“ફક્ત આર્ય સમાજનું સર્ટિફિકેટ જ લગ્નનો પુરાવો નથી” – મધ્યપ્રદેશ હાઈકોર્ટે સપ્તપદી ન થઈ હોવાથી લગ્ન અમાન્ય જાહેર કર્યા
મધ્યપ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ (જસ્ટિસ આનંદ પાઠક અને જસ્ટિસ હિરદેશ) એ કહ્યું કે હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, નહીં કે “ગાવા-નાચવા કે ખાવા-પીવાનો પાર્ટી”. જો વૈદિક રીતે સપ્તપદી, ફેરા કે અગ્નિ સાક્ષીએ લગ્ન ન થયા હોય તો આર્ય સમાજનું સર્ટિફિકેટ કે રજિસ્ટર એન્ટ્રી પણ લગ્ન સાબિત કરી શકતા નથી.
કેસની સંપૂર્ણ વિગતો
- ૭૫ વર્ષના રિટાયર્ડ આર્મી કમાન્ડરે અખબારમાં “દુલ્હન જોઈએ”ની જાહેરાત આપી
- એક મહિલાએ સંપર્ક કર્યો અને ઘરે આવવા લાગી
- મહિલાએ પહેલા લગ્ન છુપાવ્યા અને આર્ય સમાજથી ૨૬ માર્ચ ૨૦૧૨નું નકલી લગ્ન પ્રમાણપત્ર બનાવડાવ્યું
- પાછળથી ખબર પડી કે મહિલા પહેલેથી જ પરણિત છે અને તેના પતિ જીવિત છે
- મહિલાએ બ્લેકમેલ કરી પૈસા પડાવવાના પ્રયત્ન કર્યા
- પુરુષે ફેમિલી કોર્ટમાં કેસ કરી કે “આ મહિલા મારી પત્ની નથી”
- ફેમિલી કોર્ટે આર્ય સમાજ સર્ટિફિકેટને માન્ય ગણી મહિલાને પત્ની જાહેર કરી
- હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો આદેશ રદ કર્યો
કોર્ટે શું કહ્યું?
“હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, ફક્ત ગાવા-નાચવા કે ખાવા-પીવાનો કાર્યક્રમ નથી. વૈદિક રીતે કન્યાદાન, પાણિગ્રહણ, સપ્તપદી, સિંદૂર અને મંત્રોચ્ચાર જરૂરી છે. આર્ય સમાજ સર્ટિફિકેટ કે રજિસ્ટર એન્ટ્રી એકલા પૂરતા નથી.”
- ફોટામાં પવિત્ર અગ્નિ કે ફેરા ફરતા હોય તેવું દેખાતુ નથી.
- કોઈએ સપ્તપદી થઈ એવું કહ્યું નથી.
- મહિલા પહેલેથી જ પરણિત હતી – HMA કલમ ૫ નું ઉલ્લંઘન.
- આર્ય સમાજમાં રીત રસમથી લગ્ન થયા એવું પણ સાબિત થયું નથી.
![]() |
| હિન્દૂ લગ્ન વિધિ |
ચુકાદાનો અસર
- ફક્ત આર્ય સમાજ સર્ટિફિકેટથી લગ્ન સાબિત થતા નથી.
- વૈદિક રસ્મો (સપ્તપદી) વગર હિન્દુ લગ્ન અમાન્ય.
- આવા કેસોમાં હવે કોર્ટ વૈદિક રીતિના પુરાવા માંગશે.
- બ્લેકમેલ કરીને લગ્નનું નાટક કરનારાઓને ઝટકો.
