× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam

ગ્રામ પંચાયતના હિસાબોનું ઑડિટ કેવી રીતે થાય છે? સંપૂર્ણ નિયમો અને પ્રક્રિયા જાણો | Law Sahitya

ગ્રામ પંચાયતોના હિસાબોનું ઓડિટ

Gram Panchayat Audit Rule | ગુજરાત પંચાયત અધિનિયમ 1993 | 29 April 2026
Law Sahitya
ગ્રામ પંચાયતના હિસાબોનું ઑડિટ કેવી રીતે થાય છે, તેના કાનૂની નિયમો, પ્રક્રિયા અને જવાબદારીઓ વિશે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે. ગુજરાત લોકલ ફંડ ઑડિટ અધિનિયમ મુજબની જોગવાઈઓ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે.

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં પ્રકરણ 5 માં પંચાયતોના કામકાજનું સંચાલન, તેની વહીવટી સત્તા અને ફરજો, તેની મિલકત અને ફંડ તથા હિસાબો વગેરે બાબત દર્શાવવામાં આવી છે. અહીંયા આપણે ભાગ ૧ માં ગ્રામપંચાયતોને લગતી જોગવાઈઓ માં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 કલમ 121 માં ગ્રામ પંચાયતના થતા ઓડિટ વિશેની માહિતી મેળવશું. 

૧૨૧. (૧) પંચાયતના હિસાબોનું ઓડિટ ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, ૧૯૬૩ની જોગવાઈઓ હેઠળ કરવું જોઈશે અને ઓડિટ પૂરું કર્યા પછી, એક મહિનાની અંદર ઓડિટ નોંધની એક નકલ પંચાયતને અને તાલુકા પંચાયતને મોકલવી જોઈશે.

(૨) પેટા-કલમ (૧)માં ઉલ્લેખેલી ઓડિટ નોંધ મળે એટલે, પંચાયતે ઓડિટની નોંધમાં દર્શાવવામાં આવી હોય તેવી કોઈ ખામીઓ અથવા નિયમ દોષ સુધારવા જોઈશે અને તે પ્રમાણે કર્યાની ખબર ત્રણ મહિનાની અંદર તાલુકા પંચાયતને મોકલવી જોઈશે અથવા આવી ખામીઓ અથવા નિયમ-દોષના સંબંધમાં, જે કાંઈ વધુ ખુલાસો તે આપવા માંગતી હોય તે ખુલાસો તેણે સદરહુ મુદતની અંદર તાલુકા પંચાયતને પૂરો પાડવો જોઈશે.

(૩) આવી ખબર અથવા ખુલાસો મળે એટલે, તાલુકા પંચાયત ઓડિટની નોંધમાં ચર્ચેલી સઘળી બાબતો અથવા તે પૈકી કોઈ બાબતના સંબંધ -

(ક) પંચાયતે આપેલી ખબર અથવા ખુલાસો સ્વીકારી શકશે અને વાંધો પાછો ખેંચી લેવાની કલેક્ટરને ભલામણ કરી શકશે. 

અથવા 

(ખ) આગામી ઓડિટ વખતે અથવા તે પહેલાંની કોઈ તારીખે તે બાબતની ફરી તપાસ કરવી એવો આદેશ કરી શકશે,

(ગ) ઓડિટની નોંધમાં દર્શાવેલી ખામીઓ અથવા નિયમ દોષો અથવા તે પૈકી કોઈપણ ખામી અથવા નિયમ દોષ દૂર કરવામાં અથવા સુધારવામાં આવ્યા નથી એમ ઠરાવી શકશે.

(૪) પેટા-કલમ (૨)માં ઉલ્લેખેલી કરેલી ખબર અથવા ખુલાસો, પોતાને મળ્યાની તારીખથી એક મહિનાની અંદર અથવા પંચાયત આવી ખબર અથવા ખુલાસો આપવાનું ચૂકે ત્યારે સદરહુ પેટા-કલમ (૨)માં ઉલ્લેખ કરેલી ત્રણ મહિનાની મુદત પૂરી થયેથી, તાલુકા પંચાયતે પોતાના નિર્ણયનો રિપોર્ટ કલેકટરને મોકલવો જોઈશે અને એવા રિપોર્ટની એક નકલ પંચાયતને મોકલવી જોઈશે જે કોઈ ખામીઓ અથવા નિયમ-દોષ દૂર કરવામાં અથવા સુધારવામાં આવ્યા નથી એમ તાલુકા પંચાયત ઠરાવે, તે તેણે પોતાના અભિપ્રાય પ્રમાણે તે ખામીઓ અથવા આવા નિયમ-દોષ સુધારી શકાય એમ છે કે કેમ, અને જો તે પ્રમાણે સુધારી શકાય એમ હોય, તો તે કેવી રીતે અને જો તે સુધારી શકાય એમ ન હોય, તો તે માફ કરી શકાય એમ છે કે કેમ, અને જે તે પ્રમાણે માફ કરી શકાય એમ હોય તો, ક્યા અધિકારીથી માફ કરી શકાય છે, તે ભાબત પોતાના રિપોર્ટમાં જણાવવી. વળી જે રકમને લગતી તે ખામીઓ અથવા નિયમ-દોષો હોય તે રકમ બદલ, તેના અભિપ્રાય અનુસાર હવે પછી ઠરાવ્યા પ્રમાણે, સરચાર્જ લેવો કે કેમ તે પણ તાલુકા પંચાયતે પોતાના રિપોર્ટમાં જણાવવું જોઈશે.

(૫) કલેકટર, તાલુકા પંચાયતનો રિપોર્ટ વિચારણામાં લીધા પછી તથા પોતાને જરૂર લાગે એવી વધુ તપાસ કર્યા પછી, જે બાબત પોતાને કાયદા વિરૂદ્ધ હોવાનું જણાય તે બાબત નામંજૂર કરી શકશે અને ગેરકાયદેસર રીતે નાણાં આપનાર અથવા એ રીતે નાણાં આપવાને અધિકૃત કરનાર વ્યકિત પાસેથી સચાર્જ વસૂલ કરી શકશે અને

(ક) જે વ્યક્તિ પારોથી સરચાર્જ લઈને રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત સભ્ય હોય, તો તેની વિરૂદ્ધ કલમ ૨૬૭ની પેટા-કલમ (૨) અને (૩)માં વર્ણવેલી રીતે કાર્યવાહી કરી શકશે; અને

(ખ) જે વ્યકિત પાસેથી સરચાર્જ લઈને રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત સભ્ય ન હોય, તો તેનો ખુલાસો લીધા પછી, લેખિત હુકમ કરીને એમ ફરમાવી શકશે કે સરચાર્જ લઈને જે રકમ વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે રકમ, આવી વ્યકિતએ પંચાયતને ભરવી જોઈશે અને જો રકમ એક મહિનાની અંદર એવી રીતે ભરવામાં ન આવે તો, કલેક્ટરે તે રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવી અને ગ્રામ ફંડ ખાતે જમા કરવી જોઈશ.

(૬) આ કલમ હેઠળ કલેક્ટરે કરેલા સરચાર્જ અંગેના કોઈ હુકમથી નારાજ થયેલી વ્યક્તિ, કલેક્ટરને નિર્ણય તેને મળે તે તારીખથી એક મહિનાની અંદર, જિલ્લા કોર્ટને, આવા હુકમમાં સુધારો કરવા અથવા તે રદ કરવા માટે અરજી કરી શકશે અને તે કોર્ટ પોતાને જરૂરી લાગે તેવો પુરાવો લીધા પછી, આવા સરચાર્જને બહાલી આપી શકશે. તેમાં સુધારો કરી શકશે અથવા તે માફ કરી શકશે અને તે સંજોગોમાં તેને યોગ્ય લાગે તેવા ખર્ચને લગતો હુકમ કરી શકશે.

(૭) તાલુકા પંચાયત લેખિત હુકમ કરીને, એમ ફરમાવી શકશે કે પેટા-કલમ (૩) અને (૪) હેઠળના તેના સઘળા કાર્યો અથવા તે પૈકી કોઈ કાર્ય તેની સમિતિઓ પૈકી કોઈ એક સમિતિ પણ બજાવી શકશે.


ગ્રામ પંચાયતના હિસાબોનું ઑડિટ માત્ર એક નિયમિત પ્રક્રિયા નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને સારા શાસન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ગુજરાત લોકલ ફંડ ઑડિટ અધિનિયમ, 1963 મુજબ ઑડિટ દ્વારા પંચાયતના નાણાકીય વ્યવહારની સાચી સ્થિતિ સામે આવે છે અને ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળે છે.યોગ્ય દસ્તાવેજીકરણ, સમયસર માહિતી આપવી અને ઑડિટમાં સહકાર આપવો પંચાયતની ફરજ છે. ઑડિટના અહેવાલ મુજબ સુધારણા કરવાથી સંસ્થા વધુ મજબૂત અને વિશ્વસનીય બને છે. તેથી, દરેક ગ્રામ પંચાયતે નિયમોનું પાલન કરી પારદર્શક અને જવાબદાર નાણાકીય વ્યવસ્થા જાળવવી જરૂરી છે.

TAGS

#ગ્રામપંચાયત #PanchayatAudit #AuditRules #GujaratLaw #LocalFundAudit #PanchayatHisab #TalatiMantri #GramPanchayat #RuralGovernance #AuditProcess #IndianLaw #GujaratPanchayat #VillageAdministration #PanchayatRules #Transparency #GovernmentAudit #GramVikas #LegalAwareness #PanchayatAct #GujaratAudit

Source: લૉ સાહિત્ય 9978399925

(આ માહિતી માત્ર માહિતી માટે છે, કાનૂની સલાહ નથી)

કાયદા વિષયો

⚖️
ન્યાયતંત્ર અને પ્રક્રિયા
🌳
પર્યાવરણ અને કૃષિ કાયદાઓ
🏠
મિલકત સંબંધિત કાયદાઓ
🏥
આરોગ્ય અને તબીબી કાયદાઓ
👩‍⚖️
મહિલા અને બાળ કાયદા
👪
પરિવાર અને લગ્ન કાયદા
👮‍♂️
ફોજદારી કાયદા
📂
અન્ય કાયદા
📘
શૈક્ષણિક કાયદા
🔷
દરિયાઈ કાયદા & મેરિટાઇમ હક્કો
🧑‍🏭
શ્રમ અને રોજગાર કાયદા
🧾
કર અને નાણાકીય કાયદા
🛂
ઇમિગ્રેશન કાયદા
🏭
ઉદ્યોગ કાયદા
⛏️
ઊર્જા અને ખનન કાયદા
📚
PDF લાઇબ્રેરી
🏘️
ગ્રામ પંચાયત કાયદા
🛡️
ગ્રાહક સુરક્ષા કાયદા
🗳️
ચૂંટણી સંબંધિત કાયદા
📐
જમીન રેકર્ડ & રેવન્યુ કાયદા
🚨
જાહેર સલામતી કાયદાઓ
🏛️
ટ્રસ્ટ કાયદાઓ
🚗
ટ્રાફિક અને પરિવહન કાયદા
👥
નાગરિક/વ્યક્તિગત કાયદા
🏦
નાણાંકીય અને બેન્કિંગ કાયદા
📑
પુરાવા અને પ્રક્રિયા કાયદા
🚓
પોલીસ સ્ટેશન કાયદા
📜
બંધારણ
©️
બૌદ્ધિક સંપત્તિ કાયદા
📜
ભારતીય કરાર અધિનિયમ 1872
⚖️
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા
🎭
મનોરંજન અને મીડિયા કાયદા
🤝
માનવ અધિકાર કાયદા
💻
ટેક/સાયબર કાયદા
🛡️
રક્ષા અને લશ્કરી અધિનિયમો
🔐
રાષ્ટ્રીય સુરક્ષા કાયદા
🔬
વિજ્ઞાન અને સંશોધન કાયદા
🧾
વીમા કાયદા
💼
વ્યાપાર કાયદાઓ
🏙️
શહેરી વિકાસ અને નગર પાલિકા કાયદા
🗂️
સરકારી રેકોર્ડ દૈસ્તાવેજ કાયદો
🗂️
હેબિયસ કોર્પસ
📘
Judgment
📰
LAW NEWS

WhatsApp Channel

⚖️ ભારતના કાયદાની વિશ્વસનીય માહિતી હવે સીધી WhatsApp પર
📌 નવીન કાયદા • 📌 ન્યાયિક ચુકાદા • 📌 કાયદાકીય અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

✅ Free • ✅ Official Updates • ❌ No Spam

🛡️ વીમા ક્લેમ સેટલમેન્ટ

✔️ તમામ પ્રકારના Insurance Claim માટે
✔️ ઝડપી અને વિશ્વસનીય માર્ગદર્શન
✔️ દસ્તાવેજથી લઇ settlement સુધી સહાય

⭐ Trusted Consultant • ✔️ Professional Support