કોઈ ને પોતાની પત્ની કે બાળકો ને વારસામાં કશું ન આપવું હોય તો વિલમાં તે અંગે ના ચોક્કસ કારણો લખવા જોઈએ
⚠️ મહત્વની નોંધ: આ લેખ ફક્ત સામાન્ય કાયદાકીય જાણકારી માટે છે અને તેને કાનૂની સલાહ ગણવો નહીં. તમારા ચોક્કસ સંજોગો માટે લાયકાત ધરાવતા વકીલની સલાહ અવશ્ય લો.
આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ હિન્દુ પુરુષ તેના પત્ની અને બાળકોને સામાન્ય રીતે તેની મિલકતો ના વારસામાંથી બાકાત રાખે નહીં કારણકે પત્ની અને બાળકો તે પુરુષ માટે સૌથી પ્રિય પાત્ર હોય છે. ત્યારે આવા લોકોને મિલકતના વારસામાંથી બાકાત રાખવાનો તેના પતિને — પિતાને કોઈ કારણ હોતું નથી અને જ્યારે કોઈ વીલ પત્ની અને બાળકોને વારસામાંથી બાકાત રાખે તે પ્રકારનું હોય ત્યારે આવું વિલ ચોક્કસપણે શંકાઓ પ્રેરે છે આ સંદર્ભમાં નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ જ અગત્ય નો મહત્વપૂર્ણ અને દરેક સામાન્ય માણસને અસર કરે તેવો ચુકાદો આપેલ છે. આ ચુકાદા થી આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જો કોઈ ને પોતાની પત્ની કે બાળકો ને વારસામાં કશું ન આપવું હોય તો વિલમાં તે અંગે ના ચોક્કસ કારણો લખવા જોઈએ. અન્યથા તેવા વીલનો કોઈ અર્થ નહીં રહે. .......
Gurdial Singh (Dead) ThroughLr Versus Jagir Kaur (Dead)
ના કેસમાં તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી ઠરાવેલ છે કે જ્યારે કોઈ વીલ શંકા ના પરિધમાં હોય ત્યારે વીલ માત્ર રજીસ્ટર થયેલું છે અને તેમાં વીલ કરનારની સહી છે. તેટલી માત્ર હકીકતથી આવું વિલ સાબિત બની જતું નથી. આ કેસમાં વિલ કરનાર ની કાયદેસર ની પત્ની હતી અને ગુજરનાર તેના પતિ એ શા માટે તેને કોઈ મિલકત આપતા નથી તે અંગે કહેવાતા વીલમાં કશું જણાવવામાં આવેલ ન હતું જે બાબત શંકા નો સબળ પુરાવો હતો.
શંકાસ્પદ સંજોગો ના સિદ્ધાંતો જણાવવામાં આવ્યા.
📞 તમારા કેસ અંગે નિષ્ણાત સલાહ જોઈએ છે?
લાયકાત ધરાવતા વકીલ સાથે વાત કરવા માટે અમારો સંપર્ક કરો.