પાસવર્ડ આઇડી આપવાનો ઇનકાર કરવાનો આરોપીને બંધારણીય અધિકાર આપેલ છે.
આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે તાજેતરમાં Avuthu Srinivas Reddy Versus The Station House Officerના કેસ માં જામીન અરજીની સુનાવણી વખતે એવું ઠરાવેલ કે આરોપી દ્વારા જો મોબાઈલ તપાસના કામે પોલીસને આપવામાં ન આવે તો તપાસમાં આરોપીએ પોલીસને સહકાર આપેલ નથી તેમ કહી શકાય નહીં કારણકે ભારતના બંધારણના આર્ટીકલ 20 (3) પ્રમાણે આરોપીને રક્ષણ મળેલ છે. આ કેસમાં નામદાર દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો ટાંકી જણાવેલ કે ભારતના બંધારણના આર્ટિકલ 20 (3) પ્રમાણે આરોપી પાસેથી કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જેવા કે મોબાઈલ લેપટોપ ના આઈડી પાસવર્ડ પોલીસ માંગી શકે કે મેળવી શકે નહીં. પાસવર્ડ આઇડી આપવાનો ઇનકાર કરવાનો આરોપીને બંધારણીય અધિકાર આપેલ છે.