કોલ ઈન્ડિયાને બહુ-દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ પદ બનાવવાનો આદેશ – સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

કોલ ઈન્ડિયાને બહુ-દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ પદ બનાવવાનો આદેશ – સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી | ૧૩ જાન્યુઆરી ૨૦૨૬
સુપ્રીમ કોર્ટે કોલ ઈન્ડિયા લિમિટેડને સુજાતા બોરાને માટે ખાસ (Supernumerary) પદ બનાવી નોકરી આપવાનો આદેશ આપ્યો. 2016માં ઈન્ટરવ્યુમાં પાસ થઈ હોવા છતાં બહુ-દિવ્યાંગતાને કારણે નોકરી ન મળી. કોર્ટે કહ્યું – આ ખાસ કિસ્સામાં આદેશ છે, પરંતુ દિવ્યાંગ અધિકારો અને સમાવેશની જવાબદારી બધા પર છે.

સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોને મજબૂત કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારદીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કોલ ઈન્ડિયાના ચેરમેનને સુજાતા બોરા માટે ખાસ પદ બનાવી ડેસ્ક જોબ આપવા આદેશ આપ્યો છે.


કોલ ઈન્ડિયાને બહુ-દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ પદ બનાવવાનો આદેશ – સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુજાતા બોરા કેસ

કેસની વિગતો

  • સુજાતા બોરાએ 2016માં મેનેજમેન્ટ ટ્રેની (પર્સનલ અને HR) પોસ્ટ માટે અરજી કરી
  • વિઝન ઈમ્પેર્ડ કેટેગરીમાં અરજી – ઈન્ટરવ્યુમાં પાસ થઈ
  • મેડિકલ ટેસ્ટમાં ખબર પડી – બંને આંખોમાં 60% ઓછી દૃષ્ટિ + રેઝિડ્યુઅલ પાર્શિયલ હેમિપેરેસિસ (શારીરિક કમજોરી)
  • બહુ-દિવ્યાંગતાને કારણે નોકરી ન મળી
  • કલકત્તા હાઈકોર્ટે 3 જુલાઈ 2024ના રોજ રાહત આપવાનો ઈનકાર કર્યો
  • સુપ્રીમ કોર્ટે આને રદ કર્યો અને નોકરીનો આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટના આદેશ

  • ખાસ (Supernumerary) પદ બનાવી સુજાતા બોરાને નોકરી આપવી
  • તેમની ક્ષમતા પ્રમાણે ડેસ્ક જોબ આપવી
  • અલગ કમ્પ્યુટર અને કીબોર્ડ આપવું – યુનિવર્સલ ડિઝાઈન પ્રમાણે
  • નોર્થ ઈસ્ટર્ન કોલ ફીલ્ડ્સ (માર્ગેરિટા, તિનસુકિયા, અસમ)માં તૈનાતી
  • આ આદેશ ખાસ કિસ્સામાં છે – પ્રિસિડન્ટ નહીં ગણાય

કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ

“દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ કોર્પોરેટ અને સમાજ માટે વ્યૂહાત્મક લાભ છે. ESG ફ્રેમવર્કમાં પણ દિવ્યાંગોનો સમાવેશ મહત્વની સામાજિક જવાબદારી છે.”
  • આદેશ આર્ટિકલ 14, 21, 41 અને 142 હેઠળ આપવામાં આવ્યો
  • યુએન, ILO અને RPwD Act 2016ના સિદ્ધાંતોનો ઉલ્લેખ
  • AIIMS મેડિકલ બોર્ડે બહુ-દિવ્યાંગતા પ્રમાણિત કરી

આ ચુકાદાનો અસર

  • બહુ-દિવ્યાંગ વ્યક્તિઓને નોકરીમાં સમાવેશ મજબૂત થશે.
  • કંપનીઓને ખાસ પદ બનાવવાની જવાબદારી.
  • રિઝનબલ એકોમોડેશન (યોગ્ય સુવિધા) નું પાલન ફરજિયાત કરવાનું રહેશે.
  • દિવ્યાંગ અધિકારોને વધુ માન્યતા મળશે.
દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ એ માત્ર કાયદો નહીં, સમાજ અને કોર્પોરેટ માટે જવાબદારી છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દિવ્યાંગોના અધિકારોને મજબૂત કરે છે.
× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam