હાઈકોર્ટના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસે યુવતીને કસ્ટડીમાં લીધી અને કેસ ડાયરીમાં લખ્યું – “યુવતીને કબ્જામાં લીધી છે” NCWને તપાસનો આદેશ

પ્રયાગરાજ | ૪ ડિસેમ્બર ૨૦૨૫
હાઈકોર્ટના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસે યુવતીને કસ્ટડીમાં લીધી અને કેસ ડાયરીમાં લખ્યું – “યુવતીને કબ્જામાં લીધી છે”. કોર્ટે આને “ગુલામીના યુગની યાદ અપાવતું” ગણાવ્યું અને યુવતીને તુરંત મુક્ત કરી. આ સાથે NCWને આવા પોલીસ અધિકારીઓની તપાસ કરવા આદેશ આપ્યો છે.

ઈલાહાબાદ હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં પોલીસની ચાલાકીને “ઘૃણાસ્પદ” ગણાવી અને કહ્યું કે ૨૧મી સદીમાં પણ કોઈ વ્યક્તિને “કબ્જામાં લઈ શકાય” એવું વિચારવું એ આધુનિક સમાજ માટે શરમજનક છે. આ કેસ લવ-જેહાદના આરોપો, ધર્માંતરણ અને બાળકી હોવાના દાવા સાથે જોડાયેલો છે.

કેસની સંપૂર્ણ વિગતો

  • એક અલગ ધર્મના યુવક-યુવતીએ લગ્ન કર્યા અને હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી
  • યુવતીના પિતાએ દીકરી નાબાલીક હોવાનો દાવો કર્યો અને FIR નોંધાવી
  • હાઈકોર્ટે પોલીસને યુવતીની ધરપકડ ન કરવા સ્ટે ઓર્ડર આપ્યો હતો
  • તેમ છતાં સપ્ટેમ્બર ૨૦૨૫માં પોલીસે યુવતીની ધરપકડ કરી ને પ્રોટેક્શન હોમમાં મોકલી દીધી.
  • કેસ ડાયરીમાં પોલીસે લખ્યું: “યુવતીને કબ્જામાં લીધી છે” અને  પતિ પાસે સહી કરાવી
  • મેડિકલ -લીગલ રિપોર્ટમાં યુવતી, પણ સ્કૂલ રેકોર્ડમાં ૨૫ એપ્રિલ ૨૦૦૯ની જન્મતારીખ.

કોર્ટે શું કહ્યું?

“આ વિચાર અને કાર્યવાહી – ખાસ કરીને આ વિચાર – બંને ઘૃણાસ્પદ છે. ૨૧મી સદીમાં પોલીસ અધિકારી માને કે કોઈ માણસને ‘કબ્જામાં’ લઈ શકાય, એ લાગે છે કે આ લોકો હજુ પણ ૧૮૫૭ના ડ્રેડ સ્કોટ કેસના યુગમાં જ જીવે છે જ્યાં માણસને મિલકત ગણવામાં આવતો હતો.”
“આધાર કાર્ડમાં જન્મતારીખનો કોઈ આધાર નથી. એ તો ફક્ત પરિવારના વડીલના કહેવાથી લખી દેવામાં આવે છે.”

કોર્ટનો અંતિમ આદેશ

  • યુવતીને તુરંત મુક્ત કરવામાં આવી
  • તેને પોતાની મરજી મુજબ પતિ સાથે રહેવા અને લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા
  • રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ને આ પોલીસ અધિકારીઓની તપાસ કરવા આદેશ
  • કલમ ૨૧ (વ્યક્તિગત સ્વતંત્રતા)ના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું
આ ચુકાદો દેશભરના લવ-જેહાદ કેસો, ધર્માંતરણના આરોપો અને “નાબાળક”ના દાવા કરીને યુવતીઓને ગુમાવી દેતા કેસો માટે મોટી મિસાલ બનશે. હવે પોલીસ “કબ્જો” જેવા શબ્દોનો ઉપયોગ કરીને કોર્ટના આદેશની મશ્કરી નહીં કરી શકે.
હાઈકોર્ટના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસે યુવતીને કસ્ટડીમાં લીધી અને કેસ ડાયરીમાં લખ્યું – “યુવતીને કબ્જામાં લીધી છે” NCWને તપાસનો આદેશ
હાઈકોર્ટના સ્ટે ઓર્ડર હોવા છતાં પોલીસે યુવતીને કસ્ટડીમાં લીધી અને કેસ ડાયરીમાં લખ્યું – “યુવતીને કબ્જામાં લીધી છે” NCWને તપાસનો આદેશ


× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam