EU એ રેડ-ફ્લેગ કરેલા 527 ઉત્પાદનો માંથી 54 ઓર્ગેનિક છે! 1 વર્ષ પછી પણ સરકાર મૌન – 10 મોટા પ્રશ્નો જેના જવાબ નથી મળ્યા
બેંગ્લોરના તાજા રિપોર્ટ (જે 1 વર્ષ જૂની છે) તેમાં જાહેર કરાયું હતું કે EU એ ભારતથી આયાતિત 527 ઉત્પાદનોને રેડ-ફ્લેગ કર્યા, જેમાંથી 54 “ઓર્ગેનિક” લેબલવાળા હતા. તેમાં કેન્સર કારક રસાયણો મળ્યા – તીલ, કાળી મરી, અશ્વગંધા, ઇમ્યુનિટી બુસ્ટર જેવા હર્બલ પ્રોડક્ટ્સમાં રેડ ફ્લેગ આપ્યું હતું! પરંતુ 1 વર્ષ પછી પણ સરકારની તરફથી કોઈ જવાબ નથી. આ 10 મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે જેના જવાબ આપવા સરકાર માટે જરૂરી છે.
હાલ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ X ઉપર ખુરપેચ ની ટીમ તેના સોશ્યિલ મીડિયા હેન્ડલ https://x.com/Khurpenchhealth આ મુદ્દે સરકાર અને સિસ્ટમ સામે ધમાલ મચાવી છે. ખુરપેચ ની ટિમ આ બાબતે પુરાવા સાથે સરકારને ઢંઢોળી રહી છે અને લોકો ને જાગૃત કરી રહી છે. જેનું જનતા દવારા ખુબ સરાહના કરવામાં આવી રહી છે. પણ નિંભર તંત્ર હજુ ભ્રસ્ટાચારમાં લિપ્ત છે. કાર્યવાહી ને નામે નાના વ્યાપારી ને ત્યાં દરોડા પાડી ને કહેવા પૂરતી કાર્યવાહી સિવાય કશું થઈ રહ્યું નથી.
![]() |
| X Khurpech |
10 મોટા પ્રશ્નો – જવાબ કોણ આપશે?
- 527 ઉત્પાદનોમાંથી 54 ઓર્ગેનિકમાં રસાયણો: 1 વર્ષમાં કોઈ એજન્સીએ તપાસ કરી કે આ ઓર્ગેનિક સર્ટિફિકેટ કોણે આપ્યા? કોઈ કાર્યવાહી થઈ?
- હર્બલ પ્રોડક્ટ્સમાં રસાયણો કેવી રીતે? તીલ, કાળી મરી, અશ્વગંધા, ઇમ્યુનિટી બુસ્ટરમાં કેવા ખતરનાક કેમિકલ? કયા ઇન્સ્પેક્ટરે પાસ કર્યા? તેની સજા થઈ?
- ભારતીય માલને કારણે વિદેશમાં ચેતવણી: સ્પેનના હમસ, યુરોપના બેકરી પ્રોડક્ટ્સમાં ભારતીય મસાલા કારણે વોર્નિંગ – ભારતમાં આ કંપનીઓ પર કાર્યવાહી? લાયસન્સ રદ્દ થયા? FSSAI નોટિસ આવ્યા?
- ભારતમાં લિસ્ટ જાહેર કર્યું? EUએ 527 ઉત્પાદનોની લિસ્ટ આપી – ભારત સરકારે દેશમાં આવું લિસ્ટ જાહેર કર્યું ? જો નહીં, તો લોકો કેવી રીતે વિશ્વાસ કરે? શા માટે આ પ્રોડક્ટ હંમેશ માટે બંધ નથી થઈ રહી ?
- ઓર્ગેનિક સર્ટિફિકેશન પર કાર્યવાહી: 54 ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાં રસાયણો – કયા સર્ટિફિકેશન એજન્સીઓ પર પેનલ્ટી? કોઈ બેન કે સસ્પેન્ડ થઈ?
- નિરીક્ષણ કેટલું? 1 વર્ષમાં કેટલા કોલ્ડ સ્ટોરેજ, પેકિંગ યુનિટ, હર્બલ ફેક્ટરી, મસાલા પ્રોસેસિંગ પર અચાનક તપાસ ક્યારે કરાઈ ? સરકાર આ ડેટા જાહેર કરશે?
- ભારતમાં રી-કોલ ક્યારે થશે? વિદેશે વોર્નિંગ આપીને ઉપભોક્તાઓને બચાવ્યા, પણ ભારતમાં આ પ્રોડક્ટ્સ હજુ બજાર માં બેધડક વેચાય છે – આરોગ્ય મંત્રાલયે રી-કોલ કર્યું? કે માત્ર નિકાસ બંધ?
- સંયુક્ત રિપોર્ટ ક્યારે આપવામાં આવશે? FSSAI, APEDA, વેપાર-કૃષિ-આરોગ્ય મંત્રાલયે આ ફૂડ-સેફ્ટી ફેઇલ્યોરનું કારણ જણાવ્યું ? જો નહીં, તો કોને બચાવવામાં આવે છે? શું બધું સેટિંગ થઈ રહ્યું છે ?
- કિસાનોનું નુકસાન: આવી ભ્રષ્ટ સિસ્ટમ અને નફાખોર કંપનીને કારણે નિકાસ બજારમાં નુકસાની થઈ રહી છે જેની સીધી અસર કિસાનોને થઈ રહી છે !
- સુધારા ક્યારે અમલમાં આવશે ? આવું ફેઇલ્યોર ફરી ન થાય તે માટે શું સુધારા? કે બધું ફાઈલોમાં જ દબાવી દેવામાં આવ્યું?
- લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાર્યવાહી ક્યારે ? કેન્સર જેવી હાનિકારક બીમારી ફેલાવતા ઉત્પાદનો સામે FSSAI એ કેટલા લોકો સામે કડક કાર્યવાહી કરી ?
આ પ્રશ્નો કોને પૂછવા?
- FSSAI, APEDA, વેપાર મંત્રાલય, કૃષિ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય
- 1 વર્ષ પછી પણ જવાબ શૂન્ય – આ ઉપભોક્તાઓને કેવી રીતે સુરક્ષિત રાખે?
