Law Sahitya Logo

Law Sahitya

ગુજરાતીમાં કાયદાકીય માર્ગદર્શન

કાયદાકીય માહિતી શોધો.

MPના RTO કોન્સ્ટેબલ સૌરભ શર્મા ઉપર રેડમાં ખુલ્યો કરુપ્શનનો ખજાનો!

ભોપાલ | ૧ ડિસેમ્બર ૨૦૨૫

માત્ર 7 વર્ષમાં RTO કોન્સ્ટેબલથી કરોડપતિ બની ગયા સૌરભ શર્મા! તેમના પાસ 52 કિલો સોનું, 234 કિલો ચાંદી, દુબઈમાં કોઠી, મચ્છીનું ફાર્મ, સો-સો એકર જમીન અને 500 કરોડની અન્ય સંપત્તિ મળી. લોકાયુક્ત, IT અને EDની રેડમાં ખુલ્યો આ કરુપ્શનનો ખજાનો – હવે શર્મા ફરાર!

મધ્યપ્રદેશના ભોપાલમાં RTOમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા સૌરભ શર્મા (ઉં. 42)ની ઘટના એક વાર માટે વાંચવા જેવી છે – પણ કરુપ્શનની! 2016માં પિતાના અવસાન પછી કોમ્પેશનલ ગ્રાઉન્ડ પર નોકરી મળી, અને 7 વર્ષમાં તેઓ કરોડપતિ બની ગયા. ડિસેમ્બર 2024માં લોકાયુક્તની રેડમાંથી શરૂ થયેલી તપાસમાં IT અને ED પણ જોડાયા, અને જે મળ્યું તે તો આશ્ચર્યજનક છે!

RTO કોસ્ટેબલ સૌરભ શર્મા - ભ્રસ્ટાચાર કેસ
RTO કોસ્ટેબલ સૌરભ શર્મા | ભ્રસ્ટાચાર કેસ |


રેડમાં શું મળ્યું? – સંપત્તિનો અખૂટ ખજાનો

  • 52 કિલો સોનું: ભોપાલની બહાર જંગલમાં ત્યજેલી SUVમાંથી મળ્યું (મૂલ્ય ₹40 કરોડ). કાર તેમના સાથી ચેતન ગૌરના નામે હતી.
  • 234 કિલો ચાંદી: શર્માના ઘર અને ઓફિસમાંથી મળી (મૂલ્ય ₹2 કરોડથી વધુ)
  • નગદ રોકડ: ₹2.87 કરોડ ઘરમાંથી + ₹11 કરોડ SUVમાંથી (કુલ ₹13.87 કરોડ)
  • અન્ય સંપત્તિ: હીરાની જ્વેલરી, લક્ઝરી કારો, રિયલ એસ્ટેટ ડોક્યુમેન્ટ્સ (કુલ મૂલ્ય ₹7.98 કરોડ). તેઓએ માતા, પત્ની, નાનીબહેનના નામે સ્કૂલ, હોટેલ અને મચ્છીના ફાર્મ બનાવ્યા.
  • કુલ અસંપત્તિ: ₹500-700 કરોડની આંકલી (જમીન, દુબઈ કોઠી, સો-સો એકર જમીન સહિત)

સૌરભ શર્મા: કોન્સ્ટેબલથી કરોડપતિ

ગ્વાલિયરના સૌરભ 2016માં RTOમાં જોડાયા. 12 વર્ષની સેવા પછી 2024માં વોલન્ટરી રિટાયરમેન્ટ લીધું. તેઓએ 47 માંથી 23 ચેકપોસ્ટનું સુપરવિઝન કરતા હતા –  સાથીઓ કહે છે કે તેમનો લાઇફસ્ટાઇલ અચાનક બદલાઈ હતી : મોંઘા કપડાં, વિદેશી ટ્રિપ, બજારમાં ગપશપ થવા લાગી.

"સૌરભ શર્મા 7 વર્ષમાં કરોડપતિ બન્યા, પણ તેમની વૈભવી જીવનશૈલીએ તપાસને આમંત્રણ આપ્યું. તેઓ અને તેમના સાથીઓ પર આવકથી વધુ સંપત્તિનો  આરોપ છે."

– લોકાયુક્ત અધિકારી

તપાસ કેવી ચાલી?

  • ડિસેમ્બર 2024: લોકાયુક્તની રેડમાં ₹2.87 કરોડ કેશ + 234 કિલો ચાંદી + જમીન ડોક્યુમેન્ટ્સ મળ્યા
  • 19 ડિસેમ્બર 2024: IT રેડમાં જંગલમાં ત્યજેલી SUVમાંથી 52 કિલો સોનું + ₹11 કરોડ કેશ
  • જાન્યુઆરી 2025: EDની PMLA હેઠળ રેડ – ભોપાલ, ગ્વાલિયર, પુણેમાં 52 સ્થળો પર તપાસ
  • આરોપ: Prevention of Corruption Act હેઠળ કેસ. શર્મા અને સાથીઓ (ચેતન ગૌર, શરદ જૈસવાલ) જ્યુડિશિયલ કસ્ટડીમાં
  • રાજકીય રોલ: કોંગ્રેસે મોહન યાદવ સરકાર પર કરુપ્શનનો આરોપ લગાવ્યો. ડાયરી ગુમ થઈ ગઈ છે, જેમાં વધુ નેક્સસ હોઈ શકે

હાલની સ્થિતિ અને અસર

  • શર્મા ફરાર છે, પરંતુ જાન્યુઆરી 2025માં અટકાયત થઈ અને કોર્ટમાં પ્રસ્તુત
  • એપ્રિલ 2025માં લોકાયુક્ત કોર્ટે જામીન આપી, પણ ED કેસમાં જેલમાં જ છે
  • રાજ્યમાં વિશાળ તપાસ: 52 જિલ્લાઓમાં RTO અધિકારીઓ પર ₹100 કરોડના વ્યવહારની તપાસ
  • સમાજમાં ચર્ચા: "એક કોન્સ્ટેબલ જો 700 કરોડ ની સંપત્તિ કરપ્શનથી એકઠી કરી શકે, તો મોટા અધિકારી  કરપ્શન કરી ને કેટલા કમાઈ શકે ?"
MPમાં RTOમાં કરુપ્શનની આ વાત રાજ્યની હકીકત ખુલી પાડે છે. સૌરભ જેવા 'કરપ્શનમા મહેનતુ' કર્મચારીઓથી શરૂ થઈને ઉપર સુધીના તમામ અધિકારીઓની તપાસ થવી જોઈએ. જેથી આ કેસથી ભ્રષ્ટાચાર સામે મજબૂત સંદેશ જશે!

વધુ ક્રાઇમ અને લીગલ ન્યૂઝ માટે ફોલો કરો!

📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?

લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.

Law Sahitya

Law Sahitya ટીમ

ગુજરાતીમાં કાયદાકીય માહિતી અને માર્ગદર્શન સરળ ભાષામાં પહોંચાડવા માટે સમર્પિત.