પોલીસ સત્તાનો દુરુપયોગ - પોલીસ તંત્ર દ્વારા વકીલાતના વ્યવસાય ઉપર બિનજરૂરી આક્રમણ

આપણે સૌ એડવોકેટ સંજયભાઈ પંડિત ના કેસમાં ગોંડલ પોલીસે તેની સત્તાનો જે દુરુપયોગ કરેલ તેનાથી સુવિદિત છીએ.
આ જ પ્રકારના એક કેસમાં એક એડવોકેટ સાહેબે તેના અસીલ વતી અદાલતમાં જામીન અરજી દાખલ કરી તો પોલીસે તેમને બીએન એસએસ ની કલમ 179 હેઠળ સમન્સ ઇસ્યુ કરી પોલીસ સ્ટેશને બોલાવેલ.
 દીન, પ્રતિદિન પોલીસ તંત્ર દ્વારા વકીલાતના વ્યવસાય ઉપર બિનજરૂરી આક્રમણ કરવામાં આવે છે. અને પરિણામે વકીલાતના વ્યવસાય ની સ્વતંત્રતા અને રક્ષણ ઉપર સીધી તરાપ પડે છે. ખબર નહી ગુજરાત હાઇકોર્ટે શા માટે આ બાબતે પોલીસ અધિકારી સામે લાલ આંખ ન કરી અને પોલીસ નું સાક્ષી સમન્સ ઇશ્યૂ કરવાનું કાર્ય ન્યાયી ઠેરવ્યું પરિણામે આ હિંમતવાળા વકીલ સાહેબે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવેલા અને જુઓ સુપ્રીમ કોર્ટે પોલીસની સત્તાઓ અને વકીલાતના વ્યવસાયની સ્વતંત્રતા સંદર્ભે શું કહ્યું...

 દરેક વકીલે આ બાબતે જાગૃત થવાની અને હિંમત પૂર્વક આગળ આવવાની સમયની માંગ અને જરૂરિયાત છે. 
............................ .

અશ્વિનકુમાર ગોવિંદભાઈ પ્રજાપતિ v. રાજ્ય ગુજરાત & અન્યો
(SLP(Crl) No.9334/2025, નિર્ણય તારીખ: 25-06-2025)

🔹 મુદ્દો:

એડવોકેટને તેમના ક્લાઈન્ટના કેસમાં માત્ર કાનૂની કામગીરી કરવા બદલ પોલીસ દ્વારા BNSS કલમ 179 હેઠળ સમન્સ મોકલવામાં આવ્યો – શું એ યોગ્ય છે?


---

🔹 કેસનો તાત્કાલિક મુદ્દો:

એડવોકેટશ્રી અશ્વિનકુમાર પ્રજાપતિએ તેમના ક્લાઈન્ટના regular bail માટે અરજી દાખલ કરી હતી. પણ પોલીસે તેમને Section 179, ભા.નાગ.સુરક્ષા સંહિતા, 2023 હેઠળ સમન્સ મોકલ્યો કે તેઓ પૂછપરછ માટે હાજર રહે. જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો.


---

🔹 હાઈકોર્ટનો નિર્ણય:

એડવોકેટની અરજી ફગાવીને કહ્યું કે તેમને સાક્ષી તરીકે સમન્સ આપ્યું છે અને એમાં અધિકારનો ભંગ થયો નથી.


---

🔹 સુપ્રીમ કોર્ટનો નિર્ણય:

પ્રાથમિક નજરે, અરજદાર ની દલીલોમાં વજન છે.

એડવોકેટનું કાર્ય માત્ર કાયદાકીય સેવા છે, કોઈ આરોપી કે સાક્ષી તરીકે નું નહીં.

એડવોકેટ અને ક્લાઈન્ટ વચ્ચેની ગુપ્તતા (confidentiality) ભંગ થવી ન જોઈએ – આ અધિકાર ભા. સાક્ષ્ય અધિનિયમ, કલમ 132 હેઠળ સુરક્ષિત છે.

આવા સમન્સથી એડવોકેટની વ્યવસાયિક સ્વતંત્રતા અને ન્યાય પ્રણાળી પર ભયજનક અસર પડે છે.



---

🔹 કોર્ટના મહત્વના નિર્દેશો:

આ મામલો અતી મહત્વનો છે, કારણ કે એ ડિફેન્સ એડવોકેટ્સના અધિકારો અને ન્યાયતંત્ર અને વ્યવસાયની સ્વતંત્રતા સાથે જોડાયેલો છે.

પોલીસ અને તપાસ એજન્સીઓ સીધા એડવોકેટને સમન્સ આપી શકે કે નહીં એ મુદ્દે એટર્ની જનરલ, સોલિસિટર જનરલ, બાર કાઉન્સિલ, અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનથી અભિપ્રાય માગવામા આવ્યો છે.

આ કેસના અંતિમ નિર્ણય સુધી પેટિશનરને સમન્સ ન આપવા નો સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો અને મેટર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ને ન્યાયિક નિર્ણય માટે રિફર કરવામાં આવી છે. આ ચુકાદો કાનૂની ઇતિહાસમાં અને વકીલોના વ્યવસાય માટે એક સીમાચિન્હ રૂપ બની રહેશે.



---

🔹 મહત્વપૂર્ણ સિદ્ધાંતો:

✅ કાયદા વ્યવસાયની સ્વતંત્રતા સુરક્ષિત હોવી જોઈએ
✅ એડવોકેટ અને ક્લાઈન્ટ વચ્ચેની ગુપ્તતા રક્ષણ પામેલી છે
✅ પોલીસ સીધા એડવોકેટને સમન્સ આપી શકતી નથી, જો તેઓ માત્ર વ્યવસાયિક કામગીરી કરી રહ્યાં હોય
✅ ન્યાય વ્યવસ્થાની મુક્તતા અને ભયમુક્ત એડવોકેટની ભૂમિકા અત્યંત આવશ્યક છે


---

🔥 Top Gear

#1 Best Seller,

WOWOOD Customized LED Name Plate for Office Desk Table Lamp Name Sign Gift For Advocate Lawyer

Customized LED Name Plate for Office Desk Table Lamp Name Sign Gift For Advocate Lawyer Wakil Judge Civil High Court Tarazu Size (10 x 6 inch) Personalized with Name, Designation and Icon: Personalize your nameplate with your name, title, and an icon that symbolizes your profession (e.g., a stethoscope for physicians, scales of justice for advocates).

View on Amazon
#1 Best Seller,

The Constitution of India (Deluxe Hardbound Edition) (Latest and Updated)

The Constitution of India is the supreme law of India and the longest written constitution in the world. This edition brings you the bare act with the latest amendments and a history of how this imperative document came into being!

View on Amazon
#1 Best Seller,

Sukhadhikar No Kaydo (Paados Hakk No Kaydo) Indian Easement Act with Judgements and Key to Case Laws

Sukhadhikar No Kaydo (Paados Hakk No Kaydo) Indian Easement Act with Judgements and Key to Case Laws - (Gujarati + English) - New 2026 Reprint Edition

View on Amazon
#1 Best Seller,

Laws Relating to MARRIAGE - DIVORCE and MAINTENANCE Law in Gujarati

Laws Relating to MARRIAGE - DIVORCE and MAINTENANCE Law in Gujarati (with FREE Book of Senior Citizen Act)

View on Amazon
#1 Best Seller,

Bhartiy kaydo - Indian LAW Gujarati Smart Book For Competitive Exam - [Indian Penal Code]

Police constable, ASI અને PSI માટે ખુબ જ ઉપયોગી સાહિત્ય - ભારતીય દંડ સંહિતા - ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - ભારતીય પુરાવા અધિનિયમ

View on Amazon
#1 Best Seller,

Integrity Education India Legal Guide Book for Common Man, Hindi Language, Paperback Apne Vakil Khudh Bane - A Legal Guide for a Common Man by MJ Sir

Integrity Education India Legal Guide Book for Common Man, Hindi Language, Paperback Apne Vakil Khudh Bane - A Legal Guide for a Common Man by MJ Sir (Legal Guide Series)

View on Amazon