Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

હોમ લોન ચાલતી હોય તે જ બેંકમાંથી પર્સનલ લોન લેતા પહેલાં ૧૦ વખત વિચારજો!

હોમ લોન ચાલતી હોય તે જ બેંકમાંથી પર્સનલ લોન લેતા પહેલાં ૧૦ વખત વિચારજો! ⚠️

ગુજરાત | ૧3 ડિસેમ્બર ૨૦૨૫
બેંક ફોન કરીને કહે છે – “સર, તમારી હોમ લોન બહુ સારી ચાલે છે, એટલે તમને પ્રી-એપ્રુવ્ડ પર્સનલ લોન મળશે.” આ સાંભળીને ઘણા લોકો ખુશ્શીથી “હા” કહી દે છે… પણ આ “સુવિધા” ઘણી વખત “ટ્રેપ” બની જાય છે!

શા માટે એ જ બેંકમાંથી પર્સનલ લોન ન લેવી જોઈએ?

  • હોમ લોન = સિક્યોર્ડ લોન (તમારું ઘર ગીરવે છે)
  • પર્સનલ લોન = અનસિક્યોર્ડ લોન (કોઈ ગીરવે નહીં)
  • પણ જ્યારે બંને લોન એક જ બેંકમાં હોય ત્યારે “Cross Default Clause” લાગુ થાય છે
હોમ લોન ચાલતી હોય તે જ બેંકમાંથી પર્સનલ લોન લેતા પહેલાં ૧૦ વખત વિચારજો!
બેંક લોન ટ્રેપ 

જો કોઈ કારણે ડિફોલ્ટ થાય તો શું થશે?

  1. પર્સનલ લોનનો EMI ચૂકી જાઓ → હોમ લોન પણ NPA ગણાશે
  2. બેંક SARFAESI Act હેઠળ તમારા ઘર પર નોટિસ મોકલશે
  3. ઘર સીલ → હરાજી (Auction) → ઘર ગુમાવવાનું જોખમ
  4. CIBIL સ્કોર 300-400 પોઈન્ટ નીચે પડી જશે
  5. ભવિષ્યમાં કોઈ લોન મળવી નહીં

બેંક આ ઓફર કેમ આપે છે?

  • કારણ કે તમારું ઘર પહેલેથી જ તેમની પાસે ગીરવે છે
  • રિસ્ક લગભગ શૂન્ય છે
  • ડિફોલ્ટ થાય તો સીધું ઘર પર હાથ નાખી શકે છે

શું કરવું જોઈએ? (સલાહ)

  • હોમ લોન ચાલતી હોય તે જ બેંકમાંથી પર્સનલ લોન કદી ન લો
  • હોમ લોન ચાલતી હોય તે જ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પણ ના લેવી જોઈએ. 
  • જો લેવી જ પડે તો અલગ બેંક કે NBFC પસંદ કરો.
  • લોન એગ્રીમેન્ટમાં “Cross Default Clause” છે કે નહીં ચેક કરો.
  • જરૂરિયાત કરતાં વધુ લોન ન લો – EMI બોજ વધશે.
“પ્રી-એપ્રુવ્ડ પર્સનલ લોન”નું લાલચ ઘણી વખત ઘર ગુમાવવાનું કારણ બને છે! હોમ લોન ચાલતી હોય ત્યાં સુધી પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ  વગેરે લોન ના લેવી જોઈએ. આ પોસ્ટ તમારા ઘરને બચાવી શકે છે – હમણાં જ શેર કરો!

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Law Sahitya

Law Sahitya ટીમ

ગુજરાતીમાં કાયદાકીય માહિતી અને માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત.