભાવદો, અનુ ? પુજય પૃથ્વી પરના પર્યાવરણ વિદ્યામની જાળવણી અને રક્ષાણ માટે તમામ રાજ્યો સહકાર આપરો. પર્યાવરણની જાળવણીમાં તમામ દેશો સમાન તેમજ અલગ રીતે જવાબદાર છે. વિકસિત દેશોની ખાસ જવાબદારી અનુ. ક. પ્રમાણે. પોષણક્ષમ વિકાસ અને તમામ લોકો માટે જીવનામાં ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે. રાજ્યોએ અપોષણક્ષમ (Ahmetimistha) વિકાસ પ્રવૃત્તિઓ ઘટાડવી અને દુર કરવી જોઈએ. અનુ ? જણાવે છે કે રસજ્યોએ બીજા રાજ્યો સાથે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી નામને વિનિમય કરવી જોઈએ અને તેના જ્ઞાનથી વિકામ, વેગ વધારવી જોઈએ.
પર્યાવરણના મુદ્દાઓમાં નાગરિકોના સહયોગની વાત અનુ. 10માં જણાવાયેલ છે. અનુ 11 wing રાષ્ટ્રના દરેક નાગરિકને જોખમકારક પદાર્થો સહિત પર્યાવરણને લગતી તમામ માહિતી અને પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવવાનો અધિકાર છે. નાગરિકને નિર્ણય પ્રક્રિયામાં પણ ભાગીદાર બનવાની તક મળવી જોઈએ. પર્યાવરણ જાગૃતિ માટે રાજ્યે પ્રયત્નો કરવા જોઈએ અને પર્યાવરણ ભંગ બદલ વહીવટી તેમજ ન્યાયિક ઉપચારની જોગવાઈ પણ થવી જોઈએ. અનુ. 12 મુજબ રાજ્યોમાં પર્યાવરણ અંગે અસરકારક કાયદી પડવો જોઈએ. અનુ. 13 જણાવે છે કે પર્યાવરણ અધઃપતનના પત્રે રાજ્યોએ એક ખુલ્લી આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સર્જવામાં સહકાર આપવો જોઈએ. પર્યાવરણ પ્રશ્નો નિવારણ માટે આંતરરાષ્ટ્રીય મમિતિ સાપવાનો પ્રયાસ થવો જોઈએ. અનુ 13 પ્રમાણે પર્યાવરણ પ્રદૂષણનો ભોગ બનેલાઓ માટે જવાબદારી અને વળતરની જોગવાઈ કરતો કાયદો થવો જોઈએ. અનુ. 14 જણાવે છે કે પોતાના રાજ્યમાં પર્યાવરણને હાનિકારક બનેલ કોઈ પ્રવૃત્તિ કોઈ રાજ્યે બીજા રાજ્યમાં તબદીલ (Transfer) કરવી જોઈએ નહીં. અનુ 15 પ્રમાણે, પર્યાવરણ રક્ષણ માટે રાજ્યોએ પોતાની શક્તિ અનુસાર સાવચેતી અભિગમ અપનાવવો જોઈએ. અનુ. 18 અનુસાર પોતાના રાજ્યમાં થયેલ કે થવાની સંભાવનાવાળી કુદરતી આપત્તિ કે તાકીદની પરિસ્થિતિની જાણ અન્ય રાજ્યોને કરવાની ફરજ છે. આંતરરાષ્ટ્રીય સમૂહે અસર પામેલાં રાજ્યોને મદદ કરવી જોઈએ. અનુ. 19 જણાવે છે કે જે રાજ્યોમાં પર્યાવરણને નુકસાન થવાની સંભાવના હોય, તેમને અગાઉથી જાણ કરવી જોઈએ. અનુ. 20 જણાવે છે કે પર્યાવરણ વિકાસ અને વ્યવસ્થામાં સ્ત્રીઓની ખાસ ભૂમિકા છે અને તેથી તેમનો સહયોગ જરૂરી છે.
અનુ. 21 જણાવે છે કે ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા પેઢીની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ.
અનુ. 22 અનુસાર, પર્યાવરણ રક્ષણ અને વ્યવસ્થામાં ગ્રામ લોકોની ખાસ ભૂમિકા હોય છે. રાજ્યોએ
તેમની ઓળખ અને સંસ્કૃતિ માન્ય કરીને તેમનો સહયોગ પણ લેવો જોઈએ. અનુ. 24માં જણાવાયું છે કે
યુદ્ધ પરિસ્થિતિ પર્યાવરણ માટે અને વિકાસ માટે હાનિકારક છે. સશસ્ત્ર સંઘર્ષ સમયે રાજ્યોએ પર્યાવરણ
રક્ષણના આંતરરાષ્ટ્રીય કાયદાને માન આપવું જોઈએ. અનુ. 25 જણાવે છે કે શાંતિ. વિકાસ અને પર્યાવરણ રક્ષણ એકબીજા પર આધારિત અને અવિભાજ્ય છે. અનુ. 26 મુજબ, પર્યાવરણ તકરારોનો નિર્ણય રાજ્યોએ યુનો ખતપત્ર મુજબ શાંતિથી અને યોગ્ય સાધનોથી લાવવો જોઈએ. છેલ્લો અનુ. 27 જણાવે છે કે આ ઘોષણામાં નિર્દિષ્ટ કરાયેલ સિદ્ધાંતોની પૂર્તિ માટે અને પોષણક્ષમ વિકાસના વધુ વિકાસ માટે રાજ્યો અને લોકોએ શુદ્ધબુદ્ધિથી અને સહયોગના જુસ્સાથી સહયોગ આપવો જોઈએ.