Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

iORA Gujarat: ગામ નમુના નંબર ૭ ક્ષતિ સુધારણા અરજી કેવી રીતે કરવી? | Online Step-by-Step Guide

ગામ નમૂના નંબર-૭ ક્ષતિ-સુધારણા અરજી: iORA પોર્ટલ પર ઓનલાઇન પ્રક્રિયા

મહેસુલ વિભાગ, ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ i-ORA (Online Revenue Applications) પર નાગરિકોને મળતી વિવિધ મહેસુલી સેવાઓમાં વધુ સરળતા લાવવા તથા અરજી કરતી વખતે થતી ભૂલોના કારણે થતા વિલંબને અટકાવવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા નીચે મુજબ છે.

ગામ નમૂના નંબર ૭ માં કયા કયા સુધારા કરી શકાય?

  • ખાતેદારના નામમાં સુધારો
  • બીજા હક્ક વિગતમાં સુધારો
  • બોજા વિગતમાં સુધારો
  • સત્તા પ્રકારમાં સુધારો
  • જમીન ઉપયોગમાં સુધારો
  • ક્ષેત્રફળમાં સુધારો
  • આકારમાં સુધારો

ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

  1. સૌપ્રથમ i-ORA પોર્ટલ પર જઈને 'ઓનલાઇન એપ્લિકેશન' પર ક્લિક કરો. ત્યાં નવી અરજીનો હેતુ “હક્ક પત્રક સંબંધીત અરજી" તથા અરજીનો પ્રકાર "ગામ નમુના નંબર ૭ ક્ષતિ સુધારણા અરજી” પસંદ કરો. અરજદારનો મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને કેપ્ચા દાખલ કર્યા બાદ 'ઓટીપી જનરેટ' કરો.
  2. સ્ક્રીન પર જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ દાખલ કર્યા બાદ આવેલો OTP ચકાસીને 'સબમિટ' કરો.
  3. સ્ક્રીન પર દર્શાવેલ અરજી પત્રકમાં જરૂરી તમામ સાચી વિગતો દાખલ કરો.
  4. ક્ષતિ સુધારા અરજી જમીનના ખાતા નંબર અથવા સર્વે નંબર મુજબ કરી શકાશે.
  5. તમારી જરૂરિયાત મુજબ લાગુ પડતો સુધારાનો વિકલ્પ પસંદ કરી જરૂરી વિગતો ભરો.
  6. અરજીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ 'કન્ફર્મ' બટન પર ક્લિક કરો.
  7. અરજીની પ્રિન્ટ કાઢી તમામ કબજેદારોની સહી કરો.
    • અંગૂઠો મારવા માટેના નિયમ: જો સહીના સ્થાને અંગૂઠો કરવાનો હોય તો પુરુષે ડાબા હાથનો તથા મહિલાએ જમણા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે. તેમજ અંગૂઠો ઓળખાવનાર વ્યક્તિનું નામ તથા સહી ફરજિયાત રહેશે.
  8. સહી કરેલ અરજીપત્રક તેમજ માંગણી મુજબના સુધારાને લગતા પ્રમાણિત આધાર પુરાવાની નકલ સ્પષ્ટ સ્કેન કરી અપલોડ કરો અને 'સબમીટ' બટન દબાવો. તમારી અરજી ઓનલાઇન દાખલ થઈ જશે.
  9. અરજી ફી: ગામ નમૂના નંબર ૭ ક્ષતિ સુધારા અરજીની સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે (Free) છે.

ખાસ મહત્વની સુચનાઓ:

  • સૂચના ૧: જે ખાતામાં એકથી વધુ સર્વે નંબર હોય અને ખાતેદારના નામમાં સુધારો હોય તેમજ તેની સાથે સર્વે નંબર સંલગ્ન વિગત (બીજા હક્ક, બોજા, સત્તાપ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ કે આકાર) માં પણ સુધારો હોય, તો બંને માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
  • સૂચના ૨: જે ખાતામાં એકથી વધુ સર્વે નંબર હોય અને એકથી વધુ સર્વે નંબરમાં સંલગ્ન વિગતોમાં સુધારા હોય તો સર્વે નંબર દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે.

અરજી કર્યા બાદ અરજદાર પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર અરજીની પ્રક્રિયાનું સ્થિતિ (Status) ચકાસી શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (Frequently Asked Questions)

પ્રશ્ન ૧: ગામ નમૂના નંબર ૭ ક્ષતિ સુધારણા અરજી માટે કેટલી ફી ભરવાની હોય છે?
જવાબ: આ સેવા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે, કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.
પ્રશ્ન ૨: ગામ નમૂના નંબર ૭ માં કયા કયા સુધારા થઈ શકે છે?
જવાબ: ખાતેદારનું નામ, બીજા હક્ક વિગત, બોજા વિગત, સત્તા પ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર એમ કુલ ૭ પ્રકારના સુધારા કરી શકાય છે.
પ્રશ્ન ૩: અરજી પત્રક પર અંગૂઠો મારવા માટેનો શો નિયમ છે?
જવાબ: પુરુષે ડાબા હાથનો અને મહિલાએ જમણા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહે છે, અને અંગૂઠો ઓળખાવનાર વ્યક્તિનું નામ-સહી પણ જરૂરી છે.
પ્રશ્ન ૪: જો એકથી વધુ સર્વે નંબર હોય તો અરજી કેવી રીતે કરવી?
જવાબ: એકથી વધુ સર્વે નંબર સંલગ્ન સુધારા હોય તો પ્રત્યેક સર્વે નંબર દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે.

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Adv. Kalpesh Bhanderi

Bar Council of Gujarat Registred Advocate | લીગલ ડ્રાફ્ટિંગ, રાજકોટ. ગુજરાતી ભાષામાં સરળ અને વિશ્વસનીય કાયદાકીય માહિતી પહોંચાડવાનો પ્રયાસ. વધુ જાણો »