ગુજરાત સરકારે યુસીસી બિલ પસાર કર્યું | લિવ-ઇન નોંધણી ફરજિયાત બનાવી |
રાજ્ય દ્વારા નિયુક્ત પેનલ દ્વારા યુસીસીના અમલીકરણ અંગેનો અંતિમ અહેવાલ રજૂ કર્યાના એક અઠવાડિયા પછી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જો બળજબરી અથવા છેતરપિંડી દ્વારા લગ્ન કરવામાં આવે તો 7 વર્ષ સુધીની જેલની સજા અને દ્વિપત્નીત્વ/બહુપત્નીત્વના કિસ્સાઓમાં પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
વિધાનસભામાં સાત કલાકથી વધુ સમયની મેરેથોન ચર્ચા બાદ આ બિલ પસાર થયું.
'ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026' નામનો આ પ્રસ્તાવિત કાયદો સમગ્ર રાજ્યમાં લાગુ પડશે અને ગુજરાતના રહેવાસીઓને પણ લાગુ પડશે જેઓ તેની પ્રાદેશિક મર્યાદાની બહાર રહેતા હોય.
જોકે, બિલ દસ્તાવેજમાં જણાવાયું છે કે આ કોડ અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્યો અને અમુક જૂથોને લાગુ પડશે નહીં જેમના પરંપરાગત અધિકારો બંધારણ હેઠળ સુરક્ષિત છે.
ગૃહ ને ઉદેશી ને મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું કે "એક સંયુક્ત અને અવિભાજિત રાષ્ટ્ર માટે એક સામાન્ય કાનૂની માળખું જરૂરી છે, અને તે આપણા વૈદિક જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે. આપણા પ્રાચીન શ્લોકો પણ કહે છે કે સત્ય એક છે, ભલે તે અલગ અલગ રીતે વ્યક્ત કરવામાં આવે છે. ; અને સત્ય તો હંમેશા એક જ છે, ભલે ધર્મો અનેક હોય, ન્યાય તો એક જ હોવો જોઈએ,"
ભારતના બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું, "બંધારણની કલમ ૧૪ હેઠળ, દેશના દરેક નાગરિક માટે કાયદા સમક્ષ સમાનતા સુનિશ્ચિત કરવામાં આવી છે. અને તે જ બંધારણની કલમ ૪૪ રાજ્યનેસમાન નાગરિક સંહિતા તરફ આગળ વધવાનો નિર્દેશ આપે છે. હવે, યુસીસીનો અમલનાગરિકોમાં તેમના ધર્મ અથવા જાતિના આધારે વિભાજન અથવા ભેદભાવને લગતી કોઈપણ નીતિ અથવા વિવાદ ને નકારાશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બિલ લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકત જેવા મુદ્દાઓ પર "એક સમાન કાનૂની માળખું" રજૂ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે કોઈની સાથે અન્યાય ન થાય", અને ઉમેર્યું હતું કે તેનો મુસદ્દો ગુજરાતની વિવિધતાને ધ્યાનમાં રાખીને "સઘન ચર્ચાઓ અને વિચાર-વિમર્શ" પછી તૈયાર કરવામાં આવ્યો છે.
"જો 60 દિવસની અંદર ફરજિયાત લગ્ન નોંધણી ન થાય, તો ₹ ૧૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે . જો લગ્ન બળજબરી અથવા છેતરપિંડી દ્વારા કરવામાં આવે છે, તો ૭ વર્ષ સુધીની જેલની સજા છે, અને દ્વિપત્નીત્વ/બહુપત્નીત્વના કિસ્સાઓમાં, ૭ વર્ષ સુધીની જેલની સજા પણ છે,” તેમ તેમણે કહ્યું હતું.
લિવ-ઇન રિલેશનશિપ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "તેનું રજીસ્ટ્રેશનફરજિયાત છે, અને રજીસ્ટ્રેશન ન કરાવવા પર 3 મહિના સુધીની જેલ અથવા 1000 થી ₹ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.". લિવ-ઇન રજીસ્ટ્રેશન કોઈની સ્વતંત્રતા છીનવી લેવા માટે નથી, પરંતુ આપણી દીકરીઓના કાનૂની રક્ષણ માટે છે.
"લગ્નની ફરજિયાત નોંધણી, લિવ-ઇન સંબંધોની નોંધણી, છૂટાછેડા માટે સમાન નિયમો, પુત્રો અને પુત્રીઓ માટે સમાન વારસાના અધિકારો, અને પાલન ન કરવા બદલ દંડની જોગવાઈઓ સાથે કડક અમલીકરણ આ બિલની મુખ્ય જોગવાઈઓ છે."
ખાસ કરીને, આ મુસદ્દામાં મહિલાઓના સન્માન, સમાન અધિકારો અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
TAGS
#law #judgment #court #india #legalnews #alhabadhighcourt #UCC #UCCBILLGUJARAT
(આ માહિતી માત્ર માહિતી માટે છે, કાનૂની સલાહ નથી)