Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

⚖️ ABOUT LAW SAHITYA

ગુજરાતી ભાષામાં, સામાન્ય માણસ સમજી શકે તેવી કાયદાકીય માહિતી

જમીન-મિલકત, ખેડૂતના અધિકાર, કૌટુંબિક કાયદા, પોલીસ-ફોજદારી પ્રક્રિયા, RTI અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદા — સરળ ગુજરાતીમાં.

Law Sahitya શું છે?

Law Sahitya એ ગુજરાતના નાગરિકો માટે ગુજરાતી ભાષામાં કાયદાકીય જાણકારી આપતું ઓનલાઇન પ્લેટફોર્મ છે. ઘણી વાર સામાન્ય માણસને ખબર જ નથી હોતી કે જમીનની નોંધ ક્યાં કરાવવી, પોલીસ FIR ન લે તો શું કરવું, કે કોઈ ચુકાદો તેમના પર કેવી રીતે લાગુ પડે. કાયદાની ભાષા અઘરી હોય છે અને મોટા ભાગની માહિતી અંગ્રેજીમાં હોય છે.

અમારો પ્રયાસ છે કે આ માહિતી સરળ ગુજરાતીમાં, ઉદાહરણ અને સ્ટેપ સાથે મળે, જેથી દરેક વ્યક્તિ પોતાના અધિકારો સમજી શકે અને યોગ્ય સમયે યોગ્ય પગલું લઈ શકે.

✍️ લેખક અને સંપાદક

Adv. Kalpesh Bhanderi - Law Sahitya

Adv. Kalpesh Bhanderi

એડવોકેટ | લીગલ ડ્રાફ્ટિંગ | રાજકોટ, ગુજરાત

કાર્યક્ષેત્ર લીગલ ડ્રાફ્ટિંગ (કરાર, સોગંદનામા, અરજી, નોટિસ), મિલકત અને દસ્તાવેજી બાબતો
સ્થળ રાજકોટ, ગુજરાત

Law Sahitya પરના લેખ Adv. Kalpesh Bhanderi દ્વારા લખાયેલા અથવા તપાસાયેલા હોય છે. બીજા વકીલો કે નિષ્ણાતોના લેખ પ્રકાશિત થાય ત્યારે લેખકનું નામ લેખમાં સ્પષ્ટ લખવામાં આવે છે.

📚 અમે કયા વિષયો પર લખીએ છીએ

🏡 જમીન અને મિલકત
7/12, હક્કપત્રક, વારસાઈ, iORA, NA, દસ્તાવેજ
🌾 ખેડૂતના અધિકાર
વીજપોલ-વીજલાઇન વળતર, જમીન સંપાદન
👨‍👩‍👧 કૌટુંબિક કાયદા
લગ્ન નોંધણી, છૂટાછેડા, ભરણપોષણ, કસ્ટડી
🚓 પોલીસ અને ફોજદારી
FIR, ધરપકડ વખતના અધિકાર, જામીન, BNS
📄 સરકારી પ્રક્રિયા
RTI, ગ્રામ પંચાયત, સોગંદનામા, પ્રમાણપત્રો
⚖️ મહત્વના ચુકાદા
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાની સરળ સમજૂતી

🔍 અમે માહિતી કેવી રીતે તૈયાર કરીએ છીએ

  • સત્તાવાર સ્ત્રોત: કાયદાનું લખાણ India Code, સરકારી ગેઝેટ અને કોર્ટના મૂળ ચુકાદા પરથી લેવામાં આવે છે. શક્ય હોય ત્યાં લેખમાં સ્ત્રોતની લિંક આપવામાં આવે છે.
  • કલમ નંબર સાથે: જે કાયદો કે કલમ લાગુ પડે તેનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવે છે, જેથી વાચક જાતે ચકાસી શકે.
  • સરળ ભાષા: કાયદાકીય શબ્દોની સમજૂતી, ઉદાહરણ અને "શું કરવું" ના સ્ટેપ સાથે.
  • અપડેટ: કાયદો બદલાય (જેમ કે IPC ની જગ્યાએ BNS) ત્યારે લેખ સુધારવામાં આવે છે.
  • ભૂલ સુધારણા: કોઈ લેખમાં ભૂલ દેખાય તો નીચેના સંપર્ક પર જણાવો. ચકાસીને સુધારો કરવામાં આવશે.

🤝 વકીલો માટે

ગુજરાતના વકીલો પોતાની માહિતી અમારી એડવોકેટ ડિરેક્ટરીમાં ઉમેરી શકે છે અને કાયદાકીય લેખ મોકલી શકે છે. મોકલેલા લેખ પ્રકાશિત કરતા પહેલા તપાસવામાં આવે છે અને લેખકના નામ સાથે જ પ્રકાશિત થાય છે.

📞 સંપર્ક

ફોન / WhatsApp: +91 99783 99925

ઇમેઇલ: bhanderikapu@gmail.com

સ્થળ: રાજકોટ, ગુજરાત

સંપર્ક પેજ પર જાઓ »
⚠️ મહત્વની નોંધ (Disclaimer):
Law Sahitya પરની માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈ ચોક્કસ કેસ માટેની કાનૂની સલાહ ન ગણવી. આ વેબસાઇટ વાંચવાથી કે સંપર્ક કરવાથી વકીલ-અસીલ (advocate-client) સંબંધ સ્થપાતો નથી. તમારા કેસ માટે હંમેશા લાયકાત ધરાવતા વકીલની રૂબરૂ સલાહ લો.
આ પેજ Bar Council of India ના નિયમો મુજબ ફક્ત માહિતી માટે છે; તે કોઈ પ્રકારની જાહેરાત કે સેવા માટેનું આમંત્રણ નથી.
સંપૂર્ણ Disclaimer વાંચો »

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Adv. Kalpesh Bhanderi

Bar Council of Gujarat Registred Advocate | લીગલ ડ્રાફ્ટિંગ, રાજકોટ. ગુજરાતી ભાષામાં સરળ અને વિશ્વસનીય કાયદાકીય માહિતી પહોંચાડવાનો પ્રયાસ. વધુ જાણો »