04/03/2024

CC પ્રકરણ 3. C.R.PC. Section 482

♦ (હાઇકોર્ટની અમર્યાદ સત્તા) :

    ફોજદારી પ્રક્રિયા કલમ ૧૨૫ ની જોગવાઈમાં ઉચ્ચ ન્યાયાલયની અમર્યાદ સત્તા લાગુ કરી શકાય ખરી.

પત્નિ દ્વારા ભરણપોષણની માગણી, રાજુ વિ. રેખા તથા અન્યો (બોમ્બે)

પતિ પત્નિ વચ્ચેનાં વિવિધ પ્રકારનાં કાયદાકીય પ્રક્રિયાઓ ચાલતી હોય છે. બધી જ કોર્ટોમાં એવું ઠરાવાય છે કે પત્નિ વ્યાજબી અને યોગ્ય કારણ વગર પતિથી અલગ રહે છે. દિવાની અદાલતમાં તારણો પણ પત્નિ વિરૂધ્ધ કરવામાં આવે છે. તેવું લગ્ન વિષયક કેસોમાં બને છે. પક્ષકારોનાં છૂટાછેડાને મંજુરી આપવામાં આવેલ પત્નિઓ ભરણપોષણની માગણી કરેલ એનો અર્થ એવો નથી કે જે પત્નિ પતિનો ત્યાગ કરે છે અને પતિ છૂટાછેડાનાં કેસમાં આ બાબતે સફળ થાય છે. એટલે તેણીએ ત્યાગ કરેલ છે તે કારણ હોય છે. જે કારણે પત્નિ ભરણપોષણ મેળવવા ગેરલાયક ઠરેલ હોય તે તરત જ છૂટાછેડાં મળ્યા પછી ભરણ પોષણ મેળવવા લાયકાત કેવી રીતે મેળવી લે છે વળી અદાલતને પોતાની અમર્યાદ સત્તાનો ઉપયોગ કરી કેસની પ્રોસેસીંગ રદ્દ કરવાનો ઉત્તમ નમૂનો.

♦ પીટીશન નું સ્થળાંતર :

અંજુ ગર્ગ V/s સશી ભૂષણ ગર્ગ(P&H) 2014 (1) RCR (Civil) 75 i 2013 (3) Law Herald 2591 Supreme (P&H) 686.

    અરજીનું સ્થાનાંતર: પતિએ નિર્દયતા, ઘાતકીપણાના કારણસર ચંદીગઢ ખાતે છૂટાછેડાની અરજી કરેલ. પત્નિ માનસા (પંજાબ) ખાતે રહે છે. પત્નિ જો સદર પિટીશને માનસા ખાતે રહે છે. પત્નિ જો સદર પિટીશને માનસા ખાતે ટ્રાન્સર્ફ કરવા અરજી કરેલ જેની દાદ માં એવું જણાવેલ કે અરજદાર ગૃહિણી હોય આવકના સાધનોના હોવાના કારણે ચંદીગઢ ખાતે કોર્ડ કાર્યવાહી માં હાજર રહી શકે નહિં. ચંદીગઢ ખાતેની પતિની પીટીશન માંની નિર્દયતા તથા ઘાતકીપણાના કારણોનો ઉલ્લેખ તથા તેમાં રહેલ સાક્ષી પુરાવાને જોતાં ચંદીગઢ કોર્ટે એવું તારણ કાઢેલ કે અરજીને સ્થાનાંતર નો હુકમ કરી શકાય નહિં તે યોગ્ય છે. અરજી ડિસમીસ કરેલ. સીઆરપીસી કલમ ૨૪ મુજબ હિંદુ લગ્ન ધારો ક.૧૩.

* પતિના લગભગ દરેક સંબંધવાળા કે સગાઓને વીંટવાના તથા પ્ર કરવાની મનોવૃત્તિ મોટા પ્રમાણમાં વિકસતી જાય છે. જેમાં ખોટા અને અતિશયોક્તિ યુકત આક્ષેપો જ હોય

8.

પરમજીત કોર વિ. પંજાબ રાજ્ય  2011 (5) (R.C.R.) 686 2010 Supreme (P&H) 2200 2010 (4) has Law Herald (P&H) 2677

   પતિના સગાઓએ દહેજ ની માગણી કરી હોય તેવો પ્રસંગ થયો જ નથી. 

  પતિ તથા તેના સગાઓ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી ચાલુ છે. એવો કોઈ પ્રસંગ આવ્યો જ નહોતો કે પતિ કે તેના સગાઓએ દહેજ ની માંગણી કરેલ હોય. તેમના ઉપરનાં આક્ષેપો સદંતર અસ્પષ્ટ, ગોળગોળ અને સામાન્ય પ્રકારનાં અને જો કોઈ ચીજ વસ્તુઓ કે માગણીઓ લગ્ન વખતે અપાઈ હોય કે માંગી હોય તેવી વસ્તુઓ, ભેટ સોગાદો, લેવાય કે સગાઈ હોય તો તે દહેજ ની વ્યાખ્યામાં આવતું નથી. નારાજ થયેલ કે સંબંધ તોડી નાખેલ પત્નિ અને તેના સગાઓની એવી મનોવૃતિ થઈ જાય છે કે ગમે તેવા ખોટા અને અયોગ્ય આક્ષેપ કરીને તેમને લગ્ન વિષયક કેસોમાં સપડાવી દેવામાં આવે. આ બધાં રદ્દ કરવા પાત્ર છે. આવા કેસને લગતી દરેક કેસ કાર્યવાદીને રદ્દ કરવામાં આવે છે. (Sec. 482 Cr.P.C. 1973, Sec. 406, 498 A IPC; Arms Act Sec.25)

• સુરજ રાણી વિ. પંજાબ રાજ્ય તથા અને(P&H) 2011(5) RCR (Cr) 539, 2010 Supreme (P&H) 1829 2010(3) has Merald (P&H) 2461.

   પજવણી, પૈસા ઉચાપત, દહેજની ચીજ વસ્તુઓ રફે દફે કરવાની તથા માર મારવાનો આરોપ પતિ, સાસુ, સસરા, દીયર, નણંદ, નણદોયા વગેરે એમ સંપૂર્ણ કુટુંબને આક્ષેપોમાં લપેટી લેવામાં આવેલ; પીટીશનર માસી ઉપર એવો આરોપ છે કે તેણે એવા ફરીયાદીને એવા મેણાં મારતી કે અમારા દિકરાને કાળી છોકરી પરણાવીને મોટી ભૂલ કરેલ છે. પરંતુ ફરીયાદીએ અરજદારને દહેજનો સામાન સોંપ્યાનો કે દહેજની માંગણી કર્યા બાબતે કોઈ આક્ષેપ કરેલ નથી. અરજદારને ફકત એટલા માટે સંડોવવામાં આવી હતી કે તેણી ફરીયાદીનાં સસરાપક્ષ ની હિતેચ્છુ છે.

હાલના અરજદાર વિરુધ્ધની એફ.આઇ.આર તથા તેને લગતી દરેક ફોજદારી કાર્યવાહી ને રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો. (Section 482 of Cr.P.C. 1973 and Sec. 498A, 406 of the IPC.)


પ્રકરણ ૨. ભારતીય બંધારણ



* બંધારણની આર્ટીલક ૧૪૨ હેઠળ ફોન કાર્યવાહી રદ્દ કરવાની સત્તા :

ડો. અરવિંદ બર્સોલ વિ. મધ્યપ્રદેશ તથા અન્યો 2008(3) SCC (Cr) 88 2008 (2) RCR (Cr) 910, 2008 (5) SCC 794 2009 GLJ 331, 2008(7) Scale 358, 2008 (3) Suprem 607.

   પત્ની દ્વારા આઇપીસી કલમ ૪૯૮(ક) હેઠળની ફરિયાદ થતાં પતિ તથા સાસરીયાઓને ગુનેગાર ઠેરવતાં સજાનો હુકમ થયો. તે વિરૂધ્ધ અસીલ કરવામાં આવતાં કામની કાર્યવાહી દરમિયાન પક્ષકારો વચ્ચે સમાધાન થઇ ગયેલ. પત્નિએ અપીલ કરતાંઓ વિરુધ્ધ વધુ કાર્યવાહી કરાવવા રસ દાખવ્યો નહિં. પક્ષકારો સુરક્ષીત અને સુસંસ્કૃત કુટુંબના હતા. અરજદારનાં માતા-પિતા મોટી ઉંમરનાં હોય જુદી જુદી બીમારીઓ માં સપડાયેલ હતાં. અરજદારનાં પિતા વેટરનરી કોલેજનાં ડીન તથા પ્રોફેસર હતાં અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ હોય અસ્વસ્થ હતો. અરજદારનાં માતાજી મોટી ઉંમરના હોય ઘણી બિમારીના લીધે પથારીવશ હતો. આ પરિસ્થિતિમાં ફોજદારી કાર્યવાહી ચાલુ રખાવી કાયદાકીય રીતે લાંછન જણાતું હોય; સંવિધાનની આર્ટીકલ ૧૪૨ હેઠળ મળેલ સત્તાની રૂએ આઇપીસી ક. ૪૯૮(ક)ની ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો.

♦ (અનુચ્છેદ ૨૨૬ સંવિધાન, આઇપીસી ૪૯૪ તથા ૩૪) પરવાનગી આપ્યાં પછી પોતાના વચનોથી ફરી શકાય નહિં. :

    અરૂણ આભારામ પાટીલ તથા અન્યો વિ. સંધ્યા અરૂણ પાટીલ તથા અન્ય ૨૦૧૬ (૩) માટુ એલ.જે. (સી.આર. ૩૮૦) ૨૦૧૬ સુપ્રિમ મહારાષ્ટ્ર ૨૭૮ બહુ પત્નીત્વ - ફોજદારી કેસ પત્ની તથા તેના કુટુંબ વિરુધ્ધ પક્ષકારો વચ્ચે મામલાની પતાવટ ઘરમેળે થઇ ગયેલ સમાધાન કરાર લેખીત નોંધવામાં આવેલ. જેમાં રહેલ શરતો મુજબ પત્ની ને તેના ભરણપોષણ તથા રહેણાંક અર્થે રૂા.૫,૦૦,૦૦૦ આપવામાં આવેલ. જેના બદલામાં પત્ની એ પતિની મિલ્કતમાંથી હિસ્સો તથા ભરણપોષણ જતુ કરેલ. ફરીયાદી ની પરવાનગી વગર સમાધાન થઇ શકે નહિ. અરજદારની વર્તણૂંક પરથી જણાય છે કે જે ફોજદારે ફરીયાદ પરથી સદર અપીલ થયેલ છે તે પત્ની દ્વારા સામાવાળાઓને ફકત હેરાન કરવા ખાતર થયેલ છે. ફોજદારી કાર્યવાહી રદ્દ કરવામાં આવેલ.

♦ પુનઃસ્થાપિત કરી ન શકાય તેવા બગડી ગયેલ લગ્ન :

શ્યામસુંદર વિ. લવલીન (પી એન્ડ એચ) ૨૦૧૫ (૫) આરસીઆર (સીવીલ) ૫૮૭ ઉચ્ચતમ ન્યાયલયની અતિ મહત્વની સત્તા ઠરાવવામાં આવેલ કે પહોંચી ન શકાય તેવા, ખરાબ થયેલ, કથળેલ સંબંધ હોવા તે કંઇ હિન્દુ લગ્નના કાયદા મુજબ લગ્ન વિચ્છેદ નું કારણ નથી. તેમ છતાં સુપ્રિમ કોર્ટે સંવિધાન ના અનુચ્છેદ ૧૪૨ હેઠળ પ્રાપ્ત થયેલ અસામાન્ય અધિકારની રૂએ લગ્ન વિચ્છેદન માટે મંજૂરી આપી શકે છે. (અનુચ્છેદ ૧૪૨ ભારતીય સંવિધાન ૧૯૫૦ તથા હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫ ની કલમ ૧૩)

• હેબીયસ કોર્પસ (કેદીને અદાલત સમક્ષ હાજર કરવો) :

    શું અટકાયતીને લાંબા સમય સુધી નારી નિકેતનમાં રાખી શકાય કે તેણીના પતિ સાથે રહેવા દેવાય ?

શમશેર ચંદીગઢV/S ચંદીગઢ તથા અન્યો (P&H) 2010(4) Law Herald 2721 (5) RCR (Er.) 677 2010 Supreme (p&m) 947

    પોતાની પત્નિી જે સગીર છે તેને નારી નિકેતનમાંથી છોડાવવા માટે પતિની એવી દલીલ કરી વિરોધ કરેલ છે કે તેણીએ તેણીના માતા પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને તેના થી લગ્ન કરેલ છે. લગ્ન પછી માતા પિતાના આશિર્વાદ લેવા તેઓ ગયેલ ત્યારે પોલીસે બળજબરીથી તેને નારી નિકેતનમાં મોકલી આપેલ. કન્યા તેણીની માતા સાથે જવા ઈચ્છતી ન હતી, તેણીનું કહેવું છે કે તેણીની માતાની કોઇ અન્ય વ્યક્તિને મોટી રકમનો અવેજે, વેચી દેવાની મરજી હતી. અરજદારના પિતા સોગંદનામાં ઉપર જણાવે છે કે તે તેણીની પોતાના ઘરે સલામતી હેઠળ રાખી તેની દેખભાળ કરવા ની બાંહેધરી આવે છે. અરજદાર પુરાવાબાદની કોઈ કોલેજનું પ્રમાણપત્ર રેકર્ડ કરેલ છે જેમાં છોકરીની ઉપર પુખ્ત હોવાનું જણાવે છે. છોકરીની સલામતી અને સંરક્ષણ એ પાયાનો પ્રશ્ન છે, તેમ છતાં અરજદાર પિં પિતાનો સોગંદનામું કરી છોકરીની દેખભાળ અને સલામતીની બાંહેધરી આપી છે. સદર અરજદારના લગ્ન નિરર્થક કે રદ કરવા પાત્ર નથી. વધુમાં વધુ તો તે આ કામમાં હિન્દુ લગ્નધારાની કલમ ૧૮ હેઠળ સજા આપવા યોગ્ય છે. અરજદારની અરજીને માન્ય રાખવામાં આવી. (ભારતીય સંવિધાન અનુચ્છેદ ૨૨૬ તથા હિન્દુ લગ્ન ધારા કલમ ૧૮)